દોઆએ ઇસ્તેગાસા

Print Friendly, PDF & Email

بِسْمِ اللّٰہِ الرَّحْمَانِ الرَّحِیْمِ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

سَلاَمُ اللّٰہِ الْکَامِلُ التَّامُّ الشَّامِلُ الْعَامُّ

અય અલ્લાહ મોહમ્મદ(સ.અ.વ.) અને આલે મોહમ્મદ(અ.મુ.સ.) ઉપર રહેમત નાઝીલ કર અને તેઓના ઝુહુરમાં જલ્દી કર.

وَ صَلَوَاتُہُ الدَّآئِمَۃُ

અલ્લાહની હુજ્જત ઉપર અલ્લાહના સંપૂર્ણ, તમામ અને દરેક વસ્તુને આવરી લેનાર સલામ થાય.

وَ بَرَکَاتُہُ الْقٰٓائِمَۃُ التَّامَّۃُ عَلٰی حُجَّۃِ اللّٰہِ

અને તેમના ઉપર (અલ્લાહની) કાયમી રહેમત અને હંમેશા રહેવાવાળી સંપૂર્ણ બરકતો.

وَ وَلِیِّہٖ فِيْ اَرْضِہِ وَبِلاَدِہٖ

અને તેની જમીન ઉપર અને તેના શહેરોમાં તેના વલી ઉપર,

وَ خَلِیْفَتِہٖ عَلٰی خَلْقِہٖ وَ عِبَادِہٖ

અને તેના બંદાઓમાં અને
તેની મખ્લુકમાં, તેના ખલીફા ઉપર.

وَ سُلَالَۃِ النُّبُوَّۃِ

(સલામ થાય) નબુવ્વતના પવિત્ર ફરઝંદો ઉપર,

وَ بَقِیَّۃِ الْعِتْرَۃِ وَ الصَّفْوَۃِ

ઇતરતમાંથી બાકી રહેનાર અને
અલ્લાહના પસંદ કરાએલા બંદા ઉપર.

صَاحِبِ الزَّمَانِ

ઝમાનાના માલિક ઉપર.

وَ مُظْھِرِ الْاِیْمَانِ

ઇમાનને જાહેર અને પ્રકાશિત કરનારા ઉપર,

وَ مُلَقِّنِ اَحْکَامِ الْقُرْاٰنِ

કુરઆનના હુકમોની તઅલીમ અને હિદાયત કરનારા પર,

وَ مُطَھِّرِ الْاَرْضِ

જમીનને (ઝુલ્મ અને અત્યાચારથી) પવિત્ર કરનારા ઉપર,

وَ نَاشِرِ الْعَدْلِ فِي الطُّوْلِ وَالْعَرْضِ

આખી જમીન પર ન્યાય અને ઇન્સાફને ફેલાવી દેનારા ઉપર.

وَ الْحُجَّۃِ الْقَآئِمِ الْمَھْدِيِّ

અને અલ્લાહના કાએમ હુજ્જત મહદી,

الْإِمَامِ الْمُنْتَظَرِ الْمَرْضِيَّ

તે ઇમામ કે જેનો ઇન્તેઝાર થઇ રહ્યો છે અને જેમનાથી અલ્લાહ રાજી છે

وَابْنِ الْاَئِمَّۃِ الطَّاھِرِیْنَ

અને પાકિઝા ઇમામોના ફરઝંદ

الْوَصِيِّ ابْنِ الْاَوْصِیَآئِ الْمَرْضِیِّیْنَ

તે વસી જે અલ્લાહના પસંદીદા અવ્સીયાના પુત્ર છે

الْھَادِيَ الْمَعْصُوْمِ ابْنِ الْاَئِمَّۃِ الْھُدَاۃِ الْمَعْصُوْمِیْنَ

તે હિદાયત કરનારા, મઅસુમ અને ગુનાહોથી રક્ષિત છે. (સલામ) તેના ઉપર, જે હિદાયત કરનાર મઅસુમ ઇમામોના ફરઝન્દ છે.

اَلسَّلَامُ عَلَیْکَ یَا مُعِزَّ الْمُؤْمِنِیْنَ الْمُسْتَضْعَفِیْنَ

સલામ થાય આપના ઉપર અય કમઝોર કરી નાખવામાં
આવેલા મોમીનોને ઇઝઝત બક્ષનાર.

اَلسَّلَامُ عَلَیْکَ یَا مُذِلَّ الْکَافِرِیْنَ الْمُتَکَبِّرِیْنَ الظَّالِمِیْنَ

આપના ઉપર સલામ થાય! અય કે જે કાફિરો, ઘમંડીઓ અને ઝાલિમોને અપમાનિત કરનારા છે.

اَلسَّلَامُ عَلَیْکَ یَا مَوْلاَيَ یَا صَاحِبَ الزَّمَانِ

સલામ થાય આપના ઉપર અય મારા મૌલા, અય સાહેબઝઝમાન,

اَلسَّلَامُ عَلَیْکَ یَابْنَ رَسُوْلِ اللّٰہِ

ખાસ સલામ આપના પર અય ફરઝંદે રસુલે ખુદા (સ.અ.વ.),

اَلسَّلَامُ عَلَیْکَ یَابْنَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ

સલામ થાય આપના ઉપર અય હઝરત અમીરૂલ મોઅમેનીન
અલી (અ.સ.)ના ફરઝંદ,

اَلسَّلَامُ عَلَیْکَ یَابْنَ فَاطِمَۃَ الزَّھْرٰٓائِ سَیِّدَۃِ نِسٰٓائِ الْعَالَمِیْنَ

સલામ થાય આપના ઉપર અય કાએનાતની સ્ત્રીઓના સરદાર જનાબે ફાતેમતઝ્ ઝહરા (સ.અ.)ના ફરઝંદ,

اَلسَّلَامُ عَلَیْکَ یَابْنَ الْاَئِمَّۃِ الْحُجَجِ الْمَعْصُوْمِیْنَ

સલામ થાય આપના ઉપર અય ઇમામો અને મઅસુમ હુજ્જતોના ફરઝંદ

وَالْاِمَامِ عَلَی الْخَلْقِ اَجْمَعِیْنَ

અને સમગ્ર કાએનાત ઉપર અલ્લાહના (તરફથી નિમણુંક થયેલ) ઇમામ ઉપર.

اَلسَّلَامُ عَلَیْکَ یَا مَوْلَايَ

સલામ થાય આપના ઉપર અય મારા મૌલા.

سَلَامَ مُخْلِصٍ لَکَ فِي الْوِلَایَۃِ

(આ બંદાના) સલામ જે આપની વિલાયતમાં મુખ્લીસ છે.

اَشْھَدُ اَنَّکَ الْإِمَامُ الْمَھْدِيُّ قَوْلاً وَ فِعْلاً

હું સાક્ષી આપું છું કે આપ જ વાણી અને વર્તનમાં હિદાયત સંપન્ન ઇમામ છો,

وَ اَنْتَ الَّذِيْ تَمْلَاُ الْاَرْضَ قِسْطًا وَ عَدْلاً بَعْدَ مَا مُلِئَتْ ظُلْمًا وَ جَوْرًا

અને આપ જ દુનિયાને ન્યાય અને ઇન્સાફથી એવી રીતે ભરી દેશો જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે.

فَعَجَّلَ اللّٰہُ فَرَجَکَ

બસ અલ્લાહ આપના ઝુહુરમાં જલ્દી કરે.

وَ سَھَّلَ مَخْرَجَکَ

અને આપના આવવામાં આસાની કરી દે.

وَ قَرَّبَ زَمَانَکَ

અને આપના (હુકુમતના અને રિયાસતના) ઝમાનાને નઝદીક કરી દે.

وَ کَثَّرَ اَنْصَارَکَ وَ اَعْوَانَکَ

અને આપના અન્સાર અને મદદગારની સંખ્યામાં વધારો કરી દે,

وَ اَنْجَزَ لَکَ مَا وَعَدَکَ

અને જે કાંઇ તેણે (અલ્લાહે) (ફત્હ અને ઝુહુરનો) વાયદો કર્યો છે તે જલ્દી પૂરો કરે.

فَھُوَ اَصْدَقُ الْقَآئِلِیْنَ

કારણકે તે (અલ્લાહ) કલામ કરનારાઓમાં સૌથી સાચો છે.

{وَ نُرِیْدُ اَنْ نَّمُنَّ عَلَی الَّذِیْنَ اسْتُضْعِفُوْا فِي الْاَرْضِ وَ نَجْعَلَھُمْ اَئِمَّۃً وَّ نَجْعَلَھُمُ الْوَارِثِیْنَ}

(તેનું ફરમાન છે) “અને અમે તે ઇરાદો ધરાવીએ છીએ કે જે લોકોને પૃથ્વી પર નિર્બળ બનાવી દેવામાં આવ્યા છે તેઓ ઉપર એહસાન કરીએ, અને તેઓને ઇમામ બનાવીએ અને તેઓને (દુનિયાના) વારસદાર અને પેશ્વા બનાવીએ. (સુરએ કસસ, આયત નંબર : પ)

یَا مَوْلَايَ یَا صَاحِبَ الزَّمَانِ ، یَابْنَ رَسُوْلِ اللّٰہِ

અય મારા મૌલા! અય ઝમાનાના માલિક! અય અલ્લાહના રસુલના ફરઝંદ!

حَاجَتِيْ

મારી માંગણી અને હાજત (આ મુજબ છે….)
(આ પછી પોતાની હાજત રજુ કરે. ઇન્શાઅલ્લાહ પુરી થશે. સૌથી બહેતર હાજત એ છે કે અલ્લાહ આપના ઝુહુરમાં જલ્દી કરે અને આપના ગુલામોમાં શુમાર કરે, દુનિયા અને આખેરતની ભલાઇ કરે.)

…. فَاشْفَعْ لِیْ فِیْ نَجَاحِھَا

આપ અલ્લાહની બારગાહમાં આ (હાજતોને) પુરી થવાની મારા માટે સિફારિશ કરી દો.

فَقَدْ تَوَجَّھْتُ اِلَیْکَ بِحَاجَتِیْ

હું મારી હાજત લઇને આપની ખિદમતમાં હાજર થયો છું

لِعِلْمِیْ اَنَّ لَکَ عِنْدَ اللّٰہِ شَفَاعَۃً مَقْبُوْلَۃً

કારણકે હું જાણું છું કે અલ્લાહ તઆલાની નજદીક આપની ભલામણ અને સિફારિશ જરૂર કબુલ થાય છે.

وَ مَقَامًا مَحْمُوْدًا

અને આપ અલ્લાહની પાસે ‘મકામે મહમુદ’
(વખણાયેલા સ્થાન) ધરાવો છો.

فَبِحَقِّ مَنِ اخْتَصَّکُمْ بِاَمْرِہٖ وَارْتَضَاکُمْ لِسِرِّہٖ

તેથી તેના હકની કસમ જેણે આપને તેની ઇમામત અને વિલાયત માટે મખ્સુસ ફરમાવ્યા અને પોતાના રહસ્યો માટે આપને પસંદ કર્યા.

وَبِالشَّاْنِ الَّذِیْ لَکُمْ عِنْدَ اللّٰہِ بَیْنَکُمْ وَ بَیْنَہٗ

અને તે શાનનો વાસ્તો કે જે આપના માટે પરવરદિગારની પાસે છે.

سَلِ اللّٰہَ تَعَالٰی

આપ અલ્લાહ તઆલાની પાસે દોઆ કરો કે

فِیْ نُجْحِ طَلِبَتِیْ

મારી માંગણીઓને પુરી કરે

وَاِجَابَۃِ دَعْوَتِیْ

મારી દોઆને કબુલ કરે,

وَ کَشْفِ کُرْبَتِیْ٠

અને મારા રંજ અને ગમને દૂર કરે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *