Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૩૯ » અલ-મુન્તઝર માહે શાબાન

હઝરતે વલીએ અસ્ર(અ.સ.) અને શબે કદ્ર

Print Friendly

ઇસ્લામી કેલેન્ડરમાં સૌથી મહત્વની રાત અને ફઝીલતવાળી શબ “શબે કદ્ર” છે. આખા વરસમાં 355 દિવસ રાતમાં જે રાતને સૌથી વધારે અઝમત અને મરતબો હાંસિલ છે તે આ જ શબે કદ્ર છે. કુર્આને કરીમે આ રાતને 1000 મહીનાથી બેહતર ગણાવી છે, એટલે કે એક રાતની ઇબાદત 83.3 વર્ષની દિવસ રાતની ઇબાદતથી બેહતર છે. એટલે કે અગર કોઇ શખ્સ એવા 83.3 વર્ષ પસાર કરે જેમાં શબે કદ્ર ન હોય અને 83.3 વર્ષ દિવસ રાત ઇબાદતમાં પસાર કરે તો પણ તે શબે કદ્રની ઇબાદતની બરાબરી નથી કરી શકતો. આ રાત દુનિયાના તમામ મુસલમાનો માટે મહત્વની રાત છે અને આ રાત માહે મુબારકે રમઝાનની એક રાત છે. તે ચાહે શીઆઓ મુજબ 19, 21, 23ની કોઇ એક રાત હોય કે એહલે તસન્નુન પ્રમાણે 27 મી રમઝાનુલ મુબારકની રાત હોય. તારીખોનો ફરક જર છે પરંતુ આ રાત દરેક પ્રમાણે ફઝીલતવાળી છે. આ રાતે મસ્જીદો અને અન્ય ઇબાદતની જગ્યાઓમાં અલ્લાહની ઇબાદતની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. સામાન્ય રીતે આ રાતને લોકો ઇબાદતમાં ગુઝારે છે.

આ રાત એટલા માટે મહત્વની છે કે આ રાતમાં આખા વર્ષની તમામ બાબતો નક્કી કરવામાં આવે છે. ઉમ્ર, રીઝ્ક, ઔલાદ, શાદી, બુલંદી, ઇઝ્ઝત, ઝિલ્લત, વરસાદ, દુષ્કાળ, પૂર, જંગ, અશાંતિ… જે કાઇ આ દુનિયામાં થવાવાળુ છે તે બધુ એક રાતમાં નક્કી થાય છે. કુર્આને કરીમે આ હકીકતને આ શબ્દોમાં બયાન કરી છે.

તનઝ્ઝલુલ્ મલાએકતો વર્ હો ફીહા બે ઇઝ્ને રબ્બેહીમ્ મીન્ કુલ્લે અમ્ર

આ રાતે મલાએકા અને સૌથી મહાન ફરિશ્તો ‘હ’ પણ નાઝિલ થાય છે, બધા ખુદાના હુકમથી નાઝિલ થાય છે. મીન્ કુલ્લે અમ્રીન્ – તમામ બાબતોની સાથે.

     આ જ બાબતને સુરએ મુબારક દોખાનની ત્રીજી અને ચોથી આયતમાં આ શબ્દોમાં બયાન કરવામાં આવ્યું છે,

“ઇન્ના અન્ઝલ્નાહો ફી લય્લયિતમ્ મુબારકતિન ઇન્ના કુન્ના મુન્ઝેરીન ફીહા યુફ્રકો કુલ્લો અમ્રિન્ હકીમ

“અમે કુર્આને કરીમને શબે કદ્રમાં નાઝિલ કર્યુ, બેશક! અમે કામના અંજામથી ડરાવનારા છીએ, આ રાતે તમામ હિકમતની બાબતો નક્કી કરવામાં આવે છે.

