Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૩૩ » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. નો ઝુહૂર

ઇમામ(અ.સ.)નો ઝહુર અને કાએનાતનો નિઝામ

Print Friendly, PDF & Email
ઘણા સમયથી સાંભળતા આવીએ છીએ કે ‘આ દુનિયા નાની થતી જાય છે’. હવે થોડા દિવસોથી આ એક સામાન્ય વાત થઇ ગઇ છે કે “આ દુનિયા બહુજ નાની છે, તેનો અર્થ સ્પષ્ટ છે કે ભૂતકાળની દુનિયા ઘણી ઘણી મોટી હતી અને વર્તમાન દુનિયા બહુજ નાની થઇ ગઇ છે, પરંતુ હકીકત એ છે કે આ દુનિયા જ્યાં હતી ત્યાં જ છે. જેટલી મોટી હતી એટલી જ મોટી છે. ન તો   દુનિયા નાની થઇ છે અને ન તો ક્યારેય આ કરતા મોટી હતી. આ નાની-મોટી એટલા માટે કહેવામાં આવે છે કે ઇલ્મની પ્રગતી અને વિજ્ઞાનની ઝડપી તરક્કીએ પશ્ર્ચિમમાં બેઠેલા માણસને અને પૂર્વમાં દૂર બેઠેલા માણસને એક-બીજાની સામે કરી દીધા છે અને તેની નઝદિકીનું માધ્યમ કોમ્પ્યુટરની સ્ક્રીન (પર્દો) છે. ઇલ્મની પ્રગતીનો આ એક ચમત્કાર છે કે અંતરીક્ષના શુન્યાવકાશમાં તરતા કેમેરા વડે ઝમીનની કોઇ પણ જગ્યા ઉપર અગર સુઇ પડી ગઇ હોય તો તેના ઉપર પણ નીશાન લગાવીને હુમલો કરી શકાય છે. અંતરીક્ષથી ઝમીન નઝદીક થઇ ગઇ છે. પૂર્વ અને પશ્ર્ચિમ વચ્ચેનું અંતર ઘટી ગયુ છે. મૌસમની આગાહીના નિષ્ણાંતો દુનિયાનું બદલતુ વાતાવરણ અને આબોહવાની આગાહીઓ આપવા લાગ્યા છે. ભયભીત વિસ્તારમાં શાંતીનુ વાતાવરણ અને શાંતીના માહોલમાં ભયની ગરમી ફેલાવવાના સાધનો આવી ગયા છે. અહી હેતુ અમુક એવી આગાહી વિશે વાત કરવાનો છે જે અંતિમ નબી(સ.અ.વ.)એ પોતાના અંતિમ વસીના બારામાં કરી છે. જેના બારામાં એ જોવાનુ છે કે શું તે કાએનાતના નિઝામની દ્રષ્ટિએ સાચી સાબિત થઇ રહી છે. અહી આપણે ફક્ત ત્રણ આગાહીઓને સચ્ચાઇની રોશનીના કિરણમાં જોવાની કોશિશ કરીશું.
