ઇમામે અસ્ર(અ.સ.)ની મઝલુમીયત

Print Friendly, PDF & Email

કુન ફ યકુનની બુનિયાદ અલ્લાહ તઆલાની મશીય્યત છે. મશીય્યત એવા હેતુની સાથે જાહેર થાય છે, જે એક સંપૂર્ણ અને મજબુત વ્યવસ્થા અને ઉભરાઇને સામે આવે છે. રહસ્યો અને ભેદો ખુલ્લા થાય છે. જ્યારે ઇન્સાન અક્લ અને સમજણના ઝરૂખાઓને પ્રકાશિત કરે છે અને આ જ ઇન્સાનની ખિલ્કતની ઉચ્ચતા અને શ્રેષ્ઠતાનું કારણ છે. જેના થકી ખાલિક અને મખ્લુકની દરમિયાન એક સંબંધ સ્થાપિત થાય છે, અને તે પોતાની ખિલ્કતના બારામાં ચિંતન અને મનન કરીને આશ્ર્ચર્યચકિત થવાને બદલે મઅરેફતના પ્રકાશમાં પોતાના દિલને ઇત્મેનાનથી ભરેલુ પામે છે.

ઇમામ(અ.સ.)ને જાણવા અને ઓળખવા:

ઇમામત શબ્દ પોતાના અર્થ અને મતલબના પહેલુથી પોતાની સત્તાના વર્તુળથી આખી કાએનાતને ઘેરી વળેલ છે. અહીં ઇમામતનો મતલબ એ ઇમામત જે અલ્લાહ તરફથી નિયુક્તિ થયેલ છે. જે હોદ્દો કાદીરે મુત્લકે તેને અતા કરેલ છે, જે ભુલચુકથી સુરક્ષિત છે, તે એક શખ્સ છે, એક ઇન્સાન છે અને પુરી બશરની મિસાલ છે અને પુરી બશરીય્યતની જેટલી શાખાઓ અને જેટલી પ્રશાખાઓ છે, બધા પર તેની નજરો છે. એટલા જ માટે તે એ મહાન દરજ્જા પર ફાએઝ છે કે જ્યાં તેને અલ્લાહના જાનશીન અથવા ખલીફા કહેવામાં આવ્યા છે. પ્રસ્તાવનાની હકીકત પર બુનિયાદ રાખતા કહી રહી છે કે જેવી રીતે વાદળ વરસે છે અને આખી દુનિયાને ફળદ્રુપતા અતા કરે છે અને એ પાકોને પણ લીલાછમ બનાવી દે છે, જે કોઇપણ જાતના ધર્મ અને રાષ્ટ્રના ભેદભાવ વગર કબ્ઝામાં હોય છે. આ અલ્લાહની વ્યવસ્થા છે કે તે બરકતવંતી અને પવિત્ર ઝાતને પોતાના પસંદીદા દીનના માનવાવાળાઓમાં કાયમ કયર્,િ પરંતુ હુકુમત બનાવવી  રાજકારણ, સૈન્ય બનાવવું, ઇન્સાન ઇસ્લામના વર્તુળમાં રહીને પણ પોતાના મહેબુબ, ખાલિક ખુદાએ મોતઆલની આ અઝીમ નેઅમતને ભુલી જઇને પોતાની ગફલતમાં એક એવા કિમતી સ્વપ્નના શિકાર છે, જે હકીકતના ફાયદાથી જાણકારી નથી રાખતા, પરંતુ એવુ પણ નથી કે જે આ વિલાયતના વારસદારને નથી જાણતા. તે ઇન્સાની સમુહ, છે તે છે જે એહલેબૈત(અ.મુ.સ.)ના દરવાજાથી જોડાએલ છે અને એ સમુહના લોકો ભવિષ્યની સદીઓથી કાનેથી સાંભળીને કરી રહ્યા છે કે રસુલે ખુદા (સ.અ.વ.)એ પોતાની જીંદગીની આખરી પળોમાં કલમ અને કાગળની માંગણી કરી, જેથી તે એક લખાણ લખી દે, જેનાથી તેમની ઉમ્મત ગુમરાહ ન થાય. સવાલ એ બયાનને લખવુ અથવા ન લખવાનો નથી, પરંતુ એ હુજ્જતને ખુદા તમામ કરવામાં જેની બુનિયાદ પર રસુલે ખુદા(સ.અ.વ.)એ ગદીરે ખુમથી લઇને પોતાના અંતિમ શ્ર્વાસ સુધી સતત વિલાયતના બારામાં એલાન કર્યુ અને આ એલાનને શરૂ રાખ્યુ. ભવિષ્યવાણીઓમાં વિલાયતની શરૂઆત લઇને વિરાસત-વિલાયતનું એ એલાન જે આખરી ઝમાનામાં પુરી કાએનાતના ખુણે-ખુણામાં ગુંજતુ રહેશે, તેની પુર્ણતા (આયએ ઇકમાલ) અત્મમ્તો નેઅમતીની સાથે કરી દીધી.

એઅલાને હકમેં ખતરએ દાર વ રસન તો હૈ

લેકીન સવાલ યે હૈ કે દાર વ રસન કે બઅદ

અહીં રોકાઇને દિલને બાળી નાંખનારૂ પરિણામ સામે આવે છે કે તે આગમચેતી જે રસુલે અકરમ (સ.અ.વ.)એ પોતાના બાર જાનશીનોના બારામાં કરી હતી અને આ વિલાયતનો તાજ કે જેની સામે હિદાયતના નૂરો તવાફ કરી રહ્યા છે. તેના બારમાં જાનશીન ગૈબમાં પણ છે અને હાજર પણ છે, તેમ છતા આ કૌમના લોકો એ જાણતા નથી અથવા જાણીને ઓળખવાનો હક અદા નથી કરતા.

દુનિયામાં કોણ એવી વ્યકિત છે જે વિલાયતનો અકીદો રાખે છે અને પોતાના બાર ઇમામોથી અજાણ હોય, હક અદા નથી કરતા? કદાચ કોઇ એવુ હશે જે આ બાર જાનશીનોની જાણકરી રાખતા ન હોય. ગવાહીઓ દેતી સદીઓ પસાર થઇ ગઇ કે આપણા બાર ઇમામો છે અને બારમાં ઇમામ એ છે જે દુનિયાને ઝુલ્મો-જોરથી આઝાદ કરાવશે અને અદ્લો ઇન્સાફથી ભરી દેશે.

ઇન્સાની અક્લ આશ્ર્ચર્ય અને હૈરાન પરેશાનીથી મુક્ત થઇને પશ્ર્ચાતાપ ન થાય કે એક ઇન્સાન આખી દુનિયાને ઝુહૂર બાદ કેવી રીતે અદ્લો-ઇન્સાફથી ભરી દેશે, એટલા માટે કે એ તમામ અંબીયાના વારિસ છે, તમામ હિદાયતનું કેન્દ્ર છે અને તમામ હુજ્જતે ખુદાને તેમણે કમાલના કેન્દ્ર સુધી પહોંચાડી દીધુ છે અને ઇલાહી જાનશીની ની સિફતથી સુસજ્જ છે, એટલા માટે દુનિયાને અદ્લો-ઇન્સાફથી ભરી દેવુ અશક્ય નથી.

પરંતુ એહલેબૈત(અ.મુ.સ.)ની સિરત જેના માટે હજારો મિમ્બર પરથી ખતીબો, આલીમો, મોહદ્દીસો પોતાના બયાનથી કૌમના તમામ લોકોને આગાહી દેતા રહે છે, આ કૌમના લોકો અગર આ ફઝીલત ધરાવનાર ઇમામે ગાએબ(અ.સ.)થી પોતાના ચારિત્ર્યને એવુ શણગારી દીધુ છે કે નજદીકી હવે અશક્યતાના વર્તુળમાં નથી. શું આ એક પ્રશ્ર્નાર્થચિન્હ નથી?

અગર વિલાયત અને મવાલીય્યતનો ઉચ્ચ અર્થ હિદાયતના પ્રકાશિત રસ્તા ઉપર આપણી કૌમના લોકો એક સુસંગતતા, એક સુમેળ, એક હમદર્દી, એક બીજાના માટે દિલસોઝી, આર્થિક રીતે, સામાજીક રીતે, ધંધાકીય રીતે, સોશ્યલી, રસ્મો રિવાજ પ્રમાણે અડગ થઇ જાય અને તે નિશાનો અને માઇલસ્ટોન જે આપણા અઇમ્મએ મઅસુમીન(અ.મુ.સ.)એ આપણા આખરી ઇમામ(અ.સ.)ના માટે નિયુક્ત કરી દીધા છે, આના ઉપર અમલ કરનારા થઇ જઇએ, તો આપણા આકા ઇમામે ઝમાના(અ.સ.)ને એવું કહેવુ નહી પડે કે અમે તમારી યાદથી ગાફિલ નથી રહેતા, નહિતર દુશ્મન તમારા હાડકાઓનો ચૂરે-ચૂરો કરી નાંખે. આપણી સુકાએલી હડ્ડીઓમાં ખુશીની લહેર દોડત નહી, અગર ઇમામ(અ.સ.)નો રહેમ અને કરમ આપણા ઉપર ન હોત. આ તમામ કારણો અને સબબોને નજર સમક્ષ રાખતા જ્યારે પોતાની ગફલતો, ભૂલો, હસદ, મતભેદો, સ્વાર્થીપણું, રાજકારણ, ફિરકાબંધીના પડછાયાઓ આપણી દરમિયાન ન હોત તો આ કૌમને ખુદાવંદે મોતઆલે પોતાના ખલીફાની હુકુમત હેઠળ વિદ્વતા, અક્લ, હોશ, જોશ અને હોસલો, હિંમત, સબ્ર અને સંતોષથી દરેક કૌમથી વધારે નવાજીશ કરી હોત. એક વિદ્વાનના કૌલ મુજબ આપણે બાદશાહત નથી કરી, શહેનશાહીય્યત નથી કરી, હુકુમત નથી બનાવી, રાજનિતિ નથી કરી, કોઇ કૌમ પર લશ્કર તૈયાર નથી કર્યુ, એમ છતા આજે આપણે આખી દુનિયામાં ફેલાએલા છીએ. આ કરમ, કુવ્વત, આ હિમાયત, આ હોંસલો, જે કાંઇ નક્કી થયુ છે તે ફરઝંદે ઝહરા(સ.અ.) તરફથી છે, તેમના તરફથી છે જે વિલાયતના માલિક છે, તેમના તરફથી છે, જે ખલીફએ ખુદા છે.

ઇમામે ઝમાના(અ.સ.)ની મઝલુમીય્યત:

આ કુદરતનો કાનુન છે, જે અક્લ અને હોશના ઝરૂખાઓને ખોલે છે કે ઉલુહીય્યત વાજીબુલ વુજુદ છે, નહિતર આ એક સવર્નિુમત વાસ્તવિકતા છે. ઝાલિમ, બુઝદિલ કમઝોર, ઓછી ભાનવાળો હોય છે. મઝલુમ, તાકતવર, સાબિર, સાબિત કદમ, અને બાહોશ હોય છે. આ સવર્નિુમત વાતને અગર સૌથી વધારે કોઇએ મેઅરાજ બક્ષી છે, તો તે ઝાત ઇમામ હુસૈન(અ.સ.)ની છે. શિમ્ર કત્લે હુસૈન બાદ ખુબ જ ખુશ થઇને એલાન કરવા લાગ્યો કે જો હુસૈન(અ.સ.)નું સર તેમના શરીર મુબારકથી જુદા કરી દીધુ. હુસૈન(અ.સ.)ને કત્લ કરી દીધા, મઝલુમીય્યત એવા સન્નાટાની જેવી હતી અને એવા અંધકારની જેવી હતી કે જેના માટે શાએરે કહ્યુ છે:

