૧૪૩૪ Category

તૌહીદ અને વિલાયત

ઇસ્લામની માન્યતાઓ એકબીજા સાથે સાંકળની જેમ જોડાએલી છે. અર્થાત : એક માન્યતા ત્યારે જ મુક્તિનું કારણ બની શકે જ્યારે બીજી માન્યતા તેની સાથે હોય. તવહીદની માન્યતા ત્યારે જ લાભદાયક સાબિત થાય જ્યારે તેની સાથે કયામતની માન્યતા પણ હોય. કયામતની માન્યતા ત્યારે મુક્તિનું કારણ બનશે જ્યારે નબુવ્વતની માન્યતા તેની સાથે હોય. નબુવ્વતની માન્યતા એ સમયે ગુમરાહીથી મુક્તિ અપાવશે જ્યારે ઇમામતનો અકીદો તેની સાથે હોય. ઇમામતની સાથે અલ્લાહના ન્યાયનો અકીદો હોવો જરુરી છે.

ઇમામ હુસૈન(અ.સ.)ની મદદ અને ઇમામે ઝમાના(અ.સ.)ની મદદ

ખુદાવંદે આલમે આ દુનિયાના ઇન્સાનને સંપૂર્ણતા હાસિલ કરવા માટે પૈદા કર્યો છે અને અલ્લાહે વ્યવસ્થા પણ એવી કરી છે કે અગર હઝરતે ઇન્સાન અલ્લાહના બનાવેલા કાનૂનો અને તરીકા ઉપર ચાલે તો ખૂબ જ આસાનીથી દુનિયા અને આખેરતમાં સફળતાની મંઝિલો પાર કરી શકે છે. પરંતુ જનાબે આદમ(અ.સ.)ના ઝમાનાથી આજ સુધી દુનિયામાં મોટા ભાગના લોકોએ ન તો ઇલાહી કાનૂનોને આદર્શ બનાવ્યા અને ન તો ઇલાહી તાલીમાત પર સંપૂર્ણ રીતે અમલ કર્યો છે. પરંતુ એનાથી વધીને લોકોએ ગુમરાહીનો રસ્તો અપનાવ્યો છે અને હંમેશા અલ્લાહના અવલીયા(અ.મુ.સ.), અંબિયા (અ.મુ.સ.) તથા અઇમ્મા(અ.મુ.સ.)ને શહીદ કર્યા છે. આ અત્યાચાર છતા અલ્લાહની સુન્નત હંમેશાથી એ રહી છે કે

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૬

ઝિયારતે નાહિયાની સમજૂતી (અલ-મુન્તઝર મોહર્રમુલ હરામ ખાસ અંક હિ.સ. ૧૪૩૩ અગાઉના અંકથી શ‚) અસ્સલામો અલલ્ જોયુબીલ્ મોઝર્રજાતે “સલામ થાય ફાટેલા ગિરેબાનો પર ઝિયારતે નાહિયાના આ વાક્યમાં બે શબ્દો છે, જોયુબ અને મુઝર્રજાત. જોયુબ એ ‘જયબ’નું બહુવચન છે અને જયબનો અર્થ ગિરેબાન (શર્ટનો કોલર) છે અને મુઝર્રજાતનો મૂળ શબ્દ ‘ઝરજ’ છે અને તે બાબે તફઈલમાં ઇસ્મ […]

ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના કારણો અને સબબો, મરાજએ કેરામના ફત્વાઓ સાથે

કરબલાની ખૂન ભરેલી દાસ્તાન અને સય્યદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતની આગાહીઓ, હઝરત આદમ(અ.સ.)થી લઇને હઝરતે ખાતમ મોહમ્મદે મુસ્તફા(સ.અ.વ.), તમામ અંબીયા(અ.મુ.સ.)એ મખ્સૂસ રીતે બયાન કરી છે. અઇમ્મએ હોદા(અ.સ.)ની રિવાયતોમાં અમુક અંબીયા(અ.મુ.સ.)દ્વારા ટુંકમાં અને અમુક અંબીયા દ્વારા વિગતવાર કરબલાના બનાવ બનવાના બારામાં વર્ણન કરવામાં આવ્યુ છે. આ લેખમાં અમારો હેતુ અને મકસદ આ બનાવોની વિગત નથી, અલબત્ત ફક્ત એ યાદ રાખવુ જોઇએ કે કરબલાના બનાવ અને હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતના મૂળ બહુજ મજબૂત છે અને તેની મઝહબી તથા શરીઅતી હૈસીયત મજબૂત અને પ્રમાણિત છે.

હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને હકનું બયાન

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)નો અમુલ્ય ખુત્બો જે હિ.સ. ૫૯ અને ૬૦ ના દરમ્યાન હજના મૌકા ઉપર આપે ઇર્શાદ ફરમાવ્યો હતો. તેના નૂરાની જુમ્લાઓ પૂરી દુનિયાની ઇન્કેલાબી, આર્થિક, સામાજીક હાલતને એવી રીતે જાહેર કરી રહ્યા છે, જાણે કે આજે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)નો અવાજ દરેક તરફ ગુંજી રહી રહ્યો છે. સરકારે રિસાલત મઆબના આ એલાનથી કોણ ઇન્કાર કરી શકે છે કે કુર્આન અને અઇમ્મએ મઅસૂમીન(અ.મુ.સ.) એકબીજાથી ક્યારેય જુદા નહી થશે. આ સેરાતે મુસ્તકીમ પર ચાલવાવાળાના એવા રક્ષકો છે જે હૌઝે કવસર સુધી રહેબરી કરતા રહેશે.

કયામતમાં ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વારના દરજ્જાઓ

આવો, આપણે જોઇએ કે ઇમામ હુસયન (અ.સ.)ની ઝીયારત કરનારાની કયામતના મેદાનમાં શું શાનો શૌકત હશે. આ હકીકત માત્ર એજ મહાનુભાવો બતાવી શકે જેની દ્રષ્ટિ દુનિયા અને આખેરત ઉપર સરખી હોય. કયામતના દ્રષ્યો તેઓની સામે એવી રીતે સ્પષ્ટ છે જેવી રીતે સામે બેસેલો માણસ. અગાઉના લેખમાં આ બાબત ઉપર તો ઇશારો કરી ચૂક્યા છીએ કે ઝવ્વારનું સન્માન અને બખ્શીશનો સિલસિલો તો ત્યારથી જ શરુ થઇ જાય છે ,જ્યારે ઇનસાન ઝીયારતનો ઇરાદો કરે છે. સામાન્ય રીતે એવું બને છે કે લોકો એક વખતની મુલાકાતને વધારે યાદ નથી રાખતા. તેમજ દરેક વખતે તેનું ધ્યાન અને માન નથી રાખતા, પરંતુ આ પવિત્ર અહલેબયત (અ.સ.ની બખ્શીશની શાન અને ગુલામ નવાઝી છે કે જેણે એક વખત તેમની ઝીયારત કરી અને એક વખત મઅરેફતની સાથે તેમની મુલાકાત માટે ગયા, તેને તેઓ જીદંગીના દરેક પ્રસંગે ન માત્ર યાદ રાખે છે પરંતુ તેની મુશ્કેલીઓ હલ કરતા રહે છે.