વિલાદત

Print Friendly, PDF & Email

પંદરમી શાઅબાનનો ચાંદ આસમાનને ‘ખુદા – હાફીઝ’કરીને વિદાય થઇ રહ્યો હતો. થોડીવાર પછી ઐતિહાસિક શહેર સામર્રાના વાતાવરણમાંથી અંધકારના ઓળા દૂર થવા લાગ્યા. પરોઢિયાની ઠંડક અને પ્રકાશે રણની રેતી પર સિજદો કરવાનું શ‚રૂ કર્યું. દજલાહના કાંપતા હોઠો પર શિતળ હવાએ હોઠ રાખી દીધા. એવું લાગતું હતું કે એ દિવસનું નૂરાની વાતાવરણ કોઇ વિશિષ્ઠ ચમત્કાર અને તેજસ્વને પોતાના પાલવમાં ભરી લેવા માગે છે. સૂર્યનું પહેલું સોનેરી કિરણ જ્યારે ક્ષિતિજની કાળી છાતી વીધીને શહેરના ઘરોના પ્રવેશદ્વારોને ચમકાવવાની તૈયારીમાં જ હતું તેવામાં સામર્રાની મસ્જીદના મોઅઝઝીનનો અવાજ આ સુરેખ વાતાવરણની હવામાં ગુંજવા લાગ્યો. “અલ્લાહો – અકબર” ખુદાની મહાનતા અને બુઝુર્ગીના સૂરો વહેવા લાગ્યા અલ્લાહો- અકબરનો અવાજ શહેરના ખૂણે – ખૂણામાં ગૂંજવા લાગ્યો. પ્રભાતના પ્રવેશદ્વારો ખુલવા લાગ્યા. એક મુબારક પ્રભાત, એક બરકતભર્યો દિવસ બીજા બધા દિવસોથી વિશિષ્ટ એવો મખસુસ દિવસ હતો.
અલ્લાહો – અકબરનો આવાઝ હજી કાનોમાં ગુંજી રહ્યો હતો. તેવામાં સામર્રાના ઐતિહાસિક શહેરમાં ઇમામ હસન અસ્કરી (અ.સ.) જેવા વાલીદ અને હઝરત નરજીસ ખાતૂન (સ.અ.) જેવી માતાની છત્રછાયામાં એક બાળકનું જમીન પર આગમન થયું. બાળકે આગમનની સાથે જ અલ્લાહની પ્રસંશાનું રટણ શ‚ કર્યું. સૂરજનું પૂર્વમાંથી આગમન થયું ન હતું તે પહેલાં જ બાળકે આંખો ખોલી જેથી પોતાની વિલાદતનો ઝળહળાટ સૂરજના હૃદય સોંરવો ઉતારી શકે.
ચારે બાજુ ખુશી અને આનંદના સૂરો સંભળાતા હોય તેવો ભાસ થવા લાગ્યો. માતાની આંખોમાં પ્રેમનાં અશ્રુ ચમકવા લાગ્યાં. પિતાએ હર્ષના આંસુ આંખોમાંથી હૃદય સોંસરવા ઉતારતા કહ્યું, ખુદાનો શુક્ર છે કે તેણે મને એટલી જીંદગીની નેઅમત આપી કે હું મારા વારસદારને મારી આંખોથી નિહાળી શકું. જે દેખાવ અને ચારિત્ર્યમાં પયગમ્બર અકરમ (સ.અ.વ.) થી સૌથી વધુ હુબહુ મળતા આવે છે. ખુદાએ અઝઝવજલ તેને ગૈબતના પરદામાં રાખશે. અને જ્યારે પરદામાંથી જાહેર કરશે ત્યારે જમીન જે રીતે જુલ્મો – સિતમથી ભરેલી હશે તેને અદલ – ઇન્સાફથી ભરી દેશે.
આમ, આ મહાન ઇમામ (અ.ત.ફ.) ની વિલાદત થઇ. તે સૌથી પવિત્ર ઘડી પંદરમી શાઅબાન હી. ૨૫૫ ની હતી.
યા અય્યોહલ અઝીઝો મસ્સના વ અહલનઝ – ઝુરરો વ જેઅના બે બેઝાઅતીન મુઝજેયહ.
(સુરએ યુસુફ: આયત ૮૮)
“અય અઝીઝ (ઝેહરા સ.અ.ના) અમને અને અમારા કટુંબને ઘણી તકલીફોનો સામનો છે અને અમે બહુજ થોડી પૂંજી લઇને આવ્યા છીએ.”
“અય અઝીઝે અબુ અબ્દુલ્લાહીલ હુસૈન (અ.સ.) (દુનિયાના) આ ભરપુર સમુદ્રમાં વચ્ચોવચ ફસાદપૂર્ણ ઝેરી વિચારોની ઊંચી લહેરોમાં ખુશી અને નજાત‚રૂપી અમારી હોડી તૂટી પડી છે અને હવે વેરવિખેર થવાની તૈયારીમાં છે. આવો ! જલ્દી આવો ! અને આ તૂટેલી હોડીને નજાતના કિનારા સુધી પહોંચાડો.”

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *