ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૫

Print Friendly, PDF & Email

(અલ મુન્તઝર મોહર્રમુલ હરામ સ્પેશ્યલ અંક ૧૪૩૨ હિ.સ. અગાઉથી શરૂ)
અસ્સલામો અલા સાકેને કરબલાઅ
“સલામ થાય કરબલાના રહેવાવાળા પર
કરબલાની પવિત્ર અને મુબારક જમીન કોઇ ઓળખાણની મોહતાજ નથી. અલ્લામા મજલીસી(અ.ર.)એ બેહારૂલ અન્વાર ભાગ-૧૦૧, પાના: ૧૦૬ પર એક પ્રકરણ કરબલાથી સંબધિત કર્યુ છે. ‘બાબો ફઝલો કરબલા વલ ઇકામતો ફીહા’ કરબલાની ફઝીલત અને તેમાં કયામ કરવાની ફઝીલત. આવો એ પ્રકરણની અમુક હદીસો પર એક ઉડતી નજર કરીએ.
(૧)
“અન્ સફ્વાનલ્ જમ્માલે કાલ સમેઅ્તો અબા અબ્દીલ્લાહે(અ.સ.) યકુલો ઇન્નલ્લાહ તબારક વ તઆલા ફઝ્ઝલલ્ અરઝીન વલ્ મીયાહ બઅ્ઝહા અલા બઅ્ઝીન ફ મીન્હા મા તફાખરત્ વ મીન્હા મા બગત્ ફમા મીન માઈન વલા અરઝીન ઇલ્લા ઉકેબત્ લે તર્કીત્તવાઝોએ લીલ્લાહે હત્તા સલ્લતલ્લાહો અલલ્ કાઅ્બતીલ્ મુશ્રેકીન વ અર્સલ એલા ઝમઝમ માઅન માલેહન હત્તા અફ્સદ તઅ્મહો વ ઇન્ન કરબલા વ માઅલ્ ફુરાતે અવ્વલો અરઝીન વ અવ્વલો માઇન કદ્દસલ્લાહો તબારક વ તઆલા વ બારક અલય્હા ફ કાલ લહા તકલ્લમી બે મા ફઝ્ઝલકીલ્લાહો ફ કાલત્ લમ્મા તફાખરતીલ્ અરઝુન વલ મીયાહો બઅ્ઝોહા અલ બાઅ્ઝીન કાલત્ અના અર્ઝુલ્લાહીલ્ મુકદ્દસતુલ્ મુબારકતુશ્શીફાઓ ફી તુર્બતી વ માઈ વ લા ફખ્ર બલ્ ખાઝેઅતુન્ ઝલીલતુન્ લે મન્ ફઅલ બી ઝાલેક વલા ફખ્ર અલા મન્ દુની બલ્ શુક્રન લિલ્લાહે ફ અક્રમહા વ ઝાદહા બે તવાઝોએહા વ શુક્રેહા લીલ્લાહે બિલ્ હુસૈને(અ.સ.) વ અસ્હાબેહી સુમ્મ કાલ અબુ અબ્દીલ્લાહ(અ.સ.) મન્ તવાઝઅ લિલ્લાહે રકુઅહુલ્લાહો વ મન્ તકબ્બર વઝઅહુલ્લાહો
“સફવાને જમ્માલ નકલ કરે છે કે મેં હઝરત અબુ અબ્દીલ્લાહ ઇમામ જાફરે સાદિક(અ.સ.)ને ફરમાવતા સાંભળ્યા બેશક અલ્લાહ તબારક વ તઆલાએ અમુક ઝમીનો અને અમુક પાણી (એટલે કે સમુદ્ર, દરિયા, નદીઓ, કુવા વિગેરે)ને બીજા પર ફઝીલત અતા કરી પછી તેમાંથી અમુકે ફખ્ર અને અભિમાન કર્યુ અને અમુકે બગાવત કરી. આથી દરેક તે પાણી અને ઝમીન જેણે નમ્રતા અને ઇન્કેસારી છોડી દીધી તેને સજા આપવામાં આવી ત્યાં સુધી કે અલ્લાહ તઆલાએ કાબા પર મુશ્રીકોને સત્તા આપી અને ઝમઝમના કુવામાં ખારૂ પાણી ઉતાર્યુ ત્યાં સુધી કે તેની મીઠાશ ખત્મ થઇ ગઇ અને ચોક્કસ કરબલાની ઝમીન અને ફુરાતનું પાણી એ પહેલી ઝમીન અને પ્રથમ નદી છે કે જેને અલ્લાહે પવિત્ર અને મુબારક ગણાવી. પછી અલ્લાહ તઆલાએ હુકમ દીધો જે ફઝીલત અલ્લાહે તને અતા કરી છે તેના વિશે વાતચીત કર. તેણે જવાબમાં કહ્યું જ્યારે તમામ ઝમીન અને પાણી એકબીજા ઉપર ફખ્ર કરતા હતા. કરબલાએ કહ્યું હું અલ્લાહની પવિત્ર અને મુબારક ઝમીન છું. મારી માટી અને પાણી બંનેમાં શીફા છે, પરંતુ મને આ બાબતે ફખ્ર નથી બલ્કે તે ઝાતની સામે નમ્રતા અને ઇન્કેસારી રાખુ છું કે જેણે મને આ શરફ અતા કર્યો અને હું બીજાઓ પર પણ ફખ્ર નથી કરતી બલ્કે અલ્લાહનો શુક્ર અદા કરૂ છું. આથી તેની ઇન્કેસારી અને શુક્ર અદા કરવાના લીધે અલ્લાહે હુસૈન(અ.સ.) અને અસ્હાબે હુસૈન(અ.સ.)ના થકી તેના એહતેરામ અને પવિત્રતામાં વધારો કર્યો
(બેહારૂલ અન્વાર, ભાગ: ૧૦૧, પાના: ૧૦૯, હદીસ: ૧૭, કામિલુઝ્ઝીયારાત માંથી નકલ કરેલી)
ઇબ્ને કુલવીયા(ર.અ.)
(૨) ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) ફરમાવે છે:
“ખલકલ્લાહો તબારક વ તઆલા અર્ઝ કરબલા કબ્લ અન્ યખ્લોકલ્કઅ્બત બેઅર્બઅતીન વ ઇશ્રીન અલ્ફ આમીન વ કદ્દસહા વ બારક અલય્હા ફમા ઝાલત્ કબ્લ ખલ્કીલ્લાહીલ્ ખલ્ક મોકદ્દસતન મોબારકતન વલા તઝાલો કઝાલેક હત્તા યજ્અલહલ્લાહો અફ્ઝલ અર્ઝીન ફીલ્ જન્નતે વ અફ્ઝલ મન્ઝેલીન વ મસ્કનીન યુસ્કેનુલ્લાહો ફીહે અવ્લેયાઅહુ ફીલ્ જન્નતે
“અલ્લાહ તબારક વ તઆલાએ કરબલાની ઝમીનને કાબાની ખિલ્કતથી ૨૪૦૦૦ વર્ષ પહેલા પૈદા કરી હતી અને તેને પવિત્ર અને મુબારક ગણાવી. આ ઝમીન (કરબલા) તમામ મખ્લુકાતની ખિલ્કત થી પહેલા પવિત્ર અને મુબારક હતી અને હંમેશા રહેશે. ત્યાં સુધી કે અલ્લાહ તેને જન્નતની બેહતર ઝમીન અને શ્રેષ્ઠ મંઝિલ અને રહેવાની જગ્યા બનાવશે. જેમાં અલ્લાહ પોતાના દોસ્તોને જન્નતમાં રહેવાસી બનાવશે.
(બેહારૂલ અન્વાર, ભાગ: ૧૦૧, પાના: ૧૦૭, હદીસ: ૫)
(૩) બીજી એક હદીસમાં ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:
“જ્યારે મક્કાની સરઝમીને ફખ્ર અને ગર્વને જાહેર કર્યુ એટલા માટે કે અલ્લાહનું ઘર તેની ઉપર બનાવવામાં આવ્યુ છે તો અલ્લાહની અવાજ આવી ખામોશ થઇ જા અગર કરબલાની તુરબત ન હોત તો હું તને હરગીઝ ફઝીલત અતા ન કરત અને અગર તે ન હોત જેને કરબલા પોતાની ઝમીનમાં લીધેલ છે તો હું ન તને પૈદા કરત અને ન તે ઘર (કાબા)ને પૈદા કરત કે જેના લીધે તને આટલો ફખ્ર અને નાઝ છે. આથી કરબલાની ઝમીનની જેમ નમ્ર અને ફરમાબરદાર બની જા અને હરગીઝ અભિમાન અને ઘમંડ નહી કરજે, નહિતર તને નિસ્ત અને નાબુદ કરી દેવામાં આવશે અને જહન્નમની આગમાં સળગાવી દઇશ.
(બેહારૂલ અન્વાર, ભાગ: ૧૦૧, પાના: ૧૦૬-૧૦૭, હ: ૩)
તફસીરે અલ મિઝાનના લેખક અલ્લામા સય્યદ મોહમ્મદ હુસૈન તબાતબાઇ (અઅલલ્લાહો મકામોહુ)એ આ બારામાં અલ્લામા બેહરૂલ ઓલુમનો એક ખુબસુરત શેર કહ્યો છે.
વ મીન્ હદીસે કરબલા વ કઅબહ
લ કરબલા બાન ઓલુવ રૂતબહ
“કરબલા અને કાબાની વાતચીતથી કરબલાનો મહાન મરતબો બિલકુલ સ્પષ્ટ થઇ જાયછે
(૪) સાદિકે આલે મોહમ્મદ ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ ઇરશાદ ફરમાવ્યું:
“ઝુરૂ કરબલા વલા તક્તઉહો …… વ મા મીન્ લય્લતીન તમ્ઝી ઇલ્લા વ જબ્રઇલો વ મીય્કાઇલો યઝુરાનેહી
“તમે સૌ કરબલાની ઝિયારત માટે જવાનું શરૂ રાખો અને તેને ક્યારેય તર્ક ન કરશો …. કોઇ પણ રાત એવી પસાર થતી નથી કે જેમાં જીબ્રઇલ અને મીકાઇલ(અ.) ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત માટે તશરીફ લાવતા ન હોય
(બેહારૂલ અન્વાર, ભાગ: ૧૦૧, પાના: ૧૦૯, હ: ૧૬)
વિષય તો ખુબ જ લાંબો છે અને આ નાના લેખમાં બધા જ પહેલુ પર રોશની નાખવી એ શક્ય નથી. જેઓ વિગતવાર વધુ માહિતી જાણવા ઇચ્છતા હોય તેઓ બેહારૂલ અન્વાર, કામિલુઝ્ઝીયારાત, મકતલની કિતાબો અને અલ મુન્તઝર (મોહર્રમ અંક)નો અભ્યાસ કરી શકે છે.
‘અસ્સલામો અલા મન્ બકત્હો મલાએકતુસ્ સમાએ’
‘સલામ થાય તેના પર જેના પર આસ્માનના ફરિશ્તાઓ રડ્યા’
શબ્દ બકત એ ફેઅલ છે જેનો મૂળ શબ્દ બકય છે અને મસ્દર બુકાઅ છે એટલે કે રોવું. આ ફેઅલે માઝીનો ચોથો સીગો છે અને ઇલ્તેકાએ સાકેનૈનના લીધે યા ને પડતો મુકવામાં આવ્યો છે. મોઅન્નસનો સીગો એટલા માટે છે કે મલાએકા એ મલકનું જમ્એ મુકસ્સર છે તેનું ફાએલ છે. મલકનો અર્થ છે ફરિશ્તો અને મલાએકા એટલે ઘણા બધા ફરિશ્તાઓ. ભરોસાપાત્ર રિવાયતોની રોશનીમાં જેને શીઆ અને સુન્ની ઓલમાએ વર્ણવી છે કે આસ્માનના ફરિશ્તાઓ, જંગલોના જંગલી જાનવાર, હવામાં ઉડવાવાળા પક્ષીઓ, દરિયાઓની માછલીઓ અને દરેક તે ઇન્સાન જેની છાતીમાં દિલ છે. ઇમામ હુસૈન(અ.સ.) ઉપર રોવે છે. ખરેખર જે ઇમામ હુસૈન(અ.સ.) ઉપર નથી રડતો તો તે જાનવરથી પણ બદતર છે અને તેની છાતીમાં દિલ નથી પત્થર છે
ઇમામ જઅફરે સાદિક(અ.સ.) ફરમાવે છે:
“ઝુરૂલ્ હુસૈન વ લવ્ કુલ્લ સનતીન ફ ઇન્ન કુલ્લ મન્ અતાહો આરેફન બેહક્કેહી ગય્ર જાહેદીન લમ્ યકુન્ લહુ એવઝુન ગય્રલ્ જન્નતે વ રોઝેક રીઝ્કન વાસેઅન વ અતાહુલ્લાહો બે ફરજીન આજેલીન ઇન્નલ્લાહ વક્કલ બે કબ્રીલ્ હુસૈને અર્બઅત આલાફે મલકીન કુલ્લોહુમ્ યબ્કુનહુ વ યોશય્યેઉન મન્ ઝારહુ એલા અહ્લેહી ફ ઇન્ મરેઝ આદુહો વ ઇન્ માત હઝરૂ જનાઝતહુ બીલ્ ઇસ્તીગ્ફારે લહુ વત્તરહ્હોમે અલય્હે
” તમો સૌ ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરો ….. ભલે પછી તે દરેક વર્ષે પણ હોય બેશક અલ્લાહે ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્ર પર ચાર હજાર ફરિશ્તાઓ નિયુક્ત કર્યા છે. જે આપ ઉપર રડે છે અને જે કોઇ આપની ઝિયારત માટે આવે છે તેમની સાથે સાથે રહે છે. જ્યાં સુધી તેઓ પોતાના કુટુંબીજનો સુધી પાછા ન ફરે. અગર તે બિમાર પડે છે તો આ ફરિશ્તાઓ તેની અયાદત કરે છે અને અગર મરી જાય છે તો તેના જનાઝામાં શરીક થાય છે. તેના માટે ઇસ્તિગ્ફાર અને રહેમતની દુઆ કરે છે.
એક બીજી હદીસમાં ઇમામ જઅફર સાદિક(અ.સ.) એ સુદૈરને સવાલ કર્યો:
“યા સુદય્યરો તઝુરો કબ્રલ્ હુસૈને(અ.સ.) ફી કુલ્લે યવ્મીન કુલ્તો લા કાલ મા અજ્ફાકુમ્ કાલ તઝુરોહુ ફી કુલ્લે જુમ્અતીન કુલ્તો લા કાલ તઝુરોહુ ફી કુલ્લે શહ્રીન કુલ્તો લા કાલ ફ તઝુરોહુ ફી કુલ્લે સનતીન કુલ્તો કદ્ યકુનો ઝાલેક કાલ યા સદીય્રો મા અજ્ફાકુમ્ બીલ્ હુસૈને(અ.સ.) અ મા અલીમ્ત અન્ન લીલ્લાહે અલ્ફ મલકીન શોઅ્સન ગુબ્રન યબ્કુન વ યર્સુન લા યફ્તોરૂન ઝુવ્વારન લે કબ્રીલ્ હુસૈને(અ.સ.) વ સવાબોહુમ્ લેમન્ ઝારહો
“અય સુદય્યર શું તમે દરરોજ ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત માટે જાવ છો? મેં કહ્યું નહી. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: તમે મોહબ્બતનો હક અદા નથી કર્યો. શું જુમ્આના દિવસે ઝિયારત કરો છો? મેં કહ્યું નહી. ઇમામ(અ.સ.)એ પુછ્યું મહિનામાં એક વાર જાવ છો? મેં કહ્યું નહી. વરસમાં એક વખત તેમની ઝિયારત કરો છો? મેં કહ્યું ક્યારેક ક્યારેક. તે સમયે ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: અય સુદેર, તમે હુસૈન(અ.સ.)ની સાથે સિતમ કર્યો છે. શું તું નથી જાણતો કે અલ્લાહના ૧૦૦૦ ફરિશ્તાઓ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત કરે છે. જ્યારે કે તેમની પાંખો વીખરાયેલી હોય છે, માથા ઉપર ધૂળ નાખેલી હોય છે, રોવે છે અને મરસીયા પઢે છે અને થાકતા નથી તેમજ અટકતા નથી. તેનો સવાબ હુસૈન(અ.સ.)ના ઝવ્વારોને મળે છે.
(બેહાર, ભાગ: ૧૦૧, પાના: ૬, હદીસ: ૨૪)
અસ્સલામો અલા મન્ ઝુર્રીયતોહુલ્ અઝ્કેયાઓ
“સલામ થાય તેમના પર જેની ઝુર્રીયત પાકો પાકીઝા છે
ઝુર્રીયતનો મતલબ છે અવલાદ. હકીકતમાં નાના નાના બાળકોને ઝુર્રીયત નામ દેવામાં આવે છે. પરંતુ સામાન્ય બોલચાલમાં નાની અને મોટી બધી અવલાદના માટે તેનો ઉપયોગ થાય છે અને જો કે હકીકતમાં તે બહુવચન છે પરંતુ એકવચન અને બહુવચન બંને માટે ઉપયોગ થાય છે. ઝુર્રીયતના ડીક્ષનરી અર્થના બારામાં ત્રણ મંતવ્યો છે: (૧)આ ઝરઉનથી મુશ્તક છે. જેનો અર્થ પૈદા કરવા અને ફેલાવવાના અર્થમાં છે અને તેની હમ્ઝા મુતહર્રીક થઇ ગઇ છે જેમકે રવીય્યત અને બરીય્યત. (૨)તેની અસ્લ ઝુરવીય્યત છે. (૩)ઝર્રૂન છે જેનો અર્થ વીખરાવવું છે. ફોઅલીય્યતના વઝ્ન પર છે. જેમકે કુમ્રીય્યત, ઝોરારી અને ઝુર્રીય્યાત એ બહુવચન છે.
(લોગાતુલ કુર્આન)
બીજો શબ્દ છે અલ અઝકેયાઅ જે ઝકીનું બહુવચન છે. ઝકી એ સીફતે મુશબ્બહ બિલ ફેઅલ અને સીગએ મુબાલેગા બને છે અને ફઈલના વઝ્ન પર છે. ઝકીનો અર્થ પાકો પાકીઝા છે.
વાક્ય ઉપર વિચારો કે અહી ઇમામે અસ્ર(અ.સ.) ફરમાવે છે:
“ઇમામ હુસૈન(અ.સ.)ની તમામ અવલાદ નાની કે મોટી બધી પાકો પાકીઝા છે. બીજા શબ્દોમાં ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)થી લઇને હઝરત અલી અસ્ગર(અ.સ.) સુધી તમામ અવલાદે હુસૈન પાકો પાકીઝા હતી. તેમની પાસે બુરાઇ નજાસત, ગંદકી અને ગુનાહનો વિચાર પણ ન હતો.
અસ્સલામો અલા યઅ્સુબીદ્ દીને
“સલામ થાય દીનના સય્યદ અને સરદાર પર
યઅસુબ શબ્દ અસબ ઉપરથી બનેલો છે. જેનો અર્થ છે સરવર અને સરદાર. અહી ઇમામ(અ.સ.)ને દીનના સરવર અને સરદાર કહેવામાં આવ્યા છે. એમાં કોઇ શક નથી કે ઇમામ દીન, ઇમાન અને મોઅમીનોના સરદાર છે. આ લકબ સૌ પ્રથમ મૌલાએ કાએનાત અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) માટે વપરાયો છે અને પછી અન્ય માસુમીન(અ.સ.) માટે.
અસ્સલામો અલા મનાઝેલીલ્ બરાહીને
“સલામ તેના પર જે દલીલો અને સાબિતિઓની ઉતરવાની જગ્યા છે
શબ્દ મનાઝીલ, મંઝિલનું બહુવચન છે. મંઝિલ એટલે પનાહગાહ, ઠહેરવાની, ઉતરવાની, આરામની જગ્યા વિગેરે. શબ્દ બરાહીન બુરહાનનું બહુવચન છે. બુરહાન એ બરહથી બનેલું છે જેનો અર્થ છે દલીલ અને હુજ્જત બર વઝ્ને ફોઅલાન જેમકે રૂજ્હાન. અમૂક એમ વિચારે છે કે તેનો અર્થ છે સફેદ અને પ્રકાશિત. બુરહાન એ દલીલને કહે છે જે બધી દલીલોમાં જોરદાર હોય અને હંમેશા તથા દરેક હાલતમાં સચ્ચાઇનો તકાઝો છે. એ જાણવું જોઇએ કે દલીલના પાંચ પ્રકાર છે. (૧)તે જે હંમેશા સચ્ચાઇને બંધબેસતી હોય (૨)જે હંમેશા જુઠને બંધબેસતી હોય (૩) જે સચ્ચાઇથી વધારે નજીક હોય (૪)જે જુઠથી વધારે નજીક હોય (૫)જે જુઠ અને સચ્ચાઇ બંને માટે બંધબેસતી હોય. બુરહાનમાં સચ્ચાઇ સિવાય જુઠની કોઇ ગુંજાઇશ નથી. કુર્આને કરીમે આ શબ્દને આઠ જગ્યાએ ઉપયોગ કર્યો છે. બલ્કે ખુદ કુર્આને કરીમનું મુબારક નામ ‘બુરહાન’ છે. આ બયાનની રોશનીમાં એહલેબૈત (અ.મુ.સ.)ને આ વાક્યમાં મનાઝેલુલ બરાહીન કહેવામાં આવ્યા છે. એટલે કે આ એ પવિત્ર હસ્તીઓ છે કે જેમાં પરવરદિગારે આલમે તમામ દલીલો અને બરાહીન જે દરેક હાલતમાં સત્ય, સાબિત અને સફેદ તથા પ્રકાશિત છે તે સમાયેલા છે અને આ હઝરતો એ બરાહીનની પનાહગાહ છે. બીજા શબ્દોમાં અગર કોઇને હક તથા બાતિલમાં ફરક પૈદા કરવો હોય અને એહકાકુલ હક્ક (હકને હક સાબિત કરવું) અને ઇબ્તાલુલ બાતિલ (બાતિલને બાતિલ પુરવાર કરવું) કરવું હોય તો તેના માટે જરૂરી છે કે મોહમ્મદો આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના દર પર હાજર થાય અને હકને તલબ કરે. આ સિવાય બીજો કોઇ રસ્તો નથી.
ફ મા ઝા બઅ્દલ્ હક્કે ઇલ્લઝ્ઝલાલો
“અને હક પછી શું છે ગુમરાહી સિવાય?
અસ્સલામો અલલ્ અઇમ્મતીસ્ સાદાતે
“સલામ થાય તેના ઉપર જે ઇમામ અને સરદાર છે.
શબ્દ અઇમ્મા એ ઇમામનું બહુવચન છે. બર વઝ્ને અફએલહ અને સાદાત એ સરદારનું બહુવચન છે. ઇમામ તેને કહેવામાં આવે છે જે આગળ રહે અને નેતૃત્વ કરે અને સય્યદ સરદાર સરવરને કહેવામાં આવે છે. જો કે ઇમામ અને ઇમામત પર ચર્ચા કરવી આ ટુંકા લેખમાં શક્ય નથી.
