હઝરત મહદી અ.સ. માટની ઝિયારતો અને દોઆઓની શરહ Category

હઝરત મહદી અલયહિસ્સલામની દોઆ, તરજુમો અને સારાંશ

આ દોઆની શરૂઆત ‘અલ્લાહુમ્મર્ઝુકના તવફીકત્તાઅતે’થી થાય છે. જેને પ્રખર હદીસકાર શયખ અબ્બાસે કુમ્મી (રહ.) એ તેમની પ્રસિધ્ધ કિતાબ ‘મફાતીહુલ જીનાન’માં આલમે રબ્બાની અને આરીફે નુરાની શયખ કફ અમીની ‘મીસ્બાહુલ મુતહજ્જીદ’માંથી નકલ કરી છે. જગ્યાના અભાવને કારણે દોઆની સનદથી ચર્ચા કર્યા વગર અર્થઘટન તરફ આગળ વધીએ છીએ. યાદ રહે કે આ દોઆ દરેક નમાઝ પછી અથવા […]

જુમ્આના દિવસે ઇમામે ઝમાના(અ.સ.)ની ઝિયારતની સમજણ

(અલ મુન્તઝર શાબાના સ્પેશ્યલ અંક હિ.સ. ૧૪૩૨ અગાઉથી શ‚) “હાઝા યવ્મુલ્ જોમોઅતે વ હોવ યવ્મોકલ્ મોતવક્કઓ ફીહે ઝોહુરોક વલ્ ફરજો ફીહે લીલ્ મોઅમેનીન અલા યદેક વ કત્લુલ્ કાફેરીન બે સય્ફેક “આજે જુમ્આનો દિવસ છે અને તે આપ (અ.સ.)નો દિવસ છે, જેમાં આપ(અ.સ.)ના ઝુહુરની ઉમ્મીદ અને અપેક્ષા છે અને આ (દિવસે) મોઅમેનીનને આપના હાથે વિશાળતા અને […]

જુમ્આના દિવસે પઢવાની ઇમામે ઝમાના (અ.સ.)ની ઝિયારત

સલામ થાય આપના ઉપર અય અલ્લાહની ધરતી ઉપર તેની હુજ્જત. સલામ થાય આપના ઉપર અય અલ્લાહની મખલુકનું ધ્યાન રાખનાર.
સલામ થાય આપના ઉપર અય અલ્લાહના નુર કે જેમના થકી હિદાયત પામનારાઓ હિદાયત મેળવે છે અને જેમના થકી મોઅમીનોની મુશ્કેલી દૂર થાય છે સલામ થાય આપના ઉપર અય ખૌફે ખુદાની તહઝીબ રાખનાર.
સલામ થાય આપના ઉપર અય નસીહત કરનાર વલી. સલામ થાય આપના ઉપર અય નજાતની કશ્તી. સલામ થાય આપના ઉપર અય ઝિંદગીનો સ્ત્રોત.
સલામ થાય આપના ઉપર અને દુરૂદ અને સલવાત આપ પર અને આપના પાક અને પાકીઝા અહલેબયત (અ.સ.)ની ઉપર.
સલામ થાય આપ પર, અલ્લાહે આપને જે મદદનો અને જે બાબતને જાહેર કરવાનો વાયદો કર્યો છે તેમાં તે જલ્દી કરે. સલામ થાય આપના ઉપર અય મૌલા! હું આપનો ગુલામ છું અને આપના આગાઝ અને અંજામને જાણું છું.

ઇમામે ઝમાના (અ.સ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજુતી

દર વર્ષની મુજબ આ વર્ષે પણ આપણે હઝરત હુજ્જત (અ.સ.)ને લગતી એક ઝિયારતની સમજુતી અને વિશ્ર્લેષણને જોઇશું. આ વર્ષે જે ઝિયારતની પસંદગી કરવામાં આવી છે તે છે ઇમામે ઝમાના (અ.સ.)ની જુમ્આના દિવસે પઢવાની ઝિયારત. પરંતુ જુમ્આના દિવસની ઝિયારતની ચર્ચા શરૂ કરતાં પહેલાં જુમ્આના દિવસની અમુક ફઝીલતોની ચર્ચા કરવી યોગ્ય ગણાશે.
જુમ્આના દિવસની ફઝીલત :
ઇસ્લામમાં જુમ્આના દિવસનું ઘણું મહત્વ છે. સામાન્ય રીતે બધા દિવસો અલ્લાહના જ છે પરંતુ જુમ્આનું એક ખાસ મહત્ત્વ અને સ્થાન છે.
(૧) ઇમામ કાઝિમ (અ.સ.) ફરમાવે છે :
“જુમ્આના દિવસે અલ્લાહે નબીઓ અને વસીઓને પેદા કર્યા.
(બેહાર, ભાગ – ૧૫, પાના નં. ૨૨, નકલ અઝ બસાએરૂદ્દરજાત)

ઝિયારતે આલે યાસીનનું વિવરણ

આપ જાણો છો તેમ દર વરસે શઅબાનના વિશેષ અંકમાં અમે ઇમામે ઝમાના (અ.) સંબંધિત એક દોઆ અથવા ઝીયારતનું વિવરણ (તફસીર) અને તરજુમો આપ ની સેવામાં રજુ કરીએ છીએ. આ વરસે જે ઝીયારતને પસંદ કરી છે તે ઝીયારતે આલે યાસીનના નામથી જાણીતી છે. (અ) ઝીયારતે આલે યાસીનની સાબિતી (સનદ):- આ ઝીયારતને નામાંકિત અને મહાન શીયા વિદ્વાનોએ […]

ઝીયારતે આલે યાસીનના ભાવાર્થ

ઝીયારતે આલે યાસીનના ભાવાર્થની શરૂઆત અમે ગયા વરસે કરી હતી તેમાંના થોડા વાક્યોના અર્થની સમજણ આપી હતી. સ્થળ સંકોચના કારણે એવી કોશીશ કરવામાં આવી છે કે શક્ય તેટલા ટૂકાંણમાં અમારો હેતુ સ્પષ્ટ કરી શકીએ. ગયા વરસે અમે આ ઝીયારતની સનદ અને તેનું મહત્વ કેટલુ છે તે દર્શાવ્યું હતું. આ અંકમાં તેના બીજા હેતુઓ રજુ કરશું. […]

ઝિયારતે આલે યાસીનનો ભાવાર્થ

આપની સમક્ષ છેલ્લા બે વરસથી અમે ઝિયારતે આલે યાસીનની વિસ્તૃત છણાવટ કરી રહ્યા છે. હવે આ ક્રમને આગળ વધારીને આ ઝિયારતની બાકીની છણાવટ રજુ કરશું. (20) اَلسَّلَامُ عَلَيْكَ حِينَ تَرْكَعُ وَ تَسْجُدُ “સલામ થાય આપ ઉપર જ્યારે આપ રૂકુઅ અને સજદહ કરો છો. જો કે રૂકુઅ અને સજદહ નમાઝના ભાગ છે. આ ઝિયારતના અગાઉના ભાગમાં […]

હઝરત સાહેબઝઝમાન (અજ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજૂતી

(ઝીયારતના શરૂઆતના વાકયો માટે ગયા વર્ષનો અંક જુઓ) (૬) “અસ્સલામો અલય્ક યા સફીનતન નજાતે સલામ થાય આપ ઉપર અય નજાતની કશ્તી. અરબી સાહિત્યમાં “સફીનતન નજાત‘ મુનાદીએ મુરક્કબ છે તેથી સફીના મન્સૂબ છે અને નજાત મુઝાફુન એલય્હ છે. એટલે મજરૂર છે. આ વાકયમાં બે શબ્દો ઉપર ચર્ચા થશે. એક “સફીના‘ અને બીજુ “નજાત‘. સફીનાનો અર્થ છે […]