ઇમામ હુસૈન અ.સ. ની ઝિયારતોની સમજૂતી Category

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૨

ગતાંકથી આગળ…..

(3) ‘અસ્સલામો અલા મન જોએલશ્શેફાઓ ફી તુરબતેહી.’

‘સલામ થાય તે પવિત્ર હસ્તી ઉપર કે જેની કબ્ર (ની માટી) શફા બનાવવામાં આવી છે .’

આ વાક્યમાં શબ્દ ‘જોએલ’ ફેઅલે મજહુલ છે. શફા, તેનો નાએબે ફાએલ અને કર્તા જે છુપો છે તે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. અર્થાંત: અલ્લાહે એ નિર્ણય કરી લીધો છે કે તે માટી કે જેના ઉપર ઇમામ હુસૈન (અ.સ.)નું પવિત્ર લોહી વહાવવામાં આવ્યું તે માટી પણ પોતાનામાં દરેક બિમારની શફા ધરાવે છે. ‘અલ કાએમ અલ મુન્તઝર’ના અગાઉના અંકોમાં અમે ખાકે શફા ઉપર ઘણા લેખો રજુ કર્યા છે. વાંચકો તેની વિગત જોઇ શકે છે. માત્ર તબર્રૂકના સ્વરૂપે અમે વાંચકોની ખિદમતમાં અમૂક હદીસો રજુ કરીએ છીએ. આપણા સાતમાં ઇમામ હઝરત મુસા કાઝિમ (અ.સ.) તેમની વસીય્યતમાં ફરમાવે છે.

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૧

આ વર્ષે “અલ મુન્તઝર’ના મોહર્રમના વિશેષાંક માટે અમે ઝિયારતે નાહીયાની પસંદગી કરી છે. પ્રસ્તાવના : પવિત્ર ઝિયારતે નાહીયાના પરિચય માટે અમે એ ઓળખને પસંદ કરી છે જે શહીદે મેહરાબ મૌલાના સૈયદ મોહમ્મદ જઅફર સાહેબ ઝૈદી (રહ.) (જેમની શહાદત ૨૮ ઝીલ્હજ હિ.સ. ૧૪૦૦ મુજબ ૭ નવેમ્બર ૧૯૮૦માં લાહોરમાં થઇ હતી.) એ લખી છે. એક ટૂંકા ખુત્બા […]