હઝરત મહદી (અજ.) ના ઝુહુર થયા પછીના સંકલ્પ :

Print Friendly, PDF & Email

ઇન્સાને આ પૃથ્વી પર કદમ માંડ્યા છે ત્યારથી જ તે એવા જીવનની કલ્પ્ના કરે છે જેમાં તેને સાચા અર્થમાં આનંદ અને શાંતિ મળે. આવા જીવનની પ્રાપ્તિ માટે તેણે સતત પ્રયત્નો પણ કર્યા છે. જેવી રીતે ખોરાક ન હોય તો ખાવાની ઇચ્છા ન થાત તેવી જ રીતે જો આ પ્રકારની ઇચ્છાનું મહત્વ ન હોત તો તેની માનવજીવન પર કોઇ પ્રકારની અસર થાત નહીં. એટલે માણસ ભવિષ્યમાં એક એવો દિવસ જોશે જેમાં માનવ સમાજમાં ‘અદલો ઇન્સાફ’ હશે. અને દરેક વર્ગના નાના મોટા તમામ લોકો અમનો – અમાનની જીંદગી વ્યતીત કરશે. લોકો ભલાઇ અને કલ્યાણ તથા વિધ્વતા અને પૂર્ણતાના ઉચ્ચ દરજ્જા પર બિરાજશે. આ બધા કાર્યો ગૈબી મદદ તેમજ ઇન્સાનના પ્રયત્નો વડે જ શક્ય બનશે. અને આવા ‘શાંત સમાજ’ ના સ્થાપક હઝરત ઇમામ મહદી (અ.સ.) સિવાય બીજું કોઇ જ નહીં હોય!
આવો, હવે એ જોઇ કે સાહેબુઝઝમાન (અ.સ.) ના ઝુહુર વખતે કેવી પરિસ્થિતિ હશે અને તેઓ (અ.સ.) ની હુકુમત કેવી હશે ? આ સવાલનો જવાબ કુરઆને મજીદની સુરએ નૂરની આયત નંબર 55 માં મળી શકે છે. ઇરશાદે બારી છે. :
વઅદલ્લહલ્લઝીન આમનૂ મિન કુમ વ અમેલૂસ્સાલેહાતે લયસ તખલેફન્નહમ ફીલ અર્ઝે કમસ તખલફલ્લઝીન મિન કબ્લેહીમ વલયો મક્કેનન્ન લહમ દીનહોમુલ્લઝીર તઝા લહમ વલાયોબદદેલન્નહમ મીમ બઅદે ખવફેહીમ અમના. યઅબોદુનની લા યશ્રેકુન બી શયઆ. (સુ. નૂર આયત 55)
તે સઘળા લોકોથી કે જેઓ તમારામાંથી ઇમાન લાવ્યા (છે.) તથા સદકાર્યો (છે) અલ્લાહે એવો વાયદો કર્યો છે કે તે તમને અવશ્ય ભૂમિમાં વારસ બનાવશે જેમ કે તેમની આગમચનાઓ (લોકો) ને વારસ બનાવ્યા હતા, અને તેમના દીન (ઇસ્લામ) ને કે જે તેણે તેમના માટે પસંદ કર્યો છે તેમની ખાતર અવશ્ય મજબૂત રીતે સ્થાપી દેશે અને તેમના ભયને તે પછી જરૂર શાંતિમાં બદલી નાખશે. : (માટે) જોઇએ કે તેઓ મારી જ ઇબાદત કરે અને કોઇ વસ્તુને મારી શરીક બનાવે નહિં.
આ આયત વિશે અબુ બસીર કહે છે કે ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવ્યું કે : આ આયત હઝરત કાએમ અલયહીસ્સલામ અને તેમના અસહાબ વિશે નાઝીલ થઇ છે.
આ આયતથી નીચે મુજબના સારાંશ મળે છે.
પહેલું : વિશ્ર્વભરમાં ઇસ્લામી હુકુમતની સ્થાપના.
કુરઆને કરીમનું સ્પષ્ટ વચન અને અઇમ્મએ માઅસુમીન (અ.સ.) ની અધિકૃત હદીસોથી એ વાત મશ્હૂર છે કે હઝરત હુજ્જતે ખુદાના ઝુહુર પછી તમામ હુકુમતો નેસ્ત નાબુદ થઇ જશે. અને બીજી કોઇપણ હુકુમતનું અસ્તિત્વ રહેશે નહીં. આખી દુનિયામાં એક જ પ્રદેશ, એકજ હુકુમત, એકજ તરાના…. સુત્ર, એકજ ધ્વજ, અને એક બંધારણ અને કાયદો હશે તેના સર્વોચ્ય સંચાલક હઝરત ‘બકીયતુલ્લાહ’ ધ્વજ ‘બયઅતોલિલ્લાહ’ અને તરાના ‘તૌહીદ’ હશે.
ઇમામ બાકિર અલયહીસ્સલામ ફરમાવે છે : એઝા અકામલ કાએમો ઝહબ દવલતુલ બાતિલ.
જ્યારે કાએમનું આગમન (કયામે – કાએમ) થશે ત્યારે બાતિલ હુકુમતોનો અંત આવી જશે.
આવી જ રીતે બીજી એક હદીમાં ફરમાવે છે :
યબ્લોગો સુલતાનોહલ મશરેકા વલ મગરિબ હઝરત કાએમ (અજ.) ના હુકુમત પૂર્વથી પશ્ર્ચિમ સુધી ફેલાઇ જશે.
ઇમામે બાકિર (અ.સ.) કુરઆને કરીમની નીચેની આયતની તફસીરમાં ફરમાવે છે :
અલ્લઝીન ઇમ મકકનનાહમ ફીલ અર્ઝે અકામુસ સલાત વ આતુઝ ઝકાત વ અમ બીલ મઅફે વ નહવ અનિલ મુનકરે વ લિલ્લાહે આકેબતુલ ઓમુર (સુરએ હજ્જ આયત 41)
તેઓ એવા લોકો છે જો તેમને અમે ઝમીનમાં સત્તા આપીએ તો પણ તેઓ (રીતસર) નમાઝ પઢશે તથા ઝકાત આપશે તથા સદકાર્યોના હુકમ કરશે. અને સઘળા કામોનું પરિણામ અલ્લાહના જ અધિકારમાં છે.
આ આયત હઝરત અલયહીસ્સલામની હુકુમત વિશે નાઝીલ થઇ છે. અલ્લાહ તબારક વ તઆલા તેઓ (અ.સ.) ને અને તેઓના માનનારાઓને આ જમીન પર પૂર્વથી પશ્ર્ચિમ સુધીનો અધિકાર આપશે અને તેઓ ખુદાવંદે કરીમ તેઓ (અ.સ.) અને તેમના અસહાબો મારફત જાહિલો અને બાતિલોને એવી રીતે નાશ કરી નાખશે જે રીતે જાહિલો એ હકનો નાશ કર્યો હતો. એટલે સુધી કે ઝુલ્મ અને અન્યાયોનું કોઇ નિશાન પણ બાકી નહીં રહે. તેઓ તમામ લોકોને ‘તકવા’ માટે દાવત આપશે, ગુનાહોથી રોકશે. અને આખેરતના (કયામતના) કાર્યો ખુદાનાં હાથમાં છે.
બીજું : ઇસ્લામનું ‘વિશ્ર્વ – ધર્મ’ થવું :
હઝરત બકીયતુલ્લાહની હુકુમતના બીજા હેતુઓમાં એક હેતુ શીર્ક અને નાસ્તિકતાનો અંત લાવવો અને તૌહીદ વિશેના ચિંતનનો પ્રસાર છે.
કુરાને મજીદે એ બાબતને વાયદો કર્યો છે કે એક એવો દિવસ (અવશ્ય) આવશે જ્યારે ઇસ્લામના કાનૂન બીજા ધર્મો ઉપર પ્રભુત્વ મેળવી લેશે. અને માત્ર દીને ઇસ્લામ જ બાકી રહેશે.
હોવલ્લઝી અરસલ રસૂલહુ બિલ હોદા વ દીનીલ હક્કે લે યુઝ હેરહ અલદ દીને કુલ્લેહી વલવ કરેહલ મુશ્રેકૂન (સુરએ સફ્ફ આયત. 9)
તે (અલ્લાહ) એજ તો જેણે પોતાના રસૂલને હિદાયત તથા સત્ય ધર્મ (ઇસ્લામ) સાથે મોકલ્યો કે જેથી તે તેને સઘળા ધર્મો પર પ્રબળ કરી દે (પછી) ભલે તે મૂર્તિપૂજકોને નાપસંદ (કેમ ન) લાગે.
આ આયતનું કુરાનમાં ત્રણ સૂરાઓમાં આજ શબ્દોમાં પૂનરાવર્તન કરવામાં આવ્યું છે. (સુરએ તૌબા – 33, સુરએ ફત્હ – 28, સુરએ સફ્ફ – 9) જેનો હેતુ બધા ધર્મો પર ઇસ્લામની અગ્રતા છે.
આ આયત વિશે હઝરત અલી (અ.સ.) ફરમાવે છે : અલ્લાહના વાયદા પ્રમાણે તો કોઇ ઘર એવુ ન રહેવુ જોઇએ, જેમાંથી ‘લાએલાહ ઇલ્લલ્લાહ – મોહમ્મદુર રસૂલુલ્લાહ’ ની આવાઝ બુલંદ થતી ન હોય.
