દોઆ અને ઝિયારતો Category
સલામ થાય આપના ઉપર અય અલ્લાહની ધરતી ઉપર તેની હુજ્જત. સલામ થાય આપના ઉપર અય અલ્લાહની મખલુકનું ધ્યાન રાખનાર.
સલામ થાય આપના ઉપર અય અલ્લાહના નુર કે જેમના થકી હિદાયત પામનારાઓ હિદાયત મેળવે છે અને જેમના થકી મોઅમીનોની મુશ્કેલી દૂર થાય છે સલામ થાય આપના ઉપર અય ખૌફે ખુદાની તહઝીબ રાખનાર.
સલામ થાય આપના ઉપર અય નસીહત કરનાર વલી. સલામ થાય આપના ઉપર અય નજાતની કશ્તી. સલામ થાય આપના ઉપર અય ઝિંદગીનો સ્ત્રોત.
સલામ થાય આપના ઉપર અને દુરૂદ અને સલવાત આપ પર અને આપના પાક અને પાકીઝા અહલેબયત (અ.સ.)ની ઉપર.
સલામ થાય આપ પર, અલ્લાહે આપને જે મદદનો અને જે બાબતને જાહેર કરવાનો વાયદો કર્યો છે તેમાં તે જલ્દી કરે. સલામ થાય આપના ઉપર અય મૌલા! હું આપનો ગુલામ છું અને આપના આગાઝ અને અંજામને જાણું છું.
દોઆ એક એવો વિષય છે કે જેનું ઇસ્લામની ઓળખ અને સમજમાં એક ખાસ સ્થાન છે. તેના મહત્વની ઘણી તાકીદ કરવામાં આવી છે. રિવાયતોમાં દર્શાવ્યા મુજબ દોઆ મોઅમીનનું શસ્ત્ર છે. જેના થકી તે બલાઓ અને મુસીબતોને દૂર કરે છે. આ તે શસ્ત્ર છે જેના થકી તેના માટે પરદાઓ ઉંચકાઇ જાય છે. તે એવા ઉચ્ચ સ્થાન ઉપર […]
અમુક લોકોના દિમાગમાં ક્યારેક ક્યારેક આવા સવાલો ઉભરતા રહે છે. કે “શું આપણે આપણી હાજતો ઇમામ(અ.સ.)ની પાસેથી સીધે સીધી રીતે માંગી શકીએ છીએ? “શું ઇમામ(અ.સ.)થી આપણી હાજતની માંગણી કરવી તે શીર્ક નથી? “શું આમ કરવું તે તૌહીદના વિરૂધ્ધ નથી? નીચે મુજબ આપણે સવાલોને તપાસીએ. દુનિયા માધ્યમ (વસીલા)નું ઘર છે. ખુદાવંદે આલમે આ દુનિયાને એવી રીતે […]
અસ્સલામો અલય્ક અજ્જલલ્લાહો લક મા વઅદક મેનન્ નસ્રે વ ઝોહૂરિલ અમ્રે સલામ થાય આપ પર, આપના માટે જે કાંઇ આપથી મદદ અને હુકુમતના ઝાહીર થવાનો વાયદો કર્યો છે તેમાં અલ્લાહ જલ્દી કરે. આ વાક્યમાં ‘અજ્જલ’ જો કે ભૂતકાળનું રૂપ છે પરંતુ જેવી રીતે અગાઉના વાક્યમાં ‘સલ્લા’ ફેઅલે માઝી હોવા છતા દુઆના અર્થમાં ઉપયોગ થયો છે. […]
(ગયા અંકથી આગળ) (૪) “સલામ થાય આપ ઉપર અય શ્રેષ્ઠ ગુણો ધરાવનાર, ખુદાનો ખૌફ ધરાવનાર.’ આ વાક્યમાં ઇમામે અસ્ર હઝરત મહદી (અજ.)ના બે લકબો રજુ કરવામાં આવ્યા છે. એક મોહઝઝબ અને બીજો ખાએફ. શબ્દ મોહઝઝબ બાબે તફઇલનું ઇસ્મે મફઉલ છે. અને તેનો મૂળ શબ્દ “હઝબ’ છે. ડીક્ષનરીમાં “મોહઝઝબ’નો અર્થ છે સંસ્કારી, પવિત્ર, શિક્ષિત, કેળવણી યુક્ત, […]
રૂદન કરવું, આક્રંદ કરવું, આક્રોશ અને ફરિયાદ કરવી વિગેરે બાબતો રૂહની પ્રકૃતિની એ જરૂરિયાતો છે જે પૂરી થઇને રહે છે. આ માનવીની એ સ્થિતિનું વર્ણન છે કે જ્યારે આંસુની દરેક બુંદ તેના દિલના દુ:ખ, દર્દ, બેચૈની અને અંદરની લાગણીઓની એક દાસ્તાનનું શિર્ષક હોય છે. એ શબ્દો કે જેને એક ફરિયાદી પોતાની ફરિયાદમાં ઉચ્ચારે છે તેમાં […]
ગયા અંકમાં આપણે ઇમામે ઝમાના (અ.સ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજુતીની શરૂઆત કરી હતી. હવે આપણે આ ઝિયારતની વધુ સમજણ જોઇએ. ‘સલામ થાય આપ ઉપર અય ખુદાના સર્જનોની રખેવાળી કરનાર અને જવાબદાર.’ ‘અય્ન’ શબ્દનો અર્થ છે આંખ (સુરએ માએદાહ, 54) તેનાથી જ તેનો બીજો અર્થ કાઢવામાં આવે છે જેમકે ઝરણું (સુરએ બકરહ:60). કુરઆને શરીફમાં આ શબ્દનો […]
(ઝીયારતના શરૂઆતના વાકયો માટે ગયા વર્ષનો અંક જુઓ) (૬) “અસ્સલામો અલય્ક યા સફીનતન નજાતે સલામ થાય આપ ઉપર અય નજાતની કશ્તી. અરબી સાહિત્યમાં “સફીનતન નજાત‘ મુનાદીએ મુરક્કબ છે તેથી સફીના મન્સૂબ છે અને નજાત મુઝાફુન એલય્હ છે. એટલે મજરૂર છે. આ વાકયમાં બે શબ્દો ઉપર ચર્ચા થશે. એક “સફીના‘ અને બીજુ “નજાત‘. સફીનાનો અર્થ છે […]