હઝરત મહદી (અ.ત.ફ.શ.) ના સંબંધમાં ખુદ માસુમીન અલ્યહેમુસ્સલામે ખબર આપી છે.

Print Friendly, PDF & Email

આ વિષયમાં ઘણી એવી રિવાયતો અને હદીસોનું બયાન છે જેમાં માસુમીન (અ.સ.) એ ઇમામે ઝમાના (અ.સ.) વિષે કહ્યું છે.
રસુલે ઇસ્લામ, ખુદાના આખરી પયગમ્બર (સ.અ.વ.) ફરમાવે છે.
‘કાએમ, મારી ઔલાદમાંથી હશે એનું નામ મારા નામ પરથી એની કુન્નિયત મારી કુન્નિયત એની આદતો અને તરીકા મારી આદતો અને તરીકા પ્રમાણે એનો સ્વભાવ મારા સ્વભાવ જેવો હશે. એનું ચારિત્ર્ય મારા ચારિત્ર્ય જેવું હશે. લોકોને મારા મઝહબ અને કાનૂન પર ચાલવા માટે મજબૂર કરશે ખુદાની કિતાબ તરફ બોલવશે જે લોકો એની પયરવી કરશે એ મારી પયરવી હશે જે શખ્સ એમની નાફરમાની કરશે એણે મારી હકમની નાફરમાની કરી.’
જે શખ્સ (એના) ગયબતના જમાનામાં એનાથી ઇન્કાર કર્યો. એણે અવું કર્યું જાણે મારો ઇન્કાર કર્યો જે શખ્સે એને જૂઠ લાવ્યો જાણે એણે મને જૂઠ લાવ્યો જે શખ્સે એને સાચો માન્યો એણે મને સાચો માન્યો એને જૂઠ લાવનારઓ અને એ લોકો જે એના બારામાં મારી વાતોને માનવાથી ઇન્કાર કરશે અને મારી ઉમ્મતને ખોટા રસ્તે ચલાવશે. હં ખુદાની બારગાહમાં એ લોકોની ફરિયાદ કરીશ. અને જાલીમ જલ્દી પોતાના કાર્યોના અંજામ પોતે જ જોઇ લેશે. (બેહારૂલ અનવાર – જી. 51, અસ્વયતુલ હોદા જી. 6)
પહેલા ઇમામ હ. અલી બિન અબી તાલિબ (અ.સ.)
મહેદીએ મવઉદ (અ.ત.ફ.) અમારામાંથી પેદા થશે અને આખરી જમાનમાં જાહેર થશે. અને કોઇ પણ કૌમ કે મિલ્લતમાં આના સિવાય કોઇ મેહદીએ મુન્તઝર ન હશે. (અસ્તબાતુલ હોદા જી. 7)
ફાતેમા ઝહેરા સલામુલ્લાહ અલ્યહાએ પોતાના જીગરના ટુકડા હસયન (અ.સ.) ને ફરમાવ્યું :
તમે જ્યારે પેદા થયા તો રસુલે ખુદા (સ.અ.વ.) મારી પાસે પધાર્યા અને તમને ખોળામાં લીધા પછી ફરમાવ્યું :
ઓ ફાતેમા ! તમારા હુસૈનને લઇ લ્યો અને જાણી લો કે એ નવ ઇમામોના બાપ છે અને એની નસલથી નેક અને માસુમ ઇમામ પેદા થશે અને તેઓમાં નવમો કાએમ હશે. (અસ્બાલુલ હદા : જી. 2)
બીજા ઇમામ હઝરત હસન (અ.સ.)
રસુલેખુદા (સ.અ.વ.) ની પછી ઇમામ 12 શખ્સો હશે. એમાંથી નવ મારા ભાઇ હુસૈન (અ.સ.)ની નસલમાંથી પેદા થશે. અને એ ઉમ્મતના મહેદી તેઓમાંથી જ હશે. (અસ્બાતુલ હદા : જી.2)
ત્રીજા ઇમામ હઝરત હસયન (અ.સ.)
બાર ઇમામ અમારામાંથી હશે એમાંથી પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ (અ.સ.) છે અને એમાંથી આખરી મારા નવમા ફરઝન્દ હશે. જે કાએમ હકની સાથે હશે. ખુદાવન્દે આલમ એની બરકતથી મુર્દા જમીનને જીવતી અને આબાદ કરશે. અને દીને હકને તમામ મઝહબો પર ગાલીબ કરશે ભલે પછી મુશ્રિકોને નાપસંદ કેમ ન હોય મહેદી એક મુદ્દત સુધી લોકોની નજરથી છુપા રહેશે. ગયબતના જમાનામાં એક જમાઅત દીનથી (મઝહબ) નીકળી જશે પણ એક બીજી જમાઅત સાબીત કદમીના કારણે બહ જ દુ:ખ ઉપાડશે. લોકો આ જમાઅતને મેણું મારતા કહેશે કે : અગર તમારો અકીદો સાચો છે તો પછી તમારા ઇમામ ક્યારે કયામ અને ઇન્કલાબ લાવશે? પણ સારી રીતે જાણી લો કે જે પણ શખ્સ ગયબતના દિવસોમાં દુશ્મનોની તકલીફો અને જુલ્મ અને એમના જુઠલાવા પર સબર અને ધીરજ રાખશે તે એ શખ્સ એવો હશે જેણે રસુલેખુદા (સ.અ.વ.) ની સાથે રહીને તલવારથી જંગ કરી હોય. (બેહારૂલ અનવાર જી. 51, નવી આવૃત્તિ)
ચોથા ઇમામ હઝરત અલી ઇબ્નુલ હુસયન ઝૈનુલ આબેદીન (અ.સ.)
અમારા કાએમની પેદાઇશ લોકો પર છુપી રહેશે અને એ પણ એવી રીતે કે લોકો કહેશે કે તેઓ તો પેદા થયા જ નથી. એ હઝરત (અ.ત.ફ.) ના છુપા રહેવાનો સબબ એ છે કે જ્યારે પોતાના કાયમ અને ઇન્કલાબ શરૂ કરશે તો એમની ગરદન પર કોઇની બયઅત નહિ હોય. (બેહારૂલ અનવાર, જી. 51)
પાંચમા ઇમામ મોહમ્મદ બિન અલી અલ બાકીર (અ.સ.)
ખુદાની કસમ ઇમામત એ હોદ્દો અને મનસબ છે જે રસુલે ખુદા (સ.અ.વ.) થી અમારા સુધી પહોંચ્યો છે. પયગમ્બરે અકરમ (સ.અ.વ.) પછી ઇમામ બાર છે. અને એમાંથી નવ ઇમામ હુસૈન (અ.સ.) ની ઔલાદમાંથી હશે અને મહદી પણ અમારામાંથી હશે અને આખરી જમાનામાં દીનની હિફાઝત (રક્ષણ) કરશે. (અસ્બાતુલ હોદા, જી. 2)
છઠ્ઠા ઇમામ સાદીકે આલે મોહમ્મદ જાફર બિન મોહમ્મદ (અ.સ.)
જે શખ્સ તમામ ઇમામોના ઇકરાર કરતો હોય પણ મહેદીના વજુદનો ઇન્કાર કરતો હોય તો એ શખ્સ એવો છે કે જે તમામ પયગમ્બરો પર યકીન રાખતો હોય પણ હઝરત મોહમ્મદે મુસ્તુફા (સ.અ.વ.) ની નબુવ્વતને કબુલ હોવાથી ઇન્કાર કરી દે. પછી એજ હઝરત (અ.સ.) ને પુછવામાં આવ્યું : ઓ ફરઝન્દે રસુલ! (અ.સ.) મહેદી કોની ઔલાદમાંથી હશે? આપ (અ.સ.) એ ફરમાવ્યું કે મહેદી સાતમા ઇમામ મુસા બિન જાફર (અ.સ.) ની પાંચમી નસલમાં (વંશમાં) હશે. (બેહારૂલ અનવાર, જી. 51) (અસ્બાતુલ હુદા જી.6)
સાતમા ઇમામ બાબુલ હવાએજ હઝરત મુસા બિન જાફર (અ.સ.)
આપે યુનુસ બિન અબ્દુલ રહેમાનના જવાબમાં જ્યારે યુનુસે પુછ્યું હતુ કે શું આપ કાએમે હક છો. આપે ફરમાવ્યું :
હું કાએમે હક છું પણ એ કાએમ જે દુનિયાની જમીને ખુદાના દુશ્મનોથી પાક સાફ કરી દેશે અને અદલ ઇન્સાફથી એને ભરી દેશે. મારી પાંચમી નસલમાંથી હશે. એના માટે એવી ગયબત હશે જેનો જમાનો બહુ જ લાંબો હશે. એની જાનની હિફાઝત માટે ગયબતના જમાનામાં એક જમાઅત દીનથી ખારી જ થઇ જશે. પણ કેટલાક લોકો એવા પણ હશે જે મક્કમતાથી પોતાના અકીદા પર કાએમ અને બાકી રહેશે.
પછી ફરમાવ્યું : શું કહેવું એ શીયાઓનું જે ઇમામે જમાનાની ગયબતના જમાનામાં અમારી વિલાયત અને મોહબ્બત પર પોતાની પકડ મજબૂત રાખશે અને અમારી દોસ્તી અને મોહબ્બત અને અમારા દુશ્મનોથી નફરત પર સાબીત કદમ રહેશે. એ લોકો અમારાથી છે અને અમે તેમનાથી છે એ લોકો અમારી ઇમામતથી રાજી છે અને અમે એ લોકોની શીઅતથી રાજી અને ખુશ છીએ. પછી શું કહેવું એ લોકોનું ખુદાની કસમ એ જન્નતના દરજ્જામાં અમારી સાથે હશે.
આઠમા ઇમામ હઝરત અલી બિન મુસા રેઝા (અ.સ.)
આપે રય્યાન બિન સલતના જવાબમાં જેણે સવાલ કર્યો હતો કે શું આપે ‘સાહેબુલ અમ્ર’ છો? આપે ફરમાવ્યું : હું સાહેબુલ અમ્ર છું. પણ જે સાહેબુલ અમ્ર જમીનને અદલો ઇન્સાફથી ભરી દેશે એ હં નથી કાએમ મવઉદ એ છે જે બુઢાપાની ઉમ્રમાં જવાનોની શકલમાં જાહેર થશે. સુલેમાન (અ.સ.) ની અંગૂઠી મુસા (અ.સ.) નો અસા એમની પાસે હશે. એ અમારી ચોથી નસલમાંથી અમારો ફરઝન્દ થશે. ખુદા જ્યાં સુધી ચાહશે એને લોકોની નજરોથી છુપા રાખશે અને તે પછી એને જાહેર કરશે. જમીનના પટને એના થકી અદલ અને ઇન્સાફથી ભરી દેશે જેવી કે એ ઝુલ્મ અને સિતમથી ભરી હશે. (બેહારૂલ અનવર, જી. 52, અસ્બાતુલ હોદા જી. 6)
નવમા ઇમામ મોહમ્મદ બિન અલી અલ તકી (અ.સ.)
અમારો કાએમ એજ મહેદીએ મવઉદ છે. જેના ગયબતના જમાનામાં એમની રાહ જોવી ફરજ છે અને ઝહુરના જમાનામાં એની ઇતાઅત અને આજ્ઞાનું પાલન વાજીબ છે. અને એ મારી નસલમાં મારો ફરઝન્દ હશે એ ખુદાની કસમ જેણે મોહમ્મદ (સ.અ.વ.) ને નુબુવ્વતના હોદ્દા પર ઉચ્ચ સ્થાને આપ્યું અને અમને ખાસ હોદ્દા પર ઇમામત અતા કરી કસમ છે કે અગર દુનિયાની ઉમ્ર એક દિવસથી વધારે નહિ હોય તો પણ ખુદા એ દિવસને એટલો લાંબો કરી દેશે એટલે સુધી કે મહદી ઝહુર કરે અને જમીનને અદલો ઇન્સાફથી મરી દે જેવી રીતે જુલ્મો સિતમથી ભરી હશે. ખુદાવન્દે આલમ એક રાતમાં એના તમામ કામોને દુરસ્ત કરી દેશે જેમ કે પોતાના કલીમ મૂસા (અ.સ.) ના મામલાને એક રાતમાં પુરા કરી દીધા હતા. મૂસા (અ.સ.) ગયા હતા એ માટે કે પોતાના શરીકે હયાત (પત્ની) માટે અગ્નિ લાવવા પણ એ રિસાલત અને નુબુવ્વતના હોદ્દા સાથે પાછા ફર્યા. તે પછી એ હઝરત (અ.સ.) એ ફરમાવ્યું : અમારા શિયાઓનું સૌથી સારો અમલ ઝહુરનો ઇન્તેઝાર છે. (બેહારૂલ અન્વાર જી. 5, અસ્બાતુલ હોદા, જી. 6)
દસમા ઇમામ અલી બિન મોહમ્મદ અલ નકી (અ.સ.)
મારા પછી મારો ફરઝન્દ હસન ઇમામ છે અને હસનના પછી એનો ફરઝન્દ એજ કાએમ છે જે જમીનને અદલ ઇન્સાફથી ભરી દેશે . (અસ્બાતુલ હોદા, જી.6)
અગ્યારમા ઇમામ હસન બિન અલી અલ અસ્કરી ( અ.સ.)
એ મુસા બિન જાફર બગદાદીને ફરમાવ્યું : જેમ કે હં તમને જોઇ રહ્યો છું કે તમે મારા જાનશીનના બાબતમાં મતભેદ ઊભો કરી રહ્યા છો. પણ ખબરદાર થઇ જાઓ કે જે શખ્સે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની પછી ઇમામો પર ઇમાન રાખતો હોય પણ મારા ફરઝંદની ઇમામતથી ઇન્કાર કરતો હશે. એ તે શખ્સ જેવો હશે જેણે તમામ પયગમ્બરોથી ઇન્કાર કરી દીધો. કેમ કે અમારા આખરી ઇમામની પયરવી પહેલા ઇમામની પયરવીના જેવી છે. તેથી જે શખ્સે આખરી વ્યક્તિથી ઇન્કાર કર્યો તે એ શખ્સ જેવો છે જેણે પહેલા ઇમામથી ઇન્કાર કરી દીધો હોય. પણ જાણી લો કે મારા ફરઝન્દની ગયબત એટલી બધી લાંબી હશે કે લોકો શંકામાં પડી જશે. સિવાય એ લોકોના કે જેના ઇમાનની હિફાઝત ખુદાએ અઝઝ વ જલ્લ કરશે. (બેહારૂલ અનવાર, જી. 51)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *