ખામિસે આલે અબા અને અલ્લામા ઇકબાલ

Print Friendly, PDF & Email

“અજીબ સાદા વ રંગીન હૈ દાસ્તાને હરમ,
નિહાયત જીસ્કી હુસૈન, ઇબ્તેદા હૈ ઇસ્માઇલ

આલી જનાબ હસન સદ્ર એક કિતાબના લેખક છે, જેનું નામ ‘મર્દે લા મુતનાહી’ છે. આ કિતાબ હઝરત અલી(અ.સ.)ની સિરત પર લખવામાં આવી છે. જે આપની પવિત્ર જીંદગીના એ કારનામાઓ પર રોશની ફેંકે છે. જે ઇસ્લામના તહઝીબી, સંસ્કૃતિ, સમાજી, સોસાયટી, તરબીયતી અને ઇલ્મી મૈદાને અમલમાં એવા કારનામા છે, જે ૧૪૦૦ વર્ષ પસાર થઇ જવા પછી પણ ત્રીજી દુનિયાના દબાયેલા લોકો માટે આશાની એક જ્યોત સમાન છે. જેના પ્રકાશમાં ઉપરોક્ત લોકો પોતાની જીંદગી જીવી લેય છે અને તેઓમાંથી લોકો શિક્ષીત ઉભરીને બહાર આવે છે અને પોતાના પછાત ભાઇઓ માટે ઉદાહરણરૂપ ચારિત્ર બની જાય છે.

દુનિયાની તાકાતવાન કૌમના ચિંતકો, ઝુલ્મને રાજકારણનું એક મજબુત શકિતશાળી હથીયાર બનાવીને આખી દુનિયામાં અસંખ્ય મુશ્કેલીઓ પૈદા કરી ચુક્યા છે, અને કરી રહ્યા છે, અને રોજ નવા નવા ફિત્ના સળગાવી રહ્યા છે. દરેક સુધારાના પેટમાંથી ફસાદ અને ખુન વહેરાવનારા મનસુબાનો શ્ર્વાસ આવી રહ્યો છે. આવી હાલતમાં અલી(અ.સ.)ની સિરત અને કિરદાર ઉપર અમલ કરવાથી કટ્ટર યહુદી તાકતોની બોંબમારીથી મઅસુમ અને બેગુનાહોની ઇમારતોને તબાહી અને બરબાદીથી બચાવી શકાય છે. કદાચ આ બાબતને ધ્યાનમાં રાખીને હસન સદ્ર આ કિતાબના લેખકે આ સવાલને ‘ઝાતે લા મુતનાહી’ (લા મહદુદ) તો ફક્ત અલ્લાહની ઝાત છે. આપે હઝરત અલી(અ.સ.)ને આ સિફતથી શા માટે વર્ણવ્યા? જવાબ દેતા તેઓ લખે છે કે ઇન્સાની અક્લની ઇન્તેહાથી ક્યાંય બલંદ મૌલાએ કાએનાત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) છે. તેની સાબિતિમાં આપનો આ હળવો ઇશારો પૂરતો છે. હું જમીનના રસ્તાઓથી વધારે આસમાનના રસ્તાઓથી વાકિફ છું, આ મર્દે લા મુતનાહી (જેની કોઇ હદ નથી તે)ના ફરઝંદ હુસૈન(અ.સ.) છે. જેના માટે દુશ્મનોએ કહ્યું: આ હુસૈન છે. તેમની છાતીમાં અલી(અ.સ.)નું દિલ ધડકે છે અને જેના માટે રસૂલે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યુ હતુ: હું હુસૈન(અ.સ.)થી છું.
ઇમામ હુસૈન(અ.સ.) ખામીસે આલે અબા છે. આપ હદીસે કિસાઅ પર સચ્ચાઇની એ છેલ્લી મહોર છે, જેના ચમકતા લખાણો ઇસ્લામને રાજકારણીઓની મન ફાવે તેવું વર્તન કરવાથી હિફાઝત માટે કુરબાનીની એક દાસ્તાન બયાન કરી દીધી છે. જેના વિષે અલ્લામા ઇકબાલે આ શેર કહ્યા:

અજીબ સાદા રંગીન હૈ દાસ્તાને હરમ
નિહાયત જીસ્કી હુસૈન ઇબ્તેદા હૈ ઇસ્માઇલ

આશ્ર્ચર્યની વાત એ છે કે તે પુખ્તા નઝર ફલસફી, શાએર, અસામાન્ય બુધ્ધિજીવી સફરના જાણકાર જેની શોહરત ઇરાનના લેખકો, સાહિત્યકારો સુધી છે. તેણે હરમ અને દાસ્તાને હરમનો સાજ તો છેડ્યો પરંતુ તેના ગુનગુનાહટ અશ્આરની જુંબીશ સુધી બાકી રાખ્યો, જ્યારે કે હુસૈન (અ.સ.)ની ઝાતે મુકદ્દસની બલંદી પર આપને ઉંડુ યકીન હતું અને હઝરત ઇસ્માઇલ(અ.સ.) પર ઝીબહે અઝીમની ફઝીલતોનો આ એક દસ્તાવેઝી શેઅર કહ્યો છે.

અજીબ સાદા રંગીન હૈ દાસ્તાને હરમ
નિહાયત જીસ્કી હુસૈન ઇબ્તેદા હૈ ઇસ્માઇલ

અને જેની સમજણ અને વિવેચન માટે આપ ફરમાવો છો

રમઝે કુરઆન અઝ્ હુસૈન આમુખ્તીમ
ઝાતશ્ ઉ શોઅલ હા અન્દુખ્તીમ

અય સબા અય પયકે દવરે ઉફતાદગાં
અશ્ક મા બર ખાકે પાક ઉફશાં

આ શાએરે ઇમામ હુસૈન(અ.સ.)ના જીવન ચરિત્ર ઉપર એવી કોઇ કિતાબ કેમ ન લખી જે હસન સદ્રની કિતાબ ‘મરદે લા મુતનાહી’ ની સરખામણીમાં રાખીને બીજા લેખકોની સામે એમ કહી શકાય કે આ ઇકબાલ હીન્દી છે જેણે કુરઆનના ભેદોની ખુશ્કો-તરનો સવિસ્તાર અભ્યાસ કર્યો છે અને આપે જે દાસ્તાને હરમથી પોતાની શાયરીના માટે ઇસ્લામી ફલસફાની બુનિયાદ કાયમ કરી, જેની શરૂઆત હઝરત ઇસ્માઇલ(અ.સ.)થી થઇ. તે હરમની સફર હઝરત રસુલે ખુદા(સ.) પછી કેવી રીતે શરૂ થઇ, કયા એનો અંત થયો અને એ કરબલા જે આજે પણ પ્યાસી છે તેની હાલતને કેમ લખી નહી. રૂકાવટોને દૂર કરીને ઇન્સાફ, ફિક્ર અને સમજણ, સચ્ચાઇ અને નાજુકતાને દૂર કરવા માટે અંતરાયોના પણ અમુક તકાઝા હોય છે. અલ્લામા ઇકબાલના અશ્આરના અરીસામાં આપની ઇલ્મી આવડત, આપનો અભ્યાસ, આપની તવહીદ પરસ્તી, આપની કલમની તાકાત બેશક ઇસ્લામી સંસ્કૃતિમાં એક ખૂબ જ મોટો ભાગ ભજવે છે. હિન્દુસ્તાન અને હિન્દુસ્તાન સિવાયની યુનીવર્સીટી અને વિદ્યાર્થીઓ અને વિદ્વાનોમાં આપની ફિક્રની ચર્ચા, આપની શાયરીમાં સુધારાવાદી રીત-ભાત, સાંસ્કૃતિક અને સામાજીક મતભેદથી દૂરી એ દીવાઓની જેમ છે જે આપના લખાણનો અર્થ અને મતલબને રોશની આપે છે અને સ્પષ્ટ કરે છે આપે જમહુરે ઇસ્લામમાં ઇસ્લામીક પરિભાષાઓ જેમ કે, ફલસફએ ખુદી, અક્લ અને ઇશ્ક, સરખામણી, બેતેગ (તલવાર વગર) લડે છે સિપાહી મોઅમીનનો ગૈર મોઅમીન લોકોની સાથે લોખંડી કિરદાર અને દોસ્તોમાં રેશમની જેમ નરમ રિશ્તો અને લોહીની સગાઇ તબાન અને વહેમ તથા ગુમાન અને તમામ શિર્ષકોમાં એક શિર્ષક ફક્રનું ઉઠાવ્યું અને અશરફ મખ્લુકાતના માટે આ ફક્રથી ભૌતિક દુન્યાની પસ્તી અને રૂહાની દુન્યામાં તેની અઝમત, તેની શાન, તેની બલંદીની તરફ ધ્યાન દોર્યુ છે અને અહી સુધી કહ્યું છે કે આ જ હિદાયતની રૂહ છે અને આગળ આવીને કહે છે કે તે જ વ્યક્તિ મીલ્લતનો રહેબર બની શકે છે જેની ઉચ્ચ મંઝીલ ફક્ર હોય. આથી કહે છે કે એક ફક્ર શબ્બીરી છે. તે ફક્રમાં સરદારી છે અને એજ શક્તિ અને સરદારીને મીલ્લતે ઇસ્લામીય્યાની વિરાસતે અંબીયા અને અઇમ્મા ગણી છે. આનાથી વિરૂધ્ધ ભૌતિક ફક્રને શીકારીની મક્કારી અને ઇન્સાનની મીસ્કીની અને દિલગીરીનું કારણ ગણે છે અને જ્યારે આ ફક્ર ઇસ્લામી માન્યતાની સાથે સમજવામાં આવે તો મૌલાએ કાએનાતનો કૌલ નઝર સમક્ષ આવે છે, આપ ફરમાવો છો કે ‘અલ ફક્રો ફખરી’ ‘આ મારી ફક્ર છે જેના પર હું ફખ્ર કરૂ છું’ અલ્લામા મૌસુફની એ તમામ માન્યતાઓ અને વિચારો જે આપના અશ્આરના રૂપમાં ઢાળીને તેને નશ્રની દસ્તાવેજોમાં સનદની જેમ રાખવામાં આવ્યા છે અને આપ એહલેબૈત(અ.મુ.સ.)ની વિલાયતથી રોશની હાસિલ કરે છે અને તેનો ઇઝહાર આપે તે સમયે કર્યો, જ્યારે પોતાના એક સય્યદ શીઆ દોસ્ત જે ફલસફા ઉપર સંશોધન કરતા હતા. તેને પત્રમાં લખે છે કે ‘તુ કયા યુનાની ફલસફાની જાળમાં ફસાયો છે જે માત્ર કાલ્પનીક છે. તમે સય્યદ હાશમીની ઔલાદ છો. મને જુઓ મારા બાપ-દાદા લાતી અને મનાતી હતા, ત્યાં સુધી કે મેં તમારા જદના ઇલ્મી રોશનીનો ઉપયોગ કર્યો જેમાં દુન્યાની ખીલ્કતના રહસ્યો છે. આ રીતે તે અંધકારની લોખંડી ચાદરોને તોડીને ઇલાહી મૌજથી વાકીફ થયો અને એહલેબૈત(અ.મુ.સ.)ની માઅરેફતના માટે આપ પર સમજણના ઝરણા ફુટી ગયા. અલ્લામા મૌસુફની સામે એહલેબૈત(અ.મુ.સ.)ની પવિત્ર સિરત હતી અને દિમાગમાં અને વિચારમાં એ નૂરાની ખુણાઓ પણ હતા, જેનાથી એહલેબૈત (અ.મુ.સ.)ની પવિત્ર ઝાતોનો અઝલી અને નૂરાની ખીલ્કત હોવાનો મજબુત અકીદો હતા. એટલુ જ નહી પરંતુ હદીસે કીસાઅના મરકઝ જનાબે ઝેહરા(સ.અ.) જે બીબીના માટે તમામ જમહુરે ઇસ્લામના એક મતે ગવાહી આપી છે કે રસુલે કરીમના ફરમાન મુજબ આપ અને ફક્ત આપ જ ખાતુને જન્નત છે અને આપના સિવાય બીજું કોઇ આ લકબનું હકદાર નથી.

