ઇમામ હુસૈન અ.સ. ની કબ્ર મુબારકની ઝિયારત Category

કયામતમાં ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વારના દરજ્જાઓ

આવો, આપણે જોઇએ કે ઇમામ હુસયન (અ.સ.)ની ઝીયારત કરનારાની કયામતના મેદાનમાં શું શાનો શૌકત હશે. આ હકીકત માત્ર એજ મહાનુભાવો બતાવી શકે જેની દ્રષ્ટિ દુનિયા અને આખેરત ઉપર સરખી હોય. કયામતના દ્રષ્યો તેઓની સામે એવી રીતે સ્પષ્ટ છે જેવી રીતે સામે બેસેલો માણસ. અગાઉના લેખમાં આ બાબત ઉપર તો ઇશારો કરી ચૂક્યા છીએ કે ઝવ્વારનું સન્માન અને બખ્શીશનો સિલસિલો તો ત્યારથી જ શરુ થઇ જાય છે ,જ્યારે ઇનસાન ઝીયારતનો ઇરાદો કરે છે. સામાન્ય રીતે એવું બને છે કે લોકો એક વખતની મુલાકાતને વધારે યાદ નથી રાખતા. તેમજ દરેક વખતે તેનું ધ્યાન અને માન નથી રાખતા, પરંતુ આ પવિત્ર અહલેબયત (અ.સ.ની બખ્શીશની શાન અને ગુલામ નવાઝી છે કે જેણે એક વખત તેમની ઝીયારત કરી અને એક વખત મઅરેફતની સાથે તેમની મુલાકાત માટે ગયા, તેને તેઓ જીદંગીના દરેક પ્રસંગે ન માત્ર યાદ રાખે છે પરંતુ તેની મુશ્કેલીઓ હલ કરતા રહે છે.

કામિલુ અઝ્-ઝિયારાતે

કિતાબ “કામિલુ અઝ્-ઝિયારાત” ફઆમેનુ બિસ્સવાદ… જનાબે રસુલે ખુદા સ.અ.વ.એ હઝરત અલી અ.સ.ને ફરમાવ્યું: … આ તે લોકો છે જેઓ સફેદી ઉપર શાહી ને જોઈને ઈમાન લાવ્યા હશે. ઉપર દર્શાવેલ વાકય એ સમજૂતીનો એક ભાગ છે જેમાં આખેરૂઝઝમાં એટલે ઈમામ મહદી અ.સ.ની લાંબી ગયબત અને કસોટીના સમયમાં તેમના ચાહનારાઓની ચર્ચા કરવામાં આવી છે. હઝરત રસુલે ખુદા […]

ઝાએરે હઝરત ઈમામ હુસયન (અ.સ.) ઝીયારતના ઈરાદાથી વતન પાછા ફરવા સુધી

અઈમ્મએ મઅસુમીન અ.સ.ની મુલાકાતનું સન્માન પ્રાપ્ત કરવું અને તેઓની બારગાહમાં ગૌરવ પ્રાપ્ત ‎કરવાની તમન્ના રાખવી દરેક મોઅમીનના દિલમાં હોય છે. કુરઆને કરીમની સ્પષ્ટ આયતો, વિશ્વાસપાત્ર ‎અને સનદથી મેળવેલી હદીસોના પ્રકાશમાં આ વાત સંપૂર્ણ સ્પષ્ટ છે કે ખુદાની રાહમાં શહીદ થનાર ‎જીવતા છે. આપણા બધા ઈમામો યા તો તલ્વારથી શહીદ કરવામાં આવ્યા અથવા ઝહેર આપીને શહીદ […]

ઝરીહને ચુમવી

અમુક વિરોધીઓ કે નાદાન દોસ્તો એ વિરોધ કરે છે કે અઈમ્મએ મઅસુમીન (અ.સ.) અથવા હઝરત અબ્બાસ (અ.સ.)ની ઝરીહને ચુમવી બિદઅત અને ફાયદા વગરની છે કારણકે ઝરીહને ચુમવી તે લોખંડ કે ચાંદીને ચુમવા જેવું છે. તેથી કોઈ હાજત પૂરી થતી નથી. આવા વિરોધો પાછળ કોઈ હકીકત નથી. કારણકે દુશ્મન હંમેશા કંઇ ન કંઈ બહાનાની શોધમાં રહે […]

ઈમામ હુસયન (અ.સ.) ની ઝિયારતની શરતો

ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતની શરતો અસ્સલામો અલય્ક યા અબા અબ્દિલ્લાહ બે અબી અન્ત વ ઉમ્મી ઝિયારતને હૃદયનું સાંત્વન, અકીદત અને મોહબ્બતને પ્રદર્શિત કરવાની રીત અને આખેરતની મૂકિતના માધ્યમની કલ્પના કરવામાં આવી છે. માનવ-ઈતિહાસમાં આ અમલ ઈસ્લામના ઈતિહાસની સાથે સાથે ચાલે છે. ત્યાં સુધી કે મઝહબમાં ન માનવાવાળા સમાજમાં પણ ઝિયારતનો રિવાજ કોઈને કોઈ પ્રકારે જોવા […]

ઇમામ હુસયન અલયહીસ્સલામની ઝીયારતની ભવ્યતા અને આખેરતના દરજ્જાઓ

અલ મુન્તઝરના મોહર્રમ અંક હિ.સન 1422 માં “ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વાર – ઝીયારતના ઇરાદાથી વતન પાછા ફરવા સુધી ના શિર્ષક હેઠળ અમુક બાબતો આપની સેવામાં રજૂ કરી ચૂક્યા છીએ. આ ક્રમને આગળ વધારતા એ બાબત પ્રત્યે ઇશારો કરશું કે કયામતના મેદાનમાં ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરનારાઓનો દરજ્જો કેવો હશે. શક્ય છે કે અમુક […]