Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૩૫

હુસૈન(અ.સ.)નો ઝિક્ર દર્દ છે અને દર્દની દવા છે

Print Friendly, PDF & Email

વ જલ્લત્ વ અઝોમત્ મોસીબતોક ફીસ્સમાવાતે અલા જમીએ અહલીસ્સમાવાત

“બહુ જ મહાન અને બહુ જ સખ્ત છે આપ(અ.સ.)ની મુસીબત, આસ્માનોમાં તમામ આસ્માનના રહેવાવાળા ઉપર

જમીન પોતાની ધરી ઉપર ચક્કર લગાવતી, સુર્યમંડળની ફરતે ચારે તરફ ફરી રહી છે. અંતિમ નબી હઝરત મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.)ના નવાસા જે વારિસે રેહમતે અંબિયા અને મુર્સલીન હતા. સન ૬૧ હીજરીના આશુરના દિવસે કરબલાની તપતી ઝમીન પર ત્રણ દિવસની તરસ હોવા છતા સવારથી લઇ સાંજ સુધી ખુદાની રાહમાં પોતાના અસ્હાબ અને અન્સાર તેમજ જીગરના ટુકડાઓને દીનની હિફાઝત માટે કુફ્ર અને નીફાક, દુનિયા પરસ્ત, થોડા દિવસોની ઝિંદગીમાં થોડા સિક્કા માટે દુષ્ટ અને નામ પુરતા મુસલમાનોથી જંગ કરતા કરતા ખુદાની બારગાહમાં પોતાની આખરી કુરબાની પેશ કરી અને જનાબે ઝયનબ શરીકતુલ હુસૈન(અ.સ.), અલી(અ.સ.)ની શેર દિલ બેટી, સાનીયે ઝહરા(સ.અ.) કે જેઓ આલેમએ ગૈરે મોઅલ્લેમા હતા, પોતાના બન્ને હાથ આસમાન તરફ બલંદ કરીને ફરમાવ્યું: “અય આસમાનો અને આસમાનમાં રહેવાવાળાઓને પૈદા કરનારા! અમારી આ કુરબાનીને કબુલ ફરમાવ જાણે કે અવાજ આપી રહ્યા હતા કે આ તે કુરબાની છે, જેણે ઝિબ્હે અઝીમના એ વાયદાને જે તે હઝરત ઇબ્રાહિમ(અ.સ.) સાથે એ સમયે કર્યો હતો, જ્યારે આપ(અ.સ.)એ આપના ફરઝંદ જનાબે ઇસ્માઇલ(અ.સ.)ની ગરદન ઉપર ઝબ્હ કરવાના ઇરાદે તેઝ ધાર છરી રાખી દીધી હતી. તેને અમલમાં લાવી તમામ શ્રેષ્ઠતાઓની સાથે વાયદાની સંપૂર્ણતા ઉપર હુજ્જત તમામ કરવાની એક એવી મહોર લગાવી દીધી કે જે ઇન્સાનીય્યતના માથે સુબ્હે કયામત સુધી ચમકતી રહેશે અને જમીનના રહેવાવાળાઓમાંથી ભણેલ-ગણેલ અને સમજદાર લોકો તેના પ્રકાશમાં સિરાતે મુસ્તકીમ ઉપર ચાલે છે. મોટા ભાગની મંઝીલ તેઓને પોતાની તરફ બોલાવતી રહેશે. જમીન ઉપર ઘટવાવાળી આ મહાન ઘટનાનો મંઝર જ્યારે ઇમામ હુસૈન(અ.સ.), ફરઝંદે રસુલ(સ.અ.વ.), જાને બતુલ, ખાતુને જન્નતના આગોશના પરવરિશ પામનારના સર વિનાની લાશ પાસે ઉભા રહીને મૌલાએ કાએનાત અલી ઇબ્ને અબી તાલિબ, સાહેબે ઝુલ્ફીકાર, ફાતહે બદ્રો હુનૈનની બેટી પોતાના પિતાની નિયાબતમાં આસમાનની તરફ બન્ને હાથો ઉંચા કરી કહી રહી હતી: “અય આસમાનો અને આસમાનવાળાઓને પૈદા કરનાર, અમારી આ કુરબાનીને કબુલ ફરમાવ તો તે ખુદા તે જ છે, જે એવો કુદરત ધરાવનાર છે કે જે રણના કણોને પણ બોલવાની તાકાત આપી શકે છે. પોતાના હુસૈન(અ.સ.)ની આ કુરબાની માટે આસમાનના સ્તંભોથી અવાજ નહી આપી હોય? ચોક્કસ! આ જ આસમાનના કાંગરાઓમાંથી અવાજ આવી હશે, “યા અય્યતોહન્ નફ્સુલ્ મુત્મઇન્નતો ઇર્જેઇ એલા રબ્બેકે રાઝેયતમ્ મર્ઝીય્યહ ફદ્ખોલી ફી એબાદી વદ્ખોલી જન્નતી ઉમ્મુલ મસાએબ, સાનીએ ઝહરા, હુસૈન(અ.સ.)ની બહેનની અવાજ આસમાનોમાં ગુંજી ઉઠી હશે, હયરતમાં ડુબેલા મલાએકા અને આસમાનના ફરિશ્તાઓ આ બનાવ જોઇને પોતાના ઉપર રંજ-ગમ અને સોગવારીની હાલત તારી થતી મેહસુસ કરી, તો કહી ઉઠ્યા કે “અય હુસૈને મઝલુમ! અય બકાએ દીને ઇસ્લામના ઝામીન અને અય લાએલાહની બુનિયાદના એક માત્ર વ્યક્તિ તારા ઉપર અમો આસમાનવાળાઓ સલામ કરીએ છીએ અને આપની મુસીબત અમો આસમાનવાળાઓ માટે બહુ જ સખ્ત અને ભારે છે અને અમે સર્વો આપની મુસીબતમાં સોગવાર છીએ લેખક આસમાનો પર ગમની અમુક ઝલક લખવા ઇચ્છતા હતા કે ઇમામે મઝલુમ(અ.સ.)ની શહાદતનો ગમનાક બનાવ સિલસિલાવાર કંઇક આ રીતે દિમાગમાં ઉતરવા લાગ્યો કે જાણે દિલની રગો તુટવા લાગી અને આ રીતે દિલ ભરાઇ આવ્યુ કે અચાનક જ રોનાર આંખોથી આંસુ જારી થઇ ગયા. મેં કલમ મુકી દીધી અને થોડી વાર સુધી રડતો રહ્યો. સામે મારી નવાસી અબીહા ફાતેમા બેઠી હતી અને તે અવ-નવા સવાલો મને વધારે કરતી અને હું તેને જવાબ આપવામાં સુકુન મેહસુસ કરતો. તે દિવસે જ્યારે હું પોતાના મોઢા ઉપર પાણીની ઝલકો મારી પોતાની જગ્યાએ બેઠો, તો તેણે મારી તરફ ધ્યાન આપ્યું અને તેણે મને અમુક સવાલો કર્યા, જેના મેં આદત મુજબ જવાબ આપ્યા અને પછી અમુક સમય બાદ મારૂ દિલ કહેવા લાગ્યું કે તે સવાલોને લખી લઉ કેમ કે આ જ સવાલો મારા આએ વિષયને લખવા માટે નજદીકમાં મુખ્ય વિચાર હતો.

સવાલ: નાના! આપ અચાનક બેઠા-બેઠા રડવા કેમ લાગ્યા?

જવાબ: હું રડ્યો, મેં ગિર્યા કર્યુ કેમ કે મારી મોહબ્બતનો એ તકાઝો છે તે પુરો થઇને રહે છે.

સવાલ: પરંતુ અત્યારે તેનો ક્યો મોકો હતો, કે જેથી તમો લખતા-લખતા વ્યાકુળ થયા અને રડવા લાગ્યા?

જવાબ: મેં ઝિયારતે આશુરાના આ વાક્યો પર જ્યારે મારી ફિક્ર અને જઝબાત અને એહસાસ ઉપર ધ્યાન આપ્યુ કે જ્યાં માઅસુમીન(અ.મુ.સ.)એ આપણને તાલીમ પણ આપી છે અને માઅસુમ ઇમામો(અ.મુ.સ.) તેને પોતાની ઝબાનથી દોહરાવે છે. જાણે કે કલેજામાં એક તીરાડ પડી જાય છે અને જે ફક્ત રડવાથી જ ભરાઇ છે અને તે વાક્યો એ છે કે “અય અબા અબ્દીલ્લાહ! આપ(અ.સ.)ની મુસીબત આસમાનો અને આસમાનવાળાઓના માટે ખુબ જ સખ્ત અને ભારે છે.

સવાલ: આ વાક્યોમાં એવું ક્યુ દર્દ સમાએલુ છે જેણે આપને બેચૈન કરી દીધા?

જવાબ: બેટા, આ સુરજ આસમાનની નીચે ચમકી રહ્યો છે કે પછી આસમાનની ઉપર કે જેના સાત ભાગો છે

સવાલ: નાના! તમો કેવી વાત કરી રહ્યા છો? શું તમો નથી જોઇ રહ્યા કે આ સુરજ આસમાનની નીચેથી પૂર્વથી નીકળે છે અને પશ્ર્ચિમમાં ડુબી જાય છે. અગર આવુ ન હોય તો આખીયે કાએનાતનો નિઝામ અસ્ત વ્યસ્ત થઇ જાય, તમામ દુનિયા બળીને રાખ થઇ જાય, દુનિયા અવકાશમાં ક્યાં ચાલી જાય કંઇ ન કહી શકીએ, તે ના ખેંચી રાખવા અને છોડી દેવાની તાકાત વડે પોતાના કેન્દ્રમાં ઠહેરેલી છે અને તેની વ્યવસ્થાના કારણે દરેક મખ્લુકે ખુદા હયાત છે, ઋતુ બદલાય છે અને જમીનમાં ફેરફાર જોવા મળે છે.

જવાબ: અરે! આપે તો મારા એક નાના એવા સવાલના જવાબમાં ન જાણે મને કેટલી બધી વાતો સમજાવી દીધી. એવું લાગે છે કે જાણે હું તાલીબે ઇલ્મ અને આપ મારા ઉસ્તાદ હો.

વિચાર કરો સુરજ જે આસમાનની નીચે છે. જ્યારે આસમાનવાળાઓ આટલા બધા ગમગીન થાય છે કે ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત તેમના માટે સખ્ત થઇ જાય છે. ખુદાની રહેમત સિવાય અને રહમતુલ લીલ્ આલમીનના નવાસાના કરમ વિના તે કઇ એવી ચીઝ છે જે આ ગમના ભારને અને વજનના કારણે આસમાનની નીચેના સુરજના આ તમામ નિઝામને અસ્ત-વ્યસ્ત થવાથી રોકી રાખ્યો છે.

સવાલ: હું સમજી ગઇ, જો આપણે આપણા આકા ઇમામ હુસૈન(અ.સ.)ના રહેમો કરમ, ભલાઇ અને સખાવતની બેશુમાર બરકતોનો ફક્ત આનાથી જ અંદાજો લગાવી શકીએ છીએ કે આકા હુસૈન(અ.સ.) આપણા ઉપર કેટલો મોટો એહસાન કરી ગયા છે કે આપણી આંખોને પોતાના ગમમાં રડવાની તે દર્દે દિલની દવા દઇ ગયા છે કે જેનાથી આપણા દિલોમાં કુવ્વત પૈદા થાય છે, અમલનો જઝ્બો ઉભરાય છે અને તેમની રાહ ઉપર ચાલવાની તૌફીક મળે છે. એમનો બતાવેલ રસ્તો આપણને ઇન્સાનીય્યતના રસ્તા ઉપર બાકી રાખે છે. નહિતર જેના ગમમાં આસમાનમાં રહેવાવાળાઓના ખભા ઝુકી જાય છે, આપણી શું હૈસિયત છે? માટે ગમે હુસૈન(અ.સ.) દર્દ છે અને તેમના ઉપર રડવું તે તેની દવા છે.

પરંતુ! તમોએ સુરજ અને આસમાનનો ઝિક્ર કર્યો તેના બારામાં કોઇ જવાબ ન આપ્યો.

જવાબ: સુરજ આસમાનની નીચે છે અને આસમાનની અઝમત, બુઝુર્ગી અને વિશાળતા અનંત છે. (જે ઇન્સાનની અક્લની સમજથી દૂર છે) સુરજ એક નાની અને સિમિત વસ્તુ છે એટલે કે સુરજ આસમાનના એક ભાગમાં બંદીવાન છે. તો વિચારો કે આસમાન ઉપર આસમાનવાળાઓ માટે ગમે હુસૈન જે એટલો સખ્ત અને ભારે છે કે તેઓ ચીખી ઉઠે છે. તો આ ગમનો બોજ અને વજન જ્યારે સુરજ ઉપર પડશે તો શું હાલત થશે. સુરજની શું તાકત કે તે આને સહન કરી શકે. આ જ કારણ છે કે આશુરાના દિવસે ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લ પછી સુરજને એવું ગ્રહણ લાગ્યું કે ત્રિજા પહોરનો તડકો રાતમાં બદલાઇ ગયો. પરંતુ ફરી દિવસ નીકળ્યો, ફરી રાત આવી. શામે ગરીબા પસાર થઇ ગઇ. સવાર પડી અને બેકસોનો લુટાયેલ કાફલો કરબલાથી બહાર નિકળવા લાગ્યો. આ ઇમામ હુસૈન(અ.સ.)ના સબ્રનો મોઅજીઝો છે, જે ખુદાની મખ્લુકમાં દર્દ પૈદા કરી શકે છે. પરંતુ તેને તુટવા નથી દેતો, બલ્કે બાકી રહેવાવાળી ઝીંદગી માટે ઝામીન બની જાય છે અને તેને રૌશની અતા કરે છે, નિખારે છે અને જીવવા માટેનો તરીકો બતાવે છે.

સવાલ: સાચી વાત છે. પરંતુ એક વાત સ્પષ્ટ નથી થઇ તે એ છે કે આસમાનવાસીઓ રંજ અને ગમ, ખુશી અને આનંદ, ડર અને ભયથી મુક્ત છે.

જવાબ: આ તમે કોનાથી સાંભળ્યું! તમે સાંભળ્યું નહી કે જ્યારે ફિતરૂસ ફરિશ્તાને બાલ અને પર મળી ગયા તો કેવો ખુશીમાં અને આનંદમાં પોતાની પાંખોને હલાવી રહ્યો હતો. તેનો અંદાજો જમીનવાળાઓ નથી લગાવી શક્તા અને શું તમોએ કુરઆને મજીદની આ આયત નથી પઢી “વ યોસબ્બેહુર્ રઅ્દો બે હમ્દેહી વલ્ મલાએકતો મિન્ ખીફતેહી “અને વિજળીઓ તસ્બીહ અને તહલીલ કરે છે અને મલાએકાઓ તેના(અલ્લાહના) ખૌફથી થરથરે છે અને શું આ વાત ગૌર અને ફિક્ર કરવાને લાયક નથી કે જીબ્રઇલે ચાદરની નીચે નબી(સ.અ.વ.), એહલેબૈત(અ.મુ.સ.)ને જોઇને બહુ જ નવાઇની સાથે અલ્લાહ તઆલાની બારગાહમાં સવાલ કર્યો “બારે ઇલાહા આ મુકદ્દસ હસ્તિઓ કોણ છે? અહીં એક વાત અક્કલને બતાવે છે અને એક વાત સ્પષ્ટ કરે છે કે જ્યારે પંજેતન(અ.મુ.સ.)નું નૂર એક જગ્યા પર જમા થયુ શાયદ જીબ્રઇલ(અ.સ.)ની આંખો ફાટી રહી કેમકે આ મુકદ્દસ હસ્તિઓની ખિલ્કત (પૈદાઇશ) પહેલા થયેલી છે અને જીબ્રઇલનું ઉંચા વુજુદમાં આવવું પછી છે. પછી આસમાનવાળાઓમાં અંબીયા, અવસીયા છે, સાલેહીન છે, સર્વશ્રેષ્ઠ અને નેકુકાર છે, ખાતુને જન્નત અને તેની ખિદમત ગુઝારીમાં નિયુક્ત થયેલ હુરો અને નેક સિરત તે બીબીઓ છે કે જેનો ઝિક્ર કુરઆને મજીદમાં છે જેમકે જનાબે આસીયા, જનાબે મરયમ અને શું તમે કુરઆનમાં નથી પડ્યું કે જનાબે ઇસા આસમાન ઉપર છે.

સવાલ: આટલા લાંબા સમયથી આસમાનના રહેવાસીઓ દુ:ખ અને ગમમાં ઘેરાયેલા છે અને જમીન ઉપર પણ તેની આખી કાએનાત પર ગમની કાળી ચાદર પડી છે, તે ક્યારે દૂર થશે? ક્યારે જમીન ઉપર બહાર આવશે? ક્યારે આસમાનના રહેવાવાળાઓના માટે આ ગમ ખુશીમાં બદલાઇ જશે?? આ રીતના ઘણા સવાલ….

જવાબ: જ્યારે કાએમે આલે મોહમ્મદ(અ.સ.)નો ઝુહુર થશે. તેઓ રબીઉલ અનામ છે. તેઓ ઇમામ હુસૈન(અ.સ.)ના ખુનનો બદલો લેનાર છે.

સવાલ: ઇમામ હુસૈન(અ.સ.)ના ખુનનો બદલો લેનારનો ઝુહુર ક્યારે થશે નાના…

જવાબ: તેઓ જલ્દી આવશે કે મોડા તે તો ખુદા જ જાણે…

અબીહા તરત જ બોલી ઉઠી ‘અજ્જીલ અલા ઝુહૂરેક’

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.