કિતાબુ અલ-ગયબતે – તૂસી (અ.ર.)

Print Friendly, PDF & Email

શયખુત્તાએફહનું સંકલન “કિતાબુ અલ-ગયબતે”

આ લેખમાં અમારો હેતુ આલિમે રબ્બાની શયખુત્તાએફહ અબુ જઅફર મોહમ્મદ બીન હસન તુસી (કુદદેસ સિરરોહુ)ની મશહુર કિતાબ અલગયબતનો પરિચય કરાવવાનો છે.

આપ્ની મહાનતા અને વ્યકિતત્વ માટે થોડા લકબો જોઈએ. ઇમામુલ ફિરકતે બઅદલ અઇમ્મતીલ મઅસુમીન(અ.સ.) (“ઇમામો(અ.સ.) પછી ફીરકાના ઇમામ) એમાદુશશીઅતે ઇમામીયા (શીઆના સ્તંભ) મોહકકેકુલ ઉસુલે વલ ફુરૂએ (ઉસુલ અને ફુરૂએ દીનના સંશોધન કરનાર) આપણા મહાન આલિમોએ આપ્ની પ્રશંસામાં કહ્યું આલેમન, આમેલન, તરીકન, નબીહન, ઝકીયન, નબીલન, ફહીમન, ફકીહન, મોફસ્સેરન….. આપે બધી ઈસ્લામી ઈલ્મોની કિતાબો લખી છે. આપ્ના વિશે કહેવામાં આવે છે: “વ કાનલ કુદરતો ફી કુલ્લે ઝાલેક વલ ઇમામ. ન આપ તે બધા ઈલ્મોમાં ઉદાહરણ અને નમુના રૂપે છે. એટલે આપ્નું લખાણ અને આપ્નો અંદાઝ આપણાં શીઆઓ માટે નમુનારૂપે છે. આપણા આલિમો આ બધા લખાણોથી લાભ લેતા રહ્યા અને લઇ રહ્યા છે.

આપ્ના સંકલનોમાં કિતાબુલ ગય્બહ પણ ઘણી મશહુર છે. ઈમામે ઝમાના(અ.સ.)ની ગયબતના અનુસંધાનમાં શંકાઓ દૂર કરવા માટે આ એક શ્રેષ્ઠ કિતાબ છે. લેખક ખુદ કહે છે કે મેં આ કિતાબમાં ગયબત અંગેના જુદા જુદા સવાલોના જવાબ માટે સહીહ હદીસોને ભેગી કરી છે.

કિતાબુલ ગય્બહમાં એક પ્રસ્તાવના અને આઠ પ્રકરણો આવેલા છે.

ગયબતના પ્રકરણ વિષે:

જનાબ શેખ તુસી(અ.ર.) કહે છે કે આપણી ચર્ચા ઈમામે ઝમાના(અ.સ.)ની ગયબતને સાબિત કરવા માટે બે રીતે થાય છે. પહેલી રીત સાબિત કરવાની એ છે કે દરેક સંજોગોમાં ઈમામનું હોવું જરૂરી છે. તેનું કારણ એ છે કે લોકો માસુમ નથી. તેથી કોઈ પણ ઝમાનામાં એક માર્ગદર્શક અને ઈમામની વગર પોતાની બાબતોને અંજામ આપી શકતા નથી. તેથી હંમેશા માટે મઅસુમ ઇમામ હોવા જોઈએ પછી ચાહે તે ઈમામ જાહેરમાં અને જોઈ શકાતા હોય કે ગાએબ અને અદ્રષ્ય હોય. પરંતુ આપણે જાણીએ છીએ કે અમુક લોકો એવી વ્યકિતને ઈમામ, ખલીફા, ઉલુલ અમ્ર અને પયગમ્બરના વારસદાર માને છે જે કોઈપણ રીતે મઅસુમ ન હતા. બલ્કે તેઓના જાહેરી અમલો અને કાર્યો ખુદ આ વાતના સાક્ષી છે. તેથી તેઓને ઈમામ માનવા યોગ્ય નથી.

તેવીજ રીતે ફીરકા કૈસાનીયા, નાવોસીયા, ફત્હીયા અને વાકેફીયા વિગેરે ફિરકા જેેને ઈમામે ગાએબ માને છે તે પણ બાતીલ છે. તેથી આપણે અકીદો ધરાવીએ છીએ કે ઈમામ હસન અસ્કરી(અ.સ.) ના ફરઝંદ અને તેમની ગયબત અને વિલાયત બધું સાચું છે. આની સાબિતી પછી વધુમાં તેમના જન્મ અને ગયબતના કારણો વિગેરેની ચર્ચા અને વાતચીત.

બીજી રીત એ છે કે જરૂરત નથી કે ઈમામ મહદી(અ.સ.)ની ગયબત ઈમામ(અ.સ.)ની ઈમામતની સાબિતીની જ એક શાખા છે (અર્થાત ઈમામ મહદી(અ.સ.) ની ઈમામત સાબીત થઈ જાય છે તો ગયબત ખુદ બખુદ સાબિત થઈ જાય છે) તેથી જો આપણા વિરોધીઓ આપણા અકીદાને સ્વીકારે અને ઈમામ(અ.સ.)ની ઈમામતને કબુલ કર્યા પછી તેમની ગયબત ઉપર સવાલ કરે તો તેનો જવાબ ખુદ તેઓની પાસે જ પૂછવામાં આવે અને જો તેઓ ઈમામ(અ.સ.)ની ઈમામતને કબુલ ન કરતા હોય તો તેઓનો વિરોધ અથવા સવાલ ઈમામ(અ.સ.)ની ગયબતના બારામાં અસ્થાને છે.

અને જ્યારે ઈમામતની સાબિતી માટે આપણને પૂછશે તો આપણે જવાબ આપશું કે અમે સંતોષકારક દલીલોથી યોગ્ય સ્થાને સાબિત કરી દીધું છે કે દરેક પરિસ્થિતિમાં અને દરેક ઝમાનામાં જે લોકો મઅસુમ નથી તેઓની વચ્ચે જેમની ઉપર શરીઅતની જવાબદારીઓ રહેલી છે તેઓ માટે એક રહેબર – માર્ગદર્શકનું હોવું જરૂરી છે અને એ પણ સાબિત કરી ચૂકયા છીએ કે ઈમામ હોવાની શરતમાં ઇસ્મત એક અનિવાર્ય શરત છે.

આ પ્રસ્તાવના પછી અમે એમ કહીએ છીએ કે ઈમામના અસ્તિત્વના અકીદાના બારામાં મુસલમાનો અમુક સમુહોમાં વહેંચાએલા છે.

એક સમુહનો અકીદો છે કે ઈમામનું અસ્તિત્વ લોકોની વચ્ચે નથી પરંતુ આપણા અકીદા મુજબ જે દલીલો અમે દરેક ઝમાનામાં ઈમામના હોવા ઉપર રજુ કરી છે તેનાથી તેઓના દાવાઓ રદ થઈ જાય છે.

બીજો ફીરકો અમુક એવા લોકોને ઈમામ માને છે જે કોઈપણ રીતે મઅસુમ નથી. આ અકીદો પણ આપણી તે દલીલો હેઠળ કે “ઇસ્મત ઈમામના માટે જરૂરી છે રદ થઈ જાય છે. આ બાબતમાં તો તે લોકોની જાહેરી હાલતથી જોઈને જ ખ્યાલ આવી જાય છે કે તેઓ મઅસુમ ન હતા. તેથી જે વાત આપણે સારી રીતે જાણીએ છીએ તેેને સાબિત કરવા માટે દલીલ કરવી અસ્થાને છે.

ત્રીજો ફીરકો, કૈસાનીયા છે જેઓ મોહમ્મદ બીન હનફીયાની ઈમામતને માનનારા છે. તેવીજ રીતે નાવોસીયા કહે છે કે ઈમામ જઅફર સાદિક(અ.સ.)ની વફાત જ નથી થઈ અને તે આખર ઝમાનાના ઈમામ છે. વાકેફીયા ફીરકા એ ઈમામ મુસા કાઝીમ(અ.સ.)ની પછી કોઈને ઈમામ નથી માન્યા. તેઓને અકીદો છે કે તે જીવતા છે. અમે થોડી દલીલોથી સાબિત કરશું કે આ બધા અકીદા ખોટા છે.

માનવંતા વાચકો! અમે આ લેખમાં કિતાબ ગયબતની ઓળખ રજુ કરી રહ્યા છીએ. જેથી અહલેબૈત (અ.મુ.સ.)ના શીઆઓ આ કિતાબનો અભ્યાસ કરે અને મહત્વના વિષયો-બાબતો ઉપર આપણા બુઝુર્ગ આલીમોના અથાગ પ્રયત્નોનો લાભ ઉઠાવે. અમે દિલચશ્પી માટે કિતાબની શરૂઆતની ચર્ચા એટલા માટે રજુ કરી કે જેથી શોખ ધરાવતા વાંચકો ઈમામતની દલીલોનો અભ્યાસ કરે.

અમે ગયબતની દલીલોમાં બે પ્રકારની રીત પસંદ કરી છે. જો કે આ એ બાબત ઉપર આધારિત છે કે તે ફીરકાઓના અકીદાઓને રદ કરે. અને આ ચર્ચા માટે ત્રણ પાયાની વાતોની જરૂરત છે. (૧) ઈમામના અસ્તિત્વની જરૂર (૨) ઈમામનું મઅસુમ હોવુ અને (૩) હક કયારેય પણ ઈસ્લામની ઉમ્મતમાંથી દૂર નહિ થાય.

હવે અમે આ ત્રણ મૂળભૂત-બુનિયાદી બાબતોને ટૂંકમાં રજુ કરીએ છીએ. તેની વિગતવાર ચર્ચા અમે ઈમામત સાબિત કરતી કિતાબોમાં લખી ચૂકયા છીએ. અહિં અમે માત્ર ઈમામે ઝમાના(અ.સ.)ની ગયબતને લગતી બાબતો રજુ કરશું.

નોંધ:વધુમાં આ કિતાબમાં નીચે દર્શાવેલ બાબતો લખવામાં આવેલ છે.

૧. ઈમામે ઝમાના(અ.સ.)ની વિલાદત ઉપર અકલી અને નકલી (હદીસ અને કુર્આનની આયતો મુજબ) દલીલો પા. ૧૫૩ થી ૧૬૬.

૨. એવા વાકેઆત અને રિવાયત કે જેમાં નકલ થયુ છે કે લોકોએ આપ(અ.સ.)થી મુલાકાત કરી. પા. ૧૬૭ થી ૧૮૯.

૩. ગયબતના ઝમાનામાં ઈમામે ઝમાના(અ.સ.)ની ઈમામત સાચી છે, મોઅજીઝાઓ દ્વારા પા. ૧૮૯ થી ૨૨૨

૪. ઝહુરમાં અડચણોના કારણો પા. ૨૨૨ થી ૨૩૧.

૫. ગયબતના ઝમાનામાં પ્રતિનિધિઓ અને નવ્વાબો પા. ૨૩૧ થી ૨૩૯ તેમાં બે પ્રકારના પ્રતિનિધિઓની ચર્ચા છે “મમદુહ’ અને “મઝમુમ’. મમદુહ તે હસ્તીઓ છે જેને ઈમામ(અ.સ.)ની તરફથી નિમવામાં આવ્યા છે અને મઝમુમ તે લોકો છે જેઓએ આ બાબતમાં ખયાનત કરી અને ખુદને ઈમામના પ્રતિનિધિ અને નાએબ જાહેર કર્યા.

૬. ઈમામે ઝમાના(અ.સ.)ની લાંબી વય પા. ૨૮૩

૭. હઝરત મહદી(અ.સ.)ના ઝહુરની નિશાનીઓ, પા. ૨૮૯.

૮. ઈમામે ઝમાના (અ.સ.)ની સિફતો, સ્થાન, દરજ્જો અને જીવન ચરિત્ર, પા. ૩૧૦ થી ૩૫૪.

કિતાબે ગયબતની એક જલક :

રસુલે ખુદા(સ.અ.વ.)એ તેમની વફાતની રાત્રે હઝરત અલી(અ.સ.)ને ફરમાવ્યું: “અય અબુલ હસન! કાગળ અને કલમ હાજર કરો

પછી આપે પોતાની વસીયત લખાવી એટલે સુધી કે ફરમાવ્યુ:

“યા અલી! મારા પછી ૧૨ ઈમામ થશે… તમે તેઓમાંના પહેલા ઈમામ છો. અલ્લાહે તમારૂં નામ અલીય્યુલ મુરતઝા, અમીરૂલ મોઅમેનીન, સીદ્દીકે અકબર, ફારૂકે અઅઝમ, અલ મામુન અને અલ મહદી રાખ્યું છે તેથી આ નામ બીજા કોઈના માટે સાચા નથી. તમે મારા વસી છો મારી અહલેબૈત પર, મારી સ્ત્રીઓ પર, તમે મારા ખલીફા છો મારી ઉમ્મત પર મારા પછી, ત્યાં સુધી કે તમે મૃત્યુ પામો. પછી તમે તે મારા પુત્ર હસનને સોંપી દેજો, પછી તે હુસૈનને, પછી… પછી… પછી… જ્યારે હસનુલ ફાઝીલના મૃત્યુનો સમય આવે તે તેને તેના પુત્ર મોહમ્મદુલ મુસ્તહફીઝને સોંપી દે.

(કિતાબુલ ગય્બહ – શેખ તુસી, પા. ૧૦૭-૧૦૮)

મોહમ્મદ બીન ઉસ્માન ર.અ. ને જઅફર હમીરીએ પુછયું કે આપે સાહેબુલ અમ્ર(અ.સ.)ને જોયા છે ? ત્યારે આપે કહ્યું: હા, છેલ્લી વખત મેં હઝરતને બયતુલ હરામની પાસે જોયા. ત્યારે કહી રહ્યા હતા…

“અલ્લાહુમ્મ અન્જીઝ લી મા વઅદ્તની

“પરવરદિગાર! જે વાયદો તેં મારી સાથે કર્યો છે તે પુરો કરી દે.

પછી મેં હઝરત સલવાતુલ્લાહે અલયહને મુસ્તજારમાં કાઅબાનો ગીલાફ પકડીને કહેતા જોયા.

“અલ્લાહુમ્મ ઇન્તકીમ લી મિન અઅદાએક

“પરવરદિગાર! તારા દુશ્મનોનો મારા થકી બદલો લે.(પા.૧૬૭)

અમુક લોકોએ હજના પ્રસંગે સાતમી ઝીલ્હજ હી.સ.૨૯૩ના રોજ ઈમામે ઝમાના(અ.સ.) સાથે મુલાકાત કરી અને અમૂક દોઆઓ નકલ કરી. એક દોઆ વિષે કહ્યુ:- હઝરત અલી બીન હુસયન સય્યદુસ્સાજેદીન (અ.સ.) આ જગ્યાએ (હ્જ્રે તહતુલ મીઝાબ) ઉપર તેમના સજદામાં આ દોઆ પડયા કરતા હતા…

“અબીદોક બે ફેનાએક, મિસ્કીનોક બે ફેનાએક, ફકીરોક બે ફેનાએક, સાએલોક બે ફેનાએક, યસ્અલોક મા લા યકદેરો અલય્હે ગયરોકન…

(પા.૧૭૩)

લેખના અંતમાં બારગાહે ખુદાવંદીમાં દોઆ કરીએ કે ખુદાયા અમને તે ખુબસુરત ચહેરા અને તેજસ્વી રૂખ દેખાડી દે અને અમારી આંખોમાં તેમના દીદારનો સુરમો લગાવી દે અને ઈમામ(અ.સ.)ના ઝહુરમાં જલ્દી કર.

૦ ૦ ૦ ૦ ૦

 

 

 

યા સાહેબઝઝમાન

(રિયાઝ હાશિમ રિયાઝ)

અય સય્યદાકે નુરે નઝર આપ પર સલામ

અય મુરતઝાકે લખ્તે જીગર આપ પર સલામ

અય શાહે ઈન્નમાકે પીસર આપ પર સલામ

અય વજ્હે આબરૂએ બશર આપ પર સલામ…

યા સાહેબઝઝમાન

અય દીને કિબ્રીયાકે લીએ મઝદએ બહાર

અય કલ્બે મુસ્તફાકે લીયે દોલતે કરાર

અય ઈન્તેકામે સિબ્તે પયમ્બરકે ઝીમ્મેદાર

અબ તો ગીલાફે સબ્રસે બાહર હો ઝુલ્ફીકાર…

યા સાહેબઝઝમાન

અય ફખ્રે અમ્બીયાકે દુલારે મદદ કરો

અય મુરતઝાકી આંખો કે તારે મદદ કરો

અય ફાતેમાકે દિલકે સહારે મદદ કરો

ખલ્લાકે કાએનાતકે પ્યારે મદદ કરો…

યા સાહેબઝઝમાન

હયદર કા વાસ્તા તુમ્હે અહમદકા વાસ્તા

મૌલા તુમ્હે તુમ્હારે અબો જદ કા વાસ્તા

હમ સુરતે જનાબે મોહમ્મદકા વાસ્તા

બિન્તે રસુલે પાક કે મરકદકા વાસ્તા….

યા સાહેબઝઝમાન

સદકા હસનકા અઝરહે લુત્ફો અતા મિલે

હમકો હિમાયતે શહે કરબોબલા મિલે

હર હર કદમ પે નુસરતે ઝયનુલ અબા મિલે

ઔર સરપે ઝિલ્લે સાદિકે આલે અબા મિલે…

યા સાહેબઝઝમાન

મૌલા તુમ્હે રસુલકી ઈતરતકા વાસ્તા

દેતા હું અહલેબૈતકી ઈઝઝતકા વાસ્તા

મુસા કે સબ્રો ઝબ્તકી તાકતકા વાસ્તા

ઔર હઝરતે રેઝાકી કરામતકા વાસ્તા….

યા સાહેબઝઝમાન

હલ મુશ્કિલે હો બહરે તકી વ નકી મેરી

મહસુર કશ્મકશમેં હય અબ ઝીન્દગી મેરી

સુન લીજીયે બરાએ હસન અસ્કરી મેરી

દમ તોડ દે ન મૌલા કહીં આસ ભી મેરી…

યા સાહેબઝઝમાન

મૌલા તુમ્હે રબાબકી દુખ્તરકા વાસ્તા

બલ્વેમેં જો ખુલા રહા ઉસ સરકા વાસ્તા

દેતા હું તુમકો સીનએ અકબરકા વાસ્તા

શિશમાહે બે ઝબાં અલી અસગરકા વાસ્તા….

યા સાહેબઝઝમાન

અબ્બાસકે કટે હુએ શાનોંકા વાસ્તા

ઝયનબકે દોનોં લાલકી જાનોંકા વાસ્તા

બચ્ચોંકી તુમ્કો ખુશ્ક ઝબાનોંકા વાસ્તા

તુમકો અલી કે સારે જવાનોકા વાસ્તા…

યા સાહેબઝઝમાન

મૌલા તુમ્હેં હસનકી નિશાનીકા વાસ્તા

હમ શકલે મુસ્તફા કી જવાનીકા વાસ્તા

અહલે હરમકી તશ્ના દહાનીકા વાસ્તા

બિન્તે અલીકી મરસીયા ખ્વાનીકા વાસ્તા….

યા સાહેબઝઝમાન

અલ્લાહ અબ તો પરદએ ગયબત ઉઠાહી દો

મહબુબે કિરદેગારકા જલ્વા દિખા હી દો

સર સે ઘટાએ ઝુલ્મ વ સીતમ કી હટા ભી દો

સાહિલ પે અબ રિયાઝકી કશ્તી લગા ભી દો…

યા સાહેબઝઝમાન

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *