અદ્લની વ્યવસ્થા અને હઝરત વલીએ અસ્ર (અ.સ.)નો ઝુહૂર

Print Friendly, PDF & Email
ફિતરી રીતે ઇન્સાન અદ્લો ઇન્સાફને દિલથી ચાહે છે અને ઝુલ્મ તેમજ અન્યાયથી નફરત કરે છે. સંપૂર્ણ અદ્લના ઇન્તેઝારમાં સદીઓ પસાર થઇ ગઇ. લાખો લોકો અદ્લની કુરબાનગાહ પર ભેટ ચઢાવી દેવાયા છે, પરંતુ દુનિયાને સંપૂર્ણ અને ઝીંદગીના દરેક તબક્કાઓમાં અદ્લ નસીબ નથી થયો. આજે પણ દુનિયામાં આતંકવાદને મિટાવવા માટે જે કાર્યો થઇ રહ્યા છે. તે પણ એક આતંકવાદથી ઓછા નથી. તફાવત માત્ર એટલો છે કે એક આતંકવાદ કહેવામાં આવતા આતંકવાદી આગેવાનોની છત્રછાંયામાં કામ કરી રહ્યા છે, અને બીજો આતંકવાદ હુકૂમત અને તે પણ મહાસત્તાઓની હેઠળ કામ કરી રહ્યો છે. હુકૂમતની સરપરસ્તીથી વંચિત આતંકવાદ નાજાએઝ છે અને હુકૂમતની સરપરસ્તી હેઠળ આતંકવાદ જાએઝ છે!! અગર સામાન્ય આતંકવાદી કોઇપણ શખ્સને વગર વાંકે અને બેગુનાહ કત્લ કરે અથવા કૈદ (અપહરણ) કરી લેય તો આ ટેરેરીઝમ છે, આતંકવાદ છે અને અગર હુકૂમત હજારો નિર્દોષ અને બેગુનાહ લોકોને કત્લ કરે તો શાંતિ સ્થાપવા માટેની કોશીશ છે! આ પ્રકારના બેવડા ધોરણે ઝુલ્મ અને અન્યાયમાં વધારો કર્યો છે.
અહીં એક બહુજ મોટુ પ્રશ્ર્નાર્થ ચિન્હ દરેકના દિમાગમાં ઉઠે છે કે શું અદ્લ અને ઇન્સાફની વાત હેતુ વગરની છે? વ્યર્થ છે? અથવા તેના મૂળે મજબુતાઇથી જમીનને પકડેલી હોય છે. નિર્બળ અને કમજોર અગર નિરાશાનો શિકાર છે, તો આ અદ્લનો સવાલ હેતુ વિનાનો છે અને અગર આશાનો ચિરાગ આ ઝડપી અને તેજ સખત આંધીઓમાં પણ મજબુતાઇપૂર્વક મુકાબલો કરી રહ્યો છે, તો અદ્લ અને ઇન્સાફની અવાજ દરેક ઝમાનામાં ઉંચા અવાજે થતી રહેશે. દરેક ઝમાનામાં ઇલાહી સંદેશાઓની પરવા ન કરવાની નાકામયાબ કાશિશ કરવામાં આવી રહી છે. પરંતુ અવિનાશી તાકતોની સામે ઇન્સાનોની છળકપટો ક્યાંથી કામ લાગશે? એટલાજ માટે કુર્આને દિલોમાં જે અદાલતની ચિનગારી રાખી છે તે ક્યારેય બુજાશે નહી.
“અલ્લાહે મોમીનો અને નેક કામ કરનારાઓથી વાયદો કર્યો છે.
૧. તેમને ચોક્કસ અને ચોક્કસ ઝમીન પર પોતાના જાનશીન અને ખલીફા બનાવશે, જેવી રીતે તેમની પહેલાના લોકોને જાનશીન બનાવ્યા હતા.
૨. અને તે દીનને હુકૂમત અને કુદરત અતા કરશે જેનાથી તે રાજી અને ખુશનુદ થશે.
૩. અને તેમના ખૌફને શાંતિ અને સુરક્ષામાં બદલી દેશે.
૪. મારી ઇબાદત કરશે અને કોઇને મારો શરીક નહી બનાવે.
૫. અને જે તેનો ઇન્કાર કરે તે ફાસિક છે.
(સુરે નૂર, આયત: ૫૫)
અને ખુદાએ આ પણ વાયદો કર્યો છે કે….
“યકીનન જમીનના વારિસ મારા નેક બંદાઓ થશે.
(સુરે અંબીયા, આયત: ૧૦૫)
આ પ્રકારના અન્ય વાયદાઓ અલ્લાહે કર્યા છે. અલ્લાહના તમામ વાયદા હઝરત વલીએ અસ્ર(અ.ત.ફ.શ.) ના ઝુહૂર થકી પૂરા થશે. હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહૂરની સાથે જે બાબત તરત જ દિમાગમાં આવે છે, તે છે ‘અદ્લો ઇન્સાફની સ્થાપના’
અદ્લો ઇન્સાફની સ્થાપના અને હઝરત ઇમામ મહદી(અ.સ.)નો ઝુહૂર એક બીજાના માટે જ‚રી અને લાઝિમ છે. ચર્ચાને આગળ વધારતા પહેલા એ જોઇએ કે ઇસ્લામમાં અદ્લનું કેટલુ મહત્વ છે?
હઝરત અલી(અ.સ.) ફરમાવે છે કે….
“અલ અદ્લો અસાસુન બેહી કેવામુલ આલમે
“અદ્લ એ પાયો છે જેના પર દુનિયા કાયમ છે.
“અલ અદ્લો કવામુર્રઇય્યતે વ જમાલુલ વોલાતે
“અદ્લના આધારે લોકોનું તૈયાર થવું છે અને અદ્લ વલીઓની ઝીનત છે.
“અલ અદ્લો જુન્નતુદ્દુલે
“અદ્લ હુકૂમતોની ઢાલ છે.
“અલ અદ્લો યુસ્લેહુલ બરીય્યતે-સલાહુર રઈય્યતિલ્ અદ્લો
“અદ્લથી લોકોની સુધારણા થાય છે, અને અદ્લમાં લોકોની બેહતરી છે.
“બિલ અદ્લે તતઝાઅફુલ બરકાતો
“અદ્લ થકી બરકતોમાં વધારો થાય છે.
હઝરત રસુલે ખુદા(સ.અ.વ.વ.)એ ફરમાવ્યુ:
“અદ્લો સાઅતીન ખય‚મ મિન એબાદતે સબ્ઇન સનતન-કેયામુન લય્લોહા વ સેયામુન નહારોહા વ જવ્રો સાઅતીન ફી હુકમિન અશદ્દો વ અઅ્ઝમો ઈન્દલ્લાહે મિન મઆસી સિત્તીન સનતન
(મીઝાનુલ હિકમહ, બાબો અદ્લ)
“એક કલાક અદ્લ અને ઇન્સાફથી વર્તવુ, તે ૭૦ વર્ષની ઇબાદતથી અફઝલ છે, જેમાં રાત્રિઓ ઇબાદતમાં ગુજરી હોય અને દિવસ રોઝામાં. તેમજ એક કલાક ઝુલ્મ અને જોરથી ફેંસલો કરવો, અલ્લાહની નજદીક ૬૦ વર્ષના ગુનાહોથી વધારે અઝીમ અને સખ્ત છે.
“વ બિલ અદ્લે કામતિસ્સમાવાતો વલ અર્ઝો
“અદ્લની બુનિયાદ ઉપર આસ્માન અને ઝમીન સ્થાપિત છે.
હઝરત ઇમામ મુસા કાઝિમ(અ.સ.)એ આ આયત ‘યુહ્યિલ અર્ઝ બઅ્દ મવ્તેહા’ ‘ખુદા ઝમીનને તેના મૃત્યુ બાદ જીવંત કરશે’ની તફસીરમાં ફરમાવ્યુ:
અહીં જીવંત કરવાથી મુરાદ વરસાદથી જીવંત કરવુ નથી પરંતુ અલ્લાહ તઆલા એવા લોકોને મોકલશે જે જમીનને અદ્લના થકી જીવંત કરશે. અદ્લના જીવંત થવાથી જમીન જીવંત થશે. ઝમીન પર ઇલાહી હદોની સ્થાપના થવી એ ઝમીનના માટે વરસાદના ટીપાઓથી વધારે ફાયદાકારક છે.
(કાફી, ભાગ:૭, પાના:૧૭૪)
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ આ આયત.. ‘એઅલમૂ અન્નલ્લાહ યુહ્યિલ અર્ઝ બઅ્દ મવ્તેહા’ ના વિશે ફરમાવ્યુ:
“ખુદાવંદે આલમ ઝમીનને કાએમ(અ.સ.) થકી જીવંત કરશે, જ્યારે કે તે ઝમીનવાળાઓના કુફ્રના કારણે મુર્દા થઇ ચુકી હશે, અને કાફિર મુર્દા છે.
(નુ‚સ્સકલૈન, ભાગ: ૪, પાના:૧૭૩)
આ બાબતોથી અંદાજો થાય છે કે દીને મુકદ્દસે ઇસ્લામમાં અદ્લો ઇન્સાફની કેટલી અહમીય્યત છે? દરેક જગ્યાએ અદ્લની વાત છે.
અંબીયાની નિમણુંક કરવાનો બુનીયાદી હેતુ અદ્લની સ્થાપના છે.
લકદ અરસલ્ના રોસોલના બિલ બય્યેનાતે વ અન્ઝલ્ના મઅહોમુલ કિતાબ વલ મીઝાન લે યકુમન્નાસ બિલ કિસ્તે
(સુ હદીદ, આયત:૨૫)
“ચોક્કસ અમે અમારા રસુલોને સ્પષ્ટ દલીલોની સાથે મોકલ્યા અને તેઓની સાથે કિતાબ અને મીઝાન નાઝિલ કર્યુ. જેથી લોકોમાં અદ્લ અને ઇન્સાફ કાયમ થાય
અલ્લાહે પોતાના પયગમ્બર(સ.અ.વ.વ.)ને ફરમાવ્યુ:
વ ઓમિરતો લે અઅ્દેલ બય્નકુમ
(સુ શુરા, આયત:૧૫)
“મને હુક્મ આપવામાં આવ્યો છે કે તમારી વચ્ચે અદ્લથી વર્તણુંક ક‚
સામાજિક જીવનમાં એક બીજાને અદ્લ અને એહસાનથી વર્તન કરવાનો હુક્મ આપવામાં આવ્યો છે.
ઇન્નલ્લાહ યઅ્મોરો બિલ અદ્લે વલ્ એહસાને
(સુ નહ્લ, આયત:૯૦)
“ખુદાવંદે આલમ હુક્મ આપે છે કે એક બીજા સાથે અદ્લ અને એહસાન પુર્વક વર્તણુંક કરે
જ્યારે વાત કરો ત્યારે પણ અદ્લ ઇન્સાફની બુનિયાદ પર વાત કરો:
વ એઝા ફઅલ્તુમ ફઅ્ોેલુ વ લવ્ કાન ઝા કુર્બા
(સુ અહ્ઝાબ, આયત:૧૫૨)
જ્યારે વાતચીત કરો તો અદ્લની બુનિયાદ પર વાત કરો, ભલે પછી તે તમારા રિશ્તેદાર કેમ ન હોય
ત્યાં સુધી કે અગર કોઇનાથી દુશ્મની કરવાની સ્થિતિ આવે તો દુશ્મનીમાં પણ અદ્લો ઇન્સાફની હદોને ઓળંગી ન જાવ
દુશ્મનીમાં પણ લાગણીઓને બેકાબુ ન થવા દો, જોશમાં હોશ ગુમાવી ન દો.
વલા યજરેમન્નકુમ શન્આનો કવ્મીન અલા અલ્લા તઅ્દેલુ એઅદેલુ હોવ અક્રબો લિત્તકવા
(સુરએ માએદાહ, આયત:૮)
“કોઇ કોમની અદાવત અને દુશ્મની એ વાત પર ઉશ્કેરે નહીં કે તમે અદ્લો ઇન્સાફથી કામ ન લ્યો. તે સમયે પણ અદ્લો ઇન્સાફથી કામ લો. આ તકવાથી ઘણું નઝદિક છે.
એહલેબૈત(અ.મુ.સ.)ની તઅલીમાતની રોશનીમાં શીઆએ દરેકપગલે અદ્લને શર્ત ગણી છે. મુકદ્દમામાં, ચાંદની સાબિતી માટે, તલાક માટે, વ્યવ્હારમાં,,, દરેક જગ્યાએ ગવાહો તેમજ સાક્ષીઓનું આદિલ હોવુ જ‚રી છે.
રિવાયતના સહીહ હોવામાં રાવી અને નમાઝે જમાઅતના સહીહ હોવા માટે ઇમામે જમાઅતનું, ફેંસલો સહીહ હોવા માટે કાઝીનું,,,,આદિલ હોવુ જ‚રી અને લાઝમી છે.
-જ્યારે શરીરમાં અદ્લ અને સમતુલન સ્થાપિત રહે છે તો શરીર તંદુરસ્ત રહે છે.
-જ્યારે સમાજમાં અદ્લો ઇન્સાફ જળવાય રહે છે તો ઝુલ્મો ખત્મ થઇ જાય છે અને ન્યાયી વ્યવસ્થા જળવાય છે.
-જ્યારે  જમીન ઝુલ્મથી પાક હોય છે ત્યારે આસ્માન અને ઝમીનની બરકતો જાહેર થાય છે.
-જ્યારે અમલમાં અદ્લો ઇન્સાફ હોય છે તો કૌમનો દરેક શખ્સ આદિલ હોય છે.
આ તઅલીમાતની રોશનીમાં આપણે બધા એવા ઇમામનો ઇન્તેઝાર કરી રહ્યા છીએ કે જેમનો ઝુહૂર દુનિયામાં દરેક પ્રકારના ઝુલ્મો સિતમ ખત્મ કરી દેશે અને દરેક જગ્યાએ અદ્લો ઇન્સાફનો દિદાર હશે.
એ વાત દિમાગમાં રહેવી જોઇએ કે જે લોકો દિવસ રાત આદિલ ઇમામના આવવાનો ઇન્તેઝાર કરી રહ્યા છે. તેમના પોતાના વ્યક્તિગત જીવનમાં પણ અદ્લો ઇન્સાફ હોવો જોઇએ. ક્યાંક એવુ ન થાય કે આપણને જ ઝુલ્મ ભર્યુ જીવન જીવવાની એવી આદત પડી જાય કે ઇમામ(અ.સ.)ની આદિલ હુકૂમતને સહન ન કરી શકીએ. ખુદા ન ચાહે કે એમના વિરોધી થઇ જઇએ.
જેવી રીતે હઝરત અલી(અ.સ.)ની મુખાલેફતમાં એ લોકો આગળ આગળ હતા, જે કાલે એમની બયઅત કરવામાં આગળ આગળ હતા. આ વિરોધનું કારણ એ હતુ કે આ લોકો પોતાની ગૈર ઇન્સાફીક જીવન જીવવાની રીત અને ખોટી અપેક્ષાઓના લીધે હઝરત અલી(અ.સ.)ની આદિલ હુકૂમતને સહન ન કરી શક્યા.
હઝરત મહદી(અ.સ.) ઇન્સાફપૂર્વકની હુકૂમતની સ્પષ્ટ અને સંપૂર્ણ તસ્વીરો હઝરતના ઝુહૂર અને તેમની હુકૂમતના સ્થાપિત થવા બાદ જ જાહેર થશે, પરંતુ રિવાયતોમાં જે બાબતો રજૂ કરવામાં આવી છે, તેનાથી અંદાજો આવે છે કે અદાલતનું દ્રષ્ય કેવુ હશે?
રાજકર્તા અને અન્સારો:
આ હુકૂમતની આગેવાની હઝરત વલીએ અસ્ર(અ.સ.) કરશે, જે મઅસૂમ છે અને તમામ અંબીયા તેમજ અઇમ્મા (અ.મુ.સ.)ની ખાસિયતોનો મજમૂઓ છે.
(સોલાલતુન નબુવ્વત)
આ ઝમાનામાં જ્યારે દરેક જગ્યાએ ગરબડ અને ગોટાળો, લુંટમાર અને બે ઇમાનીનો સમય છે, હઝરતના મદદગાર અને અન્સારોની ખાસિયતો આવી રીતે બયાન કરવામં આવી છે….
આ લોકો સાથે ઇમામ(અ.સ.) નીચેની શર્તો સાથે બયઅત કરશે.
-હરગીઝ ચોરી નહીં કરશે.
-કોઇ મુસલમાનને ગાળ નહી આપશે.
-કોઇનું નાહક ખુન નહી વહાવશે.
-કોઇની આબ‚ નહીં લુંટશે.
-કોઇના ઘર પર હુમલો નહી કરશે.
-જવ અને ઘઉંનો સંગ્રહ નહી કરશે.
-ઓછા પર સંતોષ માનશે.
-નેકી અને પાકીઝગીની તરફદારી કરશે.
-બુરાઇઓ અને ગંદકીથી દૂર રહેશે.
-નેકીઓનો હુક્મ દેશે.
-બુરાઇઓથી દૂર રહેશે.
-જમીન અને માટીને તકીયો બનાવશે.
-ખુદાની રાહમાં જેહાદ કરશે……અને હઝરત (અ.સ.) તેમની સાથે આ કરાર કરશે.
તેમની સાથે રહેશે, તેમના રસ્તાઓ પર ચાલશે, તેમની જેવો લિબાસ પહેરશે., તેમની જેવી સવારી પર સવાર થશે, ઓછા પર રાજી અને સંતુષ્ટ રહેશે, જમીનને અદ્લો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે ઝુલ્મો જોરથી ભરેલી હશે, ખુદાના માર્ગમાં એવી રીતે જેહાદ કરીશુ જેવી રીતે જેહાદ કરવાનો હક છે, પોતાના માટે કોઇ ચોકીદાર કે પહેરેદાર નિમશે નહીં.
(મલાહમ વલ ફેતન, લે. સય્યદ ઇબ્ને તાઉસ, પાના નં: ૪૯)
આ શર્તો પરથી એ જાહેર થાય છે કે હઝરતના મદદગારો અને અન્સારો કેટલા અદ્લો ઇન્સાફની નજદીક હશે અને ઝુલ્મો સિતમથી દૂર હશે. આ મદદગારો આપણામાંથી હશે, આથી આપણે એમના મદદગારોમાં શામિલ થવા માટે આ સિફતો આપણામાં પૈદા કરવી જોઇએ.
હઝરતના ઝુહૂર પછી સામાજીક અદ્લો ઇન્સાફ ઉપરાંત માણસની વિચારધારામાં પણ અદ્લો ઇન્સાફ સ્થાપિત થશે.
પ્રથમ તકરીર:
ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) ફરમાવે છે:
“હઝરત ઇમામ મહદી(અ.સ.) ઇશાના સમયે મક્કામાં ઝુહૂર ફરમાવશે, રસૂલે ખુદા(સ.અ.વ.)નો પરચમ તેમના મુબારક હાથમાં હશે. રસૂલે ખુદા(સ.અ.વ.)નું પહેરણ તેમના શરીર પર હશે. હાથોમાં આં હઝરત(સ.અ.વ.)ની તલવાર હશે. નૂરની નિશાનીઓ સાથે હશે. નમાઝે ઇશા અદા કર્યા પછી આ રીતે તકરીર ફરમાવશે….
‘અય લોકો! ખુદા અને કયામત ઉપર યકીન રાખવાવાળાઓ! ઉભા થઇ જાવ. હું તમને યાદ દેવડાવવા ચાહું છું કે, તેણે પોતાની હુજ્જતને ચુંટી કાઢ્યા છે, હું તમને ખુદા રસૂલ, અલ્લાહની કિતાબ ઉપર અમલ, બાતિલથી દૂરી અને સુન્નતને જીવંત કરવા તરફ દાવત આપુ છું.
(મોઅજમે અહાદીસુલ મહદી(અ.સ.), ભાગ:૩, પાના:૨૯૫)
ઘરે ઘરે અદ્લ:
હઝરતના ઝમાનામાં દરેક જગ્યાએ અદ્લો ઇન્સાફ હશે, કોઇ ઘર એવું નહી હોય જ્યાં અદ્લો ઇન્સાફ નહી હોય.
હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.) ફરમાવે છે:
“અમા વલ્લાહે લ યદ્ખોલૂન્ન (અલ કાએમો) અલયહિમ અદ્લહૂ જવ્ફ બોયૂતેહીમ કમા યદખોલોલ્હુર્રો વલ્ કર્રો
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૪૪૬૨)
હઝરત ઇમામ મહદી(અ.સ.) એવી રીતે ઘરે ઘરમાં અદ્લો ઇન્સાફ સામાન્ય કરી દેશે જેવી રીતે ગરમી અને ઠંડી.
જ્યારે ગરમી અથવા ઠંડીની સીઝન આવે છે તો આ સીઝન કોઇ ખાસ ઘરથી મખ્સૂસ નથી હોતી, પરંતુ તમામ વાતાવરણ તેનાથી અસરગ્રસ્ત થાય છે. ઘરે ઘરમાં આ ઋતુ હોય છે, બસ આ જ રીતે હઝરતના ઝુહૂર બાદ પૂરી દુનિયામાં અદ્લો ઇન્સાફ હશે, કોઇ ઘર એવુ નહી હોય જ્યાં અદ્લો ઇન્સાફનો દીદાર ન હોય.
નમાઝ અને બહાદુર:
હઝરત ઇમામ મહદી(અ.સ.)ના મદદગારો અને અન્સારો ઇસ્લામી તઅલીમાતના જીવતા જાગતા નમૂના હશે.
તેમની પેશાની પર સજદાના નિશાન હશે, દિવસે શુજાઅ અને બહાદુર તેમજ રાત્રીના ઇબાદત ગુઝાર, તેમના દિલ લોખંડની માફક મજબૂત હશે, તે દરેકની તાકત ૪૦ મર્દો જેટલી હશે.
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૮૬)
એક અન્ય રિવાયતમાં છે કે…
હઝરત ઇમામ મહદી(અ.સ.)ના મદદગાર અને અન્સાર દરેક શહેરમાં ફેલાઇ જશે. તે તેમને હુક્મ આપશે કે દરેક જગ્યાએ અદ્લ અને એહસાનથી વર્તન કરવામાં આવે, તેમને રાજ્યના હાકિમ બનાવશે અને શહેરોને આબાદ કરવાનો હુક્મ દેશે.
(અલ ઇમામ મહદી, લે. દોખૈલ, પાના:૨૭૧)
આર્થિક અદ્લ:
દુનિયામાં ઝુલ્મ અને સિતમ અને ફિત્ના તેમજ ફસાદનું એક મહત્વનું કારણ આર્થિક અસંતુલન છે. એક બાજૂ દૌલતની એટલી બધી પુષ્કળતા છે કે જેની હદ કે ગણતરી નથી થઇ શકતી, જ્યારે કે બીજી બાજુ એટલી બધી ગરીબાઇ છે કે કેટલાય ટંકો સુધી ફાકાઓમાં જીવવું પડે છે.
એક તરફ માથાની ઉપર મહેલ છે, તો બીજી તરફ માથુ ઢાંકવા માટે એક ટુકડો ચાદર પણ નથી. ગરીબીએ ન જાણે કેટલાયે ગુનાહો અને બુરાઇઓને જન્મ દીધો છે. કેટલાયે લોકો એવા છે કે જે વધારે પડતુ ખાવાને લીધે જુદી જુદી બિમારીઓનો શિકાર બન્યા છે, તો કેટલાયે લોકો એવા પણ છે કે જેઓ ભૂખના લીધે મૃત્યુ પામે છે. આજની હુકૂમતોમાં જે આર્થિક પોલીસીઓ, નીતી-નિયમો બની રહ્યા છે, તેના લીધે પૈસાદાર વધારે પૈસાદાર અને ગરીબ વધારે ગરીબ થઇ રહ્યો છે. આવા માહોલમાં અદ્લની કલ્પના પણ કેવી રીતે શક્ય છે? જે હુકૂમતો પૈસાદાર લોકોની મદદથી અસ્તિત્વમાં આવે તેમનાથી એ અપેક્ષા પણ કેવી રીતે રાખી શકાય કે તે નાજાએઝ અને સંગ્રહાખોરીથી મેળવેલ દોલતને ગરીબો અને હક્કદારોમાં વહેંચી દેશે.
દૌલતની ગૈર-ઇન્સાફીક વહેંચણી ઝુલ્મ અને સિતમ તથા ફિત્ના અને ફસાદનું કારણ બન્યુ છે.
હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.) હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહૂરના સમયને આવી રીતે યાદ કરે છે….
“ઝમીનમાં અદ્લો ઇન્સાફ સામાન્ય થઇ જશે, આસમાનમાંથી વરસાદ થશે, ઝમીન પોતાની ખેતીને જાહેર કરી દેશે, તેમના ઝમાનામાં મારી ઉમ્મતને એ નેઅમતો નસીબ થશે જે આના પહેલા તેઓએ જોઇ નહીં હોય.
(ઇસ્બાતુલ હોદાત, ભાગ:૩, પાના:૫૨૫)
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) ફરમાવે છે કે…
“…..જે સમયે અમારા કાએમ(અ.સ.)નો ઝુહૂર થશે, તેઓ લોકોમાં સમાનતાપૂર્વક માલની વહેંચણી કરશે. તમામ મખ્લૂકાત સાથે અદ્લપૂર્વક માલની વહેંચણી કરશે. તમામ મખ્લૂકાત સાથે અદ્લપૂર્વક વર્તણુંક કરશે. નેકૂકાર અને ગુનેહગારથી ન્યાયપૂર્ણ વર્તન કરશે. જેણે તેમની ઇતાઅત કરી તેણે ખુદાની ઇતાઅત કરી અને જેણે તેમની નાફરમાની કરી તેણે ખુદાની નાફરમાની કરી. દુનિયામાં તમામ માલો-દૌલત તેમની પાસે જમા થઇ જશે. ઝમીન ઉપરની તેમજ ઝમીનની અંદરની દૌલત તેમની પાસે જમાં થઇ જશે. તેઓ લોકોને કહેશે: આવો, લઇ લો (આ તે માલ છે) જેના માટે તમે સંબંધોને તોડ્યા, ખુન વહાવ્યું, ગુનાહો કર્યા છે. તેઓ એવી રીતે અતા કરશે કે તે પહેલા કોઇએ એવી રીતે આપ્યુ નહી હોય.
(મુન્તખબુલ અસર, પાના:૩૮૩)
અન્ય એક રિવાયતમાં છે કે…
“હઝરત ઇમામ મહદી(અ.સ.) વરસમાં બે વખત અતા કરશે તેમજ મહિનામાં બે વાર પગાર આપશે. લોકોની સાથે એક સમાન વર્તન કરશે. પરિસ્થિતિ એવી હશે કે સમાજમાં ઝકાત માટે કોઇ હકદાર નહી મળે, ઝકાતવાળાઓ ઝકાત લઇને ફકીરોની પાસે જશે……તેઓ તેનાથી ઇન્કાર કરશે.  તેઓ થેલાઓમાં પૈસા ભરીને શીઆ મહોલ્લાઓમાં ફેરવશે. પરંતુ તે લોકો કહેશે કે અમારે તમારા માલની જ‚રત નથી
(ગયબતે નોઅમાની, પાના:૨૩૮)
એક રિવાયત આ મૂજબ છે કે…
“હઝરત ઇમામ મહદી(અ.સ.)ની ખિદમતમાં એક શખ્સ આવશે અને અરજ કરશે ‘અય મહદી(અ.સ.) મને અતા કરો’ તેને કહેવામાં આવશે ‘તેને એક ચાદર આપી દો, તેમાં જેટલુ લઇ જવું હોય એટલું લઇ જાય.
(મુન્તખબુલ અસર, પાના:૩૮૪)
જ્યારે તમામ ચીજોની વિપૂલતા હશે, દરેકની જ‚રત સારી રીતે પૂરી થઇ રહી હશે, કોઇને કોઇની જ‚રત બાકી નહી  રહેશે, દરેક તૃપ્ત અને ખુશહાલ હશે, તે સમયે તે તમામ ઝુલ્મો ખત્મ થઇ જશે કે જે આર્થિક પરિસ્થિતી અને ગરીબાઇના લીધે થાય છે.
અગર આપણે એવી સુકુનથી ભરેલી જીંદગી પસાર કરવા ચાહીએ છીએ અને ગરીબાઇને ખત્મ થતા જોવી છે, તો હઝરત ઇમામ મહદી(અ.સ.)ના જલ્દથી જલ્દ ઝુહૂર અને તેમની હુકૂમતને સ્થાપિત થવા માટે વધારેમાં વધારે દુઆ કરીએ.
ફેંસલામાં અદ્લ:
ઝુલ્મો સિતમનું એક કારણ ખોટા અને અન્યાયી ફેંસલાઓ છે. આજે દરેક બાજૂ ‚શ્વતની બજાર ગરમ છે. અને અદાલતના વિશે આ વાત મશ્હૂર છે કે અદાલતમાં ફેંસલાઓ બંને સમૂહની દલીલોની બુનિયાદ પર નથી હોતા પરંતુ ન્યાયાધિશો-જજની સાથે સેટીંગ (લેવડ-દેવડ)ની બુનિયાદ પર થાય છે. એ વાત તો એટલી બધી સ્પષ્ટ છે કે સુપ્રિમ કોર્ટે પણ અદાલતોમાં ગેર-ઇન્સાફની વાતને સ્વીકારી રહી છે.
હઝરત ઇમામ મહદી(અ.સ.)ની હુકૂમતની એક ખાસિયત એ હશે કે, આ બારામાં આપણા પહેલા ઇમામ હઝરત અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.) ફરમાવે છે કે….
“…..તે તમામ બૂરા ન્યાયાધિશોને કાઢી મુકશે, નબળો અભિપ્રાય રાખવાવાળા (હક્કની બુનિયાદ પર ફેંસલો કરવાની તાકત ન રાખવાવાળા)ને એક બાજુ રાખી દેશે. ઝાલિમો જાબિર હાકિમોને હટાવી દેશે. ઝમીનને દરેક ધોખાબાઝોથી પાક કરી દેશે. અદ્લથી કામ લેશે અને તમો લોકોની વચ્ચે ચોક્કસ અદ્લ કાયમ કરશે.
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૧, પાના:૧૨૦)
હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.) ઇરશાદ ફરમાવે છે કે…
“જ્યારે કાએમે આલે મોહમ્મદ(અ.સ.)નો ઝુહૂર થશે તે ખાનએ કાબાની પાછળથી ૧૭ શખ્સોને બહાર લાવશે, પાંચ જનાબે મૂસા(અ.સ.)ની કૌમમાંથી હશે, આ લોકો હક્કની બુનિયાદ પર ફેંસલા કરશે.
(ઇસ્બાતુલ હોદાત, ભાગ:૩, પાના:૫૫૦)
અબૂ બસીરે પુછ્યું: શું તેમના સિવાય બીજા કોઇ લોકો ખાનએ કાબાની પુશ્ત પર નહી હોય?
ફરમાવ્યું: હાં! અન્ય મોઅમીનો પણ છે, પરંતુ એ ફકીહોનો સમૂહ છે. આ ચૂંટાએલી વ્યક્તિઓ હાકીમો હશે. હઝરત તેમના ચહેરા પર, તેમની પીઠ પર અને તેમના માથાઓ પર હાથ ફેરવશે. ત્યાર પછી તેમના માટે કોઇ પણ ફેંસલો મુશ્કેલ નહી હોય.
(અલ મલાહમ વલ ફેતન, પાના:૨૦૨)
એક ઉદાહરણ‚પ ફેંસલો:
હઝરત ઇમામ મહદી(અ.સ.)ની હુકૂમતના ન્યાયપૂર્વકના ફેંસલાઓ તો તેમની હુકૂમતમાં જાહેર થશે, પરંતુ અહીં તેમના બુઝુર્ગ અને મહાન જદ્દ અમી‚લ મોઅમેનીન હઝરત અલી(અ.સ.)ની ન્યાયીક હુકૂમતનો એક ફેંસલો વર્ણવીએ છીએ.
એક દીવસ અમી‚લ મોઅમેનીન હઝરત અલી (અ.સ.)એ પોતાના લશ્કરના એક સિપાહી નજ્જાશી યમની ઉપર હદ જારી કરી. યમની લોકો આ ફેંસલાથી ખૂબજ નારાઝ થયા. તેઓએ તારીક બિન અબ્દુલ્લાહને હઝરત અલી(અ.સ.)ની ખિદમતમાં મોકલ્યો. તારીકે કહ્યુ: અય અમી‚લ મોઅમેનીન (અ.સ.)! અમને એ વાતની અપેક્ષા ન હતી કે તમે ફરમાંબરદાર અને નાફરમાનને, એક અને જુદા જુદા, છુટા-છવાયા, વિખરાએલા લોકોને ફેંસલામાં એક જેવા ગણશો.
આપે નજ્જાશી સાથે જે કર્યુ છે, તેનાથી અમારા દિલોમાં નફરત અને દુશ્મનીની આગ ભડકી ઉઠી છે. આપે અમારા કાર્યોને વેર-વિખેર કરી દીધા અને એ રસ્તા ઉપર ઉભા કરી દીધા છે કે જેના વિશે તસવ્વુર એ છે કે અગર અમે એ રસ્તા પર ચાલીએ તો તેનું પરિણામ જહન્નમ છે.
હઝરત અલી(અ.સ.)એ કુર્આને મજીદની આ આયત પઢી:
“વ ઇન્નહા લ કબીરતુન ઇલ્લા અલલ્ ખાશેઇન્
“આ કામ બહુજ ભારે છે  પરંતુ ખુદાની રાહમાં ખુઝૂઅ અને ખુશૂઅ કરવાવાળાઓ માટે આસાન છે.
અય તારિક! શું તે એક મુસલમાન નથી? તેણે ખુદાની હુરમતને પામાલ કરી છે અને તેનો જે કફ્ફારો હતો, તે હદ જારી કરી છે.
ખુદાવંદે આલમ ફરમાવે છે:
“વલા યજ્રેમન્નકુમ શન્આનો કવ્મિન અન્ લા તઅ્દેલૂ એઅ્દેલૂ હોવ અક્રબો લિત્તકવા
“જૂઓ કોઇ કૌમની દુશ્મની તમને એ વાત પર તૈયાર ન કરે કે તમે અદ્લથી કામ ન લ્યો. અદ્લથી કામ લ્યો, કેમકે તે તકવાથી વધારે નઝદિક છે.
(સુરએ માએદહ, આયત:૮)
જ્યારે રાત પડી તો તારિક અને નજ્જાશી મોઆવીયાની તરફ ચાલ્યા ગયા, જેથી હઝરત અલી(અ.સ.)ના અદ્લ અને ઇન્સાફનો સામનો કરવો ન પડે.
(મજલએ ઇન્તેઝાર, ભાગ:૧૪, પાના:૮૨)
પરંતુ શું આ ભાગીજવુ તેમને ખુદાની અદાલતથી સુરક્ષિત રાખી શકાશે? હરગીઝ નહી…
જ્યારે અદાલતની બુનિયાદ પર ફેંસલા થશે અને જરા પણ પક્ષપાત કે તરફદારી થશે નહીં. તો ગુનેહગાર લોકો ખુદ પોતે પોતાને સુધારવાનો રસ્તો બનાવશે. આ રીતે સામાજીક અદાલતના માટે વધારે જમીન તૈયાર થઇ જશે અને અદ્લ તેમજ ઇન્સાફ સામાન્ય થઇ જશે.
ઇલ્મી તરક્કી:
દુનિયામાં જુલ્મો જોરનું એક કારણ જેહાલત છે. ચોક્કસ આજની દુનિયાએ સાયન્સ અને બીજા ક્ષેત્રોમાં ઘણી બધી તરક્કી કરી લીધી છે. ઇલ્મી તરક્કીના આશ્ર્ચર્યજનક પરિણામો સામે આવે છે. પરંતુ ઇન્સાન જેટલો વધારે બહારની દુનિયાથી જાણકાર થતો જાય છે, તેટલોજ પોતાની અંદરની દુનિયાથી અજાણ રહે છે. દુનિયાની ઓળખ તરક્કી પર છે અને પોતાની ઓળખ (ખુદશનાસી) અધોગતિ તરફ છે. આ જ કારણ છે કે સાયન્સની તરક્કી ઇન્સાનને અમ્નો અમાન અને અદ્લો ઇન્સાફ ન દઇ શકી. સાયન્સની તરક્કી જેટલી વધારે થતી જાય છે, તેટલી જ વધારે દુનિયા તબાહીની નજદીક જઇ રહી છે.
હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહૂરના બાદ ઇલ્મની તરક્કી એવા તબક્કે પહોંચેલી હશે, જેની આજે કોઇ કલ્પના પણ નથી કરી શકતા.
હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ફરમાવે છે:
“ઇલ્મના ૨૭ હિસ્સા છે. આજ સુધી ઇન્સાનને ફક્ત ૨ હિસ્સા આપવામાં આવ્યા છે. જે સમયે ઇમામે ઝમાન(અ.સ.)નો ઝુહૂર થશે તો તેમાં ૨૫ હિસ્સાનો વધારો કરી દેવામાં આવશે, અને લોકોમાં ફેલાવી દેવામાં આવશે.
(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૩૬)
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી રિવાયત છે:
“જ્યારે અમારા કાએમ(અ.સ.)નો ઝુહૂર થશે, અલ્લાહ બંદાઓની અક્લો સંપૂર્ણ કરી દેશે અને તેમના અખ્લાક સંપૂર્ણ કરી દેશે.
(મુન્તખબુલ અસર, પાના:૬૦૭)
હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ફરમાવ્યુ:
“જ્યારે અમારા કાએમ (અ.સ.)નો ઝુહૂર થશે ખુદાવંદે આલમ અમારા શિઆઓની સાંભળવાની અને જોવાની શક્તિને એટલી બધી તેજ કરી દેશે કે તેમના અને કાએમ(અ.સ.)ની દરમિયાન કોઇ પૈગામ પહોંચાડવાવાળો નહી હોય. હઝરત પોતાની જગ્યાએ હશે અને બધા તેમને જોશે.
(મુન્તખબુલ અસર, પાના:૬૦૭)
આજની દુનિયા ટેલીવીઝનની મદદથી દુનિયાને જુએ છે. હઝરતના ઝુહૂર બાદ જોવા માટે કોઇ સાધન કે વસીલાની જ‚રત નહી હશે. આંખો અને કાનોમાં એટલી બધી તાકાત હશે કે દુનિયાને દરેક ખુણામાંથી હઝરતના દિદાર કરશે અને તેમની વાતચિત સાંભળશે. આ પ્રકારનો દિદાર ફક્ત હઝરતથી મખ્સૂસ નહી હશે. જેથી આ કહી શકાય કે હઝરતના ચહેરએ અન્વરની ખાસિયત છે. જોવાની શક્તિ અને સાંભળવાની શક્તિની અસર નથી.
હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ફરમાવે છે:
“કાએમ(અ.સ.)ના ઝમાનાની હાલત એ હશે કે પૂર્વમાં રહેવાવાળો પશ્ર્ચિમમાં રહેવાવાળા ભાઇના દીદાર કરશે, એવી રીતે પશ્ર્ચિમમાં રહેવાવાળો ભાઇ પૂર્વમાં રહેવાવાળા ભાઇના દીદાર કરશે.
(મુન્તખબુલ અસર, પાના:૬૦૭)
“જ્યારે કાએમે આલે મોહમ્મદ(અ.સ.)નો ઝુહૂર થશે તો તેઓ દરેક ઇલાકામાં પોતાના પ્રતિનિધિને મોકલશે અને તેમને કહેશે કે તમારા એહકામ હાથમાં છે. જ્યારે કોઇ એવી બાબત સામે આવે જેને તમે ન જાણતા હો તો પોતાની હથેળી પર નજર કરજો, જે દેખાય તેના ઉપર અમલ કરજો.
(ગયબતે નોઅમાની, પાના:૩૧૯)
ઇલ્મ એટલુ બધુ તરક્કી કરી જશે કે પ્રશ્ર્નોનો ઉકેલ હાથની હથેળી પર જાહેર થશે.
હઝરત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)એ ફરમાવ્યુ:
“જ્યારે અમારા કાએમ(અ.સ.)ના ઝુહૂરનો ઝમાનો આવશે ત્યારે લોકોના દિલો કીના (બુગ્ઝ-નફરત)થી પાક થઇ જશે.
(બેહા‚લ અન્વાર, ભાગ:૧૦૪, પાના:૧૦)
જરાક વિચારો તો ખરા કે જ્યારે ફક્ત બે હિસ્સાની તરક્કીની આ હાલત છે કે અક્કલ હૈરાન છે, તો પછી જ્યારે એમા પચ્ચીશ હિસ્સાનો વધારો થઇ જશે તો તે સમયે ઇલ્મી તરક્કીની પરિસ્થિતિ કેવી હશે!!
કારણકે ઇલ્મ દરેક નેકીનું મૂળ છે અને જેહાલત દરેક બૂરાઇની જડ છે. જેટલુ ઇલ્મ વધશે તેટલી જેહાલત ઓછી થશે અને જેટલી બૂરાઇઓ ઓછી થશે તેટલો ઝુલ્મો સિતમ ઓછો થશે અને તેટલો જ અમ્નો અમાનમાં વધારો થશે.
અમ્નો અમાનવાળી દુનિયા:
જ્યારે ઝુલ્મો સિતમના તમામ કારણો ખત્મ થઇ જશે ફિત્ના અને ફસાદના ોતો (ઝરણાઓ) સુકાઇ જશે. કત્લો ગારત અને લુંટમારના મૂળો કપાઇ જશે. તે સમયે દુનિયામાં ચારે તરફ અમ્નો અમાન હશે.
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી રિવાયત છે:
“(તે ઝમાનામાં) એક બુઢી ઔરત પૂર્વથી પશ્ર્ચિમ સુધી સફર કરશે અને તેને કોઇ પરેશાન નહી કરે
(મુન્તખબુલ અસર, પાના:૩૭૯)
હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ:
“કાએમ(અ.સ.)ના ઝમાનામાં નેઅમતો પુષ્કળ હશે વરસાદના લીધે ખેતીઓ લીલીછમ હશે. લોકોના દિલો કીનાઓથી પાક સાફ હશે. જંગલી જાનવરો પાળેલા થઇ જશે. એક ઔરત ઇરાક અને શામની વચ્ચે સફર કરશે, દરેક જગ્યાએ હરીયાળી હશે. તે પોતાને તમામ ઘરેણાંઓથી શણગારેલી હશે, પરંતુ કોઇ પણ તેને તકલીફ નહી પહોંચાડે. કોઇ પણ પ્રકારનો ખૌફ અને બેચૈની નહી હોય.
(મજ્લએ ઇન્તેઝાર, ભાગ: ૧૪, પાના:૨૦૫)
હઝરત અલી(અ.સ.)એ ફરમાવ્યુ:
“મહદી(અ.સ.) પોતાના હાકીમો(ગવર્નરો)ને શહેરોમાં મોકલશે, જેથી લોકોની વચ્ચે અદાલતપૂર્વક ફેંસલો કરે. તે સમયે વ‚ અને બકરી એક સાથે રહેશે. બાળકો વીંછીથી રમશે. બૂરાઇઓ દૂર થઇ જશે. નેકીઓ બાકી રહેશે. ખેતી ખૂબજ વધારે ઉગશે. બદકારી, શરાબ અને વ્યાજનો અંત આવશે. લોકો ઇબાદત, શરીઅતની પાબંદી, દીનદારીની તરફ ફરશે. નમાઝે જમાઅત ભવ્યતાપૂર્વક અદા થશે. આયુષ્ય લાંબા થશે. અમાનત અદા કરવામાં આવશે. વૃક્ષો ફળોથી લદાયેલા હશે. બરકતો પૂષ્કળ હશે. બુરા લોકો નાબૂદ થશે. નેકૂકાર બાકી રહેશે અને એહલેબૈત(અ.મુ.સ.)નો કોઇ પણ દુશ્મન બાકી નહી રહે.
(મજ્લએ ઇન્તેઝાર, ભાગ: ૧૪, પાના:૨૦૫)
આ છે હઝરત ઇમામ મહદી(અ.સ.)ની ન્યાયી હુકૂમતની એક ઝલક….
અગર આપણે આપણી આંખોથી હકીકી હુકૂમતને જોવા ચાહતા હોઇએ તો દુઆ કરીએ અને ચારિત્ર્યની સુધારણા કરીને ઝુહૂર માટે જમીનને તૈયાર કરીએ….

ફિતરી રીતે ઇન્સાન અદ્લો ઇન્સાફને દિલથી ચાહે છે અને ઝુલ્મ તેમજ અન્યાયથી નફરત કરે છે. સંપૂર્ણ અદ્લના ઇન્તેઝારમાં સદીઓ પસાર થઇ ગઇ. લાખો લોકો અદ્લની કુરબાનગાહ પર ભેટ ચઢાવી દેવાયા છે, પરંતુ દુનિયાને સંપૂર્ણ અને ઝીંદગીના દરેક તબક્કાઓમાં અદ્લ નસીબ નથી થયો. આજે પણ દુનિયામાં આતંકવાદને મિટાવવા માટે જે કાર્યો થઇ રહ્યા છે. તે પણ એક આતંકવાદથી ઓછા નથી. તફાવત માત્ર એટલો છે કે એક આતંકવાદ કહેવામાં આવતા આતંકવાદી આગેવાનોની છત્રછાંયામાં કામ કરી રહ્યા છે, અને બીજો આતંકવાદ હુકૂમત અને તે પણ મહાસત્તાઓની હેઠળ કામ કરી રહ્યો છે. હુકૂમતની સરપરસ્તીથી વંચિત આતંકવાદ નાજાએઝ છે અને હુકૂમતની સરપરસ્તી હેઠળ આતંકવાદ જાએઝ છે!! અગર સામાન્ય આતંકવાદી કોઇપણ શખ્સને વગર વાંકે અને બેગુનાહ કત્લ કરે અથવા કૈદ (અપહરણ) કરી લેય તો આ ટેરેરીઝમ છે, આતંકવાદ છે અને અગર હુકૂમત હજારો નિર્દોષ અને બેગુનાહ લોકોને કત્લ કરે તો શાંતિ સ્થાપવા માટેની કોશીશ છે! આ પ્રકારના બેવડા ધોરણે ઝુલ્મ અને અન્યાયમાં વધારો કર્યો છે.અહીં એક બહુજ મોટુ પ્રશ્ર્નાર્થ ચિન્હ દરેકના દિમાગમાં ઉઠે છે કે શું અદ્લ અને ઇન્સાફની વાત હેતુ વગરની છે? વ્યર્થ છે? અથવા તેના મૂળે મજબુતાઇથી જમીનને પકડેલી હોય છે. નિર્બળ અને કમજોર અગર નિરાશાનો શિકાર છે, તો આ અદ્લનો સવાલ હેતુ વિનાનો છે અને અગર આશાનો ચિરાગ આ ઝડપી અને તેજ સખત આંધીઓમાં પણ મજબુતાઇપૂર્વક મુકાબલો કરી રહ્યો છે, તો અદ્લ અને ઇન્સાફની અવાજ દરેક ઝમાનામાં ઉંચા અવાજે થતી રહેશે. દરેક ઝમાનામાં ઇલાહી સંદેશાઓની પરવા ન કરવાની નાકામયાબ કાશિશ કરવામાં આવી રહી છે. પરંતુ અવિનાશી તાકતોની સામે ઇન્સાનોની છળકપટો ક્યાંથી કામ લાગશે? એટલાજ માટે કુર્આને દિલોમાં જે અદાલતની ચિનગારી રાખી છે તે ક્યારેય બુજાશે નહી.”અલ્લાહે મોમીનો અને નેક કામ કરનારાઓથી વાયદો કર્યો છે.૧. તેમને ચોક્કસ અને ચોક્કસ ઝમીન પર પોતાના જાનશીન અને ખલીફા બનાવશે, જેવી રીતે તેમની પહેલાના લોકોને જાનશીન બનાવ્યા હતા. ૨. અને તે દીનને હુકૂમત અને કુદરત અતા કરશે જેનાથી તે રાજી અને ખુશનુદ થશે.૩. અને તેમના ખૌફને શાંતિ અને સુરક્ષામાં બદલી દેશે.૪. મારી ઇબાદત કરશે અને કોઇને મારો શરીક નહી બનાવે.૫. અને જે તેનો ઇન્કાર કરે તે ફાસિક છે.(સુરે નૂર, આયત: ૫૫)અને ખુદાએ આ પણ વાયદો કર્યો છે કે….”યકીનન જમીનના વારિસ મારા નેક બંદાઓ થશે.(સુરે અંબીયા, આયત: ૧૦૫)આ પ્રકારના અન્ય વાયદાઓ અલ્લાહે કર્યા છે. અલ્લાહના તમામ વાયદા હઝરત વલીએ અસ્ર(અ.ત.ફ.શ.) ના ઝુહૂર થકી પૂરા થશે. હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહૂરની સાથે જે બાબત તરત જ દિમાગમાં આવે છે, તે છે ‘અદ્લો ઇન્સાફની સ્થાપના’અદ્લો ઇન્સાફની સ્થાપના અને હઝરત ઇમામ મહદી(અ.સ.)નો ઝુહૂર એક બીજાના માટે જ‚રી અને લાઝિમ છે. ચર્ચાને આગળ વધારતા પહેલા એ જોઇએ કે ઇસ્લામમાં અદ્લનું કેટલુ મહત્વ છે?હઝરત અલી(અ.સ.) ફરમાવે છે કે….”અલ અદ્લો અસાસુન બેહી કેવામુલ આલમે”અદ્લ એ પાયો છે જેના પર દુનિયા કાયમ છે.”અલ અદ્લો કવામુર્રઇય્યતે વ જમાલુલ વોલાતે”અદ્લના આધારે લોકોનું તૈયાર થવું છે અને અદ્લ વલીઓની ઝીનત છે.”અલ અદ્લો જુન્નતુદ્દુલે”અદ્લ હુકૂમતોની ઢાલ છે.”અલ અદ્લો યુસ્લેહુલ બરીય્યતે-સલાહુર રઈય્યતિલ્ અદ્લો”અદ્લથી લોકોની સુધારણા થાય છે, અને અદ્લમાં લોકોની બેહતરી છે.”બિલ અદ્લે તતઝાઅફુલ બરકાતો”અદ્લ થકી બરકતોમાં વધારો થાય છે.હઝરત રસુલે ખુદા(સ.અ.વ.વ.)એ ફરમાવ્યુ:”અદ્લો સાઅતીન ખય‚મ મિન એબાદતે સબ્ઇન સનતન-કેયામુન લય્લોહા વ સેયામુન નહારોહા વ જવ્રો સાઅતીન ફી હુકમિન અશદ્દો વ અઅ્ઝમો ઈન્દલ્લાહે મિન મઆસી સિત્તીન સનતન(મીઝાનુલ હિકમહ, બાબો અદ્લ)”એક કલાક અદ્લ અને ઇન્સાફથી વર્તવુ, તે ૭૦ વર્ષની ઇબાદતથી અફઝલ છે, જેમાં રાત્રિઓ ઇબાદતમાં ગુજરી હોય અને દિવસ રોઝામાં. તેમજ એક કલાક ઝુલ્મ અને જોરથી ફેંસલો કરવો, અલ્લાહની નજદીક ૬૦ વર્ષના ગુનાહોથી વધારે અઝીમ અને સખ્ત છે.”વ બિલ અદ્લે કામતિસ્સમાવાતો વલ અર્ઝો “અદ્લની બુનિયાદ ઉપર આસ્માન અને ઝમીન સ્થાપિત છે.હઝરત ઇમામ મુસા કાઝિમ(અ.સ.)એ આ આયત ‘યુહ્યિલ અર્ઝ બઅ્દ મવ્તેહા’ ‘ખુદા ઝમીનને તેના મૃત્યુ બાદ જીવંત કરશે’ની તફસીરમાં ફરમાવ્યુ: અહીં જીવંત કરવાથી મુરાદ વરસાદથી જીવંત કરવુ નથી પરંતુ અલ્લાહ તઆલા એવા લોકોને મોકલશે જે જમીનને અદ્લના થકી જીવંત કરશે. અદ્લના જીવંત થવાથી જમીન જીવંત થશે. ઝમીન પર ઇલાહી હદોની સ્થાપના થવી એ ઝમીનના માટે વરસાદના ટીપાઓથી વધારે ફાયદાકારક છે.(કાફી, ભાગ:૭, પાના:૧૭૪)હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ આ આયત.. ‘એઅલમૂ અન્નલ્લાહ યુહ્યિલ અર્ઝ બઅ્દ મવ્તેહા’ ના વિશે ફરમાવ્યુ:”ખુદાવંદે આલમ ઝમીનને કાએમ(અ.સ.) થકી જીવંત કરશે, જ્યારે કે તે ઝમીનવાળાઓના કુફ્રના કારણે મુર્દા થઇ ચુકી હશે, અને કાફિર મુર્દા છે.(નુ‚સ્સકલૈન, ભાગ: ૪, પાના:૧૭૩)આ બાબતોથી અંદાજો થાય છે કે દીને મુકદ્દસે ઇસ્લામમાં અદ્લો ઇન્સાફની કેટલી અહમીય્યત છે? દરેક જગ્યાએ અદ્લની વાત છે.અંબીયાની નિમણુંક કરવાનો બુનીયાદી હેતુ અદ્લની સ્થાપના છે.લકદ અરસલ્ના રોસોલના બિલ બય્યેનાતે વ અન્ઝલ્ના મઅહોમુલ કિતાબ વલ મીઝાન લે યકુમન્નાસ બિલ કિસ્તે(સુ હદીદ, આયત:૨૫)”ચોક્કસ અમે અમારા રસુલોને સ્પષ્ટ દલીલોની સાથે મોકલ્યા અને તેઓની સાથે કિતાબ અને મીઝાન નાઝિલ કર્યુ. જેથી લોકોમાં અદ્લ અને ઇન્સાફ કાયમ થાયઅલ્લાહે પોતાના પયગમ્બર(સ.અ.વ.વ.)ને ફરમાવ્યુ:વ ઓમિરતો લે અઅ્દેલ બય્નકુમ(સુ શુરા, આયત:૧૫)”મને હુક્મ આપવામાં આવ્યો છે કે તમારી વચ્ચે અદ્લથી વર્તણુંક ક‚સામાજિક જીવનમાં એક બીજાને અદ્લ અને એહસાનથી વર્તન કરવાનો હુક્મ આપવામાં આવ્યો છે.ઇન્નલ્લાહ યઅ્મોરો બિલ અદ્લે વલ્ એહસાને(સુ નહ્લ, આયત:૯૦)”ખુદાવંદે આલમ હુક્મ આપે છે કે એક બીજા સાથે અદ્લ અને એહસાન પુર્વક વર્તણુંક કરેજ્યારે વાત કરો ત્યારે પણ અદ્લ ઇન્સાફની બુનિયાદ પર વાત કરો:વ એઝા ફઅલ્તુમ ફઅ્ોેલુ વ લવ્ કાન ઝા કુર્બા(સુ અહ્ઝાબ, આયત:૧૫૨)જ્યારે વાતચીત કરો તો અદ્લની બુનિયાદ પર વાત કરો, ભલે પછી તે તમારા રિશ્તેદાર કેમ ન હોયત્યાં સુધી કે અગર કોઇનાથી દુશ્મની કરવાની સ્થિતિ આવે તો દુશ્મનીમાં પણ અદ્લો ઇન્સાફની હદોને ઓળંગી ન જાવદુશ્મનીમાં પણ લાગણીઓને બેકાબુ ન થવા દો, જોશમાં હોશ ગુમાવી ન દો.વલા યજરેમન્નકુમ શન્આનો કવ્મીન અલા અલ્લા તઅ્દેલુ એઅદેલુ હોવ અક્રબો લિત્તકવા(સુરએ માએદાહ, આયત:૮)”કોઇ કોમની અદાવત અને દુશ્મની એ વાત પર ઉશ્કેરે નહીં કે તમે અદ્લો ઇન્સાફથી કામ ન લ્યો. તે સમયે પણ અદ્લો ઇન્સાફથી કામ લો. આ તકવાથી ઘણું નઝદિક છે.એહલેબૈત(અ.મુ.સ.)ની તઅલીમાતની રોશનીમાં શીઆએ દરેકપગલે અદ્લને શર્ત ગણી છે. મુકદ્દમામાં, ચાંદની સાબિતી માટે, તલાક માટે, વ્યવ્હારમાં,,, દરેક જગ્યાએ ગવાહો તેમજ સાક્ષીઓનું આદિલ હોવુ જ‚રી છે. રિવાયતના સહીહ હોવામાં રાવી અને નમાઝે જમાઅતના સહીહ હોવા માટે ઇમામે જમાઅતનું, ફેંસલો સહીહ હોવા માટે કાઝીનું,,,,આદિલ હોવુ જ‚રી અને લાઝમી છે.-જ્યારે શરીરમાં અદ્લ અને સમતુલન સ્થાપિત રહે છે તો શરીર તંદુરસ્ત રહે છે. -જ્યારે સમાજમાં અદ્લો ઇન્સાફ જળવાય રહે છે તો ઝુલ્મો ખત્મ થઇ જાય છે અને ન્યાયી વ્યવસ્થા જળવાય છે.-જ્યારે  જમીન ઝુલ્મથી પાક હોય છે ત્યારે આસ્માન અને ઝમીનની બરકતો જાહેર થાય છે.-જ્યારે અમલમાં અદ્લો ઇન્સાફ હોય છે તો કૌમનો દરેક શખ્સ આદિલ હોય છે.આ તઅલીમાતની રોશનીમાં આપણે બધા એવા ઇમામનો ઇન્તેઝાર કરી રહ્યા છીએ કે જેમનો ઝુહૂર દુનિયામાં દરેક પ્રકારના ઝુલ્મો સિતમ ખત્મ કરી દેશે અને દરેક જગ્યાએ અદ્લો ઇન્સાફનો દિદાર હશે.એ વાત દિમાગમાં રહેવી જોઇએ કે જે લોકો દિવસ રાત આદિલ ઇમામના આવવાનો ઇન્તેઝાર કરી રહ્યા છે. તેમના પોતાના વ્યક્તિગત જીવનમાં પણ અદ્લો ઇન્સાફ હોવો જોઇએ. ક્યાંક એવુ ન થાય કે આપણને જ ઝુલ્મ ભર્યુ જીવન જીવવાની એવી આદત પડી જાય કે ઇમામ(અ.સ.)ની આદિલ હુકૂમતને સહન ન કરી શકીએ. ખુદા ન ચાહે કે એમના વિરોધી થઇ જઇએ. જેવી રીતે હઝરત અલી(અ.સ.)ની મુખાલેફતમાં એ લોકો આગળ આગળ હતા, જે કાલે એમની બયઅત કરવામાં આગળ આગળ હતા. આ વિરોધનું કારણ એ હતુ કે આ લોકો પોતાની ગૈર ઇન્સાફીક જીવન જીવવાની રીત અને ખોટી અપેક્ષાઓના લીધે હઝરત અલી(અ.સ.)ની આદિલ હુકૂમતને સહન ન કરી શક્યા.હઝરત મહદી(અ.સ.) ઇન્સાફપૂર્વકની હુકૂમતની સ્પષ્ટ અને સંપૂર્ણ તસ્વીરો હઝરતના ઝુહૂર અને તેમની હુકૂમતના સ્થાપિત થવા બાદ જ જાહેર થશે, પરંતુ રિવાયતોમાં જે બાબતો રજૂ કરવામાં આવી છે, તેનાથી અંદાજો આવે છે કે અદાલતનું દ્રષ્ય કેવુ હશે? રાજકર્તા અને અન્સારો:આ હુકૂમતની આગેવાની હઝરત વલીએ અસ્ર(અ.સ.) કરશે, જે મઅસૂમ છે અને તમામ અંબીયા તેમજ અઇમ્મા (અ.મુ.સ.)ની ખાસિયતોનો મજમૂઓ છે.(સોલાલતુન નબુવ્વત)આ ઝમાનામાં જ્યારે દરેક જગ્યાએ ગરબડ અને ગોટાળો, લુંટમાર અને બે ઇમાનીનો સમય છે, હઝરતના મદદગાર અને અન્સારોની ખાસિયતો આવી રીતે બયાન કરવામં આવી છે….આ લોકો સાથે ઇમામ(અ.સ.) નીચેની શર્તો સાથે બયઅત કરશે.-હરગીઝ ચોરી નહીં કરશે.-કોઇ મુસલમાનને ગાળ નહી આપશે.-કોઇનું નાહક ખુન નહી વહાવશે.-કોઇની આબ‚ નહીં લુંટશે.-કોઇના ઘર પર હુમલો નહી કરશે.-જવ અને ઘઉંનો સંગ્રહ નહી કરશે. -ઓછા પર સંતોષ માનશે.-નેકી અને પાકીઝગીની તરફદારી કરશે.-બુરાઇઓ અને ગંદકીથી દૂર રહેશે.-નેકીઓનો હુક્મ દેશે.-બુરાઇઓથી દૂર રહેશે.-જમીન અને માટીને તકીયો બનાવશે.-ખુદાની રાહમાં જેહાદ કરશે……અને હઝરત (અ.સ.) તેમની સાથે આ કરાર કરશે.તેમની સાથે રહેશે, તેમના રસ્તાઓ પર ચાલશે, તેમની જેવો લિબાસ પહેરશે., તેમની જેવી સવારી પર સવાર થશે, ઓછા પર રાજી અને સંતુષ્ટ રહેશે, જમીનને અદ્લો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે ઝુલ્મો જોરથી ભરેલી હશે, ખુદાના માર્ગમાં એવી રીતે જેહાદ કરીશુ જેવી રીતે જેહાદ કરવાનો હક છે, પોતાના માટે કોઇ ચોકીદાર કે પહેરેદાર નિમશે નહીં.(મલાહમ વલ ફેતન, લે. સય્યદ ઇબ્ને તાઉસ, પાના નં: ૪૯)આ શર્તો પરથી એ જાહેર થાય છે કે હઝરતના મદદગારો અને અન્સારો કેટલા અદ્લો ઇન્સાફની નજદીક હશે અને ઝુલ્મો સિતમથી દૂર હશે. આ મદદગારો આપણામાંથી હશે, આથી આપણે એમના મદદગારોમાં શામિલ થવા માટે આ સિફતો આપણામાં પૈદા કરવી જોઇએ.હઝરતના ઝુહૂર પછી સામાજીક અદ્લો ઇન્સાફ ઉપરાંત માણસની વિચારધારામાં પણ અદ્લો ઇન્સાફ સ્થાપિત થશે.પ્રથમ તકરીર:ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) ફરમાવે છે:”હઝરત ઇમામ મહદી(અ.સ.) ઇશાના સમયે મક્કામાં ઝુહૂર ફરમાવશે, રસૂલે ખુદા(સ.અ.વ.)નો પરચમ તેમના મુબારક હાથમાં હશે. રસૂલે ખુદા(સ.અ.વ.)નું પહેરણ તેમના શરીર પર હશે. હાથોમાં આં હઝરત(સ.અ.વ.)ની તલવાર હશે. નૂરની નિશાનીઓ સાથે હશે. નમાઝે ઇશા અદા કર્યા પછી આ રીતે તકરીર ફરમાવશે….‘અય લોકો! ખુદા અને કયામત ઉપર યકીન રાખવાવાળાઓ! ઉભા થઇ જાવ. હું તમને યાદ દેવડાવવા ચાહું છું કે, તેણે પોતાની હુજ્જતને ચુંટી કાઢ્યા છે, હું તમને ખુદા રસૂલ, અલ્લાહની કિતાબ ઉપર અમલ, બાતિલથી દૂરી અને સુન્નતને જીવંત કરવા તરફ દાવત આપુ છું.(મોઅજમે અહાદીસુલ મહદી(અ.સ.), ભાગ:૩, પાના:૨૯૫)ઘરે ઘરે અદ્લ:હઝરતના ઝમાનામાં દરેક જગ્યાએ અદ્લો ઇન્સાફ હશે, કોઇ ઘર એવું નહી હોય જ્યાં અદ્લો ઇન્સાફ નહી હોય.હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.) ફરમાવે છે:”અમા વલ્લાહે લ યદ્ખોલૂન્ન (અલ કાએમો) અલયહિમ અદ્લહૂ જવ્ફ બોયૂતેહીમ કમા યદખોલોલ્હુર્રો વલ્ કર્રો(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૪૪૬૨)હઝરત ઇમામ મહદી(અ.સ.) એવી રીતે ઘરે ઘરમાં અદ્લો ઇન્સાફ સામાન્ય કરી દેશે જેવી રીતે ગરમી અને ઠંડી.જ્યારે ગરમી અથવા ઠંડીની સીઝન આવે છે તો આ સીઝન કોઇ ખાસ ઘરથી મખ્સૂસ નથી હોતી, પરંતુ તમામ વાતાવરણ તેનાથી અસરગ્રસ્ત થાય છે. ઘરે ઘરમાં આ ઋતુ હોય છે, બસ આ જ રીતે હઝરતના ઝુહૂર બાદ પૂરી દુનિયામાં અદ્લો ઇન્સાફ હશે, કોઇ ઘર એવુ નહી હોય જ્યાં અદ્લો ઇન્સાફનો દીદાર ન હોય.નમાઝ અને બહાદુર:હઝરત ઇમામ મહદી(અ.સ.)ના મદદગારો અને અન્સારો ઇસ્લામી તઅલીમાતના જીવતા જાગતા નમૂના હશે.તેમની પેશાની પર સજદાના નિશાન હશે, દિવસે શુજાઅ અને બહાદુર તેમજ રાત્રીના ઇબાદત ગુઝાર, તેમના દિલ લોખંડની માફક મજબૂત હશે, તે દરેકની તાકત ૪૦ મર્દો જેટલી હશે.(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૮૬)એક અન્ય રિવાયતમાં છે કે…હઝરત ઇમામ મહદી(અ.સ.)ના મદદગાર અને અન્સાર દરેક શહેરમાં ફેલાઇ જશે. તે તેમને હુક્મ આપશે કે દરેક જગ્યાએ અદ્લ અને એહસાનથી વર્તન કરવામાં આવે, તેમને રાજ્યના હાકિમ બનાવશે અને શહેરોને આબાદ કરવાનો હુક્મ દેશે.(અલ ઇમામ મહદી, લે. દોખૈલ, પાના:૨૭૧)આર્થિક અદ્લ:દુનિયામાં ઝુલ્મ અને સિતમ અને ફિત્ના તેમજ ફસાદનું એક મહત્વનું કારણ આર્થિક અસંતુલન છે. એક બાજૂ દૌલતની એટલી બધી પુષ્કળતા છે કે જેની હદ કે ગણતરી નથી થઇ શકતી, જ્યારે કે બીજી બાજુ એટલી બધી ગરીબાઇ છે કે કેટલાય ટંકો સુધી ફાકાઓમાં જીવવું પડે છે. એક તરફ માથાની ઉપર મહેલ છે, તો બીજી તરફ માથુ ઢાંકવા માટે એક ટુકડો ચાદર પણ નથી. ગરીબીએ ન જાણે કેટલાયે ગુનાહો અને બુરાઇઓને જન્મ દીધો છે. કેટલાયે લોકો એવા છે કે જે વધારે પડતુ ખાવાને લીધે જુદી જુદી બિમારીઓનો શિકાર બન્યા છે, તો કેટલાયે લોકો એવા પણ છે કે જેઓ ભૂખના લીધે મૃત્યુ પામે છે. આજની હુકૂમતોમાં જે આર્થિક પોલીસીઓ, નીતી-નિયમો બની રહ્યા છે, તેના લીધે પૈસાદાર વધારે પૈસાદાર અને ગરીબ વધારે ગરીબ થઇ રહ્યો છે. આવા માહોલમાં અદ્લની કલ્પના પણ કેવી રીતે શક્ય છે? જે હુકૂમતો પૈસાદાર લોકોની મદદથી અસ્તિત્વમાં આવે તેમનાથી એ અપેક્ષા પણ કેવી રીતે રાખી શકાય કે તે નાજાએઝ અને સંગ્રહાખોરીથી મેળવેલ દોલતને ગરીબો અને હક્કદારોમાં વહેંચી દેશે. દૌલતની ગૈર-ઇન્સાફીક વહેંચણી ઝુલ્મ અને સિતમ તથા ફિત્ના અને ફસાદનું કારણ બન્યુ છે. હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.) હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહૂરના સમયને આવી રીતે યાદ કરે છે….”ઝમીનમાં અદ્લો ઇન્સાફ સામાન્ય થઇ જશે, આસમાનમાંથી વરસાદ થશે, ઝમીન પોતાની ખેતીને જાહેર કરી દેશે, તેમના ઝમાનામાં મારી ઉમ્મતને એ નેઅમતો નસીબ થશે જે આના પહેલા તેઓએ જોઇ નહીં હોય.(ઇસ્બાતુલ હોદાત, ભાગ:૩, પાના:૫૨૫)હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) ફરમાવે છે કે…”…..જે સમયે અમારા કાએમ(અ.સ.)નો ઝુહૂર થશે, તેઓ લોકોમાં સમાનતાપૂર્વક માલની વહેંચણી કરશે. તમામ મખ્લૂકાત સાથે અદ્લપૂર્વક માલની વહેંચણી કરશે. તમામ મખ્લૂકાત સાથે અદ્લપૂર્વક વર્તણુંક કરશે. નેકૂકાર અને ગુનેહગારથી ન્યાયપૂર્ણ વર્તન કરશે. જેણે તેમની ઇતાઅત કરી તેણે ખુદાની ઇતાઅત કરી અને જેણે તેમની નાફરમાની કરી તેણે ખુદાની નાફરમાની કરી. દુનિયામાં તમામ માલો-દૌલત તેમની પાસે જમા થઇ જશે. ઝમીન ઉપરની તેમજ ઝમીનની અંદરની દૌલત તેમની પાસે જમાં થઇ જશે. તેઓ લોકોને કહેશે: આવો, લઇ લો (આ તે માલ છે) જેના માટે તમે સંબંધોને તોડ્યા, ખુન વહાવ્યું, ગુનાહો કર્યા છે. તેઓ એવી રીતે અતા કરશે કે તે પહેલા કોઇએ એવી રીતે આપ્યુ નહી હોય.(મુન્તખબુલ અસર, પાના:૩૮૩)અન્ય એક રિવાયતમાં છે કે…”હઝરત ઇમામ મહદી(અ.સ.) વરસમાં બે વખત અતા કરશે તેમજ મહિનામાં બે વાર પગાર આપશે. લોકોની સાથે એક સમાન વર્તન કરશે. પરિસ્થિતિ એવી હશે કે સમાજમાં ઝકાત માટે કોઇ હકદાર નહી મળે, ઝકાતવાળાઓ ઝકાત લઇને ફકીરોની પાસે જશે……તેઓ તેનાથી ઇન્કાર કરશે.  તેઓ થેલાઓમાં પૈસા ભરીને શીઆ મહોલ્લાઓમાં ફેરવશે. પરંતુ તે લોકો કહેશે કે અમારે તમારા માલની જ‚રત નથી(ગયબતે નોઅમાની, પાના:૨૩૮)એક રિવાયત આ મૂજબ છે કે…”હઝરત ઇમામ મહદી(અ.સ.)ની ખિદમતમાં એક શખ્સ આવશે અને અરજ કરશે ‘અય મહદી(અ.સ.) મને અતા કરો’ તેને કહેવામાં આવશે ‘તેને એક ચાદર આપી દો, તેમાં જેટલુ લઇ જવું હોય એટલું લઇ જાય.(મુન્તખબુલ અસર, પાના:૩૮૪)જ્યારે તમામ ચીજોની વિપૂલતા હશે, દરેકની જ‚રત સારી રીતે પૂરી થઇ રહી હશે, કોઇને કોઇની જ‚રત બાકી નહી  રહેશે, દરેક તૃપ્ત અને ખુશહાલ હશે, તે સમયે તે તમામ ઝુલ્મો ખત્મ થઇ જશે કે જે આર્થિક પરિસ્થિતી અને ગરીબાઇના લીધે થાય છે.અગર આપણે એવી સુકુનથી ભરેલી જીંદગી પસાર કરવા ચાહીએ છીએ અને ગરીબાઇને ખત્મ થતા જોવી છે, તો હઝરત ઇમામ મહદી(અ.સ.)ના જલ્દથી જલ્દ ઝુહૂર અને તેમની હુકૂમતને સ્થાપિત થવા માટે વધારેમાં વધારે દુઆ કરીએ.ફેંસલામાં અદ્લ:ઝુલ્મો સિતમનું એક કારણ ખોટા અને અન્યાયી ફેંસલાઓ છે. આજે દરેક બાજૂ ‚શ્વતની બજાર ગરમ છે. અને અદાલતના વિશે આ વાત મશ્હૂર છે કે અદાલતમાં ફેંસલાઓ બંને સમૂહની દલીલોની બુનિયાદ પર નથી હોતા પરંતુ ન્યાયાધિશો-જજની સાથે સેટીંગ (લેવડ-દેવડ)ની બુનિયાદ પર થાય છે. એ વાત તો એટલી બધી સ્પષ્ટ છે કે સુપ્રિમ કોર્ટે પણ અદાલતોમાં ગેર-ઇન્સાફની વાતને સ્વીકારી રહી છે.હઝરત ઇમામ મહદી(અ.સ.)ની હુકૂમતની એક ખાસિયત એ હશે કે, આ બારામાં આપણા પહેલા ઇમામ હઝરત અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.) ફરમાવે છે કે….”…..તે તમામ બૂરા ન્યાયાધિશોને કાઢી મુકશે, નબળો અભિપ્રાય રાખવાવાળા (હક્કની બુનિયાદ પર ફેંસલો કરવાની તાકત ન રાખવાવાળા)ને એક બાજુ રાખી દેશે. ઝાલિમો જાબિર હાકિમોને હટાવી દેશે. ઝમીનને દરેક ધોખાબાઝોથી પાક કરી દેશે. અદ્લથી કામ લેશે અને તમો લોકોની વચ્ચે ચોક્કસ અદ્લ કાયમ કરશે.(બેહા‚લ અન્વાર, ભાગ:૫૧, પાના:૧૨૦)હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.) ઇરશાદ ફરમાવે છે કે…”જ્યારે કાએમે આલે મોહમ્મદ(અ.સ.)નો ઝુહૂર થશે તે ખાનએ કાબાની પાછળથી ૧૭ શખ્સોને બહાર લાવશે, પાંચ જનાબે મૂસા(અ.સ.)ની કૌમમાંથી હશે, આ લોકો હક્કની બુનિયાદ પર ફેંસલા કરશે.(ઇસ્બાતુલ હોદાત, ભાગ:૩, પાના:૫૫૦)અબૂ બસીરે પુછ્યું: શું તેમના સિવાય બીજા કોઇ લોકો ખાનએ કાબાની પુશ્ત પર નહી હોય?ફરમાવ્યું: હાં! અન્ય મોઅમીનો પણ છે, પરંતુ એ ફકીહોનો સમૂહ છે. આ ચૂંટાએલી વ્યક્તિઓ હાકીમો હશે. હઝરત તેમના ચહેરા પર, તેમની પીઠ પર અને તેમના માથાઓ પર હાથ ફેરવશે. ત્યાર પછી તેમના માટે કોઇ પણ ફેંસલો મુશ્કેલ નહી હોય.(અલ મલાહમ વલ ફેતન, પાના:૨૦૨)એક ઉદાહરણ‚પ ફેંસલો:હઝરત ઇમામ મહદી(અ.સ.)ની હુકૂમતના ન્યાયપૂર્વકના ફેંસલાઓ તો તેમની હુકૂમતમાં જાહેર થશે, પરંતુ અહીં તેમના બુઝુર્ગ અને મહાન જદ્દ અમી‚લ મોઅમેનીન હઝરત અલી(અ.સ.)ની ન્યાયીક હુકૂમતનો એક ફેંસલો વર્ણવીએ છીએ.એક દીવસ અમી‚લ મોઅમેનીન હઝરત અલી (અ.સ.)એ પોતાના લશ્કરના એક સિપાહી નજ્જાશી યમની ઉપર હદ જારી કરી. યમની લોકો આ ફેંસલાથી ખૂબજ નારાઝ થયા. તેઓએ તારીક બિન અબ્દુલ્લાહને હઝરત અલી(અ.સ.)ની ખિદમતમાં મોકલ્યો. તારીકે કહ્યુ: અય અમી‚લ મોઅમેનીન (અ.સ.)! અમને એ વાતની અપેક્ષા ન હતી કે તમે ફરમાંબરદાર અને નાફરમાનને, એક અને જુદા જુદા, છુટા-છવાયા, વિખરાએલા લોકોને ફેંસલામાં એક જેવા ગણશો.આપે નજ્જાશી સાથે જે કર્યુ છે, તેનાથી અમારા દિલોમાં નફરત અને દુશ્મનીની આગ ભડકી ઉઠી છે. આપે અમારા કાર્યોને વેર-વિખેર કરી દીધા અને એ રસ્તા ઉપર ઉભા કરી દીધા છે કે જેના વિશે તસવ્વુર એ છે કે અગર અમે એ રસ્તા પર ચાલીએ તો તેનું પરિણામ જહન્નમ છે.હઝરત અલી(અ.સ.)એ કુર્આને મજીદની આ આયત પઢી:”વ ઇન્નહા લ કબીરતુન ઇલ્લા અલલ્ ખાશેઇન્”આ કામ બહુજ ભારે છે  પરંતુ ખુદાની રાહમાં ખુઝૂઅ અને ખુશૂઅ કરવાવાળાઓ માટે આસાન છે.અય તારિક! શું તે એક મુસલમાન નથી? તેણે ખુદાની હુરમતને પામાલ કરી છે અને તેનો જે કફ્ફારો હતો, તે હદ જારી કરી છે.ખુદાવંદે આલમ ફરમાવે છે:”વલા યજ્રેમન્નકુમ શન્આનો કવ્મિન અન્ લા તઅ્દેલૂ એઅ્દેલૂ હોવ અક્રબો લિત્તકવા”જૂઓ કોઇ કૌમની દુશ્મની તમને એ વાત પર તૈયાર ન કરે કે તમે અદ્લથી કામ ન લ્યો. અદ્લથી કામ લ્યો, કેમકે તે તકવાથી વધારે નઝદિક છે.(સુરએ માએદહ, આયત:૮)જ્યારે રાત પડી તો તારિક અને નજ્જાશી મોઆવીયાની તરફ ચાલ્યા ગયા, જેથી હઝરત અલી(અ.સ.)ના અદ્લ અને ઇન્સાફનો સામનો કરવો ન પડે.(મજલએ ઇન્તેઝાર, ભાગ:૧૪, પાના:૮૨)પરંતુ શું આ ભાગીજવુ તેમને ખુદાની અદાલતથી સુરક્ષિત રાખી શકાશે? હરગીઝ નહી…જ્યારે અદાલતની બુનિયાદ પર ફેંસલા થશે અને જરા પણ પક્ષપાત કે તરફદારી થશે નહીં. તો ગુનેહગાર લોકો ખુદ પોતે પોતાને સુધારવાનો રસ્તો બનાવશે. આ રીતે સામાજીક અદાલતના માટે વધારે જમીન તૈયાર થઇ જશે અને અદ્લ તેમજ ઇન્સાફ સામાન્ય થઇ જશે.ઇલ્મી તરક્કી:દુનિયામાં જુલ્મો જોરનું એક કારણ જેહાલત છે. ચોક્કસ આજની દુનિયાએ સાયન્સ અને બીજા ક્ષેત્રોમાં ઘણી બધી તરક્કી કરી લીધી છે. ઇલ્મી તરક્કીના આશ્ર્ચર્યજનક પરિણામો સામે આવે છે. પરંતુ ઇન્સાન જેટલો વધારે બહારની દુનિયાથી જાણકાર થતો જાય છે, તેટલોજ પોતાની અંદરની દુનિયાથી અજાણ રહે છે. દુનિયાની ઓળખ તરક્કી પર છે અને પોતાની ઓળખ (ખુદશનાસી) અધોગતિ તરફ છે. આ જ કારણ છે કે સાયન્સની તરક્કી ઇન્સાનને અમ્નો અમાન અને અદ્લો ઇન્સાફ ન દઇ શકી. સાયન્સની તરક્કી જેટલી વધારે થતી જાય છે, તેટલી જ વધારે દુનિયા તબાહીની નજદીક જઇ રહી છે. હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહૂરના બાદ ઇલ્મની તરક્કી એવા તબક્કે પહોંચેલી હશે, જેની આજે કોઇ કલ્પના પણ નથી કરી શકતા.હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ફરમાવે છે:”ઇલ્મના ૨૭ હિસ્સા છે. આજ સુધી ઇન્સાનને ફક્ત ૨ હિસ્સા આપવામાં આવ્યા છે. જે સમયે ઇમામે ઝમાન(અ.સ.)નો ઝુહૂર થશે તો તેમાં ૨૫ હિસ્સાનો વધારો કરી દેવામાં આવશે, અને લોકોમાં ફેલાવી દેવામાં આવશે.(બેહા‚લ અન્વાર, ભાગ:૫૨, પાના:૩૩૬)હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી રિવાયત છે:”જ્યારે અમારા કાએમ(અ.સ.)નો ઝુહૂર થશે, અલ્લાહ બંદાઓની અક્લો સંપૂર્ણ કરી દેશે અને તેમના અખ્લાક સંપૂર્ણ કરી દેશે.(મુન્તખબુલ અસર, પાના:૬૦૭)હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ફરમાવ્યુ:”જ્યારે અમારા કાએમ (અ.સ.)નો ઝુહૂર થશે ખુદાવંદે આલમ અમારા શિઆઓની સાંભળવાની અને જોવાની શક્તિને એટલી બધી તેજ કરી દેશે કે તેમના અને કાએમ(અ.સ.)ની દરમિયાન કોઇ પૈગામ પહોંચાડવાવાળો નહી હોય. હઝરત પોતાની જગ્યાએ હશે અને બધા તેમને જોશે.(મુન્તખબુલ અસર, પાના:૬૦૭)આજની દુનિયા ટેલીવીઝનની મદદથી દુનિયાને જુએ છે. હઝરતના ઝુહૂર બાદ જોવા માટે કોઇ સાધન કે વસીલાની જ‚રત નહી હશે. આંખો અને કાનોમાં એટલી બધી તાકાત હશે કે દુનિયાને દરેક ખુણામાંથી હઝરતના દિદાર કરશે અને તેમની વાતચિત સાંભળશે. આ પ્રકારનો દિદાર ફક્ત હઝરતથી મખ્સૂસ નહી હશે. જેથી આ કહી શકાય કે હઝરતના ચહેરએ અન્વરની ખાસિયત છે. જોવાની શક્તિ અને સાંભળવાની શક્તિની અસર નથી.હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ફરમાવે છે:”કાએમ(અ.સ.)ના ઝમાનાની હાલત એ હશે કે પૂર્વમાં રહેવાવાળો પશ્ર્ચિમમાં રહેવાવાળા ભાઇના દીદાર કરશે, એવી રીતે પશ્ર્ચિમમાં રહેવાવાળો ભાઇ પૂર્વમાં રહેવાવાળા ભાઇના દીદાર કરશે.(મુન્તખબુલ અસર, પાના:૬૦૭)”જ્યારે કાએમે આલે મોહમ્મદ(અ.સ.)નો ઝુહૂર થશે તો તેઓ દરેક ઇલાકામાં પોતાના પ્રતિનિધિને મોકલશે અને તેમને કહેશે કે તમારા એહકામ હાથમાં છે. જ્યારે કોઇ એવી બાબત સામે આવે જેને તમે ન જાણતા હો તો પોતાની હથેળી પર નજર કરજો, જે દેખાય તેના ઉપર અમલ કરજો.(ગયબતે નોઅમાની, પાના:૩૧૯)ઇલ્મ એટલુ બધુ તરક્કી કરી જશે કે પ્રશ્ર્નોનો ઉકેલ હાથની હથેળી પર જાહેર થશે.હઝરત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)એ ફરમાવ્યુ:”જ્યારે અમારા કાએમ(અ.સ.)ના ઝુહૂરનો ઝમાનો આવશે ત્યારે લોકોના દિલો કીના (બુગ્ઝ-નફરત)થી પાક થઇ જશે.(બેહા‚લ અન્વાર, ભાગ:૧૦૪, પાના:૧૦)જરાક વિચારો તો ખરા કે જ્યારે ફક્ત બે હિસ્સાની તરક્કીની આ હાલત છે કે અક્કલ હૈરાન છે, તો પછી જ્યારે એમા પચ્ચીશ હિસ્સાનો વધારો થઇ જશે તો તે સમયે ઇલ્મી તરક્કીની પરિસ્થિતિ કેવી હશે!!કારણકે ઇલ્મ દરેક નેકીનું મૂળ છે અને જેહાલત દરેક બૂરાઇની જડ છે. જેટલુ ઇલ્મ વધશે તેટલી જેહાલત ઓછી થશે અને જેટલી બૂરાઇઓ ઓછી થશે તેટલો ઝુલ્મો સિતમ ઓછો થશે અને તેટલો જ અમ્નો અમાનમાં વધારો થશે.અમ્નો અમાનવાળી દુનિયા:જ્યારે ઝુલ્મો સિતમના તમામ કારણો ખત્મ થઇ જશે ફિત્ના અને ફસાદના ોતો (ઝરણાઓ) સુકાઇ જશે. કત્લો ગારત અને લુંટમારના મૂળો કપાઇ જશે. તે સમયે દુનિયામાં ચારે તરફ અમ્નો અમાન હશે.હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી રિવાયત છે:”(તે ઝમાનામાં) એક બુઢી ઔરત પૂર્વથી પશ્ર્ચિમ સુધી સફર કરશે અને તેને કોઇ પરેશાન નહી કરે(મુન્તખબુલ અસર, પાના:૩૭૯)હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ:”કાએમ(અ.સ.)ના ઝમાનામાં નેઅમતો પુષ્કળ હશે વરસાદના લીધે ખેતીઓ લીલીછમ હશે. લોકોના દિલો કીનાઓથી પાક સાફ હશે. જંગલી જાનવરો પાળેલા થઇ જશે. એક ઔરત ઇરાક અને શામની વચ્ચે સફર કરશે, દરેક જગ્યાએ હરીયાળી હશે. તે પોતાને તમામ ઘરેણાંઓથી શણગારેલી હશે, પરંતુ કોઇ પણ તેને તકલીફ નહી પહોંચાડે. કોઇ પણ પ્રકારનો ખૌફ અને બેચૈની નહી હોય.(મજ્લએ ઇન્તેઝાર, ભાગ: ૧૪, પાના:૨૦૫)હઝરત અલી(અ.સ.)એ ફરમાવ્યુ:”મહદી(અ.સ.) પોતાના હાકીમો(ગવર્નરો)ને શહેરોમાં મોકલશે, જેથી લોકોની વચ્ચે અદાલતપૂર્વક ફેંસલો કરે. તે સમયે વ‚ અને બકરી એક સાથે રહેશે. બાળકો વીંછીથી રમશે. બૂરાઇઓ દૂર થઇ જશે. નેકીઓ બાકી રહેશે. ખેતી ખૂબજ વધારે ઉગશે. બદકારી, શરાબ અને વ્યાજનો અંત આવશે. લોકો ઇબાદત, શરીઅતની પાબંદી, દીનદારીની તરફ ફરશે. નમાઝે જમાઅત ભવ્યતાપૂર્વક અદા થશે. આયુષ્ય લાંબા થશે. અમાનત અદા કરવામાં આવશે. વૃક્ષો ફળોથી લદાયેલા હશે. બરકતો પૂષ્કળ હશે. બુરા લોકો નાબૂદ થશે. નેકૂકાર બાકી રહેશે અને એહલેબૈત(અ.મુ.સ.)નો કોઇ પણ દુશ્મન બાકી નહી રહે.(મજ્લએ ઇન્તેઝાર, ભાગ: ૧૪, પાના:૨૦૫)આ છે હઝરત ઇમામ મહદી(અ.સ.)ની ન્યાયી હુકૂમતની એક ઝલક….અગર આપણે આપણી આંખોથી હકીકી હુકૂમતને જોવા ચાહતા હોઇએ તો દુઆ કરીએ અને ચારિત્ર્યની સુધારણા કરીને ઝુહૂર માટે જમીનને તૈયાર કરીએ….

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *