Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૩૩

ફરીયાદનું તરસ્યુ દિલ આવ્યું

Print Friendly

જે ઝડપ અને પ્રવાહની સાથે ફેરફારનું પૂર વર્તમાન યુગમાં દુનિયા ભરમાં આવ્યું છે, કદાચ માનવજાતની ખિલ્કતથી લઇને આ ઝમાનાની શરૂઆતના પહેલા સુધી કદી નથી આવ્યું. વર્તમાન યુગથી મુરાદ અડધી સદીના દસમાં ભાગ પહેલાનો ઝમાનો જેના ઘેરાવમાં આવે છે. વૈજ્ઞાનિક શોધો અને ઝીંદગીની નવી નવી શાખાઓ સુધીની બેશુમાર પહોંચે, પુસ્તક, ભૌતિક પ્રગતિઓ, વાસ્તવિકતા ઉપરથી જ્યારે પડદા હટ્યા, તો ઇન્સાનના આસ્માની હોંસલા આકાશના છેડાઓને અડવાની હિંમત કરવા લાગ્યા. જ્યારે આવી ક્રાંતિ આપણી સમક્ષ છે, જાણે કે કાએનાતનો તખ્તો જ પલ્ટી ગયો છે. વિશ્ર્વની તમામ જમીન ઉપર જાણે કે બીજી દુનિયા વસી ગઇ છે. ત્યારે જોઇએ કે એક શીઆ કૌમ કે જે આ જ દુનિયામાં વસી રહી છે, તેના ઉપર શું અસર થઇ છે?
આ કૌમની વ્યક્તિગત અને સામૂહિક વિચારધારા, રહેણીકરણી, જીવન જીવવાની પધ્ધતિ, બોલ-ચાલ, મત-ભેદો અને સહમતીઓ, જુદા જુદા વંશમાં મિશ્રિત પ્રચારો, દ્રષ્ટિકોણો, વિચારો, અલગ અલગ સ્થળોમાં રહેનારાઓના સ્વભાવ, બીજી કૌમ સાથે સંપર્કના તરીકાઓ, પ્રણાલિકા, વિચારધારા, મસલેહતી વિચાર, ધંધાકીય અને આર્થિક માધ્યમોની તરફ જુકાવ. આવા અસંખ્ય પરિબળો છે, જેનું એક એક કરીને પૃથક્કરણ કરવું અમૂક વાક્યોમાં શક્ય નથી. પરંતુ સામાજીક સ્તર ઉપર જ્યારે કોઇ ધરી બને છે, તો તે એ છે દીનદારી, જેના બે વિભાગો છે, એહકામ અને અકાએદ. તેનું વુજુદ જો કે પ્રાચીન હોય છે, પરંતુ તેના સુધી પહોંચનો વિસ્તાર વધતો જાય છે અને રિવાજોની અદાયગીમાં શોધ થવા લાગે છે.
પરિણામે જે હકીકત વિશ્ર્વ દ્રષ્ટિકોણની રોશનીમાંથી ઉભરીને સામે આવે છે, તે એ છે કે દીનદારીની ધરી ઉપર જ કૌમની ઓળખ બને છે. શું દીનદારીના તમામ પહેલું કૌમના સામાજીક સ્વરૂપમાંથી ઉભરે છે, અથવા શું મઝહબ એક લેબલ અથવા સાઇન બોર્ડની જેમ હોય છે અને કૌમના તાંતણા તેની સાથે બંધ બેસતા નથી? અથવા તો શું બંનેના તાંતણા એવી રીતે જોડાએલા છે કે તેને જુદા નથી કરી શકાતા.
ઇ.સ. ૧૮૫૭ ના બગાવતની દાસ્તાનના ભયાનક દ્રશ્યોથી એ વાત નક્કી થઇ ગઇ હતી કે સામાજીક કૌમના દ્રષ્ટિકોણથી આ દિલને જંજોડી દેનાર બનાવો મોટું ઉદાહરણ હતુ કે દિલ્હીની ચારો તરફ ફક્ત મુસલમાનોની લાશો લટકેલી દેખાતી હતી. ઘણા મુસલમાનોને કતલગાહમાં હરોળ-બંધ ઉભા રાખ્યા હતા અને અંગ્રેજોએ મુસલમાનોની એક પછી એક એક કરીને ગરદન કાપીને આ લોહી નીકળતી તસ્વીરમાં રંગ ભરી રહ્યા હતા. આ અંગ્રેજો ઇસાઇ મઝહબ સાથે સંબંધ રાખતા હતા. જેમણે કેટલીયે સદીઓનો બદલો મુસલમાનો પાસેથી લેવાનું નક્કી કર્યુ હતું. એક તરફ તેઓ તેમના દીનના રક્ષક પણ હતા અને બીજી તરફ ઇન્સાનીય્યતના નામ ઉપર બેરહેમી અને બદબખ્તીના પ્રચારક પણ હતા. હજુ વધારે દિવસો પસાર નથી થયા કે, અલ્જીરીયાના જાંબાઝ મુસલમાનોએ ફ્રાન્સની ઝાલીમ હુકુમતની સામે અવાજ બુલંદ કરી, તો આ લેખકની પાસે એ રેકોર્ડ મૌજુદ હતો, જે ઝુલ્મોની જહન્નમ જેવી ભડકતી આગમાં મુસલમાનોની ચરબીમાંથી ઉઠતા ભડકાઓ મધ્ય-પૂર્વમાં દૂર દૂર સુધી જોવા મળતા હતા. આ ઝાલિમો અને ઘમંડીઓ એક કૌમ હતા અને ઇસાઇ હતા એટલે ત્રણ ખુદામાં માનનારા હતા. ઇતિહાસની આવી લોહીયાળ દાસ્તાનો જુની છે, પરંતુ તેનો હિસાબ અને સંબંધ હિજરત પછી એટલે કે આખરી રસુલ રસુલે ખુદા(સ.અ.વ.)ની મદીનામાં ઇસ્લામી પ્રચાર અને ઇસ્લામી અને સમજણની સિંચાઇ પછી જે સ્થિતી પૈદા થઇ, તેનું પૃથક્કરણ કરીએ તેના આસાર આજ સુધી સ્પષ્ટ રીતે મળી રહ્યા છે. પ્રાચીન યુગથી લઇને જ્યારે કોઇ કૌમમાં તશરીઇ નબી આવ્યા છે, તો એ સમયે અને એ ઝમાનામાં બહુમતી પ્રજા ઝુલ્મની ઘંટીમાં પિસાઇ રહી હોય છે. જેનાથી નજાતે એ ઝાલીમ હાકીમોથી ટક્કર લીધી છે. પરંતુ જ્યારે સત્તા પરસ્ત સ્વભાવવાળાઓએ નબીના દીનને જોયો કે તે પ્રજાને ઇન્કેલાબી, પોતાના હક તલબ કરનારા બનાવીને જોર પકડી રહ્યો છે, તો તેનો જ સહારો લઇને તે જ દીનમાં ફેરફાર અને તબ્દીલીની સાથે પોતાના રાજકીય સાધનોને માધ્યમ બનાવ્યા. જે સૌ પ્રથમ કદમ આ કોશીષમાં ઉપાડવામાં આવ્યું, તે એ હતુ કે મઝહબને ફેલાવો નરમ અને નાઝુક રીતે ન્યાયના ત્રાજવા ઉપર ઇન્સાનીય્યતને તોળવામાં આવે. બેરહેમીને જાએઝ ન ઠેરવવામાં આવે, અખ્લાકી મુલ્યોના પહોચાડવામાં ઉચ્ચતા પસંદ કરનાર થઇ જાવ, વિનમ્ર થઇ જાવ. શૈક્ષણીક સંસ્થાઓમાં વધારો કરો, પરંતુ તેને એક અલગ પ્લેટફોર્મ આપી દયો, જે પોપની નીચે કામ કરતા રહે અને આ બીજા મઝહબના લોકોનું ધ્યાન તેના તરફ રહે અને તેની શરાફતને કબુલ કરતા રહો અને આ જ રીતે રાજકારણ, હુકુમત અને બાદશાહત અને લોકશાહીનું નામ દઇને એક અલગ પ્લેટફોર્મ આપી દયો. એટલા માટે ઇસાઇય્યતને ખજ્ઞવિંયિ જ્ઞર છયહશલશજ્ઞક્ષ નથી કહેતા, પરંતુ બ્રિટીશ ડેમોક્રેસીને લોકશાહીની માઁ કહેવાય છે. જ્યારે ૧૮૫૭ ના બળવાને લીધે અસંખ્ય ઘરોમાં ભૂખમરાને લીધે પ્રજા કણસી રહી હતી, તો રાણી વિકટોરીયાના ઝમાનામાં મઝહબી કાનુનના હેઠળ મર્યાદિત રાજાશાહીના કાર્યકરતાઓ દેશમાં આ ઝખ્મોનો મલમ લઇને આગળ આવ્યા. દિમાગમાં સિધ્ધાંત અને હુકુમત બનાવવાના પાયાને અરીસો બનાવીને ફરી ભૂતકાળ તરફ પલટીએ અને આ જ ક્રમમાં મદીનાની ઇસ્લામી સંસ્કૃતિને પારખવામાં આવે અને ઓળખવામાં આવે, તો એ મદીના કે જે પ્રથમ યુગમાં એક ઇસ્લામી તેહઝીબની બુનિયાદ ઉપર તરક્કીની તરફ ચાલી પડ્યુ હતું, પરંતુ હઝરત ખાતેમુલ મુરસલીન(સ.અ.વ.)ની વફાત પછી દીનની શરીઅતમાં ફેરફાર થવા લાગ્યા જાણે કે તેના કિનારામાં હુકુમત બનાવવાની ઉધઇ પૈદા થવા લાગી. રિસાલતની તબ્લીગ ઉપર પડદાઓ પડવા લાગ્યા, ગદીરને ભૂલી જવામાં આવ્યુ અને સકીફાને લોકશાહીની માતા કહેવામાં આવ્યું. આ રીતે એ પ્લેટફોર્મ કે જે શરીઅત અને સીરતે મોહમ્મદીની લાવેલી સંસ્કૃતિ માટે સ્થાપવામાં આવ્યું હતું, તેના કિરણોમાં રાજકારણ અને હુકમરાનીઓનું પ્લેટફોર્મ સ્થપાય ગયું. તેથી સાહેબે ગદીરને ઘરમાં બેસાડી દેવામાં આવ્યા અને પસંદ કરેલા સિધ્ધાંતો ઉપર ઇસ્લામને આ પ્લેટફોર્મથી એક ધક્કો લાગ્યો.
પરંતુ પરંતુ આ આખરી આસમાની અને ઇલાહી નિઝામ હતો, તેથી તેના મુહાફિઝ પણ આસમાની અને ઇલાહી કીરદારના હતા. ઇસ્લામ આ પ્લેટફોર્મથી હટીને ખાલીસ મઝહબી પ્લેટફોર્મ પર ચુપકીદીથી ચાલતો રહ્યો. જીવનની વ્યવસ્થાને એ સમયે સૌથી મોટો ઝટકો લાગ્યો, જ્યારે લોકો દ્વારા પસંદ કરવામાં આવેલી ત્રીજા ખલીફાની ખિલાફતની ખરાબીઓએ લોકોનું જીવવું હરામ કરી દીધુ. લોકો અલી(અ.સ.)ના દરવાજા ઉપર ટોળે ટોળા વળીને ફરિયાદ કરી રહ્યા હતા. પછી અલી(અ.સ.)એ ૨૦ વર્ષમાં જે શાસકીય પ્લેટફોર્મ ઇસ્લામના ક્ષેત્રમાં આવ્યા હતા. તેને નીસ્તો-નાબુદ કરી દીધું. તેથી એ સમયના કાવતરાખોરોએ ફસાદ બરપા કર્યો, જેનું સૌથી વધારે ભયંકર દ્રશ્ય જંગે નહેરવાનની પ્રાશ્ર્ચાર્દ ભૂમિ હતી.
અલી(અ.સ.)ની ખિલાફત પછી શામની તાકતો જોરમાં આવી અને તે રાજકીય પ્લેટફોર્મ ફરી એટલુ જોર પકડવા લાગ્યું કે હક અને બાતીલની ચર્ચામાં અલી(અ.સ.) અને મઆવીયાના નિઝામ ઉપર ખૂબ જ ચર્ચા થવા લાગી. બૂરૈરે હમદાની અને યઝીદ બીન મોઅક્કલની ચર્ચાઓ ઇતિહાસના પાનાઓમાં આજ સુધી મૌજુદ છે, જે કરબલાના મૈદાનમાં મુબાહેલાના સ્વરૂપે થઇ હતી. કરબલામાં જ્યારે યઝીદ બીન મોઅક્કલ ઉમર ઇબ્ને સાદના કહેવાના લીધે મૈદાનમાં આવ્યો, તો બુરૈરે હમદાની ઇમામ હુસૈન(અ.સ.)ની સામે તડપી ઉઠ્યા અને કહેવા લાગ્યા, મવલા આના મુકાબલામાં મને મોકલો. તે લુઝાનની શેરીઓમાં શક્ય હોય એટલુ અલી(અ.સ.)ની હક્કાનિયત ઉપર મક્કમ હતા. બુરૈરને ઇઝાઝત મળી અને આવ્યા પછી (ટૂંકમાં વર્ણન કરવું છે કે) બુરૈરે કહ્યુ કે ખુદાની બારગાહમાં આપણે બંને અહદ કરીએ કે જે બાતીલ ઉપર હોય તે હકવાળાને હાથે કત્લ થઇ જાય. ઇબ્ને મોઅક્કલે તે સ્વિકાર્યુ. બંને ઘોડા ઉપરથી ઉતરીને અલ્લાહની બારગાહમાં દુઆ કરવા લાગ્યા. આ બંને માંથી એક એ પ્લેટફોર્મનો સભ્ય હતો, જે ઇસ્લામના ક્ષેત્રમાં રાજકારણ અને હુકમરાનીય્યતની તબ્લીગાતના ઉપર વિશ્ર્વાસ રાખતો હતો. બીજો એ હતો કે જે ફક્ત અને ફક્ત જે હઝરત ખાતેમુલ અંબીયાની દીની તાઅલીમાતના પ્લેટફોર્મના ઉદાહરણીય નિઝામ અને તે સંસ્કૃતિની બુનિયાદનો હામી હતો. બુરૈરના હાથે ઇબ્ને મોઅક્કલ કત્લ થયો અને હક સામે આવી ગયું.
ઇલ્યાસ શવકી, અલી જવાદ ઝૈદીની કિતાબ ‘ઇસ્લામી તરક્કી પસંદી’ની પ્રસ્તાવનામાં લખે છે કે માનવ સમાજમાં ઝુલ્મનો સીલસીલો ચાલતો આવે છે, અને આજે પણ જારી છે. પરંતુ ઝુલ્મમાં મઝહબનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. અલી જવાદ ઝૈદી તેમની આ કિતાબમાં લખે છે કે બીજા મઝહબના મુકાબલામાં ઇસ્લામના ક્ષેત્રમાં પરિસ્થિતિ અલગ હતી. અહીં ઇસાઇય્યતની જેમ કોઇ વ્યવસ્થિત ચર્ચ કે મુલ્લાઇ નિઝામ ન હતો. ઇસ્લામી ઓલમા સામાન્ય રીતે તાબેઅ પણ ન હતા. જ્યાં અમૂક ઓલમાઓ દરબાર સાથે જોડએલા રહ્યા છે, ત્યાં આગળ ઇતિહાસ ગવાહ છે કે દીનના એવા મોટા ઓલમાઓ હતા જેણે સલ્તનતની સામે ટક્કર લીધી. શાહી જલાલની ચિંતા કર્યા વગર કૈદ થવા અને શુળીએ ચડવાની સ્થિતીઓમાંથી પણ પસાર થયા અને દીનના વિશે મસ્લેહતથી ઇન્કાર કરી દીધો. ઇસ્લામી તાકત સુવ્યવસ્થિત મુલ્લાઇય્યત અને નેતૃત્વના તાલમેલથી નથી, પરંતુ અઇમ્મએ માસુમીન(અ.સ.)ના ખુલુસ અને એઅતેકાદે અમલથી હાંસીલ થઇ હતી.
લેખક અલી જવાદ ઝૈદી જેવા કદાવર ચિંતકો, સાહેબે નઝર, સાહેબે કલમએ ખુદ ઇસ્લામમાં બે પ્લેટફોર્મ ઉપર વહેંચાયેલ હુકુમતના ઢાંચાને જે મઆવીયાના ઝમાનાથી જોર પકડતો ગયો અને એક પ્લેટફોર્મ કે જે મઅસુમીન(અ.મુ.સ.)નું હતું, તેને શા માટે સ્પષ્ટપણે ન વર્ણવ્યું? બહરહાલ મસ્લેહત જે કાંઇ પણ રહી હોય, પરંતુ આ વાત કાબીલે યકીન સુધી જરૂર પહોંચે છે. તેનો નઝરીયો મુસ્લેમીનથી મુરાદ મઅસુમીન જ રહ્યા હશે. એટલા માટે કે પુરી કિતાબ હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના ખુત્બાઓ અને હદીસોથી ભરેલી છે. એટલા માટે કે ઇસ્લામી તરક્કી પસંદી અને લેખકના શબ્દો મુજબ ઝુલ્મનો સીલસીલો સદીઓથી ચાલતો આવ્યો હતો એટલે કે મુસ્તઝઅફ (જેને કમજોર કરી દેવામાં આવ્યા છે તે) અને ઘમંડીઓ વચ્ચે સદીઓથી ટકરાવ ચાલી રહ્યો છે અને એ જોવા મળે છે કે હંમેશા મુસ્તઝઅફએ મુતકબ્બીરને ઠોકરે ચડાવ્યા. ઇસ્લામ દીને ઇલાહી છે અને તેના બચાવ અને રક્ષણની વ્યવસ્થા કાદીરે મુત્લક ખુદાવંદે આલમના હાથમાં રહી છે. હઝરત મુરસલે આઅઝમ(સ.અ.વ.)ની સાથે હઝરત અલી(અ.સ.) પડછાયાની જેમ રહ્યા અને અમીને રિસાલતનું રક્ષણ કરતા રહ્યા. અલી(અ.સ.)ની સાથે માલીકે અશ્તર હતા, જે આલીમ, આબીદ અને ઇસ્લામી દીનના સ્વભાવથી પરિચિત હતા. પછી જ્યારે ઘમંડીઓએ ઝુલ્મનું જોર વધાર્યુ, તો ઇમામ હુસૈન(અ.સ.) હતા અને આપની સાથે ઇસ્લામી ફૌજના અલમદાર હઝરત અબ્બાસ(અ.સ.) હતા. હઝરત આબીદ(અ.સ.)ની સાથે જનાબે ઝયનબ(સ.અ.) હતા અને જ્યારે આપ મદીના તશ્રીફ લાવ્યા, તો આપના ચાર એવા અસ્હાબ હતા, જેઓ ઇમામનું રક્ષણ અને સુરક્ષાનો હક અદા કરી રહ્યા હતા. ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)ના સમયમાં મકતબે એહલેબૈત(અ.મુ.સ.)ની સ્થાપના થઇ ચુકી હતી. ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ના સમયમાં કલાસો હતા. એક સામાન્ય લોકો માટે હતો અને બીજો મદીનાથી બહાર એ ખાસ લોકો માટે હતો કે જે ઇલ્મી દરજ્જાથી મઆરીફના ઉચ્ચ દરજ્જા ઉપર ફાએઝ હતા. એ જ સમયની ફિકહે જાફરીના બંધારણ પર સંપૂર્ણ કામ થયું. ઇમામ મુસા કાઝીમ(અ.સ.)ની સાથે ‘સબબ’ હતા અને ઇરાન અને ઇરાકમાં એહલેબૈત(અ.મુ.સ.)ની તઅલીમાતના મકતબો સ્થપાય ચૂક્યા હતા અને હુકુમતના ઘમંડીઓ હવે આ અમલી હુકુમત ઉપર ગામઝન દેખાઇ રહ્યા હતા, કે ફરઝંદાને રસુલને વલીએ અહદીના જાળમાં ફસાવી લ્યો, તેથી ઇમામ રેઝા(અ.સ.) અને ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)ની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો અને આવી રજુઆત પર અમલ થયો અને જ્યારે બસોથી વધારે વર્ષો પસાર થઇ ગયા, તો ઇમામ અલી નકી(અ.સ.) અને ઇમામે અસ્કરી(અ.સ.)ના પવિત્ર વુજુદના લીધે સલ્તનતોની મહેલોના પાયા હચમચવા લાગ્યા હતા કે ગદીરમાં રિસાલત મઆબ(સ.અ.વ.)ની ભવિષ્યવાણી સાચી થઇને રહેશે.
તેથી લશ્કરી છાવણી (અસ્કર)માં ઠેહરાવવામાં આવ્યા અને ત્યાં જ હિ.સ. ૨૫૫ માં આખરી જાનશીન વિલાદત પામ્યા અને એ જ પ્લેટફોર્મ ઉપર ચાલનારી કૌમના નિગેહબાન બની ગયા, જાણે કે હક્કાનીય્યતનો સુરજ વાદળાની પાછળથી પોતાના કાફલાની રહેનુમાઇ કરતો રહ્યો છે, જેને આપણે ગયબતે કુબરા કહીએ છીએ. હવે આપણે એમ કહી શકીએ છીએ કે કૈદ અને ધરપકડ અને ફાંસી વડે જે જમીનના વારિસોને કમજોર કરી દેવામાં આવ્યા છે, તેના ઉપર કોઇ આંચ નથી આવી શક્તી.
જીંદગી અને મૌત બે હાલતનું નામ છે, પરંતુ આ દુન્યવી જીવનમાં જે કોઇ એહલેબૈત(અ.મુ.સ.)ની તઅલીમાત ઉપર અમલ કરી રહ્યો છે અને પરહેઝગારીમાં ફુંકી ફુંકીને કદમ રાખી રહ્યો છે, તેની હિફાઝત અને નીગેહબાની, ઇઝ્ઝત, વકાર અને કિરદારની હિફાઝત ગયબથી થતી રહેશે. આ મઝહબના નામે બે પ્લેટફોર્મ બનાવનારાઓ ક્યાંક આતંકવાદી છે, ક્યાંક મસલેહતથી વિચારવાવાળા છે. આપણો જે મઝહબ છે, તે કૌમી ધારાનો રસ્તો છે. આ જ રસ્તો કરબલાવાળાઓએ આપણને દેખાડ્યો છે. મદીના ભલે તારાજ થઇ જાય, બની હાશીમ સલામત અને બચેલા રહે, એટલુ જરૂર છે કે ગાલીબના કહેવા મૂજબ ‘દિલ જીગર તશ્નાએ ફરિયાદ આયા’ ત્યારે ત્યારે મુન્તકીમે ખુને હુસૈન(અ.સ.)ના ઝુહુરના માટે જીવનની બૈચેનીઓ વધી જાય છે અને પોતાને ફરઝંદે રસુલના ખૈમાની નઝદીક પામુ છું અને કહુ છું કે મૌલા કોઇ પહલુ શિકસ્તા માઁ એટલે આપના દાદી ખાતુને જન્નત પોતાના લાલ હુસૈન(અ.સ.) પર ગિર્યા વ જારીમાં મસરૂફ છે. અલ્લાહ તઆલા આપના ઝુહુરમાં જલ્દી કરે. (આમીન)

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.