Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૩૭

સય્યદા જનાબે ઝયનબ(સ.અ.) કરબલાથી શામના માર્ગો પર

Print Friendly

ઇસ્લામી ઇતિહાસ પર ધ્યાનપૂર્વક નજર કરવામાં આવે તો માલુમ થશે કે કરબલાના બનાવ પેહલાનો ઇતિહાસ એ ઇસ્લામ નાઝિલ થવાનો અને ઇસ્લામના સંદેશાઓને પહોંચાડવાનો ઇતિહાસ છે, અને કરબલા તથા કરબલા પછીનો ઇતિહાસ ઇસ્લામની બકાનો ઇતિહાસ છે. ઇસ્લામ આવ્યો જ‚ર પણ ઇસ્લામના દુશ્મનો હંમેશા ઇસ્લામની શ‚આતથી જ તેને મિટાવી દેવા તૈયાર હતા. કરબલાનો બનાવ જ ઇસ્લામી ઇતિહાસનો એક એવો બનાવ છે જેણે ઇસ્લામના દુશ્મનોના ચેહરાઓ પરથી નકાબ હટાવી દીધી અને દુનિયા જ્યાં સુધી બાકી રેહશે ત્યાં સુધી માટે એલાન કરી દીધુ અને કરતા રહેશે કે ઇસ્લામને મિટાવવાવાળા કોણ લોકો હતા અને છે, અને ઇસ્લામને બચાવવાવાળા ક્યા લોકો હતા અને છે. આ લેખમાં અમે એ દુશ્મનો અને વિરોધીઓની વિગત બયાન કરવા નથી ચાહતા. અલબત્ત અમે ઇરાદો કર્યો છે કે આશુરાના બનાવ પછી કરબલાથી શામ સુધી અસીરાને કરબલા અને ખાસ કરીને હઝરત ઝયનબ બિન્તે અમી‚લ મોઅમેનીન (અ.સ.)એ કેવી કેવી મુસીબતો સહન કરી અને કેવી રીતે ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત અને પોતાના બુઝુર્ગવાર હઝરત મોહમ્મદે મુસ્તફા(સ.અ.વ.)ના દીનની હિફાઝતના માટે દુશ્મનોની વચ્ચે હકના સંદેશાનો પ્રચાર કર્યો. અમુક બનાવોનો ઉલ્લેખ કરીએ:

એ પેહલા કે આપણે મૂળ વિષય પર આવીએ ટૂંકાણમાં આ લખવુ જ‚રી સમજીએ છીએ કે કરબલાના અસીરોનો કાફલો કરબલાથી શામ સુધી ક્યાં રસ્તાઓથી પસાર થયો હશે.

કુફા અને શામના સફર માટે ત્રણ રસ્તાઓ છે અને શક્યતા એ છે કે કાફલાના અસીરો આ ત્રણ માંથી એક રસ્તા પરથી પસાર થયા છે. સૌથી ઓછા અંતરવાળો રસ્તો “બાદીયતુશ્શામ નો છે, જે આશરે ૮૦૦ કિલોમીટરનો બનેલો છે. બીજો રસ્તો ફુરાતના કિનારે કિનારે છે અને અમુક જગ્યાએ પાણી પરથી પસાર થવુ પડે છે અને આ લગભગ ૧૨૦૦ કિલોમીટરનો રસ્તો છે અને ત્રીજો રસ્તો સૌથી લાંબો છે જે ૧૬૦૦ કિલોમીટર જે જુદા જુદા શહેરો જેમકે તિકરીત, મુસલ, નસીબૈન અને હલબ વિગેરેથી પસાર થાય છે. આજની તારીખમાં અગર આ રસ્તાઓને જોવામાં આવે તો કેટલાય મુલ્કોમાંથી પસાર થાય છે. એક રસ્તો રાહે સુલ્તાની પણ છે જે લગભગ ૧૫૪૫ કિલોમીટર છે.

અસીરોનો કાફલો ઉપરોક્ત માર્ગો પરથી જ પસાર થયો હતો, એવો ભરોસાપાત્ર અને જુનો ઇતિહાસ આપણી પાસે નથી અને એહલેબૈત(અ.મુ.સ.)ની કોઇ હદીસ આ બારામાં આપણી પાસે નથી. અલબત્ત જે કાંઇ આપણી સુધી પહોંચ્યુ છે એ અમુક આંશિક અને અપુરતી નિશાનીઓ કે જે છૂટી છવાઇ અને વેરવિખેર સ્વ‚પમાં અમુક કિતાબોમાં આવી છે અને આ ઉપરાંત અમુક દાસ્તાનો અને બિનભરોસાપાત્ર બનાવો અમુક અપ્રમાણભૂત કિતાબોમાં આવ્યા છે અને તે જ બાબત બીજી કિતાબોમાં પુનરાવર્તીત થઇ છે.

બહરહાલ જે વાત ધ્યાન દેવા લાયક છે તે એ કે અમુક બનાવો એવા મળી આવે છે જેમાં કરબલાના અસીરોની મુલાકાત વિવિધ શહેરો અને જગ્યાઓ પર જુદા જુદા લોકોની સાથે થઇ છે અને આ બનાવો ભરોસાપાત્ર કિતાબોમાં વર્ણન થયા છે. આથી એ પુરાવાના આધારે “બાદીયતુશ્શામના રસ્તાને બીજા રસ્તાઓ પર અગ્રતા આપી શકાય છે. એનુ એક કારણ એ પણ બતાવવામાં આવે છે કે ઉમવી હુકુમતે આશુરાના પછી તરત જ કુફામાં ઇમામ સજ્જાદ(અ.સ.) અને જનાબે ઝયનબ(સ.અ.)ના બહાદુરી ભરેલા અને દિલેર ખુત્બાઓથી એ અંદાજો લગાવી લીધો હતો કે અગર કૈદીઓ લોકોની વચ્ચે પહોંચી જશે તો ઉમવી હુકુમતની ઝુલ્મો જોરની જાહેરાત થશે. આથી હુકુમતે ચાહ્યુ કે અસીરોની પહોંચ ઓછામાં ઓછા લોકો સુધી થાય અને “બાદીયતુશ્શામ નો રસ્તો ઓછી વસ્તીવાળો છે. ઉપરાંત મોટા શહેરોથી ખાલી છે.

આ ટુંકી પ્રસ્તાવના પછી અમે અમારા મૂળભૂત વિષય પર આવીએ છીએ. કરબલાથી શામના માર્ગોમાં કુફા એ ખાસ હૈસીયત ધરાવના‚ છે.

કુફાની તરફ:

૧૧ મી મોહર્રમ હિ.સ. ૬૧ ઝોહર પછી એહલેબૈતે અત્હાર(અ.મુ.સ.)નો કાફલો કરબલાથી કુફાની તરફ રવાના થયો. હવે ઇમામ ઝૈનુલ આબેદીન(અ.સ.) ઝમાનાના ઇમામ હતા. આ કાફલાની તમામ બાબતોના આપ જવાબદાર હતા અને બધા પર આપની ઇતાઅત વાજીબ હતી. એહલેબૈત (અ.મુ.સ.)ની સૌથી બુઝુર્ગ વ્યક્તિ કાફલામાં જનાબે ઝયનબ (સ.અ.) હતા. જેઓ બિમાર ઇમામ હઝરત સજ્જાદ(અ.સ.) અને પુરા કાફલાની હિફાઝત માટે નિયુક્ત હતા. જાણે કે આપ કાફલા સાલાર હતા.

ઔરતો અને બચ્ચાઓ કે જેમણે આશુરાના દિવસે રંજો ગમ અને તકલીફો વેઠી હતી, પોતાની આંખોથી દિલ હચમચાવી દેનારા બનાવો જોયા હતા, અઝીઝોની લાશોને જોઇ હતી, ઘોડાઓની ટાપોથી લાશાઓને પાયમાલ થતા જોયા હતા. એવી ઔરતો અને બચ્ચાઓની માનસિક પરિસ્થિતિ કેવી રહી હશે તેનો અંદાજો આપણે નથી લગાવી શકતા. આ હાલતમાં તેઓને સંભાળવા સહેલુ કામ ન હતુ પરંતુ ઇતિહાસ ગવાહ છે કે જનાબે ઝયનબ(સ.અ.)એ એ બધાને સંભાળ્યા.

ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના અસ્હાબોના લાશાઓ કફન દફન વગરના જંગલમાં છોડી દેવામાં આવ્યા અને ઉમરે સઅદ(લ.અ.)એ એહલેબૈત(અ.મુ.સ.)ને કરબલાથી કુફા રવાના કરી દીધા. ઔરતો, બચ્ચાઓ, કનીઝો અને ઇમામ સજ્જાદ(અ.સ.) પલાણ (કજાવા) વગરના ઉંટો પર સવાર કરી દેવામાં આવ્યા. કામિલ બહાઇમાં લખ્યુ છે કે ૨૦ ઔરતો હતી અને ઇમામ બાકિર(અ.સ.) ચાર વરસના હતા અને ઇમામ સજ્જાદ(અ.સ.)ની સાથે સાથે હતા. ખુદાએ બંનેને સુરક્ષિત રાખ્યા.

(નફસુલ મહમુમ, ફસ્લ ૫/૨૦૯)

ઇમામ સજ્જાદ(અ.સ.)ની બેતાબી:

શોહદાના સરોને નેઝાઓ પર બુલંદ રાખવામાં આવ્યા હતા. આ કાફલો કુફા પહોંચ્યો. ઇમામ સજ્જાદ(અ.સ.) ફરમાવે છે કે એહલેબૈત(અ.મુ.સ.)ના હરમ અને અન્ય ઔરતોને ઉંટો પર સવાર કરીને કુફા રવાના કરવા લાગ્યા તો મેં શોહદાને ખુનમાં લથપથ જમીન પર જોયા. આ મારા માટે ખુબ જ ભારે હતુ. જે કાંઇ જોઇ રહ્યો હતો તેનાથી અચંબામાં અને હૈરાન હતો અને નજદીક હતુ કે મારી જાન નિકળી જાય. એ સમયે મારી ફુફી હઝરત ઝયનબ(સ.અ.)એ મારા રંજો ગમ અને પરેશાનીના ચિહ્નોને જોયા અને મને કહ્યુ: અય મારા નાના અને મારા બાબા અને મારા ભાઇની નિશાની તમે અત્યારે તમારી જાનને તમારી હથેળીમાં રાખેલા છો. શું તમે તમારી જાન આપી દેશો? મેં કહ્યુ: (અય ફુફી અમ્મા) હું બેતાબ કેમ ન થાઉ? મારી ધીરજ ખૂટી કેમ ન જાય? હું મારા સય્યદો સરદાર અને ભાઇઓ અને ચાચાઓ અને મારાથી સંબંધિત લોકોને ખુનમાં લથપથ ઝમીન પર જોઇ રહ્યો છું. તેમના લિબાસને લૂંટી લેવામાં આવ્યો, ન કોઇ કફન દેવાવાળુ છે, ન કોઇ દફન કરવાવાળુ છે, કોઇ તેમની તરફ આવતુ નથી અને કોઇ તેમની પાસે નથી. જાણે કે આ લોકો આપણને મુસલમાન જાણતા નથી.

રાવીએ બશારત, જનાબે ઝયનબ(સ.અ.):

ઇમામ સજ્જાદ(અ.સ.)ની બેચેની અને વ્યાકુળતા પર, આલેમાએ ગય્રે મોઅલ્લેમા હઝરત ઝયનબ(સ.અ.)એ ફરમાવ્યુ: આ બાબતો તમને બેતાબ ન કરે. રસુલે ખુદા (સ.અ.વ.)નો વાયદો છે તમારા જદ્દ (હઝરત અલી અ.સ.) અને તમારા પિતા (ઇમામ હુસૈન અ.સ.) અને તમારા કાકા (ઇમામ હસન અ.સ.)ની સાથે, અને ખુદાએ આ ઉમ્મતના એક સમૂહની સાથે વાયદો લીધો છે કે ઝમીનના ફિરઓન તેમને નહી ઓળખે પરંતુ આસ્માનોના ફરિશ્તા તેમને ઓળખશે અને તેઓ આ વિખરાયેલા હાડકાઓને ભેગા કરશે અને આ ખુનથી લથપથ શરીરોને દફનાવશે અને આ તુફ (કરબલા)માં તમારા વાલિદ સય્યદુશ્શોહદા (અ.સ.)ની કબ્ર પર નિશાની રાખશે, જેની અસર ક્યારેય જુની નહી થાય અને તેનુ નિશાન રાત અને દિવસના પસાર થવા સાથે ખત્મ નહી થાય. કુફ્રના રેહબરો અને ગુમરાહીઓના પૈરવકારો તેને મીટાવવાની કોશિશો કરશે પરંતુ તે એ હાલતમાં પણ સૌથી વધુ જાહેર હશે અને આ કામ આ જ રીતે આગળ વધતુ રેહશે.

એટલે તેની બુલંદી વધતી જશે.

(નફસુલ મહમુમ, ફસ્લ: ૫, પાના નં. ૨૧૦)

યાદ દેહાની:

આ હદીસ ગૈબની ખબરો અને અઇમ્મા(અ.મુ.સ.)ના મોઅજીઝામાંથી છે. આ હદીસ કિતાબોમાં મૌજુદ છે અને સાડા તેરસો વરસથી વધારે સમય પસાર થઇ ચુક્યો છે અને જનાબે ઝયનબ(સ.અ.)થી વર્ણવાયેલી આ આગાહી છે. આજે ખુબ જ વધારે સ્પષ્ટ અને પ્રકાશિત તથા સાચી દેખાય છે. કરબલા આબાદ છે.

કુફામાં જનાબે ઝયનબ(સ.અ.):

શૈખ મુફીદ અને શૈખ તુસી(ર.અ.)એ ખઝલમ ઇબ્ને સુતૈરથી રિવાયત કરી છે કે તેણે વર્ણન કર્યુ કે હું હિ.સ. ૬૧ મોહર્રમમાં કુફામાં દાખલ થયો અને તે સમયે હઝરત અલી ઇબ્નુલ હુસૈન(અ.સ.)ને અને એહલેબૈત(અ.મુ.સ.)ની ઔરતો અને બચ્ચાઓને કુફામાં લાવવામાં આવ્યા અને ઇબ્ને ઝિયાદ(લ.અ.)ના લશ્કરે તેમને ઘેરેલ હતા અને કુફાના લોકો પોતાના ઘરોમાંથી નીકળીને તમાશો જોઇ રહ્યા હતા. જ્યારે એહલેબૈતને બેકજાવા ઉંટો પર કુફામાં દાખલ કરવામાં આવ્યા તો કુફાની ઔરતો પર ગમગીની છવાઇ ગઇ અને તેઓ ગીર્યા અને ફરિયાદ કરવા લાગ્યા. એ સમયે મેં અલી ઇબ્નુલ હુસૈન(અ.સ.)ને જોયા કે આપ(અ.સ.) સખ્ત બિમારી અને કમજોરીની હાલતમાં તોક અને ઝંજીરમાં જકડાયેલા છે, આપ(અ.સ.)ના હાથો ગરદન સાથે બંધાયેલા છે. એ સમયે આપ(અ.સ.)એ ધીમેથી પુછ્યુ કે શું આ ઔરતો અમારી ઉપર ગીર્યા કરી રહી છે, અમને કોણે કત્લ કર્યા છે?

એ સમયે હઝરત ઝયનબ(સ.અ.)એ ખુત્બાની શ‚આત કરી અને ખુદાની કસમ મેં આવા હયા અને ઇફ્ફતવાળા, ફસીહ અને બલીગ જનાબે ઝયનબ બિન્તે અલી(અ.સ.)થી વધારે કોઇ ઔરતને જોઇ નથી કે પોતાના પિતાની ઝબાનથી ગુફતગુ કરી રહ્યા છે અને અમી‚લ મોઅમેનીન(અ.સ.)ના જુમ્લાઓ તેમની ઝબાનથી નિકળી રહ્યા છે. આ શોર બકોરવાળા લોકોના સમૂહમાં જ્યાં દરેક બાજુ અવાજ આવતી હતી. લોકોની તરફ ઇશારો કર્યો કે ખામોશ થઇ જાવ. જેવો ઇશારો થયો કે તમામ લોકો ખામોશ થઇ ગયા. ઉંટોની ઘંટીઓની અવાજ પણ રોકાઇ ગઇ અને લોકો પોત પોતાની જગ્યાએ સ્થિર થઇ ગયા. પછી આપ(સ.અ.)એ ખુત્બો શ‚ કર્યો અને ખુદાની હમ્દો સના અને સાહેબે લવલાક હઝરતે મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.) પર દુ‚દો સલામના પછી શ‚ કર્યુ:

યા અહ્લલ્ કુફતે યા અહ્લલ્ ખત્લે વલ્ ગદ્રે વલ્ ખઝ્લે અલા ફલા રકઅતીલ્ અબ્રત….