ઐસા સન્નાટા કે જૈસે હો સુકુતે સેહરા

ઐસી તારીકી કે આંખોને દુહાઇ માંગી

કત્લે હુસૈન(અ.સ.) પછી એવુ જ લાગતુ હતુ, પરંતુ …

ઝુલ્મ ફિર ઝુલ્મ હૈ બઢતા હૈ તો ધુટ જાતા હૈ

ખુન ફિર ખુન હૈ ગિરતા હૈ તો જમ જાતા હૈ

મઝલુમિય્યતની તાકાત સુરજ બનીને ઉગી અને એ અંધકારને ઓળંગીને અજવાળામાં બદલી નાખ્યુ અને એ ખામોશી કે જે જંગલની ખામોશી હતી તોડીને એવુ બયાના દુનિયાની ચારે તરફ ફેલાવ્યુ કે દુશ્મનો પણ હુસૈન હુસૈન કહેવા લાગ્યા. તમે મઝલુમીય્યતની તાકાત તેનો અંદાજો કાંઇક રોકાઇને સબ્રની સાથે થોભીને પોતાના વજુદને ચમકાવી દેત, અંધકાર ચાલ્યુ જાય છે અને ઝાલિમ ઝલીલ થાય છે. આજે આપણે આશ્ર્ચર્યમાં છીએ, હૈરત છે કે આપણા ઇમામ કયાં છે? તેમનો ખૈમો ક્યાં છે? કઇ હાલતમાં છે? તેમણે કેટલો ઝુલ્મ સહન કર્યો છે? જેટલો ઝુલ્મ તેમણે સહન કર્યો છે તેનો એહસાસ ધીમે-ધીમે થવા લાગશે અને કોઇ એહસાસનું મૂળ પ્રકાશનું કિરણ બનીને દિમાગમાં-વિચારોમાં, સમજમાં ફરે છે, તો એવુ લાગે છે કે મારા ઇમામ કેટલા તાકાતવાન છે એ ઇમામ કે જે વિલાદતના બાદ જ્યારે ઇમામત પર નિયુક્ત થયા, ત્યારબાદ જ્યારે ઇમામત પર નિયુક્ત થયા ત્યાર પછીથી લઇને આજ સુધી ઝુલ્મના મોટા-મોટા પહાડોને તોડતા સદીઓને પસાર કરતા આજે પોતાની કૌમની સરપરસ્તી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે તમારાથી ગાફિલ નથી. આ તેની મઝલુમીય્યતની તાકત છે.

કિતની દિલકશ હૈ તેરી સુબ્હ કે દિલ કહતા હૈ

યે ઉજાલા તો કિસી દીદએ નમનાક હૈ

અય કાશ! આપણી કૌમની દરેક વ્યક્તિ આપણા ઇમામે ઝમાના(અ.સ.)ની મઝલુમીય્યત પર ગૌરો ફિક્ર કરવા લાગે, જેઓ વિલાદત પછી ઇમામતના મનસબ પર ફાએઝ થવા સુધી ત્યારબાદ ગયબતે સુગરામાં બાદ ગયબતે કુબરામાં આપે જે હૈસીયતથી રાહનુમાઇ કરી છે અને મઝલુમીયત સાથો-સાથ વધતી ગઇ અને તેનો અંદાઝો ખુદાએ મોતઆલ સિવાય કોઇ લગાવી શકતુ નથી. વિલાદત બાદ પાંચ વર્ષ સુધી પોતાના વાલિદે બુઝુર્ગવાર ઇમામ હસન અસ્કરી(અ.સ.)ની સાથે કેવી પરિસ્થિતિ અને ખતરાઓની સાથે-સાથે પોતાની પવિત્ર ઝીંદગી પસાર કરી પોતાની પ્રજા સાથે પણ આપ મુક્ત રીતે મળી શકતા નહોતા. નજરબંદી હતી, લશ્કરની છાવણીનો મોહલ્લો હતો, ઝાલીમ હુકુમતા ભાડુતી માણસો જાસુસીની હૈસીયતથી દરેક સમયે ધરમાં દાખલ થતા રહેતા હતા જે હુકુમત અને ઇમામતની દરમિયાન એક ષડયંત્રું માધ્યમ હતા. વધુ વિગત માટે વાંચકો કિતાબ ‘કમાલુદ્દીન વ તમામુન્નેઅમત’ને વાંચે. જ્યારે આપ ઇમામત પર નિયુક્ત થયા તો કેવી રીતે પરિસ્થિતિમાં પોતાના પિદરે બુઝુર્ગવારનું ગુસ્લ કફન કર્યુ છે અને નમાઝે મય્યત અને દફન કયર્િ બાદ એહમદ ઇબ્ને ઇસ્હાકના લાવવામાં આવેલ પત્રોનો જવાબ કઇ હાલતમાં આપે લખાવ્યા, એ રીતે કે મજબુત રિવાયત લખાણમાં આવી જાય અને ઇતિહાસ ખામોશ ન બેઠે અને કોઇ નાફરમાન મુસલમાન આપના પવિત્ર વુજુદનો ઇન્કાર ન કરી શકે.

હુજ્જતે ખુદાના વુજુદને લીધે જમીન અને આસ્માન બાકી છે અને તેના માટે મજબુત અને સચોટ રિવાયતોનું ઇતિહાસમાં આવવુ એ જરૂરી હૈસીયત રાખે છે. હુકુમત  પોતાની ભરપુર યુવાની સાથે વિરોધ કરવા માટે તૈયાર છે. સ્વાર્થી અને વેચાય ગયેલા ઇતિહાસકારોની કલમો તેમાં હુકુમતની સાથે છે, અધુરામાં પુરૂ તેમાં ઘરનો ભેદી પણ હુકુમતની મદદ કરી રહ્યો છે. આ સમયગાળામાં કે આપણે જેને ગયબતે સુગરા કહીએ છીએ, કેટલી બધી મુશ્કેલ પરિસ્થિતિઓથી આપણા ઇમામ પસાર થઇ રહ્યા હતા. આપના માનવાવાળા અને આપની દરમિયાન જે આપના ખાસ નવ્વાબીન હતા, તેઓ તેલ વેચવાવાળાની હૈસીયતથી પોતાને જાહેર કરી રહ્યા હતા, પરંતુ ઈતિહાસ લખવામાં આવ્યો. અંધકારનું કલેજુ ચીરીને હકીકતની કિરણ સચ્ચાઇનો પૈગામ લઇને દુનિયા પર છવાઇ ગઇ અને ઇતિહાસે ગય્બતે સુગરામાં આવતી તમામ તવકીઓ(પત્રો)ની નોંધ કરી દીધી, ત્યાં સુધી કે એ સમય આવ્યો કે આપના આખરી નાએબ અલી ઇબ્ને મોહમ્મદ સૈમુરીના નામથી આપની તવકીઅ મુબારક આવી કે હવે અમારી ગયબતે કુબરા શરૂ થઇ રહી છે. એટલુ જ નહી પરંતુ અલી ઇબ્ને મોહમ્મદ સૈમુરીને તેમની બાબતો સંકેલી લેવા માટે છ દિવસની મોહલત આપી. અહીં રોકાઇને એક નુક્તો આ પણ સમજમાં આવે છે કે આપણા ઇમામ એ છે કે મૌત અને જીંદગી બંનેની ખબર રાખે છે. આટલા બધા તાકાતવર ઇમામ છતા આટલા બધા મઝલુમ?

ગયબતે સુગરાનું પુર્ણ થવુ અને ગયબતે કુબરાની શરૂઆત:

એક બાજુ હુકુમતને ભારે સંખ્યા, તેમના કાવતરાઓ, તેમનો મક્ર અને ફરેબ, તેમના વહેંચાઇ ગયેલા ઓલમા, તેમના વહેંચાઇ ગયેલા ઇતિહાસકારો એ વાત પર જીદ પકડીને બેઠા છે કે બારમાં ઇમામ(અ.સ.)ની વિલાદત પર પર્દો નાખી દેવામાં આવે, પરંતુ શું એવુ થઇ શક્યુ? પ્રકાશિત દિવસની જેમ વાસ્તવિકતા અને સચ્ચાઇ સામે આવી. બુઝુર્ગ ઓલમા શૈખ મુર્તઝા અન્સારી, હસને હિલ્લી, ઇબ્ને તાઉસ એવા કેટલાય ઉદાહરણ છે જે ઈતિહાસ બતાવનારા છે, જેણે હકીકત પર પડેલા બાતિલના પરદાઓ ચીરી નાખ્યા. સાબિતિ માટે અલ્લામા ઇકબાલનો એક શેઅર છે કે ‘જબ મહદી બૈરૂન આમદ’ તેના પર ઇસ્રાર અહેમદ જેવા પક્ષપાતીએ કહ્યું કે: આ એક શીઆ અકીદો છે. અમે આ બયાન વિરોધી સફમાંથી લઇને આપી રહ્યા છીએ.

આશરે બારસો વર્ષ પસાર થઇ ગયા. કેવી કેવી મુસીબતો સામે આવી છે. કેવા-કેવા વિરોધોનો સામનો કરવો પડ્યો છે. કલમવાળાઓની કલમ, ઝાલિમ બાદશાહની તલ્વાર મોટા-મોટા ધોખા અને પ્રપંચોવાળા દિમાગોની કોશિશો, પશ્ર્ચિમી તાકતોની દાદાગીરી, અગર આ તમામ પરીબળો કે જે અસંખ્ય છે, તેનો હિસાબ કરવામાં આવે તો એક મઝલુમ ઇમામ એ દરેકનો સામનો કરતા તેમના ઝુલ્મોની કમર તોડી મુક્યા છે અને નવા ઝાલિમોની કમર તોડી રહ્યા છે, જેમના પોતાના અને પારકા બંને શામિલ છે. આ ગયબતે કુબરાના સમયના આખરમાં જે ઉન્નતી થઇ તેમાં બાતિલ તબ્લીગનું જોર વધતુ ગયુ, પરંતુ જ્યા-જ્યાં ઇસ્લામ દુશ્મનીની શહે રગથી ખુન ટપક્યુ એક અવાજ એ જગ્યાએથી બુલંદ થઇ ‘યા મહદી’ એક ફિરકાએ કહ્યુ: પૈદા થઇ ગયા હોત તો અમારી મુસીબતો ટળી જાતે. એક ફિરકો કહી રહ્યો છે: અજ્જલલ્લાહો તઆલા ફરજહુશ્ શરીફ (અલ્લાહ તઆલા તેમના ઝુહૂરમાં જલ્દી કરે) ઝમાના પરિવર્તન પામી રહ્યા છે. ફરઝંદે ઝહેરા(સ.અ.)ની આગમનની અવાજો બુલંદ થઇ રહી છે. થોડુક રોકાઇને દરેક વ્યક્તિ ઇન્સાફથી કામ લેવુ પડશે. કોને પોકારી રહ્યા છો? શા માટે પોકારી રહ્યા છો? શું તેને બોલાવી રહ્યા છો, જે સવાર સાંજ પોતાના જદ્દ પર ગિયર્િ કરી રહ્યા છે અને જેમની આંખોમાંથી આંસુના બદલે ખુનના ટીપા પડી રહ્યા છે, જે ઝુલ્ફીકારને આશ્ર્વાસન દઇ રહ્યા છે. બેચૈન ઝુલ્ફીકાર, તડપતી ઝુલ્ફીકાર જે બદલો લેવા માટે ઇન્તેઝાર કરી રહી છે. જે પોતાની કૌમને કહી રહ્યા છે કે અલ્લાહનો વાયદો પુરો થઇને રહેશે, અગર તમારા તરફથી એવી ખબરો જે અમારી સુધી પહોંચી રહી છે, જેની તમારી પાસે અપેક્ષા નથી, તો અમારા આવવામાં મોડુ ન થાત.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *