ઇમામ હુસૈન અ.સ. ના પત્રો, ખુત્બા અને હદીસો Category

અલહિસ્સલામના ખુત્બામાંથી થોડી રત્ન કણિકાઓ

મોહર્રમુલ હરામ આવતાની સાથેજ બકીયતુલ્લાહીલ અઅઝમ હઝરત વલીએ અસ્ર ઈમામે ઝમાના અ.સ. અને મોહિબ્બાને સય્યદુશ્શોહદા અ.સ. ની ખીદમતમાં આંસુ ભરી આંખો અને શોકથી ભરપુર દિલથી પુરસો અને સાંત્વન રજુ કરીને ખુદાવંદે આલમની બારગાહમાં દોઆ કરીએ છીએ કે અમને પણ ઈમામે હુસયન અ.સ. ના નિર્મળ બલીદાન આપનારાઓમાં ગણના કરે. જેથી અમારા સૌની ગણના ખુદા અને રસુલ (સ.અ.વ.) ના અન્સારોમાં થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. આમીન.

પોતાના શીયાઓને ઈમામ હુસયન અ.સ. નો સંદેશો

ઈમામ હુસયન અ.સ. ના સંદેશાઓ આપના શીયાઓના જીવનનાં દરેક સ્તરે ગુંજી રહ્યા છે. ઈમામના ચાહનારાઓનો જીવન વ્યવહાર આપના સંદેશાઓનું બોલતું પુસ્તક છે. ઉઠવું, બેસવું, સુવું, જાગવું, ખાવું, પીવું, ઘર, સમાજ એટલે કે અલીના શીયાઓના જીવનનો દરેક ભાગ ઈમામ હુસયન અ.સ. ના સંદેશાઓથી ભરપુર છે. હવે એ વાત જુદી છે કે આ હકીકતના પ્રતિબિંબમાં અમુક એવા લોકો અને અમુક જવાનો એવા પણ છે કે જે પોતાનો ચહેરો જોઈને પણ પોતાના ચહેરાને નથી ઓળખતા. બલ્કે એ કહેવું વધું યોગ્ય ગણાશે કે કોમ અને સમાજની જે નવી પેઢી આવી છે જેમાં હુસયન અ.સ. ના સંદેશાઓના મુળ ઉદ્દેશને એક હદ સુધી ગુમાવી રહ્યા છે, તેના અનેક કારણો છે. પહેલું કારણ તો એ છે કે સંદેશા આપનાર માધ્યમો નબળા છે તેની સાથે સાથે સંદેશો લેનારના દિલ અને દિમાગમાં તે સ્વિકારવા માટેની સમજ શકિતને પોષણ અને ફુલવા ફાલવા માટેની ફળદ્રુપ જમીનને યોગ્ય તરી નથી મળી રહી.

ઈમામ હુસયન અ.સ.નો પત્ર અમીરે શામ મોઆવીયાના નામે

બીજા ખલીફા ઉમર બીન ખત્તાબના સમયમાં હુકમથી મોઆવીયાહ બીન અબુ સુફિયાને શામનો હાકીમ બનાવી દેવામાં આવ્યો અને આ સિલસિલો હઝરત ઈમામ હુસયન અ.સ.ના પવિત્ર જીવનના આખરી દિવસો સુધી ચાલુ રહ્યો. હઝરત ઈમામ હુસયન અ.સ.ની ઈમામતના દસ વર્ષ મોઆવીયાની ખીલાફત અને હકુમતમાં પસાર થયા

હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બોધ વચનો :

(૧) હે લોકો! જરા વિચારો તો કે તમારા બાપ દાદા અને તમારી અવલાદ (વગેરે) જે તમારી દરમિયાન રહેતા હતા તેઓ ક્યાં ચાલ્યા ગયા? શું તેમનું તમારાથી હંમેશના માટે વિખુટા પડી જવું તમારા માટે બોધ સમાન નથી? (૨) જે માણસ પોતાના ભાઇની સાથે ભલાઇ કરે છે તો ખુદા જરૂરતના સમયે તેની જરૂરતને પુરી કરે છે, અને […]

ઇમામ હુસૈન (અ.સ.)નું વસીયતનામું

હઝરત સય્યદુશ્શોહદા અરવાહનાફિદા (અમારી જાન આપ ઉપર ફીદા) જ્યારે મદીનાથી મક્કાની તરફ રવાના થયા તો આપ (અ.સ.)એ નીચે પ્રમાણે વસીયત લખી અને પોતાની મહોરથી, મહોરબંધ (સીલ) કરીને પોતાના ભાઇ મોહમ્મદે હનફીયાને હવાલે કરી : બિસ્મિલ્લાહ હિર્રહમા નિર્રહીમ – આ વસીયત હુસૈન ઇબ્ને અલીની પોતાના ભાઇ મોહમ્મદ હનફીયાને છે. હુસૈન (અ.સ.) ગવાહી આપે છે ખુદાની વહેદાનિયત […]

અરફાતના મેદાનમાં સય્યદુશ્શોહદા અ.સ.ની મુનાજાત

માનવી તેની સંપૂર્ણ તાજગી, તાકાત અને ચુસ્તી હોવા પછી પણ ઘનો નબળો અને કમજોર છે. ઈન્સાન બીજાની સરખામણીમાં પોતે ગમે તેટલો શકિત શાળી કેમ ન હોય અને બીજાની શકિત પોતાના ઉપયોગમાં ભલે ન લાવતો હોય….. પરંતુ તે અંગત રીતે નબળો અને કમજોર છે. તે ન તો કોઈ બિમારીને દૂર કરી શકે છે ન તો કોઈ […]

ઇમામ હુસૈન (અ.સ.)નો જવાબ મોઆવીયાના નામે

اللّھم عجل لولیک الفرج  واجعلنَا من انصارہ و اعوانہ ઇબ્ને કોતયબા દીનુરી અને કશ્શીના લખાણ મુજબ જ્યારે મરવાન મોઆવીયાની તરફથી મદીનાનો હાકીમ હતો, ત્યારે તેણે મોઆવીય્યાને એક પત્ર મોકલ્યો. ‘‘મને ખબર મળી છે કે ઇરાક અને હિજાઝની ખાસ વ્યક્તિઓ હુસયન બીન અલી (અ.સ.) ની સાથે ઉઠે બેસે છે. અને વિશ્વાસપાત્ર સાધનો દ્વારા જાણવા મળેલ છે […]

ઇમામ હુસૈન (અ.સ.)ના થોડા કથનો

પરવરદિગારે આલમ કુરઆને કરીમમાં ફરમાવે છે :

“બેશક! અમે તેને રસ્તો દેખાડી દીધો છે પછી ચાહે તે શુક્ર કરનારો થાય અથવા ચાહે તો કુફ્ર અખત્યાર કરે.’

(સુરએ દહર : ૩)