(મુન્તહુલ આમાલ, શૈખ અબ્બાસ કુમ્મી(ર.અ.), ભાગ: ૧, પાના નં. ૪૧૦ – એહતેજાજે તબરસી, ભાગ: ૨, પાના નં. ૧૧૦ – જિલાઉલ ઓયુન, બાબ: ૫, પાના નં. ૪૧૦)

અય કુફાવાસીઓ! અય દગો દેવાવાળા લોકો, અય મક્કાર અને ખયાનતકાર લોકો! શું તમે અમારા માટે રોવો છો અને રોવુ અને ફરિયાદ કરવી અમારા માટે છે? ખુદા કરે તમારી આંખોમાંથી આંસુઓનુ પુર રોકાય નહી. તમારા સીનાઓમાંથી રોવાનો, ચીખો પુકાર કરવાનો સિલસિલો ક્યારેય ખત્મ ન થાય. તમે એ ઔરતની જેવા છો જે પોતાના સુતરને મજબુતીથી કાંતવા પછી તેના દોરાઓને ખોલી નાખે. તમે ઇમાનની રસ્સીના ભાગલા પાડી અને તેને ખોલી નાખી અને કુફ્રની તરફ પલટી ગયા. તમારામાં કોઇ સારી આદત અને ખાસિયત નથી. અલબત્ત તમે બડાઇ દર્શાવવા, ખુદ પસંદી કરવા અને કનીઝોની જેમ ખુશામતખોર, અને દુશ્મનોની જેમ આંખથી ઇશારા કરવા અને ચુગલખોરી કરવાવાળા છો. તમા‚ ઉદાહરણ એ ઘાસ જેવુ છે જે કચરાની જગ્યાએ ઉગેલુ હોય અથવા એ સફેદી જે કબ્રની ઉપર લગાવવામાં આવી હોય. બસ તમે તમારી આખેરત માટે બુ‚ ભાથુ મોકલ્યુ છે અને પોતાને હંમેશા માટે જહન્નમી બનાવી લીધા છે. શું તમે અમારી ઉપર ગીર્યા કરો છો? જ્યારે તમે જ અમને કત્લ કર્યા? ખુદાની કસમ તમારે ખુબ જ રોવુ જોઇએ અને ઓછુ હસવુ જોઇએ કારણ કે તમે હંમેશની ઝિલ્લત અને અપમાન, ઐબ અને કલંકને પોતાના માટે ખરીદી લીધુ છે. આ ઝિલ્લત અને ‚સ્વાઇનો ડાઘ કોઇ પણ પાણીથી જશે નહી. ખાતેમુન નબીય્યીન (સ.અ.વ.)ના જીગરના ટુકડા અને જન્નતના જવાનોના સરદાર(અ.સ.)ના કત્લનો બદલો કોઇ ચીજથી નથી થઇ શકતો. તમે એમને કત્લ કર્યા છે જે તમારા નેક લોકોની પનાહગાહ હતા. દરેક નાઝિલ થવાવાળી મુસીબત અને બલાઓમાં તેમના થકી છુટકારો મેળવતા હતા. પોતાના દીન અને શરીઅતને એમની પાસે શીખતા હતા. તમારા ઉપર લાનત થાય કે તમે ખરાબ ગુનો કર્યો. પોતાને અલ્લાહની રેહમતથી નાઉમ્મીદ કરી દીધા. દુનિયા અને આખેરતમાં નુકસાનનો સોદો કરી લીધો. ખુદાના અઝાબના હકદાર થઇ ગયા. ઝિલ્લત અને ‚સ્વાઇને પોતાના માટે ખરીદી લીધી. તમારા હાથ કપાઇ જાય.

વાય થાય તમારા ઉપર અય કુફા વાસીઓ! કેવી રીતે તમે રસુલ(સ.અ.વ.)ના જીગરના ટુકડાના કટકે કટકા કરી દીધા અને કેવી રીતે તમે પર્દાવાળી પવિત્ર ઔરતોને બેપર્દા કરી દીધી છે અને કેવી રીતે તમે તેમના પસંદીદા ફરઝંદોના ખુનને વહાવ્યુ અને કેવી રીતે તમે તેની હુરમતને બરબાદ કરી. તમે એવુ ખરાબ અને બદનામીનુ કામ કર્યુ છે કે ઝમીન અને આસ્માનને ઉપર-નીચે કરી દીધા, શું આશ્ર્ચર્ય કરો છો કે તમારા આ કામથી આસ્માને ખુન વર્સાવ્યુ છે. યાદ રાખો આખેરતમાં જે કાંઇ તેની અસર જાહેર થશે તે તમારા આ આમાલની અસરો કરતા ઘણી બધી મહાન હશે. તો પછી તમે આ મોહલત ઉપર જે તમને મળી છે ખુશ અને અભિમાની ન બનો કારણ કે ખુદા બદલો લેવામાં જલ્દી નથી કરતો અને તેને એ ખૌફ નથી કે બદલાનો સમય હાથમાંથી ચાલ્યો જશે અને ખુદા ગુનેહગારોની ઘાતમાં છે

રાવી કહે છે કે ફાતેમા(સ.અ.)નો જીગરનો ટુકડો ખામોશ થઇ ગયા અને મેં જોયુ કે કુફાના લોકો આ વાતો સાંભળીને હૈરતમાં મુકાઇ ગયા અને પોતાના હાથોને પોતાના દાંતોથી કરડી રહ્યા હતા મેં એક બુઢ્ઢા શખ્સને જોયો કે તેના આંસુઓએ તેના ચહેરા અને દાઢીના વાળોને ભીના કરી દીધા અને તે કહી રહ્યો હતો…

કોહૂલોકુમ્ ખય્‚લ્ કોહૂલે વ નસ્લોકુમ્ એઝા ઉદ્દ નસ્લુન લા યબૂરો વલા યખ્ઝા

તેમના ઝઇફો બેહતરીન ઝઇફો છે અને તેમની નસ્લ જ્યારે ગણવામાં આવશે તો નાઉમ્મીદ અને ‚સ્વા નહી થશે

એહતેજાજની રિવાયત મુજબ તે સમયે અલી ઇબ્નુલ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યુ:

અય ફુફી અમ્મા! આપ શાંત રહો. બાકી રેહવાવાળાઓ પસાર થઇ ગયેલાઓથી ઇબ્રત હાંસિલ કરે અને આપ તો બેહમ્દીલ્લાહ આલેમતુન ગય્રો મોઅલ્લેમતીન’, ‘ફહેમતુન ગય્રો મોફહ્હમતીનછો એટલે કે આપ તાઅલીમ હાસિલ કર્યા વિના તાઅલીમ યાફતા છો અને કોઇના સમજાવ્યા વિના સમજણ પામેલા છો. ગિર્યા અને બુકા ચાલ્યા ગયેલાઓને પાછા નહી લાવી શકે.

પછી જનાબે ઝયનબ(સ.અ.) ખામોશ થઇ ગયા.

યાદ દેહાની:

આ બલીગ ખુત્બાનો તરજુમો ફસાહતવાળાઓ અને બલાગતવાળાઓની નજદીક એક મુશ્કેલ કામ છે. કારણ કે આ ખુત્બાના શબ્દો અને વાક્યો અમી‚લ મોઅમેનીન (અ.સ.)ની બેટી હઝરતે ઝયનબ(સ.અ.)ની ઝબાનથી નિકળેલા છે અને આ ખુત્બાના સાંભળવાવાળાઓએ આમ જ કહ્યુ છે કે જાણે અમી‚લ મોઅમેનીન(અ.સ.) સંબોધન કરી રહ્યા છે અને તેના તરજુમા માટે નિમ્નલિખિત કિતાબોનો ઉપયોગ કર્યો છે.

(૧) દમ્અસ્સોજુમ – નફસુલ મેહમુમનો તરજુમો લેખક: શૈખ અબ્બાસ કુમ્મી કુદ્દેસ સિર્રહુ અને ફારસી તરજુમો આકા હાજ મિર્ઝા અબુલ હસન શેઅરાની.

(૨) જિલાઉલ ઓયુન – અલ્લામા મજલીસી(ર.અ.) (ફારસી).

(૩) એહતેજાજ સંકલક – શૈખ જલીલ અબુ મન્સુર એહમદ ઇબ્ને અલી ઇબ્ને અબી તાલિબ તબરસી(ર.અ.) (ફારસી).

(૪) મુન્તહુલ આમાલ – મર્હુમ શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.)

(૫) લોહુફ – સય્યદ ઇબ્ને તાઉસ(ર.અ.)

જેમકે અમે વર્ણન કરી ચુક્યા કે તરજુમો એક મુશ્કેલ કામ છે એ બતાવવુ જ‚રી છે કે અમે સમજુતી લખી છે, ભાવાર્થ લખ્યો છે. અલબત્ત અમુક લખાણનો તેજ રીતે તરજુમો કર્યો છે. ભાવાર્થવાળા તરજુમામાં અમુક જગ્યાએ સર્વનામ બદલાયેલા છે પરંતુ મૂળ અર્થ નથી બદલાયો.

ધ્યાન આપવા લાયક:

ઇમામ ઝૈનુલ આબેદીન(અ.સ.)એ જનાબે ઝયનબ (સ.અ.)ને જે લકબોથી નવાજ્યા છે, તેનાથી જનાબે ઝયનબ(સ.અ.)ની અઝમત અને જલાલત ખુબ સારી રીતે સ્પષ્ટ થાય છે અને એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે આપ (સ.અ.) વહીના ઝરણાથી સૈરાબ થયેલા છે અને આપ (સ.અ.)નુ ઇલ્મ બશરી ઇલ્મથી ઉચ્ચ છે અને આપ(સ.અ.) વિલાયતના મક્તબના તરબીયત યાફ્તા હતા. આપનુ દિલ ઇલ્મ અને માઅરેફતના નૂરથી મુનવ્વર હતુ.

બીજી ધ્યાન આપવા યોગ્ય બાબત એ છે કે જનાબે ઝયનબ(સ.અ.) સમાજને ઓળખનારા હતા. કુફાના લોકોને ખુદ તેઓનો પરિચય તેમની સામે કર્યો. સમાજને ઓળખવાની શક્તિ પણ આપને આપના વાલિદથી વારસામાં મળી હતી. અરબી સાહિત્યનો નિષ્ણાંત જાહીઝ કહે છે: “લોકોના પ્રકાર અને દરેક કૌમ તેમજ કબીલાની આદત પ્રમાણે અમી‚લ મોઅમેનીન(અ.સ.) સંબોધન કરતા હતા અને જનાબે ઝયનબ (સ.અ.)નો ફસીહ અને બલીગ ખુત્બો તેમના વાલિદના ખુત્બાની જેમ હતો

(નફસુલ મહમુમ, પાના નં. ૨૧૫)

જનાબે ઝયનબ(સ.અ.)ના ખુત્બાએ કુફીઓના વિચારોમાં ઇન્કેલાબ પૈદા કરી દીધો અને તેઓ પોતાના કરતુતો પર શરમીંદા થયા. આપ(સ.અ.)એ દુશ્મનના એ ઝુલ્મોને બયાન કર્યા જે તેઓએ કરબલાના મૈદાનમાં રસુલ(સ.અ.વ.) ના એહલેબૈત પર શ‚ રાખ્યા હતા. લોકોને એ ઝુલ્મોની હકીકતથી માહિતગાર કર્યા. આપ(સ.અ.)ના ખુત્બાના લીધે ઇન્કેલાબ બરપા થયો કે જેણે કરબલાના શહીદોના ખુનનો ઇન્તેકામ લીધો અને બની ઉમય્યાની હુકમતનો કિસ્સો ખત્મ કરી દીધો.

જનાબે ઝયનબ(સ.અ.) કસ્‚લ ઇમારામાં:

કસ્‚લ ઇમારાને દા‚લ ઇમારા પણ કેહવામાં આવે છે. આ ઇમારત કુફામાં મસ્જીદે કુફાની પાછળ હતી. આજ કાલ તેની બુનિયાદ અને અમુક દિવાલો બાકી રહી ગઇ છે. આ ઇમારત સઅદ ઇબ્ને અબી વક્કાસના થકી હિ.સ. ૧૭ માં મસ્જીદે કુફાના બાંધકામ પછી બની હતી. જે લોકો ઇરાકની ઝિયારત માટે જાય છે અને જ્યારે કુફામાં અમી‚લ મોઅમેનીન (અ.સ.)ના ઘરની ઝિયારતે પહોંચે છે તો આ ઘરના દરવાજાની સામે ચેહરો રાખીને ઉભા હોય તો તેના ડાબા હાથની તરફ દા‚લ ઇમારાનું મૌજુદા ખંડેર દેખાય છે. ખુલાસો એ છે કે તે ઝમાનામાં તે ઇમારતની હૈસીયત રાજ્યકર્તાઓના મહેલની હતી. આજ કાલ મુખ્તારનામા ફિલ્મમાં આ ઇમારતની શબીહ જોઇ શકાય છે. આ જ દા‚લ ઇમારામાં હિ.સ. ૬૦ માં મુસ્લિમ ઇબ્ને અકીલ(અ.સ.)ને શહીદ કરવામાં આવ્યા. હિ.સ. ૬૧ માં ઇમામ હુસૈન(અ.સ.)નું સર અને અસીરાને કરબલા તેમાં જ આવ્યા. હિ.સ. ૬૬ માં ઓબેદુલ્લાહ ઇબ્ને ઝિયાદ (લાઅનતુલ્લાહ) આ જ દા‚લ ઇમારામાં માર્યો ગયો. હિ.સ. ૬૭ માં જનાબે મુખ્તાર ઇબ્ને ઓબય્દએ સકફીને શહીદ કરવામાં આવ્યા. હિ.સ. ૭૧ માં મુસ્અબ ઇબ્ને ઝુબૈર તેમાં જ કત્લ થયો.

કેહવામાં આવે છે કે જ્યારે મુસ્અબ ઇબ્ને ઝુબૈરે જનાબે મુખ્તારને શહીદ કરી દીધા, અબ્દુલ મલિક બીન મરવાન મુસ્અબથી જંગ કરવા ઇરાક આવ્યો અને તેને હરાવી દીધો અને દા‚લ ઇમારામાં દાખલ થયો અને તેની સામે મુસ્અબ ઇબ્ને ઝુબૈરનુ માથુ રાખવામાં આવ્યુ. એક અરબ જેનુ નામ ‘અબુ મુસ્લિમ નખઇ’ હતુ, ઉભો થયો અને અબ્દુલ મલિકને કહ્યુ:

“મેં આ દા‚લ ઇમારામાં જોયુ છે કે ઇમામ હુસૈન (અ.સ.)નું કપાયેલુ સર, ઇબ્ને ઝિયાદની સામે રાખવામાં આવ્યુ અને અમુક દિવસો પછી જોયુ કે ઇબ્ને ઝિયાદનું સર આ જગ્યાએ મુખ્તારની સામે રાખવામાં આવ્યુ અને થોડા દિવસ પસાર નહોતા થયા કે મેં મુખ્તારનું કપાયેલુ સર આ જગ્યા ઉપર મુસ્અબની સામે જોયુ અને હવે મુસ્અબનું કપાયેલુ સર તારી સામે જોઇ રહ્યો છું! કેહવાય છે કે અબ્દુલ મલિક ભયભીત થઇ ગયો અને હુકમ આપ્યો કે દા‚લ ઇમારાને વિરાન અને તોડી નાખવામાં આવે. આથી તેને મિસ્માર કરી દેવામાં આવ્યુ અને કુફાની ગંદકીને ત્યા વહાવવામાં આવવા લાગી.

ફઅ્તબે‚ યા ઉલીલ્ અબ્સાર

આ જ એ દા‚લ ઇમારા છે જેને આપણે ઇબ્ને ઝિયાદનો દરબાર કહીએ છીએ.

જ્યારે ઓબેદુલ્લાહ ઇબ્ને ઝિયાદને કુફામાં એહલબૈત (અ.મુ.સ.)ના આવવાની ખબર મળી તો તેણે એલાન કરાવી દીધુ કે દરેક ખાસ અને સામાન્ય દરબારમાં હાજર થાય. આથી તેનો દરબાર શહેરીજનો અને ગ્રામવાસીઓથી ભરાઇ ગયો. આ લેખમાં કારણ કે અમે ફક્ત જનાબે ઝયનબ(સ.અ.)ના બનાવો વર્ણન કરીએ છીએ એટલા માટે દરબારમાં બનવાવાળા તમામ બનાવો જેમકે ઇમામ હુસૈન(અ.સ.)ના સરે મુબારકની સાથે ઇબ્ને ઝિયાદની બદતમીઝી અને રસુલ(સ.અ.વ.)ના સહાબી ઝૈદ બીન અરકમને કત્લની ધમકી વિગેરેને છોડીને ફક્ત જનાબે ઝયનબ(સ.અ.)ની દાસ્તાન બયાન કરીએ છીએ.

ઇબ્ને ઝિયાદ સાથે વાતચીત:

રાવી કહે છે કે સય્યદુશ્શોહદા(અ.મુ.સ.)ના એહલો અયાલ રોમના કેદીઓની જેમ આ મન્હૂસ બેઠકની અંદર હાજર કરવામાં આવ્યા. જનાબે ઝયનબ(સ.અ.) એક અજાણી વ્યક્તિની જેમ દરબારમાં દાખલ થયા અને એક ખુણામાં બેસી ગયા અને એહલબૈત(અ.મુ.સ.)ની અન્ય ખાતૂનો પણ આપ(સ.અ.)ને ઘેરીને બેસી ગયા. ઇબ્ને ઝિયાદ (લ.અ.)એ પુછ્યુ: પેલી ઔૈરત કોણ છે? જે પોતાની કનીઝોની સાથે એક ખુણામાં બેઠી છે? કોઇએ જવાબ ન આપ્યો તો બીજીવાર સવાલ પુછ્યો, ફરી જવાબ ન મળ્યો અને જ્યારે ત્રીજીવાર પુછ્યુ તો એક કનીઝે કહ્યુ કે આ રસૂલે ખુદા (સ.અ.વ.)ના નવાસી ઝયનબ બિન્તે ફાતેમા(સ.અ.) છે. ઇબ્ને ઝિયાદ(લ.અ.)એ જનાબે ઝયનબ(સ.અ.)ને સંબોધન કરીને કહ્યુ: શુક્ર છે એ ખુદાનો જેણે તમને ‚સ્વા કર્યા અને તમારા જુઠને જાહેર કર્યુ. જનાબે ઝયનબ(સ.અ.)એ ફરમાવ્યુ:

હમ્દ છે એ ખુદાની જેણે પોતાના નબી(સ.અ.વ.) ની સાથે અમને ઇઝ્ઝત બક્ષી અને અમને દરેક પ્રકારની નજાસત અને બુરાઇથી પાક રાખ્યા, ‚સ્વા તો ફાસિક થાય છે અને જુઠ ફાજીર બોલે છે, અલ્ હમ્દોલીલ્લાહ તે અમે નથી પરંતુ બીજા લોકો છે

ઇબ્ને ઝિયાદ (લ.અ.): જોયુ! ખુદાએ એહલેબૈતની સાથે શું કર્યુ?

જનાબે ઝયનબ(સ.અ.):

આ એ લોકો છે કે જેના માટે ખુદાએ શહાદત નિર્માણ કરી દીધી હતી. આથી તેઓ પોતાની આરામગાહો પર મોટા દિલ સાથે ચાલ્યા ગયા છે અને મેં ભલાઇ સિવાય કાંઇ નથી જોયુ. ખુદા તને અને તેઓને જમા કરશે તુ તેનો વિરોધ કરીશ ત્યારે જો જે ખુશનસીબ અને સફળ કોણ છે? ઇબ્ને મરજાના તારી મા તારા ગમમાં બેસે

અમ્ર ઇબ્ને હારીસ કહે છે કે આ વાતચીત પછી ઇબ્ને ઝિયાદ છોભીલો પડી ગયો અને એટલો બધો ગુસ્સામાં આવી ગયો હતો કે જાણે જનાબે ઝયનબ(સ.અ.)ને કત્લ કરી નાખશે. ઇબ્ને ઝિયાદ(લ.અ.)ના સલાહકારોમાંથી એક વ્યક્તિએ કહ્યું: અય અમી‚લ મોઅમેનીન! આ ઔરત છે અને ઔરતોની વાતો પર બદલો લેવામાં નથી આવતો.

જ્યારે ઇબ્ને ઝિયાદ(લ.અ.)થી કોઇ જવાબ ન બની શક્યો તો તેણે કહ્યું: “તારા બાગી ભાઇ અને સરકશ ઘરવાળાઓના કત્લએ મારા દિલને શફા આપી છે જનાબે ઝયનબ(સ.અ.) પર ગમગીની છવાઇ ગઇ અને તેઓ રોવા લાગ્યા અને ફરમાવ્યું:

તે અમારા બુઝુર્ગોને કત્લ કરાવ્યા અને અમારા મૂળ અને ડાળીઓને કાપી નાખી અને અમારી બુનિયાદને ઉખેડી નાખી. અગર તારી શફા એમાં જ હતી તો પછી તને શફા મળી છે

ઇબ્ને ઝિયાદ(લ.અ.): આ ઔરત સજ્જાઅ્માંથી છે (સજઅ = ઇબ્ને બદીઅ અને નસ્રના એ જુમ્લાઓ જેના આખરી શબ્દો કાફિયાની જેવા હોય. સજાઆ એટલે સરખા કાફિયા ઉપયોગ કરવાવાળી ી) અને મને મારી જાનની કસમ તેનો બાપ પણ સજાઆ હતા અને શાયર હતા. જનાબે ઝયનબ(સ.અ.)એ ફરમાવ્યું:

મારી હાલત એવી નથી અને મને સજઅની ફુરસત નથી

ઇબ્ને નુમાની રિવાયત મુજબ આપ(સ.અ.)એ ફરમાવ્યું:

મને એ શખ્સ પર આશ્ર્ચર્ય છે જેને પોતાના ઇમામોને કત્લ કરીને શફા મળે છે જ્યારે કે તે જાણે છે કે તેઓ આખેરતમાં બદલો લેશે

ત્યાર બાદ તે મલઉન સય્યદે સજ્જાદ(અ.સ.)ની તરફ વળ્યો.

(નફસુલ મહમુમ, પાના નં. ૨૨૩ થી ૨૨૬, જીલાઉલ ઓયુન, પાના નં. ૭૧૮)

આ રીતે બિન્તે અલી(અ.સ.)એ હિંમત અને બહાદુરી પૂર્વક પોતાના ખુત્બાથી ઇબ્ને ઝિયાદ(લ.અ.)ને લોકોની વચ્ચે ‚સ્વા કરી દીધો અને એહલેબૈત(અ.મુ.સ.) પર કરવામાં આવેલ ઝુલ્મોથી પર્દો ઉઠાવી દીધો. ઇબ્ને ઝિયાદે આ મજમો પોતાની તાકત પ્રદર્શીત કરવા માટે ભેગો કર્યો હતો પરંતુ તે નિષ્ફળ થયો.

ઇમામ હુસૈન(અ.સ.)નું સર અને અસીરાને કરબલાની દાસ્તાન કિતાબોમાં વર્ણન થયેલ છે. ઇમામ હુસૈન(અ.સ.)નું સર જે જગ્યાએ પહોંચતુ હતુ ત્યાં ગીર્યાનો આવાજ બુલંદ થતો હતો. ઇન્કેલાબ જેવી હાલત પૈદા થઇ હતી. એટલા માટે એ મલઉનો જે ઇમામ હુસૈન(અ.સ.)ના સરને કુફાથી બહાર લાવ્યા, તેઓ અરબ કબીલાઓથી ડરતા હતા કે તેઓ ગિર્યા અને શોર કરશે અને સરને છીનવી લેશે. આથી તેઓ મૂળ રસ્તેથી બચીને વિરાન રસ્તાઓથી ચાલ્યા. અલબત્ત જ્યારે કોઇ કબીલામાં પહોંચતા તો કહેતા કે ખારજીઓના સર છે.

(કામિલે બહાઇ, ૨/૨૯૧)

કુફાથી શામના રસ્તા ઉપર જે બનાવો બન્યા છે તેમાંથી અમૂક આ છે.

જનીનનું સાકિત થવું: ઇમામ હુસૈન(અ.સ.)ના એક પત્નિ હામેલા હતા અને હલબથી નજદીક એક પહાડ ઉપર હમલ સાકિત થઇ ગયો. બાળકનું નામ મોહસીન હતુ અને તે આ જ પહાડી પર દફન છે જે “મશ્હદુસ્સકત અને મશ્હદુદક્કત ના નામથી આજે પણ મશ્હુર છે.

……એક મંઝિલ પર ઇમામ હસન(અ.સ.)ના એક દુખ્તર ઉંટ પરથી પડી ગયા હતા અને ફરિયાદ કરી: ‘યા અમ્મતાહ વ યા ઝયનબાહો’ અય ફુફી અમ્મા અય ઝયનબ(સ.અ.) જ્યારે જનાબે ઝયનબ(સ.અ.) એ અવાજ સાંભળી અને આસપાસ જોયુ તો માલુમ થયુ કે બચ્ચી ઉંટના પગ નીચે દબાઇ ગઇ છે અને આ દુનિયાથી ‚ખ્સત થઇ ગઇ અને જનાબે ઝયનબ(સ.અ.)ની આ ચીખ બુલંદ થઇ: વા ઝયઅતાહો, વા ગુરબતાહો, વા મુખ્તારહુ.

રાહીબના દેવળનો બનાવ:

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના મુબારક સરથી મોઅજીઝો જાહેર થવો અને રાહીબનુ તેના તરફ ધ્યાન આપવુ, ઘણો મશ્હુર બનાવ છે. તે હલબથી એક મંઝિલના અંતરે વાકએ કીન્સીરીનના સ્થળ પર બન્યો હતો.

(મુન્તહુલ આમાલ, ૧/૪૧૯)

આ ઉપરાંત ઘણી બધી મંઝિલો પર બનાવો બન્યા હતા. જેમકે મુસલ, નસીબૈન, બઅલબક, મયાફારકીન અને શૈઝ વિગેરે જગ્યાઓ પર.

અંતમાં ઇમામે ઝમાના(અ.સ.)ના રંજો ગમને આપના જદ્દાએ માજેદા આલેમાએ ગય્રે મોઅલ્લેમા હઝરત ઝયનબ (સ.અ.)ના હવાલાથી વર્ણન કરીએ છીએ.

મર્હુમ હાજી શૈખ અકબર અલી નેહાવંદી પોતાની અમૂલ્ય કિતાબમાં વર્ણન કર્યુ છે કે શૈખ જલીલ હાજી મુલ્લા સુલ્તાનઅલી રૌઝાખ્વાન તબરેઝી કે જેઓ આબિદો અને ઝાહિદોમાંથી હતા, વર્ણન કરે છે કે ખ્વાબમાં હઝરત બકીય્યતુલ્લાહ અરવાહોના ફિદાની ખિદમતમાં મુશર્રફ થયો અને અરજ કરી: મારા આકા! મારા મૌલા! આપે ઝિયારતે નાહિયામાં ફરમાવ્યુ: ‘ફલ અન્દો બન્નક સબાહન વ મસાહન વ લ અબ્કેયન્ન અલય્ક બદલદ્દોમુએ દમન’ ‘પછી હું સવાર સાંજ આપ પર આહો ઝારી કરતો રહીશ અને આંસુના બદલે ખુન રોતો રહીશ’ શું આ સાચુ છે?

તો હઝરત(અ.સ.)એ ફરમાવ્યુ: હા સાચુ છે. મેં અરજ કરી: એ કઇ મુસીબત છે કે જેના પર આપ આંસુના બદલે ખુનના આંસુ વહાવો છો? શું તે મુસીબત હઝરત અલીઅકબર (અ.સ.)ની છે?

ફરમાવ્યુ: અગર અલીઅકબર(અ.સ.) જીવતા હોત તો તે પણ આ મુસીબત પર ખુનના આંસુ રોતે. મેં કહ્યુ: શું તે મુસીબત હઝરત અબ્બાસ(અ.સ.)ની છે?

ફરમાવ્યુ: અગર હઝરત અબ્બાસ(અ.સ.) પણ જીવતા હોતે તો તે પણ આ મુસીબત પર ખુનના આંસુ વહાવતે. મેં કહ્યુ: ખરેખર તે સય્યદુશ્શોહદા(અ.સ.)ની મુસીબત છે?

હઝરતે ફરમાવ્યુ: અગર સય્યદુશ્શોહદા(અ.સ.) પણ જીવતા હોત તો તે પણ આ મુસીબત પર ખુનના આંસુ રોતે. મેં પુછ્યુ: મૌલા! તો પછી એ કઇ મુસીબત છે?

ફરમાવ્યુ: હઝરતે ઝયનબ(સ.અ.)ની અસીરીની મુસીબત કે જેના પર હંમેશા ખુનના આંસુ વહાવવામાં આવે છે.

(અબકરીયુલ હેસાન, ભાગ: ૧, પાના નં. ૯૮)

ખુદાયા! તને જનાબે ઝયનબ(સ.અ.) અને તમામ અસીરાને કરબલાનો વાસ્તો કે એમના પર કરવામાં આવેલ ઝુલ્મનો બદલો લેવા માટે ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહુરમાં જલ્દી ફરમાવ અને તમામ દુશ્મનાને એહલેબૈત(અ.મુ.સ.)ને ઝલીલ અને ‚સ્વા ફરમાવ. (આમીન).

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.