પરંતુ એ અસ્થાને નહી ગણાય જો આપણે ઇમામના મરતબા પર સંક્ષેપમાં નજર કરીએ તો મઆની અને મતાલીબ તથા મઆરીફના દરવાજા ખુલે છે. આથી શીઆ દ્રષ્ટિકોણથી
ઇમામ રેઝા(અ.સ.) ફરમાવે છે:
ફ મન્ ઝલ્લઝી યબ્લોગો મઅ્રેફતલ્ ઇમામે અવ્ યુમ્કેનોહોખ્તેયારોહુ હય્હાત હય્હાત ઝલ્લતીલ્ ઓકુલો વ તાહતીલ્ હોલુમો વ હારતીલ્ અલ્બાબો વ ખસઅતીલ્ ઓયુનો વ તસાગરતીલ્ ઓઝમાઓ વ તહય્યરતીલ્ હોકમાઓ વ તકાસરતીલ્ હોલમાઓ વ હસેરતીલ્ ખોતબાઓ વ જહેલતીલ્ અલીબ્બાઓ વ કલ્લતીશ્ શોઅરાઓ વ અજઝતીલ્ ઓદબાઓ વ અયેયતીલ્ બોલગાઓ અન્ વસ્ફે શઅ્નીન મીન્ શઅ્નેહી અવ્ ફઝીલતે મીન્ ફઝાએલેહી વ અકર્રત્ બીલ્ અજ્ઝે વત્તકસીરે
“પછી કોણ છે જે ઇમામ(અ.સ.)ની મઅરેફત સુધી પહોંચે અને ઇમામની પસંદગી તેના માટે શક્ય હોય? દૂર છે – દૂર છે, અક્કલો ગુમરાહ થઇ ગઇ, વિચારો હેરાન પરેશાન, ફરદ હૈરત અંગેઝ, આંખો અંજાઇ ગઇ, મહાન મર્તબાવાળી વ્યક્તિઓ નાની થઇ ગઇ, હકીમો હેરાન અને પરેશાન, હલીમ અને બુર્દબાર લોકોએ કોતાહી કરી, ખતીબોની જીભો મર્યાદીત થઇ ગઇ, અક્કલમંદ લોકો જાહીલ થઇ ગયા, શાયરો મુંગા થઇ ગયા, સાહિત્યકારો લાચાર થઇ ગયા, ફસીહ અને બલીગ લોકોની જીભ થોથરાવા લાગી કે તે ઇમામ (અલ્લાહ તરફથી નિયુક્ત થયેલ)ની શાનમાંથી કોઇ એક શાનને બયાન કરે અથવા ઇમામ(અ.સ.)ની ફઝીલતોમાંથી કોઇ એક ફઝીલતનો ઉલ્લેખ કરે. બલ્કે એ બધા લોકોએ પોતાની લાચારી, અશક્તિ અને કોતાહીનો ઇકરાર કરી લીધો
(અલ કાફી, ભાગ: ૧, પાના: ૨૦૧)
જ્યારે આપણે એહલેબૈતે અત્હાર(અ.મુ.સ.)ની રિવાયતોને જોઇએ છીએ તો આપણને જાણવા મળે છે કે આં હઝરત(સ.અ.વ.)ના માટે જુદા જુદા મરતબાઓ અને ખાસિયતો બયાન કરવામાં આવ્યા છે. જિસ્માની, રૂહાની, મઅનવી, રીતભાત, ખિલ્કતની સિફતો, ખિલ્કતની શરૂઆત, નૂરાની ખિલ્કત વિગેરે. આથી આપણે જ્યારે શબ્દ ઇમામ વાપરીએ છીએ તો આ તમામ સિફતો આવી જાય છે. જેમકે વંશ, ઇલ્મ, ઇલાહી વિલાયત (તકવીની અને તશ્રીઇ) ખિલ્કત, વિલાદત વિગેરે. ચર્ચાને અંત સુધી લઇ જવા માટે આ કહેવું જરૂરી છે કે અગર મુસલમાનોને અઇમ્મએ માસુમીન (અ.મુ.સ.) ખાસ કરીને અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.) અને તેની અવલાદોની સાચી અને હકીકી માઅરેફત હોત તો ન તો સકીફાનો બનાવ બનતે અને ન તો કરબલાનો બનાવ બનતે. આજ દુનિયામાં ઇસ્લામ અને મુસલમાનોની ઇઝ્ઝત હોતે અને અલ્લાહના દીન અને તેની કિતાબની બોલબાલા હોતે, પરંતુ અફસોસ!!!
(વધુ ઇન્શાઅલ્લાહ આવતા અંકે)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *