મહદવીયતની માન્યતા અને એહલે સુન્નતના આલીમો

Print Friendly, PDF & Email

મઝહબે – ઇસ્લામ એ ઇલાહી મઝહબ છે. તેમ છતાં વર્તમાનયુગમાં વિશ્વકક્ષાએ મઝહબે ઇસ્લામ વિશે જે ખોટો, ભ્રામક પ્રચાર કરવામાં આવે છે. અને આવા ઝેરી પ્રચાર અને, પાયાહીન શંકા કુશંકા ઊભી કરીને કેટલાક લોકોને ‘ઇસ્લામ’ ના નામ સાથે દુશ્મની થાય તેટલી હદ સુધી નફરત ઊભી કરી દીધી છે, બરાબર તેવી જ હાલત ઇસ્લામમાં ‘અકીદએ – મહદવીયત’ની છે. આ ઉપરાંત કેટલાક લોકો એવા પણ છે જે આ અકીદાને સનદ અને હવાલાના કારણે વિવશતાથી કબુલ તો કરે છે પણ હઝરત મહદી (અ.જ.) ની ઝાત અને સિફતો સંબંધેની વિગતવાર હદીસોનો ઇન્કાર કરે છે.
ઇમામ મહદી (અ.સ.) ના અકીદા વિશેની જેટલી પણ ગેર સમજણ ઊભી થઇ છે તે માટે બેપ્રકારના લોકો જવાબદાર છે. પહેલા તો એ લોકો જેને ‘નકલી આલીમો’ કહેવા યોગ્ય ગણાશે. આપણે ઇતિહાસ પર ઉડતી નજર નાખીએ તો ઈતિહાસમાં દરેક યુગમાં એવા લોકોના સમૂહ જોવા મળે છે, જેનો પહેરવેશ અને દેખાવ તો આલીમો જેવો જ હતો પણ તેમની પ્રવૃતિ, અકીદા અને દ્રષ્ટિકોણમાં જેતે હુકુમતની પુજા અને પૈરવી મુખ્ય હતી. આ પ્રકારના લોકો એજ તેમના વખતની હુકુમતની ઇલાહી હુકુમત સાબિત કરવા માટે જાએઝ અને નાજાએઝ બંને પ્રકારની રીત અને નીતિ અપ્નાવી લીધી હતી. અને તેમની સાચી – ખોટી વાતોના રક્ષણ માટે જ અકીદ – એ – ઇમામ મહદી (અ.સ.) ની વિરૂદ્ધમાં જુદી જુદી રીતે ખોટો પ્રચાર શરૂ કરી દીધો. ક્યારેક એ હદીસોમાં પોતાની પસંદગી મુજબનો વધારો કરીને તેનુ અર્થઘટન કોઇ ‘નકલી મહદી’ વિશે કર્યું જેનાથી તે અકીદાનો પાયાને ખોખરા કરી શકાય અને આવા આ અકીદાને પહેલેથી જ માનવાનો ઇન્કાર કરી દધો એટલું જ નહિ તેને બિલ્કુલલ ગૈર ઇસ્લામી અને શિયાઓનો કાલ્પનિક અકીદો (માન્યતા) કહેવા લાગ્યા.
“મહદી (અ.સ.) નો ઈન્કાર કરનારા બીજા પ્રકારના લોકોમાં એ આલીમો છે જેના વિચારો પર “ભૌતિક વિચાર ધારા” (માદ્દી નઝરીયાત) નો ઉંડો પ્રભાવ છે, અને ભૌતિકતા ભળી ગઇ છે. જેના પરિણામે તેઓ (રૂહાની) “આંતરિક” અને “ગૈબી” બાબતોનો કાંતો ઇન્કાર કરે છે અથવા તો તેને ભૌતિકતાના બીબામાં ઢાળવાની પૂરે પૂરી કોશિશો કરે છે. આવા લોકોએ અકીદ – એ – મહદવીયત તો ઠીક “વહી”, “નબુવ્વત” એટલે સુધી કે “તૌહીદ ના અકીદાને પણ છોડ્યો નથી. તેનું કારણ એ છે કે ભૌતિકતાની વિચારધારાને સ્વીકારી લીધા પછી “ગૈબની કલ્પ્ના કરવી મુશ્કેલ છે, અકીદએ – મહદી (અ.સ.) માં ગૈબતનો અકીદો છે અને આ અકીદો તે ઓલમાઓ માટે વધારે મુસીબતોનું કારણ બને છે અને તે મુસબીતોથી મુક્તિ મેળવવા માટે, તેઓ પહેલેથી આ અકીદાનો સ્વીકાર કરતા નથી.
મહદવીયતનો ઇન્કાર કરનાર આ બન્ને પ્રકારના લોકોએ ઊભી કરેલી શંકાઓ અને ઇન્કારની પાયાની વાતોના અનેક જવાબો આપી શકાય તેમ છે. પરંતુ અમારા માટે માત્ર અત્રે એ બધા જવાબો રજુ કરવાનું શક્ય નથી. અહીં જેની ઉપર મુસલમાનો એકમત છે. એટલે કે કુરઆન અને હદીસો ધ્વારા સ્પષ્ટતા. આ વિશે અમે એહલે સુન્નતની કેટલીક ખૂબ જ જુની અને મોઅતબર તફસીરકાર અને મોહદદેસીન (હદીસ વેત્તાઓ) ની સ્વીકૃત કિતાબોમાંથી પૂરાવાઓ રજૂ કરીએ છીએ.
તફસીર કર્તાઓ:
કુરઆને શરીફના તફસીરકારોએ હઝરત ઇમામ મહદી (અ.સ.) વિશે કુરઆનની કેટલીયે આયતો રજુ કરી છે અને તે વિશે કેટલાય પુસ્તકો પદ્ધતિસર લખાય છે પરંતુ અમે અહીં ફક્ત કેટલીક આયતો રજુ કરીને સંતોષ માનીશું.
(1) ઇમામ અબુ ઇસ્હાક સોઅલબી જેઓ વિખ્યાત તફસીરકાર છે તેમની કિતાબે તફસીરમાં હા – મીમ – અયન – સીન – કાફ ની તફસીરમાં લખે છે કે હા નો અર્થ ‘હર્બ’, એટલે કે કુરૈશ અને “મવાલી કૌમ વચ્ચેનો જંગ જેમાં કુરૈશને સફળતા મળશે મીમ – નો અર્થ ‘મલક’ એટલે કે સલતનતે – બની ઉમય્યા. અયન – નો અર્થ (અયન – લામ – વાવ) એટલે કે અબ્બાસના ફરઝંદ અને સીન – નો અર્થ ઇમામ મહદ અલયહીસ્સલામ કરતા લખે છે કે ‘સીન’ નો અર્થ અલ મહદી. (1)
મકાતિબ બીન સુલૈમાન અને તેને માનનારા બીજા તફસીરકારોએ કુરાનશરીફની આ આયત ‘વ ઇન્નહુ લઇલ્મુન લીસ્સાઅતે’ હઝરત મહદી અલયહીસ્સલામના ઝુહુર વીશે હોવાનું બયાન કરેલ છે. (એટલે કે સાઅતનો અર્થ હ. મહદી (અ.સ.) ના ઝુહુરનો સમય). (2)
“નુરુલ અબ્સાર ના સંપાદક અલ્લામામ શબલનજી તેમની કિતાબના પાના નંબર 288 પર અબુ અબ્દીલ્લાહના હવાલાથી લખે છે કે તફસીરની કિતાબોમાં કુરઆન મજીદની આયત “લેયુઝુહુરહુ અલદ – દીને – કુલ્લેહી વલવ કરેહલ મુશરેકુન (સુરએ તવબા આયત 33) ની તફસીરમાં લખેલું છે કે આ આયતનો અર્થ હઝરત મહદી અલયહીસ્સલામ છે. જેઓ અવલાદે ફાતેમા (સલામુલ્લાહે અલયહા) માંથી છે.
અલ્લામા શહાબુદ્દીન જેઓ મલેકુલ ઓલમા શમસુદ્દીન ઇબ્ને ઉમરૂલ હિન્દીના નામથી વિખ્યાત છે. અને સાહેબે તફસીર “અલ બેહરુલ મવાજ” છે. તેઓ તેમની તફસીરમાં અલ્લામા જાબિર બિન અબ્દુલ્લા અન્સારીથી એક હદીસ નકલ કરે છે કે “જ. જાબિર જનાબે ફાતેમા બિન્તે રસુલ (સ.અ.વ.)ના નામો લખેલા હતા. જેઓ તેઓની અવલાદમાંથી થનાર હતા. એટલે સુધી કે તેમાં તેઓના નવમા ફરઝંદ અલહુજ્જતુલ્લાહ અલ કાએમ ઇમામ મહદી અલયહીસ્સલામ નું નામ પણ હતું. (સાથે એ પણ ઉલ્લેખ હતો કે) તેઓ ગાએબ હશે તેઓની ઉમ્ર ખૂબ જ લાંબી હશે. જેવી રીતે મોમીનો વચ્ચે ઇસા (અ.સ.) ઇલ્યાસ (અ.સ.), અને ખીઝર (અ.સ.), ની ઉમ્ર લાંબી હતી અને કાફીરોમાં “દજ્જાલ અને સામર્રી ની ઉમ્ર લાંબી હતી.
હદીસ વેત્તાઓ:
(1) એહદમ બીન હમ્બલ તેમની ‘મસનદ’માં અને તીરમીઝી, અબુ દાઉદ અને ઇબ્ને માજાહ તેમની ‘સહાહ’માં હઝત મહદી વિશે એક હદીસ નોંધે છે કે રસૂલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું : લવ – લમ – યબક – મેનદ – દુન્યા – ઇલ્લા – યવ્યન – વાહેદન – લબઅસલ્લાહો – ફીહે – રજોલન – મીન – અહલેબયતી – યમલૂ હા – અદલન – કમા – મોલેઅત – જવરા. (3)
અનુવાદ : દુનિયાની ઉમ્ર અને મુદ્દતમાં માત્ર એક દિવસ વધ્યો હશે તો પણ ખુદા મારી એહલેબયતમાંથી એક વ્યક્તિને મોકલશે જે આ દુનિયાને એ રીતે ભરી દેશે જે રીતે ઝુલ્મ અને અન્યાયથી ભરેલી હશે.
(2) આવીજ રીતે બીજી પણ એક હદીસ હદીસ-વેત્તાઓએ સતત બયાન કરી છે જેનો અનુવાદએ છે કે “આખરી જમાનામાં એક શખ્સનો ઉદય થશે જેનું નામ મારૂં નામ (મોહમ્મદ) હશે એન જેની એજ કુન્નીયત હશે જે મારી છે, તે જમીન જે રીતે ઝુલ્મ અને અન્યાયથી ભરેલી હશે તેને અદલ અને ઇન્સાફથી ભરી દેશે અને જે તેજ મહદી અલહીસ્સલામ છે. (4)
(3) અબુ સઇદ ખુદરી (રહ.) કહે છે કે મેં રસૂલે ખુદા (સ.અ.વ.) ને એમ ફરમાવતા સાંભળ્યા છે કે : મારા પછી ઇમામોની સંખ્યા બાર હશે અને તેમાં હ. હુસૈન (અ.સ.) ના વંશજમાંથી નવમાં (હઝરત) મહદી (અ.સ.) થશે. (5)
(4) રસૂલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું : મહદી મારા સંતાન અને અવલાદે ફાતેમા માંથી છે. (6)
(5) રસૂલે ખુદા સલ્લલ્લાહો અલયહે વઆલેહી વસ્સલમ ફરમાવે છે કે જેણે મહદી (અ.સ.) ના જાહેર થવાનો ઇન્કાર કર્યો તે એ તમામ ચીજોનો ઇન્કાર કર્યો ગણાશે, જે મારી ઉપર નાઝીલ થઇ છે (એટલે કે તે કાફીર છે.) (7)
ઉપરની હદીસો ભરોસાપાત્ર અને સ્પષ્ટ છે. જે હઝરત મહદી (અ.સ.) ના આખર ઝમાનામાં ઝુહુર થવા વિશે તેમજ તેમના એહલેબૈતમાં અને ઇમામ હુસૈન (અ.સ.) એન જનાબે ફાતેમા (અ.સ.) ની અવલાદમાંથી હોવાનું સાબિત કરે છે. ખાસ કરીને છેલ્લી હદીસથી એ વાતનો ઇન્કાર કરનાર છે. જો કે અકલમંદોની જાણકારી માટે આ પુરતુ છે. પરંતુ આવો, વધુ સંતોષકારક માહિતી મેળવવા માટે આપણે આ વિષય પર આલીમોની દ્રષ્ટિકોણ પણ જોઇએ.
આલીમો:
(1) સૈયદ એહમદ ઝયની દહલાન ‘મુફતીએ મક્કા’ મહદી (અ.સ.)થી સંબધિત હદીસો વીશે અભિપ્રાય આપતા લખે છે કે આ હદીસો કસરત (અધિકતા) અને તવાતુરથી છે. (તવાતુર એટલે કોઇ વસ્તુની હકીકત વિશે મોટા સમૂહે માહિતી આપવી કે જેમાંના લોકોનું કહેવું બુદ્ધિ અને સ્વાભાવિક રીતે કઇ ખોટી વાત પર એકમત થવું અશક્ય હોય.) તેમા: કેટલીક હદીસો સહીહ (સાબિત) અને કેટલીક હસન (શેષ્ટ) છે. અને થોડીક હદીસો ‘ઝઇફ’ (નબળી) છે.
મુફતીએ – મક્કાના આ બયાનથી સ્પષ્ટ થાય છે કે આ વિષયની કેટલીક હદીસો ઝઇફ છે. તો પણ કસરત અને તવાતુર તેની જગ્યાએ અડગ છે. ઇલ્મે – રેજાલના જાણનાર એ હકીકતને બરાબર મસજી શકે છે કે જો કોઇ હદીસ હદે – તવાતુર સુધી પહોંચી જાય તો પછી કોઇ ઝઇફ હદીસો તેની સનદ પર જરાય અસરકર્તા થશે નહી અને તેને અમે અમારા (અલ મુન્તઝરના) વિવિધ અંકોમાં બયાન પણ કરી ચુક્યા છીએ.
(2) અલ – લોમઆત માં શેખ અબ્દુલહક લખે છે કે મહદી (અ.સ.) વિશેની જે હદીસો અહાદીસો બાલેગા (ભરોસાપાત્ર હદીસો) મુતવાતીર છે તેનાથી એ વાત સાબિત થાય છે કે મહદી (અ.સ.)જનાબે ફાતેમા અલયહીસ્સલામની અવલાદમાંથી છે. (8)
(3) અલ્લામા અને ફકીહુલ હરમૈન જનાબે અબુ અબ્દીલ્લાહ મોહમ્મદ બિન યુસુફ અલ કરશી ગન્જી શાફેઇ (ર.અ.) એ પદ્ધતિસરનું એક પ્રકરણ લખ્યું છે જે તેમની કિતાબનું પંદરમું પ્રકરણ છે. જેનો વિષય છે “બાબુલ દલાલત વજુદે મહદી વ હયાતે મહદી વ બકાએ મહદી વ ગૈબતે મહદી અલયહીસ્સલામ એલલ આન (મહદીના અસ્તિત્વ, મહદીની ઝિંદગી, મહદીની ગૈબત વગેરે) જેમાં આ વિષયની અજોડ સાબિતિઓ રજુ કરવામાં આવી છે. (9)
(4) આલીમુલ અલ્લામા શમસુદ્દીન યુસુફ બીન કઝાઅલી હનફી સિબ્તે ઇબ્ને જવઝી કહે છે કે : મહદી (અ.સ.) મોહમ્મદ બિન હસન બિન અલી ઇબ્ને અબી તાલીબ (અલયહીસ્સલામ) છે. તેઓની કુન્નીયત “અબુઅબદીલ્લાહ” અબુલ કાસિમ તે ખલીફુલ હુજ્જત, સાહેબઝઝમાન, કાયમુલ મુન્તઝર અને આખરી ઇમામ છે. (10)
(5) કાઝી બેહલુલ બહેજત : ઇમામ મહદી (અ.સ.) અલયહીસ્સલામની વિલાદત 15 શાબાન હી. 255 જણાવી ને લખી છે કે તેઓની માતા નરજીસ ખાતૂન હતા અને તેમના વાલીદની વફાત (શહાદત) એ વખતે થઇ જ્યારે તેઓની વય ફક્તે 5 વર્ષની હતી. વધારે સ્પષ્ટતા કરતા તેઓ લખે છે કે તેઓની બે ગયબત છે. પહેલી ‘ગયબતે – સુગરા’ અને બીજી ‘ગયબતે – કુબરા’ તેઓને ખુદા ઝુહુરનો હુકમ આપશે ત્યાં સુધી તઓ જીવંત રહેશે અને તેઓ આ જમીન જેવી ઝુલ્મથી ભરપુર હશે તેવી જ અદલો – ઇન્સાફથી ભરી દેશે. (11)
(6) શહાબુદ્દીન ઇબ્ને હજર હયસમી : કહે છે: “અબુલ કાસિમ, મોહમ્મદ, અલહુજ્જત, મહદી (અજ.) છે. અને તેમના વાલિદની વફાત વખતે તેમની ઉમ્ર પાંચ વર્ષની હતી. ખુદાએ તેઓને હીકમત આપી અને તેઓને ‘અલ કાસિમ’, ‘અલ મુન્તઝર’ ના નામથી ઓળખવામાં આવે છે. (12)
આવો, હવે હઝરત મહદી (અ.સ.) વિશે જૂના અને અધિકૃત ઇતિહાસકારોના અભિપ્રાય જોઇએ. જેથી હઝરત મહદી (અ.સ.) નું અસ્તિત્વ તમામ દ્રષ્ટિકોણથી સાબિત થઇ જાય.
ઇતિહાસકારો :
(1) કાઝી એહદમદ અશશહિર ઇબ્ને ખલ્લકાન લખે છે કે અબુલ કાસિમ મોહમ્મદ બિન હસન અસ્કરી (અ.સ.) જેઓ ઇમામીયા એઅતેકાદ પ્રમાણે બારમાં ઇમામ છે. ‘અલ હુજ્જત’ ના નામથી મશહુર છે. અને ઇબ્ને અરઝકે પણ તેમની તારીખે મયાફારકીનમાં હઝરત મહદી (અ.સ.)ની વિલાદતની તારીખ લખી છે.
(2) અબુ મોહમ્મદ અબ્દલ્લા બીન મોહમ્મદ બીન અલ ખશ્શાબ તેમની તારીખ ‘મવાદીલ અઇમ્મહ વફાયાતોહમ’માં હઝરત મહદી (અ.સ.) વિશે લખે છે કે તેઓ ‘ઝુલ ઇસ્મૈન’ છે એટલે કે તેઓના બે નામ છે ‘અલ ખલફ’ અને ‘મોહમ્મદ’ તેઓ આખરી જમાનામાં જાહેર થશે. તેમના સર મુબારક પર વાદળોનો એક ટુકડો છાયડો કરતો હશે. અને તેઓ જ્યાં જ્યાં જશે ત્યાં એ વાદળનો છાયડો કરતો હશે. અને અર્શે – આઅઝમ પરથી એક વિધ્વતાપૂર્ણ અવાજ આવશે. “હાઝા મહદી (અ.સ.) એટલે કે “આ મહદી” છે.
(3) ઇતિહાસકાર અબ્દુલ મલક અસામી મક્કી ઇમામ મહદી (અ.સ.) ની વિગતમાં લખે છે કે “મોહમ્મદ મહદી ફરઝંદે હસન અસ્કરી બિન અલી નકી બિન ઇબ્ને અલી બિન અબી તાલીબ રઝીઅલ્લાહો અનહમ અજમઇન છે. તેઅની વિલાદત જુમ્આ તા. 15 શાઅબાન 255 હિજરીમાં થઇ અને આ વિલાદતની તારીખ સાચી છે. તેમની માતાનું નામ ‘સોસન’ અથાવ ‘નરજીસ’ કહેવાય છે. તેઓની કુનીયત ‘અબીલ કાસિમ’ અને લકબ અલ હુજ્જત, અલ ખલફુલ સાલેહ, અલ કાસિમ અલ મુન્તઝર, સાહેબુઝઝમાન અને મહદી છે. અને આ બધામા:થી મહદી લકબ એ સૌથી વધારે પ્રખ્યાત છે. વધારે વિગત લખતા તેઓ ઉમેરે છે કે તેઓના શારિરિક લક્ષણો આ પ્રમાણેના હશે. પહોળા અને મજબુત બાવડા, ખૂબસૂરત, પ્રભાવશાળી ચહેરો, સુંદર વાળ અને વિશાળ કપાળ હશે. આપના પિતાની વફાત (શહાદત) આપ (અ.સ.) ની વય માત્ર પાંચ વર્ષની હશે ત્યારે થશે.
(4) શેખ અકબર મોહયુદીન ઇબ્ને અઝમીએ તેમની ફતુહાતમાં હઝરત મહદી (અ.સ.) ના ઝુહુર વિશે લખ્યું છે કે જ્યાં સુધી દુનિયા જોર – ઝુલ્મની પરાકાષ્ટાએ નહીં પહોંચી જાય ત્યાં સુધી તેઓ ઝહૂર નહીં ફરમાવે. ભલે પછી દુનિયાની ઉમ્ર એક દિવસની પણ બાકી કેમ ન હોય! હઝરત મહદી (અ.સ.) ઇતરતે રસૂલ (સ.અ.વ.) અને ફાતેમા (સ.અ.) માંથી હશે તેમના દાદા ઇમામ હુસૈન (અ.સ.) હશે. તેમના પિતા હઝરત હસન અસ્કરી (અ.સ.) હશે.
આ બધી દલીલોથી ટૂંકમાં એ સાબિત થાય છે કે ઇમામ મહદી (અ.સ.) અકીદતના વૃક્ષના મૂળ સમાન છે. ખતમી મરતબત હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) એ આ અકીદા વિશે વિગતવાર હદીસો બયાન કરી છે. જેનાથી મહદી (અ.સ.) નું એહલેબૈતે ઇતરતે જનાબે ફાતેમા (સ.અ.વ.) થી હોવાનું અવલાદે ઇમામે હુસૈન (અ.સ.) અને બારમાં ઇમામ હોવાનું સાબિત છે. તદઉપરાંત રસૂલે ખુદા (સ.અ.વ.) એ હ. ઇમામ મહદી (અ.સ.) ની બે ગૈબત હોવાની પણ સ્પષ્ટતા કરી છે તેમજ આ અકીદાનું મહત્વ અને જરૂરતને ધ્યાનમાં લઇને એમ પણ કહ્યું છેકે આ અકીદાનો ઇન્કાર કરવો કુફ્ર છે. ખાસ કરીને રસૂલે ખુદા (સ.અ.વ.) એ ગૈબત વિશે અને હ. ઇમામ મહદી (અ.સ.) ની લાંબી ઉમ્ર વિશે જે કાંઇ બયાન કર્યું છે તે એવા આલિમોનું ખાસ લક્ષ અને આ બાબતોના જવાબની અપેક્ષા રાખે છે જેઓ ભૌતિકવાદના વિચારોથી પ્રભાવિત થઇને આ અકીદાને ધ્યાન બહાર કરી નાખે છે.

મહદીયતની માન્યતા …..ના સંદર્ભમાં ફૂટનોટ

(1) એકદુદ દોરર – બાબ 7 નકલ અઝ નઇમ ઇબ્ને હમ્માદ.
(2) અસ સવાએકલ મોહરેકા પા. 96 ઇસઆફુર રાગેબીન પા. 156 સુરતુઝ ઝુખફ આયત – 61
(3) ઇસઆફુર રાગેબીન, નુરુલ અબ્સાર – 134 અલ બયાન ફી અખ્બારે સાહેબીઝ ઝમાન – 85
(4) તઝકેતુલ ખવાસ – સિબ્તે ઇબ્ને જવઝી પા. 204
(5) નુરુલ અબ્સાર અ શબલન્જી પા. 255
(6) મુસનદે અબુ દાઉદ, કિતાબુલ મહદી, જી -4, પા. 151
(7) ફરાએદુસ – સીમતૈન – હમઉઇ.
(8) હાશિયા, સહી તિરમીઝી જી – 2 પા. 46
(9) અલ બયાન ફી અખ્બારે સાહેબીઝઝમાન પા. 102
(10) તઝકેરતુલ ખવાસીલ ઉમ્મા પા. 204
(11) તારીખે આલે મોહમ્મદ પા. 270
(12) સવાએકે – મોહરેકા પા. 124

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *