Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૩૫ » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » આપણી જવાબદારીઓ » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. વિષે વિવિધ ચર્ચાઓ

ઇમામે ઝમાના(અ.સ.)ની માઅરેફત, મહત્વ, રૂકાવટો અને કારણો

Print Friendly

ઇમામે ઝમાના(અ.સ.)ની માઅરેફત, મહત્વ, રૂકાવટો અને કારણો

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની ખૂબ જ મશ્હુર હદીસ છે જેને શીઆ અને સુન્ની મોહદ્દીસોએ વર્ણવી છે અને તેને સહીહ અને મોઅતબર હોવાની સ્પષ્ટતા કરેલ છે. તે મોઅતબર હદીસ આ છે:

“જે પોતાના ઝમાનાના ઇમામ(અ.સ.)ની માઅરેફત વગર મૃત્યુ પામે તેની મૌત જાહેલીય્યત અને કુફ્રની મૌત હશે”

જાહેલીય્યત અને કુફ્રની મૌતનો અર્થ એ છે કે મૈદાને કયામતમાં તેની નજાતની કોઇ શક્યતા નથી. તે કયામતના મૈદાનમાં દર્દનાક અઝાબમાં ગિરફતાર થશે. નજાતનો સંપૂર્ણ આધાર એ વાત પર છે કે ઇન્સાનનો અંજામ ખૈર પર થાય, સહીહ અકીદાની સાથે દુનિયામાંથી જાય, મૌત ઇસ્લામ અને ઇમાન પર આવે. મુસલમાન અને મોઅમીન મરવા માટે ઝમાનાના ઇમામ(અ.સ.)ની માઅરેફત જ‚રૂરી છે.

માઅરેફતે તૌહીદ:

ઇમામે વક્તની માઅરેત ફક્ત ઇમામતના અકીદા પુરતી જ જ‚રી નથી પરંતુ તૌહીદનો અકીદો (જે તમામ અકાએદ અને આમાલની બુનિયાદ છે)ની સંપૂર્ણતા માટે પણ ઇમામે વક્તની માઅરેફત લાઝિમ અને જરૂ‚રી છે.

હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ ફરમાવ્યું:

“ચોક્કસ તે જ શખ્સ ખુદાની માઅરેફત ધરાવે છે અને તેની ઇબાદત કરે છે જે અમો એહલેબૈત(અ.મુ.સ.)થી પોતાના ઝમાનાના ઇમામની માઅરેફત ધરાવે છે

(કાફી:૧/૧૮૧)

માઅરેફત અને ઇબાદત:

ઇન્સાનની ઝીંદગીનો મકસદ ખુદાની ઇબાદત અને ઇબાદત માટે ખુદાની માઅરેફત જ‚રૂરી છે. માઅરેફતે ખુદાના માટે પોતાના સમયના ઇમામની માઅરેફત જરૂ‚રી છે. આથી ઇમામે વક્તની માઅરેફત ઝીંદગીની ખૂબ જ મહત્વની જરૂ‚રત છે.

દુનિયામાં એક એવો પણ સમૂહ છે જે (વચ્ચે વચ્ચે…..) જીંદગી જીવે છે. એટલે કે ન તો તે ઇમામે વક્તનો મુન્કિર છે અને ન તો ઇમામનો ઇકરાર કરવાથી ખચકાય છે અને આવી રીતે પોતાને સુરક્ષિત સમજે છે. આવા લોકો માટે હઝરત ઇમામ જાફર સાદિક(અ.સ.) ફરમાવે છે:

“જે ન અમારી માઅરેફત ધરાવે છે અને ન તો અમારો ઇન્કાર કરે છે, તે ગુમરાહ છે. ત્યાં સુધી કે તે એ હિદાયતની તરફ પાછો આવે જે ખુદાએ અમારી વાજીબ ઇતાઅત અને પૈરવીના સ્વ‚પમાં ફરજ કરી છે, અગર તે પોતાની ગુમરાહી પર મરી ગયો તો ખુદા જે ચાહશે તે કરશે”

(કાફી: ૧/૧૮૭)

માઅરેફત ન રાખવી કુફ્ર અને જાહેલીય્યત છે. ન ઇન્કાર ન ઇકરાર એ ઝલાલત અને ગુમરાહી છે. બંનેનો અંજામ કયામતમાં તબાહી છે.

