જુમ્આના દિવસે ઇમામે ઝમાના(અ.સ.)ની ઝિયારતની સમજણ

Print Friendly, PDF & Email
(અલ મુન્તઝર શાબાના સ્પેશ્યલ અંક હિ.સ. ૧૪૩૨ અગાઉથી શ‚)
“હાઝા યવ્મુલ્ જોમોઅતે વ હોવ યવ્મોકલ્ મોતવક્કઓ ફીહે ઝોહુરોક વલ્ ફરજો ફીહે લીલ્ મોઅમેનીન અલા યદેક વ કત્લુલ્ કાફેરીન બે સય્ફેક
“આજે જુમ્આનો દિવસ છે અને તે આપ (અ.સ.)નો દિવસ છે, જેમાં આપ(અ.સ.)ના ઝુહુરની ઉમ્મીદ અને અપેક્ષા છે અને આ (દિવસે) મોઅમેનીનને આપના હાથે વિશાળતા અને પ્રશ્નોનો હલ હાસિલ થશે અને અલ્લાહનો ઇન્કાર કરવાવાળાઓ આપની તલવારથી કત્લ કરવામાં આવશે
ઝિયારતના આ જુમ્લાથી ત્રણ પરિણામો મેળવી શકાય છે.
(૧) જુમ્આનો દિવસ એ મુબારક દિવસ છે કે જે દિવસે હઝરતે હુજ્જત અજ્જલલ્લાહો તઆલા ફરજહુના ઝુહુરની અપેક્ષા છે.
(૨) ઇમામ(અ.સ.)ના ઝુહુર બાદ મોઅમેનીનને પ્રશ્નોનો હલ નસીબ થશે.
(૩) અલ્લાહના દુશ્મનો ઇમામે વક્તની તલવારથી જહન્નમ વાસીલ કરવામાં આવશે.
આવો આ વાક્યનું વિશ્ર્લેષણ અને પૃથ્થકરણ કરવાની કોશિશ કરીએ.
(અ) ઝુહુરનો સમય નક્કી કરવાની મનાઇ:
જેમ કે આ અગાઉ કહેવામાં આવ્યું છે કે ઝુહુરનો સમય નક્કી કરવાની સખ્તાઇ પૂર્વક મનાઇ કરવામાં આવી છે. ફઝીલની રિવાયત છે કે મેં ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)ને પુછ્યું: હલ લે હાઝલ્ અમ્રે વકતુન? કાલ(અ.સ.): કઝેબલ્ વક્કાતુન કઝેબલ્ વક્કાતુન, કઝેબલ્ વક્કાતુન
શું આ બાબત (એટલે કે ઇમામ(અ.સ.)નો ઝુહુર)ના માટે કોઇ સમય નક્કી છે? ઇમામ(અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું:
“સમય નક્કી કરવાવાળા જુઠ્ઠા છે, સમય નક્કી કરવાવાળા જુઠ્ઠા છે, સમય નક્કી કરવાવાળા જુઠ્ઠા છે
(અલ કાફી, ભાગ:૧, પાના: ૩૬૮, બાબો કરાહીયતુત્ તૌકીત, અલ ગયબત, શૈખ તુસી, પાના: ૪૨૫-૪૨૬, હ.નં.૪૧૧, બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના: ૧૦૩, પ્રકરણ: ૨૧, હ.નં.૫)
આ પ્રકારની રિવાયતો શાબ્દીક તવાતુર અને અર્થની દ્રષ્ટિએ તવાતુર રાખે છે. એટલે કે પોતાના શબ્દોની દ્રષ્ટિએ પણ મુતવાતિર છે અને પોતાના અર્થની દ્રષ્ટિએ પણ (અગર ઉપરોક્ત સંદર્ભો પર વિચાર કરો તો તમે પામશો કે મોટા ભાગના હદીસ વેત્તાઓએ પોતાની કિતાબોમાં તવકીત (એટલે સમય નક્કી કરવો)ની મનાઇ પર પ્રકરણ લખ્યા છે) કારણ કે તેનું ઇલ્મ ફક્ત અલ્લાહની પાસે છે અને કોઇને એ મૌકો નહી આપવામાં આવે કે તે લોકોની લાગણી સાથે આ સંવેદનશીલ બાબતે રમે.
ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:
“મન્ વક્કત લે મહદીના વક્તન ફકદ્ શારકલ્લાહ ફી ઇલ્મેહી
“જેણે અમારા મહદી(અ.સ.) માટે સમય નક્કી કર્યો, તો યકીનન તેણે પોતાને અલ્લાહના ઇલ્મનો શરીક ગણ્યો છે
(અલ હિદાયા, હુસૈન બીન હમદાન, પાના: ૧૭૨)
(બ) જ્યારે સમય નક્કી કરવાની મનાઇ છે, તો પછી ઝિયારતો, દુઆઓ અને હદીસોમાં જુમ્આના દિવસને શા માટે એ દિવસ દર્શાવ્યો છે કે જેમાં ઝુહુર થશે?
સવાલનો જવાબ આપવા પહેલા એ જણાવવું જ‚રી છે કે માત્ર જુમ્આનો દિવસ જ નહી, પરંતુ રિવાયતોમાં ઝુહુરનો મહીનો અને ઝુહુરનું વર્ષ પણ દર્શાવવામાં આવ્યું છે. જેમ કે મોહમ્મદ બિન મુસ્લીમે રિવાયત કરી છે કે એક શખ્સે ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ને સવાલ કર્યો: આપ(અ.સ.)ના કાએમ (અ.સ.)નો ઝુહુર ક્યારે થશે?
આપ(અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું:
“ફ ઇન્દ ઝાલેક યોનાદા બીસ્મીલ્કાએમે અલય્હીસ્ સલામ ફી લય્લતીન સલાસીન વ ઇશ્રીન મીન્ શહ્રે રમ્ઝાન વ યકુમો ફી યવ્મે આશુરા….
અમુક નિશાનીઓ બયાન કર્યા પછી ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
“પછી તે સમયે કાએમ(અ.સ.)ને તેમના નામથી બોલાવવામાં આવશે, માહે રમઝાનની ૨૩મી રાત હશે અને આશુરાના દિવસે આપ(અ.સ.) કયામ કરશે. એટલે કે આપ(અ.સ.)નો ઝુહુર માહે મુબારકે રમઝાનમાં થશે (૨૩મી શબે કદ્રમાં) અને આપ(અ.સ.) ૧૦મી મોહર્રમે કયામ કરશે
(કિફાયતુલ મોહતદી, મીર મોહમ્મદ બીન મોહમ્મદ મીર લુહીલ હુસૈની ઇસ્ફહાની જે અલ્લામા મજલીસીના સમકાલીન હતા. પાના: ૨૧૭, હ.નં.૩૯, અલ અરબઉન, અલ ખાતુન આબાદી, પાના: ૧૬૯-૧૭૦, હ.નં.૩૨, ઇસ્બાતુલ હોદા, શૈખ હુર્રે આમેલી, પાના: ૫૭૦, પ્રકરણ: ૩૨, હ.નં. ૬૮૭)
એહલે તસન્નુનની રિવાયતમાં આ પણ મળે છે કે માહે મોહર્રમની ૧૭મી તારીખે ઇમામ(અ.સ.) ‚કન અને મકામે ઇબ્રાહીમ(અ.સ.)ની વચ્ચે કયામ કરશે. એ હાલતમાં કે જીબ્રઇલ(અ.સ.) તેમની જમણી બાજુએ અને મીકાઇલ (અ.સ.) તેમની ડાબી તરફ હશે.
(ઇકદુદ દોર, પાના:૬૫, પ્રકરણ:૪, અલ બુરહાન ફી અલામાતે મહદી આખે‚ઝ્ઝમાન, પાના:૧૪૫, હ.નં.૧૪)
શૈખ મુફીદ(ર.અ.)એ અલ ઇરશાદમાં અબુ બસીરથી રિવાયત વર્ણવી છે કે ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:
“કાએમ(અ.સ.) ઝુહુર નહી ફરમાવશે પરંતુ એકી વરસમાં એટલે કે ૧, ૩, ૫, ૭, ૯
(અલ ઇરશાદ, પાના:૩૮૯, કશફુલ ગુમ્માહ, અબુલ ફત્હ અલી ઇબ્ને ઇસા અરબેલી, ભાગ:૨, પાના:૪૬૨)
હવે ઉપરોક્ત વર્ણવાયેલા સવાલનો જવાબ એ છે કે લોકોમાંથી કોઇને એ હક નથી કે તે પોતાની તરફથી ઝુહુરનો સમય નક્કી કરે.
સમયની વાત કરવાનો હક ફક્ત અલ્લાહ તઆલાને છે અથવા એ લોકો કે જેમને તેણે પોતાના ઇલ્મ માટે ચૂંટી કાઢ્યા છે. ચોક્કસ અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)એ હદીસો બયાન કરી છે કે આ ઝુહુરનો દિવસ, મહીનો અને વરસ હશે પરંતુ તેની સાથો સાથ તે પવિત્ર હસ્તીઓ(અ.મુ.સ.)એ આ પણ ફરમાવ્યું છે કે પોતાના સાહેબ અને ઇમામ(અ.સ.)ના ઝુહુરનો ઇન્તેઝાર દિવસ અને રાત, સવાર અને સાંજ કર્યા કરો. આ જાહેરી વિરોધાભાસને અગર તઆદુલ અને તરાજીહના થકી ઉકેલવા ચાહીએ તો એમ કહી શકીએ છીએ કે જો કે આ પ્રકારની વાતો રિવાયતોમાં મૌજુદ છે પરંતુ લીલ્લાહીલ બદાઓ. અલ્લાહને હક છે કે તેમાં બદા કરે એટલે કે સમયમાં ફેરફાર લાવે. બદાના અકીદા વિશે આપણે ગભરાવવું ન જોઇએ બલ્કે બદાના બારામાં આપણા ઇમામો(અ.મુ.સ.)એ ફરમાવ્યું છે કે અલ્લાહની ઇબાદત કોઇ ચીજથી એટલી નથી થઇ શકતી, જેટલી બદાના અકીદાથી થાય છે. અલ્લાહની મહાનતા જેટલી બદાના અકીદાથી થાય છે, એટલી કોઇ ચીજથી નથી થતી. જેવી રીતે તશ્રીઅમાં નસ્ખ, નાસિખ અને મન્સુખ છે, તેવી જ રીતે તકવીનમાં પણ બદા છે. આશ્ર્ચર્યની વાત છે કે મુસલમાન નસ્ખ (રદબાતલ)ને કબુલ કરવા તય્યાર છે, પરંતુ બદાનો ઇન્કાર કરે છે. વધુ વિગત માટે આ કિતાબનો અભ્યાસ કરવો ઉસુલે કાફી, ભાગ:૧, પાના:૧૪૬, બાબુલ બદાઅ, બેહા‚લ અન્વાર, ભાગ:૪, પાના:૯૨, પ્રકરણ:૩, અલ બદાઅ વન્નસ્ખ
(ક) પ્રશ્નોનો હલ ફક્ત અને ફક્ત મહદી(અ.સ.)ના ઝુહુર પછી:
એ વાત નક્કી છે કે મોઅમીનને પ્રશ્નોનો ખરો હલ ફક્ત અને ફક્ત હઝરતે હુજ્જત(અ.સ.)ના ઝુહુર બાદ નસીબ થશે. ગૈબતના ઝમાનામાં મોઅમેનીન માટે જ‚રી છે કે અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)ના હુકમો અને કથનોની પૈરવી અને અનુસરણ કરે. દરેક મોઅમીન વ્યક્તિ પર એ જ‚રી છે કે તે કોશિશ કરે કે તે હઝરત(અ.સ.)ની રાઇના દાણા જેટલી પણ મુખાલેફત ન થાય. ન વ્યક્તિગત રીતે અને ન તો સામાજિક રીતે. અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)ની હદીસો અને કથનોને પોતાના ગરજ અને હેતુ પર ફીટ કરવાની કોશિશ ન કરે, બલ્કે તેમના હુકમને પોતાની ઝીંદગીનો હેતુ અને ધરી બનાવી લેવું. ખુદા ન ખાસ્તા એવુ ન થાય કે સ્પષ્ટતાને નાફરમાની માટે ઢાલ બનાવી લે.
