ઇમામે ઝમાના (અ.સ.) ની ગૈબતના ફાયદાઓ

Print Friendly, PDF & Email

કેટલાક લોકો પૂછે છે કે ઇમામે ઝમાના (અ.સ.) ની ગૈબતના જમાનામાં તેમનાથી શું ફાયદો થાય છે?
એ વાત સાચી છે કે ઇમામે ઝમાના (અ.સ.) ખુદાએ – હકીમ અને દાનાના હુકમથી લોકોની નજરોથી ગાયબ થઇ ગયા છે. પરંતુ તેમ છતાં તેઓ તમામ ઇન્સાનોની ઝીંદગી અને દુનિયાના અસ્તિત્વ પર તેમની મહત્વની અસર ધરાવે છે.
તમે વાદળછાયા આકાશના દિવસો તો જોયા જ હશે એ વાદળ છાયા દિવસોમાં સૂરજ તો વાદળાની પાછળ છૂપાએલો હોય છે. તો શું તેવા વખતે એમ કહી શકાય કે તે દિવસોમાં સૂરજથી કોઇ ફાયદો થતો નથી? શું વાદળ છાયા દિવસોમાં અને અંધારી રાતમાં કઇ જ તફાવત નથી? એવું બીલકુલ નથી આપણે જાણીએ છીએ તેમ એ વાદળ છાયા દિવસ પણ સૂરજના કારણે જ દિવસ કહેવાય છે. ભલે આસમાન પર વાદળા છવાએલા રહે છે અને સૂર્યના પ્રકાશિત ચહેરાને આપણી નજરોથી છુપાવી રાખે છે. પણ સૂરજની ગરમી તે વાદળાઓની પાછળથી પણ આપણા સુધી પહોંચતી રહે છે. અને તેની રોશની વાદળોની પાછળથી પ્રકાશીને પણ તેની ઉજાસ દુનિયામાં ફેલાવે છે.
ગૈબતે ઇમામે ઝમાના (અ.સ.) ના દિવસોમાં પણ ઇમામે ઝમાના (અ.સ. )નો પવિત્ર અને તેજસ્વી ચહેરા સમો સૂરજ ગૈબતના વાદળો પાછળ છૂપાએલો છે, આપણે તે જોઇ શકતા નથી. પણ તેમની મોહબ્બત, દયા અને પ્રેમનું નૂર દરેક જગ્યાએ મૌજુદ છે અને આખી દુનિયાના અસ્તિત્વને સ્થાપીત્ય બક્ષે છે.
ઇમામે ઝમાના (અ.સ.) ન હોત તો દુનિયાનું અસ્તિત્વ બાકી ન રહેત. આપ (અ.સ.) ન હોત તો પૃથ્વીનું ભ્રમણ સૂરજની આસપાસ ન હોત. ખુદાવંદે આલમે એ હઝરત અજ્જલલ્લાહો તઆલા ફરજહુશ શરીફને એ માટે જ પૈદા કર્યા છે. હઝરત માટે જ તમામ ઇન્સાનોને પૈદા કરીને જીવન બક્ષયું છે અને દુનિયાને કાયમ રાખી છે.
જો ઇમામે ઝમાના (અ.સ.) નું અસ્તિત્વ ગૈબતના પરદામાં પણ ન હોત તો સૂરજનો પ્રકાશ બૂજાઇ જાત, ચંદ્રનું નામો નિશાન ન હોત, વાદળા વરસતા ન હોત, દરિયાઓ અને સમુદ્રો સુકાઇ જતે. ઇન્સાનોની હસ્તી ન હોત જમીન વેરવિખેર થઇ જાત. ટૂંકમા, સમગ્ર સૃષ્ટિ નાશ પામત. આપણે જીવતા અને ગતિમાન છીએ, જમીનઅને ચાંદ – સૂરજનું અસ્તિત્વ છે તે હઝરત વલીયે અસ્ર હુજ્જત બીન હસન અજ્જલલ્લાહો ફરજહના અકદસ અસ્તિત્વથી બાકી છે.
આખું જગત એક શરીર સમાન છે. જેનું ધબકતું હૃદય ઇમામે ઝમાના (અ.સ.) નું અસ્તિત્વ છે. આ હૃદય ન હોય તો આખુ શરીર મુર્દા સમાન બની રહે. જો હઝરત મહદી (અ.સ.) ન હોત તો આખી દુનિયા નીસ્ત – નાબુદ થઇ જાત. શરીરના જે અવયવનો સંબંધ હૃદય સાથે નજદીકનો હોય છે તે વધુ સક્રીય રહે છે. જે અવયવનો હૃદય સાથેનો સંબંધ તૂટી જાય અને તે ભાગ સુધી લોહોનું પરિભ્રમણ ન થાય તો તે ભાગ નકામો બની જાય છે.
એજ રીતે જે માણસ ઇમામે ઝમાના (અ.સ.) ની યાદમાં મશગુલ રહે છે, તેમની સાથે મોહબ્બત રાખે છે. તેમના હુકમોનું અનુસરણ અને પૈરવી કરે છે તે ખુશનસીબ અને સચ્ચાઇના માર્ગ ઉપર છે. તેનાથી ઉલ્ટું જે માણસ હઝરત વલીએ અસ્ર સાથે કોઇ જ સંબંધ રાખતો નથી, તેઓના હુકમ પ્રત્યે બેદરકાર રહે છે, તેઓના ઝુહૂર માટે દુવા નથી માગતો, તે શરીરના એવા અવયવ સમાન છે જે નકામો અને જડ બની ચૂક્યો છે. તેવો માણસ ફઝીલત અને સચ્ચાઇની મંઝીલે કદી પહોંચી શકતો નથી.
ઇમામે ઝમાના (અ.સ.) ઓલમા અને ફોકહા વીશે ફરમાવે છે .
“અમ્મલ હવા દેસુલ વાકેઅતો ફરજેઉ ફીહા એલા રોવાતે હદીસેના ફઇન્નહુમ હુજ્જતી અલયકુમ વ અના હજ્જતુલ્લાહે અલયહીમ, અર્ર રાદદો અલયહીમ કર્રરાદદે અલયના વર રાદદો અલયના કર્ર રાદેદ અલલ્લાહે……
અર્થાંત : “નવી નવી પરિસ્થિતિ અને સંજોગો ઉપસ્થિત થાય ત્યારે અમારા વીશેની રિવાયતો અને હદીસોના રાવીઓ (ઓલમાઓ) નો સંપર્ક કરજો, કેમ કે તેઓ તમારા ઉપર મારી હુજ્જત છે અને હું તેમના પર અલ્લાહની હુજ્જત છું. એમના હુકમની અવગણના કરવી એ મારા હુકમની અવગણના સમાન છે. અને મારા હુકમની અવગણના કે તિરસ્કાર કરનાર અલ્લાહના હુકમનો તિરસ્કાર કરનાર સમાન છે.
(કમાલુદ્દીન પા. ૪૮૪, બેહા‚લ અન્વાર જીલ્દ ૫૩ પા. ૧૮૧, વસાએલુશ શીયા જી. ૧૮, કિતાબુલ કઝા પા. ૧૦૧)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *