એક માને ઇમામના સલામ

Print Friendly, PDF & Email

ખુશીના બધા ગીતો આશાઓના સિતાર ઉપર જ આલાપવામાં આવે છે. તેના શબ્દો ભવિષ્યના ભંડારોમાંથી કાઢીને શણગારવામાં આવે છે. એક બાળક માને કહે છે. “માં ઉંઘ નથી આવતી. એક વાર્તા કહે. મા કહે છે; “આંખો બંધ કરો પછી કહું છું. બાળક આંખો બંધ કરી લે છે. પરંતુ પાંપણો ભેગી થતાંજ એમ લાગે છે કે ઉંઘ હજી ઘણી દૂર છે. મા વાર્તા શરૂ કરે છે. “આવનાર આવશે. સફેદ ઘોડા ઉપર સવાર. એક હાથમાં તલવાર અને ખભા ઉપર અલમ. અલમનું કાપડ લીલા રંગનું હશે તેની ઉપર અનંત વિજયનું નિશાન હશે. તેનો ચહેરો સૂરજની જેમ ચમકી રહ્યો હશે. તેના ઘોડાના પગરવના તાલમેલથી એવું લાગશે કે કોઇ મદદગાર આવી રહ્યા છે. તેની તલવારની બીક નહિ લાગે. એટલા માટે કે તે આપણા રક્ષણ માટે હશે. તેના ઝંડાના ફરકવાથી આંખોમાં તરવરાટ પેદા થશે. તેની સુંદર આંખો જોઇને રડતા બાળકો છાના રહી જશે. પછી નાના હાથોને પોતાની માના હોઠ ઉપર ગમે તેમ ફેરવીને એ રીતે હસશે કે તાળવું દેખાવા માંડશે. મા પોતાના બાળકને છાતીએ લગાડીને પ્યાર કરશે. (શું ખબર બાળકને કે કેવા પ્રકારની મોહબ્બતના મોજાઓ માના દિલમાં ઉછળી રહ્યા છે.) પછી તે સવારને જોશે કે નજદિક આવી રહ્યો છે. તેમ છતાં ઘણો દૂર છે. તેના ચમકતા લલાટ ઉપર એક નુર એક પ્રકાશ પ્રસરીને તેનો હાર બનાવી લેશે. તેના વાળની એક લટ ત્યારે માથાના પ્રકાશ સાથે અડપલા કરશે. અંધારા ઉલેચાવા માંડશે. સુરમાના રંગની સવાર પોતાના આકર્ષણની સાથે પૂર્વની તરફથી ધીરે ધીરે ફેલાવા લાગશે. તે જ્યાંથી પસાર થશે તે રસ્તો મહેંકી ઉઠશે. તે મહેંકથી દિલમાં ઉમંગો ખીલી ઉઠશે. મંદ મંદ લહેરો લહેરાવા લાગશે. જમીનના નીરસ જીવનમાં વસંત ખીલવતી ખુશ્બુ ફેલાવા લાગશે.
તે પોતાની સવારી ઉપરથી ઉતરશે. જ્યાં તેના પગલાં પડશે તે જમીન સ્મિત વેરશે.
જ્યારે બોલશે ત્યારે મોતી વેરશે અને અલ્લાહ તબારક-વ-તઆલાની હમ્દો-સનામાં મશગુલ હશે. દરો-દિવાર એની સચ્ચાઇની સાક્ષી પૂરશે.
પછી એક નૂરાની ખૈમા તરફ પ્રયાણ કરશે, જેની ટોચ પર અલ્લાહની નીશાની રૂપે અલમ લહેરાતો હશે. એ શખ્સ પોતાના હાથનો અલમ જમીન પર રોપશે. તલવાર એક તરફ લટકાવશે. પોતાના ખાદીમોને બોલાવી ફરમાન જારી કરશે : જાઓ મઅસુમ બચ્ચાઓની પાસે જાઓ, જેમની માઓ અમારો ઝીક્ર અમારી ગૈબતમાં કરીને પોતાના બચ્ચાઓને સુવરાવી રહી છે. પહેલે એ માતાઓને અમારા સલામ પહોંચાડો. પછી મારા લશ્કરના એ નાના સિપાહીઓ માટે નિંદરને હુકમ કરો કે એમની આંખોમાં સમાઇ જાય.
હવે માની આંખો પણ ભારે થઇ રહી છે. તે પણ સૂઇ ગઇ એટલા માટે કે નમાઝે શબ માટે ઉઠવું છે.
હોલના ‘માતમકદા’ માંથી કોઇ ચીસ પાડી રહ્યું હતું. તેની જીભોમાંથી આગના લબકારા નીકળતા હતા. આ કોણ છે જે મારી હુકુમતમાં એક નવો નિયમ, એક નવી દુનિયા, એક નવી વસ્તીની વાતો કરી રહ્યું છે. હું નિર્દોષ બાળકોનો ભય તેઓના ખૌફ, તેઓનો ડર છું. તે બધાનો નાશ કરીશ. પોતાની ફોજને હુકમ આપે છે. ફફડી રહેલા ગરીબોની ધોરી નસથી પોતાના દાંતોને હટાવીને તે માતાઓ તરફ જાઓ. તે માતાઓને અને તેના ઉચ્ચ વિચારોને તબાહીની તરફ નાખી દો. શયતાની શક્તિની હવા થોડી પળોની હતી. તેઓના જ ગળામાં દોરડુ બની તે સૌને ફાંસી ઉપર ચડાવી દીધા.
બાળક અજાણ્યું બની સૂઇ રહ્યું હતું. રાત પસાર થઇ રહી હતી. અચાનક ઘડિયાળની એલાર્મ વાગી અને મા નમાઝે શબના માટે ઉઠી થઇ. બાળક સ્વપ્નાની દુનિયામાં પોતાના મદદગાર ઇમામની ઝીયારત કરી રહ્યો હતો.
રિવાયતમાં છે કે જ્યારે ગુલે નરજીસનો ઝુહુર થશે, પારણાઓમાં બાળકો આપના આગમન ઉપર પોતાના નિર્દોષ સ્મિતથી આપનું સ્વાગત કરશે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *