દોઆએ અહદ

Print Friendly, PDF & Email

بِسْمِ اللہِ الرَّحْمَانِ الرَّحِیْمِ

શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

اَللّٰھُمَّ رَبَّ النُّورِ الْعَظِیْمِ

અય અલ્લાહ! મહાન નૂરના માલિક,

وَ رَبَّ الْکُرْسِیِّ الرَّفِیْعِ

અને ઉચ્ચ કુરસીના માલિક,

وَ رَبَّ الْبَحْرِ الْمَسْجُوْرِ

અને ઘુઘવાતા સમન્દરના માલિક,

وَ مُنْزِلَ التَّوْرٰیۃِ وَ الْاِنْجِیْلِ وَ الزَّبُوْرِ

અને તૌરેત, ઝબુર અને ઇન્જીલને નાઝિલ કરવાવાળા,

وَ رَبَّ الظِّلِّ وَ الْحَرُوْرِ

અને છાંયડા તથા તડકાના માલિક,

وَ مُنْزِلَ الْقُرْاٰنِ الْعَظِیْمِ

અને મહાન કુરઆનને નાઝિલ કરવાવાળા,

وَ رَبَّ الْمَلاَئِکَۃِ اْلمُقَرَّبِیْنَ وَ الْاَنْبِیَائِ وَ الْمُرْسَلِیْنَ

અને મુકર્રબ મલાએકાઓ અને અંબિયા તથા મુરસલીન (અ.સ.)ના માલિક

اَللّٰھُمَّ اِنِّیْ اَسْئَلُکَ بِوَجْھِکَ الْکَرِیْمِ

અય અલ્લાહ! હું તારી પાસે સવાલ કરૂં છું, તારી ઉદાર જાતના વાસ્તાથી,

وَ بِنُوْرِ وَجْھِکَ الْمُنِیْرِ وَ مُلْکِکَ الْقَدِیْمِ

તારી જાતના ઝળહળતા નૂરના વાસ્તાથી અને તારી હંમેશાની સલ્તનતના વાસ્તાથી,

یَا حَیُّ یَا قَیُّوْمُ

અય હંમેશાથી જીવંત! અય હંમેશા બાકી રહેવાવાળા!

اَسْئَلُکَ بِاِسْمِکَ الَّذِیْ اَشْرَقَتْ بِہِ السَّمٰوَاتُ وَ الْاَرَضُوْنَ

હું તારા એ નામના વાસ્તાથી સવાલ ક‚રૂં છું કે જેના કારણે આસમાનો અને ઝમીનો ચમકી રહ્યા છે,

وَ بِاِسْمِکَ الَّذِیْ یَصْلَحُ بِہِ الْاَوَّلُوْنَ وَ الْاٰخِرُوْنَ

અને તારા એ નામના વાસ્તાથી કે જેના થકી અવ્વલ અને આખરની બાબતોની સુધારણા થાય છે.

یَا حَیًّا قَبْلَ کُلِّ حَیٍّ وَیَا حَیًّا بَعْدَ کُلِّ حَیٍّ

અય દરેક જીવંતની પહેલા હંમેશાથી જીવિત અને દરેક જીવંતની પછી પણ હંમેશા જીવંત રહેનાર,

وَ یَا حَیًّا حِیْنَ لاَ حَیَّ

અને એવા જીવંત કે જે સમયે કોઇ જીવંત ન હતું (તે ત્યારે પણ જીવંત હતો.)

یَا مُحْیِیَ الْمَوْتٰی وَ مُمِیْتَ الْاَحْیَآئِ یَا حَیُّ

અય મુર્દાઓને જીવંત કરનાર અને જીવંત લોકોને મૃત્યુ આપનાર, અય હંમેશના જીવંત

لاَ اِلٰہَ اِلاَّ اَنْتَ

તારી સિવાય બીજો કોઇ મઅબુદ નથી.

اَللّٰھُمَّ بَلِّغْ مَوْلَانَا الْاِمَامَ الْھَادِیَ الْمَھْدِیَّ الْقَائِمَ ؑ بِاَمْرِکَ

અય અલ્લાહ! તું અમારા મૌલા, ઇમામ, હાદી, મહદી અને તારા હુકમની સાથે કયામ કરનારને (અમારી દરમ્યાન) પહોંચાડી દે.

صَلَوَاتُ اللہِ عَلَیْہِ وَ عَلٰی اٰبَائِہِ الطَّاھِرِیْنَ

તેમના ઉપર અને તેમના પવિત્ર બાપદાદાઓ ઉપર અલ્લાહના સલામ થાય,

عَنْ جَمِیْعِ الْمُؤْمِنِیْنَ وَالْمُؤْمِنَاتِ فِیْ مَشَارِقِ الْاَرْضِ وَ مَغَارِبِھَا سَھْلِھَا وَ جَبَلِھَا وَ بَرِّھَا وَ بَحْرِھَا وَ عَنِّیْ وَ عَنْ وَالِدَیَّ

તમામ મોઅમીનો અને મોઅમેનાત કે જેઓ જમીનના પૂર્વ તથા પશ્ર્ચિમમાં, રણમાં તથા પહાડો ઉપર અને ધરતી ઉપર તથા દરીયાઓમાં વસે છે તે બધાની તરફથી, મારા તરફથી અને મારા મા બાપની તરફથી

مِنَ الصَّلَوَاتِ زِنَۃَ عَرْشِ اللہِ وَ مِدَادَ کَلِمَاتِہِ وَ مَآ اَحْصَاہُ عِلْمُہٗ وَ اَحَاطَ بِہِ کِتَابُہٗ

એવી સલવાત કે જેનું વજન અલ્લાહના અર્શની જેટલું હોય, તેના કલેમાતની શાહીની બરોબર હોય, જેની ગણતરી તેના ઇલ્મમાં છે અને જેને તેની કિતાબે ઘેરી લીધેલ છે.

اَللّٰھُمَّ اِنِّیْ اُجَدِّدُ لَہٗ فِیْ صَبِیْحَۃِ یَوْمِیْ ھٰذَا وَ مَا عِشْتُ مِنْ اَیَّامِیْ عَہْدًا وَ عَقْدًا وَ بَیْعَۃً لَہٗ فِیْ عُنُقِیْ

અય અલ્લાહ! હું આજના દિવસની સવારે અને મારી જીંદગીના જેટલા પણ દીવસો જીવતો રહીશ હું તેમના માટે મારો વાયદો, કરાર અને બયઅત કે જે મારી ગરદન ઉપર છે, તેને તેમના માટે દોહરાવતો રહીશ.

لاَ اَحُوْلُ عَنْہَا وَلاَ اَزُوْلُ اَبَدًا

હું તેનાથી ફરીશ નહીં અને કદીપણ ત્યજી નહીં દઇશ.

اَللّٰھُمَّ اجْعَلْنِیْ مِنْ اَنْصَارِہٖ وَ اَعْوَانِہٖ وَ الذَّابِّیْنَ عَنْہُ

અય અલ્લાહ! તું મને તેમના મદદગારોમાં, તેમના સહાયકર્તાઓમાં, તેમનું રક્ષણ કરવાવાળાઓમાં,

وَالْمُسَارِعِیْنَ اِلَیْہِ فِیْ قَضَائِ حَوَائِجِہٖ

તેમની હાજતોને પુરી કરવા માટે તેમની તરફ ઝડપથી આગળ વધી જનારાઓમાં,

وَ الْمُمْتَـثِلِیْنَ لِاَوَامِرِہٖ

તેમના હુકમોનું પાલન કરવાવાળાઓમાં,

وَ الْمُحَامِیْنَ عَنْہُ

તેમના તરફથી બચાવ કરવાવાળામાં

وَ السَّابِقِیْنَ اِلٰی اِرَادَتِہٖ

તેમના ઇરાદાઓ તરફ ઝડપથી આગળ વધી જનારાઓમાં

وَ الْمُسْتَشْھَدِیْنَ بَیْنَ یَدَیْہِ

અને તેમની નજરની સામે શહાદતનો દરજ્જો પ્રાપ્ત કરનારાઓમાં શામિલ કરી દે.

اَللّٰھُمَّ اِنْ حَالَ بَیْنِیْ وَ بَیْنَہُ الْمَوْتُ

અય અલ્લાહ! જો મારી અને તેમની દરમ્યાન (ઝુહુરની પહેલાં) મૌત આવી જાય,

الَّذِیْ جَعَلْتَہٗ عَلٰی عِبَادِکَ حَتْمًا مَقْضِیًّا

(તે મૌત) કે જેને તેં તારા બંદાઓ માટે ચોક્કસપણે નિશ્ર્ચિત કરેલ છે,

فَاَخْرِجْنِیْ مِنْ قَبْرِیْ مُؤْتَزِرًا کَفَنِیْ شَاھِرًا سَیْفِیْ مُجَرِّدًا قَنَاتِیْ مُلَبِّیًا دَعْوَۃَ الدَّاعِیْ فِی الْحَاضِرِ وَالْبَادِیْ

તો તું મને મારી કબ્રમાંથી એવી રીતે બહાર કાઢજે કે મા‚રૂં કફન મારો પોશાક હોય, તલવારને મ્યાનમાંથી ખેંચેલી હોય, નેઝો ઉપાડેલ હોય અને શહેરમાં હોઉં કે રણમાં ગમે તે સ્થાનેથી પોકારનારની અવાઝ ઉપર હું લબ્બયક કહું.

اَللّٰھُمَّ اَرِنِی الطَّلْعَتَ الرَّشِیْدَۃَ وَالْغُرَّۃَ الْحَمِیْدَۃَ

અય અલ્લાહ! મને તેમના હિદાયત ધરાવનારા ચહેરા અને તેમના પ્રસંશનીય મુખને દેખાડી દે,

وَاکْحُلْ نَاظِرِیْ بِنَظْرَۃٍ مِنِّیْ اِلَیْہِ

તેમના દીદાર થકી મારી નજરોને રોશન – પ્રકાશીત બનાવી દે,

وَ عَجِّلْ فَرَجَہٗ وَ سَھِّلْ مَخْرَجَہٗ

તેમના ઝુહુરમાં જલ્દી કર, તેમના ઝુહુરને સરળ બનાવી દે,

وَ اَوْسِعْ مَنْھَجَہٗ وَ اسْلُکْ بِیْ مَحَجَّتَہٗ

તેમના રસ્તાને વિશાળ કરી દે, મને તેમના રસ્તા ઉપર ચલાવ,

وَاَنْفِذْ اَمْرَہٗ وَاشْدُدْ اَزْرَہٗ

તેમના હુકમોને સ્થાપી દે અને તેમની પીઠને મજબુત કરી દે,

وَاعْمُرِ اللّٰھُمَّ بِہٖ بِلاَدَکَ

અય અલ્લાહ! તું તેમના થકી તારા શહેરોને આબાદ કરી દે

وَ اَحْیِ بِہٖ عِبَادَکَ

અને તેમના થકી તારા બંદાઓને સજીવન કરી દે.

فَاِنَّکَ قُلْتَ وَ قَوْلُکَ الْحَقُّ

કારણકે તેં ફરમાવ્યું છે અને તારૂં ફરમાન સાચું છે કે

ظَھَرَ الْفَسَادُ فِی الْبَرِّ وَالْبَحْرِ بِمَا کَسَبَتْ اَیْدِی النَّاسِ

“જમીન અને દરીયામાં લોકોની કરણીના લીધે ફસાદ ફેલાઇ ગયો છે.

فَاَظْھِرِ اللّٰھُمَّ لَنَا وَلِیَّکَ

તો પછી અય અલ્લાહ! તું અમારા માટે તારા વલીને જાહેર કરી દે,

وَابْنَ بِنْتِ نَبِیِّکَ اَلْمُسَمّٰی بِاسْمِ رَسُوْلِکَ

કે જે તારા નબીની દીકરીના દીકરા છે અને જેમનું નામ તારા નબીનું નામ છે.

حَتّٰی لاَ یَظْفَرَ بِشَیْئٍ مِنَ الْبَاطِلِ

ત્યાં સુધી કે તેમની સામે કોઇ બાતિલ ન આવે જેને તે મીટાવી ન દે,

اِلاَّ مَزَّقَہٗ وَ یُحِقَّ الْحَقَّ وَ یُحَقِّقَہٗ

અને કોઇ હક્ક ન આવે જેને તે સાબિત ન કરી દે.

وَاجْعَلْہُ اللّٰھُمَّ مَفْزَعًا لِمَظْلُوْمِ عِبَادِکَ

અય અલ્લાહ! તું તેમને તારા મઝલુમ બંદાઓની પનાહગાહ બનાવી દે

وَ نَاصِرًا لِمَنْ لاَ یَجِدُ لَہٗ نَاصِرًا غَیْرَکَ

અને તે લોકોના મદદગાર બનાવી દે કે જેમનો તારા સિવાય બીજો કોઇ મદદગાર નથી.

وَ مُجَدِّدًا لِمَا عُطِّلَ مِنْ اَحْکَامِ کِتَابِکَ

અને તારી કીતાબના તે હુકમો કે જેને રદ બાતલ કરી નાખવામાં આવ્યા છે તેને સજીવન કરનાર બનાવી દે.

وَ مُشَیِّدًا لِمَا وَرَدَ مِنْ اَعْلَامِ دِیْنِکَ وَ سُنَنِ نَبِیِّکَ صَلَّی اللہُ عَلَیْہِ وَ اٰلِہِ

અને તારા દીનની જે નિશાનીઓ આવી છે તેને અને તારા નબી (તેમના પર અને તેમની આલ ઉપર અલ્લાહની રહેમત થાય)ની સુન્નતને ફરીથી સજીવન કરી દે.

وَ اجْعَلْہُ اللّٰھُمَّ مِمَّنْ حَصَّنْتَہٗ مِنْ بَاْسِ الْمُعْتَدِیْنَ

અને અય અલ્લાહ! એમને તે લોકોમાં સ્થાન આપ કે જેમને તેં દુશ્મનોના શરથી બચાવ્યા છે.

اَللّٰھُمَّ وَ سُرَّ نَبِیَّکَ مُحَمَّدًا صَلَّی اللہُ عَلَیْہِ وَ اٰلِہِ بِرُؤْیَتِہٖ وَ مَنْ تَبِعَہٗ عَلٰی دَعْوَتِہٖ

અય અલ્લાહ! તું તારા નબી મોહમ્મદ (સ.અ.વ.) (તેમના પર અને તેમની આલ ઉપર અલ્લાહની રેહમત થાય)ને તેમના દિદારથી ખુશ કરી દે અને જેઓ તેમના કહેણ ઉપર તેમની તાબેદારી કરે છે (તેમને પણ તેમના દિદારથી ખુશ કરી દે.)

وَارْحَمِ اسْتِکَانَتَنَا بَعْدَہٗ

અને તેમની ગયબતમાં અમારી ઝિલ્લત અને પરેશાની ઉપર રહેમ ફરમાવ.

اَللّٰھُمَّ اکْشِفْ ھٰذِہٖ الْغُمَّۃَ عَنْ ھٰذِہٖ الْاُمَّۃِ بِحُضُوْرِہٖ

અય અલ્લાહ! તેમની હાજરી થકી આ ઉમ્મતના ગમને દૂર કરી દે.

وَ عَجِّلْ لَنَا ظُھُوْرَہٗ

અને અમારા માટે તેમના ઝુહુરમાં જલ્દી કરી દે.

اِنَّھُمْ یَرَوْنَہٗ بَعِیْدًا وَ نَرَاہُ قَرِیْبًا

કારણકે લોકો (વિરોધીઓ) ઝુહુરને દૂર સમજે છે અને અમે તેને નઝદીક જાણીએ છીએ.

بِرَحْمَتِکَ یَا اَرْحَمَ الرَّاحِمِیْنَ

તારી રહેમતના વાસ્તાથી અય સૌથી વધારે રહેમ કરવાવાળા.

(પોતાના જમણા સાથળ પર ત્રણ વખત હાથ મારે અને આમ પઢે.)

اَلْعَجَلَ اَلْعَجَلَ یَا مَوْلاَیَ یَا صَاحِبَ الزَّمَانؑ

જલ્દી આવો, જલ્દી આવો, અય મારા મૌલા. અય સાહેબઝઝમાન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *