હઝરત અબ્બાસ(અ.સ.)ની ઝિયારત

Print Friendly, PDF & Email

اَلسَّلاَمُ عَلَیْکَ یَا اَبَا الْفَضْلِ الْعَبَّاسُ ابْنَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ

સલામ થાય આપના પર અય અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના ફરઝંદ અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.),

اَلسَّلاَمُ عَلَیْکَ یَابْنَ سَیِّدِ الْوَصِیِّیْنَ

સલામ થાય આપના પર અય અય વસીઓના સરદારના ફરઝંદ,

اَلسَّلاَمُ عَلَیْکَ یَابْنَ اَوَّلِ الْقَوْمِ  اِسْلاَمًا

સલામ થાય આપના પર કે આપ એમના ફરઝંદ છો કે જે ઇસ્લામ કબુલ કરવામાં પ્રથમ હતા,

وَ اَقْدَمِہِمْ اِیْمَانًا

ઇમાનમાં સૌથી આગળ હતા,

وَ اَقْوَمِہِمْ  بِدِیْنِ اﷲِ

અલ્લાહના દીન ઉપર સૌથી વધુ સાબિત કદમ રહેનાર હતા.

وَ اَحْوَطِہِمْ عَلَی الْاِسْلاَمِ

અને ઇસ્લામની સૌથી વધુ હિફાઝત કરનારા હતા.

اَشْہَدُ لَقَدْ نَصَحْتَ لِلّٰہِ وَلِرَسُوْلِہٖ وَلِاَخِیْکَ

હું ગવાહી આપું છું કે આપે અલ્લાહની ખાતર, તેના રસુલ(સ.અ.વ.)ની ખાતર અને આપના ભાઇની ખાતર નસીહત કરી.

فَنِعْمَ الْاَخُ الْمُوَاسِیْ

આપ કેટલા બધા લાગણીશીલ ભાઇ હતા!!

فَلَعَنَ  اللّٰهُ اُمَّۃً قَتَلَتْکَ

પછી અલ્લાહની લાઅનત થાય એમના ઉપર કે જેમણે આપને કત્લ કર્યાં

وَلَعَنَ اللّٰهُ اُمَّۃً ظَلَمَتْکَ

અને અલ્લાહની લાઅનત થાય એમના ઉપર જેમણે આપ ઉપર ઝુલ્મ કર્યો,

وَلَعَنَ اللّٰهُ اُمَّۃً نِاسْتَ حَلَّتْ مِنْکَ  الْمَحَارِمَ

અને અલ્લાહની લાઅનત થાય  એમના ઉપર જેમણે આપની બેએહતેરામીને યોગ્ય ગણી

وَانْتَہَکَتْ حُرْمَۃَ الْاِسْلاَمِ

અને ઇસ્લામની પવિત્રતાને પણ પાયમાલ કરી,

فَنِعْمَ الصَّابِرُ الْمُجَاہِدُ الْمُحَامِیْ  النَّاصِرُ وَالْاَخُ الدَّافِعُ عَنْ اَخِیْہِ

પછી આપ કેવા ધિરજવાન મુજાહિદ, તરફેણ કરનારા મદદગાર અને પોતાના ભાઇ તરફથી લડવાવાળા કેટલા શ્રેષ્ઠ ભાઇ હતા,

الْمُجِیْبُ اِلٰی طَاعَۃِ رَبِّہِ

જે પોતાના પરવરદિગારની ફરમાંબરદારી કરવા માટે તત્પર રહેતા

الرَّاغِبُ‏ فِيمَا زَهِدَ فِيهِ غَيْرُهُ مِنَ الثَّوَابِ الْجَزِيلِ وَ الثَّنَاءِ الْجَمِيل‏

ઘણો સવાબ, ઘણા વખાણ અને ગુણ છે તેનાથી બીજા લોકોએ મોઢું ફેરવી લીધું હતું  આપ તેની રગબત ધરાવતા હતા.

وَاَلْحَقَکَ  اللّٰهُ بِدَرَجَۃِ اٰبَآئِکَ فِیْ جَنَّاتِ النَّعِیْمِ

અલ્લાહ આપને આપના પૂર્વજોના દરજ્જા ઉપર પહોંચાડે અને નેઅમતોથી ભરપુર જન્નતમાં દાખલ કરે.

اَللّٰہُمَّ اِنِّیْ تَعَرَّضْتُ لِزِیَارَۃِ اَوْلِیَآئِکَ

અય અલ્લાહ, બેશક, હું તારા વલીઓની ઝિયારત માટે આવ્યો છું,

رَغْبَۃً فِیْ ثَوَابِکَ وَ رَجَآئً لِمَغْفِرَتِکَ  وَ جَزِیْلِ اِحْسَانِکَ

તારી પાસેથી મળનારા સવાબના શોખ, તારા તરફથી માફીની આશા અને તારા

શ્રેષ્ઠ ઉપકારની ઉમ્મીદ સાથે.

فَاَسْئَلُکَ اَنْ  تُصَلِّیَ عَلٰی مُحَمَّدٍ وَ اٰلِہِ الطَّاہِرِیْنَ

તેથી હું તારી પાસે સવાલ કરૂં છું  કે તું મોહમ્મદ(સ.અ.વ.) અને આપ (સ.અ.વ.)ની પાકીઝા આલ ઉપર રહેમત નાઝિલ કર.

وَاَنْ تَجْعَلَ رِزْقِیْ بِہِمْ دَآرًّا

તેમના વસીલાથી મારી રોઝી વધારી દે.

وَعَیْشِیْ بِہِمْ قَآرًّا

અને તેમના વસીલાથી મારી જીંદગીને કરાર દે.

وَ زِیَارَتِیْ بِہِمْ  مَقْبُوْلَۃً

તેમના વસીલાથી મારી ઝિયારતને કબુલીયતને પાત્ર બનાવ,

وَ حَیٰوتِیْ بِہِمْ طَیِّبَۃً

તેમના વસીલાથી મારા જીવનને પવિત્ર બનાવ,

وَ  اَدْرِجْنِیْ اِدْرَاجَ الْمُکْرَمِیْنَ

મારી ઈઝઝતદારોમાં ગણના કર,

وَاجْعَلْنِیْ مِمَّنْ یَنْقَلِبُ مِنْ زِیَارَۃِ  مَشَاہِدِ اَحِبَّآئِکَ مُفْلِحًا مُنْجِحًا

અને એ લોકોની સાથે રાખ જેઓ તારા દોસ્તોની કબ્રોની ઝિયારતથી સફળતા અને કામ્યાબીની સાથે પાછા ફર્યાં.

قَدِ اسْتَوْجَبَ غُفْرَانَ الذُّنُوْبِ وَ سَتْرَالْعُیُوْبِ وَ کَشْفَ الْکُرُوْبِ

ખરેખર તેમના થકી ગુનાહોની બક્ષીસ, ઐબોની પર્દાપોશી અને મુસીબતોને દૂર કરવામાં આવે છે.

اِنَّکَ اَہْلُ التَّقْویٰ وَ اَہْلُ الْمَغْفِرَۃِ۔

ખરેખર તું બચાવવાવાળો અને બક્ષવાવાળો છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *