અલહિસ્સલામના ખુત્બામાંથી થોડી રત્ન કણિકાઓ

મોહર્રમુલ હરામ આવતાની સાથેજ બકીયતુલ્લાહીલ અઅઝમ હઝરત વલીએ અસ્ર ઈમામે ઝમાના અ.સ. અને મોહિબ્બાને સય્યદુશ્શોહદા અ.સ. ની ખીદમતમાં આંસુ ભરી આંખો અને શોકથી ભરપુર દિલથી પુરસો અને સાંત્વન રજુ કરીને ખુદાવંદે આલમની બારગાહમાં દોઆ કરીએ છીએ કે અમને પણ ઈમામે હુસયન અ.સ. ના નિર્મળ બલીદાન આપનારાઓમાં ગણના કરે. જેથી અમારા સૌની ગણના ખુદા અને રસુલ (સ.અ.વ.) ના અન્સારોમાં થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. આમીન.

પોતાના શીયાઓને ઈમામ હુસયન અ.સ. નો સંદેશો

ઈમામ હુસયન અ.સ. ના સંદેશાઓ આપના શીયાઓના જીવનનાં દરેક સ્તરે ગુંજી રહ્યા છે. ઈમામના ચાહનારાઓનો જીવન વ્યવહાર આપના સંદેશાઓનું બોલતું પુસ્તક છે. ઉઠવું, બેસવું, સુવું, જાગવું, ખાવું, પીવું, ઘર, સમાજ એટલે કે અલીના શીયાઓના જીવનનો દરેક ભાગ ઈમામ હુસયન અ.સ. ના સંદેશાઓથી ભરપુર છે. હવે એ વાત જુદી છે કે આ હકીકતના પ્રતિબિંબમાં અમુક એવા લોકો અને અમુક જવાનો એવા પણ છે કે જે પોતાનો ચહેરો જોઈને પણ પોતાના ચહેરાને નથી ઓળખતા. બલ્કે એ કહેવું વધું યોગ્ય ગણાશે કે કોમ અને સમાજની જે નવી પેઢી આવી છે જેમાં હુસયન અ.સ. ના સંદેશાઓના મુળ ઉદ્દેશને એક હદ સુધી ગુમાવી રહ્યા છે, તેના અનેક કારણો છે. પહેલું કારણ તો એ છે કે સંદેશા આપનાર માધ્યમો નબળા છે તેની સાથે સાથે સંદેશો લેનારના દિલ અને દિમાગમાં તે સ્વિકારવા માટેની સમજ શકિતને પોષણ અને ફુલવા ફાલવા માટેની ફળદ્રુપ જમીનને યોગ્ય તરી નથી મળી રહી.

યઝીદના જમાનાની સામાજિક સ્થિતિ

ત્રીજા ખલીફાના ખીલાફતના કાળ દરમ્યાન જ્યારે ખિલાફતની ધૂરા બની ઉમય્યાએ સંભાળી અને તેઓના ખુનભર્યા હાથોએ ઈસ્લામી શહેર અને સુબાઓને પોતાની પકડમાં લઈ લીધા ત્યારે મુસલમાનોની સામાજીક પરિસ્થિતિઓમાં અજબ-ગજબ પ્રકારનું પરિવર્તન આવ્યું. જેના સાક્ષી ઈતિહાસકારોના વિધાનો છે. મોઆવીયાની હુકુમત દરમ્યાન અને ખાસ કરીને હઝરત ઈમામ હસને મુજતબા અ.સ. ની શહાદત પછી એટલી ઝડપથી અધર્મતા અને ચારિત્ર્યહીનતા પૈદા થઇ કે જો પયગમ્બરે ઈસ્લામ અને મવલાએ કાએનાતની ખિલાફતના સમયકાળથી તે સમયની સરખામણી કરવામાં આવે તો ઘણોજ સ્પષ્ટ તફાવત દેખાઈ આવશે.

ઈમામ હુસયન અ.સ. ની બખ્શીશ અને ઉપહાર

હસને બસરીએ આ પ્રસંગની નોંધ કરી છે: એક દિવસ ઈમામ હુસયન અ.સ. પોતાના સાથીદારોની સાથે એક બાગમાં તશરીફ લઈ ગયા. આ બાગની દેખરેખ એક ગુલામ રાખતો હતો. તેનું નામ “સાફ” હતું. જ્યારે ઈમામ હુસયન અ.સ. બાગની પાસે પહોંચ્યા ત્યારે જોયું કે ગુલામ જમી રહ્યો છે. ઈમામ હુસયન અ.સ. એક ઝાડની આડમાં બેસી ગયા. જેથી ગુલામની નજર આપ ઉપર ન પડે. (અને તે શાંતીથી જમી લે. ગુલામોની આટલી કાળજી અહલેબયત અ.સ. ના સંસ્કાર છે.) ઈમામ હુસયન અ.સ. એ જોયું કે અડધી રોટલી ગુલામ પોતે ખાઈ રહ્યો છે અને અડધી રોટલી કુતરાને ખવડાવી રહ્યો છે. ઈમામ હુસયન અ.સ. ને ગુલામનું આ કાર્ય કંઇક વિચિત્ર લાગ્યું.

ઈમામ હુસયન અ.સ. ની શહાદતનું દ્રષ્ય ઈમામ મહદી અ.સ. ના સ્વમુખે

ઈમામ હુસયન અ.સ. ની શહાદતનું દ્રષ્ય ઈમામ મહદી અ.સ. ના સ્વમુખે કરબલાની ઘટના ઈતિહાસમાં વિગતવાર વર્ણવવામાં આવી છે. અમુક ઈતિહાસકારોએ પૂરેપૂરા સંશોધન વગર પ્રસંગોને વર્ણવ્યા છે. જેના કારણે અમુક બિન સત્તાવાર પ્રસંગો પણ ઈતિહાસના પુસ્તકોમાં જોવા મળે છે. આવા પ્રસંગોના કારણે મોટાભાગના લોકોમાં મતભેદો, વિવાદ અને ઝઘડાઓ સુધી વાત પહોંચી […]