Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૩૦ » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. નો ઝુહૂર

અલ્લાહના વાયદાની પૂર્ણતા

Print Friendly

ખુદાવંદે આલમ રહેમાન અને રહીમ છે. મખ્લુકોના હકમાં ખુદા કરતા વધારે કોઈપણ મહેરબાન નથી. માઁ ની મોહબ્બત પોતાની બધી વિશાળતાઓની સાથે અલ્લાહની રહેમતના દરીયાની સામે એક ટીપું છે. જ્યારે માઁ પોતાના સંતાનોને કોઈ તકલીફમાં જોવાનું પસંદ નથી કરતી ત્યારે ખુદાની વિશાળ રહેમતો પોતાના બંદાઓને જહન્નમના અઝાબમાં સપડાએલા કેવી રીતે જોશે?

શ્રેષ્ઠ સર્જન:

ખુદાવંદે આલમે ઈન્સાનને સર્વ શ્રેષ્ઠ મખ્લુક બનાવી છે. “અમે આદમની ઔલાદને માનનીય બનાવીના તાજ વડે સન્માનનીય નબી આદમ (..)ના તાજથી ઈન્સાનોને બીજા બધા સર્જનો ઉપર પ્રાધન્ય આપ્યું. તેને ખૂબજ મધ્યમ પૈદા કર્યો. તેની જરૂરતની બધી વસ્તુઓને તેનામાં ઠાંસી ઠાંસીને ભરી છે. જો ઈન્સાનને એક તરફ ઇખ્તેયારની ખુટે નહી એવી સંપત્ત્ાિથી માલામાલ કર્યો છે ત્યારે બીજા તરફ ઇખ્તેયારનાયોગ્ય ઉપયોગ માટે બુધ્ધિ જેવી મહાન નેઅમત અર્પણ કરી છે. જો ઈન્સાનમાં પ્રાણીઓની ખ્વાહીશાતની ચિનગારીઓ મુકી તો સંપૂર્ણ હિદાયતની બધી લાગણીઓથી પણ છલકાવી દીધો. જો ઇચ્છાઓને ભડકાવવા માટે શૈતાન અને ચીનગારીને જવાળામુખીમાં ફેરવી નાખવા માટે ઈબ્લીસ અસ્તિત્વમાં આવ્યો, તો ખુદાએ હિદાયત માટે નબીઓ, વલીઓ અને ઈમામોનો સિલસિલો શરૂ કર્યો.

ખુદાવંદે આલમ ઈન્સાન અને તેની આંતરિક પરિસ્થિતિથી સંપૂર્ણ રીતે જાણકાર છે, આથી તેણે ઈન્સાનની હિદાયત માટે એટલો સંપૂર્ણ અને વ્યવસ્થિત બંદોબસ્ત કર્યો કે જેને દુનિયામાં સૌથી પહેલા ઈન્સાન બનાવીને મોકલ્યા, તેને નબી અને પોતાના ખલીફા બનાવીને મોકલ્યા. જેથી ઈન્સાન એવું બહાનુ કરી શકે કેજો અમારી હિદાયતનો બંદોબસ્ત કર્યો હોત તો અમે ગુમરાહ થાત. તેમ છતાં જો કોઈ ગુમરાહી અને વિનાશના માર્ગ ઉપર ચાલવા માંગે તો હુજ્જત તેના ઉપર પૂરી થઈ ગઈ છે, અને તે તેના પગલા અને ઇખ્તેયારથી વિનાશ તરફ જાય.

મુખ્તાર અને આઝાદ: (ઇખ્તેયાર ધરાવનાર અને સ્વતંત્ર)

ખુદાવંદે આલમે ઈન્સાનને સ્વતંત્ર અને આઝાદ પૈદા કર્યો છે. આઝાદી અને ઇખ્તેયાર ફક્ત ત્યારે અર્થસભર કહેવાય છે જ્યારે બે માર્ગ હોય. જો માત્ર એક માર્ગ સામે હોય ત્યારે એમ કહેવું, “આપ જ્યાં ચાહો ત્યાં ચાલ્યા જાવ અયોગ્ય છે. જ્યારે બીજો કોઈ માર્ગ નથી તો જ્યાં ચાહે ત્યાં ચાલ્યા જવાનો શું અર્થ ? કુરઆને કરીમે હકીકતને જુદી જુદી રીતે રજુ કરી છે. કયારેક કહ્યું

હદયના હુન્નજદયને

અમે ઈન્સાનને બન્ને માર્ગ દેખાડી દીધા.

(સુરે બલદ, . ૧૦)

અને કયારેક રીતે કહ્યું

ઇન્ના હદયના હુસ્સબીલ ઇમ્મા શાકેરંવ ઇમ્મા કફૂરા

અમે તેને માર્ગ દેખાડી દીધો છે. તે ચાહે તો શુક્ર કરનારો બની જાય અને ચાહે તો નેઅમતોનો ઈન્કાર કરનાર બનેે.

(સુરે દહર, . )

ઈન્સાનને મુખ્તાર અને આઝાદ ભલે બનાવ્યો પરંતુ તેની આઝાદી અને ઇખ્તેયાર ઉપર પોતાના ન્યાયની શરત પણ મૂકી છે કે તે પોતાના નેક બંદાઓનો ઈન્સાફ કરે અને તેઓના ઉપર ઝુલ્મ કરનારાને શિક્ષા કરે. સિધ્ધાંતના આધારે દુનિયાને કસોટીનું ઘર બનાવ્યું છે અને કયામતને હશ્ર અને નશ્રનું સ્થળ નક્કી કર્યુ છે. તેથી ઈન્સાન આઝાદ તો છે, પરંતુ શર્તી છે. એટલે જીવનના માર્ગમાં કસોટીના માર્ગથી પસાર તો થવું પડશે.

કસોટી: (પરીક્ષા)

આથી નેઅમતો છે, ઇખ્તીયાર છે તો પછી ઇમ્તેહાન પણ છે. તે પછી પોતાના આઅમાલના આધારે ઉચ્ચ દરજ્જો ધરાવે છે અથવા સૌથી પસ્ત.

ખુદાવંદે આલમે શયતાનને ભરપૂર નેઅમતો આપી અને તેની ઇબાદતને લીધે તેને ફરિશ્તાઓમાં જગ્યા આપી. જહન્નમી સર્જનને જન્નતના સર્જનોની સાથે રહેવાની તક આપી. તેનો દરજ્જો ઉંચો થયો. કસોટીનો તબક્કો આવ્યો. ખુદાએ માટીના સર્જનને સજદો કરવાનો હુકમ આપ્યો. તે નૂરનું સર્જન જે પોતાની ઈબાદતના કારણે ખુદાના સંપુર્ણ બંદા હતા. જે ખુદાના દરેક હુકમનો અમલ કરતા હતાં. તેઓની દ્રષ્ટિમાં માટીનું સર્જન હતું, બલ્કે ખુદાનો હુકમ હતો, જે દરેકથી સર્વોચ્ચ છે. તેઓએ ખુદાના હુકમની સામે સજદહ કર્યો અને કસોટીમાં સફળ થઈને અલ્લાહની બારગાહમાં નજીકનું સ્થાન મેળવ્યું. જહન્નમી સર્જને જાહેર ઉપર નઝર કરી. ખુદાના હુકમનો અનાદર કરીને સજદહ કરવાનો ઈન્કાર કરી દીધો. ખુદાએ તેને મલાએકાનાં સમુહમાંથી કાઢી મૂકયો. પોતાની બારગાહમાંથી દૂર કર્યો. અર્શની ઉંચાઈએથી ઝમીનના નિચાણમાં ફેંકી દીધો. તે સમયે તેણે ખુદાની પાક બારગાહમાં જે સાહસ અને તોછડાઈનું પ્રદર્શન કર્યુ તે કુરઆને કરીમે રીતે રજુ કર્યુ છે.

કાલ યા ઈબ્લીસો મા લક અલ્લા તકૂન મઅસ્સાજેદીન

કાલ લમ્અકુન લે અસ્જોદ લે બશરિન ખલકતહૂ મિન સલ્સાલિન મિમ હમઇમ મસ્નૂન

કાલ ફખ્રૂજ મિન્હા ફઇન્નક રજીમુન

ઇન્ન અલય્કલ લઅનત એલા યવ્મિદ્દીન

કાલ રબ્બે ફન્ઝીરની એલા યવ્મે યુબ્અસૂન

કાલ ફઇન્નક મેનલ મુન્ઝરીન

એલા યવ્મિલ વક્તિલ મઅલૂમ

કાલ રબ્બે બેમ અગ્વયતની ઓઝય્યેનન્ન લહુમ ફિલ અર્ઝે વલ ઉગવેયન્નહુમ અજમઈન

ઇલ્લા એબાદક મિન્હોમુલ મુખ્લસીન

કાલ હાઝા સેરાતુન અલય્ય મુસ્તકીમ

ઇન્ન એબાદી લય્સ લક અલયહિમ સુલ્તાનુન ઇલ્લા મનિત્તબઅક મેનલ ગાવીન

અલ્લાહે ફરમાવ્યુ : અય શૈતાન ! તને શું થઇ ગયુ છે કે તુ સિજદો કરનારાઓમાં શામીલ થયો?

ઈબ્લીસે કહ્યું : હું એવા બશરને સિજ્દો નથી કરી શકતો જેને તે ખણ ખણ કરતી કાળી માટીમાંથી પૈદા કર્યો.

અલ્લાહે ફરમાવ્યું : તું સ્થળેથી નિકળી જા, કારણકે બેશક તું (અમારી) બારગાહથી હાંકી કાઢવામા આવેલો છે. અને બેશક કયામતના દિવસ સુધી તારા ઉપર લાનત થતી રહેશે.

ઈબ્લીસે કહ્યું : હે મારા પરવરદિગાર ! ત્યારે તું મને તે દિવસ સુધીની મોહલત આપ કે જે દિવસે સધળા મનુષ્યોને ઉઠાડવામાં આવશે.

અલ્લાહે ફરમાવ્યુ : જે લોકોને મોહલત આપવામાં આવી છે તું પણ તેઓ માંહેનો છે. તે જાણીતા (કયામતના) દિવસના સમય સુધી.

ઈબ્લીસે કહ્યું :હે મારા પરવરદિગાર ! જેવી રીતે તે મને ભૂલ ખવડાવી છે તેમ હું પણ દુનિયામાં (બૂરી વસ્તુઓ) તેમની નઝરમાં જરૂર સુશોભિત બનાવીશ અને અવશ્ય તે સઘળાઓને ભૂલ ખવડાવીશ. પરંતુ તારા મુખ્લીસ બંદાઓ સુધી મારી પહોંચ નહી હશે.

અલ્લાહે ફરમાવ્યુ : મારી તરફ આવવાનો (એક) માર્ગ સીધો છે. બેશક જેઓ મારા બંદા છે તેમના પર તારી કોઇ સત્તા ચાલશે નહી સિવાય કે ભમેલાઓમાંથી જેઓ તારા અનૂયાયી થઈ જાય.

(સુરા હિજ્ર, . ૩૨ થી ૪૨)

આવીજ રીતે સુરે સ્વાદમાં પુરી વાતચીત એક બીજા સ્વરૂપે વર્ણન થયા પછી ફરમાવે છે:

કાલ ફબેઇઝઝતેક લઉગવેયન્નહુમ અજમઇન

ઈબ્લીસે કહ્યું: પરવરદિગાર, તારી ઈઝઝતની કસમ હું સૌને ગુમરાહ કરીશ.

(સુરા સ્વાદ, . ૮૨)

શયતાની નિર્ણય:

આયતોથી વાત સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ જાય છે કે શયતાન સૌને ગુમરાહ કરવા માંગે છે અને સૌને પોતાની સાથે જહન્નમમાં લઈ જવા માંગે છે.

ગુમરાહ કરવા એટલે ખુદાથી દૂર કરવા. ખુદાના દીનથી દૂર કરી દેવા. ખુદાના વલીઓથી દૂર કરી દેવા. ઈમામતથી દૂર કરી દેવા. અલ્લાહની હદોનો વિરોધ કરવો. ઈસ્લામની શરીઅત ઉપર અમલ કરવો. હલાલને હરામ અને હરામને હલાલ કરી દેવા. ટૂંકમાં કે ઈન્સાનને ખુદાની હિદાયતથી દૂર કરી દેવા. દુનિયામાં ખુદાની વ્યવસ્થાને, ઈસ્લામની શરીઅતને અમલી થવા દેવી. દુનિયામાં અલ્લાહની હકુમતને સ્થાપિત થવા દેવી. ખુદાના બંદાઓમાં ન્યાય અને ઈન્સાફને બદલે ઝુલ્મ અને અત્યાચાર ફેલાવવા. અલ્લાહના હુકમોની વિરૂધ્ધ કામ કરવા. તૌહીદના બદલે શીર્ક, ઈસ્લામના બદલે કુફ્ર, ઈમાનને બદલે નિફાકને પ્રચલિત કરવું.

શયતાને ખુદાવંદે આલમની ઈઝઝતની કસમ ખાઈને બધા લોકોને ગુમરાહ કરવાનું બીડું ઝડપ્યું છે. દુનિયાના ચારે ખુણામાં ગુમરાહીને ફેલાવી દઈશ. છે શયતાનનો ઇરાદો.

અલ્લાહની સુન્નત:

ખુદાવંદે આલમે લોકોની હિદાયત માટે જે વ્યવસ્થા કરી છે તે પણ કોઈ મર્યાદિત વ્યવસ્થા નથી. ખુદાવંદે આલમે હઝરત રસુલે ખુદા (...) ના બારામાં રીતે ફરમાવ્યું છે:

કુલ યા અય્યોહન્નાસો ઇન્ની રસૂલુલ્લાહે એલયકુમ જમીઆ

અય પયગમ્બર! આપ લોકોને કહી દો, લોકો! હું તમારા સૌની તરફ અલ્લાહનો રસુલ અને પ્રતિનિધિ છું.

(સુરા અઅરાફ, . ૧૫૮)

વઉહેય એલય્ય હાઝલ કુરઆનો લેઉન્ઝેરકુમ બેહી વમન બલગ

અને મારી તરફ કુરઆનની વહી કરવામાં આવી છે, જેથી તમને અને જેને મારો સંદેશો પહોંચે, સૌને અલ્લાહના અઝાબની ચેતવણી આપું.

(સુરા અન્આમ, . ૧૯)

વમા અરસલ્નાક ઇલ્લા રહમતલ લિલ આલમીન

અય પયગમ્બર! અમે આપને તમામ આલમના માટે રહેમત બનાવીને મોકલ્યા.

(સુરા અમ્બીયા, . ૧૦૭)

હોવલ્લઝી અરસલ રસૂલહુ બિલ હોદા દીનીલ હક્કે લે યુઝહેરહૂ અલદ્દીને કુલ્લેહી વલવ કરેહલ મુશ્રેકૂન

અય અલ્લાહ જેણે પોતાના રસૂલને હિદાયત અને દીને હક્કની સાથે મોકલ્યા કે દીને હક્કને તમામ દીનો પર સ્પષ્ટ વર્ચસ્વ અને સર્વોપરિતા અતા કરે ભલેને મુશ્રીકોને અણગમતુ કેમ લાગે

(સુરે તૌબા, . ૩૩)

વિષય પર બીજી પણ આયતો છે. બન્ને બાબતોને ધ્યાનમાં રાખતા વાત બિલ્કુલ સ્પષ્ટ અને દીવા જેવી છે કે શયતાન તમામ લોકોને ગુમરાહ કરવા માંગે છે અને ખુદા સમગ્ર દુનિયામાં પાક દીન ઈસ્લામની સર્વોપરિતા ચાહે છે. તફાવત છે કે શયતાન પોતાના હેતુને પાર પાડવા માટે દરેક જાએઝ અને નાજાએઝ હથિયારનો ઉપયોગ કરી શકે છે. ખુન, વિનાશ, લૂંટ માર, જુઠ, આરોપ, બોહતાન તે બધું કરી શકે છે. પરંતુ અલ્લાહના પ્રતિનિધિઓ પોતાના ઇલાહી હેતુઓને પરીપૂર્ણ કરવા માટે શરીઅતથી વાળ બરાબર પણ ગુમરાહ નથી થઈ શકતા. તેઓ પોતાના હેતુઓ પાર પાડવા માટે નાજાએઝ રીતોનો ઉપયોગ નથી કરી શકતા. તેઓ તકવા અને પરહેઝગારીના માર્ગથી જરા પણ ચલિત નથી થઈ શકતા.

હકની જીત:

તફાવત ઉપરાંત એક બીજો દેખીતો તફાવત છે. જેના કારણે અલ્લાહના પ્રતિનિધિઓ સૌથી વધુ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મુતમઇન હોય છે. શયતાન અને તેના પ્રતિનિધિઓ તમામ સાધનો હોવા છતા પણ બેચૈન છે. તફાવત કુરઆને કરીમનું એલાન છે:

વલ આકેબતો લિલ્મુત્તકીન

નેક અંજામ તો ફક્ત મુત્તકીઓ માટે છે.

અંતે વિજય તકવા અને પરહેઝગારીનો થશે. જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે ગુમરાહી અને હિદાયતની પ્રાચીન લડાઇનું પરિણામ હિદાયતની સ્પષ્ટ અને ઝળહળતી સફળતા છે.

જો કે દેખીતી રીતે એક લાંબા સમય થી શયતાનનો સીક્કો ચાલી રહ્યો છે તેનું એક કારણ છે.

અલ્લાહના પ્રતિનિધિઓ લોકોને તેઓની સ્વેચ્છાએ દીનની તરફ આમંત્રણ આપે છે. તેઓ ચાહે છે કે લોકો પોતાની પૂરી આઝાદી અને ઇખ્તેયારથી દીને હકનો સ્વિકાર કરે. તેમાં કોઈપણ પ્રકારનું દબાણ કે જબરદસ્તી થાય. પોતાના ઇખ્તેયારથી હિદાયતની તરફ આવવું. પોતાની લાગણીઓને ખુદાની મરજી મુજબ ઉપયોગ કરવો મુશ્કેલ જરૂર છે પરંતુ તેના પરિણામો એટલા ભવ્ય છે કે જો માનવીને તેનો થોડો પણ અંદાઝ થઇ જાય તો તેના માટે મુશ્કેલીઓ નેઅમત સાબિત થશે.

જબરદસ્તી નથી:

ઉપરાંત દુનિયા માધ્યમોનું ઘર છે. દરેક વસ્તુ તેના નિયમ મુજબ કામ કરી રહી છે. બીજ ધીરે ધીરે વૃક્ષનું સ્વરૂપ લે છે. તેમાં સમયની જરૂર છે. દરેક જગ્યાએ મોઅજીઝો નથી થતો અને દરેક કામ પલક ઝપકમાં થઇ નથી થતું. જો ખુદા આવીજ રીતે કામ કરવા ચાહતે તો દુનિયામાં કોઈ એક પણ ગુમરાહ થતે. પરંતુ ખુદાએ નક્કી કરી લીધું કે માનવી પોતાના ઇખત્યારથી હિદાયતની મંઝિલો પુરી કરે અને ગુમરાહ થવાના માર્ગ ઉપર પણ પોતાના ઇખત્યારથી કદમ મુકે.

શયતાને શરૂઆતથી નાફરમાની અને સરકશીનો રસ્તો ઇખ્તેયાર કર્યો. જો તે પોતાના અમલ ઉપર શરમાતે અને પોતાના ગુનાહની માફી માંગતે તો રહેમાન અને રહીમ ખુદા તેને માફ કરી શકતો હતો. પરંતુ તૌબા અને પસ્તાવાનો માર્ગ છોડીને ખુદાના વિરોધ અને બળવાનો માર્ગ પસંદ કર્યો. તેણે શરૂઆતથી ઈલાહી પ્રતિનિધિઓ માટે મુશ્કેલીઓ ઉભી કરી. કાબીલના દિલમાં ઈર્ષાની આગ ભડકાવીને હાબીલને કતલ કરાવ્યા. પછી તો સીલસીલો ચાલુ રહ્યો. ફીરઔન, હામાન, નમરૂદ, કારૂન, અબુ લહબ, અબુ જહલ, અકરમા, અબુ સુફયાન, બની ઉમય્યા, બની અબ્બાસઅને આજના શયતાની હાકીમો બધા માળાના મણકાઓ છે. બધા લોકોનો બસ એક સમાન મુદ્દાનો કાર્યક્રમ છે. તે કાર્યક્રમ છેનુરે ખુદાને બુજાવી દેવુ. જેથી હિદાયતનો સૂર્ય અસ્ત થઈ જાય અને ગુમરાહીનો અંધકાર ચારે તરફ છવાઈ જાય.

લોકો એક પછી એક ખુદાની હુજ્જતને કત્લ કરતા રહ્યા એટલે સુધી કે સિલસિલો બન્ને દુનિયામાં અધિકાર ધરાવવાવાળા બઝમે નબુવ્વત અને રિસાલતના સરદાર, ખુદાના મહબુબ, અલ્લાહ દ્વારા વખણાયેલ હઝરત મોહમ્મદ મુસ્તફા(...)ની પવિત્ર ઝાત ઉપર પોતાની ખૂબીઓ સર કરીને નબુવ્વતના અંતના સ્વરૂપે જાહેર થયો.

શયતાને પહેલાં તો ઘણી કોશીષ કરી કે મક્કામાં હિદાયતનો પ્રકાશ બુઝાય જાય. બધા કબીલાઓએ કત્લનું કાવતરૂ અને કોશીષ કરી, પરંતુ ખુદાનો ઈરાદો દરેકની ઉપર છવાઈને રહ્યો. પયગમ્બર(...) કાફીરો અને મુશરીકોની આંખોમાં ધૂળ નાખીને દુશ્મનોના સકંજામાંથી બહાર આવી ગયા, જેવી રીતે વાદળોમાંથી ચાંદ નીકળી જાય છે. મદીનામાં સરકારે રિસાલતે હજી તો આરામ પણ નહોતો કર્યો કે વિરોધીઓનો એક નવો સિલસિલો લડાઈના સ્વરૂપે શરૂ થયો, જે ઝીંદગીના અંતિમ શ્ર્વાસ સુધી ચાલુ રહ્યો.

કાફીરો, મુશરીકો અને યહુદીઓના વિરોધો અને મુનાફીકોના ઘાવ અને ભૂગર્ભ કાવત્રાઓ દરમ્યાન પયગમ્બરે અકરમ(...) અમલી હિકમતથી ખુદાનો પૈગામ પહોંચાડયો કે ગદીરના મૈદાનમાં હઝરત અલી(..)ની ઈમામત અને વિલાયતનું બીલાફસ્લ એલાન કરીને દીનની પરિપૂર્ણતાની સનદ પ્રાપ્ત કરી. દીનની સંપૂર્ણતાની આયત બાબતની મજબુત સનદ છે કે આં હઝરત(...) પોતાનો પૈગામ (સંદેશો) પરિપૂર્ણ કરી દીધો. પોતાની રિસાલત સંપૂર્ણ કરી દીધી. હઝરત અલી(..)ની વિલાયતનું એલાન દીનની પરિપૂર્ણતા સાથે કયામત સુધી દીનની હિફાઝતની જામીનગીરી પણ હતી.

શયતાન અને બધા વિરોધીઓને, તેમજ ખુદાના દીનના દુશ્મનોને ખુદાનું એલાન નબુવ્વતથી વધુ આકરૂં લાગ્યું. કારણ કે નબુવ્વતના એલાન વખતે તેઓએ ખયાલ કર્યો હતો કે પયગમ્બરના જીવનનો દીપક બુઝાઇ જતા સાથે પૈગામ આપમેળે ખત્મ થઈ જશે પરંતુ હઝરત અલી(..)ની ઈમામતના એલાને તેઓના બધા મનસુબા ઉપર પાણી ફેરવી દીધું અને ખુશીની લાગણીની આશા માટીમાં મળી ગઈ. તેથી લોકો હવે પયગમ્બરે અકરમ(...)ની વફાતની બેચૈનીથી રાહ જોવા લાગ્યા. આપ્નો સ્પષ્ટ હુકમ અને વારંવારની સુચના છતાં ઓસામાના લશ્કરમાં જોડાયા નહિ.

પયગમ્બરે અકરમ(...) તેમના બાદ થનારી યોજનાઓ અને કાવતરાની . અલી(..)ને જાણ કરી હતી અને જણાવી દીધું હતું કે તેમની વફાત પછી ઉમ્મતની તરફથી ઝુલ્મનો એક નવો દૌર શરૂ થશે. તેઓના દિલોમાં છુપાએલી ઈર્ષા અને ક્ધિનાખોરી ફુટી ફુટીને બહાર નીકળશે. પરંતુ પ્રશ્ર ઇખ્તેયારની સાથે હિદાયતના માર્ગ ઉપર આવવાનો છે. જબરદસ્તી કે દબાણનો કોઈ પ્રશ્ર્ન નથી. લોકોએ પયગમ્બરે અકરમ(...)ના સ્પષ્ટ નિવેદનોને છોડી દઈને શયતાને સજાવેલી દુનિયાને પોતાના પાલવમાં સમેટી લીધી. પછી લોકો દુનિયાની મોહબ્બતમાં ખુદાની હુજ્જતને એક પછી એક શહીદ કરતા રહ્યા.

ખુદાના દીનનું રક્ષણ:

ખુદાવંદે આલમે હઝરત રસુલે ખુદા(...)ની નબુવ્વત પછી કયામતની સવાર સુધી ઈન્સાનોની હિદાયત માટે બાર ઈમામ મુકરર કર્યા. જેમાંના પહેલા હઝરત અલી(..) અને છેલ્લા હઝરત મહદી(..) છે. ખુદાના અને દીનના દુશ્મનોએ તેઓમાંના કોઈ એકને પણ આઝાદીથી જીવન પસાર કરવાની તક નથી આપી. ખુદાએ હિદાયત માટે બાર ઈમામો નિમણુંક કર્યા હતા. દુનિયા પરસ્તોએ અને સત્તાના લાલચુઓએ, ખુદાના નૂરના દુશ્મનોએ અગીયાર ઈમામોને શહીદ કરી નાખ્યા. ખુદાએ કયામતનો જે સમય નક્કી કર્યો હતો તે હજી દૂર હતો. તેથી ખુદાએ હિદાયતના અંતિમ સૂર્યને દુશ્મનોની પહોંચથી દૂર કરીને ગયબતના પરદામાં રાખી દીધા. રીતે દીનની હિફાઝત માટેનો એક પાકો ઈલાહી બંદોબસ્ત સ્થાપિત થઈ ગયો.

ખુદાવંદે આલમ જબરદસ્તી અને દબાણથી કામ લેવા નથી ચાહતો. દરેક જગ્યાએ મોઅજીઝા રજુ કરવા તે તેની સુન્નત નથી. તેથી હિદાયતના સૂર્યનું રક્ષણ કરવું જરૂરી હતું. જેથી દુશ્મન પોતાની બધી શકિતઓનો ઉપયોગ કરી લે અને વિશ્ર્વવ્યાપી હુકુમત માટે ધીરે ધીરે વ્યકિતઓ તૈયાર થઈ જાય. જેનો વાયદો ખુદાએ તેના રસુલ સાથે કર્યો છે. બાબત બીજા શબ્દોમાં રીતે કહી શકાય: () ખુદાવંદે આલમે બધા ઈન્સાનોની હિદાયત અને ભલાઈ માટે પાક દીન ઈસ્લામ નાઝીલ કર્યો () ખુદાવંદે આલમે છેલ્લા પયગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા(...)ની નબુવ્વત અને રિસાલતને દુનિયાની વિશ્ર્વવ્યાપી અને હંમેશા રહેવાવાળી નબુવ્વત અને રિસાલત જાહેર કરી છે. () ખુદાવંદે આલમે નબીઓ અને રસુલો અને તેઓની સાથે શરીઅત એટલા માટે મોકલી જેથી દુનિયાના ખૂણે ખૂણામાં ન્યાય અને ઈન્સાફ સ્થાપિત થઈ શકે. કોઈ કોઈના ઉપર ઝુલ્મ કરે, શિર્ક અને કુફ્ર કરીને પોતાના ઉપર ઝુલ્મ કરે, કોઇના હક પચાવી પાડીને બીજા પર ઝુલ્મ કરે. () ખુદાવંદે આલમે પોતાની મસ્લેહતના આધારે (જેને તે પોતે ખુદ વધુ સારી રીતે જાણે છે) સમગ્ર વિશ્ર્વમાં ન્યાય અને ઈન્સાફ સ્થાપિત કરવા અને દરેક પ્રકારના ઝુલ્મ અને અત્યાચારને ખત્મ કરવાની જવાબદારી હઝરત હુજ્જત બિન અલ હસન અલ અસ્કરી(..)ને સોંપી છે. કદાચ આજ કારણે હઝરત વલીએ અસ્ર બાબતે રિવાયતોમાં વાકય વારંવાર અને દરેક જગ્યાએ દેખાય છે.

યમલઉલ અર્ઝ કિસ્તન અદલન બઅદ મા મોલેઅત ઝુલ્મન જવરન

તે દુનિયાને ન્યાય અને ઈન્સાફથી એવી રીતે ભરી દેશે જે રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે.

() ખુદાવંદે આલમ ચાહે છે કે લોકો પોતાના ઈરાદા અને ઇખત્યારથી ઈસ્લામી હકુમત માટે પૂર્વ ભૂમિકા તૈયાર કરે કારણકે જબરદસ્તી અને દબાણ અલ્લાહની સુન્નતની વિરૂધ્ધ છે. () ખુદાવંદે આલમે ૧૪૦૦ વર્ષના ગાળામાં દુનિયાના લોકોની હિદાયત અને ભલાઈને માટે ૧૨ મોહમ્મદ, ૧૨ અલી, ૧૨ હસન અને ૧૨ હુસૈન આપ્યા. જેમાંના દરેક ફઝીલત અને સંપૂર્ણતા, ઈલ્મ અને મઅરેફતમાં એક બીજા સમાન છે. જેઓને બધા સર્જનો ઉપર જાહેર અને સ્પષ્ટ ઉચ્ચતા પ્રાપ્ત હતી. દુનિયાના લોકોએ તેઓમાંના એકની પણ કદર કરી. જો લોકોએ કદર કરી હોત તો જંગે સિફફીન વખતે જ્યારે લડાઈ બિલકુલ અંતિમ તબક્કામાં હતી અને વિજય માત્ર બે ડગલાં દૂર હતો ત્યારે હઝરત અલી(..)ને જનાબ માલિકે અશ્તરને પાછા બોલાવવા પડતે. જો લોકોએ કદર કરી હોત તો હઝરત અલી(..)ને ઘરના એકાંતમાં રહેવું પડતે. જો લોકોએ કદર કરી હોતે તો ઈમામ હસન(..)ને મોઆવીયા સાથે સુલેહ કરવી પડતે. જો લોકોએ કદર કરી હોતે તો યઝીદ જેવી વ્યકિત સત્ત્ાા ઉપર આવતે અને ઈમામ હુસૈન(..) શહીદ થતે. જો લોકોએ કદર કરી હોતે તો હારૂન રશીદ ઈમામ મુસા કાઝીમ(..)ને કૈદ કરી શકતે, જો લોકોએ કદર કરી હોતે તો ઈમામ અલી નકી(..) અને ઈમામ હસન અસ્કરી(..)ને મદીનાના બદલે સામર્રામાં વતનથી દૂર (પરદેશમાં) જીંદગી પસાર કરવી પડતે.

ટૂંકમાં કે જો લોકોએ નજાતની કશ્તીઓને, સાચા હાદીઓને, દીને હકના રક્ષણકારોને સેરાતે મુસ્તકીમના માર્ગદર્શકોને, કુરઆને અઝીમની સમકક્ષ કદર કરી હોતે અને તેઓના ઉચ્ચતર સ્થાનને સ્વીકાર્યુ હોતે જે ખુદાવંદે આલમે તેઓના માટે ખાસ રાખ્યું હતું, તો ઝાલીમો અને અત્યાચારીઓની તેઓને શહીદ કરવાની હિમ્મત થતે. જો કદર કરી હોતે તો બકીઅ અને સામર્રાની મઝારો જમીનદોસ્ત (વિરાન) થાત. () ખુદાવંદે આલમે પોતાના ઈલ્મ અને મસ્લેહતના કારણે રસુલે ખુદા (...)ની પછી લોકોની હિદાયત માટે માત્ર ૧૨ ઈમામોની નિમણુંક કરી હતી. જેમાંના ૧૧ ઈમામોની કદર કરી અને શહીદ કરી દેવામાં આવ્યા. () હજી ખુદાવંદે આલમનો વાયદો પૂરો નથી થયો, જે તેણે પોતાના હબીબને કર્યો હતો કે તેમના દીનને દુનિયાના બધા દીનો ઉપર શ્રેષ્ઠતા આપશે. () હવે પરિસ્થિતિ મુજબ છે:

() અંતિમ ઈમામને બાકીના ૧૧ની જેમ જાહેર કરી દે અને ઝાલીમો અને અત્યાચારીઓ અલ્લાહની છેલ્લી હુજ્જતને પણ કતલ કરી નાખે. () અંતિમ હુજ્જતના રક્ષણ માટે દુનિયાનો નિયમ બદલી નાખવામાં આવે. એટલે ઈમામ જાહેર રહે અને લોકો તલવાર ચલાવે તો અસર થાય, ઝેર આપે તો અસર થાય. સામે હાજર હોય અને લોકો તીર ચલાવે અને અસર થાય. દુનિયાના નિયમનો જબ્ર વડે ફેરફાર કરવો અલ્લાહની સુન્નતની વિરૂધ્ધ છે. () અંતિમ હુજ્જતને દુનિયામાંથી ઉપાડી લેવામાં આવે. સંજોગોમાં દુનિયાનો નિઝામ નાશ પામશે. કારણ કે દુનિયાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે એક હુજ્જતનું હોવું જરૂરી છે. () હુજ્જતને ઝમીન પર બાકી રાખવામાં આવે, કાએનાતના નિઝામને સંબંધીત અલ્લાહની સુન્નત બદલવામાં આવે, આખરી હુજ્જતને દુનિયાની નઝરથી દૂર કરી દેવામાં આવે એવી રીતે દૂર કરવામાં આવે કે સામે રહે, મુલાકાત કરે પણ લોકો ઓળખી શકે અને ક્રમ ત્યાં સુધી ચાલુ રહે જ્યાં સુધી લોકો પોતાના ઇખત્યારથી તેની તાબેદારી માટે સંપૂર્ણ રીતે તૈયાર થાય.

આવી પરિસ્થિતિનેગયબતના નામથી યાદ કરીએ છીએ. જનાબ ખ્વાજા નસીરૂદ્દીન તુસી(..) તેમની કિતાબતજરીદુલ એઅતેકાદમાં હકીકતને ઘણી સુંદર અને સંપૂર્ણ રીતે પ્રમાણે રજુ કરી છે. “તેમનું અસ્તિત્વ અલ્લાહની એક નેઅમત છે. તેમને અધિકાર એક બીજી નેઅમત છે અને તેમની ગયબતનું કારણ આપણે છીએ.

રીતે ઝમાનાની પરિસ્થિતિને દ્રષ્ટી સમક્ષ રાખીએ તો હઝરત વલી અસ્ર(..) માટે ગયબત જરૂરી અને ફરજીયાત હતી. ખુદાવંદે આલમના ઈલ્મમાં બધી બાબતો હતી અને તે જાણે છે કે જો ગયબત એકાએક જાહેર થશે તો લોકો દીને હકથી ફરી જશે. તેની વિશાળ રહેમતે નક્કી કર્યુ કે અંતિમ હુજ્જતની (ઈમામતની) સાથે સાથે તેમની ગયબતની પણ ચર્ચા થતી રહે. તેથી ઈમાન ધરાવતા લોકો મહાન બનાવ માટે માનસિક રીતે તૈયાર રહે. આથી હઝરત રસુલે ખુદા(...)થી લઈને આજ અંતિમ ઈમામ સુધી દરેકે કોઈને કોઈ રીતે હઝરત હુજ્જત(..)ની ગયબત અને ગયબતની પરિસ્થિતિની ચર્ચા કરી છે. તે હદીસોમાં બાબત પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે બે પ્રકારની ગયબત હશે () ટૂંકી ગયબત અને () લાંબી ગયબત. ટૂંકી ગયબતને ગયબતે સુગરા અને લાંબી ગયબતને ગયબતે કુબરાના નામથી યાદ કરવામાં આવે છે.

ગયબતે સુગરાની વિશેષતા છે કે સમય ગાળામાં સામાન્ય લોકો હઝરત હુજ્જત(..) સુધી પહોંચી નહોતા શકતા પરંતુ આપે પોતાના તરફથી નાએબોની નિમણુંક કરી હતી. જે લોકો અને હઝરત હુજ્જત વચ્ચે સંપર્ક હતા. ગયબતે સુગરા ૨૬૦ હિજરી સનથી ૩૨૯ હિજરી સન સુધી એટલે કે ૬૯ વર્ષ સુધી ચાલુ રહી. ૩૨૯ હિજરી સનમાં જ્યારે આપ્ના છેલ્લા નાએબ જનાબ અલી બીન મોહમ્મદ સૈમુરી મૃત્યુ પામ્યા ત્યારે ગયબતે કુબરા શરૂ થઈ જેનો સિલસિલો આજદિન સુધી ચાલુ છે.

અલબત્તા આપણી દોઆઓ અને આપણા નેક આઅમાલ ગયબતે કુબરાના સમય ગાળાને ઓછો કરીને હઝરતના પુર નુર ઝુહુરમાં ઝડપનું કારણ બની શકે છે.

ગયબતે કુબરામાં આપણા ઈમામ આપણી નજરથી છુપાએલા છે પરંતુ આપણને ભૂલતા નથી. તેઓ આપણી નાકદરી પછી પણ આપણું રક્ષણ કરતા રહે છે.

ગયબતે કુબરામાં ઈમામે ઝમાના(..) આપણને આઝાદ છોડી દીધા નથી પરંતુ આપણને આલીમો અને ફકીહોના હવાલે કર્યા છે.

અંતમાં બાબતની ચર્ચા ખુબ જરૂરી છે: એક દિવસ ગયબતનો સિલસિલો પૂરો થશે. હઝરત હુજ્જત(..) જાહેર થશે. નિખાલસ અને પોતાના જીવનની કુરબાની આપ્નાર લોકો તેમની સાથે હશે. આપ સમગ્ર જગતમાં તૌહિદનો પરચમ લહેરાવશે. શિર્કનો નાશ થશે. ઝુલ્મ અને અત્યાચાર નાબુદ થશે. દરેક જગ્યાએ ન્યાય અને ઈન્સાફ ફરી વળશે. કોઈપણ વ્યકિત ઉપર જરાપણ ઝુલ્મ નહીં થાય. દીને હકક તમામ દીનો અને મકતબો ઉપર વર્ચસ્વ ધરાવશે. શૈતાન અને તેના સાથીઓની લાખો વર્ષોની મહેનત ખાકમાં મળી જશે. શૈતાનની બધી યોજનાઓ નિષ્ફળ જશે, હકનો વિજય થશે. ગદીરી ઈસ્લામનો અલમ લહેરાશે અને શૈતાનને મારી નાખવામાં આવશે. ત્યારે લોકોને ખાત્રી થશે કે ખુદાનો વાયદો સાચો છે.

જો કે ગયબતે સુગરાના ઝમાનામાં ઈમામે ઝમાના (..)ના ઘણા વકીલો હતા. પરંતુ ચાર વ્યકિતઓને ખાસ વકીલાત અને નયાબત(પ્રતિનિધિત્વ) પ્રાપ્ત હતુ. હઝરતો ઈમામે ઝમાના(..)ના સૌથી વધુ વિશ્ર્વાસુ, ભરોસાપાત્ર, ખાત્રી ધરાવનારા હતા. ચારે પ્રતિનિધિઓનુવ્વાબે અરબા‘ (ચાર નાએબો)ના નામથી પ્રચલિત છે.

ચોથા નાએબ જનાબ અલી બીન મોહમ્મદ સૈમુરીના મૃત્યુ પછી ગયબતે કુબરાની શરૂઆત થઇ, ગયબતે કુબરામાં ઇમામે ઝમાના ..ના ખાસ કોઇ નાએબ નથી, પરંતુ ઈમામે ઝમાના(..) જવાબદારી મકતબે એહલેબૈત(..)ના ફકીહો અને મુજતહેદોને સોંપી છે. તેથી સમયગાળા દરમ્યાન ફકીહો અને મુજતહેદોને માન આપવું તે આપણા સૌની જવાબદારી છે.

ખુદા આપણને સૌને ઈમામે ઝમાના(..)ની ખુલુસતાથી સૌથી વધુ ખિદમત કરવાની તૌફીક આપે. આમીન.

ખુદાવંદે આલમ મોહમ્મદ અને આલે મોહમ્મદ(.મુ..) ઉપર તેની ભવ્યતાઓ અને વિશાળ રહમતો મુજબ ભરપૂર દુરૂદ અને સલામ ઉતારે અને આપણા સૌની મોહમ્મદ અને આલે મોહમ્મદ(.મુ..)ના ગુલામોના ગુલામોમાં ગણના કરે.

આપણને સૌને ખુશનસીબી આપે કે આપણે ઈમામે ઝમાના(..)ના પુર નુર ઝુહુર માટે પૂર્વ ભૂમિકા બાંધી શકીએ અને તેમના નિખાલસ સાથીદારો અને બલિદાન આપ્નારાઓમાં આપણો સમાવેશ થાય. આમીન યા રબ્બલ આલમીન.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.