માઅરેફતનું મહત્વ:

આંખ બંધ કરીને કોઇની તકલીદ કરી લેવાનુ નામ ઇસ્લામ નથી પરંતુ ઇસ્લામ તમામ લોકોને ગૌરો ફિક્ર, તલાશ અને સંશોધનની દાવત આપે છે. ઇસ્લામ બાપ-દાદાઓની આંધળી તકલીદ, દકયાનુસી રસ્મો રિવાજની પાબંદીનો માનનારો નથી. દીને ઇસ્લામનો દરેક અકીદો અને દરેક હુકમ મજબુત ઇલ્મી બુનિયાદો પર આધારિત છે. ઇસ્લામની નઝદીક મઅરેફતનું નૂર ઇમાનના દિલમાં જળહળતુ રહે છે અને તેની બુનિયાદ પર ઇમાનની ફઝીલત અને દરજ્જાઓ બુલંદ થાય છે. આથી ઇમામ(અ.સ.) ફરમાવે છે:

“તમારામાંથી અમૂકની નમાઝો વધારે છે, અમૂકના હજ વધારે છે, અમૂકે સદકાઓ વધારે આપ્યા છે, અમૂકે રોઝાઓ વધારે રાખ્યા છે પરંતુ સૌથી વધારે ફઝીલતવાળો એ છે જેની માઅરેફત વધારે છે”

(સિફાતુશ્શીઆ, પાના:૯૩, હદીસ નં.૨૮)

દીને ઇસ્લામની ‚રૂહ માઅરેફત છે. માઅરેફત જેટલી મજબુત હશે અને જેટલી સાચી બુનિયાદો પર આધારિત હશે એટલી જ તેના અમલની કૈફીયત બેહતર હશે. અમલમાં ઇખ્લાસ માઅરેફતમાં ખૂબ વધારાનું કારણ બને છે.

દીને મુકદ્દસે ઇસ્લામમાં માઅરેફત એટલી બધી મહત્વની છે કે તેના વગર કોઇ અમલ કબુલ નહી થાય.

હઝરત ઇમામ જઅફર સાદિક(અ.સ.) ફરમાવે છે:

“ખુદાવંદે આલમ માઅરેફત વગર કોઇ અમલ કબુલ નહી કરશે અને માઅરેફત માત્ર અમલ થકી હાસિલ થશે. જે માઅરેફત ધરાવે છે તેની માઅરેફત તેને અમલની તરફ માર્ગદર્શન કરે છે. જે અમલ નથી કરતો તે માઅરેફત નથી ધરાવતો”

(કાફી, ભાગ:૧, પાના:૪૪, હદીસ નં.૨૧)

ખુલાસો એ છે કે અમલ વગરની માઅરેફત મધ વગરનો મધપુડો છે કારણ કે તે અંજામથી અજાણ છે અને જે વિચારીને પગલા નથી ભરતો તેને શું ખબર પડે કે ખૌફ શું છે? હા, એ જ‚રૂર છે કે એક માઅરેફત ધરાવનારના માટે જીંદગીની રાહમાં પગલે પગલે ‚રૂકાવટોના મોટા મોટા પથ્થર પણ આવે છે. તેમાંથી અમૂકનો અમે ઉલ્લેખ કરીએ છીએ.

મઅરેફતના રસ્તાની ‚રૂકાવટો:

આપણે સૌ જાણીએ છીએ કે ખુદા અને રસુલ (સ.)ની મઅરેફત હાસિલ કરીએ, એહલેબૈતે અત્હાર(અ.મુ.સ.)ની માઅરેફત હાસિલ કરીએ, ઇબાદત કરીએ, દરજાત હાસિલ કરીએ. અગર આપણે ખરેખર મઅરેફતના સૌથી ઉંચા દરજ્જા હાસિલ કરવા ચાહીએ છીએ અને મઅરેફત સાથે ઝીંદગી પસાર કરવા ચાહીએ છીએ તો આ અડચણોને સમજવી પડશે જે આપણને મઅરેફતની મહાન નેઅમતથી મહ‚રૂમ કરી દે છે અને પછી આ ‚રૂકાવટોને દુર કરવા માટે ખુદા, રસુલ અને એહલેબૈત(અ.મુ.સ.)ની મદદ માંગતા અસરકારક પગલા લેવા જોઇએ. ખુદાથી દુઆ કરીએ છીએ કે આપણને આ ‚રૂકાવટોને ખુબ સારી રીતે સમજવાની અને તેનાથી સુરક્ષિત રહેવાની ભરપૂર તવફીક અતા ફરમાવે (આમીન)

૧.     નફસાની ખ્વાહીશાત:

મઅરેફતના રસ્તામાં મોટી અડચણ નફસે અમ્મારહ અને તેની ખ્વાહીશો છે. ખ્વાહીશાતની પયરવી સાચા રસ્તાથી ફેરવી દે છે ખુદાવંદે આલમ કુરઆને કરીમમાં ઇરશાદ ફરમાવે છે કે:

“શું તમે એ શખ્સને જોયો છે, જેણે પોતાની ખ્વાહીશોને પોતાનો ખુદા બનાવી લીધો છે, ખુદાએ તેના ઇલ્મ પર તેને ગુમરાહ કરી દીધો છે. તેના કાન અને દિલ પર મહોર લગાવી દીધી છે અને તેની આંખો પર પરદો નાંખી દીધો છે. હવે ખુદા સિવાય કોણ તેને હિદાયત આપી શકે છે? શું તમે તેનાથી સબક હાસિલ નથી કરતા?”

(સુરએ જાસીયાહ:૨૩)

અમી‚રૂલ મોઅમેનીન હઝરત અલી(અ.સ.) ફરમાવે છે:

“ખ્વાહીશાત શયતાનની શિકાર કરવાની જગ્યા છે”

(ગોર‚રૂલ હકમ, હદીસ:૫૮૩)

“અકલની આફત ખ્વાહીશાતની પૈરવી છે.”

(ગોર‚રૂલ હકમ, હદીસ:૩૯૨૫)

“નફસાની ખ્વાહીશાતના પૈરવકારોની સાથે ઉઠવુ બેસવુ ઇમાનને ભુલાવી દે છે અને શયતાનને બોલાવે છે.”

(નહજુલ બલાગાહ, ખુત્બો:૮૬)

“જે દુનિયાની મોહબ્બતમાં ફસાયેલો રહે છે, તે તેની આંખોને આંધળી કરી દે છે. તેના દિલને બિમાર કરી દે છે, પછી તે ખામીવાળી આંખથી જુએ છે અને ન તેનુ સાંભળવુ સહીહ છે. (એટલે કે તેની દ્રષ્ટી સહીહ નથી અને તેનુ સાંભળવુ બરાબર નથી) ખ્વાહીશાતે તેની અક્લને છીન્ન ભીન્ન કરી નાખી છે. દુનિયાએ તેના દિલને મૃત બનાવી દીધુ. નફ્સ તેના પર ગાલિબ આવી ગયો છે. તે હવે નફ્સનો અને જે ચીજો તેની પાસે છે તેનો બંદો અને ગુલામ છે. તે જ્યાંથી તે (નફ્સ) મોઢુ ફેરવી નાંખે છે તે પણ પોતાનું મોઢુ ફેરવી નાંખે છે અને જ્યાં તે (નફ્સ) ‚રૂખ કરે છે ત્યાં તે ધ્યાન આપે છે.”

(નહજુલ બલાગાહ, ખુત્બો:૧૦૯)

“હિકમતની વાતો અને ખ્વાહીશાત એક સાથે જમા થઇ શકતી નથી

(ગોર‚રૂલ હકમ, હદીસ:૨૩૫૬)

“પોતાના દિલને તકવાનો એહસાસ કરાવો નફસાની ખ્વાહીશાતનો વિરોધ કરો તમે શયાતાન પર ગાલિબ આવી જશો.”

(ગોર‚રૂલ હકમ, હદીસ:૧૦૫૭૩)

નફસાની ખ્વાહીશાતની પયરવી કરવી એ મઅરેફતની રાહમાં બહુ જ મોટી ‚રૂકાવટ છે. મઅરેફત હાસિલ કરવાના અમુક રસ્તા છે. ૧. અક્લ ૨. આંખ ૩. કાન

અક્લ વડે હકીકતો સમજમાં આવે છે. આંખથી જોઇને, કિતાબ વાંચીને વાત સમજમાં આવે છે. કાનથી સાંભળીને વાત દિલમાં ઉતરે છે. ખ્વાહીશાત આ તમામ પર પરદો નાખી દે છે અથવા તેને બિમાર અને કમઝોર બનાવી દે છે, જેના લીધે સાચુ સ્વ‚પ દેખાતુ નથી, અગર ચશ્મા સાફ ન હોય તો દ્રશ્ય બરાબર નહી દેખાય. જ્યારે દિલના અરીસા પર ખ્વાહીશાતની ધૂળ લાગી જાય છે ઇન્સાન હકીકતોથી ગાફિલ થઇ જાય છે.

અગર આપણે અત્યારે હઝરત હુજ્જત ઇબ્નીલ હસન અસ્કરી(અ.સ.)ની મઅરેફતથી મહ‚રૂમ છીએ અથવા ખુબ ઓછી મઅરેફત ધરાવીએ છીએ તો તેનું એક કારણ નફ્સાની ખ્વાહીશાતની પયરવી છે. ખ્વાહીશાતે દિલની દુનિયાને એટલી બધી ગંદી કરી દીધી છે કે ઇમામે મઅસૂમ(અ.સ.)ની પાક મઅરેફત તેમાં જગ્યા નથી મેળવી શકતી.

અગર ખુદા દિલની આંખો ખોલી દે અને દુનિયાની હકીકતથી જાણકાર બનાવી દે તો નફ્સાની ખ્વાહીશાતની પયરવીથી નજાત મેળવી શકે છે. તેના માટે ખુદાની બારગાહમાં  સાચા દિલથી અને ખુલૂસ પૂર્વક ઇમાન સાથે નિયમિત દુઆ કરવાની જ‚રૂરત છે. આના બારામાં હઝરત ઇમામ ઝયનુલ આબેદિન(અ.સ.)ની સહીફએ સજ્જાદીય્યાની દુઆ નંબર-૮ બેહતરીન મદદગાર સાબિત થઇ શકે છે.

૨. ગુનાહ

મઅરેફતના રસ્તામાં એક જબરજસ્ત ‚કાવટ ગુનાહ છે.  ખુદાવંદે આલમ કુર્આને મજીદમાં ઇરશાદ ફરમાવે છે:

“તેઓના આમાલે તેઓના દિલો ઉપર કાંટ લગાવી દીધો છે.”

(સુરએ મુતફ્ફેફીન:૧૪)

આ આયતની તફસીરમાં હઝરત રસુલે ખુદા ઇરશાદ ફરમાવે છે:

“ગુનાહ પર ગુનાહ કરવાથી દિલ કાળુ થઇ જાય છે”

(મવસૂઅતુલ અકાએદુલ ઇસ્લામીય્યા, ભાગ-૨, પાના-૧૭૧)

આપ હઝરતે એ પણ ફરમાવ્યુ કે “જ્યારે મોઅમીન કોઇ ગુનાહ કરે છે તો તેના દિલમાં એક કાળો નૂકતો પૈદા થાય છે, અગર તેઓ ગુનાહથી તૌબા કરી લે છે તો તે નૂકતો દૂર થઇ જાય છે અને દિલ સાફ થઇ જાય છે અને અગર ગુનાહમાં વધારો થતો રહે છે તો આ નૂકતો વધતો રહે છે. આ જ એ કાટ છે જેનો ખુદાએ પોતાની કિતાબમાં ઉલ્લેખ કર્યો છે. “તેઓના આમાલે તેઓના દિલોને કાંટ લગાવી દીધો છે”

(કાફી ભાગ-૨, પાના-૨૭૧, હદીસ નંબર-૧૩)

હઝરત ઇમામ મોહંમદ બાકિર (અ.સ.) ફરમાવે છે:

“દિલને સૌથી વધારે ખરાબ કરનારી ચીઝ ગુનાહો છે”

(કાફી ભાગ-૨, પાના-૨૭૫)

હઝરત અલી (અ.સ.) ફરમાવ્યુ:

“ગુનાહોથી વધારે બીજી કોઇ ચીજ નથી જે દિલ માટે દર્દનાક હોય”

(કાફી ભાગ-૨, પાના-૨૭૫)

નબી(સ.અ.વ.)એ ફરમાવ્યુ:

“જ્યારે બંદો કોઇ ગુનાહ કરે છે તો એ વાત ભૂલી જાય છે, જેને તે જાણતો હોય છે”

(મવસૂઅતુલ અકાએદુલ ઇસ્લામીય્યા, ભાગ-૨, પાના-૧૭૨)

ગુનાહો દિલને કાળુ કરી નાંખે છે, ચહેરાને રોનક વિનાનો કરી દે છે, અમલને કમઝોર બનાવી દે છે.

“ચાર ચીજો દિલને મુર્દા બનાવી દે છે, તેમાંથી એક ગુનાહ પર ગુનાહ કરવા તે છે”

(મવસૂઅતુલ અકાએદુલ ઇસ્લામીય્યા, ભાગ-૨, પાના-૧૭૨)

દીને ઇસ્લામમાં ઇલ્મ, સમજ અને ઇમાનનું કેન્દ્ર દિલને ગણવામાં આવ્યુ છે.

“તેઓની પાસે દિલ છે, સમજતા નથી”

(સુરએ અઅરાફ: ૧૭૯)

“ઇમાન તમારા દિલોમાં દાખલ જ નથી થયુ”

(સુરએ હોજોરાત: ૧૪)

“શું તેમના દિલો ઉપર તાળા લાગેલા છે?”

(સુરએ મોહમ્મદ: ૨૪)

જ્યારે કે ગુનાહની સૌથી પહેલા અને સૌથી વધારે અસર દિલ પર થાય છે. જ્યારે સમજણ અને ફહેમનું કેન્દ્ર અસરગ્રસ્ત થાય છે, તો તેની અસર મઅરેફત પર જ‚રૂર થશે, આથી ગુનાહો અને ખાસ કરીને ગુનાહો પર ગુનાહ મઅરેફતના રસ્તામાં મોટી ‚રૂકાવટ છે.

આથી અગર આપણે આપણા ઝમાનાના ઇમામ હઝરત હુજ્જત ઇબ્ને હસન અસ્કરી(અ.સ.)ની મઅરેફત હાસિલ કરવા ચાહીએ છીએ તો જે ગુનાહ થઇ ગયા છે તેના માટે ખુદાની બારગાહમાં ખુલૂસ દિલથી ઇસ્તીગફાર અને તોબા કરવી પડશે. મોહમ્મદ(સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.)નો વાસ્તો આપીને માફી અને બક્ષીશની દુઆ કરવી પડશે અને દિલના અરીસાને ગુનાહોથી સુરક્ષિત રાખવા માટે ચારિત્ર્યને ગંદકીથી મહેફુઝ રાખવા માટે એહતિયાતથી કામ લેવુ પડશે અને ખુદાની બારગાહમાં બેહતરીન તૌફીકાતની માંગણી કરવી પડશે કારણકે મઅરેફતે ઇમામ (અ.સ.) એક અમુલ્ય મુડી છે, તેની રાહમાં ‚રૂકાવટોને દૂર કરવી પડશે અને તમામ પ્રકારની ગંદકીથી તેને પાક રાખવી પડશે, જેથી કયામતના મયદાનમાં ખુદાની બારગાહમાં આ અમુલ્ય મુડીને રજુ કરી શકાય. તેનાથી હાસિલ થયેલ પરિણામો કયામતની સખ્તીઓથી નજાતનો સબબ હશે. એ વાત નક્કી છે કે ઇલાહી તવફીક વગર અને ઇમામ(અ.સ.)ની મદદ વગર ગુનાહોથી દૂર રહેવુ આસાન કામ નથી. અગર ઇલાહી તવફીક અને ઇમામ(અ.સ.)ની મદદ પ્રાપ્ત થાય તો ઇન્સાન કાંટાઓના જંગલથી પણ બચીને પસાર થઇ શકે છે અને આ તવફીક નેક આમાલ, પાક નિય્યત, ખુલૂસ દિલ અને સતત દુઆઓથી હાસિલ થાય છે.

કારણકે દિલ મઅરેફત અને સમજણ શક્તિનું કેન્દ્ર છે, તેને સખ્તાઇથી સુરક્ષિત રાખવુ પડશે, કારણકે પથરાળ જમીન પર દાણાઓ ઉગતા નથી. દાણા માટે નરમ જમીનની જ‚રૂર હોય છે. એ દિલ કે જે ગુનાહો, હુબ્બે દુનિયા, ગુસ્સો, ઇલાહી આયતોને જુઠલાવવી, બીજાઓ ઉપર ઝુલ્મો સિતમ કરવાથી સખ્ત થઇ ગયુ હોય તેમાં મઅરેફતના ફળ ઉગતા નથી. સમજણ અને યકીનના બગીચાઓ નથી લહેરાતા, કઠણ દિલ ખુદાની બારગાહમાં આજીજી કરવાથી, ગુનાહો પર શરમીંદા થઇ આંસુ વહાવવાથી નરમ થાય છે. જેવી રીતે વરસાદ મુર્દા જમીનને જીવંત કરે છે, તેવી જ રીતે પછતાવો, ઇસ્તીગ્ફાર અને તૌબાના આંસુ મુર્દા દિલોને જીવંત કરી દે છે. કાંટ, ગંદકી અને ધૂળને સાફ કરીને એવી રીતે આઇનો બનાવી દે છે કે દિલ ખુદા અને ખુદાવાળાઓની મોહબ્બતથી નુરોનું કેન્દ્ર બની જાય છે.

હાલના સમયમાં રોજગારની ફિકરના લીધે ઇન્સાનને એટલો બધો મશ્ગૂલ અને પ્રવૃત કરી દીધો છે, દિવસે ને દિવસે ઉભી થનારી શંકા અને કુશંકાઓએ ફિક્ર અને નજરને એટલી બધી પ્રભાવિત કરી દીધી છે કે ઇમાન પર સાબિત કદમ રહેવુ સહેલુ નથી. આ પરિસ્થિતિમાં ખુદાની યાદથી ગફલત, રોજીંદા જીવનનો દુર્વ્યય, રિત-રીવાજોને બજાવી લાવવા માટે ખોટા ખર્ચા, થોડાક લોકોની ટીકાથી બચવા માટે ખુદાવંદે આલમના હુકમોની વિ‚ધ્ધતા, લાંબી લાંબી આશાઓ, દુનિયાને હાસિલ કરવી, ડગલે ને પગલે અભિમાન, ખુદ-પસંદી, રિયાકારી, જીંદગીની જ‚રીયાતો પ્રાપ્ત કરવા માટે વધારે અને વધારે હવસ, સંતોષ અને તવક્કલથી અજાણતા વાત વાતમાં નારાજ થવુ, ડગલે ને પગલે ગુસ્સો, જીભ અને અવાજને બગાડવુ, કમઝોરો ઉપર ઝુલ્મો સિતમ, લહવો લહબમાં ખૂબજ દિલચસ્પી, પક્ષપાત અને કીનો, વ્યર્થ ચર્ચા અને વાતચિત, ઉચ્ચતા બતાવવા માટે ઇલ્મને જાહેર કરવુ, ટેકેદારો પર રોબ જમાવવા માટે પોતાની કાબેલીયત જાહેર કરવી, હઠઘર્મી અને જીદ, ખાવા પીવામાં હરામ હલાલની બેદરકારી, પેટ ભરવુ અને પેટ પુજા આ એ  બાબતો છે જે ઇન્સાનને ખુદા અને ખુદાવાળાઓથી ગાફિલ કરી દે છે, દિલને સખ્ત કરી દે છે, મઅરેફતના નૂરને ફિક્કુ કરી દે છે અને ક્યારેક સતત ગફલત અને ગુનાહ બીજા રસ્તા ઉપર લગાવી દે છે.

આવી અન્ય ‚રૂકાવટો છે જે મઅરેફત માટે રસ્તાને બંધ કરી દે છે, એટલા માટે પાકીઝા મઅરેફતના દામનને બચાવવામાં ‚રૂકાવટોથી સાવચેત અને ખબરદાર રહેવુ જોઇએ.

મઅરેફતના સબબો:

‚રૂકાવટોની સાથો સાથ એ અસ્બાબ અને પરીબળોને જાણવા પણ જ‚રૂરી છે જે મઅરેફતમાં વધારાના કારણ બને છે. ‚રૂકાવટોને દૂર કર્યા બાદ જમીન તૈયાર થાય છે, હવે તેમાં મઅરેફતની ખેતી જ‚રૂરી છે. નીચે ટુંકમાં અમુક મહત્વની બાબત તરફ ઇશારો કરીએ છીએ.

ઇનાયાતે ખુદાવંદી:

નબી(સ.અ.વ.)એ ફરમાવ્યુ:

“જ્યારે ખુદાવંદે આલમ કોઇ બંદાને નેકી અને ખૈર અતા કરવા ચાહે છે, તો તે તેને દીનમાં ઉંડી સમજણ અને બસીરત અતા કરે છે, હિદાયતનું ઇલ્હામ કરે છે.”

(મવસૂઅતુલ અકાએદુલ ઇસ્લામીય્યા, ભાગ-૨,પાના-૧૩૬, હદીસ-૧૭૯૫)

ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યુ:

“જ્યારે ખુદાવંદે આલમ કોઇ બંદાને નેકી અને ખૈર અતા કરવા ચાહે છે, તો તેના દિલમાં એક સફેદ નુક્તો પૈદા કરે છે. તેના દિલના કાન ખોલી દે છે, એક ફરિશ્તાને તેની સાથે કરી દે છે, જે તેને સાચો રસ્તો બતાવતો રહે છે.”

(બેહા‚લ અન્વાર, ભાગ-૭૦, પાના-૫૭, હદીસ-૩૦)

ઇખ્લાસ:

નબી(સ.અ.વ.)એ ફરમાવ્યુ:

“જ્યારે કોઇ બંદો ૪૦ દિવસ સુધી ખુલુસથી ખુદાની ઇબાદત કરે છે તો હિકમતની વાતો તેના દિલથી તેની ઝબાન પર જારી થાય છે.”

(ઉદ્દતુદ દાઇ, પાના-૨૧૮)

હઝરત અલી(અ.સ.) ફરમાવે છે:

“જ્યારે ખુલૂસ આવી જાય છે તો બસીરતો નૂરાની થઇ જાય છે.”

(ગોર‚લ હેકમ, હદીસ-૬૨૧૧)

આપણા અમલમાં જેટલો ખુલૂસ હશે તેટલી મઅરેફતમાં વધારો થશે. ખુલૂસની સાથે અમલ કરવો તે આપણું કામ છે, દિલમાં મઅરેફત અને હિકમતના ઝરણાઓ જારી કરવા એ ખુદાની જવાબદારી છે. ખુદા ચોક્કસ તેનો વાયદો પુરો કરે છે, બલ્કે અપેક્ષા કરતા વધારે આપે છે.

મોહબ્બતે એહલેબૈત(અ.મુ.સ.):

દીનનો એ ક્યો તબક્કો છે, જ્યાં એહલેબૈત (અ.મુ.સ.) ની મોહબ્બતની જ‚રૂરીયાત ન હોય અને આ મોહબ્બત મુશ્કીલ કુશા ન હોય.

નબી(સ.અ.વ.)એ ફરમાવે છે:

“જે હિકમત તલબ કરવા ચાહે છે તેના માટે જ‚રૂરી છે કે તે મારી એહલેબૈત (અ.મુ.સ.)થી મોહબ્બત કરે”

(બેહા‚લ અન્વાર, ભાગ-૨૭, પાના-૧૧૬, હદીસ-૯૨)

આ પણ ફરમાવ્યુ કે:

“જાણી લ્યો કે, જે અલી(અ.સ.)થી મોહબ્બત કરશે, ખુદા તેના દિલમાં હિકમતને મજબુતાઇથી સ્થાપી દેશે, તેની ઝબાન પર સહીહ વાતો જારી કરશે.”

(ફઝાએલુશ્શીઆ, ભાગ-૧, પાના-૪૬)

ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:

“જે અમો એહલેબૈત (અ.મુ.સ.)થી મોહબ્બત કરે છે અને અમારી મોહબ્બતને પોતાના દિલમાં મજબૂત કરી દે છે, તેની ઝબાનથી હિકમતના ઝરણા વહેવા લાગે છે.”

(મહાસિન, ભાગ-૧, પાના-૧૩૪, હદીસ-૧૬૭)

એ જાહેર છે કે ખુદાવંદે આલમના તમામ ઉલૂમ અને મઆરિફના ખઝાના એહલેબૈત (અ.મુ.સ.)ની પાસે છે. આ લોકો જ તેના રહસ્યો અને ભેદોના કેન્દ્ર છે, તેઓ જ બાબે મદીનતુલ ઇલ્મ છે. તેઓના જ ઘરમાં કુર્આને કરીમ નાઝિલ થયુ છે. એહલેબૈત (અ.મુ.સ.) નૂરે ખુદા છે, સંપૂર્ણ નૂર છે. તેમને ત્યાં અંધકારનો કોઇ અવકાશ નથી. તેઓ પોતે નૂર છે. તેમનો કલામ નૂર છે. તેમની મોહબ્બત નૂર છે. ઇલ્મ અને મઅરેફત પણ નૂર છે. જ્યારે આ નુરાની મોહબ્બત દિલમાં આવશે તો દિલ મઅરેફત અને હિકમતના નૂરથી જગમગવા લાગશે. દિલમાં નૂર ચમકશે.

અમલ:

મઅરેફતના પરીબળોમાં એક પરીબળ દીની એહકામની પાબંદી અને તેના પર અમલ કરવો છે. અમલથી મઅરેફતના રસ્તાઓ તૈયાર થઇ જાય છે.

નબી(સ.અ.વ.) ફરમાવે છે:

“જે પોતાના ઇલ્મના પ્રમાણે અમલ કરે છે, ખુદા તેને એ ચીજો શિખવાડી દે છે જે તે જાણતો નથી.”

(બેહા‚લ અન્વાર, ભાગ-૪૦, પાના-૧૨૮, હદીસ-૨)

કુર્આને કરીમમાં છે કે:

“વત્તકુલ્લાહ વયોઅલ્લેમોકોમુલ્લાહ”

(સુરએ બકરહ :૨૮૨)

“ખુદાથી ડરો, ખુદા તમને શિખવાડશે”

તકવા ઇસ્લામી તઅલીમાત પર અમલ કરવાથી હાસિલ થાય છે. અમુક બાબતો ઇન્સાન પોતાની મહેનતથી હાસિલ કરે છે અને અમુક બાબતો ખુદાની ઇનાયતથી હાસિલ થાય છે. જાહેર છે કે ખુદાની બારગાહમાંથી જે મળશે તેનાથી બહેતર અને ભરોસાપાત્ર મઅરેફત કોઇ હોઇ શકતી નથી.

નમાઝ:

નબી(સ.અ.વ.) ફરમાવે છે:

“નમાઝ ગુઝારને મલાએકાની મોહબ્બત, હિદાયત, ઇમાન અને નૂરે મઅરેફત અતા કરવામાં આવે છે.”

(બેહારૂ‚લ અન્વાર, ભાગ-૮૨, પાના-૨૩૩, હદીસ-૫૬)

આપ હઝરત(સ.અ.વ.) ફરમાવે છે:

“નમાઝે શબ પઢવાથી ખુદાવંદે આલમની ખુશ્નુદી, મલાએકાની મોહબ્બત, અંબીયા(અ.મુ.સ.)ની મોહબ્બત, મઅરેફતનું નૂર અને ઇમાનનું મૂળ નસીબ થાય છે.

(બેહા‚લ અન્વાર, ભાગ-૮૭, પાના-૧૬૧, હદીસ-૧૫૨)

અગર આપણે આપણા ઇમામે વક્તની મઅરેફત હાસિલ કરવા ચાહીએ છીએ તો પાબંદીથી અને અવ્વલ સમયમાં અને નિયમિત રીતે નમાઝ પઢીએ અને સાથો સાથ નિયમિત રીતે નમાઝે શબ પણ અદા કરીએ.

નમાઝે સુબ્હથી પહેલાનો સમય દુઆની કબુલીયતનો અને ગુનાહની બક્ષીશનો બેહતરીન સમય છે. ખુદાની બેહતરીન નેઅમતો એ સમયે નાઝિલ થાય છે. નમાઝે સુબ્હ પછી દરરોજ પોતાના ઇમામે વક્તની ખિદમતમાં સલામ કરીએ અને ગુનાહોથી સુરક્ષિત રહેવા અને નેક અમલ માટે દરખાસ્ત કરીએ.

હલાલ ખોરાક:

નબી(સ.અ.વ.)એ ફરમાવ્યુ:

“જે ૪૦ દિવસ સુધી હલાલ ખોરાકનો ઉપયોગ કરશે, ખુદા તેના દિલને નૂરાની કરી દેશે અને તેના દિલમાંથી હિકમતના ઝરણાંઓ જારી થશે

(મવસૂઅતુલ અકાએદુલ ઇસ્લામીય્યા, ભાગ-૨, પાના-૧૪૯)

જેવી રીતે હલાલ ખોરાકથી દિલ નૂરાની થઇ જાય છે તેવી રીતે હરામ ખોરાક દિલને મુર્દા કરી દે છે. હલાલ અને હરામ ખોરાકથી મુરાદ ફક્ત ખોરાકને ઝાહેરી રીતે પાક અને નાપાક હોવુ નથી, પરંતુ એ આવકનું હલાલ અથવા હરામ હોવુ છે, જેનાથી ખોરાક હાસિલ કરવામાં આવી રહ્યો છે અથવા ખરીદવામાં આવે છે. ઇસ્લામમાં હલાલ રોઝીનું ખૂબજ મહત્વ છે. હલાલ રોઝી હાસિલ કરનારને રાહે ખુદામાં મુજાહિદનો દરજ્જો દેવામાં આવ્યો છે. નાપાક અને હરામ ખોરાક દિલના દરવાજાઓને બંધ કરી દે છે. ઇમામ હુસૈન (અ.સ.) મૈદાને કરબલામાં ઉમર બિન સઅદની ફૌજને સંબોધીને ફરમાવે છે:

“તમે બધા જ મારી નાફરમાની કરી રહ્યા છો અને મારી વાતોને ધ્યાનથી નથી સાંભળતા, એટલા માટે કે તમારા પેટ હરામ ખોરાકથી ભરેલા છે અને તમારા દિલો ઉપર મહોર લગાવી દેવામાં આવી છે.”

(બેહા‚રૂલ અન્વાર, ભાગ-૪૫, પાના-૮)

દુઆ:

મઅરેફતને હાસિલ કરવા માટે દુઆ ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે. અગર ઇન્સાન ખુદાની બારગાહમાં ખુલૂસે દિલથી માંગે તો શું નથી મળતુ? મોટા મોટા ગુનાહો દુઆથી માફ થઇ જાય છે અને બુલંદતરીન દરજ્જાઓ દુઆથી હાસિલ થાય છે. અઇમ્મએ મઅસૂમીન(અ.મુ.સ.)ની દુઆઓમાં એવી ઘણી બધી દુઆઓ છે, જેમાં નૂર, બસીરત, હિદાયત અને મઅરેફત માંગવામાં આવી છે.

“ઇમામે ઝમાના(અ.સ.)ની ગયબતમાં એક જવાબદારી ઇમામ(અ.સ.)ની ઝિયારત છે. સામાન્ય રીતે દરરોજ નમાઝ પછી મજલીસ પછી ઇમામે ઝમાના(અ.સ.)ની ઝિયારત પઢવામાં આવે છે. પરંતુ એક ઝિયારત એ છે જેની ખુદ ઇમામ (અ.સ.)એ તાકીદ કરી છે અને તે છે ઝિયારતે આલે યાસીન. શૈખ અબ્બાસે કુમ્મી(ર.અ.)એ મફાતીહુલ જીનાનમાં આ ઝિયારતની ઇમામે ઝમાના(અ.સ.)ની પ્રથમ ઝિયારત ગણી છે. આ ઝિયારત બાદ એક દુઆ છે, આ દુઆ આ રીતે શ‚રૂ થાય છે….”ખુદાયા! તારી બારગાહમાં તારા નબીયે રહમત અને નુરના કલેમા હઝરત મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.)ના વાસ્તાથી સવાલ ક‚ છુ કે મારા દિલને યકીનના નુરથી ભરી દે, મારા સીનાને ઇમાનના નુરથી ભરપૂર કરી દે, મારી ફિક્રને નિય્યતના નુરથી, મારી હિમ્મત અને ઇરાદાને ઇલ્મના નુરથી, મારી તાકત અને કુવ્વતને અમલના નૂરથી, મારી જીભને સચ્ચાઇના નૂરથી, મારા દિલને તારી બારગાહમાં બસીરતના નૂરથી, મારી આંખોને દ્રષ્ટીના નૂરથી, મારા કાનને હિકમતના નૂરથી અને મારી મોહબ્બત અને મવદ્દતને આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની વિલાયતના નૂરથી માલામાલ કરી દે.”

આ ઉપરાંત ગયબતના ઝમાનામાં તેને વારંવાર પઢવાની તાકીદ કરવામાં આવી છે.

“ખુદાયા! તુ મને ખુદ તારી મઅરેફત અતા કર, અગર તે મને તારી મઅરેફત અતા ન કરી તો હું તારા રસૂલ(સ.અ.વ.)ની મઅરેફત મેળવી નહી શકુ. ખુદાયા! તુ મને તારા રસૂલ(સ.અ.વ.)ની મઅરેફત અતા કર, અગર તે મને તારા રસૂલ(સ.અ.વ.)ની મઅરેફત અતા ન કરી તો મને તારી હુજ્જતની મઅરેફત હાસિલ નહી થઇ શકે. ખુદાયા! તુ મને તારી હુજ્જતની મઅરેફત અતા કર, અગર તે મને તારી હુજ્જતની મઅરેફત અતા ન કરી તો હું મારા દીનથી ગુમરાહ થઇ જઇશ.”

ખુદાયા! આ આખરી ઝમાનામાં અમને સહુને ઇમામે ઝમાના(અ.સ.)ની વધારેમાં વધારે મઅરેફત અતા કર. મઅરેફતના રસ્તાની ‚રૂકાવટો દૂર કરવા અને મઅરેફતના સબબો હાસિલ કરવાની બેહતરીન તૌફીકાત અને કરામત અતા ફરમાવ. આમીન….

અલ હમ્દો લિલ્લાહે રબ્બીલ આલમીન….

—૦૦૦—

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.