અલ-મુન્તઝર માહે શાબાન Category

સલ્લેમુ તસ્લીમા

કુર્આનની આયતોની રીત કંઇક એવી મોઅજીઝનુમા છે કે તેની પ્રશંસા માટે કલમ ઉપાડીએ તો દિમાગ તેના અર્થ અને ભાવાર્થની ઉંચાઇ પર ઉડવા લાગે. છે. ઇન્સાન આખરે તો ઇન્સાન છે. અલ્લાહે જેટલી અકલ આપી છે, તેને સંપૂર્ણ રીતે ગ્રહણ કરી લે તો પણ મોટી વાત છે. ઘણીવાર તો તેના વર્ણનમાં શબ્દો મળતા જ નથી, પરંતુ એવુ […]

કશ્ફુલ્ અસ્તાર અન્ વજ્હીલ ગાએબે અનિલ્ અબ્સાર નજરોથી ગાએબ ચહેરા પરથી પર્દાનું ઉઠવુ

સામર્રા, ખુશ્નુમા આબોહવાવાળું એક શહેર ઇરાકની દક્ષિણ દિશામાં દજલા નદીના કિનારે ત્રીજી સદી હિજરીમાં વસાવવામાં આવ્યું અને દજલા નદીના કિનારે હોવાના લીધે અબ્બાસી ખલીફાઓની હુકૂમતની રાજધાની બની છે અને એ સમયમાં ઇમામ હાદી(અ.સ.) અને ઇમામ હસન અસ્કરી(અ.સ.)ને જબરદસ્તીથી આ શહેરમાં રહેવાના કારણે મોઅમિનો માટે આ જમીન પવિત્ર ગણવામાં આવે છે. આ જ જમીન પર ઇમામ […]

હઝરત ઇમામ મહદી(અ.સ.)નો પરચમ

કૌમ અને રાષ્ટ્રનું અઝીમુશ્શાન અને ઉચ્ચ મરતબાનું કોઇ નિશાન  હોય તો તે  પરચમ છે, જે નિર્જીવ હોવા છતા એટલો બધો ઇઝ્ઝતદાર, વકાર ધરાવનાર અને એહતેરામને લાયક છે કે દરેક વ્યક્તિ જે તે કૌમ અને મિલ્લતથી સંબંધ ધરાવે છે, તેની સામે જુકે છે. જ્યારે તે ખુલ્લે છે અથવા સ્થાપિત થાય છે તો તેની અઝમતની સામે કૌમી […]

ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં માઅસુમીન(અ.મુ.સ.)નુ બયાન

હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ફરમાવ્યુ: યઅ્તેફુલ હવા અલલ્ હોદા એઝા અતફુલ્ હોદા અલલ્ હવા વ યઅ્તેફુર્ રઅ્ય અલલ્ કુર્આન એઝા અતફુલ્કુર્આન અલર્ રઅ્ય હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ફરમાવ્યુ: “તેઓ (ઇમામ મહદી(અ.સ.)) ખ્વાહીશાતને હિદાયતને અનુસરનારી બનાવશે, જ્યારે કે લોકોએ હીદાયતને ખ્વાહીશાતને અનુસરનારી બનાવેલી હશે. અને તેઓ (લોકોના) અભિપ્રાયને કુર્આનને અનુસરનારા બનાવશે, જ્યારે કે લોકોએ કુર્આનને પોતાના અભિપ્રાયને અનુસરનારૂ […]

અલ-મુન્તઝર પત્ર વ્યવ્હાર (અભ્યાસક્રમ) કોર્સ

આપના ઘર સુધી દીની ઇલ્મની મહત્વની જાણકારી આપને પહોંચાડી રહ્યા છીએ. આ પત્રવ્યવ્હારથી થતો અભ્યાસક્રમ ઉર્દુ, અંગ્રેજી અને હીન્દી ભાષામાં છે. અને તેમાં અકાએદ, એહકામ, અખ્લાક અને ઇમામે ઝમાના(અ.સ.)ની મઅરેફત જેવા વિષયો શામિલ છે. આ અઢાર મેગેઝીનનો કોર્સ છે. કોર્સ પૂર્ણ કરનારને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સિવાય માહે મોહર્રમ અને માહે શાબાનના ખાસ અંકો પણ […]

ઝુહુરની તૈયારીઓ

આજે દરેક બાજુ, દરેક જગ્યાએ, દરેક લોકોની ઝબાન પર આ સામાન્ય વાતચિત છે કે દુનિયામાં આંતકવાદ વધી રહ્યો છે. એક દેશમાંથી બીજા દેશમાં અને બીજામાંથી ત્રીજા, ચોથા દેશમાં ફેલાઇ રહ્યો છે. શહેરના સામાન્ય લોકોનું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. લોકો પોતાના વતન, શહેર અને ગામને છોડીને બીજાના દામનમાં પનાહ લઇ રહ્યા છે. દરેક વ્યક્તિ આ […]

શર્હે દુઆએ અહદ”વ રબ્બલ કુરસીય્યીર રફીઅ

શબ્દ ‘રબ’ પર અગાઉના અંકોમાં ચર્ચા થઇ ચુકી છે. હવે ‘કુરસી’ શબ્દ પર પ્રકાશ ફેંકવાની કોશિશ કરીશું. ઇન્શાઅલ્લાહ. અરબી ડીક્ષનરીમાં કુરસી એ ચીજને કહેવામાં આવે છે, જેના પર ભરોસો કરવામાં આવે છે. અથવા જેના પર બેસવામાં આવે. કુરઆને કરીમમાં કુરસી શબ્દનો બે વાર ઉપયોગ થયો છે. સુરએ મુબારકએ બકરહ આયત નંબર-૨૫૫માં ઇરશાદ થાય છે: “વસેઅ […]

એહકાકુલ હક વ અઝહાકુલ બાતિલ

લેખક: સૈયદ કાઝી નુરૂલ્લાહ શુસ્તર (નવ્વરલ્લાહો મરકદહુ) કાઝી નુરૂલ્લાહ મરઅશી શુસ્તરીનો શુમાર ઇલ્મ, જેહાદ અને શહાદતના કાફલાઓના સાલારમાંથી એક સાલાર તરીકે ગણના થાય છે. એવી જીવંત શખ્સીયત છે, જેમણે ઓલમાઓની શાહીને શોહદાઓના ખુનમાં મેળવી દીધુ અને બલ્ અહ્યા(હજી સુધી જીવંત)ના ગૌરવશાળી મકામને હાસિલ કરી લીધુ. આપની વિલાદત હિજરી સન ૯૫૬માં શુસ્તર (ઇરાન) પાસે થઇ. ૨૩ […]

ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં માઅસુમીન(અ.મુ.સ.)નુ બયાન

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ: અલ્ મહ્દીય્યો મીન્ વુલ્દી ઇસ્મોહુ ઇસ્મી વ કુન્નીયતોહુ કુન્નીયતી અશ્બહુન્નાસે બી ખલ્કન્ વ ખુલ્કન્ તકુનો લહુ ગય્બતુન્ વ હય્રતુન્ તઝીલ્લો ફી હીલ્ ઓમમો સુમ્મ યુક્બલો કશ્શેહાબીસ્સાકેબે વ યમ્લઓહા અદ્લન્ વ કીસ્તન્ કમા મોલેઅત્ ઝુલ્મન્ વ જવ્રન્ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ: “હઝરત મહદી(અ.સ.) મારી નસ્લમાંથી છે. તેનું નામ મારું નામ અને તેની […]

અંધકારના દરિયાના ઘોડાઓ

ઇફ્તેખાર એટલે અંબીયા અને મુરસલીનનો સિલસિલો આસ્માની હતો. અમ્રે ખુદાવંદીના ઇરાદા હેઠળ હતો. ઇલાહી પયગંબરોની સંખ્યા એક લાખ ચોવીશ હજાર છે, તે સામાન્ય લોકો થી ખાસ લોકો એટલે કે ઓલમા સુધી દરેકની જીભ પર છે. આ અલ્લાહની મશિય્યત હતી કે આ સંખ્યાનો કોઇ પણ ઇન્કાર કરનાર ન થયો અને બારગાહે ખુદાવંદીમાં ન્યાય અને ફૈસલાના દિવસે […]