શબે કદ્ર દર વર્ષે આવે છે:

એ થઇ શકે છે કે કોઇના દિમાગમાં આ સવાલ પૈદા થાય કે જેવી રીતે કુર્આને કરીમ હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)ની પવિત્ર જીંદગીમાં નાઝિલ થયુ હતુ અને કુર્આનનું નાઝિલ થવું આં હઝરત(સ.અ.વ.)ના ઝમાનામાં સંપૂર્ણ થઇ ગયુ અને હવે આ ઝમાનામાં નુઝુલે કુર્આનનો કોઇ તસવ્વુર નથી, આ પ્રકારની વિચારધારામાં એક મોટી ખામી મળી આવે છે, જાણે તે શબે કદ્રને નુઝુલે કુર્આનની યાદગાર સમજીને પોતાની ઇબાદતથી આ શબને શણગારે છે, જ્યારે કે એવુ બિલ્કુલ નથી. આ ખામીને દિમાગ અને વિચારમાં એટલા માટે કોઇ જગ્યા દેવી જોઇએ નહી, કારણકે શબે કદ્રની બે અઝીમતરીન ફઝીલતો છે. એક કુર્આનનું નાઝિલ થવું, જેમાં તમામ ભીની અને સુકી ચીજોની હકીકત મવજુદ છે અને ખિલ્કતના દિવસથી ફેેરફારની દુનિયાની યુનિવર્સીટી રહી છે. ઝમાનાની આગેકુચનો હિસાબ, વર્ષો, મહિના અને દિવસો પર છે. આ ફેરફારના ઇશારા એ છે જે એજ સમજી શકે છે, જે રાસેખૂન ફિલ્ ઇલ્મ હોય છે. આના આધારે વર્ષની એક મુદ્દત બનાવી અને તે દરમિયાનમાં જે ફેરફાર દ્રશ્યમાન થવાવાળા હોય છે, આ તમામનો એક સંપૂર્ણ હિસાબ લઇને મલાએકા અર્ષથી ફર્શ પર આવે છે અને તમામ બાબતો અઝિમુશ્શાન ફરિશ્તા જેને હ કહેવાય છે, તેના થકી એક કેન્દ્ર પર આવીને પોતાની જવાબદારીઓ અંજામ આપે છે, આગળ જઇને અમે તેની સ્પષ્ટતા કરીશું.

નહીં, એવુ નથી, પરંતુ શબે કદ્ર દર વર્ષે છે. પ્રથમ કારણ છે દુનિયાના તમામ મુસલમાનો જે દરેક જગ્યાએ શબે કદ્રની વ્યવસ્થા કરે છે, ખુદ કુર્આને કરીમે સુરએ કદ્રમાં આ હકીકતને વર્ણવી છે. કુર્આને કરીમના નાઝિલ થવાની વાતને ફેઅલે માઝીના (ભુતકાળ) સીગામાં બયાન કરી છે.

ઇન્ના અન્ઝલ્નાહો ફી લય્લતીલ્ કદ્ર

અમે કુર્આને કરીમને શબે કદ્રમાં નાઝિલ કર્યુ.

સુરે મુબારકે દોખાનમાં પણ માઝીનો સીગો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઇન્ના અન્ઝલ્નાહો ફી લય્લતીન્ મુબારકતીન્

અમે કુર્આને કરીમને બરકતવાળી રાતમાં નાઝિલ કર્યુ છે.

પંરતુ જ્યારે ફરિશ્તાઓના નાઝિલ થવાની વાત અને તકદીરની વાત ફરમાવી તો મુઝારેઅ (વર્તમાનકાળ)નો સીગો ઉપયોગ કર્યો.

તનઝ્ઝલુલ્ મલાએકતો વર્હો ફીહા બે ઇઝ્ને રબ્બેહીમ્ મીન્ કુલ્લે અમ્ર

આ શબે કદ્રમાં મલાએકા અને હ પોતાના રબની પરવાનગી સાથે તમામ ઉમુર લઇને નાઝિલ થાય છે.

આ તો સુરએ કદ્રની આયત હતી. સુરએ મુબારકે દોખાનમાં તમામ બાબતોની વહેંચણી અને તકદીરનો ઝિક્ર કર્યો તો ત્યાં પણ મુઝારેઅ (વર્તમાનકાળ)ના સીગાનો ઉપયોગ કર્યો છે.

ફીહા યુફ્રકો કુલ્લો અમ્રીન્ હકીમ

આ બરકતવાળી રાતમાં તમામ હીકમતની બાબતો નક્કી કરવામાં આવે છે.

ઇલ્મ ધરાવનારાઓ જાણે છે કે અરબી ભાષામાં મુઝારેઅ (વર્તમાન)નો સીગો વર્તમાન અને ભવિષ્ય બયાન કરવા માટે ઉપયોગ થાય છે. કારણ કે કુર્આનનું નુઝુલ એ ખાસ વખતનું કામ હતુ અને આ કામ એક ખાસ સમયમાં સંપૂૂર્ણ થઇ ગયુ. હવે નુઝુલની કોઇ જરત નથી, એટલા માટે તેને માઝીના સીગા ‘અન્ઝલ’ થી બયાન કર્યુ. શબે કદ્ર અને તેમાં મલાએકા અને હનું નુઝુલ અને બાબતોની વહેંચણી તેમજ તકદીરનો સિલસિલો શ રહેવાવાળો હતો, એટલા માટે તેમાં વર્તમાનનો સીગો બયાન કર્યો છે.

તનઝ્ઝલુલ્ મલાએકતો….. ફીહા યુફ્રકો કુલ્લો અમ્રીન્ હકીમ

‘તનઝ્ઝલ’ અને ‘યુફ્રકો’ બન્ને મુઝારેઅના સીગા છે. જે એ વાત તરફ નિર્દેશ કરે છે કે આ સિલસિલો આજે પણ શ છે. શબે કદ્રનો સિલસિલો ફક્ત શ છે, એટલુ જ નહી પરંતુ આ ઉમ્મત પર ખુદાવંદે આલમનો આ મહાન ઉપકાર છે. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) ઇરશાદ ફરમાવે છે:

ખુદાવંદે આલમે મારી ઉમ્મતને શબે કદ્ર અતા ફરમાવી છે, જ્યારે કે બીજી ઉમ્મતોને આ ખુશનસીબી હાસિલ નથી થઇ.

(તફસીરે નમુના, ભાગ: 27, પાના: 190)

શબે કદ્ર માહે મુબારકે રમઝાનની એક રાત છે:

શબે કદ્ર માહે મુબારકે રમઝાનની એક રાત છે, એટલે શબે કદ્ર માહે મુબારકે રમઝાનમાં છે. વરસના બાકીના 11 મહીનાઓમાં નથી. સુરએ બકરહ આયત નંબર 185 માં ઇરશાદે ખુદાવંદી છે:

શહરો રમઝાન અલ્લઝી ઉન્ઝેલ ફી હીલ્ કુર્આન

રમઝાનનો મહીનો એ બરકતવાળો મહીનો છે જેમાં કુર્આન નાઝિલ કરવામાં આવ્યું છે.

સુરએ કદ્રમાં ઇરશાદ છે:

ઇન્ના અન્ઝલ્નાહો ફી લય્લતીલ્ કદ્ર

અમે કુર્આનને કદ્રની રાતમાં નાઝિલ કર્યુ.

સુરએ દોખાનમાં ઇરશાદ થયું:

ઇન્ના અન્ઝલ્નાહો ફી લય્લતીન્ મુબારકતીન્

અમે કુર્આનને બરકતવાળી રાતમાં નાઝિલ કર્યુ છે.

આથી એ નક્કી છે કે શબે કદ્ર માહે મુબારકે રમઝાનની એક રાત છે.

કઇ રાત?

ખુદાવંદે આલમે માહે મુબારકે રમઝાનમાં ઇબાદતનો અનહદ સવાબ રાખ્યો છે, ત્યાં સુધી કે રોઝેદારના શ્ર્વાસને તસ્બીહ અને સુવાને ઇબાદતનો દરજ્જો આપ્યો છે. બીજી બાજુ આપણને બધાને કયામતના મૈદાનમાં ગુનાહોની મગ્ફેરત માટે, કયામતની સખ્તીઓથી નજાત માટે, પુલે સેરાત પરથી પસાર થવા માટે અને જન્નતમાં દાખલ થવા માટે પુષ્કળ સવાબની જરત થશે. આથી ખુદાવંદે આલમની રહેમત અને દયાનો એક તકાઝો થયો કે શબે કદ્ર અમુક રાત્રીમાં છુપાવેલી રાખવામાં આવે જેથી તેના બહાને ઇન્સાન થોડોક અમલ તો કરી લેય અને પોતાના સવાબના હીસાબમાં વધારો કરી લેય.

આથી ક્યારેક આવી રીતે બયાન કરવામાં આવ્યુ કે શબ્રે કદ્ર માહે મુબારકે રમઝાનની આખરી 10 રાતોમાં એકી રાત્રીઓ છે અને ક્યારેક એવી રીતે બયાન ફરમાવ્યું 19, 21 અને 23ની રાત્રીઓ. હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ આ ત્રણેય રાત્રીઓને આવી રીતે બયાન કરી:

અત્તક્દીરો ફી લય્લતીલ્ કદ્રે તીસ્અતો અશ્ર વલ્ ઇબ્રામો ફી લય્લતે અહદ વ ઇશ્રીન્ વલ્ ઇમ્ઝાઓ ફી લય્લતે સલાસ વ ઇશ્રીન

(કાફી, ભાગ: 4, પાના: 159, હદીસ: 9)

19 મી રાતે નક્કી કરવામાં આવે છે કે શું થવાનું છે? 21મી રાત્રે તેના પર ફેંસલો કરવામાં આવે છે અને 23મી રાત્રે અંતિમ ફેંસલો કરવામાં આવે છે અને આ અંતિમ ફેંસલાને અમલી કરવામાં આવે છે.

એહલે તસન્નુન 27મી રાતને શબે કદ્ર ગણે છે.

આપણે આ અઝીમ રાતોની બરકતથી ગાફિલ છીએ. આથી આ ત્રણ રાતોને પણ પૂરી રીતે ઇબાદતમાં વિતાવતા નથી. અગર આપણે થોડોક એમ ખ્યાલ કરીએ કે આ રાત્રિઓ આપણી મગફેરતનો ઉત્તમ ઝરીઓ છે, ખાસ કરીને અમીલ મોઅમેનીન(અ.સ.)ની શહાદતનો ગમ, તો હજી વધારે ખુદાની કુરબતનો સબબ બની જાય છે. આ રાત્રિઓને જીંદગીમાં ગનીમત જાણીએ અને કોશિશ કરીએ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના વાસ્તાથી ખુદાની બારગાહમાં એવી રીતે હાજર થઇએ કે આ રાત્રિઓમાં પોતાની મગફેરત અને જન્નતમાં જવા નો પરવાનો મેળવી લઇએ, નહિતર રિવાયતોમાં મળે છે, જે માહે મુબારકે રમઝાનમાં નહી બક્ષાયો તે પુ વર્ષ બક્ષાશે નહી, સિવાય કે તેને હજની ખુશનસીબી મળે અને મૈદાને અરફાતમાં મગફેરત તલબ કરે.

મલાએકા કોના પર નાઝિલ થાય છે? ઇલાહી બાબતો કોણ પુછે છે?

કુરઆની આયતોની રોશનીમાં જ્યારે શબે કદ્રમાં ફરિશ્તાઓ અને હ નાઝિલ થાય છે અને આખા વર્ષના તમામ કાર્યો નક્કી કરવામાં આવે છે, તો સવાલ એ પૈદા થાય છે કે આ ફરિશ્તાઓ કોના પર નાઝિલ થાય છે? અને આખા વર્ષના તમામ કાર્યો, બીજા શબ્દોમાં ઇન્સાનોના માટે ખુદાની વાર્ષિક પ્લાનીંગ કોના હવાલે કરવામાં આવે છે? તે કોણ છે જે મલાએકાઓના નાઝિલ થવાનું કેન્દ્ર અને અમ્રે ખુદાવંદીને પુછવાનું કેન્દ્ર છે?

દુનિયાના તમામ અક્કલમંદોનો આ તરીકો છે અને એક જગ્યાએ આ તરીકો પ્રચલિત છે અને આ જ અક્લનો તરીકો છે. સંદેશો પહોંચાડતા પહેલા સંદેશો હાસિલ કરનાર નક્કી કરવો જોઇએ. અક્લે સલીમ તેને કબૂલ કરે છે. ઉપરા-ઉપરી સંદેશા આવી રહ્યા હોય અને તેને પુછવાવાળુ કોઇ ન હોય, પૈગામ લાવવાવાળા ચાર રસ્તે ઉભા તલાશ કરી રહ્યા હોય આ સંદેશો કોના હવાલે કરીએ?

ખુદાવંદે આલમની સુન્નત શું છે? ખુદાવંદે આલમની રીત શું છે? શું તેણે આસ્માનમાંથી ફરિશ્તાઓને સરનામું આપ્યા વગર નાઝિલ કરી દીધા અને ફરિશ્તાઓ જમીન પર આવ્યા પછી હેરાન પરેશાન થાય કે કોની પાસે જઇએ? અને તે પણ એ સુરતમાં કે જ્યારે શબે કદ્રમાં અઝીમ તરીન ફરિશ્તો હ નાઝિલ થઇ રહ્યો હોય. રિવાયતો પ્રમાણે જે અર્શે ખુદાવંદીથી વર્ષમાં ફક્ત એકવાર નાઝિલ થાય છે અને તે આખા વર્ષના તમામ મહત્વના કાર્યો લઇને?

અલ્લાહની સુન્નત એ છે કે તેણે જ્યારે કોઇ ફરિશ્તાને વહી, પૈગામ, કિતાબ, સહીફા… લઇને જમીન પર મોકલ્યા તો એ પણ બતાવી દીધુ કે ફરિશ્તા કોની ખિદમતમાં હાજર થાય? અને કોને આ અલ્લાહની અમાનત સોંપે? આથી સહીફાઓ માટે જનાબે ઇબ્રાહીમ (અ.સ.)ને નક્કી કર્યા તૌરૈત માટે જનાબે મુસા(અ.સ.), ઇન્જીલ માટે જનાબે ઇસા(અ.સ.) અને કુર્આન માટે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને નક્કી કર્યા જનાબે જીબ્રઇલ(અ.સ.) અને અન્ય બીજા ફરિશ્તાઓને માલુમ હતુ કે કોની ખિદમતમાં હાજરીનો શરફ હાસિલ કરી રહ્યા છે.

અક્લનો અંતિમ અને સુનિશ્ર્ચિત ફૈસલો છે, જ્યારે શબે કદ્રમાં અમ્ર નાઝિલ થઇ રહ્યા છે તો ‘સાહેબે અમ્ર’ ‘વલીએ અમ્ર’ નુ વુજુદ જરૂરી છે, કે જે તમામ ઉમુરે ખુદાવંદીને હાસિલ કરી શકે. જ્યારે ફરિશ્તાઓ અને હનું નુઝુલ થઇ રહ્યુ છે તો એક હુજ્જતે ખુદાનો વુજુદ જરૂરી છે, જેની ખિદમતે અકદસમાં આ ફરિશ્તાઓ હાજર થઇ શકે.

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતનો આ જુમ્લો આ હકીકત બયાન કરી રહ્યો છે.

ઇરાદતુર્ રબ્બે ફી મકાદીરે ઓમુરેહી તહ્બેતો એલય્કુમ્ વ તસ્દેરો મીન્ બોયુતેકુમ્

(મફાતીહુલ જીનાન, ઝિયારતે મુત્લકા ઇમામ હુસૈન(અ.સ.), ઝિયારતે અવ્વલ)

“કાર્યોની વહેંચણી અને પ્રમાણથી સંબંધિત ખુદાવંદે આલમનો ઇરાદો આપ(અ.સ.)ની ખિદમતમાં નાઝિલ થાય છે અને આપ(અ.સ.)ના બય્તુશ્ શરફથી નીકળે છે.

એટલે કે એહલેબૈત(અ.મુ.સ.) એ છે કે જેમની પવિત્ર ખિદમતમાં ખુદાવંદે આલમના તમામ કાર્યો નાઝિલ થાય છે. શબે કદ્રનું દર વર્ષે આવવું અને બાકી રહેવું એ વાતની મજબુત દલીલ છે કે આ દુનિયામાં કોઇ ‘સાહેબે કદ્ર’ જરૂરી છે અને તેઓ જ હુજ્જતે ખુદા અને વલીએ અમ્ર છે.

હઝરત ઇમામ મોહમ્મદે બાકિર(અ.સ.) એ ફરમાવ્યું:

અય શીઆઓ! તમે સુરએ ઇન્ના અન્ઝલ્ના થકી હુજ્જત અને દલીલ કરો, ચોક્કસ કામયાબ થશો. ખુદાની કસમ! આ સુરો હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) પછી લોકો પર ખુદાની હુજ્જત અને દલીલ છે, તમારા દીનના સય્યદ અને સરદાર છે.

અય શીઆ સમૂહ! તમે લોકો સુરએ હા મીમ દોખાનથી દલીલ કરો. ખુદાવંદે મોતઆલ ફરમાવે છે:

ઇન્ના અન્ઝલ્નાહો ફી લય્લતીન મુબારકતીન ઇન્ના કુન્ના મુન્ઝેરીન. ફીહા યુફ્રકો કુલ્લો અમ્રીન્ હકીમ

“અમે કુર્આને કરીમને શબે કદ્રમાં નાઝિલ કર્યુ, અમે કામના અંજામથી ડરાવનારા છીએ, આ રાતે તમામ હિકમતની બાબતો નક્કી કરવામાં આવે છે.

આ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) પછી તેમના અવલીયાઓથી સંબંધિત છે.

અય લોકો! ખુદાવંદ કુર્આને મજીદમાંં ઇરશાદ ફરમાવે છે:

વ ઇમ્મીન્ ઉમ્મતીન્ ઇલ્લા ખલા ફીહા નઝીર

(સુરએ ફાતિર, આયત નંબર: 24)

કોઇ એવી ઉમ્મત નથી જેમાં તેણે તેનો કોઇ ડરાવનાર ન મોકલ્યો હોય.

(નઝીર એટલે ડરાવનાર, હુજ્જતે ખુદા)

લોકોએ અરજ કરી, અય ફરઝંદે રસુલ(સ.અ.વ.) શું રસુલે ખુદા(સ.અ.વ.) આ ઉમ્મતના નઝીર નથી?

ફરમાવ્યું: સહીહ છે, પરંતુ શું તેઓ અત્યારે મૌજુદ છે?

અરજ કરી: નહી.

ફરમાવ્યું: તો શું હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની જેમ આ ઉમ્મત માટે કોઇ નઝીરની જર નથી?

અરજ કરી: જી હા! જરૂરી છે.

ફરમાવ્યું: હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) આ દુનિયામાંથી જવા પેહલા આ ઉમ્મત માટે કોઇ નઝીર નક્કી કરીને ગયા હતા.

અરજ કરી: શું આ બારામાં કુર્આને કરીમ પુરતુ નથી?

ફરમાવ્યું: હા! જ્યારે કુર્આને કરીમના મુફસ્સીર અને મોઅલ્લીમ મૌજુદ હોય.

અરજ કરી: શું હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ પુરી તફસીર બયાન નથી કરી?

ફરમાવ્યું: જર! પરંતુ ફક્ત એક શખ્સને, અને ઉમ્મતને તે શખ્સની ઓળખાણ પણ કરાવી અને તે હઝરત અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.) છે.

અરજ કરી: શું આ એક ખાસ વાત છે, જેને સામાન્ય લોકો પુછી નથી શક્તા?

ફરમાવ્યું: હા! ખુદાવંદે આલમે આ નક્કી કર્યુ છે, જ્યા સુધી તેના દીનને ગલબો અને જાહેરી રીતે ઇઝહાર થવાનો સમય નથી આવતો ત્યાં સુધી ખામોશીથી તેની ઇબાદત કરવામાં આવે.

જેવી રીતે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) અને જનાબે ખદીજા(સ.અ.)એ તે સમય સુધી વાત જાહેર કરી નહી કે જ્યાં સુધી તેને જાહેર કરવાનો હુક્મ દેવામાં ન આવ્યો.

અરજ કરી: સાહેબે દીન અને સાહેબે અમ્રના માટે જરૂરી છે કે તે છુપુ રાખે?

ફરમાવ્યું: હઝરત અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.)એ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની સામે તે સમય સુધી એલાન કર્યુ નહી જ્યાં સુધી ખુદાનો હુક્મ થયો નહી.

અરજ કરી: હા એવુ તો છે.

ફરમાવ્યું: અમારી વાત પણ એવી જ રીતે છે.

હત્તા યબ્લોગલ્ કિતાબો અજલહુ

(સુરએ બકરહ, આયત નંબર: 235)

ત્યાં સુધી કે કિતાબ તેની સુનિશ્ર્ચિત મુદ્દત સુધી પહોંચી જાય.

(તઅવીલુલ્ આયાત, ભાગ:2, પાના: 824-825 જે કાફી, ભાગ:1, પાના: 239 હદીસ: 6, બેહાર, ભાગ:  25, પાના: 8, હદીસ: 63 થી નકલ)

આથી અમ્રના નાઝિલ થવા માટે વલીએ અમ્રનું હોવું જરૂરી છે. પછી એ લોકોની શબે કદ્ર, શબે કદ્ર છે જે, વલીએ અમ્ર હઝરત હુજ્જત ઇબ્નીલ હસન અસ્કરી(અ.સ.)ના વુજૂદ પર યકીન રાખે છે.

દરેક પળે તેમના પુરનૂર ઝુહૂરનો ઇન્તેઝાર કરી રહ્યા છે અને ખુદાની બારગાહમાં ગિડગિડાઇને તેમના જલ્દી ઝુહૂર માટે દુઆઓ માંગી રહ્યા છે. ખાસ કરીને શબે કદ્રમાં આ દુઆ જર માંગે છે. એક શબ ઇમામ(અ.સ.)ની સાથે પસાર કરવાની ખુશનસીબી નસીબ થાય. શબે કદ્રમાં ખુદાવંદે આલમ જે ઉમૂર નિશ્ર્ચિત કરશે તે કાર્યોમાં આ વર્ષ સૌથી પહેલા આપણા ઇમામ, આપણા આકા, આપણા સરદાર, આપણા વલીએ નેઅમત ખુદાવંદનો ફૈઝનો વાસ્તો, વુજૂદનું કેન્દ્ર બિંદુ, ઝમીન અને આસ્માનના બાકી રહેવાનો સબબ, હઝરત હુજ્જત ઇબ્નીલ હસન અલ અસ્કરી (અ.સ.)ના પુરનૂર ઝુહૂર રોશન થાય અને આપણને સૌને તેમના ગુલામો અને ખિદમત ગુઝારોમાં શુમાર કરે.

આમીન યા રબ્બલ આલમીન . . .

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.