ગયબત લાંબી હશે: હિ.સ. ૨૫૫માં ઇમામે આખે‚ઝ ઝમાન(અ.સ.)ની વિલાદત થઇ. સામર્રામાં અસ્કરી મોહલ્લામાં ઇમામ અસ્કરી(અ.સ.)નું પવિત્ર ઘર હતુ. આપની શહાદત હિ.સ. ૨૬૦માં થઇ. ઇલાહી યોજના મુજબ ઇમામતનો એક નીઝામ હતો, જેના ઉપર અમલ કરવાનુ શ‚ થયુ. (વધુ વિગત માટે દુર‚લ મકસુદ તરફ રજુ થાવ)
નવ્વાબે ખાસનો સમય ૬૯ વર્ષ આજુ બાજુનો છે. આ એક લાંબો સમય થાય છે. ગવાહોની મજબુત દલીલોને મજબુતીથી કાયમ કરવા માટે. હિ.સ. ૩૨૯થી આપની ગયબતે કુબરા ચાલુ થઇ અને ગયબતે કુબરામાં આપની તવકી મુજબ રોવાતે હદીસનું નેતૃત્વ એટલે કે નિયાબતની જવાબદારી મુજતહીદ એટલે કે પ્રતિભાશાળી મરજા સંભાળશે જે ઇમામે ઝમાના(અ.સ.) તરફથી લોકો ઉપર હુજ્જત હશે. હિ.સ. ૧૪૩૩ એટલે અત્યારે લગભગ ૧૧૦૦ સદીઓ પસાર થઇ ગઇ અને આ સમય દરમિયાન એવા ક્યાં ઇન્કેલાબ, બનાવ, તુફાન, હુકુમતની દગાબાજી, ઇમાન વેચવાના માધ્યમો, ઝુલ્મ અને અત્યાચારની હાલત નિસ્તો-નાબુદ કરી દેવાવાળા હથીયારોના કારખાના સામે નથી આવ્યા. પરંતુ એટલા લાંબા ગયબતના સમયમાં સંશોધન, ચિંતન અને પૃથ્થકરણવાળા ઇલ્મના મૈદાનમાં પાછળથી આવનાર, વચ્ચેના અને જુના ઓલમાઓએ ઇમામીયા મઝહબની ફીક્ર અને નઝરીઆ, અકાએદ અને એહકામના અરીસા ઉપર ધુળ નથી બેસવા દીધી. ઝુહુર નઝદીક હોય કે દૂર પરંતુ લાંબી ગયબતની સચ્ચાઇ બિલ્કુલ સામે છે.
<h1/>ગયબતે કુબરાના સમયનો અંતિમ સમયગાળો:
જેમ જેમ ગયબતે કુબરા લાંબી થતી જશે અને અંતિમ ઝમાનાની નીશાનીઓ જોવામાં આવશે એટલે કે લોકો મજબુર થઇને કેહવા લાગશે કે “આ આખરી ઝમાનાની નીશાનીઓ છે, તો તે સમયની આગાહી છે કે મોઅમીનના માટે એટલો સખ્ત સમય આવશે કે ઇમાન અને યકીન ઉપર બાકી રહેવુ એવુ હશે જાણે કે આગના અંગારાને હથેળી ઉપર રાખીને મુઠ્ઠી બંધ કરી લેવી (એટલે પીડાદાયક બળતી હથેળીની તકલીફ ઉપર ઉફ ન કરવું). વાત ઘણી સામાન્ય છે પરંતુ કાએનાતના અરીસામાં એવી ખબરો અને તસ્વીરો સામે આવી રહી છે, જેનાથી ઇમાન ધરાવનારના ‚ંવાટા ભયથી ઉભા થઇ જાય અને તેના માટે સબ્રની તસ્વીર બની રહેવા સિવાય બીજો કોઇ ઉપાય ન હોય. ઉદાહરણ તરીકે ચાંદની સફર અને ૧૭ દિવસનું રોકાણ અને તેનો ખર્ચ અમૂક કરોડ ‚પીયા. ઇલ્મની તરક્કી ઉપર ચિંતન અને મનન અને ભૌતિક માધ્યમો ઉપર યકીનનો એ એહસાસ જેનો સબંધ ‚બુબીયતની શાન અને આલમીનની ખિલ્કત તેની બકા છે. સમજ શક્તિ થોડી થોડી ઓછી થતી જશે એટલા માટે કે અચંબિત અક્લ ઇલ્મની તરક્કી સામે અંજાય જાય છે. પશ્ર્ચિમના દેશોના સંસ્કારમાં અશ્ર્લીલતા અને નફસ પરસ્તી અને હવસખોરીની ખરાબ અને ધૃણાજનક રીતો અને કાર્યોની પ્રસિધ્ધિ (ફેલાવો), એક રાજ્ય એવુ પણ છે જેના રહેવાસીને મફત લોહીનો વેપાર, એક કબીલો જે નગ્ન રહે છે, સજાતીય લગ્નો એટલે કે પુ‚ષ-પુ‚ષ અને સ્ત્રી-સ્ત્રી વચ્ચેના લગ્નને કાયદાકીય મંજુરી, માસુમ બાળકોને કૈદ કરીને ખ્વાહીશાતની પ્યાસને બુજાવવી અને અદાલતમાં આવા કેસોની ખબરનુ પ્રસિધ્ધ થવું, શૈતાનનો આ સમય જે શરાબના વધુ પડતા ઉપયોગમાં ગુનાહે કબીરાથી ભરેલો છે. એક વિજય હાસીલ કરેલા પરચમની સાથે નવી સંસ્કૃતિ અને ઇન્સાનીયતના રક્ષણનું ચારે બાજુ એલાન અને દુન્યવી સ્તરે તેની પરવાનગી ઉપર ચર્ચા જાણે કે દુનિયાને ઇમામ(અ.સ.)ના ઝુહુરની નિશાનીઓના બારામાં થયેલી આગાહીઓની સચ્ચાઇની ખબર આપી રહી છે, જે આખરી ઝમાનામાં ઝુહુર પહેલા જાહેર થશે. એકદમ સ્પષ્ટ છે કે આ હાલતમાં ઇમામ(અ.સ.)ની મઅરેફત હાસીલ કરવા માટે જે માણસો આગળ આવશે, તેની સંખ્યા ખુબ ઓછી હશે.
કાએનાતના નિઝામનું પરિણામ:
આટલી ભયાનક અને આવા પ્રચારની અવાજો માણસોના કાન સુધી એજ સમયે પહોંચે છે, તો તે સમયે આવી હાલતમાં ગુનાહ તરફ પ્રોત્સાહન કેટલુ આસાન અને ઇમાન ઉપર કાએમ રહેવુ કેટલુ મુશ્કીલ અને સબ્રના ઇમ્તેહાનવાળુ છે. ખાસ કરીને એવા બિનઅનુભવી નૌજવાનો માટે જે પોતાની કારકિર્દી બનાવવા માટે દરેક હદને તોડીને પશ્ર્ચિમી દેશો તરફ ભાગતા જતા રહે છે. જ્યારે આ સમયમાં આવી હાલત છે તો આગળ જતા શું થશે, “આગ મુઠ્ઠીમાં દબાયેલી છે કદાચ આવી હાલત થાય.
(૩) આ દુનિયા ઝુલ્મો સિતમથી ભરાઇ જશે, ત્યાર પછી અદ્લો ઇન્સાફનો પરચમ લેહરાશે એટલે ઇમામ(અ.સ.)નો ઝુહુર થશે.
અહી બે આગાહીઓ છે જેની તરફ હાલના સમયમાં લોકો ઝડપથી આગળ વધતા જોવામાં આવે છે, જેમાં ઇમામે આખે‚ઝ્ઝમાન(અ.સ.)ના ઝુહુરની રોશનીના કિરણો એવી રીતે દેખાય છે જેવી રીતે સવાર થવા પહેલાનું અંધા‚ સુબ્હે સાદિક તરફ આગળ વધી રહ્યું છે.
એક આગાહી કે આ દુનિયા ઝુલ્મો સિતમથી ભરાઇ જશે, તે સમયે ઇમામ(અ.સ.)નો ઝુહુર થશે, આ હદીસ છે. આ એક આગાહી છે જે અલ્લાહના રસુલ(સ.અ.વ.)એ કરી છે. બીજી આગાહી ખુદ અલ્લાહ તબારક વ તઆલા તરફથી થઇ જેનું વર્ણન કુર્આને કરીમમાં થયુ છે “ઇન્નલ્લાહ યુહ્યીલ્ અર્ઝ બઅ્દ મવ્તેહા “બેશક આ ઝમીનને ફરી સજીવન કરશે જ્યારે તે મરી ચુકી હશે. બે મહત્વના બનાવો એવા છે જેના લીધે જાણે જમીન ફનાહ થતા થતા બચી છે. એક જ્યારે જનાબે યહ્યા(અ.સ.)નું કત્લ થયું. જે ઝમીન ઉપર આપને શહીદ કરવામાં આવ્યા ત્યાંથી ખુન ઉછળવા લાગ્યું અને અવસીયા અને અલ્લાહના અવલીયાની દુઆઓ થકી રહેમતે ખુદાથી, ધિક્કારની હાલતમાં દમ તોડતી ઝમીન જેનુ કલેજુ તે ઝુલ્મથી ફાટી ગયુ હતું, તંદુરસ્ત થવા લાગી. બીજો બનાવ કરબલાનો અને ખાસ કરીને એ સમયે જ્યારે રસુલે ખુદા(સ.અ.વ.)ના નવાસા ઇમામ હુસૈન(અ.સ.)પોતાના હાથોમાં ૬ મહીનાના માસુમ બાળકનુ ખુન લઇને ઝમીન તરફ ફેંકવા ચાહતા હતા ત્યારે દુખ અને દર્દથી ઝમીન બોલી ઉઠી હતી અને ઇમામ હુસૈન(અ.સ.)એ તે ખુનને પોતાના ચેહરા ઉપર મસળીને કહ્યું હતું: “આવી જ રીત કયામતમાં પોતાના નાનાની સામે જઇશ ઇમામ હુસૈન(અ.સ.) રેહમતુલ્ લીલ્ આલમીનના વારિસ હતા. ચીંખતી, ધીક્કારને પાત્ર અને ફનાહ થવાવાળી ઝમીનને મરવાથી બચાવી લીધી. ઝમીન બચી તો તેના રેહવાવાળા પણ બચી ગયા, નહીંતર દરીયાના મોજાઓ (જાપાનની સુનામીના મોટા નુકશાનની જેમ) તમામ મખ્લુકને ગળી જાતે.
આખરી સમયમાં દુનિયા ઝુલ્મો સિતમથી ભરાઇ જશે. તે સમયે આ ઝમીન મરી જશે. સંપૂર્ણ મહેરબાની કરનાર, અક્લ અને સમજણની નેઅમતથી ફાયદો મેળવવાવાળા, કરીમ ખુદાની તરફથી એક મોઅમીનનું દિલ ઝાલીમ અને મઝલુમ બન્નેની સમજણ રાખે છે અને ઇન્સાફ તેની સમજશક્તિમાં છે, જે ઉંડા વિચાર તરફ આમંત્રણ આપે છે. જરા નજર ફેરવો અને હિસાબ લગાવો કે કઇ રીતે ઝમીન ઝુલ્મો સિતમથી ભરાઇ રહી છે અને કઇ રીતે મરી રહી છે.
ખતરનાક બોમ્બની શોધ: ડ્રાય બોમ્બ, મલ્ટી પલ બોમ્બ, કેમીકલ બોમ્બ, ન્યુકિલાઇ બોમ્બથી લદાએલ મિસાઇલ, એટમ બોમ્બ (અણુ બોમ્બ), હાઇડ્રોજન બોમ્બ અને ખબર નહી કેટલા ખતરનાક બોમ્બ છે, જે શક્તિશાળી દેશોએ રહસ્યમય રીતે રાખેલા છે. વિમાનોમાં ખાસ નિશાન ઉપર હુમલો કરવાવાળુ યંત્ર, બોમ્બમારી કરવાવાળા વિમાન, સેટેલાઇટથી નિશાન ઉપર બોમ્બ ફેંકવા માટે વિમાનમાં કોમ્પ્યુટર, પાણીમાં મોટા મોટા જહાજોના સમૂહો, લશ્કરી સબમરીન જે પાણીની અંદર ચાલીને બધુ તબાહ કરવા માટે તૈયાર છે. દેશોમાં સૌથી વધારે ખતરનાક દેશ અમેરીકાના ઝુલ્મોના લીધે મીડીઆ, સલામતી કાઉન્સીલ, ઇન્સાનોના હકનુ રક્ષણ કરવાવાળા ગ્રુપો આ બધા તેના ઇશારા ઉપર નાચે છે. ડહાપણનું નામ ગાંડપણ અને ગાંડપણનું નામ ડહાપણ પડી ગયું. હાલમાં જ બેહરૈનના વિરોધ પ્રદર્શન કરવાવાળા ઉપર ઝુલ્મ, એક તરફથી ઇમરજન્સી અને બીજુ ઉપરથી હેલીકોપ્ટર દ્વારા ગોળીઓનો વરસાદ. ત્રીજી બાજુ ઘાયલ થયેલા લોકો પાસે ડોક્ટરો અને નર્સોને જવા પર પ્રતિબંધ. સાઉદી અરબ જે હરમ (પવિત્ર કાબા)ના રક્ષક છે તેના સિપાહીઓ બેગુનાહ લોકો, હકનો અવાજ ઉઠાવવાવાળાને વિદ્રોહી સાબિત કરીને મારી રહ્યા છે. તેમની છોકરીઓને ઉપાડીને લઇ ગયા. પોતે જેવુ ચાહે તેવુ વર્તન કરે. ઇઝરાઇલ જેવી ભાષા અને તેની જેવું વર્તન કરનાર સાઉદી, મુસલમાનો ઉપર બળજબરીનો ફંદો ખેંચતા જાય છે. પછી આતંકવાદી નામ જે મુસલમાનો અને જેહાદીઓ માટે પ્રખ્યાત છે. ચારે બાજુ આફત જ આફત છે. ઝમીન આ ખુન વરસાવતા વાદળોની છાયામાં અંતિમ શ્ર્વાસ લઇ રહી છે. બસ અલ્લાહનું ફરમાન, તેનો વાયદો અટલ છે અને તે સાચો થઇને રહેશે. તેનો વાયદો છે કે તે ઝમીનને નવુ જીવન આપશે, તે જ‚ર થઇને રહેશે. તે ન તુટવાવાળા ઇરાદાની વધારે સમજણ અને ઇશારા આ અલ્લાહ તઆલાના કલામમાં મૌજુદ છે.
“વ નોરીદો અન્નમુન્ન અલલ્ લઝીનસ્ તુઝ્એફૂ ફીલ્ અર્ઝે વ નજ્અલહુમ્ અઇમ્મતવ્ વ નજ્અલહોમુલ્ વારેસીન
“અમે અમારા તે બંદાઓ જેને આ ઝમીન ઉપર કમઝોર કરી દેવામાં આવ્યા, અમે તેને ઇમામ અને અમારા વારિસ બનાવીશું
(સુરે કસસ, આયત: ૫)
જ્યારે તેમના વારિસ અને તેમનો ખલીફા ઝુહુર કરશે, તો દુનિયાને નવી ઝીંદગી અતા કરશે, જે જન્નતે ફીરદૌસનો અરીસો હશે. કાએનાતના અરીસામાં આ આયતની રોશનીમાં ઇમામ(અ.સ.)ના ઝુહુરના ઇન્તેઝારના નૂર તરફ જોવો, તેનો પ્રકાશ તેજ થતો જાય છે. બસ શર્ત છે આશા અને ઉમ્મીદ તુટવા ન પામે, જ્યાં સુધી અલ્લાહે નિયુક્ત કરેલા એ ખાસ બંદા છે અને ઝમીનના વારિસ છે, તેનાથી લગાવ લાગી રહેશે, ઇમાનના પ્રકાશિત દિવા ઉપર ઝેહરિલી આંધીનું જોર ચાલવાવાળુ નથી. શર્ત છે કે હક રસ્તા ઉપર ચાલવાવાળાના પગ લડખડાવવા ન પામે. સાબિત કદમી, મજબુત ઇરાદો, સતત અમલનો દિવો સીધો રસ્તા ઉપર પ્રકાશિત છે અને હાલના સમયના હાકીમનો ખૈમો, ઝમાનાના ઇમામ(અ.સ.)ના લીધે ઝમીનનું બાકી રહેવું અને ઝમીન ઉપર અદ્લનો પ્રસાર હવે એવું લાગે છે દૂર નથી.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.