૧૪૧૭ Category

નજમુ અસ્-સાકિબે

કિતાબ “નજમુસ સાકિબે” માં ઇમામે ગાયબ (અજ.)નો અહેવાલ હઝરત ઇમામ મહદી (અ.સ.) ની માન્યતાનું પવિત્ર ઇસ્લામ ધર્મમાં એટલું મહત્વ છે અને એટલું ઉચ્ચ સ્થાન મેળવેલ છે કે દરેક સમય અને યુગના વિખ્યાત વિદ્વાનો અને હદીસવેત્તાઓ આપના વિષે પુસ્તકો લખવાનું અથવા પોતાના પુસ્તકના અમૂક ખાસ પ્રકરણો આપ (અજ.) ના બારામાં અનામત રીતે લખવાનું બહુમાન મેળવેલ છે […]

મન્સૂર અલ હલ્લાજ અને ઇમામે ઝમાના (અજ.)ની તૌકીઅ

ઇસ્લામના ઇતિહાસમાં કેટલીક એવી વ્યક્તિઓ પણ છે જેમણે પોતાની માન્યતાઓ, લખાણો અને કથનો દ્વારા એવી એવી છાપ ઊભી કરી છે કે તમેની પ્રતિભાના વહેણમાં પ્રખર વિદ્ધાનો – વિશેષ અને સામાન્ય સૌ વહી જાય છે. તેવી વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનું નામ છે અબુલ મુગીસ અલ હુસૈન બીન મન્સુર બીન મોહમ્મી અલ બૈઝાવી અલ હલ્લાજ, જે એક પ્રખ્યાત […]

આકા! અમારા દિલોને સાંત્વન આપો

‘બારે ઇલાહા! ઇમામ ઝમાના (અ.સ.)ના તુફૈલમાં અમારા દિલોને સાંત્વન આપ.’- દોઆએ ઇફતેતાહ એ ધર્મ કે જેનો ઉદય જ એ માટે થયો કે તે માનવીના ચારિત્ર્યને ઉચ્ચતાના શિખર સુધી પહોંચાડી દે. પ્રેમ અને મોહબ્બત ભાઇચારા અને સરખાપણાની લાગણીને દરેક માનવીના દિલના ઉંડાણ સુધી ભરપુર કરી દે. તિરસ્કાર, અત્યાચાર અને અસમાનતાનો અંત આવે. અરસ પરસ દુશ્મની, કિન્નાખોરી, […]

ઇમામની મુલાકાત

શય્ખે જલીલ, ઇબ્ને અબી ફરાસ તેમના પુસ્તક ‘તન્બીહુલ ખાતીર’ ભાગ બીજાના અંતમાં અલી બીન જઅફર બીન અલી અલ હદાયની અલ અલવીથી નોંધ કરી લખે છે કે કુફામાં એક માણસ રહેતો હતો – ‘કસાર’, જે તેની સંયમશીલતા, તકવા અને પરહેઝગારી માટે મશહુર હતો અને તેની ગણના એવા લોકોમાં થતી હતી જેઓ અલિપ્તતા ધારણ કરી ગોશાનશીનીમાં (ઘરનો […]

ઇમામ જગતના અસ્તિત્વનું કારણ

ઇમામ અથવા અલ્લાહના પ્રતિનિધીની જરૂરત માત્ર શરીઅતના હુકમો અને નિયમો મેળવવા અને તેના ઉપર અમલ કરવા/કરાવવા પુરતી નથી. બીજા શબ્દોમાં એ રીતે કરી શકાય કે ઇમામની જરૂરત ફક્ત શરીઅતને ટકાવી રાખવા માટે જ નથી પરંતુ પૃથ્વીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ઇમામનું અસ્તિત્વ જરૂરી છે. જો દુનિયામાં ઇમામનું અસ્તિત્વ ન હોય તો દુનિયાની સમગ્ર વ્યવસ્થા વેર […]

ગયબતનો અર્થ

આમ તો મહદવીય્યતના અકિદા સંબંધે ઘણી બાબતોમાં વિરોધો અને શંકાઓ ઉત્પન્ન કરવામાં આવી છે. પરંતુ સૌથી વધુ વિકટ સમસ્યા (પ્રશ્ર્ન) હઝરત મહદી (અ.સ.) ની ગયબતની સમજ અને અર્થનો છે. તેજ કારણથી મોઅમીનમાં ગણના થવા માટેની શરતો પૈકી એક મહત્વની શરત એ છે કે ઇમામ ગાએબ (અજ.) ઉપર ઇમાન અને શ્રદ્ધા રાખવી. ઇમામ મહદી (અ.સ.) ની […]

કુરઆનમાં ઇમામ મહદી (અજ.)નો ઝીક્ર

કુરઆને હકીમ જે સિદ્ધાંતો વિષે સ્પષ્ટ અને અંતિમ વાત કહે છે તેમાંનો એક સિદ્ધાંત ઇમામ મહદી (અ.સ.) અને તે હઝરત (અ.સ.)ની વિશેષતાના બારામાં છે. કુરઆને કરીમમાં ઇરશાદ છે: ‘એટલે કે અમે કિતાબ (કુરઆન)માં કોઇ પ્રકારની ઉણપ અને કમી નથી રાખી.’ (અન્આમ – 38) અને એક અન્ય જગ્યાએ ઇરશાદ થાય છે : ‘એટલે કે અમે તમારા […]

અલ્લાહની સમિપતાનું માધ્યમ

‘ફ કુલ ઇન્નમલ ગયબો લીલ્લાહે ફન્તઝેરૂ ઇન્ની મઅકુમ મેનલ મુન્તઝેરીન’ (અય રસુલ!) તમે કહી દો કે ગૈબની વાત તો માત્ર અલ્લાહ માટે ખાસ છે તમે પણ પ્રતિક્ષા કરો અને તમારી સાથે હું પણ (નિશંસય) પ્રતિક્ષા કરનારાઓમાં છું. (સુરએ યુનુસ 10, આ. 20) જો માનવી પોતાના યુગના ઇમામ સાથે રૂહાની સંપર્ક નથી રાખતો તો તેમાં શંકા […]

‘જાગ એ હસીન લહેર, ગુલશન નઝદિક છે.’

બિસ્મેહી તઆલા ‘જાગ એ હસીન લહેર, ગુલશન નઝદિક છે.’ માર્ગદર્શક કલ્પ્નામાં ‘ફજીદદુ વ અન તઝેરૂ હનીઅન લકુમ અય્યતોહલ એસાબતુલ મરહુમા’ ‘બસ કોશિષ કરો અને રાહ જુઓ, તમને મુબારક થાય! એ ખુદાની રહેમતના પડછાયા હેઠળ રહેનારા લોકો!’ ઇન્તેઝારની રાતો કેટલી મુશ્કેલ, સખત અને જીવન ભરખી જનાર હોય છે! ઇન્તેઝાર કરનારની દ્રષ્ટિની સામે ભયાનક ડંશ દેતો અંધકાર […]