અસ્લામો અલય્ક યા અબા અબ્દિલ્લાહ, અસ્સલામો અલય્ક યબ્ન રસૂલિલ્લાહ

Print Friendly, PDF & Email

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

અસ્લામો અલય્ક યા અબા અબ્દિલ્લાહ, અસ્સલામો અલય્ક યબ્ન રસૂલિલ્લાહ, અસ્સલામો અલય્ક યબ્ન અમીરીલ મોઅમેનીન, અસ્સલામો અલય્ક યબ્ન ફાતેમત-ઝ-ઝહરા સય્યદતે નેસાઈલ આલમીન, અસ્સલામો અલય્ક વ અલલ અર્વાહિલ લતી હલ્લત બે ફેનાએક અલય્કુમ મિન્ની જમીઅન સલામુલ્લાહે અબદન મા બકીતો વ બકયેલ લય્લો વન નહાર.

સલામ હજો આપ પર એ અબુ અબ્દિલ્લાહ, સલામ હજો આપ પર હે રસૂલે ખુદાના ફરઝંદ, સલામ થાય આપ પર હે ફાતેમા ઝહરા – દુનિયાની સ્ત્રીઓની સરદારના નૂરે નઝર, આપ ઉપર સલામ થાય અને એ પવિત્ર રૂહો ઉપર કે જે આપની બાજુમાં જ હંમેશા માટે આરામ કરી રહી છે. મારા તરફથી આપ સઉ ઉપર અલ્લાહના સલામ થાય જ્યાં સુધી હું જીવતો રહું અને રાત દિવસ બાકી રહે ત્યાં સુધી.

અસંખ્ય દુરૂદ અને સલામ હજો મહાન પયગમ્બર (સ.અ.વ.) ઉપર અને તેમના વહાલસોયા કુટુંબીજનો ઉપર જેમના ચમકતા ચહેરાઓ હિદાયતના આકાશના પ્રકાશિત સિતારાઓ છે અને લઅનત હજો એમના દુશ્મનો ઉપર જે સત્ય અને હકીકતના દુશ્મન છે.

સય્યદુશ શોહદા હઝરત ઈમામ હુસયન (અ.સ.) નો મોહરમ મહિનો આવી ગયો. એના આવતાની સાથે જે ઈતિહાસની બોધદાયક અને રચનાત્મક પ્રસંગોની કડવી-મીઠી યાદો આવવા લાગી. સદીઓથી લેખકો – વકતાઓ એના જુદા જુદા દ્રષ્ટિકોણથી અભ્યાસ અને સંશોધન કરી રહ્યા છે. છતાં પણ આ અગાધ સમુદ્રમાં હજારો મોતીઓ વેરાયેલાં પડયાં છે. થઈ શકે છે કે કરબલાના શહીદોનો ખૂનનો બદલો લેનાર, સય્યદુશ શોહદા જીગતરબંદ ફરઝંદ, ઈમામતની આખરી યાદગાર, મઝહબી વિરાસતનો સાચો વારિસ પોતાના નૂરાની ચહેરા ઉપરથી પર્દો હટાવે અલ્લાહના એ રહસ્યો ને-ભેદોને ખોલે.

અમે, અહલેબયત (અ.મુ.સ.)ના દોસ્તો અને ચાહકોની સેવામાં આ નાનકડા એવા પુસ્તક સાથે, એ મહાન ગૌરવશાળી કાફલાના સંગાથમાં પ્રયત્નશીલ છીએ કે એ કાફલાના પગની ધૂળ સાથે ચોંટી જઈએ અને દુનિયા તથા આખેરતની સફળતા હઝરતે હુજ્જત (અ.જ.)ના સાયામાં મેળવીએ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *