ઉદાસ આંખો તને જોવા માટે તરસી રહી છે.

Print Friendly, PDF & Email

બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ

સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદરિકના

આ સમયમાં આપણા દરેકની ખૂબજ મહત્વની જવાબદારી એ છે કે હઝરત હુજ્જત (અ.સ.)ની ઈમામત અને વિલાયત ઉપર અકીદો રાખવાની સાથે સાથે તેની ચર્ચાને જીવંત અને તાજી રાખીએ અને આપણા વારસોને તેની અમાનત સોંપીએ. ખુદ તેમના આગમનની સવાર સાંજ પ્રતિક્ષા કરીએ. આપણા વારસોને તેમની પ્રતિક્ષા, તેમના અનુસરણ અને તેમની મદદ માટે દરેક રીતે તૈયાર કરીએ. ખુદા પાસે સતત દોઆ કરીએ કે ઈમામની ગયબતનો વિલંબ અમારા ઝુહુર વિષેનો અકીદો અને યકીન (વિશ્વાસ) કમઝોર ન થઈ જવા પામે પરંતુ જેમ જેમ ગયબત લંબાતી જાય તેમ તેમ ખુદાની બારગાહમાં ઝુહુરની દોઆ એટલી જ વધુ થતી જાય. કારણ કે અલ્લાહની રહેમતથી નિરાશ થવું તે કાફરોની નિશાની છે. મોઅમીનોની રીત નથી.

આખું વરસ આપણા ઈમામને યાદ કરવાનો કાર્યક્રમ ગોઠવવો જોઈએ. ખાસ કરીને તેમના જન્મદીન પ્રસંગે (૧૫ શાઅબાન) કંઈક એવો કાર્યક્રમ બનાવવો જોઈએ કે જેનાથી ઈમામની મઅરેફતમાં વધારો થાય. આપણે ખરા અર્થમાં રૂહાની રીતે ખુદા તેમની નજદીકીનો અનુભવ કરી શકીએ. કંઈક એવી અનુભુતિ થાય કે આપણી સૌથી વધુ વહાલી વ્યકિત આપણી નજરથી ઓજલ છે. જેની ગયબતે આપણા સમગ્ર જીવનને ઉદાસ કરી નાખ્યું છે. અને આ આંખો તેને જોવા માટે તરસી રહી છે.

જ્યારે કોઈની સાથે અખૂટ મોહબ્બત હોય છે ત્યારે તેના ગાયબ હોવાની અસર પણ ઘણી વધુ થાય છે. એક તબક્કો એ આવે છે કે મહેબુબની વગર કયાંય ગમતું નથી. હા, જેના દિલ આ મોહબ્બતથી ખાલી હોય છે તેઓ આ બેચેનીની મજાક ઉડાવે છે.

જનાબ યુસુફ (અ.સ.) પોતાના ભાઈઓના મકર અને બનાવટના કારણે જનાબે યઅકુબ (અ.સ.)ની નજરથી જ્યારે ઓજલ થઈ ગયા ત્યારે જનાબે યઅકુબ (અ.સ.)ને કયાંય ગમતું ન હતું. દરેક વખતે પોતાના ગુમ થઈ ગયેલાની યાદમાં રહેતા હતા. અને તેની યાદમાં એટલા રડતા હતા કે આંખોની જ્યોત ચાલી ગઈ. અને પોતાના પ્યારા ફરઝંદના વિરહમાં કહેતા હતા:

એ મારા અઝીઝ યુસુફ હું તમને સૌથી વધુ ચાહતો હતો. તમેજ મારી નજરથી ગાયબ થઈ ગયા. મારા નુરે નજર, મારી બધી ઉમેદો તમારી સાથે સંકળાયેલી હતી. તમે કયાં ચાલ્યા ગયા, એ મારા દિલના મેવા! હું તમને મારા જમણા ખભા ઉપર સુવરાવતો હતો અને પ્રેમભર્યા હાથ તમારા ઉપર ફેરવતો હતા. તમેજ નજરથી દૂર થઈ ગયા?

એ મારા યુસુફ! એકાંતમાં હું તમારા વગર ઝુરતો હતો. તમે મારા દિલની શાંતિ હતા. એ મારા મહેબુબ, એ અઝીઝ, એ નૂરે નઝર, અફસોસ કે મને ખબર હતે કે તમને આ લોકો કયાં મૂકી આવ્યા છે. તમે કયાં છો?

અફસોસ કે હું તમારી સાથે હતે ને બધી મુસીબતો તમારી બદલે હું સહન કરતે. (આ વાકયોને ધ્યાનમાં રાખીને જરા દોઆએ નુદબાના એ વાકયોને દોહરાવો અને તમારા દિલમાં તમારા ગાયબ ઈમામની કમી નો એહસાસ કરો.)

‘લયત શેઅરી અયનસ તકર્રત બેક્ન્નવા બલ અય્યો અરઝીન તોકીલ્લોક અવ સરા.’

‘અફસોસ કે મને ખબર હતે કે આ દૂરી આપને કયાં લઈ ગઈ. તે કયો ખુશ કિસ્મત જમીનનો ઈલાકો છે જ્યાં આપ રહો છો.’

‘અઝીઝુન અલય્ય અન અરલ ખલ્ક વલા તોરા’

‘આ વાત કેટલી દુશવાર છે કે હું બધાને જોઉં અને આપ જ નજરથી ઓજલ રહો.’

‘અઝીઝુન અલય્ય અન તોહીતો બેક દુનેયલ બલ્વા.’

‘આ વાત કેટલી સખ્ત અને ન સહન કરી શકાય તેવી છે કે મારી બદલે આપ બલાઓમાં રહો.’

એ ફરઝંદે રસુલ! શું મુલાકાતનો કોઈ માર્ગ છે?

નહિં શીકાયત હિજરાં કે ઈસ વસીલે સે

હમ ઉનસે રીશ્તા એ-દિલ ઉસ્તવાર કરતે હય.

જનાબ યાકુબ (અ.સ.) પોતાના યુસુફના ગાયબ થવાથી એટલા બધા પરેશાન અને ગમગીન હતા કે એક વખત મલેકુલ મૌતને પૂછયું: ‘તમે લોકોની રૂહો એકી સાથે કબ્જે કરો છો કે જુદી જુદી?’ મલેકુલ મૌતે જવાબ આપ્યો, ‘જુદી જુદી રૂહ કબ્જે કંરૂ છું.’ ફરમાવ્યું, ‘શું તમે મારા યુસુફની રૂહ તો કબ્જે નથી કરીને?’ કહ્યું, ‘નહિ.’ તે પછી જનાબે યઅકુબે પોતાના ફરઝંદોને ફરમાવ્યું: યા બોનય્યઝહબુ ફતહસ્સસુ મીન યુસોફ વ અખીહે વલા તયઅસુ મીર્રવહીલ્લાહે.’

એ મારા ફરંઝદો! જાવ, યુસુફ અને તેના ભાઈને શોધો અને ખુદાની રહેમતથી નિરાશ ન થાઓ. (સુરએ યુસુફ, આ, ૮૭) (કમાલુદ્દીન, ગૈબતે જનાબે યુસુફ, પા. ૨૪૬)

ખુશા નઝારા રૂખસારે યાર કી સાઅત

ખુશા કરાર દિલે બે-કરાર કા મૌસમ.

જનાબ યઅકુબ (અ.સ.)ને પોતાના યુસુફ આ રીતે વ્હાલા હતા અને આ રીતે તેમને યાદ કરતા હતા. જનાબે યુસુફે મીસરમાં (જનાબ યઅકુબ અને જનાબ યુસુફ અ.સ. વચ્ચે ૧૯ દિવસનું સફરનું અંતર હતું પરંતુ મોહબ્બત અને વિરહની વેદનાઓ આ અંતર આ રીતે ઓછું કરી નાખ્યું હતું) જ્યારે પોતાનું પહેરણ કાઢયું ત્યારે જનાબે યઅકુબે તેની ખુશ્બી સુંઘી અને કહેવા લાગ્યા, હું યુસુફની ખુશ્બુ અનુભવી રહ્યો છું.

નસીમ તેરે શબિસ્તાં સે હોકે આઈ હય

નીખર ગઈ હય ફીઝાં તેરે પયરહન કી સી.

જ્યારે આપણા ઝમાનાના ઈમામ જાહેર થશે ત્યારે સમગ્ર ભેટ રૂપે યુસુફ (અ.સ.)નુ. આ જ પહેરણ હઝરત પોતાની સાથે લાવશે. જ્યારે જનાબ યુસુફ (અ.સ.)ના ભાઈઓએ તેમને ઓળખી લીધા, તે સમયે તેઓને પોતાની ભૂલો સમજાઈ ગઈ અને આ રીતે કહેવા લાગ્યા. ‘શું આપ જ યુસુફ છો?’ ફરમાવ્યું, ‘હા, હું જ યુસુફ છું અને આ મારા ભાઈ છે. બેશક ખુદાએ અમારા ઉપર પોતાની નવાઝીશ અને રહેમ કર્યો. ખરેખર જે (ખુદાથી) ડરે છે અને મુસીબતોમાં ધીરજ ધરે છે તો ખુદા કયારે પણ નેકી કરનારાઓનો બદલો વ્યર્થ નથી કરતો. જનાબે યુસુફના ભાઈ કહેવા લાગ્યા, ‘યકીનથી ખુદાએ આપને અમારા ઉપર ફઝીલત આપી છે. અને બેશક અમે ખતાકર છીએ.’

જનાબ યુસુફ (અ.સ.)એ ફરમાવ્યું, ‘આજથી તમારા ઉપર કોઈ આરોપ નથી. ખુદા તમને માફ કરશે. તેજ સૌથી વધુ મહેરબાન છે.’ (સુ. યુસુફ, આ. ૯0-૯૨)

બિરાદરાને અઝીઝ! આ સમયે યુસુફે હઝરતે ઝહરા (સ.અ.) હઝરત વલી અસ્ર (અ.સ.) આપણી નજરથી ગાએબ છે. અને આપણા કાર્યોએ તેમને આપણાથી દૂર કરી દીધા છે. આવો! આપણા કાર્યો પર નજર કરીએ અને તે કાર્યોથી દૂર રહીએ જે આપણા ઈમામને પસંદ નથી. આપણી પરેશાનીઓને યુસુફના ભાઈઓની જેમ યુસુફે ઝહરા (સ.અ.)ને રજુ કરીએ.

એ અઝીઝે ઝહરા (સ.અ.)! અમને અને અમારા ખાનદાનને પરેશાનીઓએ ઘેરી લીધા છે. અમે થોડી પુંજી લઈને આપની પાસે આવ્યા છીએ. અમને પૂરેપુરૂં અનાજ અપાવી દો અને અમારી ઉપર ખયરાત કરો. ખુદા ખયરાત કરનારાઓને બદલો આપે છે.

આ નાની એવી મૂડી એ જ મોહબ્બતની લાગણી છે જે દિલમાં ભરીને બેઠા છીએ.

એ ઝમાનાના ઈમામ (અ.સ.)! અમે આપના સિલસિલામાં ઘણી કોતાહી કરી છે. અમે ખતાકાર છીએ, ગુનેહગાર છીએ. આપ અમારા પર રહેમ કરો અને અમને માફી આપવાની સબીલ કરો (રસ્તો કાઢો).

તુમ્હારી હર નઝરસે મુનસલીક હૈ રીશ્તએ હસ્તી

મગર યે દુર કી બાતે નાદાન કયા સમજે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *