આપણી જવાબદારીઓ Category

ઈમામે ઝમાના (અ.સ.) માટે દોઆ

ઈમામે ઝમાના (અ.સ.) માટે દોઆ પ્રસ્તાવના: દુનિયા રોજબરોજ ગુમરાહી તરફ આગળ વધી રહી છે. દરરોજ કોઈ નવી શોધ થાય છે. બુરાઈ અને ગુનાહો તરફ લઈ જવાવાળા તો ઘણા બધા મળે છે પરંતુ ગુમરાહી અને અંધકાર તરફ જવાથી રોકવાવાળા બહુ ઓછો લોકો જોવા મળે છે. આજે એવો સમય આવી પહોંચ્યો છે કે અગર કોઈ દિનદાર શખ્સ […]

ઇમામે ઝમાના(અ.સ.)ની માઅરેફત, મહત્વ, રૂકાવટો અને કારણો

ઇમામે ઝમાના(અ.સ.)ની માઅરેફત, મહત્વ, રૂકાવટો અને કારણો હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની ખૂબ જ મશ્હુર હદીસ છે જેને શીઆ અને સુન્ની મોહદ્દીસોએ વર્ણવી છે અને તેને સહીહ અને મોઅતબર હોવાની સ્પષ્ટતા કરેલ છે. તે મોઅતબર હદીસ આ છે: “જે પોતાના ઝમાનાના ઇમામ(અ.સ.)ની માઅરેફત વગર મૃત્યુ પામે તેની મૌત જાહેલીય્યત અને કુફ્રની મૌત હશે” જાહેલીય્યત અને કુફ્રની મૌતનો […]

ગયબતના ઝમાનામાં ઔરતોની અમુક જવાબદારીઓ

ક્યારેક દીમાગમાં એ સવાલ ઉત્પન્ન થાય છે કે ઇમામે ઝમાના(અ.સ.) અને વૈશ્ર્વીક હુકુમતની સ્થાપના શું ફક્ત ઐતિહાસીક મહત્વ ધરાવે છે? મતલબ કે સંસ્કૃતિની ઉન્નતિ સાથે ઇમામે ઝમાના(અ.સ.)ની વૈશ્ર્વીક હુકુમતની સ્થાપના, એ એક સ્પષ્ટ હકીકત છે, જે સામે આવી રહી છે. આ હુકુમતની શ‚આત ક્યારે થશે એ તો ખબર નથી, પરંતુ અલ્લાહનો વાયદો નિશ્ર્ચિત છે. સવાલ […]

ગયબતનો ઝમાનો અને ઇલ્મ હાંસિલ કરવાનું મહત્વ

પ્રસ્તાવના: ઇન્શાઅલ્લાહ અમે આ લેખમાં ઉપરોક્ત વિષય બાબત જુદા જુદા દ્રષ્ટિકોણથી ઉડતી નજર કરશું. આજનો ઝમાનો: હાલનો ઝમાનો ઇમામે ઝમાના(અ.સ.)નો ગયબતનો સમયગાળો છે. જે અન્ય ઝમાનાઓથી અલગ છે, કારણ કે આ સમય ઇન્સાનની તરક્કીનો આશ્ર્ચર્યજનક સમય છે. છેલ્લી ચાર સદીઓમાં ઇન્સાને પ્રગતિના જે સોપાનો પસાર કર્યા છે તેની મિસાલ માનવ ઇતિહાસમાં જોવા મળતી નથી. આ […]

આપણા ઇમામ(અ.સ.) પોતાના શીઆઓથી શું ઇચ્છે છે?

ઇમામે અસ્ર(અ.સ.) વિષે કેટલીક વાતો: ઇમામ(અ.સ.) તેમના શીઆઓથી શું ઇચ્છે છે તે જાણવા માટે આવો સૌ પ્રથમ આપણે એ બાબત પર ધ્યાન આપીએ કે આપણા ઇમામ શું છે? કોણ છે? કેવા છે? કઇ શક્તિઓના માલિક છે? કેટલા ભવ્ય દરજ્જા ધરાવે છે? ધરતી પર રહીને તેમનો આસમાનનો સંપર્ક શું છે? તેમની સત્તાઓ શું છે? આપણે અહી […]