૧૪૨૮ Category

ઇમામો (અ.સ.)ની નજરે શહાદતની મહત્તા

‘શહાદત’ શબ્દને દુનિયાની બધી કૌમો સન્માનીય અને પવિત્ર ગણે છે. શહાદતનો અર્થ એ છે કે પોતાના ધર્મનું રક્ષણ અથવા દેશ અથવા પોતાની જાન અને માલનું રક્ષણ કરતાં કરતાં કતલ થઇ જવું. દરેક કૌમમાં શહીદને ખાસ માનની નજરે જોવામાં આવે છે. પરંતુ પવિત્ર ઇસ્લામની શરીઅતમાં શહીદ અને શહાદતનું જે મહત્વ છે તે કદાચ બીજી કૌમ અને […]

હુસૈન (અ.સ.)ના કાતીલો ઇતિહાસના સાક્ષીઓના અરીસામાં

આધુનિક યુગને જ્ઞાન, વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરવાનો યુગ કહેવામાં આવે છે. જેમાં સદીઓથી ચાલ્યા  આવતા ગુંચવણભર્યા અને વિરોધાભાસી અભિપ્રાયો અને મંતવ્યોનો સુંદર રીતે અને ખૂબી પૂર્વક ઉકેલ શોધવાની કોશીશ કરવામાં આવે છે અને આ બાબતમાં તટસ્થ સંશોધકો મોટા ભાગે સફળ થયા છે અને થતા રહેશે. પરંતુ આ ત્યારે શક્ય બને છે જ્યારે વ્યક્તિ સામાજીક અને […]

વલ અસ્ર…..

સમયના સૌથી નાના ભાગને ક્ષણ કહેવામાં આવે છે. આ ક્ષણ સેકન્ડથી પણ નાની હોય છે. તેનાથી પણ સમયનું એક નાનું માપ હોય છે જેને “કલમહીલ બસર’ કહે છે. એટલે કે પલક ઝપકતા પસાર થઇ જાય. સમગ્ર જગતનું જીવન એજ ક્ષણોની બનેલી સાંકળમાં જકડાએલું છે. માણસ જન્મ પછી ક્ષણે ક્ષણે મોટો થતો જાય છે પછી ક્ષણે […]

લોહુફ

સય્યદ ઇબ્ને તાઉસ (અ.ર.)એ લોહુફની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ કિતાબ લખવાનું કારણ એ છે કે જ્યારે મેં “મિસ્બાહુઝઝાએર વ જનાહુલ મોસાફીર સંપાદન કરી તો જોયું કે આ કિતાબ ઝ્યિારતો અને દિવસ તથા રાતના ખાસ અઅમાલનો સમાવેશ કરી લે છે અને આ કિતાબ રાખનારને મીસ્બાહ (મીસ્બાહુલ મોહતજદ અને મીસ્બાહે કફઅમી) જેવી કિતાબો રાખવાની જરૂરત નથી પડતી અને મહાન અને પવિત્ર મઝારોનું કામ તેનાથી લે છે. તેથી મેં એ પસંદ કર્યું કે આ કિતાબ ધરાવનારને મકતલ અને ઝિયારતે આશુરા માટે બીજી કોઇ કિતાબ રાખવી ન પડે તેથી કિતાબે લોહુફને સંક્ષિપ્તમાં લખી જેથી તે મિસ્બાહુઝ ઝાએરની પૂરક બની જાય. મેં ઝવ્વારોની સમયની તંગીને ધ્યાનમાં રાખીને બાબત લખી અને લંબાણ પૂર્વકના વિવરણને છોડી દીધું છે.

(લોહુફ મુકદ્દમા, પાના નં. ૨૪)

કરબલાના શહીદો પર અફસોસ અને વિલાપ

કરબલાની હૃદયદ્રાવક ઘટના આજ સુધી શીયાઓની મહેફીલો અને મજલીસો માટે ઝળહળતો પ્રકાશ બની રહી છે અને શીયા સમાજ માટે સદીઓથી એક ભવ્ય પરિબળ અને પ્રેરક બનીને પેઢી દર પેઢી કેળવણી પુરી પાડી રહી છે અને ભવિષ્યમાં પણ આજ રીતે મહેફીલો, મજલીસો અને ઇસ્લામી સમાજને હિદાયતનું નૂર પહોંચાડતી રહેશે.

મરહુમ મીર અલી અનીસે ખૂબ સુંદર રીતે કહ્યું છે :

“હર વક્ત ગમે શાહે ઝમન તાઝા હય

ઇમામ હુસૈન (અ.સ.)ના થોડા કથનો

પરવરદિગારે આલમ કુરઆને કરીમમાં ફરમાવે છે :

“બેશક! અમે તેને રસ્તો દેખાડી દીધો છે પછી ચાહે તે શુક્ર કરનારો થાય અથવા ચાહે તો કુફ્ર અખત્યાર કરે.’

(સુરએ દહર : ૩)