૧૪૩૦ Category

કિતાબુ અલ-ગયબતે – તૂસી (અ.ર.)

શયખુત્તાએફહનું સંકલન “કિતાબુ અલ-ગયબતે” આ લેખમાં અમારો હેતુ આલિમે રબ્બાની શયખુત્તાએફહ અબુ જઅફર મોહમ્મદ બીન હસન તુસી (કુદદેસ સિરરોહુ)ની મશહુર કિતાબ અલગયબતનો પરિચય કરાવવાનો છે. આપ્ની મહાનતા અને વ્યકિતત્વ માટે થોડા લકબો જોઈએ. ઇમામુલ ફિરકતે બઅદલ અઇમ્મતીલ મઅસુમીન(અ.સ.) (“ઇમામો(અ.સ.) પછી ફીરકાના ઇમામ) એમાદુશશીઅતે ઇમામીયા (શીઆના સ્તંભ) મોહકકેકુલ ઉસુલે વલ ફુરૂએ (ઉસુલ અને ફુરૂએ દીનના સંશોધન […]

ઝુહુરનો ઝમાનો : ઈલ્મ અને તઅલીમની સંપૂર્ણતા

ખુદાવંદે આલમના તમામ સર્જનોમાં માનવીને એટલા માટે શ્રેષ્ઠ કહેવામાં આવે છે કે તેનામાં વિકાસ અને પરીપૂર્ણતાની જે હાલત જોવા મળે છે તે અન્ય કોઈ સર્જનમાં જોવા નથી મળતી. તેથી પરવરદિગારે તેની હિદાયત અને માર્ગદર્શન માટે નબીઓ, રસુલો અને આસમાની કિતાબોને ઉતારી જેથી માનવી આ હિદાયત અને માર્ગદર્શનના સહારે ઉંચી મંઝીલોને તય કરીને ઈલ્મની પૂર્ણતા તરફ […]

હઝરત સાહેબઝઝમાન (અજ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજૂતી

(ઝીયારતના શરૂઆતના વાકયો માટે ગયા વર્ષનો અંક જુઓ) (૬) “અસ્સલામો અલય્ક યા સફીનતન નજાતે સલામ થાય આપ ઉપર અય નજાતની કશ્તી. અરબી સાહિત્યમાં “સફીનતન નજાત‘ મુનાદીએ મુરક્કબ છે તેથી સફીના મન્સૂબ છે અને નજાત મુઝાફુન એલય્હ છે. એટલે મજરૂર છે. આ વાકયમાં બે શબ્દો ઉપર ચર્ચા થશે. એક “સફીના‘ અને બીજુ “નજાત‘. સફીનાનો અર્થ છે […]

અલ્લાહના વાયદાની પૂર્ણતા

ખુદાવંદે આલમ રહેમાન અને રહીમ છે. મખ્લુકોના હકમાં ખુદા કરતા વધારે કોઈપણ મહેરબાન નથી. માઁ ની મોહબ્બત પોતાની બધી વિશાળતાઓની સાથે અલ્લાહની રહેમતના દરીયાની સામે એક ટીપું છે. જ્યારે માઁ પોતાના સંતાનોને કોઈ તકલીફમાં જોવાનું પસંદ નથી કરતી ત્યારે ખુદાની વિશાળ રહેમતો પોતાના બંદાઓને જહન્નમના અઝાબમાં સપડાએલા કેવી રીતે જોશે? શ્રેષ્ઠ સર્જન: ખુદાવંદે આલમે ઈન્સાનને […]

“અય્ન મુહ્યી મઆલેમીદ્ દીને વ અહ્લેહી?

“કયાં છે તે, જે દીનની નિશાનીઓ અને તેના માનવાવાળાઓને નવું જીવન બખ્શશે.? આ વાકય દોઆએ નુદબાનું છે. જે આપણે સામાન્ય રીતે હર જુમ્આના દિવસે સવારે પડીએ છીએ. અને આવા અસંખ્ય વાકયોથી આપણે આપણા દિલોને આપણા ઈમામની યાદથી નુરાની કરીએ છીએ. આ વાકય દોઆનું હોવા છતાં વાકચાતુર્યથી ભરપૂર છે. રજુઆતની પધ્ધતિ પ્રશ્ર્નાર્થવાચક છે “કયાં છે ?’ […]

ખુબાને ચમન બોલ ઉઠે “યા મઝહરલ જમીલ

આ દુનિયા એક આશ્ર્ચર્યજનક દુનિયા છે. તેના કણેકણમાં કેટલી અજાયબીઓ છુપાએલી છે. કેટલી રોનક તેના ઉપર રાત દિવસ વરસી રહી છે. કેટલા નુરોથી/પ્રકાશોથી તેની ક્ષિતિજો જગમગી રહી છે. કેટલી ખુશ્બુ તેના હવામાનમાં પ્રસરેલી છે. પક્ષીઓના કેટલાય નગમા મીઠા ફિતરી અવાજમાં ઉભરી રહ્યા છે. આ દુનિયા કેટલી ખુબસુરત છે, પોતાની બધી નાજુકતા છતા તે પોતાની પીઠ ઉપર ખડકો અને પર્વતોની ધારાઓને ઉપાડી રહેલ છે. દરિયાના ઉછળતા મોજાઓને પોતાના પાલવમાં લઈને હાલરડાં ગાઈ રહી છે.