બીસ્મીલ્લાહ હીર રહમાન નરી રહીમ

Print Friendly, PDF & Email

બીસ્મીલ્લાહ હીર રહમાન નરી રહીમ
શરૂ કરું છું અલ્લાહ નામથી જે મહાન દયાળું,
મહેરબાન છે.
વ બે ઝીક્રે મવાલાના – અલ – મહદી (અ.ત.ફ.શ.)
અને અમારા મૌલા ઇમામ મહદી (અ.સ.) ના
નામથી (અલ્લાહ એમના ઝુહરને નજદીક કરે.)

બીરાદરાને મોઅમીન,

સલામુન અલયકુમ
અલ્લાહ પાકનો લાખો શુક્ર છે જેણે આપણને મોકો આપ્યો કે આપણે 15મી શાબાન જોવા માટે જીવતા રહ્યા.
અય કાશ કે એ જ પ્રમાણે પરવરદિગાર મોકો આપતે કે દરેક મોમીન 15મી શાબાન સાથે, ખુદ ઇમામે ઝમાના (અ.સ.)ના પવિત્ર દિદારથી પણ ધન્ય થતે! ઇમામ (અ.સ.) ના જન્મદિવસની સૌ પ્રથમ એ હઝરત ખુદને, પછી એમના જુદ્દે બુઝુર્ગવાર રસુલે અકરમ (સ.અ.વ.) ને અને અગિયાર ઇમામોને ખૂબ ખૂબ મુબારકબાદ! અને હા, એમની દાદી જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ને કેમ ભૂલાય? જરૂર જરૂર અય ફાતેમા ઝહેરા (સ.અ.) આપના ફરઝંદ રાહ જુએ છે, ક્યારે અલ્લાહનો હુકમ થાય અને ઝહુર કરે. આપના દુ:ખી દિલને આરામ પહોંચાડવાનો સમય નજદીક થઇ ગયો છે. !
આપ સૌને પણ ઘણી મુબારબાદ પેશ કરીએ છીએ.
હઝરત બકીયુતુલ્લાહ હુજ્જત ઇબ્નીલ હસન અલ અસ્કરી (અ.ત.ફ.શ.) ના કદમોમાં આ બીજો નાચીઝ પ્રયાસ છે. એમની ઓળખાણ, મારેફત તરફ એક બીજું પગલું. આશા છે હઝરત (અ.સ.) ખતાકારોના પ્રયાસને કબુલ ફરમાવશે.
આપની ખિદમતમાં ગુઝારીશ છે કે આપ આપના અભિપ્રાયો આપવાનું ન ભુલતા, અમારી ક્ષતિઓ તરફ ધ્યાન દોરજો…… એ તમારી ફરજ છે.
અમે તો મુંબઇમાં હઝરતે મહદી (અ.સ.)નો જન્મદિવસ શાનદાર રીતે ઉજવાય છે. એમના વિષે પુસ્તકોનું પ્રદર્શન ત્થા જશ્ન ઉજવાય છે. એ પ્રદર્શનમાં હઝરત વિષે સવાલ – જવાબો પ્રશ્ર્પત્રોમાં પૂછાય છે. અને માર્કસ અપાય છે.
આ વર્ષે થોડાક જ્ઞાન – રસથી ભરપુર પ્રશ્ર્નપત્રો આ સાથે બીડ્યા છે. એમાં બે (ર) પ્રશ્ર્નપત્રો ભરી અમોને રવાના કરશો. આપને પોસ્ટ મારફત સાચા જવાબો જણાવશું. આપના નામ – સરનામા અને વય સારા અક્ષરોમાં લખવા વિનંતી.
વિદાય પહેલાં દૂઆ કરીએ અલ્લાહ અમારા પ્યારા ઇમામ (અ.સ.) નો ઝુહર અમારી જીંદગીમાં ફરમાવે. એમના મુક્કદસ પવિત્ર દિલને દરેક શિયાથી રાજી અને ખુશનુદ રાખે…… અને આપણને સૌને એમના ગુલામોમાં સુમાર ફરમાવે. નાએબે ઇમામ (અ.સ.) ને એમની પવિત્ર છાયામાં મહફૂઝ રાખે…. ઇ. આમીન – વસ્સલામ.
એસોસીએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)
પો. બોક્સ નં. 5006, મુંબઇ – 400 009

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *