હઝરત મહદી અ.સ. ના ખિદમત ગુઝારો Category

નૂરનો પ્રકાશ (નૂરના મદદગારો)

નૂરનો પ્રકાશ (નૂરના મદદગારો) (૧) મઅરેફત અને ઈતાઅત: હઝરત ઈમામ મહદી (અ.સ.)ના મદદગારો ખુદા અને પોતાના ઈમામ (અ.સ.)ના વિષે ઉંડી મઅરેફત ધરાવે છે અને તેઓ સંપૂર્ણ મઅરેફત સાથે મૈદાનમાં છે, જઝબાતના આધારે નહિં બલ્કે મઅરેફતના આધારે. હઝરત અલી (અ.સ.) તેઓના સંબંધમાં ફરમાવે છે: ‘આ તે લોકો છે જેઓ ખુદાની સંપૂર્ણ મઅરેફત ધરાવે છે.’ (મુન્તખબુલ અસર, ભાગ-૨, […]

પહેલા નાએબ ખાસ જનાબ ઉસ્માન બિન સઇદ અમ્રવી

અલ-મુન્ઝરના વાંચકો ! ગયા વરસે (15 શઅબાનુલ મુઅઝ્ઝમ હિ.સ. 1421ના વિશેષ અંકમાં) “નયાબતની જરૂરતના શિર્ષક હેઠળ વિસ્તૃત લેખ આપ વાંચી ચૂક્યા છો. તે લેખને પ્રસ્તાવના રૂપે ગણીને હવે ઇન્શાઅલ્લાહ એક એક ખાસ નાએબના જીવન ઉપર વિસ્તૃત પ્રકાશ પાડીશું. હઝરત મહદી અલયહિસ્સલામના પહેલા નાએબ હઝરત ઉસ્માન બની સઇદ અમ્રવી હતા. શયખુલ તાએફ જનાબ મોહમ્મદ બીન હસન […]

વિલાયતના નિગેહબાન શયખ સદ્દુક (રહ.) અને ઇમામ મહદી (અ.સ.)નો ઇન્કાર કરનારાઓ

વિલાયતની સરહદોનું રક્ષણ અને સારસંભાળ રાખનાર, શીયાઓના અલમબરદાર, ઇમામીયા મઝહબના જુદા તરી આવતા આલિમ, ઇસ્નાઅશરી ફીરકાના સરદારોના સરદાર, દીન અને હકના મિનારા, તીવ્ર બુદ્ધિશાળી શયખે અઅઝમ, અબુ જઅફર મોહમ્મદ બિન અલી બિન અલ હસન બિન બાબવયા કુમ્મી જે શયખ સદ્દુકના નામે જાણીતા છે, ચોથી સદી હિજરીમાં તેમણે શીયા મઝહબના રક્ષણ માટે એવા મહાન કાર્યો કર્યા જે કયામત સુધી ઇમામતની દિફા માટે બખ્તર અને ઢાલનું કામ કરશે.
‘અલ મુન્તઝર’ના જુદા જુદા અંકોમાં આપ્ના વ્યક્તિત્વ અને લખાણોનો ભરપુર ઝિક્ર થતો રહ્યો છે. આ અંકમાં આપ્નીજ કૃતિ ‘કમાલુદ્દીન વ તમામુન્નેઅમત’ની પ્રસ્તાવનામાંથી એક મુનાઝરા (વાર્તાલાપ)ના પ્રસંગને રજુ કરી રહ્યા છીએ. કનુદ્દૌલાના દરબારમાં એક મુલ્હીદે મરહમ શયખ સદ્દુક (રહ.) સાથે ઇમામતની સામે પોતાના વાંધાઓ રજુ કર્યા હતા અને આપે આ બેઠકમાં તેના જવાબો આપ્યા હતા. આ ચર્ચાને મુનાઝરા (સવાલ જવાબ)ના સ્વપે રજુ કરી રહ્યા છીએ.
મુલ્હીદ : તમારા ઇમામ ઉપર વાજીબ છે કે તેઓ નીકળે અને પરદામાંથી બહાર આવે. કારણ કે રોમના લોકો ટૂંક સમયમાં મુસલમાનો ઉપર વર્ચસ્વ જમાવી લેશે.

ઇમામે વક્ત (અ.સ.) અને સય્યદ ઇબ્ને તાઉસ (રહ.)

ઇમામ (અ.સ.)ની નઝરે એક મોઅમીનનું માન અન મર્તબો એટલો બધો છે જેટલો આપણી નઝરમાં ઇમામ (અ.સ.)નું માન અને મર્તબો છે.
(મિક્યાલુલ મકારીમ, ભાગ – ૨, પાના નં. ૪૦૦)
માણસની હકીકત તેની લતીફ રૂહને ગણવામાં આવી છે. જેને અલ્લાહ તઆલાએ પાક અને પવિત્ર બનાવી છે અને દરેક પ્રકારની ગંદકીથી દૂર રાખી છે. આ રૂહને એવી રીતે પેદા કરવામાં આવી છે કે એક તરફ તેમાં હિદાયત અને તરબિયતની ક્ષમતા હોવાની સાથે સાથે રૂહાની ખુબીઓ પ્રાપ્ત કરવાની શક્તિ પણ જોવા મળે છે. જ્યારે બીજી બાજુ ગુનાહોમાં રચ્યા પચ્યા રહેવાના કારણે પડતીની ખીણમાં પડી જવાનો ભય પણ જોવા મળે છે.
જો આ રૂહ નફસની પાકીઝગી, કુરઆનની તાલિમ, અહલેબયત (અ.સ.)ના ફરમાનોના માર્ગદર્શન હેઠળ પોતાની જાતને આગળ વધારે તો દુનિયા અને આખરેતની ખુશનસીબી અને સૌથી મોટી સફળતા એટલે કે પરવરદિગારે આલમની ખુશ્નુદી મેળવી શકે છે. પરંતુ જો રૂહ આ બાબતોથી દૂર રહે તો તે ગફલત અને અંધકારની જેલમાં કૈદ થઇ જશે. આ માટીના પુતળામાં રૂહની હાજરીને જ તેનું જીવન કહેવામાં આવે છે.

ત્રીજા નાએબે ખાસ જનાબ હુસયન બિન રવ્હ નવબખ્તી

વાંચકો ! અલ મુન્તઝરના 15 શઅબાનુલ મુઅઝઝમ 1421 ના વિશેષ અંકમા નયાબતની જરૂરત, 1422 ના વિશેષ અંકમાં નાએબે ખાસ જનાબ ઉસ્માન બીન સઇદ અમરવી અને વિશેષ અંક 1423માં બીજા નાએબે ખાસ મોહમ્મદ બીન ઉસ્માન બની સઇદ અમરવીના જીવન ચરિત્ર ઉપર પ્રકાશ પાડી ચૂક્યા છીએ અને હવે આ અંકમાં ત્રીજા નાએબે ખાસ જનાબ હુસયન બીન રવ્હ […]

વિલાયતના સંરક્ષકો

આલીમોની ટીકા કરવી તે લોકોનો સૌથી વધુ રસપ્રદ વિષય છે. જ્યારે આ વાત છેડાઇ જાય છે ત્યારે દરેક કાંઇને કાંઇ કહેવા માગતા હોય છે. દરેકની પાસે બે ચાર પ્રસંગો ચોક્કસ હોય છે. અમૂક લોકો તો આ પ્રકારની ટીકાને પોતાનો હક સમજે છે. અને તેમાં ડહાપણ ગણે છે. તે કદાચ એ હકીકત નથી જાણતા કે દુનિયામાં […]

ચોથા નાએબ ખાસ જનાબ અલી બિન મોહમ્મદ સમરી

સુજ્ઞ વાંચકો, અલ મુન્તઝરના વિશેષ અંક શઅબાનુલ મુઅઝ્ઝમ હિજરી 1421માં ‘નયાબતની જરૂરત’ થી શરૂ થએલી શ્રેણીના લેખોમાં નયાબતની જરૂરત, પહેલા, બીજા અને ત્રીજા ખાસ નાએબોના જીવન ચરિત્ર ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ વરસે આ શ્રેણીની અંતિમ કડી રૂપે ઇમામે ઝમાના (અ.સ.)ના ચોથા ખાસ નાએબના જીવનનું વર્ણન કરી રહ્યા છીએ. નામ : અલી, કુન્નીયત : […]

ઇમામે ઝમાના (અ.સ.) અને શૈખે મુફીદ (અ.ર.)

પયગમ્બરે અકરમ(સ.અ.વ.)એ ફરમાવ્યું : اِنَّ اللّٰهَ يَبْعَثُ لِھٰذِهِ الْاُمَّۃِ فِيْ رَاسِ کُلِّ مِاَئَۃِ سَنَۃٍ مَنْ يُجَدِّدُ لَهَا دِيْنَھَا “બેશક અલ્લાહ તઆલા દરેક સદીની શરૂઆતમાં આ ઉમ્મતના માટે એક સન્માનીય હસ્તીને જાહેર કરે છે જે તેના દીનને પુન:જીવિત કરે. (ખામતુલ મુસ્તદરક, સૈયદ મીરઝા નુરી, ભાગ-3, પાના નં. 373) જો કૌમ અને સમાજના રેહબરોના ઇતિહાસના પાનાઓને ઉથલાવવામાં […]