“અય્ન મુહ્યી મઆલેમીદ્ દીને વ અહ્લેહી?

Print Friendly, PDF & Email

કયાં છે તે, જે દીનની નિશાનીઓ અને તેના માનવાવાળાઓને નવું જીવન બખ્શશે.?

વાકય દોઆએ નુદબાનું છે. જે આપણે સામાન્ય રીતે હર જુમ્આના દિવસે સવારે પડીએ છીએ. અને આવા અસંખ્ય વાકયોથી આપણે આપણા દિલોને આપણા ઈમામની યાદથી નુરાની કરીએ છીએ. વાકય દોઆનું હોવા છતાં વાકચાતુર્યથી ભરપૂર છે. રજુઆતની પધ્ધતિ પ્રશ્ર્નાર્થવાચક છેકયાં છે ?’ યાદ કરનારની ચિંતા, બેચૈની અને ઈમામની જુદાઇમાં દિલના રંજની હાલત પ્રતિબિંબીત કરે છે. અને જે દીનના શિક્ષણને જીવન બક્ષે તે વાકચાતુર્યથી ભરપૂર વાકય છે જે એક યુગથી બીજા યુગમાં પસાર થતા ઈતિહાસ અને પ્રતિકુળ સંજોગોને આવરી લે છે. વાકયનું વિવરણ અને સમજુતી અહીં કરવી તો શકય નથી તેથી અમે અહીં ખૂબજ ટૂંકાણમાં વાંચકો માટે એક વિવેચન કરવાનો લાભ જરૂર મેળવી શકીએ છીએ.

એક હકીકત છે કે ખુદાવંદે આલમે માનવીની ખુશબખ્તી અને નજાત માટેના નિયમો કુરઆને કરીમ અને હઝરત રસુલે ખુદા (...)ની પાક જીવન ચારિત્ર્ય સ્વરૂપે આપ્યા હતા અને જેને . રસુલે ખુદા (...) પોતાના પછી પાક અહલેબૈત (..)ના સ્વરૂપે ઉમ્મતના હવાલે કર્યા હતા જેને વળગી રહેવું દરેક પ્રકારની ગુમરાહીથી નજાતની જામીનગીરી હતી. પરંતુ ઉમ્મતે દીનનું સંપૂર્ણ રીતે રક્ષણ કર્યુ. એટલુંજ નહિ બલ્કે પોતાની ગરજ અને હેતુઓના આધારે તેનું અયોગ્ય અર્થઘટન કર્યુ અને તેને બદલવામાં કોઈ કસર બાકી રાખી.

આથી હઝરત અલી બીન અબી તાલીબ (..) રસુલે ખુદા (...) ની વફાત પછી તેમની વસીયત મુજબ કુર્આનને ક્રમાનુસાર ગોઠવ્યું અને ત્યાં સુધી ઘરની બહાર નીકળ્યા, જ્યાં સુધી કુરઆનનું કાર્ય પુરૂ થયું અને જ્યારે રસુલે ખુદાની વસિયત મુજબ અને તેમની તઅલીમ મુજબ કુરઆનને યોગ્ય ક્રમાનુસાર ગોઠવી, સંપૂર્ણ રીતે તૈયાર કરીને જ્યારે તે સમયની હુકુમતને સુપ્રત કર્યુ ત્યારે હુકુમતે પોતાની મસલેહતોને અગ્રતા આપી કુર્આનને સ્વીકાર્યુ નહીં, જેનેબાબે મદીનતુલ ઈલ્મેતૈયાર કર્યુ હતું, એક તરફ

જ્યારે બીજી તરફ ઈસ્લામની તઅલીમ અને ઇલાહી જ્ઞાનનો મહત્વનો સ્ત્રોત રસુલે ખુદા (...)ની હદીસો હતી. આપે પોતાના ૨૩ વર્ષના રિસાલતના કાર્યકાળ દરમ્યાન ડગલેને પગલે પોતાના કાર્યો અને કથનોથી ઈસ્લામના હુકમો દર્શાવ્યા હતા. તે સમયની હુકુમતે પોતાનીમસ્લેહતોના કારણે હદીસોના લખવા ઉપર પણ નિયંત્રણ મૂકી દીધું. રીતે રસુલે ખુદા (...) પોતાના કથનોથી ઈસ્લામી તાલીમનું જે શિક્ષણ આપ્યું હતું, તે અસહાબોની યાદશક્તિ સુધી મર્યાદીત થઇ ગયું અને ધીરે ધીરે તેઓના હૃદયમાં દફન થઇ ગયું.

ત્રીજી તરફ પવિત્ર અહલેબૈત (.મુ..) અને દીનના રક્ષણકારો અને દીનના શિક્ષકોને ઘરમાં નઝરકૈદ કરી દીધા કે જેઓને ખુદા અને રસુલે દીનની તાઅલીમના કેન્દ્ર જાહેર કર્યા હતા. જેઓને તમામ ઈલ્મો અર્પણ કરવામાં આવ્યા હતા. તેઓને ઘરના ખુણામાં ધકેલી દીધા. હસ્તીઓ ઉપર જાત જાતના નિયંત્રણો લાદવામાં આવ્યા. જો કે જ્યારે કોઈ મુશ્કેલી ઉભી થતી હતી અને તેનો કોઈ ઉકેલ મળતો હતો ત્યારે તે અહલેબૈત (..) સમક્ષ જરૂર રજુ થતા હતા.

ઉપર દર્શાવેલ હકીકતોને દ્રષ્ટિ સમક્ષ રાખીને હકીકત ઉપર જરા ધ્યાનથી વિચાર કરો.

માનવ જીવનમાં પ્રશ્ર્નો ઓછા નથી. દરરોજ નવા નવા પ્રશ્ર્નો ઉભા થતા રહે છે. ઈસ્લામનું શિક્ષણ માત્ર થોડા એહકામ પુરતુ મર્યાદિત નથી. પરંતુ તે જીવનના તમામ પ્રશ્ર્નોને આવરી લે છે. ઝીંદગીનો કોઈ એવો પ્રશ્ર્ન નથી જેના બારામાં ઈસ્લામમાં કોઈ હુકમ આપવામાં આવ્યો હોય.

સંજોગોમાં જ્યારે ઈસ્લામી શિક્ષણ અને ઇલાહી જ્ઞાનના મૂળ કેન્દ્રો ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યું ત્યારે લોકો તેઓના રોજ રોજના પ્રશ્ર્નોમાં પોતાની પસંદગી અને નાપસંદગી મુજબ અમલ કરવા લાગ્યા. લોકો પોતાના મર્યાદિત જ્ઞાનના આધારે કુરઆનની તફસીર રજુ કરવા લાગ્યા. અહિં ધ્યાનમાં રાખવા જેવી હકીકત છે કે આવા લોકોમાં વધુ સંખ્યા લોકોની હતી જે લોકો પોતાના જીવનનો મોટો ભાગ શીર્ક અને કુફ્રમાં પસાર કરી ચૂકયા હતા. જે લોકોએ ઇસ્લામના પહેલાના રીત રિવાજો મુજબ ખૂબ લાંબો સમય પસાર કર્યો હતો. રિવાજો તેઓની આદતોમાં ઘર કરી ગયા હતા. જ્યારે માણસને કોઈ બાબતની આદત પડી જાય છે, તો પછી તે તેની બુરાઈની તરફ ધ્યાન નથી આપતો. આથી તેઓની માન્યતા પર જુના રીત રિવાજોની અસર થવી તે તેઓની આદતના કારણે શકય નથી. લોકો સામાન્ય જનતાની નજરમાં ઘણા પવિત્ર છે. તેઓ સહાબાના સૌથી પવિત્ર લકબથી શોભાયમાન છે. તેઓની દરેક બાબતને લોકોએ દીન ગણ્યો. પરિણામ આવ્યું કે દીનની તફસીર અને સમજુતિમાં માનવના વિચારો અને અભિપ્રાયો શામીલ થઇ ગયા. જો કે ફેરફારો ધીરે ધીરે થયા. તેથી કોઈને તેનો એહસાસ સુધ્ધા થયો. પછી એક સમય એવો આવ્યો કે બધી બાબતો દીનનો એક ભાગ ગણાવા લાગી.

હવે પ્રશ્ર્નનો જવાબ સ્પષ્ટ થઇ જાય છે કે દીને મોહમ્મદીની તાલીમોને પુન:સજીવન કરવાની જરૂર છે. અને શું કોઈ છે કે જે પુન: જીવન અર્પણ કરશે ? દેખીતું છે કે દરેક જણ હેરાન છે કે શું કારણ છે કે પાક દીનમાં પહેલા જેવી તાસીર બાકી નથી ?

અલ્લામા ઈકબાલે તેના અશઆરમાં ઈસ્લામની ખરાબ હાલતનો નૌહો પડયો છે. આખર શા માટે ? તેનો જવાબ છે. અસર તે ઈસ્લામમાં હતી જે હઝરત રસુલે ખુદા (...) ની માઅસુમ ઝબાનથી રજુ થયો હતો. જે કોઈપણ પ્રકારના ફેરફાર વગર લોકો સુધી પહોંચ્યો હતો. ઈસ્લામ શુધ્ધ હતો, તેથી તેમાં અસર પણ હતી. હવે અત્યારે જે ઈસ્લામ ઉપર લોકો અમલ કરી રહ્યા છીએ તેમાં કેટલુક ખુદાએ ઉતારેલુ છે અને કેટલુક ઈન્સાનોની પોતાની તફસીરો છે. જો અત્યારે અસલ અને ખાલીસ ઈસ્લામ હોત જે રસુલે ખુદા (...) બયાન કર્યો હતો તો મુસલમાનોમાં વૈચારિક મતભેદ હોત. મતભેદો ખુદ દર્શાવી રહ્યા છે કે બધું શુધ્ધ નથી, તેમાં ભેળસેળ જરૂર છે. બધુંજ ખુદાએ ઉતારેલું નથી. તેનું કારણ છે કે ખુદાવંદે આલમે કુરઆનનું અલ્લાહ તરફથી હોવાની એક દલીલ રીતે રજુ કરી છે:

વલવ કાન મિન ઇન્દે ગયરિલ્લાહે લવજદૂ ફીહિખતેલાફન કસીરા

જો ખુદા સિવાય બીજા કોઈએ નાઝીલ કર્યુ હોત તો તેમાં ઘણા મતભેદો હોત

(સુરે નિસાઅ્ .૮૨)

મતભેદો હોવા તે વાતની મજબુત દલીલ છે કે બધુ અલ્લાહનું ઉતારેલુ નથી.

હવે જ્યારે ખાત્રી થઈ ગઈ કે ભેળસેળ થઈ છે અને ચોક્કસ થઈ છે. પરંતુ ખબર નથી કે કેટલી છે અને શું છે? ખાલીસ અને ભેળસેળની ઓળખ માટેકસોટીની જરૂર છે. જેના પર પારખી શકાય અને ચકાસી શકાય. ખુદાવંદે આલમે દરેક ઝમાનામાં કસોટી, હક અને બાતીલના માપદંડ મઅસુમ ઈમામોની નિમણુંક કરી છે. હુકુમતોએ હક અને બાતીલના સ્પષ્ટ અને ખુદાએ નક્કી કરેલા માપદંડને કૈદખાનાઓમાં રાખ્યાઅથવા તો એટલા પહેરાઓમાં રાખ્યા કે સામાન્ય લોકોની તેમના સુધી પહોંચ શકય હતી.

જ્યારે ખુદાવંદે આલમે હઝરત વલી અસ્ર હુજ્જતિબ્નિલ હસન અસકરી (..)ને ઝુહુરની પરવાનગી આપશે ત્યારે હક અને બાતીલનો ખુદાઈ માપદંડ જાહેર થશે. હઝરતે ઈમામ મહદી (..) આવશે. તે માઅસુમ છે. તેમની પાસે ખુદાવંદે આલમે ઉતારેલ અને હઝરત રસુલે ખુદા (...) બયાન કરેલ મૂળ ઈસ્લામ મૌજુદ છે. તે કુરઆનના વારસદાર છે. જ્યારે તે ખુદાના હુકમથી જાહેર થશે અને મૂળ ઈસ્લામને રજુ કરશે ત્યારે લોકો તે અસલી ઈસ્લામ જોઈને કહેવા લાગશે કે તો નવો ઈસ્લામ છે!! તેનું કારણ છે કે લોકો ભેળસેળવાળા દીનથી ટેવાઈ ગયા છે. જેમાં લોકોની માન્યતાઓને ભેળવી દેવામાં આવી છે. ઈસ્લામની સરખામણીમાં હઝરતની તરફથી રજુ કરવામાં આવેલ ઈસ્લામ લોકોને નવો લાગશે. ઈસ્લામ નવો નહિ હોય બલ્કે બધી ભેળસેળથી પાક અને સાફ ઈસ્લામ હશે.

ગુમરાહીભરી વિચારધારા

ઝહુરની પછી હઝરત વલી અસ્ર ..ને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, તેમાંથી એક મુશ્કેલી ગુમરાહીભરી વિચારધારા છે. જે લોકો લાંબા સમય સુધી એક વિચારને વળગી રહ્યા હોય, તેને ખુબ સિંચાઇ કરી હોય તેના બચાવમાં અનેક મોરચાઓ માંડ્યા હોય, તેને ત્યજી દેવુ તે લોકો માટે ઘણું મુશ્કેલ છે. મુશ્કેલી કાફીરોની તરફથી નહી હશે. કાફીરો મુસલમાન બન્યા પછી પોતાની બધી માન્યતાઓ અને મંતવ્યો ત્યજી દેશે તે તેમના કોઈ અભિપ્રાયને ખોટો સાબિત કરવા માત્ર એટલું પૂરતુ હશે કે કાફીરોનો અભિપ્રાય છે. તે પોતાની માન્યાતાના ટેકામાં કુરઆન અને હદીસથી દલીલ રજુ નહિ કરે. પરંતુ મુસલમાન અને ખાસ કરીને મુસ્લીમ આલીમો કે જે લોકોએ લાંબા સમય સુધી પોતાના મગજમાં પોતાની વિચારધારાઓને ઈસ્લામ સમજીને પરવરીશ કરી છે અને તેની તરફ બીજા લોકોને કાયદેસર દાઅવત આપી હોય તેની સચ્ચાઈ સાબિત કરવા માટે કુરઆન અને હદીસથી દલીલો રજુ કરી હોય તે લોકોની સામે જ્યારે વાસ્તવિક અને સાચો ઈસ્લામ રજુ કરવામાં આવશે ત્યારે લોકો જબરદસ્ત વિરોધ કરશે. આવા ત્રણ પ્રકારના લોકો હશે

. દુનિયાદાર આલીમો

. સંપત્તિવાન લોકો

. ઈસ્લામના નામથી હુકુમત કરનારા લોકો

તે લોકો હશે જેની વિચારધારા અને માન્યતાઓની ઝહુરની પછી કોઈ કિંમત નહીં હોય. ઈમામ સાદિક (..) હકીકતને રીતે રજુ કરી છે:

ઇન્ન કાએમના એઝા કામસ્તકબલ મિન જહલતિન્નાસે અશદ્દ મિમ્મસ્તકબલહુ રસૂલુલ્લાહે મિન જુહહાલીલ્જાહેલીય્યતે કુલ્તો કય્ફ ઝાલેક?

કાલ : ઇન્ન રસૂલલ્લાહે સલ્લલાહો અલય્હે આલેહી અતન્નાસ વહુમ યઅબોદૂનલ હેજારત વસ્સોખૂર વલ ઇદાન વલ ખોશોબલ મનહૂતત ઇન્ન કાએમના એઝા કામ અતન્નાસ કુલ્લોહુમ યતઅવ્વલો અલય્હે કેતાબલ્લાહે યહતજ્જો અલય્હે બેહી

(ગયબતે નોઅમાની, પા. ૨૯૭)

જે સમયે અમારા કાએમ (..)નો ઝહુર થશે ત્યારે તેમને તે સમયના જાહીલો તરફથી એટલી સખ્ત મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જેટલો રસુલે ખુદા (...)ને તેમના સમયના જાહીલોથી સહન કરવું પડ્યું હતું.

રાવીએ તેનું કારણ પૂછયું, ઈમામ સાદિક (..) જવાબમાં ફરમાવ્યું

જયારે રસુલે ખુદા (...) લોકો પાસે દીને ઈસ્લામ લઈને આવ્યા ત્યારે લોકો પથ્થરોની શિલાઓની, લાકડીઓની અને કોતરેલી મૂર્તિઓની પૂજા કરતા હતા. પરંતુ જ્યારે અમારા કાએમ (..)નો ઝહુર થશે અને તેઓ લોકોની સામે આવશે ત્યારે દરેક તેમની સામે કુરઆનથી દલીલ રજુ કરશે.

સ્પષ્ટ છે કે બધી દલીલો લોકોના ભૂલ ભરેલા અને અધુરા ઈલ્મના પાયા ઉપર હશે. ઈમામ (..) ની સામે તસ્લીમ (સમર્પિત) થવાનો અર્થ પોતાનુ ઘડેલું વ્યકિતત્વ અને પોતાના વિચારો, ખયાલી મોભો ત્યજી દેવાનું રહેશે. પોતાની આગેવાની અને સત્તાને છોડી દેવું સહેલું નથી, પરંતુ તે સમય કાંઈક જુદો હશે. તે સમયે લોકોને કોઈપણ પ્રકારના ફીત્ના ફસાદ કરવાની પરવાનગી નહિ હોય. જે લોકો પોતાની બાતીલ માન્યતાઓને છોડશે નહી તેઓને ખુબજ કડક શિક્ષાઓનો સામનો કરવો પડશે.

ઉપર દર્શાવેલ સમજૂતિ હેઠળ વધુ સ્પષ્ટીકરણ અને વધુ હકીકતોને જાહેર કરવા માટે ગયબતના ઝમાનાની દોઆઓમાંથી એક અગત્યની દોઆ અબુલ હસન ઝર્રાબ ઈસફહાનીની સલવાત છે. દોઆની તાઅલીમ તેમને હઝરત વલી અસ્ર (..) મક્કામાં આપી હતી. સલવાતના બારામાં જનાબ સય્યદ બીન તાઉસ .. નું બયાન છે:

જો તમે જુમ્આના દિવસે અસ્રના સમયે બીજી તઅકીબાત પડી શકો તો સલવાતને કયારેય પણ છોડતા નહી. ખુદાએ તેના અજબ મહત્વની અમને જાણ કરી છે. સલવાત અર્થની દ્રષ્ટીએ ઘણી ભવ્ય છે. સલવાતના અમુક વાકયો રીતે છે:

અલ્લાહુમ્મ જદ્દીદ બેહી મમ્તહા મિન દીનેક અહ્યે બેહી મા બુદ્દેલ મિન કેતાબેક અઝહીર બેહી મા ગુય્યેર મિન હુકમેક હત્તા યઊદ દીનોક બેહી અલા યદય્હે ગઝન્ જદીદન્ ખાલેસન્ મુખ્લસન્ લા શક્ક ફીહે વલા શુબ્હત મઅહુ વલા બાતેલ ઇન્દહૂ વલા બિદઅત લદય્હે

(મફાતીહુલ જીનાન આઅમાલે રોઝે જુમ્આ)

અય ખુદા! તારા દીનની બાબતો જેનો નાશ કરવામાં આવ્યો છે તેમના (ઇમામ ..) થકી તેને પુન: જીવિત કર. તારી કિતાબનું જે ઇલ્મ બદલી નાખવામાં આવ્યું છે, તેમના (ઇમામ ..) થકી તેને ફરી નવજીવન આપ. તે એહકામો જેને બદલી નાખવામાં આવ્યા છે તેમના (ઇમામ ..) થકી તું તે એહકામને જાહેર કર. ત્યાં સુધી કે તારો દીન તેમના થકી અને તેમના હાથે તરો તાજા, હરીયાળો અને મહેકતો, નવો નવો, સ્વચ્છ, નિખાલસ, દરેક પ્રકારની ભેળસેળથી પાક અને સાફ રીતે ફરી પાછો ફરે, જેમાં જરા પણ શંકા કુશંકા રહે. કશું બાતીલ તેમાં આવે નહી અને કોઇ બિદઅતનું નામ નિશાન હોય.

સ્પષ્ટ દીને ઇસ્લામના મૂળ સ્વરૂપને બદલતું જોઇને ગયબતના સમયની પહેલા આપણા ઝમાનાના ઈમામ હઝરત વલી અસ્ર(..) કે જેમોહયી મઆલેમીદ્દીન છે તેમના માટે મઅસુમ ઈમામોએ દોઆની તાઅલીમ આપી છે. દોઆ કરવાની તાકીદ કરી છે અને અંગે અસંખ્ય દોઆઓ શીખવાડી છે. અંગેની એક મહત્વની દોઆ ઈમામ રેઝા(..) તેમના સહાબી યુનુસ બીન અબ્દુર રહેમાનને શીખવી છે. દોઆ જુમ્આના દિવસના અઅ્માલમાં બતાવવામાં આવી છે. દોઆ સામર્રામાં પવિત્ર સરદાબના અઅ્માલમાં પણ વર્ણવવામાં આવેલ છે. જનાબ મોહદ્દીસે કુમ્મી(..) મફાતીહુલ જીનાનમાં તે ઈમામે અસ્ર(..)ની ઝિયારતના પ્રકરણમાં લખેલી છે. દોઆ ઈમામ અસ્ર(..)ની સલામતીની દોઆ છે. દોઆ તેની વિગતની દ્રષ્ટિએ પણ ઘણી મહત્વની છે. દોઆને પાબંદીની સાથે પડવી ઘણી અસર ધરાવે છે અને વલી અસ્ર (..)ની મહેરબાનીઓનું કારણ બને છે. દોઆનું નીચેનું વાકય આપણા લેખ સાથે સંબંધ ધરાવે છે. જે વાંચકો સમક્ષ રજુ કરીએ છીએ.

અઇઝ્ઝ બેહીલ મોઅમેનીન અહ્યે બેહી સોનનલ મુર્સલીન દારેસ હુકમીન નબીય્યીન જદ્દીદ બેહી મમ્તહા મિન દીનેક બુદ્દેલ મિન હુકમેક હત્તા તોઇદ દીનક બેહી અલા યદય્હે જદીદન્ ગઝન્ મહઝન્ સહીહન્ લા એવજ ફીહે વલા બિદઅત મઅહૂ

(મફાતીહુલ જીનાન (ફારસી) પા. ૫૪૨)

ખુદાયા! તેમના થકી મોઅમીનોને ઈઝઝત આપ. તેમના થકી દરેક રસુલોની સુન્નતોને જીવંત કર. નબીઓના ભૂલાઈ ગએલા હુકમોને નવજીવન અર્પણ કર. એટલે સુધી કે તેમના થકી તારા દીનને ફરી જીવંત કર. નવો નવો, તાઝગી ભર્યો, શુધ્ધ, બિલકુલ સાચો, જેમાં કોઈ ક્ષતિ હોય, કોઈ બિદઅતની દખલ હોય.

દોઆના વાકયો ઉપર વિચાર કરવાથી વાત સ્પષ્ટ થઇ જાય છે કે વર્તમાનમાં જે દીન આપણી સામે છે તે સંપૂર્ણપણે શુધ્ધ દીન નથી. તેમાં જાણી જોઈને કે અજાણતા એવી બાબતો દાખલ થઈ ગઈ છે જે દીનનો ખરેખર ભાગ નથી. કારણ કે હક અને બાતીલનો તે સાચો માપદંડ હાલમાં આપણી નઝરની સામે નથી અને સામાન્ય પણે તેમના સુધી પહોંચવું તે શકય નથી. તેથી સમયે શુધ્ધ કે અશુધ્ધ વચ્ચે તફાવત શોધવો ઘણો મુશ્કેલ છે. હા, જ્યારે આપ ખુદાના હુકમથી જાહેર થશે અને સાચો ઈસ્લામ રજુ કરશે, કુરઆને કરીમની સાચી તફસીર ફરમાવશે, તે સમયે આપણે જાણી શકશું કે આપણી પાસે કેવો દીન છે. તે સમયે આપણા બધા અભિપ્રાયોને ત્યજી દેવા, રીત રીવાજને છોડી દેવા, અને તેમની સામે પૂરેપૂરી રીતે તસ્લીમ થઇ જવું તેમાં આપણી ભલાઈ છે. આપણે હંમેશા રીતે તસ્લીમ થઈ જવા દોઆ કરવી જોઈએ. નહી તો યહુદીઓનું ઉદાહરણ આપણી સામે છે, જે લોકો રસુલે ખુદા (...)ના આવવા પહેલા તેમનો ઈન્તેઝાર કરતા હતા અને બેઅસત પછી તે લોકો સૌથી મોટા વિરોધી થયા. જેનો સિલસિલો આજ દીવસ સુધી ચાલુ છે.

બુધ્ધિની પરીપૂર્ણતા:

આપ્ના ઝુહુર પછી માત્ર પવિત્ર ઈસ્લામ તેના વાસ્તવીક અને સાચા સ્વરૂપે પ્રગટ થશે, બલ્કે ખુદાવંદે આલમની મહેરબાનીઓથી લોકોની બુધ્ધિ પણ પરીપૂર્ણ થઈ જશે.

ઈમામ બાકીર(..)ની રિવાયત છે.

એઝા કામ કાએમોના વઝઅલ્લાહો યદહૂ અલા રોઓસિલ એબાદે જમઅ બેહા ઓકૂલોહુમ કમોલત્ બેહા અહલામોહુમ

જે સમયે અમારા કાએમ(..)નો ઝહુર થશે (ત્યારે) ખુદાવંદે આલમ તેમનો (ઇમામ ..નો) હાથ લોકોના માથા ઉપર ફેરવશે. જેથી તેઓની બુધ્ધિ પુર્ણ થઇ જશે અને તેઓની સમજ પરીપૂર્ણ થઈ જશે.

(મુન્તખબુલ અસ્ર, ભાગ.૬૦, પાના નં. ૬૦૭, )

જ્યારે બુધ્ધિ પરીપૂર્ણ થઈ જશે, તે સમયે દુનિયાના રહસ્યો તેઓની સામે જાહેર થઈ જશે. બુધ્ધિની પરીપૂર્ણતા તે અખ્લાકની પરીપૂર્ણતા છે. જ્યારે સમજશકિત પરીપૂર્ણ થઈ જશે અને પાક દીને ઈસ્લામ તેના સાચા સ્વરૂપે રજુ કરવામાં આવશે ત્યારે ઈન્સાનની પાક ફીતરત તે દીનને દિલોજાનથી કબુલ કરશે અને ચારે બાજુ પવિત્ર દીન ઈસ્લામ હશે. આથી બાબત પણ સ્પષ્ટ થઈ જાય છે કે તે ઝમાનાના લોકો પોતાના ઈરાદાથી અને સ્વેચ્છાએ ઈસ્લામ કબુલ કરશે તેમાં કોઈ જબરદસ્તી નહીં થાય.

જે સમયે હઝરત વલી અસ્ર(..)નો ઝુહુર થશે અને ઈસ્લામ તેના સાચા સ્વરૂપે રજુ કરવામાં આવશે અને તેની બધી તાઅલીમો અમલી હશે તે સમય ઈબાદત કરવાનો આનંદ પણ કંઇક વિશેષ હશે. ખુદાવંદે આલમની સાચી મઅરેફત સાથે ખુલુસ નિય્યતથી ઈબાદત થશે. શીર્કનો ઓછાયો પણ નહિ હોય.

અંતમાં દોઆ માત્ર એટલી છે કે અય ખુદા અમારા મૌલા હુજ્જત બીન અલ્ હસન અસ્કરી(..)ના ઝુહુરમાં જલ્દી કર અને અમોને તેમના સાથીદારો અને અન્સારોમાં શુમાર ફરમાવ અને અમોને સ્પષ્ટ દીને ઈસ્લામની હકીકતોથી માહિતગાર બનાવ. આમીન

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *