હઝરતે કાએમ (અ.જ.) વીષે – એક પ્રશ્ર્ન!?

Print Friendly, PDF & Email

– હઝરત ઇમામ મહદી (અ.સ.)ને “કાએમ” ઉપનામી શા માટે સંબોધવામાં આવે છે?
– “કોઅમ શબ્દ કઇ બાબત તરફ અંગુલિનિર્દેશ કરે છે?
– કેટલાક લોકો “કાએમ નામ સાંભળીને તુરત જ માનપૂર્વક ઊભા શા માટે થઇ જાય છે?
જવાબ : ઘણી રિવાયતોમાં એ હઝરતને ‘કાએમ’ના નામથી સંબોધવામાં આવ્યા છે. એટલે સુધી કે કેટલાક તાકાત પ્રદર્શીત કરવી પડે તેવા સંજોગોમાં કેટલાક માઅસુમીન (અ.સ.) ના જમાનામાં તેમના પર જુલ્મો – સિતમ ગુજારવામાં આવતા. પરંતુ ખુદાવંદની મસ્લેહતના કારણે તેઓને મૌન રહેવું પડતું અને તેઓ તે સંજોગોનો સમાનો કરવા માટે (મસ્લહતે – ખુદાના કારણે) શબ્દ બદલવો હતા ત્યારે તેઓ હઝરત મહદી (અ.સ.) ને યાદ કરીને ફરમાવતા. :
“અમારા કાએમ આવશે અને તમામ કામ અને સંજોગોને અનુકુળ બનાવશે.
કાએમ એટલે કયામ કરનાર – રહેનાર
ઇન્કલાબ – પરિવર્તન લાવનાર. હઝરત મહદી (અ.સ.) નો ઇન્કલાબ સમગ્ર દુનિયામાં થશે. સમગ્ર માનવ ઇતિહાસે તેવો ઇન્કલાબ કદી જોયો નહી હોય! તેમજ જેવી હુકુમત (વિશ્ર્વ સરકાર) ની રચના કદી નહી થઇ હોય તેવી હુકુમતની સ્થાપના થશે. એટલા માટે હઝરત (અ.સ.) ને “કાએમ ના લકબથી યાદ કરવામાં આવે છે.
હવે રહી એ વાત કે કેટલાક ‘કાએમ’ નામ સાંભળતા ઊભા થઇ જાય છે, અથવા તો તે નામ બોલતા – બોલતા ઊભા જાય છે. તેનું કારણ શું છે? આ એક પ્રકારનો નેક અને મુસ્તહબ અમલ છે. આમ કરવામાં ઇમામ (અ.સ.) પ્રત્યે આદરભાવ, વિવેક અને લાગણી પ્રદર્શીત થાય છે. તે ઉપરાંત આ કાર્ય લોકોને હુજ્જતે ખુદા (અ.સ.) ની હાજરી અને ઇન્કલાબ – પરિવર્તનની યાદ દેવડાવે છે અને લોકોને એક અમલી નસીહત થાય છે કે ‘કાએમ’ નામનો ઝીક્ર થાય ત્યારે બધાને ઊભા થઇને એ હઝરતના આગમન અને ઇન્કલાબના ઇચ્છુક રહેવું જોઇએ. આ રીતે આદરપૂર્વક ઊભા થનાર જાણે કે તમામ નબીઓ, ઇમામો, દુનિયાના મઝલુમોની આરઝુઓ વિશ્ર્વના ધડકતા દીલ સમા માઅસુમ રહેબર અને માર્ગદર્શકના ઇન્કલાબ માટે જમીન ઉપર સાનુકૂળ વાતાવરણ ઊભુ કરી રહ્યા છે.
આ પ્રકારનો રિવાજ હ. ઇમામ જઅફર સાદિક (અ.સ.) ના જમાનાથી અહલેબત (અ.સ.)ના દોસ્તોમાં પ્રચલિત હતો. રિવાયત છે કે હઝરતે ઇમામે રેઝા (અ.સ.) ની ખિદમતમાં જ્યારે પણ ‘કાએમ’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતો ત્યારે ઇમામે રેઝા (અ.સ.) ઊભા થઇ જતા અને પોતાના માથા પર હાથ રાખીને ફરમાવતા :
‘અલ્લાહુમ્મા અજજીલ ફરજહ વ સહહીલ મખરજહ’
“ખુદાયા, તેઓનું અમારા વચ્ચે આગમન વ્હેલું કર, અને તેમના ઝુહૂર અને ઇન્કલાબ – પરિવર્તનનો માર્ગ સરળ કર.”
(અવ્વલીન દર્સગાહ ઔર આખરિન પયગમ્બર જી. ૨ પા. ૨૨૦)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *