Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૪૦

રઝા અને સબ્ર

Print Friendly

બિસ્મીલ્લાહિર્ રહ્માનિર્ રહીમ                                                                      અહ્સનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય્ યા સાહેબઝ્ઝમાન

અંબીયા(અ.મુ.સ.)નો સિલસિલો

આ પાણી અને માટીની દુનિયામાં અલ્લાહની મખ્લુક જે શ્રેષ્ઠતાની સનદ પોતાના ખાલિક પાસેથી લઈને આવી અને આ દુનિયાને આબાદ કરી જેને ઇન્સાન કહે છે. તેના માટે પરીક્ષણ અથવા તપાસ અથવા અદાલતના તકાઝાઓને સંપૂર્ણ રીતે પુરા કરવા માટે અમ્બીયા(અ.મુ.સ.)ના સિલસિલાઓ સ્થાપિત કર્યા જેઓ ખબર પહોંચાડવા એટલે હિદાયતના માર્ગ દેખાડવા માટે આ ઝમીન પર આવ્યા. તેઓ નુરાની શખ્સો માટીના ખોળીયામાં આદમ(અ.સ.)ની અવલાદમાં જાહેર થયા અને તેઓએ પોતાના કથનો અને આમાલ દ્વારા હિદાયતના રસ્તા પર ચાલવાનો તરીકો શીખવાડ્યો.

પહોંચાડવુ: (ઇબ્લાગ)

દુનિયા મઝરઅતુલ આખેરત

દુનિયા આખેરતની ખેતી છે.

જેવું વાવશુ એવું આખેરતમાં પામશુ. તેના માટે સતત (જેમકે ઉપર બયાન કરી ચુક્યા છીએ) અંબીયા (અ.મુ.સ.), ઇલાહી એહકામની ખબર ઇન્સાન સુધી પહોંચાડવા માટે નિયુક્ત થયેલા છે, એટલુજ નહિ, પોતાની જિંદગી અને જ્યાં જે માહોલમાં અને જે વર્ગ અને જે ઝમાનામાં રહે પોતાની જિંદગીના તરીકાથી અને પોતાના અક્વાલથી ઇન્સાનોને ખબરદાર કરતા રહે. આ ઉપરાંત સોહોફ એટલે કિતાબ પણ જરતની તીવ્રતાને ધ્યાનમાં રાખતા અલ્લાહ તરફથી જે નાઝીલ થઇ છે તેને સામે રાખી દીધી. આથી કુરઆન, તવરેત, ઝબુર, ઇન્જીલ અને બીજા અન્ય સહીફાઓ આ અનુસંધાનમાં આસમાની કિતાબોના નાઝીલ થવાનું કારણ બન્યા.

શયતાનીયત:

આ એક એવો શબ્દ છે જે તમામ રજીમીય્યત, ગુમરાહીઓ અને તમામ બુરાઈઓના તત્વોને પોતાના વજુદમાં સમેટી લીધેલ છે, તેને પ્રથમથી જ અલ્લાહ તબરક વ તઆલાની અદાલતથી પોતાના સજદાઓનો બદલો માંગી લીધો. અને તેના હુકમ પ્રમાણે આદમ(અ.સ.)ની સામે સજદામાં સર રાખવાથી પોતાના અભિમાનના કારણે પોતાની શ્રેષ્ઠતાનો ધરાવનાર બતાવતા સજદો કરવાનો ઇન્કાર કરી દીધો. અદાલતનો એ તકાઝો હતો કે તેને બદલો આપે અને ઇન્કાર અને કુફ્રનો તકાઝો હતો તેને અઝાબને પાત્ર બનાવે. ખુદાવંદે આલમે બંને તકાઝાઓ પુરા કરી દીધા. હુકમે ખુદાવંદીના ઇન્કાર કરવાના લીધે તેને મલાએકાઓની બેઠકમાંથી બહાર કાઢી મુક્યો અને અદાલતના તકાઝાની બુનિયાદ પર તેને મોહલત આપી અને પોતાની કીબ્રિયાઇના તકાઝાઓ પુરા કરતા ફરમાવ્યું: તું મારા ખાસ બંદાઓને કે જે ખુદાપરસ્ત હશે તેઓને ક્યારેય સેરાતે મુસ્તકીમથી ગુમરાહ કરી શકીશ નહીં. એટલા માટે કે બેઠકમાંથી નીકળતી વખતે તેણે આ જ તો કીધું હતું કે હું તારા બંદાઓને ગુમરાહ કરવામાં કોઈ કસર બાકી રાખીશ નહીં.

કુરઆને કરીમ જે ઉમ્મુલ કિતાબ છે, તેમાં આમ શા માટે ફરમાવ્યું: તમે કુરઆનની આયતોમાં ચિંતન મનન કેમ નથી કરતા? તેનું કારણ સ્પષ્ટ છે, મૌલાએ કાએનાત(અ.સ.)નું ઈરશાદ છે કે શયતાનને ઈલ્મે ગૈબ હતું નહીં કે તે એમ કહે કે હું આદમ(અ.સ.)ની અવલાદને ગુમરાહ કરતો રહીશ. તેનો આ હોંસલો અને હિંમત પણ આ જ બની આદમે આપી અને તેને એટલી તાકાત મળી કે તે આખી દુનિયાની એક મોટી બહુમતીને પોતાની ચુંગાલમાં જકડી રહ્યો છે.

રઝા અને સબ્ર:

જયારે ખાલીકે ઇન્સાનને અક્લ અતા કરી દીધી તો પોતાની તરફથી બની આદમને હિદાયત માટે બે ઉસુલ સ્થાપિત કરી દીધા, એક પોતાની રઝા અને બીજું પોતાના ખાસ બંદાઓને સબ્ર.

રઝા:

દરેક ઇન્સાનના માટે ઉચ્ચ અને સર્વોચ્ચ મંઝીલો પસાર કરવાની રીત ખુદાવંદે મુતઆલની રઝા છે. તેની રઝા સાથો સાથ છે તો આ ટૂંકી દુન્યવી જીન્દગીના બદલામાં આખેરત જે લાખો વર્ષની હશે. ઇત્મીનાન, સુકુન અને ખુબજ ખુશીના દિવસો પસાર થશે. તે જીન્દગી કેવી હશે તેની ખુશ-ખબરી તો આપી દેવામાં આવી છે, પરંતુ તેની વિગત કોઈ બયાન નથી કરી શકતું કે જેને અલ્લાહે પોતાના ખાસ બંદાઓ માટે શણગારીને રાખી છે. હક તઆલાની એ નેઅમતો જે આ ખુબજ નાની એવી દુનિયામાં વરસી રહી છે. તેનો કોઈ અંદાજો લગાવી શકતું નથી, તો તે કે જેને આખેરતની જીન્દગી કહેવામાં આવે છે ત્યાં કોઈ ખુદાવંદે મુતઆલની નેઅમતોને કેવી રીતે ઘેરી શકાય? સમજી શકાય.

પરંતુ આ દુયિાઓમાં રહીને ખુદાની મરજી અને તેની રઝાનું માપદંડ ઈન્સાનની બંદગીના મીઝાન પર દરજ્જાઓ પર નિશ્ર્ચીત કરવામાં આવશે. શબે મેઅરાજ જયારે અલ્લાહ પોતાના સૌથી પ્યારા બંદાને કહી રહ્યા હતા: અય મારા હબીબ! માંગો જે તમને જોઇએ એ માંગો. તો રસુલ(સ.અ.વ.) જે ઈમામુર રહેમત બનીને આપણી ખતાકારોની દરમિયાન આવ્યા હતા, એમને ફક્ત આ ઈલ્તેજા કરી હતી કે મઅબુદ એક વખત તું મને તારો બંદો કહી દે, કુદરતે ખુદાવંદીએ એવા અંદાઝથી પોતાના મહેબુબને પોતાનો બંદો કહ્યો કે આજે કોઈની તાકાત નથી કે તે શુમાર કરી શકે કે આખી દુનિયામાં જ્યાં-જ્યાં નમાઝ અદા થાય છે, રિસાલાતના હોદ્દાની પહેલા બંદગીના હોદ્દાનો ઉલ્લેખ થાય છે.

સારાંશ એ કે અગર અલ્લાહની રેઝા હાસિલ કરવી એ જ મકસદ છે તો પછી બંદગીના આદાબ શીખવા પડશે. એ મુજબ અને એવી હૈસિયતવાળી જીંદગીમાં પળો પસાર કરવી પડશે જે બંદગીની શરતો ઉપર અથવા અથવા માપદંડ પ્રમાણે હોય. હઝરત ઇસા(અ.સ.)એ ઘોડિયામાં ફરમાવ્યું હતું, હું અલ્લાહનો બંદો છું, નબી બનાવીને મોકલવામાં આવેલ છું, અને મને કિતાબ અને નબુવ્વત ઉબુદીય્યતની તઅલીમના એ સિલસિલા છે જે રાબેતો કાએમ કરે છે. અલ્લાહની રઝામંદી અને બંદગી દરમ્યાન.

હરીફ:

પરંતુ બંદગીની જરિયાતો પૂરી કરવી એ એક ખુબજ મુશ્કેલ કામ છે અને આ મુશ્કેલીમાં દરેક પળે ઇન્સાનને સુતા, જાગતા, બોલતા-ચાલતા, યોગ્ય વર્તન જેમકે તમામ બાબતોની સાથે ઘેરેલી છે. આ ઇલાહી અદ્લ છે કે આ મુશ્કેલીઓને દરેક પળ ઇન્સાન  ભગાવી મુકે છે. અગર તેનો મકસદ અલ્લાહની ખુશનુદી પર આધારિત હોય છે, તેના માટે અમ્બીયા(અ.સ.)ના સિલસિલા અને આસમાની સહીફોનું નાઝીલ થવું દરેક યુગ અને ઝમાનામાં કાયમ હતું. અગર ઈન્સાને આ પવિત્ર રહેબરોની હિદાયત મુજબ પોતાની જીંદગીને એક રીતભાત આપી છે, તો આ તમામ મુશ્કેલીઓ આપમેળે ખત્મ થઇ જાય છે, અને જીંદગીના તબક્કાઓ  દરેક મંઝીલ પર આસાન થઇ જવાનો એહસાસ દિલમાં પૈદા થઇ જાય છે. એક ઇન્સાન પોતાની હકીકત પર વિચાર કરે કે તે જાહેરી રીતે કમઝોર દેખાઈ રહ્યો છે, અને તેના આ ઈરાદા પર કે તે જાહેરી રીતે કમઝોર દેખાઈ રહ્યો છે, અને તેના આ ઈરાદા પર કે તે પોતાના ચારિત્ર્યને નેકીઓના સાંચામાં ઢાળવા તરફ ધ્યાન કેન્દ્રિત રાખે છે તો એવી રીતે મુસીબતો સામે આવી જાય છે જે એવી હોય છે કે જાણે ઈન્સાનના પગોમાં સાંકળ નાખી શકે છે જે એક ડગલું પણ તેને વધવા દેશે નહિ. પરંતુ અલ્લાહના બતાવેલા રસ્તાઓ પર ચાલવાવાળાઓ માટે આ પગોમાં પડેલી સાંકળનો દરેક આંકડો તુટીને સાબિત કદમ મોમીનનો બોસો લેય છે અને ઇલાહી રેઝા અને તેની ખુશનુદીની ખુશખબરી આપે છે. સાબિતિ પણ એવી છે કે ઇબ્લીસ પણ પોતાની નિષ્ફળતાનું એલાન કરતા બોલી પડે છે. “અન્ત ઝયનુલ આબેદીન આનો મજબુત પુરાવો અમે આ લેખના અંતમાં વાંચકોની ખિદમતમાં પેશ કરવાની કોશિશ કરીશુ.

સબ્ર:

કુર્આને મજીદે સૌથી પહેલા સબ્રના બારામાં ફરમાવ્યું: ‘ઇન્નલ્લાહ મઅસ્સાબેરીન’ બેશક! અલ્લાહ સબ્ર કરવાવાળાઓની સાથે છે. પછી અલ્લાહ આમ પણ કહે છે: અય કુર્આન પડવાવાળાઓ કુર્આનની આયતો પર ચિંતન મનન શા માટે નથી કરતા? અહીં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે જેની સાથે ખાલિક હશે, તેની મખ્લુકને કોણ ગુમરાહ કરી શકે છે? કોણ છે અને કોની હિંમત છે? તે એવી મખ્લુકને આખેરતના ભાથાથી મહેમ અને તે કઇ મુશ્કેલી હશે જેને તે ખુંદીને પસાર થઇ શકતો નથી? પરંતુ શરત એ છે કે તે દરેક હાલતમાં સાબિર રહે, સબ્રનો ઇઝહાર કરે.

આગળ વધીને હિદાયતની મશાલો પ્રકાશિત છે, પરંતુ ફકત એમના માટે જે સબ્રના અર્થ અને સમજણથી માહિતગાર છે અને કુર્આનની તાલીમાતથી પોતાના દિમાગ, વિચાર, સમજણને શણગારેલુ હોય. જેમના દિલો અલ્લાહના ઝિક્રથી મુત્મઇન હોય છે, જેમના કદમોમાં ભૂલ પૈદા થતી નથી અને તેઓ પોતાના ચારિત્ર્યને કુર્આનના માપદંડ પર અને અલ્લાહની આયતો અને મઅસુમીન(અ.સ.)ની સિરતને સામે રાખીને સબ્રના સાંચામાં ઢાળતા રહે છે.

શું કુર્આને કરીમમાં આ ઇરશાદ નથી કરવામાં આવ્યુ? બેશક! અમે રસુલોને મોકલ્યા સ્પષ્ટ નિશાનીઓ સાથે અને તેની સાથે કિતાબ મોકલી, જેથી ઇન્સાફ સાથે જીંદગી પસાર કરી શકો.

(સુરએ હદીદ:25)

સબ્ર શું છે? અને તે શા માટે આટલુ બધુ મહત્વ ધરાવે છે કે તમામ અંબીયા અને મુરસલીન (અ.મુ.સ.)ની હિદાયતો, તઅલીમાતો, જીવન જીવવાની રીતની હ અથવા તેની રગોમાં દોડતા ઇન્સાની જીંદગીના ખુલુસને અગર નીચોડવામાં આવે તો એક શબ્દ સબ્ર એવો છે, જે સીધો અલ્લાહ તબારક વ તઆલાની રેઝા અને ખુશ્નુદી સાથે સંપર્ક રાખે છે, પરંતુ આ એ સબ્ર જે અંબીયા, અવસીયા, મુરસલીન, અઇમ્મએ તાહેરીનની સિરતમાં દેખાઇ આવે છે. (અહીં એ સબ્ર નથી જે સત્તાને હાસિલ કરવા માટે હોય છે, જે હુકુમત બનાવવા, કત્લ અને ખુના મરકી વિગેરે જેવા આમાલના માપમાં ઢળી રહ્યો હોય.)

ખુદાવંદે મોતઆલે સબ્ર, જેનો સંબંધ તેની રેઝાથી છે, તેનું કારણ પણ બયાન કરી દીધુ છે. ખુદા મુલ્કનો માલિક છે, તેણે મૌત અને જીંદગીને પૈદા કરી, જેથી તે ઇન્સાનને અજમાવે, તેની પરીક્ષા લેય, કારણકે આ દુનિયા બુરા લોકોની જગ્યા બની ગઇ છે, અને પગલે-પગલે ઇમ્તેહાન છે. ચારે તરફથી એવા ઇશારા થઇ રહ્યા છે, જે ઇન્સાનને ગુમરાહી તરફ દાવત દઇ રહ્યા છે. આવા ઇમ્તેહાનમાં ઘેરાયેલા ઇન્સાનના માટે કુર્આને મજીદમાં ઇરશાદ ફરમાવ્યુ છે: પ્રકાશ આપ્યો છે, જે સબ્રની સુચના છે, કે તમે મદદ માંગો નમાઝથી, સબ્રથી (એટલે રોઝા) આ વાક્ય કેટલુ ઉંડુ અને દિલને સુકુન દેવાવાળુ છે, આ વાક્ય? પરંતુ તે કે જે સબ્ર પર યકીન અને ઇમાનને પોતાન અમલથી મજબુત કરેલ છે. આખેરતના દરજ્જાઓ જે જન્નતોમાં ઇન્સાનના માટે સ્થાપિત કરવામાં આવ્યા છે. આ જ કસોટી પર પારખીને અતા કરવામાં આવશે.

ખુદાવંદે મોતઆલ કેટલો બધો આદિલ છે અને કેટલો રહીમ અને કરીમ છે અને તેણે પોતાની મખ્લુક જેને સર્વશ્રેષ્ઠતા આપી છે. તેના અને તમામ દુનિયાઓના માટે પોતાની હુજ્જત કાયમ કરી દીધી છે. હવે, અગર ઇન્સાન આટલુ બધુ હોવા છતા પોતાના વ્યક્તિગત હેતુઓની બુનિયાદ પર ફસાદ કરવાવાળાઓમાં આવી જાય તો તેના અંજામમાં દોઝખની જ્વાળાઓ જર ઉઠશે. ભલે ને પછી તે ગમે તેવા લિબાસમાં હોય અથવા પોતાની જાહેરી હૈસીયતથી નેતૃત્વનો દેખાવ કરતો હોય. (ખુદા ફસાદ કરવાવાળાઓને દોસ્ત નથી રાખતો)

અલ્લાહ તબારક વ તઆલાએ સબ્રની બુનિયાદ પર પોતાની રેઝા અને ખુશ્નુદીનો સંબંધ રાખ્યો છે. તેના માટે જે ઉપરોક્ત વર્ણનમાં કહ્યુ છે, કેવી હુજ્જત કાયમ કરી દીધી છે. જે કયામત સુધી દુનિયાઓના અંત સુધી  પોતાની ભવ્યતા થકી ઇમાનવાળાઓને ગઝબથી અને ગુમરાહીથી બચાવી રાખશે? આના અંતર્ગત ફકત ટુંકાણને ધ્યાનમાં રાખી વાકેઓ વર્ણવીએ છીએ.

આશુરની બેપહોર ઢળવાનો સમય હતો, ઇમામ હુસૈન(અ.સ.)એકલા છે, હલ મિન નાસેરિન યનસોરોનાની અવાજ આપી. એક છ મહીનાના દુધ પિતા બાળકે ઘોડીયામાંથી પોતાને જમીન પર પછાડી દીધો, ત્રણ દિવસના પ્યાસા માત્ર છ મહીનાના આ બાળકે પોતાના આ અમલને લબ્બૈકનો ઝરીઓ બનાવ્યો. લબ્બૈક યા અબતાહ, ઇમામ હુસૈન(અ.સ.) લઇને આવ્યા, એક ઉંચી જગ્યાએ અલી અસ્ગર દામનની અંદર છે, ગુમરાહો સમજી રહ્યા છે, કુર્આન છે. હાં! કુર્આન જ હતું. દામન હટાવ્યું તો ઇમામ હુસૈન(અ.સ.)એ અલી અસ્ગર માટે અબા પાથરી દીધી. એક ફાંસલો રાખ્યો અને પછી એક અવાજ આપી: તમે હુજ્જતે ખુદાના ફરઝંદ છો, હુજ્જત તમામ કરી દો. શું અલી અસ્ગર(અ.સ.) હુજ્જતના વિશાળ અર્થ અને મતલબને સમજતા હતા? શું એ શક્ય છે? જવાબ: સવાલ જવાબ સામે છે, અલી અસ્ગર નાની એવી જીભ એ હોઠોની બહાર લાવ્યા જે બે ફુલોની પાંખડીઓની જેમ હતા. જીભથી હોઠો પર સબ્ર અને ઇલાહી રઝાની તફસીર લખાવા લાગી. ઇન્કેલાબ શ્ર્વાસ લેવા લાગ્યો પત્થર દિલ તુટી ગયા, કમાનો ઝુકી ગઇ, હાથોમાંથી નેઝા છુટી ગયા, ઝમીન પર તલવારો શર્મના લીધે પડી ગઇ, આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.

અય હુજ્જતે ખુદાના ફરઝંદ! આ કેવી હુજ્જત એવી રીતે ખત્મ કરી દીધી કે તમામ આલમીનના ક્ષિતિજ પર છવાઇ ગઇ? અય હુજ્જતે ખુદાના ફરઝંદ! આલી મકામ આ કેવી રીતે લબ્બૈક અને નુસ્રતના હોદ્દાની તમામ જવાબદારીઓ સમેટીને આવી કમસીનીમાં ઉછળીને પોતાના ગળા પર હુરમલાનું તીર લઇ લીધુ? અલી અસ્ગરનું ખુન, હુસૈન(અ.સ.)નો ચહેરો, હશ્રના મેદાન, લાઝમી સબ્રની સફર. ઇલાહી રેઝા મલઝુમની તરફ જલ્વાગીરી કરતો આ સફરની તરજુમાની કુર્આને મજીદે આ શબ્દોમાં બયાન કરી: ‘ફદ્ખોલી ફી એબાદી વદ્ખોલી ફી જન્નતી’ અલી અસ્ગર(અ.સ.)ની શહાદત એ સ્પષ્ટ નિશાનીની એક સંપુર્ણ તફસીર છે. પરંતુ ‘રેઝન્ બે કઝાએહી વ તસ્લીમન્ લે અમ્રેહી’ની અવાજ આજે પણ ગુંજી રહી છે.

આ તફસીરમાં ઉજ્જવળ અક્ષરોમાં લખેલુ આ લખાણ દ્રશ્યમાન છે. અય ખાલિકે મુત્લક! ઇન્સાનીયતનું દિલ ઝખ્મી છે, શું તારા ઇન્સાફનો આ તકાઝો નથી કે તું આ જ દુનિયામાં તેમનો બદલો લેવાવાળાને જાહેર કરી દે, જે આ ઝખ્મી ઇન્સાનીયતના દિલનો મલમ પુરવાર થાય? અવાજ આવી રહી છે: ‘ફન્તઝે ઇન્ની મઅકુમ મેનલ્ મુન્તઝેરીન્’ મહદી આખેઝ્ઝમાન (અ.સ.) મુન્તકીમે ખુને હુસૈનનો હુમ્લો, ઝુલ્ફીકાર કદાચ પોતે બોલી ઉઠે: હજી તો મેં અલી અસ્ગર(અ.સ.)ના ખુનનો બદલો પણ નથી લીધો !!!

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.