અલ્લામા ઇકબાલે આપની આ શાન અને અઝમત અને બુઝુર્ગીની સામે માથું જુકાવી દીધુ. પરિણામે આપ માસુમએ કૌનૈનના માટે ફરમાવે છે કે ‘તે ફાતેમા(સ.અ.) જેના પીદરે બુઝુર્ગવાર ખૈરૂલ બશર છે, જેમના શવહરે નામદાર હલ અતાના તાજદાર છે, જેમનો એક ફરઝંદ ઇશ્કના કાફલાના સરદાર છે, અને બીજા ફરઝંદ નુક્તએ મરકઝે પુરકારે ઇશ્ક છે. જ્યાં તેમણે ઇમામ હુસૈન(અ.સ.)ની મદ્હ કરી અને મઅરેફત પર કલમ ઉઠાવી, ત્યાં એમને ઇશ્કના વર્તુળનું મધ્યબિંદુ ગણ્યુ છે. લેખકની નજર સમક્ષ એવી બાબત નથી આવી કે અલ્લામા ઇકબાલના ફલસફા ઉપર જેટલી કિતાબો લખવામાં આવી છે, તેમાં કોઇએ આપના ઇશ્કના ફલસફા ઉપર તો કોઇ અશ્આર વર્ણવ્યા હોય. ત્યાંસુધી કે ઇશ્કને મુસ્તુફા(સ.અ.વ.)નું દિલ પણ આપે જ ફરમાવ્યુ છે અને તેને પણ નકલ કર્યુ છે. પરંતુ ઇશ્કના વર્તુળથી બહાર તે રાજકારણીઓ તરફથી વાંચકોથી એકદમ મુતવજ્જેહ કર્યા છે. જે ઇસ્લામના અત્યાચાર ઉપર તૈયાર હતા અને જેના વેચાઇ ગયેલ મુફતીઓએ હુકુમતના કારભારીઓના દરેક ઝુલ્મને જાએઝ ગણવામાં કાંઇ બાકી ન રાખ્યુ, તેનું કારણ સ્પષ્ટ છે. હદીસે કિસાઅ જે પ્રાશ્રાદ ભુમિકામાં બયાન થઇ હોય, હકીકતના એવા નિશાન છોડ્યા છે જે જાહેર કરી દે છે કે ઇમામ હુસૈન (અ.સ.) આ મુસ્તફવી બેઠકમાં દાખલ થવાવાળી એ આખરી હસ્તી છે, જેના બાદ દરેક વ્યક્તિ માટે દરવાજો બંધ થઇ ગયો હતો, અને એહલેબૈત(અ.મુ.સ.)ની ઓળખ માટે આ પાંચ પવિત્ર ઝાતો સિવાય હવે કોઇ લાયક ન હતુ કે જે એહલેબૈત(અ.મુ.સ.)ના સમૂહમાં દાખલ થઇ શકે. હવે, આ ના-ઇન્સાફી નથી તો બીજુ શું છે? જે કહે છે કે એહલેબૈત (અ.મુ.સ.)માં પંજેતન સિવાયનાને પણ શામિલ કરી દેવામાં આવે. આ હદીસ ઉપર અલ્લામા ઇકબાલની ઉંડી નજર હતી અને ઇન્નમાની આયતની આ જ તફસીર આપની નજર સમક્ષ હતી, નહિતર આપ મુસ્તફાના દિલના ઈશ્ક પછી આ ન કહેત ‘આ ઇશ્કનું મધ્યબિંદુ હુસૈન(અ.સ.) છે’ અને એમ પણ ન કહેત કે ‘ઉન પિસર એક નુક્તએ પુરકારે ઇશ્ક’

અલ્લામા ઇકબાલે ઇમામ હુસૈન(અ.સ.)ને દીને હનીફની મિરાસના વારિસ ગણાવીને મીરી અને સરદારી તેમજ હાદીએ બરહકની હૈસિયતથી એટલા માટે માન્યા કે શબ્બીરી ફક્રની કિંમત નિગાહોની વિશાળતાથી ઘણી વધારે વિશાળ છે અને આ ફક્રની રૂહ આપનો મુસીબતો પરનો સબ્ર છે. ઝુલ્મ અને જોર અને હયવાનીયત અને દરીન્દગીના પુરશોર સમંદરના મોજાના દમ તોડી દેવાની તાકત અને કુવ્વત ઇમામ હુસૈન(અ.સ.)ના સબ્રમાં છે. જેણે બાતિલની સામે મજબૂતાઇપૂર્વક કદમ ઉપાડ્યા, અને તેના ખરાબ ચહેરાને બે-નકાબ કરી દીધો. તકરીર-સ્પીચ તો ઠીક પરંતુ કહ્યા વિના પણ વાત ન બની, એટલા માટે કે ફરિયાદની અમુક રીતો આપણે તેની પાસેથી શીખ્યા છીએ, અને તે એ છે કે અલ્લામા ઇકબાલે પોતાના આંસુઓના એ કિંમતી તોહફાઓ ‘અય સબા અય પયકે દર ઉફતાદગા’ના હાથોથી ઇમામ હુસૈન(અ.સ.)ની ખાક પર છાંટવા મોકલી હતી, એમાંથી અમૂક ટીપાઓને શાહી બનાવીને પોતાના લખાણ વડે તે આંતકવાદીઓ જે ઇસ્લામના નામ ઉપર એક કલંક છે, ઇસ્લામના નામ ઉપર ધબ્બો છે, ઇસ્લામના દામન ઉપર ખરાબ ડાઘ છે જે યતીમ અને વિધવાઓના માથા ઉપરથી તેમના સરપરસ્તોનો છાંયો છીનવી લેય છે, અને તેમને બેરહેમીથી કત્લ કરી દેય છે, અને પૂરી દુનિયામાં તેમના સિતમોને લીધે ફરીયાદ ઉઠી છે, જે બે-ગુનાહ ઇન્સાનોના ખૂનથી આ ઝમાનાના ઈસ્લામનો ઈતિહાસ લખવા ચાહે છે. (અલ્લાામા મૌસૂફ) ચેતવી દે છે કે હજી ખુદાવંદે મુતઆલે વારીસે હુસૈન(અ.સ.)ને એટલા માટે જીવતા રાખ્યા છે કે તેઓ આ ખૂન પીતા દરીંદાઓને નિસ્તો-નાબૂદ કરીને રબીઉલ અનામ એટલે કે વસંતની જાન બનીને ઇસ્લામની એ બાબતોને જે સલામતી, ખુદા-પરસ્તી, ઇત્મિનાન, સુકૂન અને ચૈનના એ તમામ માધ્યમો લઇને પર્દએ ગૈબથી જાહેર થશે.અલ્લામા ઇકબાલે એકદમ સાચુ ફરમાવ્યુ છે:

‘રમ્ઝે કુર્આન અઝ હુસૈન આમુખ્તિમ’

‘કુર્આનના રહસ્યો અમે હુસૈન(અ.સ.)થી શીખ્યા’

અને આના સંદર્ભમાં આપ ‘બકીય્યતુલ્લાહે ખૈરૂલ્ લકુમ્ ઇન કુન્તુમ્ મોઅ્મેનિન્’ ના અર્થ અને મતલબથી ચોક્કસ જાણકાર રહ્યા હશો. આથી મારો આ તકાઝો અર્થ વિનાનો નથી અને અમે એ ઉમ્મીદમાં નથી કે શાયદ આ જાએ કોઇ આબલાએ પા આપકે બાદ અને કહે લે તેરે ખતકા જવાબ આયા. કદાચ કોઇ બીજુ આવી જાય જે હઝરત ઇસ્માઇલથી હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના ઐતિહાસિક સફરને પૂર્ણ કરતા ખામીસે આલે અબાના આ મિશનને જેને કરબલા કહે છે, પૂર્વથી પશ્ર્ચીમ સુધી તેની દિલ-નશીન અવાજ પહોંચાડી દે જેમાં ઉંહકારા લેતા અને ડરતા ઇન્સાનો સુકૂન અને ચૈનની અમૂક શ્ર્વાસો લઇ શકે.

હુસૈનીઝમ:

હુસૈનીય્યત દિલના દર્દનો ઇલાજ છે. હુસૈનીય્યત એવા લોકો માટે હિંમત અને હોંસલો છે જેઓના હક્કો છીનવી લેવામાં આવ્યા છે. હુસૈનીય્યત હિંમત અને બહાદુરી છે એવા લોકોનો સામનો કરવા માટે જે માલ, દૌલત, ઝુલ્મ અને અત્યાચાર થકી નબળા અને કમઝોરને પાછળ ધકેલી રહ્યા છે. હુસૈનીય્યત એક મિશન છે જે દુનિયામાં ફેલાયેલી બેશુમાર માનસિક, બૌદ્ધિક, આર્થિક તથા સામાજીક ગૂંચવણભરી બિમારીઓ માટે સુરક્ષિતતાની દિવાલ છે, જેને કોઇ તોડી શકતુ નથી. ટુંકમાં એ કે ઇસ્લામની ૨૩ વર્ષની રિસાલતનો ખુલાસો કિતાબે કરબલા છે.
મક્કએ મુકર્રમા, મદીનએ મુનવ્વરા, નજફે અશરફ, કરબલાએ મોઅલ્લા, મશહદે મુકદ્દસ, કાઝમૈન શરીફ તથા સામર્રા એવા સ્થળો છે જ્યાં રિસાલતની તબ્લીગના ઐતિહાસિક કાફલાઓએ રોકાઇને પોતાની સફરના નિશાન કાયમ કર્યા છે, અને અહીંથી જ હિદાયતના નૂરનો એક મિનારો બનાવીને આખી દુનિયાને સુલેહ અને શાંતિનો પૈગામ પહોંચાડ્યો છે. આ જગ્યાઓમાં કરબલા એક એવું કેન્દ્ર છે કે જ્યાંથી જાણવા મળે છે કે આ એહમદે મુરસલ(સ.અ.વ.)ની દુઆ છે કે જે ખુદાની બારગાહમાં હંમેશાની જેમ કબુલ કરવામાં આવી. આ એ ઝમીન છે જ્યાં તસ્લીમ અને રઝાની એ કિતાબ લખવામાં આવી જે કુરઆનના ભેદોનો દર્સ આપી રહી છે. જેના માટે ઇકબાલે કહ્યું હતુ.

‘રમ્ઝે કુરઆન અઝ હુસૈન આમુખ્તીમ’

‘કુરઆનના ભેદો અમે હુસૈન(અ.સ.) પાસેથી શીખ્યા’

જે ઇસ્લામે રિસાલત મઆબ મોહમ્મદે અરબી (સ.અ.વ.)ની બેઅસત પર પહેલા જ દિવસે પહેલુ કામ નજાતની બુનિયાદ પર રાખીને આખી દુનિયાના લોકોને સલામતીનો પયગામ આપ્યો હતો અને જ્યારે કરબલામાં તે હુસૈન(અ.સ.) જેના માટે રસુલે અકરમ(સ.અ.વ.)એ ફરમાવ્યું હતું “આ હુસૈન(અ.સ.) મારાથી છે અને હું હુસૈન(અ.સ.) થી છું અને આપે તેને સાચુ કરીને બતાવી દીધુ જેને શાયરે ઘણા સરસ અંદાજમાં કહ્યું છે.
ડુબ કર પાર હો ગયા ઇસ્લામ
આપ ક્યા જાને કરબલા ક્યા હે

આ જ ઇસ્લામને માત્ર નામ પુરતા જ ઇસ્લામના નામ પર હુકુમત કરવાવાળાઓએ પોતાની એ તાકાત ઉપર જેના થકી તેઓ હુકુમત કરતા હતા એક ઘાતક વાર જાણીને હુસૈનીયત ઉપર પર્દો નાખવા માટે રાજકારણ, ખોટો પ્રચાર, પૈસાથી ખરીદાએલા આલીમો, મોટા મોટા ફિત્ના કરનારાઓ અને દુનિયા પરસ્ત દિમાગોમાં શોહરત અને માલની લાલચ પૈદા કરીને શક્ય તેટલી બધી કોશિશો કરી જેના લીધે ન જાણે કેટલીયે દોઢ ઇંટની મસ્જીદો તય્યાર થઇ ગઇ અને આ રીતે ઇસ્લામ ફિરકાઓમાં વહેચાઇ ગયો.

દુનિયાની ઉમ્મતોને સલામતીનો પયગામ, સુલેહ અને શાંતિની ઝીંદગી પસાર કરવાનો સબક, માથુ ઉચુ રાખીને અને મક્કમતા પુર્વક જીવવાની રીત બતાવનાર નબીઓ અને રસુલોના વારસદાર હુસૈન(અ.સ.) હતા. આપ(અ.સ.)ને આપની માતાએ ચક્કી પીસીને ઉછેર્યા અને એવી મુસીબતો જે દિવસની રોશનીને કાળી રાતમાં બદલી નાખે તેને સબ્ર અને શુક્રે ઇલાહી સાથે સહન કરી પરંતુ પિતાની વસીય્યત મુજબ અને પોતાનો નુરાની કિરદાર અને માસુમ સિરતના તકાઝાના લીધે ઉમ્મત મુસ્લેમા અને દીને હનીફનું નામ લેવાવાળાઓ ઉપર બદ્દુઆ ન કરીને કુફ્રાને નેઅમત કરનારાઓને સખ્ત અઝાબથી બચાવી લીધા.

જ્યારે મોઆવીયાનો ઝમાનો પુરો થઇ ગયો અને યઝીદ હુકુમતના તખ્ત ઉપર ચડી બેઠો ત્યારે હુકુમતના હોદેદારો અને યઝીદના સલાહકારોની સામે ઘણા ગુંચવણ ભર્યા અને ચિંતા ભર્યા પ્રશ્ર્નો હતા. આ પ્રશ્ર્નોથી ઘેરાએલા વ્યક્તિઓના દિમાગમાં લશ્કરકશી એટલે કે ફૌજી તાકાતનો ઉપયોગ બેગુનાહ વસ્તીઓ ઉપર ઘાતક હુમલાઓ, સાચુ બોલનારાઓના મોઢા બંધ કરવા, હુકુમતની વ્યવસ્થામાં દીનનો ગેર ઉપયોગ અને તલવારની ધાર ઉપર ઇમાન, સચ્ચાઇ અને રસુલ (સ.અ.વ.)ની તબ્લીગની વાતો કરનારાઓના ખુન રેડવા સિવાય બીજો કોઇ રસ્તો ન હતો.

તે પ્રશ્ર્નો શું હતા તેની થોડી ચર્ચા કરીને પછી આગળ વધીશુ. સૌ પ્રથમ યઝીદનો આ શાસનકાળ હિ.સ. ૬૦ના અંતમાં શરૂ થયો. એટલે કે જ્યારે રિસાલત મઆબ (સ.અ.વ.)ની વફાતને ફક્ત ૫૦ વર્ષ વિત્યા હતા. હજી તો મદીનએ મુનવ્વરા અને મક્કએ મોકર્રમામાં હબીબે ખુદા મોહમ્મદે ખુદા(સ.અ.વ.)ની પાક ઝિંદગી જેને આપણે સિરતે નબવી કહીએ છીએ અને આપના એહલેબૈત(અ.મુ.સ.)ના બારામાં હુકમો, આપના વસી અને વારસદાર અલી(અ.સ.) ને લગતી આપની હદીસો, ઇમામ હસન(અ.સ.) અને ઇમામ હુસૈન(અ.સ.)ની મઅરેફત અને આપના બારામાં અર્થભર કથનો જે વહીની ભાષામાં અદા થએલ તેની ચર્ચાઓ બધે થતી હતી. હજી તેના અર્થઘટન અને અર્થમાં ફેરફારની કોશિશ શરૂ થઇ નહોતી. ઉદાહરણ રૂપે ગદીરે ખુમનો તે જબરદસ્ત ઐતિહાસિક વળાંક કે જેમાં વિલાયત અને ખિલાફતની તાજપોશીના એલાનનો અવાજ થયો હતો તે લાખ દબાવવા છતા દબાયો ન હતો. જેની યાદ અલી (અ.સ.)એ રોહબાના મેદાનમાં જીવંત કરી દીધી હતી.

‘હસનૈન(અ.મુ.સ.) જન્નતના જવાનોના સરદારો છે’, ‘હુસૈન(અ.સ.) મારાથી છે અને હું હુસૈન(અ.સ.)થી છું’, ‘મારી પુત્રી ફાતેમા ઝહરા(સ.અ.)જન્નતની ખાતૂન છે. મારા જીગરનો ટુકડો છે.જેણે તેમને ઇજા પહોંચાડી તેણે મને ઇજા પહોંચાડી’, પછી આખરી નબી(સ.અ.વ.)ની વફાત પછી ખિલાફતની ચળવળ આ જ કથનોની સામે મઅસૂમએ કૌનૈન (સ.અ.)ના દરવાજા ઉપર આગની ભડકતી જવાળાઓ જોવામાં આવી. અક્કલ, વિચારશક્તિ અને સમજણ ધરાવનારા મદીનાના લોકો અને જ્યાં જ્યાં ઇસ્લામ પહોંચ્યો હતો ત્યાંના મુસલમાનોમાં હજુ પણ ન્યાય કરવાની ક્ષમતા મરી પરવારી ન હતી. હજી ઇસ્લામના સંખ્યાબંધ ફરઝંદો મૌજૂદ હતા જે હક અને બાતિલમાં તફાવત જાણતા હતા અને સત્ય બોલવાની હિંમત ધરાવતા હતા. હજી મદીના નાશ પામ્યુ ન હતુ. હજી કાબાના ગિલાફ પર આગ જોવામાં નહોતી આવી.

સુલ્હે હસનની એ શરત હજી તેના મુલ્યમાં જીવંત હતી કે મોઆવીયા પછી માત્ર બની હાશિમના વંશજો જ સરદારી કરશે. મોઆવીયાના મૃત્યુ પછી કુફા, બસરા, મદીના અને આજુબાજુના લોકો નિરાંતનો દમ લઇ રહ્યા હતા કે શાયદ હવે ઝાલીમ હુકૂમતનું શાસન પૂરૂ થશે અને અમને રસૂલે અકરમ(સ.અ.વ.)ના નૂરે ચશ્મ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની રાહનુમાઇ નસીબ થશે. બયઅતનો રિવાજ હજી સુધી જીવંત અને અમલમાં હતો. તેથી આ દ્રષ્ટીબિંદુને ધ્યાનમાં લઇ અસંખ્ય પત્રો ઇમામ હુસૈન(અ.સ.)ને મળ્યા કે આપ પધારો અમે આપના હાથ મુબારક ઉપર બયઅત કરવા માટે તૈયાર છીએ. આવા બીજા પણ ઘણા બધા પ્રશ્ર્નો હતા જે યઝીદની હુકૂમત માટે મોટા ખતરાની નિશાની હતા.

જે ખતરાઓ હુકૂમતની સામે હતા જેના ટુંકમાં નિર્દેશ ઉપર કરવામાં આવ્યો છે તેનો પ્રકાર એવો હતા કે એક તરફ સીરીયાની હુકુમત હતી જેના વ્યવસ્થાપકો અને સલાહકારો ઇસ્લામમાં હુકૂમત સ્થાપિત કરવા સોના ચાંદીથી ખરીદવામાં આવેલા આલીમો હતા. તેઓ હુકૂમત માટે મનસૂબો ઘડવાનો પાયો નાંખી રહ્યા હતા જે તેમણે ઘડેલા નિયમો અને ઇસ્લામી શરીઅતના મિશ્રણના મસાલાથી તૈયાર થઇ રહ્યા હતા. જ્યારે બીજી બાજુ કુફાથી મદીના તરફ અવાજો આવી રહ્યા હતા જે ઇમામ હુસૈન (અ.સ.)ને પોકારતા હતા, જે રસૂલે અકરમ (સ.અ.વ.)ના વારસદાર હતા અને રિસાલતની તબલીગની રૂહ હતા તથા જેઓ પવિત્ર ઇસ્લામના હેતુના રક્ષણહાર હતા. આપનું એ પવિત્ર વ્યક્તિત્વ હતુ જે આપના નાનાની ઇસ્લામી તબલીગના રહસ્યો ઉપર રાજકારણની ધૂળ બેસવા દેતું ન હતું.
આજ કારણ હતું કે યઝીદે હુકૂમતની ગાદી પર બેસવાની સાથે જ ઇમામ હુસૈન (અ.સ.) પાસે બયઅતની માંગણી કરી. પોતાની તાકત અને હુકૂમતના આધારે એવા ખામી ભર્યા ખયાલ સાથે કે જો આપ(અ.સ.) બયઅતથી ઇન્કાર કરે તો આપની ગરદન ઉઠાવી દો. એટલે કે એક તરફ તલ્વાર, ગરદન ઉડાવી દેવાની તથા મારી નાખવાની ધમકીઓ હતી તો બીજી તરફ સબ્ર, સહનશક્તિ, સુલેહ, શાંતિ અને ઇસ્લામમાં ખૂન વહાવવાથી દૂર રહેવાનો પ્રચાર કરનાર આગેવાન હુસૈન(અ.સ.) હતા. એક તરફ ઇસ્લામની ફીલોસોફી હતી કે જે કહી રહી હતી કે બેગુનાહને કતલ કરવાની વાત તો દૂર છે પરંતુ તેને પરેશાન પણ ન કરો. જ્યારે બીજી તરફ ઇસ્લામી હુકૂમત લોહી વહાવવાથી જ ચાલી શકે તેવું રાજકીય હથિયાર પોતાના સિદ્ધાંતની પૈરવી કરી રહ્યુ હતું.

અય આપણ દરેકના પ્યારા હુસૈન(અ.સ.), અહિંસાના બાદશાહ હુસૈન(અ.સ.), ઇન્સાનિય્યતના તાજદાર હુસૈન (અ.સ.), પ્યાસા હુસૈન(અ.સ.), ખાતૂને જન્નતના દિલની રાહત હુસૈન(અ.સ.), નાના રસૂલ(સ.અ.વ.)ની આંખોના નૂર હુસૈન(અ.સ.), અલી (અ.સ.)ના શીઆઓની હોડી તોફાનમાં સપડાએલી છે. આપને અબ્બાસ(અ.સ.)ના કપાએલા હાથોનો વાસ્તો આ હોડીને તોફાનમાંથી કાઢીને તેને સાંત્વન અને રાહતના કિનારા ઉપર લઇ આવો. આ તોફાન ત્યારે જ શાંત થશે જ્યારે લોકો હુસૈનિય્યત અને આપના મિશનને સમજશે અને તેની ઉપર અમલ કરશે. અલ્લામા ઇકબાલ, પૂર્વના ચિંતકે પયગામે ઇશ્કની નવી રીત અને નવો અંદાઝ ઇસ્લામી દુનિયાને આપ્યો છે. આપે ઇશ્કમાં ડુબીને જે કહ્યું હતુ: ‘ઇશ્ક કે જોર સે હર પસ્ત કો બાલા કર દે, દહેર મે ઇસ્મે મોહમ્મદ સે ઉજાલા કર દે’ અને આ રિસાલત મઆબ પોતાની વહીની ઝબાનથી ફરમાવે છે: ‘હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું’ અને શાયદ અલ્લામ ઇકબાલ રસુલે ખુદા(સ.)ના આ વાક્યો: ‘અવ્વલ પણ મોહમ્મદ, અવસત પણ મોહમ્મદ અને આખરી પણ મોહમ્મદ’ ની સમજુતી લખવા ચાહે છે.

અલ્લાહની બારગાહમાં હવે ફક્ત એક દુઆ છે: તે આખરી મોહમ્મદ હુજ્જત ઇબ્નીલ હસન જેના ઇન્તેઝારમાં આખી દુનિયા છે, તેમના ઝુહુરમાં જલ્દી કર. આમીન…..

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *