૧૪૩૦ Category

હર્રાનો બનાવ

ઇસ્લામના ઇતિહાસમાં યઝીદની સરખામણી ઘણી વખત ફિરઔનની સાથે કરવામાં આવે છે, જે યોગ્ય નથી કારણકે યઝીદે એટલા ભયંકર અપરાધો કર્યા છે જેની સામે ફિરઔન જેવા ગુનેહગારના અપરાધોની કોઇ વિસાત નથી.

ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત બાદ યઝીદના ઝુલ્મ અને અત્યાચારના મુળિયા દૂર દૂર સુધી ફેલાઇ ગયા હતા.

શફાઅતલ હુસૈન અ.સ. યવ્મલ વોરૂદ : ગુનાહોની માફીની સિફારીશ

શફાઅત ઇસ્લામની રગોમાં વ્યાપેલી એ ખુશ્બુને કહે છે, જેનું નામ ઉમ્મીદ છે. આ ઉમ્મીદના સહારા વડે દરેક મુસલમાન, પછી ભલે તે ગમે તે ફીરકાનો હોય, પોતાનું જીવન પસાર કરવામાં ખુદને સાંત્વન અને દિલાસો આપતાં આપતાં આ નાશવંત દુનિયામાંથી ચાલ્યો જાય છે. દરેક વ્યક્તિ જે ઇસ્લામના વર્તુળમાં છે તે રિસાલત મઆબ (સ.અ.વ.) શફીઉલ મુઝનેબીન, (ગુનેહગારોને માફી બક્ષવા માટે ભલામણ કરનાર) હોવાનું મજબુત યકીન ધરાવે છે. અર્થાંત, આપ (સ.અ.વ.) તેમની ઉમ્મતના ગુનેહગાર બંદાઓની બખ્શીશ માટે ખુદાને સિફારીશ કરશે.

હર્રાનો બનાવ:

હર્રા મદીનાની નજીકનું એક સ્થળ છે જ્યાં હિ. સ. 63માં યઝીદના લશ્કરે ખુનામરકી, લૂંટમાર, અને બદકારીનું બજાર ગરમ કર્યું હતું. આ બનાવ અમે આ અંકમાં આગળના પાના ઉપર વિગતવાર રજુ કરેલ છે. ઇમામ એહમદ બિન હમ્બલનું કથન: હિજરી 56માં મોઆવીયાએ યઝીદને પોતાનો વલી અહદ બનાવ્યો અને તેના રાજ્યમાં પોતાની પછી તેની ખિલાફતનો પ્રચાર કરવાનો શરૂ […]

યઝીદ બિન મોઆવીયા લ.અ.

“અને તે સ્વપ્ન કે જે અમોએ તને દેખાડ્યું હતું તે માત્ર લોકોની કસોટીનો ઝરીયો છે અને કુરઆનમાં તે તિરસ્કૃત વૃક્ષ પણ તેમજ છે.

(સુરએ બની ઇસ્રાઇલ : 60)

તબરીએ આ આયત ઉતરી તે અંગે (શાને નુઝુલ) નીચે મુજબ નોંધેલ છે.

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૨

ગતાંકથી આગળ…..

(3) ‘અસ્સલામો અલા મન જોએલશ્શેફાઓ ફી તુરબતેહી.’

‘સલામ થાય તે પવિત્ર હસ્તી ઉપર કે જેની કબ્ર (ની માટી) શફા બનાવવામાં આવી છે .’

આ વાક્યમાં શબ્દ ‘જોએલ’ ફેઅલે મજહુલ છે. શફા, તેનો નાએબે ફાએલ અને કર્તા જે છુપો છે તે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. અર્થાંત: અલ્લાહે એ નિર્ણય કરી લીધો છે કે તે માટી કે જેના ઉપર ઇમામ હુસૈન (અ.સ.)નું પવિત્ર લોહી વહાવવામાં આવ્યું તે માટી પણ પોતાનામાં દરેક બિમારની શફા ધરાવે છે. ‘અલ કાએમ અલ મુન્તઝર’ના અગાઉના અંકોમાં અમે ખાકે શફા ઉપર ઘણા લેખો રજુ કર્યા છે. વાંચકો તેની વિગત જોઇ શકે છે. માત્ર તબર્રૂકના સ્વરૂપે અમે વાંચકોની ખિદમતમાં અમૂક હદીસો રજુ કરીએ છીએ. આપણા સાતમાં ઇમામ હઝરત મુસા કાઝિમ (અ.સ.) તેમની વસીય્યતમાં ફરમાવે છે.