આ આયત વિશે ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે : આ આયતનો વાયદો હઝરતે કાયમ (અજ.) ઝુહુર નહીં ફરમાવે ત્યાં સુધી પુરો નહીં થાય. અને જ્યારે ઝુહુરે – કાએમ (અજ.) થશે ત્યારે જમીન ઉપર ઇમામતનો ઇન્કાર કરનાર કોઇ રહેશે નહીં.
આ રીતે આપણે જોઇશું કે ખુદાવન્દે આલમે મઝહબે હક એટલે કે ઇસ્લામના પ્રભુત્વનો જે વાયદો કર્યો છે તે નજદીકના ભવિષ્યમાંજ હઝરત વલીએ અસ્રના હાથે પૂરો થશે.
છઠ્ઠા ઇમામે (અ.સ.) ઉપરની આયતની તફસીર પુન: આ રીતે બયાન કરી, “અય મુફ્ઝ્ઝલ, ખુદાની કસમ, બધાજ ધર્મોનો અંત આવી જશે અને (તે પછી) વિચારો અને માન્યતાઓમાં કંઇ મતભેદ નહીં થાય. અને ચારે બાજુ ઇસ્લામની જ બોલાબાલા થશે. જેમ કે ખુદાવન્દે – કરીમ ફરમાવે છે : ઇન્નદ દીન ઇન્દલ્લાહીલ ઇસ્લામ. (અલ મોહજ્જહ – પા. 277)
ખુદાની નજદીક (સાચો) દીન, યકીનપૂર્વક (બસ આ) ઇસ્લામજ છે.
તેવી જ રીતે રસૂલે ખુદાનો કોલ છે.
લા યબકા અરઝુન ઇલ્લા નૂદેય ફીહા શહાદતે અલ્લા એલાહ ઇલ્લલ્લાહો વ અન્ન મોહમ્મદન રસુલુલ્લાહ.
જમીન પર એવી કોઇ જગ્યા બાકી નહીં હોય જ્યાં “લાએલાહ ઇલ્લલ્લાહ – મોહમ્મદુર રસુલુલ્લાહ”નો અવાજ બુલંદ થતો ન હોય. (મુન્તખબુલ અસ્ર જી.3 પા. 293)
ત્રીજું :
હઝરત બીકીયતુલ્લાહ ની હુકુમતનો એક ઉદ્દેશ ઝુલ્મ અને અન્યાયની નાબુદી તથા દુનિયાના ખુણે ખુણાને અદલો ઇન્સાફથી ભરી દેવાનો છે.
કુરઆનના દ્દષ્ટિકોણ અનુસાર (ખુદાવન્દે તઆલા તરફથી) અંબિયાઓને મોકલવાનો એક હેતુ માનવ સમાજને અદલ કે ઇન્સાફથી પૂર્ણ કરવાનો હતો.
લકદ અરસલના રોસોલના બીલ બયયનાતે વઅન ઝલના મઅહોમુલ કેતાબ વલ મીઝાન લે યકુમન્નાસો બિલ કિસ્ત. (સુરએ હદીદ આ.25)
ખરેજ અમોએ પ્રત્યેક્ષ દલીલો સાથે અમારા રસૂલો મોકલ્યા (હતા) અને તેમની સાથે અમોએ કિતાબ તથા મિઝાન (ત્રાજવું) ઉતાર્યા કે જેથી લોકો ન્યાયસર ચાલવા લાગે.
ઉપરની આયત અંબિયાની બેઅસત અને ‘કિતાબ’ તથા ‘મિઝાન’ ના હેતુની સ્પષ્ટતા કરે છે.
પરંતુ શું આજના દિવસ સુધી જમીન ઉપર અદલો – ઇન્સાફ સંપૂર્ણ રીતે અમલમાં આવી શક્યો ?
રસુલે ખુદા (સ.અ.વ.) અને અઇમ્મા (અ.મુ.સ.)ની સેંકડો હદીસોમાં હઝરત બકીયતુલ્લાહના આગમનના દિવસને ‘અદલો ઇન્સાફ કાયમ થવાનો દિવસ’ કહેવામાં આવેલ છે.
એક હદીસમાં માઅસુમ (અ.સ.) ફરમાવે છે :
યોતહહેલ અર્ઝ મિન કુલ્લે જવરીન વ ઝુલ્મીન.
તેઓ (હઝરત બકીયતુલ્લાહ) જમીનને દરેક પ્રકારના ઝુલ્મ અને અન્યાયથી પાક કરી દેશે. (કમાલુદ્દીન – પા. 336)
એ વખતે જ્યારે દુનિયા અદલો ઇન્સાફથી પુર્ણ થઇ જશે. ત્યારે તેની કેટલીય અસર જાહેર થશે.
(1) માલા – દૌલતની સરખી વહેંચણી :
આપણી વચ્ચે હાલમાં પ્રવર્તતી અન્યાયપૂર્ણ વ્યવસ્થાનું કારણ માલ – દૌલતની ઓછપ નથી, પરંતુ તેની ખોટી વ્હેંચણી છે. જ્યારે કે હઝરત બકીયતુલ્લાહ (અરવાહના વ અરવાહલ આલમીન ફીદાહ) ના જમાનામાં માલ – દૌલતની વ્હેંચણી કઇ રીતે થશે તે વિશે માઅસુમ (અ.સ.) ફરમાવે છે :
એઝા કામ મહદીન અહલલ બયતે કસસમ બિસ્સવીયયતે વ અદલ ફીરર ઇયયહ.
જ્યારે કાએમે – એહલેબેત (અ.સ.) ઝુહુર ફરમાવશે તો તેઅ માલની વ્હેંચણી સરખે ભાગે કરશે. અને લોકો વચ્ચે ઇન્સાફનો અમલ થશે.
(2) દરેકનો વ્યક્તિગત આત્મ વિશ્ર્વાસ :
વલા યબ્કા મોઅમેનુન ઇલ્લા દખલ અલયહે તિલ્કલ ફરહતોફી કલ્બેહી વ કબ્રેહ.
તે દિવસે દરેક મોમીન ખુશ અને આનંદીત હશે. (અઅલામુલ વરા પા. 435)
આ હદીસથી સ્પષ્ટ થાય છે કે એ દિવસ દરેક વ્યક્તિ માટે આનંદ હશે. તે દિવસે જીવંત મોમીનોના દિલો ખુશીઓથી ભરેલા હશે અને જે મોમીનો કબ્રોમાં હશે તે પણ આનંદથી પુલકીત બની જશે.
(3) જરૂરત અને દરિદ્રતા થી મુક્ત થવું:
હઝરત બકીયુલ્લાહ (અજ.) એ કાયમ કરેલી વિશ્ર્વવ્યાપી હુકુમત હેઠળ દરેક વ્યક્તિ જરૂરત અને દરિદ્રતાથી મુક્ત હશે અને માલ (ખૈરાત) અને ઝકાતને સ્વીકારે તેવો કોઇ માણસ નહીં મળે.
લ યા તેયન્ન અલન્નાસે ઝમાનુન ત યતુફુર રજોલો ફીહે બીસ સદકતે મનેઝ ઝહબે સુમ્મ લા યજેદો અહદન યા ખોઝોહા.
એક દિવસ એવો આવશે કે એક માણસ સોનાના સિક્કાઓ રાહે ખુદામાં વ્હેંચવા માટે ચારે બાજુ જશે. (પણ) તેને એવી કોઇ વ્યક્તિ નહીં મળે જે તેને (ખૈરાતને) સ્વીકારે. (સહીહ બુખારી – જી. 2, પા. 136)
(3) વિશ્ર્વ શાંતિ અને સલામતી:
હઝરત મહદી (અ.સ.)ની હુકુમતના શાનદાર દિવસોમાં દરેક વ્યક્તિને ખુદાવન્દે તઆલાની નેઅમતોનો ઉપભોગો કરવાનો હક આપવામા આવશે. ત્યારે ઇર્ષા, અદેખાઇ દુશ્મની, નફરત વેરવૃતીનું નામો નિશાન નહીં રહે. અને છેવટે સમગ્ર વિશ્ર્વમાં અમ્નો અમાનની બોલ બાલા થઇ જશે.
ઇમામ (અ.સ.) ફરમાવે છે.
વલઝ હબતીશશહનાઓ મિન કોલૂબીલ એબાદે વસ તલહતીસ સેબાઓ વલ બહાએમો હત્તા તમશેયલ મરઅતો બયનલ એરાકે એલશ શામે લા તસઓ કદ મયહા ઇલ્લા અલન નબાતે વ અલા રાએહા ઝનબીલુન લા યોહયીહોહા સબોઉન વલા તખાફોહ.
“નફરતનો અંત આવી જશે. જંગલી પશુઓ, જાનવરો, ચોપગા પ્રાણીઓ, સહકારથી એક સાથે રહેશે. એક સ્ત્રી તેના માથા ઉપર ઝંબીલ (થેલો રાખીને ઇરાકથી લઇને શામ સુધી અકલી પ્રવાસ કરશે.). ચારે બાજુ હરિયાળી ફેલાએલી હશે. કોઇ હીંસક પ્રાણી સુદ્ધા તે ઔરતને નુકસાન નહીં પહોંચાડે અને તેને કોઇ પ્રકારનો ભય કે ડર નહીં લાગે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *