શું ગયબતના જમાનામાં ઇમામે અસ્ર (અ.ત.ફ.શ.)ના દીદાર શક્ય છે?

Print Friendly, PDF & Email

ઇસ્લામી અકીદા પ્રમાણે હઝરત મહદી (અ.સ. )ની ગયબત બે પ્રકારની છે. (1)‘ગયબતે સુગરા’.(2) ‘ગયબતે કુબરા’ આં હઝરત (અ.ત.ફ.) ના ઇમામતના જમાનામાં ‘ગયબતે સુગરા’ ની મુદત 8મી રબીઉલ અવ્વલ 260 હીજરી એટલે ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની વફાતના દિવસથી લઇને 15મી શાબાન 329 હીજરી સુધી છે. ગયબતે સુગરાના જમાનામાં જો કે ઇમામ (અ.સ.) સામાન્ય શિયાઓની નજરથી છુપાઇ રહેતા હતા, (એટલે સામાન્ય શિયાઓ ઇમામ (અ.સ.) ઓળખી શકતા નહોતા.) પણ સિવાય એ લોકોની જેઓએ આં હઝરત (અ.સ.) ના અને આપના પીદરેબુઝુર્ગવારના મુખલીસ અને નજદીકના અસ્હાબમાંથી હતા, ઇમામ અને સામાન્ય લોકોની વચ્ચે રાબેતાની હેસિયતથી નિયુક્ત હચતા. લોકો પોતાના મસાએલ, મુશ્કીલો અને સવાલો એ હઝરાતની પાસે લઇ જતા હતા અને હઝરાત તેમના મુશ્કીલાતો મસાએલ અથવા સવાલોને ઇમામ (અ.સ.) સુધી પહોંચાડી દેતા અને એમના હલ, જવાબ લઇને લોકોને પહોંચાડી આપતા હતા આજ દરમ્યાની અને વાસ્તાવાળા (વચ્ચેના) લોકો નાએબે ખાસના નામથી જાણીતા હતા. ‘ગયબતે સુગરાના’એ 69 વરસોની દરમ્યાન હઝરતે હુજ્જતના જે ચાર ખાસ નાએબો હતા તે સિવાય આજ સુધી કોઇ નાએબે ખાસ નથી. એમાંથી પહેલા નાએબે ખાસ જનાબ ઉસ્માન બિન સઇદ અમ્રવી, બીજા એમના જ દીકરા જનાબ મોહમ્મદ બિન ઉસ્માન બિન સઇદ અમ્રવી, ત્રીજા જનાબ મોહમ્મદ સયમુરી.
ઇમામ (અ.સ.)ના ચોથા નાએબ જનાબ અલી બિન મોહમ્મદ સયમુરીની વફાતની છ દિવસ પહેલાં ઇમામ (અ.સ.) મે એમને સંબોધીને એક પત્ર લખ્યો, જેમાં આપે ફરમાન કર્યું હતું : એ અલી બિન મોહમ્મદ સયમુરી ! છ દિવસ પછી તમારી વફાત થઇ જશે, તમારા બાકી કાર્યોને પુરા કરીને અંજામ આપી દો અને કોઇને પણ તમારો જાનશીન નિયુક્ત કરશો નહિ. કેમ કે આ પછી સંપૂર્ણ રીતે ગયબતે કુબરાનો જમાનો શ થઇ જશે. (એટલે આ પછી ઇમામ અને લોકોની વચ્ચે કોઇ દરમિયાનની વાસ્તો બાકી નહિ રહે.) અને બહુ જ જલ્દી શિયાઓમાંથી એવા લોકો પેદા થઇ જશે જેઅ મશાહેદનો દાવો કરશે જેથી ખબરદાર થઇ જાઓ કે (આ પછી) જે શખ્સ ‘મશાહેદા’ નો દાવો કરે એ જૂઠો, ફરેબી, ફાટફૂટ પાડવાવાળો અને બોહતાન (તોહમત) લગાડવાવાળો હશે. અલબત્ત, સુફયાની નો ઝહુર અથવા આસમાની ચીખ બલંદ થાય એ જ વખતે ઇમામ (અ.સ.) નો ઝહુર થશે.
આ રીતે ગયબતે સુગરા અને ઇમામની તફરથી નિયાબતે ખાસનો સિલસિલો એ હઝરત (અ.સ.) ના નાએબે ખાસ જનાબ અલી બિન મોહમ્મદ સયમુરીની વફાતથી ખતમ થઇ ગયો અને ‘ગયબતે કુબરા’ની શરૂઆત એ રીતે થઇ કે ઇમામ (અ.સ.) અને લોકો વચ્ચે કોઇ ખાસ નાએબ નહિ હોય.
જે લોકો આ તૌકી (આદેશ, ફરમાન) થી માહિતગાર છે. તેઓની નજર સામે હંમેશા એ મસલો રહે છે કે અગર ગયબતના જમાનામાં હઝરત હુજ્જત (અ.સ.) ના ઝહુરથી પહેલા જાતના ‘મશાહિદ’નો દાવો જૂઠો, ફરેબ અને બોહતાન પર નિર્ભર છે, તો પછી એ કઇ રીતે શક્ય થયું કે ઘણા હઝરતની બાબરકત ખિદમતમાં મુશર્રફ થતા રહ્યા અને આ જાતના ઘણા બધા વાકેઆત અને બનાવ મોતબર પુસ્તકોમાં અને લોકો વચ્ચે પણ મશહુર થયા છે? શું ઇમામ (અ.સ.) ના દિદાર કોઇ પણ રીતે શક્ય નથી? અને શિયાઓ ગયબત ના સમયમાં આ નેઅમતથી બિલકુલ મહેરૂમ છે અથવાઅક ગયબતે ઉમુમી (સામાન્ય) હેસિયત રાખે છે અને જ્યારે પણ હિકમતે ખુદાવન્દીનો તકાજો હોય છે. હઝરત (અ.ત.ફ.) પોતાને, ખુશનસીબ લોકોને ઓળખાણ કરાવે છે અને કોઇ કોઇ વખતે આ સર્વસામાન્ય (કાયદામાં) નિયમમાં અપવાદથી ઇમામ (અ.સ.) ના દિદાર શક્ય છે?
આ સવાલનો જવાબ આપવામાં આવે તે પહેલાં અમૂક ખાસ વાતો પર ધ્યાન આપવું જરૂરી છે.
આ રીતે એ હઝરત (અ.ત.ફ.) ના દિદારને અને એમના વજુદ મુબારકને જાહેર માર્ગો પર, બઝારોમાં નમાઝના સમયે મસ્જીદમાં યા આલી મકામ રોઝાહોમાં ઝિયારતના સમયે, યા મજાલીસોમાં અઝાદીરાના સમયમાં.. અમે જોઇએ છીએ. જો કે એ હઝરત (અ.સ.) અમારા બારમા ઇમામ છે, અને અમે એમને નથી ઓળખતા અને આ કોઇ આશ્ર્ચર્યજનક વાત નથી. હઝરત (અ.સ.) ની ગયબત અને આ રીતના દિદારમાં કોઇ ટકરાવ નથી.
રિવાયતોમાં ઇત્તેફાકથી આ વાત પર ખાસ તાકીદ કરવામાં આવી છે કે આં હઝરત (અ.સ.) હજના જમાનામાં દરેક વખતે તશરીફ લાવે છે અને લોકો એમને જુએ છે પણ ઓળખી શકતા નથી. (કમાલુદ્દીન પુસ્તક : 2, પાનુ 114)
એક રિવાયતમાં છે કે ઇમામ સાદિક (અ.સ.) સામે સાહેબુઝ ઝમાન (અ.સ.) ને ગયબતના જમાનામાં હઝરત યુસુફ (અ.સ.) થી અને લોકોને એમના ભાઇઓથી મિસાલ (તશબીહ) આપી છે (સરખામણી કરી છે.) પણ જેવી રીતે હઝરત યુસુફ (અ.સ.) ના ભાઇઓ એમના (હઝરત યુસુફ અ.સ. થી હકુમત કર્યા પછી) મોહબ્બત કરતા હતા, મળતા હતા, વેપાર વગેરે કરતા હતા પણ ઓળખાતા નહોતા. અને નહોતા જાણતા કે તેઓ જ એમના ભાઇ યુસુફ હતા. હઝરત મહદી (અ.સ.) પણ ગયબતના જમાનામાં એવી રીતે છે. લોકોની વચ્ચે જ ફરતા રહે છે, પણ લોકો ઓળખી નથી શકતા ને છતાં કે લોકો અમેને જુએ છે જ્યારે ખુદાવન્દે આલમ એમને પહેચાનવા માટે હુકમ કરશે, બિલકુલ એવી જ રીતે જેવી રીતે હઝરત યુસુફ (અ.સ.) એ પોતાના ઓળખાવ્યા હતા. (બેહાલ અન્વાર જી. 52 પાનું 154)
તેથી આ પ્રકારના દિદારમાં કોઇ મુશ્કેલ નથી, પણ કાશ કે ખુદાવન્દે આલમ આ પ્રકારના દિદાર વધુમાં વધુ નસીબ કરે.
હવે ઉપરના સવાલ પર ધ્યાન આપીએ કે ગયબતના જમાનામાં એ વાત શક્ય છે કે આપણને આં હઝરત (અ.ત.ફ.)ના દિદાર કરવાનો શરફ હાસીલ થઇ શકે અને આપણે એમને ઓળખી શકીશે કે એઓ આપણા ઇમામ અને ખુદાની હુજ્જત છે? જે લોકો ઇમામ (અ.સ.) ના ફરમાનમાં જરા બારીકાઇથી ધ્યાન આપે અને એ નુરાની વાક્યો પર ઊંડી નજરથી વિચાર કરે, ‘મશાહેદા’ના વિષય પર પહેલા અને પછીના વાક્યો પર નજર કરે અને ધ્યાન આપે તો તેમને એ વાત સમજાશે કે આ ફરમાન મુબારક પૂરોને પૂરો ‘ગયબતે સુગરા’ અને ‘નાએબે ખાસ’ નું જ હોવાનું અને તેના અંતને જાહેર કરે છે અને ગયબતે કુબરાના નવા દૌર (જમાનો) ની શરૂઆત અને કોઇ ‘નાએબે ખાસનો’ ન હોવાના એલાનને શામિલ કરે છે. ‘નાએબ ખાસ’ એટલે એ શખ્સ જે ઇમામ અને લોકોની વચ્ચે વાસ્તો (વસીલો) બની રહે છે. અને જ્યારે ચાહે ત્યારે ઇમામ (અ.સ.)ની ખિદમતમાં હાજરી આપીને મુશરર્ફ થઇ શકે છે. (મુશાહિદ) અને લોકોના મસાએલ, સવાલોના ઇમામની ખિદમતમાં પેશ કરે છે અનેજવાબો હાંસીલ કરીને પાછા ફરે છે. આવી કોઇ મનસબ કે હોદ્દો ‘ગયબતે કુબરા’ના જમાનામાં વજૂદ નથી રાખતો એવો કોઇ શખ્સ નથી, જે જ્યારે મનફાવે ત્યારે ઇમામ (અ.સ.)ની ખિદમતમાં જઇ શકે, જેવી રીતે (અઇમ્મા) અલ્યહેમુસ્સલામના અસ્હાબો કરતા હતા. એટલે ઇમામ (અ.સ.) સુધી એમના પહેલાવાળા અઇમ્મા (અ.સ.) ની જેમ, લોકોની પહોંચ શક્ય નથી, કે જ્યારે ચાહે ત્યારે દિદારને શરફ હાંસીલ કરી લે.
નવ્વાબે અરબા (ચાર નાએબો) અને એ હઝરત (અ.સ.) ની પહેલાનો ઇમામો (અ.સ.)ની અસ્હાબે ખાસની જેમ કોઇ શખ્સ નથી કે જ્યારે કામ પડે યા જરૂરત ઊભી થાય ત્યારે હઝરત (અ.ત.ફ.) ની ખિદમતમાં મુશર્રફ થઇ શકે. અગર કોઇ પણ વ્યક્તિ એવો દાવો કરે એ જૂઠો છે અને આવો દાવાથી ઇન્કાર કરવામાં જરા પણ વિચાર ન કરો.
પણ આ ફરમાન મુબારકમાં અમારા આકા અને મૌલા ઇમામે ઝમાના (અ.સ.) ના દિદારની શક્યતા ન માનવાનું સાબિત નથી થતું જ્યારે કે ખુદ હઝરત (અ.સ.) ઇજાજત આપે. એવી રીતે નહિ જેમ કે ઇન્સાન પોતે ચાહે (જેવી નવ્વાબે અરબા જે આપના ખાસ નાએબો હતા, જેઓ જ્યારે ચાહતા ત્યારે મુલાકાતનો શરફ હાંસીલ કરી શકતા.)
જો કે ઇમામ (અ.સ.) ની ગયબતે કુરાબના જમાનામાં પણ ઇમામ (અ.સ.) ની ખાહીશ પર સામાન્ય માણસ પણ દિદારથી મુશર્રફ થાય છે પણ હઝરત (અ.ત.ફ.) ના દિદાર મુબારકનું એક અપવાદ થવું, કોઇ એવી વાત નથી જે અસંભવ હોય.
આ જ જવાબ છે કે ગયબતે કુબરાના જમાનામાં પણ બધા એવા લાયક અને નેક શખ્સ હતા જેઓને આ તૌફિક અને અઝીમ સઆદતનો શરફ હાસીલ થયો અને તે લોકોએ હઝરતના દિદારથી પોતાની આંખો અને પોતાની જાતને બલંદી આપી અને એ ઝિયારતોની દરમ્યાન અજબ મોઅજીઝા ઝહુરમાં આવ્યા જેનાથી શક અને શંકાના તમામ દરવાજા બંધ થઇ જાય છે.
બુઝુર્ગ આલીમો, જ્યાં સુધી એમને ખબર મળી છે, અથવા કિતાબોમાંથી જોયું છે અથવા ભરોસાપાત્ર લોકો (જેઓની વાતોમાં ક્યારેય અસત્ય કે જૂઠાણું ન મળતું હોય) થી સાંભળ્યું છે તે હકીકતોમાં કિતાબોમાં જમા કર્યા છે. મરહમ અલ્લામા મજલસી આઅલ્લાહે મકામાએ ‘બેહાલ અન્વાર’ માં મોહદ્દીસ નુરી મરહક સાહેબે ‘મુસ્તદરકએ વસ્સાએલ’માં સો વાકેઆત અને જન્નતુલ માવા (હાસીયો ‘બેહાલ અનવાર’ની આવૃત્તિ 1 લી) માં આવી જ જાતના દિદારના વાકેઆત નકલ કર્યા છે. સાહેબે તફસીર બુરહાન હાશીમ બેહરાની તાબસરાહએ એક કિતાબ ‘તકસીર તુલ વિલા’માં હઝરતના દિદારના જ વિષયમાં લખી છે. શેખ અલી અકબર નેહાવંદીએ કિતાબ ‘અલ અબકરે -ઇલ-હેસાન જી. 2 માં બસોથી વધુ વાકેઅતાન નકલ કર્યા છે. અને આજે પણ આ જાતના વાકેઆત એટલા બધા છે કે લોકોએ યા તો નકલ કર્યા છે.અથવા સાંભળ્યા છે. અને એના પર યકીન પણ છે અને ઘણા એવા પણ વાકેઆત છે કે ક્યારેય કોઇપણ હેતુ અથવા કોઇ કારણસર લખવામાં નથી આવ્યા અને એના પણ વાકેઆત છે કે જેની ખબર હજુ સુધી ઓલમાઓને નથી થઇ અને અગર ખબર મળી છે તો પણ એ લોકોએ એના પર ભરોસો નથી કર્યો અને એજ કારણસર પોતાની કિતાબોમાં એવા વાકેઆતને જગ્યા નથી આપી, કેમ કે હોય શકે કે એવા લોકોની વાતો પર યકીન ન થયું હોય.’
ખુદાવન્દે આલમ એ હઝરત (અ.સ.) ના દિદારની નેઅમતને છીનવી ન લે અને અમને એમના દિદારને લાયક કરી દે અને અલ્લાહ મૌતને સમયે એ હઝરત (અ.સ.) ને અમારી ફરિયાદ દૂર કરવા માટે પહોંચાડે…..
અને એ હઝરત (અ.સ.) ના હકુમતના જમાનામાં એમના મદદગાર અને અન્સારમાં આપણને શુમાર કરે, અલ્લાહ એના ફઝલથી, અહેસાનથી અને કરમ થકી….
‘આમીન’

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *