અઝાદારી અને કુરઆન

આધુનિક શિક્ષણો અને વર્તમાન યુગની વિચારધારાએ જ્યાં વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે અને માનવીને નવા વાતાવરણોની જાણકારી આપી છે ત્યાં ભૌતિકતામાં સપડાવવાના એવા સાધનો પણ પેદા થયા છે કે દરેક તે વસ્તુ કે જેમાં જાહેરી રીતે કોઇ ભૌતિક ફાયદો અને તે પણ રોકડ સ્વરૂપમાં ન દેખાતો હોય ત્યાં આ આધુનિક વિચારધારા અનેક પ્રકારનાં પ્રશ્ર્નો કરે છે અને તેના ફાયદાનો ઇન્કાર કરે છે.