અસ્‍રારે શહાદાત

આ લેખમાં એક કિતાબનો પરિચય રજુ કરવામાં આવ્યો છે. અલ મુન્તઝરના મોહર્રમના વિશેષ અંકોમાં જે લેખો લખવામાં આવે છે તે લેખોમાં મોટા ભાગના વાંચકોએ કિતાબ ‘અસ્રારે શહાદાત’નું નામ જરૂર વાંચ્યુ હશે.

એક ટુંકા લેખમાં એક દળદાર પુસ્તકનો પરિચય આપવો તે માત્ર મુશ્કેલજ નહિં બલ્કે અશક્ય છે. કદાચ તેનો પૂરેપૂરો હક્ક અદા ન થઇ શકે. પરંતુ ઇન્શાઅલ્લાહ અલ મુન્તઝરના વાંચકો અમૂક હદ સુધી જરૂર આ કિતાબના મહત્ત્વ, તેની ઉપયોગિતા અને તેના વસ્તુવિચારથી માહિતગાર થઇ શકશે. બસ, માત્ર આ આશા સાથે હઝરત અબા અબ્દીલ્લાહીલ હુસૈન (અ.સ.)ની બારગાહમાં તવસ્સુલની સાથે આ લેખની શરૂઆત કરીએ છીએ.

ઇમામે મઝલુમની અઝાદારીના વિરોધોના જવાબો

મુંબઇના મશ્હૂર વર્તમાન પત્ર ‘ટાઇમ્સ ઓફ ઇન્ડીયા’માં તારીખ 6 ફેબ્રુઆરી 2006માં એક પક્ષપાતિ શખ્સ અબુ બક્રનો લેખ ‘મોહર્રમને પવિત્ર શા માટે ગણવામાં આવે છે?’ પ્રકાશિત થયો હતો. પછી એજ સમાચાર પત્રમાં તે લેખનો ત્થા તેમાં કરવામાં આવેલ દાવાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. જે નીચે મુજબ છે.

જનાબ અબુ બક્ર સાહેબ: કમનસીબે ઇસ્લામ દીનની તાલિમને સમજવાની આપની અજ્ઞાનતા અને અયોગ્યતા આપની કલમથી જાહેર થાય છે. આવો! આપણે જોઇએ કે આપે શું લખ્યું છે અને સત્ય શું છે.

ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલો ઐતિહાસિક સાક્ષીઓના અરીસામાં (ભાગ-2)

‘અલ મુન્તઝર’ના મોહર્રમ હિ.સ. 1428ના અંકમાં ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોના મઝહબના બારામાં ઐતિહાસિક સાક્ષીઓ અને દલીલોના અરીસામાં ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હજી અમૂક ઐતિહાસિક હકીકતો બાકી છે જે બીજા ભાગ તરીકે રજુ કરવાની ખુશબખ્તી હાંસિલ કરી રહ્યા છીએ.

પહેલા ભાગમાં નીચે દર્શાવેલા બે પ્રશ્ર્નોની છણાવટ કરીને ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોના મઝહબની ઓળખાણ આપવામાં આવી હતી અને તેઓને બે સવાલો થકી ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોને શીઆ કહેનારાઓની હજારો દલીલોનો જડબાતોડ જવાબો આપવામાં આવ્યા હતા. તેમ છતાં હજી પણ ઘણા બધા પાસાઓ બાકી છે. જે અમે ક્રમશ: રજુ કરવાની કોશિશ કરશું.