Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૪૦

કશ્ફુલ્ અસ્તારે અન્ વજ્હીલ્ ગાએબે અનિલ્ અબ્સાર (નજરોથી ગાએબ ચહેરા પરથી પર્દાનું ઉઠવુ)

Print Friendly, PDF & Email

(…શાબાન અંક 1439થી શરૂ…)

અગાઉના અંકમાં એ વર્ણવી ચુકયા છીએ કે, હિ.સ. 1317માં મહેમુદ શુકરી આલુસીનો લખેલો એક કસીદો નજફે અશરફમાં પહોંચ્યો જે કસીદએ બગદાદીય્યાના નામથી મશ્હૂર થયો. કસીદાના જુમ્લા આ રીતે હતા:

અયા ઓલમાઉલ્ અસ્રે યા મન્ લહુમ્ ખબરૂમ્ બે કુલ્લે દકીકિન્ હાર ફી મિસ્લેહિલ્ ફિક્રો

અય ઝમાનાના આલીમો, જેમના વિશે એ ખબર છે કે, તેમની ફિક્ર બારિક મસાએલમાં હંમેશા હૈરાન અને પરેશાન છે.

આલુસીએ આ કસીદામાં 25 અશ્આરમાં ઇમામે અસ્ર(અ.સ.)ની ગયબત, તુલે ઉમ્ર, આપનું વુજુદ વિગેરે પર શંકા કરી છે. મરહુમ મોહદ્દીસે નૂરી(કુદ્દેસ સિર્રોહુ)એ પોતાની તમામ પ્રવૃત્તિઓને તર્ક કરીને આ કસીદાનો જવાબ “કશ્ફુલ્ અસ્તાર અન્ વજ્હિલ ગાએબ અનિલ્ અબ્સારના સ્વરૂપમાં લખ્યો. આ અંકમાં અમે આલુસીના અમુક વાંધાઓ જે તેણે કયર્િ છે અને મરજઅ મોહદ્દીસે નુરીએ તેના જવાબ આપેલ  છે. તેની એક ઝલક રજુ કરીશું. પ્રથમ પ્રકરણમાં મોહદ્દીસે નૂરી(કુદ્દેસ સિર્રોહુ)એ ઇમામ મહદી (અ.સ.)ના વુજુદને બંને હદીસો (હદીસે અઇમ્મએ ઇશ્ના અશર અને હદીસે સકલૈન)ની રોશનીમાં સાબિત કર્યુ છે કે ઇમામનો સિલસિલો કયામત સુધી બાકી રહેશે એટલા માટે કે સાદિકે મુસદ્દક પયગંબર (સ.અ.વ.)એ તેની આગાહી કરી છે કે…

“આ દીનનો ખાતેમો ત્યાં સુધી નહી થાય જ્યાં સુધી તેના પર બાર ખલીફાઓ ન થાય.

આ ઉપરાંત મરહુમ મોહદ્દીસે નૂરી(કુદ્દેસ સિર્રોહુ)એ એહલે તસન્નુનના 40 ઓલમાના હવાલાથી સાબિત કર્યુ કે ઇમામ મહદી(અ.સ.)ની વિલાદત થઇ ચુકી છે અને તેઓ આ સમયે મવજુદ છે. એ ચાલીસ ઓલમાની મકતબે આમ્મા(એહલે તસન્નુન)માં ભરોસાપાત્રતા અને વિશ્ર્વસનિયતાના ઉલ્લેખ સાથે તેમની કિતાબોમાંથી કૌલ વર્ણન કયર્િ છે. (કશ્ફુલ અસ્તાર, પાના: 39 થી 154 (ઇન્શાઅલ્લાહ હવે પછીના અંકમાં એ ઓલમાના કૌલ વર્ણવીશું)

બીજા પ્રકરણમાં મોહદ્દીસે નૂરી(કુદ્દેસ સિર્રોહુ)એ કસીદએ બગદાદીયા પર ટીકા લખી છે. બયાન ફરમાવ્યું કે આલુસીની મૂળ વાતનો ખુલાસો બે મતલબો પર છે અને બાકીની વાતો હાશીયો છે. પછી આપે એ બંને શંકાઓનો ઉકેલ આપ્યો છે.

પ્રથમ વાંધો:

એ છે કે આલુસી કહે છે કે, અગર મહદી (અ.સ.)ના ઝુહૂરની શર્ત દુનિયાનું ઝુલ્મો જોરથી ભરાઇ જવું છે અને તેઓ જીવંત છે, તો તેમને જાહેર થઇ જવુ જોઇએ. તેથી ઝુહૂર ન થવું એ તેનું જીવંત ન હોવાની ખબર આપે છે. મોહદ્દીસે નૂરી(કુદ્દેસ સિર્રોહુ) એ આ વાંધા માટે નિમ્નલિખિત બે શેર લખ્યા છે:

વ કય્ફ વ હાઝલ્ વક્ત દાઇન્ લે મિસ્લેહી

ફ  ફીહે  તવાલઝ્  ઝુલ્મ વ ઇન્તશર શર્ર

વ મા હોવલ્ અનાશેરલ્ અદ્લ વલ્ હોદા

ફ લવ્ કાન મવજુદલ્ લમા વજદલ્ જવ્ર

(કશ્ફુલ અસ્તાર, પાના:157)

સ્પષ્ટતા:

જવાબ: મોહદ્દીસે નૂરી(કુદ્દેસ સિર્રોહુ)એ ફરમાવ્યું: દુનિયાનું ઝુલ્મો જોરથી ભરાઇ જવું એ હઝરતના ઝુહૂરની શરતોમાંથી  એક શરત છે, પણ મર્યિદિત કારણ નથી.

મરહુમ મોહદ્દીસે નૂરી(કુદ્દેસ સિર્રોહુ) લખે છે: પયગંબર(સ.અ.વ.)ના દ્વારા સહીહોમાં મૌજુદ હદીસોના શબ્દોમાં એ મળે છે કે પયગંબર(સ.અ.વ.) એ ફરમાવ્યું: તેઓ જાહેર થશે અને જમીનને અદ્લો ઇન્સાફથી એવી રીતે ભરેલી હશે. માટે ઝુહૂરના સમયે જમીન પર ઝુલ્મનું સામાન્ય વુજૂદ હોવુ શર્ત છે, ઝુહૂરની શર્ત નથી.

એક વાક્યમાં આમ કહીએ કે ઝુહૂરની શર્તોમાંથી એક શર્ત દુનિયાનું ઝુલ્મો જોરથી ભરાઇ જવું છે. પરંતુ આ એક મર્યિદિત કારણ નથી અથવા એમ કહેવામાં આવે કે ઝુહૂરનો આધાર આ કારણ પર મર્યિદિત નથી.

અગર ધ્યાન દેવામાં આવે તો સદીઓ પસાર થઇ ગઇ. દુનિયા ઝુલ્મથી ભરેલી છે અને તેનો ઇતિહાસ એહલે તસન્નુનની હદીસોના આધારે પ્રથમ સદીના મુસલમાનોના ઈતિહાસ પર પલ્ટે છે. તેના ઉપરાંત ઝુહૂરની શર્તોમાંથી એક શરત એક ભારે જવાબદારીને ઉપાડવા માટે તેને અનુરૂપ અને પ્રશિક્ષિત અન્સારો અને મદદગારોનો વુજૂદ છે કે જેની સ્થાપિત થવાની આરઝુ તમામ અંબીયા અને સાલેહીન રાખે છે. ઇમામ મહદી(અ.સ.)નો ઝુહૂર એક પહેલુથી તેમના જદ્દે બુઝુર્ગવારની બેઅસત સાથે સામ્યતા રાખે છે કે ઝુહૂરના પહેલા ગુમરાહીઓનું ફેલાવુ એ બેઅસતની પહેલા ગુમરાહીઓના ફેલાવાની યાદ અપાવે છે.

પયગંબર(સ.અ.વ.) એ તમામ ગુમરાહીઓની દરમિયાન જીવન પસાર કરતા રહ્યા, પરંતુ એમ છતા કે આપ(સ.અ.વ.) નબુવ્વત અને રિસાલતના હોદ્દા ઉપર મુકર્રર હતા અને તો પણ પોતાની રિસાલત અને નબુવ્વત તરફ મક્કાવાળાઓને દાવત આપી નહી, તેના બે પાસાઓ છે. એક પાસુ ઇન્તેઝારનું છે, એટલે કે જ્યાં સુધી ખાલિકે કાએનાતની તરફથી હુકમ આવ્યો નહી કે, અય રસુલ(સ.અ.વ.)! હવે તમે તમારી રિસાલતનું એલાન કરી દો. ત્યાં સુધી આપે પોતાની સિરતે નબવીને પોતાના અમલથી જાહેર કરતા રહ્યા. બીજુ પાસુ એ છે કે મક્કાવાસીઓના દિમાગો અને વિચારોમાં રિસાલત અને નબુવ્વતની તહઝીબને કબુલ કરવા માટે તૈયારી પૈદા થઇ ન હતી.

આ બંને પાસાઓને નજરસમક્ષ રાખતા ઇલાહી હુકુમતનું દુનિયા પર સ્થાપિત થવુ એ જરૂરી છે, એટલે કે એક પાસુ એ ઇન્તેઝાર છે, કે જેના બારામાં કુર્આને મજીદ અવાજ આપી રહ્યું છે: ફન્તઝેરૂ ઇન્ની મઅકુમ્ મેનલ્ મુન્તઝેરીન. ઇન્તેઝાર કરો, હું પણ તમારી સાથે ઇન્તેઝાર કરી રહ્યો છું અને તેના બીજા પાસા ઉપર પણ કુર્આને જોકા ખાતી વિચાર સરણીને સુકુન બક્ષ્યુ છે, એમ કહીને કે ઇન્નલ્ અર્ઝ યરેસોહા એબાદેયસ્ સાલેહૂન. એટલે કે ચોક્કસ! અંતમાં મારા નેક બંદાઓ જમીનના વારસ બનશે. એટલે કે એક તરફ ઇમામે ઝમાના(અ.સ.) હુકમે ખુદાના મુન્તઝીર છે, તો બીજી તરફ આ જમીન પણ એ નેક અને સાલેહ બંદાઓના લિસ્ટને સંપૂર્ણ થવા માટે બેકરાર છે, જે આપના ઝુહૂર માટે અન્સારો અને મદદગારોની જરૂરત છે અને જમીન તૈયાર થઇ જાય તો તે કલ્ચર માટે જે ઇમામે વક્તની હુકુમતના પરચમ હેઠળ પુરી દુનિયા પર છવાઇ જશે.

આ પ્રકરણમાં મોહદ્દીસે નૂરી(કુદ્દેસ સિર્રોહુ)એ વિગતવાર એહલે તસન્નુનની પુષ્કળ હદીસોની રોશનીમાં ખુબસુરત રીતે, અકલ અને નકલનો ઉપયોગ કરીને દલીલો પ્રસ્થાપિત કરી છે.

બીજો વાંધો:

આલુસીએ બીજો વાંધો ઉઠાવ્યો કે એવા ઇમામનો શું ફાયદો કે જે હુકમ અને ફતવો ન આપતા હોય અને બાબતોમાં તેની કોઇ સત્તા ન હોય.

મરહુમ મોહદ્દીસે નૂરી(કુદ્દેસ સિર્રોહુ)એ ખુબ જ વિગતની સાથે તેનો જવાબ આપ્યો છે. આ ટુંકા લેખમાં વિગતવાર લખાણની જગ્યા નથી. અલબત્ત, અમુક વાક્યોમાં જવાબનો સારાંશ આ છે.

અહલેબૈત(અ.મુ.સ.)ના વુજુદની હિકમત અને તેમના થકી જે ફાયદાઓ હાસિલ છે, તે ઘણા બધા છે, જેમ કે:

અહલેબૈત(અ.મુ.સ.) ખુદા અને મખ્લુકની દરમિયાન ફૈઝનો વાસ્તો છે.

અહલેબૈત(અ.મુ.સ.) થકી જ જમીનવાળાઓ ઉપર નાઝિલ થવાવાળો અઝાબ દુર થાય છે.

અહલેબૈત(અ.મુ.સ.)ના દ્વારા દીન નાબુદ થવાથી અને બાતિલ અર્થઘટનથી સુરક્ષિત છે. મોઅમેનીનને આ ફાયદો પણ પહોંચે છે. આ ચચર્ઓિને બીજા અન્ય લેખમાં ઇન્શાઅલ્લાહ લખીશુ.

કિતાબના ખાતેમા પર

(વમા અસ્અદુસ્ સરદાબ ફી સુર્રે મન્ રાય,

લહુલ્ ફઝ્લો અન્ ઉમ્મલ કોરા વ લહુલ્ ફખ્રો

ફયા લલ્ અજબે અલ્લતી મન અજીબહા

ઇન્ અત્તદેઝ્ સરદાબ બે રેજાલેહીલ્ બદ્ર

મોહદ્દીસે નૂરી(કુદ્દેસ સિર્રોહુ)એ આલુસીના બે બૈત(શેર)નો જવાબ આપ્યો છે. આ બે શેરોમાં તેણે શીઆઓની તરફ અયોગ્ય વાતો સંબંધિત કરી છે. તેમાંથી એક એ છે કે, શીઆઓ સામરર્નિા સરદાબને મક્કાથી અફઝલ જાણે છે, અને આા જગ્યાને ગયબતમાં ઇમામ મહદી(અ.સ.)ના છુપાવાની જગ્યા ગણાવે છે કે, એક દીવસ તેઓ ત્યાંથી બહાર આવશે.

લેખકે આલુસીની આ તોહમતને કે સરદાબે સામરર્િ “સરદાબે ગયબત છે. એટલે સરદાબમાં ઇમામે ગાએબ રહે છે. તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. આમ જોવામાં આવે તો કિતાબનો આ હિસ્સો એક ચમકતો હિસ્સો છે. એટલા માટે કે આલુસીના આંધળી ઘડી કાઢેલી વાતોનો કે જેમાં તેણે ઐતિહાસિક  હકીકતનો એક સાથે બાજુમાં મુકી દીધી છે અને શીઆ પર એવી રીતે તોહમત લગાવી છે કે, જાણે શીઆ તેનો કોઇ જવાબ આપી શકશે નહી. (તેના માટે એક અલગ લેખની જરૂરત છે, ઇન્શાઅલ્લાહ અન્ય કોઇ મોકા પર તેના પર પ્રકાશ ફેંકીશું)

મોહદ્દીસે નૂરી(કુદ્દેસ સિર્રોહુ)એ અગાઉના શીઆ ઓલમા અને મોહદ્દીસો જેમ કે શૈખે સદુક(અ.ર.), શૈખે તુસી(અ.ર.), શૈખે મુફીદ(અ.ર.) અને સૈયદ મુર્તઝા(અ.ર.) તેમજ શૈખે કુલૈની(અ.ર.)ની માન્યતાઓને બયાન કરી છે અને આલુસીની માન્યતાને ઘડી કાઢેલી ગણાવી છે અને ફરમાવ્યું: મોઅતબર હદીસોમાં ઝુહૂરની શરૂઆત મક્કાએ મોકર્રમાને ગણવામાં આવી છે.

આ કિતાબના આખરી પાનાઓમાં બે વાતો લખી છે:

પહેલી વાત એ છે કે, હઝરત મહદી(અ.સ.)ના બારામાં દલીલવાળા મુદ્દાઓ અને અમુક એહલે તસન્નુનના સોર્સ પર ટીકા ટીપ્પણી કરી છે અને બીજુ એ કે પક્ષપાતીઓ અને વાંધા ઉપાડવાવાળાઓની હંમેશા એ કોશિશ રહી છે કે તે ઇતિહાસમાં એ તમામ પ્રકાશિત ઝરૂખાઓને બંધ કરી દે, જે ઇમામે ગાએબ(અ.સ.)ના વજુદ અને ઝુહૂર પર મજબુત દલીલોની સાથે ખુદા પોતાની હુજ્જતને તમામ કરે છે. આ એજ પૂર્વ તૈયારી અને તૈયારીમાં મોટી મોટી અડચણો છે, જેના લીધે ઝુહૂરમાં જલ્દી થવામાં મોડુ થવાનું કારણ સાબિત થઇ રહ્યુ છે. એ લેખકો, વિરોધીઓ અને દુશ્મનો કે જેઓ ઇમામતની સ્પષ્ટ હકીકત પર પરદો નાખી રહ્યા છે. તેમાં આલુસી, અબ્દુલ અઝીઝ દેહલવી (તોહફએ ઇસ્ના અશરીયાના લેખક) અને મુલ્લા નસ્ રૂલ્લાહ કાબુલી (સવાએકના લેખક) આગળ પડતા છે.

ઇલાહી કુદરતના તકાઝા મુજબ આ તમામ શંકાઓ અને વાંધાઓના આપણા ઓલમાએ સંતોષકારક જવાબ આપી દીધા છે અને ઝુહૂરની બાબત પ્રકાશિત દિવસની જેમ સ્પષ્ટ કરી દીધી છે. કોઇપણ ખુણે-ખાંચરેથી જરાયે અવકાશ બાકી નથી રાખ્યો કે જેનાથી વિરોધીઓ પોતાની જીભ ખોલી શકે હવે એ અલગ વાત છે કે વિચારો અને દિમાગ તથા સમજણથી દુર થઇને એ વાત પર જીદ પકડી રાખે કે જેના માટે શાએરે સુંદર શેઅર કહ્યો છે:

ઉસ પે મચલે હૈ કે હમ દર્દે જીગર દેખેંગે

પુરી દુનિયામાં કારણો અને ઇલ્લતો ખલ્લાકે કાએનાત દ્વારા એ તમામ તકાઝા પુરા કરી રહ્યા છે, જે ઝુહૂરની પૂર્વતૈયારી કરવામાં મસ્ રૂફ છે. વધારામાં મરહુમ મોહદ્દીસે નૂરી(કુદ્દેસ સિર્રોહુ)એ લખ્યુ છે કે આ કિતાબોની રદ્દ હિન્દુસ્તાનના શીઆ ઓલમાઓએ લખી છે અને તેની સંખ્યા 40 ભાગોેથી વધારે છે.

(કશ્ફુલ અસ્તાર, પાના:209)

કિતાબથી સંલગ્ન:

કિતાબ કશ્ફુલ અસ્તારમાં કસીદએ બગદાદીયા ના આઠ શેરોમાં જવાબ જે મહાન બુઝુર્ગ શીઆ આલીમો દ્વારા લખવામાં આવ્યા છે, આ કિતાબમાં એ કસીદાઓમાંથી ત્રણ કસીદાઓને શામિલ કરવામાં આવ્યા છે.

1 કસીદએ શૈખ મોહમ્મદ હુસૈન, કાશેફુલ ગેતાઅ (વફાત 1373હિજરી) શૈખ કાશેફુલ ગેતા, મોહદ્દીસે નૂરી(કુદ્દેસ સિર્રોહુ)ના શાગિર્દ હતા. 22 વર્ષની ઉમ્રમાં કિતાબ કશ્ફુલ અસ્તારના લખાણને 242 બૈતમાં ગોઠવણી કરી છે.

(કશ્ફુલ અસ્તાર, મુલહકુલ કિતાબ, પાના: 241 થી 258)

2 કસીદએ શૈખ મોહમ્મદ જવાદ બલાગી (વફાત હિજરી 1353) આ કસીદો 110 બૈતનો બનેલો છે અને આ કસીદો જામેઇય્યત અને જુદા-જુદા ઉલુમમાં આધુનિકતાના દ્રષ્ટીકોણથી ખાસ મકાન ધરાવે છે.

(કશ્ફુલ અસ્તાર, પાના: 263-268)

3 કસીદએ સૈયદ મોહસિન અમીન આમેલી (વફાત 1371 હિજરી) 311 બૈતનો બનેલો આ કસીદો આલુસીના કસીદાના વિષયોની વહેંચણી કયર્િ બાદ જવાબ દેવામાં આવ્યો છે.

(કશ્ફુલ અસ્તાર, પાના: 273 થી 288)

ખુદાયા! એ લોકો કે જેઓએ ઇમામે ઝમાના (અ.સ.)ના વુજૂદનો ઇન્કાર કરે છે, તેઓના કાળા દિલને અગર તેઓ હિદાયતને લાયક છે, તો પ્રકાશિત કરી દે અને અગર હિદાયતને લાયક નથી તો ઝલીલ અને રૂસ્વા કરી દે. ઇમામ(અ.સ.)ના ઝુહૂરમાં જલ્દી કર અને અમને સૌને તેમના મદદગારોમાં શુમાર કર.

મરાજેઅ અને ઓલમાનો છાયો અમારા પર કાયમ બાકી રાખ અને ઇમામે ઝમાના(અ.સ.)ના રક્ષણ હેઠળ મહાન મરાજેઅની ઇતાઅત અને ફરમાંબરદારીની તૌફીક અતા ફરમાવ…

અલ્લાહુમ્મ અજ્જીલ્ લે વલીય્યેકલ્ ફરજ્ વ જઅલ્ના મિન્ અન્સારેહી વ અઅ્વાનેહી…

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.