ઇમામ હુસૈન અ.સ. નો કારવાન અને ઐતિહાસીક પાસાઓ Category
ત્રીજા ખલીફાના ખીલાફતના કાળ દરમ્યાન જ્યારે ખિલાફતની ધૂરા બની ઉમય્યાએ સંભાળી અને તેઓના ખુનભર્યા હાથોએ ઈસ્લામી શહેર અને સુબાઓને પોતાની પકડમાં લઈ લીધા ત્યારે મુસલમાનોની સામાજીક પરિસ્થિતિઓમાં અજબ-ગજબ પ્રકારનું પરિવર્તન આવ્યું. જેના સાક્ષી ઈતિહાસકારોના વિધાનો છે. મોઆવીયાની હુકુમત દરમ્યાન અને ખાસ કરીને હઝરત ઈમામ હસને મુજતબા અ.સ. ની શહાદત પછી એટલી ઝડપથી અધર્મતા અને ચારિત્ર્યહીનતા પૈદા થઇ કે જો પયગમ્બરે ઈસ્લામ અને મવલાએ કાએનાતની ખિલાફતના સમયકાળથી તે સમયની સરખામણી કરવામાં આવે તો ઘણોજ સ્પષ્ટ તફાવત દેખાઈ આવશે.
દસ મોહર્રમ આશુરાના હઝરત સય્યદુશ્શોહદા અ.સ.ની હૃદય દ્રવિત શહાદતની ઘટના ઘટી ગયા પછી ખુદા અને રસુલને ભુલી ગએલા યઝીદના લશ્કરે અહલેબય્તના તંબુઓને આગ લગાડી, અહલે હરમને લૂંટયા, લાશોને પાયમાલ કરી. યઝીદના લશ્કરના વડા ઉમરે સઅદે હઝરત ઈમામ હુસય્ન અ.સ.ના પવિત્ર સર ખુલી બીન યઝીદ અસ્બહી અને હમીદ બીન મુસ્લિમની સાથે અને બાકીના શોહદાઓના પવિત્ર સરો શીમ્ર બીન ઝીલ જવશન, કયસ બીન અશઅસ અને અમરૂ બીજ હજ્જાજની સાથે કુફાના હાકીમ ઉબયદુલ્લાહ ઈબ્ને ઝીયાદની તરફ રવાના કર્યા. ઉબયદુલ્લાહ ઈબ્ને ઝીયાદે હ. ઈમામ હુસય્ન અ.સ.ના સરે અકદસ સાથે બેહુરમતી કરવામાં કોઈ કસર ન છોડી. સરોને કુફાના શહેરમાં ફેરવવામાં આવ્યા. શામથી જવાબ આવ્યા પછી પાકીઝા સરોને યઝીદ બીન મોઆવીયાના દરબારમાં શામ તરફ રવાના કરી દીધા.
કરબલાની ઘટના પછી પ્રકાશમાં આવતા દ્રષ્યોનો બિહામણો અને આક્રમક ઈતિહાસ આધારભૂત પુસ્તકોના અભ્યાસ કરવાથી દ્રશ્યમાન થાય છે.
જનાબ સય્યદ ઈબ્ને તાઉસ અ.ર.એ તેમના પુસ્તક “ઈકબાલ”માં લખ્યું છે કે: તમારે એ જાણવું જોઈએ કે આશુરાના દિવસનો અંતિમ ભાગ એ છે કે જેમાં હુસય્ન અ.સ.ના અહલે હરમ, આપની પુત્રીઓ અને બાળકો દુશ્મનોની કેદમાં નિરાધર અને ભાવહીન, દુ:ખ અને દર્દ અને રૂદન અને આક્રંદમાં તડપી રહ્યા હતાં. તે દિવસનો અંતિમ ભાગ તેઓએ એવી પરિસ્થિતીમાં પસાર કર્યો કે તેઓ એવી હિણપત અને બેઈઝઝતીમાં હતા કે મારી કલમની મર્યાદા તેનું વર્ણન કરી નથી શકતી.
કરબલાની કથા તે સંપૂર્ણ રીતે દુ:ખ દર્દ ભરી ઘટના છે જેમાં દુનિયાના કરોડો ઈન્સાનો આંસુ વહાવીને, સીનાઝની કરીને દુ:ખ અને દર્દ પ્રદર્શિત કરે છે. આ રંજ અને બલાને પ્રદર્શિત કરવું તે માનવતાની એક કુદરતી લાક્ષણિકતા છે જે હોવું કુદરતના નિયમ મુજબ જરૂરી છે. આ અઝાદારી, આ રોકક્કળ, આ ફર્યાદની બુમોને નૌહા અને માતમે શહાદત સરકારે […]
દુનિયાએ પોતાના લલાટ ઉપર આમ તો કોઈ ન કોઈ મઝલુલમના લોહીનો ધબ્બો લગાડેલો છે. તેના આસ્તનીન અને પાલવમાંથી હંમેશા આહૂતી આપનારાઓના ખુનના ટીપાઓ ટપક્યા છે. કોઈ પણ કાળ “ગળા અને ખંજરની દાસ્તાન” થી ખાલી નથી. પરંતુ આ દિલને તડપાવનાર ઘટના તેના પાલવમાં જે ઉચ્ચતા ધરાવે છે તે કરોડો બેકરાર દિલો માટે આશ્વાસન અને હંમેશ માટે […]