(ડ) અલ્લાહના દુશ્મનો અને અલ્લાહના દીનના દુશ્મનોની હલાકત અને નાશ ઇમામે ઝમાના(અ.સ.)ના હાથે:
હઝરત નૂહ(અ.સ.)ની દૂઆ:
“રબ્બે લા તઝર્ અલલ્ અર્ઝે મેનલ્ કાફેરીન દય્યારન
“પરવરદિગાર! ઝમીન પર કોઇપણ કાફિરને જીવતો બાકી ન રાખજે
(સુરે નૂહ, આયત:૨૬)
હઝરત હુજ્જત(અ.સ.)ના ઝુહુર પછી આ દુઆ સંપૂર્ણ રીતે કબુલ થશે. વધુ વિગતવાર માહીતી માટે બેહા‚લ અન્વાર, ભાગ:૮૯, પાના:૩૪૦, પ્રકરણ:૪, આઅમાલે યવ્મુલ જુમ્આ વ આદાબેહી વ વઝાએફેહી)
વ અના યા મવ્લાય ફીહે ઝય્ફોક વ જારોક વ અન્ત યા મવ્લાય કરીમુન મીન અવ્લાદીલ્ કેરામે વ મઅ્મુ‚ન બીલ્ ઝેયાફતે વલ્ એજારતે ફ અઝીફ્ની વ અજીર્ની સલવાતુલ્લાહે અલય્ક વ અલા અહલેબય્તેકત્ તાહેરીન
“અને હું અય મારા મૌલા! આ દિવસે આપનો મેહમાન અને અને આપનો પડોસી તથા હમસાયા છું અને આપ અય મારા મૌલા માયાળુ અને ઉદાર છો અને માયાળુ તથા ઉદાર બુઝુર્ગોની ઔલાદમાંથી છો અને પનાહ આપવાનું આપને સોંપવામાં આવ્યું છે. તો પછી આપ મારી મહેમાનગતિ કરો અને મને પનાહ આપો. આપના ઉપર અને આપની પાકીઝા અહલેબૈત(અ.મુ.સ.) પર અલ્લાહની રહેમત થાય
(અ) શબ્દો:
ફીહેમાં અક્ષર ફે હરફે જર છે અને હે ઝમીર છે, તે યવ્મ એટલે કે દિવસ તરફ પલટે છે. ઝય્ફ મહેમાનને કહેવામાં આવે છે અને જાર એટલે પડોસી અને હમસાયા કેરામ એ કરીમનું બહુવચન છે. મઅ્મુર અમરનુ ઇસ્મે મફઉલ છે એટલે જેને હુકમ દેવામાં આવે. ફ અઝીફ્ની ૩ શબ્દોનુ સંયોજન છે. ફ જેનો અર્થ છે પછી. અઝીફ ફેઅલે અમ્ર મુખાતીબ છે. બાબે ઇફઆલના કારણે યે ડ્રોપ કરવામાં આવેલ છે. નૂન ને નૂને વકાયા કહે છે અને યે ઝમીરે મુત્તસીલ મુતકલ્લીમ છે. આથી ફ અઝીફ્નીનો અર્થ થાય છે પછી મારી મહેમાનગતિ ફરમાવો. આ જ રીત અજીર્ની પણ છે.
(બ) આ વાક્ય આ ઝિયારતનુ આખરી વાક્ય છે અને ખુબ જ અદ્ભુત અને આશ્ર્ચર્યજનક વાક્ય છે. જુમ્આનો દિવસ ઇમામે ઝમાના(અ.સ.)નો દિવસ છે અને આપ(અ.સ.)થી સંબંધિત છે. જ્યારે આપણે એ દિવસની શ‚આત કરીએ તો એ વાતનો ખ્યાલ રાખીએ કે જે આ દિવસનો માલિક છે, આપણે તેમના મહેમાન છીએ. વિનયી અને શિસ્તવાળો મહેમાન એ છે જે કોઇ એવું કાર્ય ન કરે જે મેઝબાનને નાપસંદ હોય. આથી જુમ્આના દિવસે આપણે ખાસ કરીને એ વાતનો ખ્યાલ રાખવો જોઇએ કે આપણા આકાની મરજીની વિ‚ધ્ધ કોઇ બાબત ન થાય. અગર આપણે સારા મહેમાન હશુ તો યાદ રાખવું જોઇએ કે ઇમામ(અ.સ.)થી ઉત્તમ દુનિયા અને આખેરતમાં કોઇ મેઝબાન (મહેમાનગતિ કરનાર) નહી હોય. આવો આપણે સૌ મળીને દુઆ કરીએ મૌલા અમે ગુનેહગાર છીએ, નાફરમાન છીએ પરંતુ આપ(અ.સ.)થી મોહબ્બત કરીએ છીએ. મૌલા અમે જાણીએ છીએ કે અમે મોહબ્બતનો હક અદા નથી કર્યો પરંતુ આપ તો ઉદાર છો, આપ અમારી ઉપર દયા ભરી નજર કરો અને અમારા ગુનાહોની બક્ષીશ અલ્લાહ તઆલાથી તલબ કરો. દુનિયા અને આખેરતમાં અમારી શફાઅત કરો.
પરવરદિગાર! તને મોહમ્મદો આલે મોહમ્મદ(અ.)નો વાસ્તો અમારા ઇમામ(અ.સ.)ના ઝુહુરમાં જલ્દી કર. અય અલ્લાહ તને શોહદાએ કરબલાના પવિત્ર ખુનનો વાસ્તો અમારી ગણતરી ઇમામે ઝમાના(અ.સ.)ના અન્સાર અને મદદગારમાં કરજે.
આમીન યા રબ્બલ આલમીન.

(અલ મુન્તઝર શાબાના સ્પેશ્યલ અંક હિ.સ. ૧૪૩૨ અગાઉથી શ‚)”હાઝા યવ્મુલ્ જોમોઅતે વ હોવ યવ્મોકલ્ મોતવક્કઓ ફીહે ઝોહુરોક વલ્ ફરજો ફીહે લીલ્ મોઅમેનીન અલા યદેક વ કત્લુલ્ કાફેરીન બે સય્ફેક”આજે જુમ્આનો દિવસ છે અને તે આપ (અ.સ.)નો દિવસ છે, જેમાં આપ(અ.સ.)ના ઝુહુરની ઉમ્મીદ અને અપેક્ષા છે અને આ (દિવસે) મોઅમેનીનને આપના હાથે વિશાળતા અને પ્રશ્નોનો હલ હાસિલ થશે અને અલ્લાહનો ઇન્કાર કરવાવાળાઓ આપની તલવારથી કત્લ કરવામાં આવશેઝિયારતના આ જુમ્લાથી ત્રણ પરિણામો મેળવી શકાય છે.(૧) જુમ્આનો દિવસ એ મુબારક દિવસ છે કે જે દિવસે હઝરતે હુજ્જત અજ્જલલ્લાહો તઆલા ફરજહુના ઝુહુરની અપેક્ષા છે.(૨) ઇમામ(અ.સ.)ના ઝુહુર બાદ મોઅમેનીનને પ્રશ્નોનો હલ નસીબ થશે.(૩) અલ્લાહના દુશ્મનો ઇમામે વક્તની તલવારથી જહન્નમ વાસીલ કરવામાં આવશે.આવો આ વાક્યનું વિશ્ર્લેષણ અને પૃથ્થકરણ કરવાની કોશિશ કરીએ.(અ) ઝુહુરનો સમય નક્કી કરવાની મનાઇ:જેમ કે આ અગાઉ કહેવામાં આવ્યું છે કે ઝુહુરનો સમય નક્કી કરવાની સખ્તાઇ પૂર્વક મનાઇ કરવામાં આવી છે. ફઝીલની રિવાયત છે કે મેં ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)ને પુછ્યું: હલ લે હાઝલ્ અમ્રે વકતુન? કાલ(અ.સ.): કઝેબલ્ વક્કાતુન કઝેબલ્ વક્કાતુન, કઝેબલ્ વક્કાતુનશું આ બાબત (એટલે કે ઇમામ(અ.સ.)નો ઝુહુર)ના માટે કોઇ સમય નક્કી છે? ઇમામ(અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું:”સમય નક્કી કરવાવાળા જુઠ્ઠા છે, સમય નક્કી કરવાવાળા જુઠ્ઠા છે, સમય નક્કી કરવાવાળા જુઠ્ઠા છે(અલ કાફી, ભાગ:૧, પાના: ૩૬૮, બાબો કરાહીયતુત્ તૌકીત, અલ ગયબત, શૈખ તુસી, પાના: ૪૨૫-૪૨૬, હ.નં.૪૧૧, બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના: ૧૦૩, પ્રકરણ: ૨૧, હ.નં.૫)આ પ્રકારની રિવાયતો શાબ્દીક તવાતુર અને અર્થની દ્રષ્ટિએ તવાતુર રાખે છે. એટલે કે પોતાના શબ્દોની દ્રષ્ટિએ પણ મુતવાતિર છે અને પોતાના અર્થની દ્રષ્ટિએ પણ (અગર ઉપરોક્ત સંદર્ભો પર વિચાર કરો તો તમે પામશો કે મોટા ભાગના હદીસ વેત્તાઓએ પોતાની કિતાબોમાં તવકીત (એટલે સમય નક્કી કરવો)ની મનાઇ પર પ્રકરણ લખ્યા છે) કારણ કે તેનું ઇલ્મ ફક્ત અલ્લાહની પાસે છે અને કોઇને એ મૌકો નહી આપવામાં આવે કે તે લોકોની લાગણી સાથે આ સંવેદનશીલ બાબતે રમે.ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:”મન્ વક્કત લે મહદીના વક્તન ફકદ્ શારકલ્લાહ ફી ઇલ્મેહી”જેણે અમારા મહદી(અ.સ.) માટે સમય નક્કી કર્યો, તો યકીનન તેણે પોતાને અલ્લાહના ઇલ્મનો શરીક ગણ્યો છે(અલ હિદાયા, હુસૈન બીન હમદાન, પાના: ૧૭૨)(બ) જ્યારે સમય નક્કી કરવાની મનાઇ છે, તો પછી ઝિયારતો, દુઆઓ અને હદીસોમાં જુમ્આના દિવસને શા માટે એ દિવસ દર્શાવ્યો છે કે જેમાં ઝુહુર થશે?સવાલનો જવાબ આપવા પહેલા એ જણાવવું જ‚રી છે કે માત્ર જુમ્આનો દિવસ જ નહી, પરંતુ રિવાયતોમાં ઝુહુરનો મહીનો અને ઝુહુરનું વર્ષ પણ દર્શાવવામાં આવ્યું છે. જેમ કે મોહમ્મદ બિન મુસ્લીમે રિવાયત કરી છે કે એક શખ્સે ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ને સવાલ કર્યો: આપ(અ.સ.)ના કાએમ (અ.સ.)નો ઝુહુર ક્યારે થશે?આપ(અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું:”ફ ઇન્દ ઝાલેક યોનાદા બીસ્મીલ્કાએમે અલય્હીસ્ સલામ ફી લય્લતીન સલાસીન વ ઇશ્રીન મીન્ શહ્રે રમ્ઝાન વ યકુમો ફી યવ્મે આશુરા….અમુક નિશાનીઓ બયાન કર્યા પછી ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:”પછી તે સમયે કાએમ(અ.સ.)ને તેમના નામથી બોલાવવામાં આવશે, માહે રમઝાનની ૨૩મી રાત હશે અને આશુરાના દિવસે આપ(અ.સ.) કયામ કરશે. એટલે કે આપ(અ.સ.)નો ઝુહુર માહે મુબારકે રમઝાનમાં થશે (૨૩મી શબે કદ્રમાં) અને આપ(અ.સ.) ૧૦મી મોહર્રમે કયામ કરશે(કિફાયતુલ મોહતદી, મીર મોહમ્મદ બીન મોહમ્મદ મીર લુહીલ હુસૈની ઇસ્ફહાની જે અલ્લામા મજલીસીના સમકાલીન હતા. પાના: ૨૧૭, હ.નં.૩૯, અલ અરબઉન, અલ ખાતુન આબાદી, પાના: ૧૬૯-૧૭૦, હ.નં.૩૨, ઇસ્બાતુલ હોદા, શૈખ હુર્રે આમેલી, પાના: ૫૭૦, પ્રકરણ: ૩૨, હ.નં. ૬૮૭)એહલે તસન્નુનની રિવાયતમાં આ પણ મળે છે કે માહે મોહર્રમની ૧૭મી તારીખે ઇમામ(અ.સ.) ‚કન અને મકામે ઇબ્રાહીમ(અ.સ.)ની વચ્ચે કયામ કરશે. એ હાલતમાં કે જીબ્રઇલ(અ.સ.) તેમની જમણી બાજુએ અને મીકાઇલ (અ.સ.) તેમની ડાબી તરફ હશે.(ઇકદુદ દોર, પાના:૬૫, પ્રકરણ:૪, અલ બુરહાન ફી અલામાતે મહદી આખે‚ઝ્ઝમાન, પાના:૧૪૫, હ.નં.૧૪)શૈખ મુફીદ(ર.અ.)એ અલ ઇરશાદમાં અબુ બસીરથી રિવાયત વર્ણવી છે કે ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:”કાએમ(અ.સ.) ઝુહુર નહી ફરમાવશે પરંતુ એકી વરસમાં એટલે કે ૧, ૩, ૫, ૭, ૯(અલ ઇરશાદ, પાના:૩૮૯, કશફુલ ગુમ્માહ, અબુલ ફત્હ અલી ઇબ્ને ઇસા અરબેલી, ભાગ:૨, પાના:૪૬૨)હવે ઉપરોક્ત વર્ણવાયેલા સવાલનો જવાબ એ છે કે લોકોમાંથી કોઇને એ હક નથી કે તે પોતાની તરફથી ઝુહુરનો સમય નક્કી કરે.સમયની વાત કરવાનો હક ફક્ત અલ્લાહ તઆલાને છે અથવા એ લોકો કે જેમને તેણે પોતાના ઇલ્મ માટે ચૂંટી કાઢ્યા છે. ચોક્કસ અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)એ હદીસો બયાન કરી છે કે આ ઝુહુરનો દિવસ, મહીનો અને વરસ હશે પરંતુ તેની સાથો સાથ તે પવિત્ર હસ્તીઓ(અ.મુ.સ.)એ આ પણ ફરમાવ્યું છે કે પોતાના સાહેબ અને ઇમામ(અ.સ.)ના ઝુહુરનો ઇન્તેઝાર દિવસ અને રાત, સવાર અને સાંજ કર્યા કરો. આ જાહેરી વિરોધાભાસને અગર તઆદુલ અને તરાજીહના થકી ઉકેલવા ચાહીએ તો એમ કહી શકીએ છીએ કે જો કે આ પ્રકારની વાતો રિવાયતોમાં મૌજુદ છે પરંતુ લીલ્લાહીલ બદાઓ. અલ્લાહને હક છે કે તેમાં બદા કરે એટલે કે સમયમાં ફેરફાર લાવે. બદાના અકીદા વિશે આપણે ગભરાવવું ન જોઇએ બલ્કે બદાના બારામાં આપણા ઇમામો(અ.મુ.સ.)એ ફરમાવ્યું છે કે અલ્લાહની ઇબાદત કોઇ ચીજથી એટલી નથી થઇ શકતી, જેટલી બદાના અકીદાથી થાય છે. અલ્લાહની મહાનતા જેટલી બદાના અકીદાથી થાય છે, એટલી કોઇ ચીજથી નથી થતી. જેવી રીતે તશ્રીઅમાં નસ્ખ, નાસિખ અને મન્સુખ છે, તેવી જ રીતે તકવીનમાં પણ બદા છે. આશ્ર્ચર્યની વાત છે કે મુસલમાન નસ્ખ (રદબાતલ)ને કબુલ કરવા તય્યાર છે, પરંતુ બદાનો ઇન્કાર કરે છે. વધુ વિગત માટે આ કિતાબનો અભ્યાસ કરવો ઉસુલે કાફી, ભાગ:૧, પાના:૧૪૬, બાબુલ બદાઅ, બેહા‚લ અન્વાર, ભાગ:૪, પાના:૯૨, પ્રકરણ:૩, અલ બદાઅ વન્નસ્ખ(ક) પ્રશ્નોનો હલ ફક્ત અને ફક્ત મહદી(અ.સ.)ના ઝુહુર પછી:એ વાત નક્કી છે કે મોઅમીનને પ્રશ્નોનો ખરો હલ ફક્ત અને ફક્ત હઝરતે હુજ્જત(અ.સ.)ના ઝુહુર બાદ નસીબ થશે. ગૈબતના ઝમાનામાં મોઅમેનીન માટે જ‚રી છે કે અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)ના હુકમો અને કથનોની પૈરવી અને અનુસરણ કરે. દરેક મોઅમીન વ્યક્તિ પર એ જ‚રી છે કે તે કોશિશ કરે કે તે હઝરત(અ.સ.)ની રાઇના દાણા જેટલી પણ મુખાલેફત ન થાય. ન વ્યક્તિગત રીતે અને ન તો સામાજિક રીતે. અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)ની હદીસો અને કથનોને પોતાના ગરજ અને હેતુ પર ફીટ કરવાની કોશિશ ન કરે, બલ્કે તેમના હુકમને પોતાની ઝીંદગીનો હેતુ અને ધરી બનાવી લેવું. ખુદા ન ખાસ્તા એવુ ન થાય કે સ્પષ્ટતાને નાફરમાની માટે ઢાલ બનાવી લે.(ડ) અલ્લાહના દુશ્મનો અને અલ્લાહના દીનના દુશ્મનોની હલાકત અને નાશ ઇમામે ઝમાના(અ.સ.)ના હાથે:હઝરત નૂહ(અ.સ.)ની દૂઆ:”રબ્બે લા તઝર્ અલલ્ અર્ઝે મેનલ્ કાફેરીન દય્યારન”પરવરદિગાર! ઝમીન પર કોઇપણ કાફિરને જીવતો બાકી ન રાખજે(સુરે નૂહ, આયત:૨૬)હઝરત હુજ્જત(અ.સ.)ના ઝુહુર પછી આ દુઆ સંપૂર્ણ રીતે કબુલ થશે. વધુ વિગતવાર માહીતી માટે બેહા‚લ અન્વાર, ભાગ:૮૯, પાના:૩૪૦, પ્રકરણ:૪, આઅમાલે યવ્મુલ જુમ્આ વ આદાબેહી વ વઝાએફેહી)વ અના યા મવ્લાય ફીહે ઝય્ફોક વ જારોક વ અન્ત યા મવ્લાય કરીમુન મીન અવ્લાદીલ્ કેરામે વ મઅ્મુ‚ન બીલ્ ઝેયાફતે વલ્ એજારતે ફ અઝીફ્ની વ અજીર્ની સલવાતુલ્લાહે અલય્ક વ અલા અહલેબય્તેકત્ તાહેરીન”અને હું અય મારા મૌલા! આ દિવસે આપનો મેહમાન અને અને આપનો પડોસી તથા હમસાયા છું અને આપ અય મારા મૌલા માયાળુ અને ઉદાર છો અને માયાળુ તથા ઉદાર બુઝુર્ગોની ઔલાદમાંથી છો અને પનાહ આપવાનું આપને સોંપવામાં આવ્યું છે. તો પછી આપ મારી મહેમાનગતિ કરો અને મને પનાહ આપો. આપના ઉપર અને આપની પાકીઝા અહલેબૈત(અ.મુ.સ.) પર અલ્લાહની રહેમત થાય(અ) શબ્દો:ફીહેમાં અક્ષર ફે હરફે જર છે અને હે ઝમીર છે, તે યવ્મ એટલે કે દિવસ તરફ પલટે છે. ઝય્ફ મહેમાનને કહેવામાં આવે છે અને જાર એટલે પડોસી અને હમસાયા કેરામ એ કરીમનું બહુવચન છે. મઅ્મુર અમરનુ ઇસ્મે મફઉલ છે એટલે જેને હુકમ દેવામાં આવે. ફ અઝીફ્ની ૩ શબ્દોનુ સંયોજન છે. ફ જેનો અર્થ છે પછી. અઝીફ ફેઅલે અમ્ર મુખાતીબ છે. બાબે ઇફઆલના કારણે યે ડ્રોપ કરવામાં આવેલ છે. નૂન ને નૂને વકાયા કહે છે અને યે ઝમીરે મુત્તસીલ મુતકલ્લીમ છે. આથી ફ અઝીફ્નીનો અર્થ થાય છે પછી મારી મહેમાનગતિ ફરમાવો. આ જ રીત અજીર્ની પણ છે.(બ) આ વાક્ય આ ઝિયારતનુ આખરી વાક્ય છે અને ખુબ જ અદ્ભુત અને આશ્ર્ચર્યજનક વાક્ય છે. જુમ્આનો દિવસ ઇમામે ઝમાના(અ.સ.)નો દિવસ છે અને આપ(અ.સ.)થી સંબંધિત છે. જ્યારે આપણે એ દિવસની શ‚આત કરીએ તો એ વાતનો ખ્યાલ રાખીએ કે જે આ દિવસનો માલિક છે, આપણે તેમના મહેમાન છીએ. વિનયી અને શિસ્તવાળો મહેમાન એ છે જે કોઇ એવું કાર્ય ન કરે જે મેઝબાનને નાપસંદ હોય. આથી જુમ્આના દિવસે આપણે ખાસ કરીને એ વાતનો ખ્યાલ રાખવો જોઇએ કે આપણા આકાની મરજીની વિ‚ધ્ધ કોઇ બાબત ન થાય. અગર આપણે સારા મહેમાન હશુ તો યાદ રાખવું જોઇએ કે ઇમામ(અ.સ.)થી ઉત્તમ દુનિયા અને આખેરતમાં કોઇ મેઝબાન (મહેમાનગતિ કરનાર) નહી હોય. આવો આપણે સૌ મળીને દુઆ કરીએ મૌલા અમે ગુનેહગાર છીએ, નાફરમાન છીએ પરંતુ આપ(અ.સ.)થી મોહબ્બત કરીએ છીએ. મૌલા અમે જાણીએ છીએ કે અમે મોહબ્બતનો હક અદા નથી કર્યો પરંતુ આપ તો ઉદાર છો, આપ અમારી ઉપર દયા ભરી નજર કરો અને અમારા ગુનાહોની બક્ષીશ અલ્લાહ તઆલાથી તલબ કરો. દુનિયા અને આખેરતમાં અમારી શફાઅત કરો.પરવરદિગાર! તને મોહમ્મદો આલે મોહમ્મદ(અ.)નો વાસ્તો અમારા ઇમામ(અ.સ.)ના ઝુહુરમાં જલ્દી કર. અય અલ્લાહ તને શોહદાએ કરબલાના પવિત્ર ખુનનો વાસ્તો અમારી ગણતરી ઇમામે ઝમાના(અ.સ.)ના અન્સાર અને મદદગારમાં કરજે.આમીન યા રબ્બલ આલમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *