વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લાંબી ઉમ્ર

Print Friendly, PDF & Email

પ્રસ્તાવના:

આ આપણું સંપૂર્ણ યકીન છે કે આ સમયે આ ઝમીન પર ઇમામે ઝમાના(અ.સ.) અલ્લાહની હુજ્જત છે. આ પણ આપણું યકીન છે કે અલ્લાહે પોતાના ફઝ્લ અને લા ઝવાલ રહેમ થકી તેમને લાંબી જીંદગી અતા કરી છે. જે લોકો ઇમાન નથી રાખતા તેઓ તેના વિશે સવાલ કરે છે અને કહે છે કે આવુ યકીન બિન વૈજ્ઞાનિક છે.
આ લેખનો હેતુ એ નથી કે બિન વિવાદાસ્પદ તરીકાથી વાંચકોના માટે વૈજ્ઞાનિક પરિણામો થકી ઇમામે અસ્ર(અ.સ.)ની લાંબી ઉમ્રને યોગ્ય ઠેરવવી, બલ્કે માનનીય વાંચકોના દિમાગમાં જોવા મળતા લાંબી ઉમ્ર વિશેના ખયાલને સ્પષ્ટ કરવાની નાની એવી કોશિશ છે. તેઓને આ મળતી આવતી માન્યતાઓથી આગાહ કરવાની કોશિશ છે, જે આજના વૈજ્ઞાનિક સમયમાં વિજ્ઞાનની જુદી જુદી શાખાઓની સાથે સ્પષ્ટ છે અને તેને કહેવામાં આવે કે ઇમામે અસ્ર(અ.સ.)ની લાંબી ઉમ્ર લોજીકની રીતે શક્ય છે અને વૈજ્ઞાનિક શક્યતાઓના વર્તુળમાં છે.
આજે વિજ્ઞાન સામાન્ય છે. જો કે ખુબ જ ઝડપ પૂર્વક તરક્કી કરી રહ્યુ છે અને પોતાની અસરોના વર્તુળમાં એક નાનકડુ ધ્યાન (Observation) રાખે છે અને તે માનવ શરીરના જાહેરી હિસ્સા છે અને તે પણ ફક્ત એક ઇન્સાની સિસ્ટમ છે જે અનુભવ પ્રમાણે સંશોધન થાય છે અને લખવામાં આવે છે. તેમાં પણ વૈજ્ઞાનિકોને માનવ શરીર તંત્રમાં ભૂલચૂકનો ડર છે. તેઓ તેનો અંદાજો લગાવવા અને માપના સિસ્ટમની ભૂલચૂકને દૂર કરવામાં ટુંકા પડે છે. સિસ્ટમના માપમાં પણ મોટા ભાગે અસરો જોવામાં આવી છે. પરંતુ તેનુ કારણ અને તેની અસરોને ચલાવવાવાળાની બિલકુલ કોઇ ખબર નથી. એટલા માટે અગણિત પરિબળો છે જે ઇન્સાનની જીંદગીને ચલાવે છે અને શારીરીક તથા રૂહાની પ્રમાણને મર્યાદિત કરેલ છે. ન તો તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને ન તો તેની જાણકારી છે.
પરંતુ જે આપણને મળે છે તે એટલુ જ આશ્ર્ચર્યજનક છે કે દરેક સંશોધન અને અભિપ્રાય અને કલ્પના ત્યારે જ કામ કરે છે જ્યારે તે ઇન્સાનની જીંદગીને મયાદિત કરવાની કોશિશ કરે છે અને નિશાનીઓનો દરેક સંશોધક ચાહે તે વિજ્ઞાનના કોઇ પણ વર્તુળથી સંબંધ ધરાવતો હોય, મોટી કંજુસાઇ પૂર્વક આ વાતને કબુલ કરે છે કે ઇન્સાની જીંદગીની કોઇ હદ નથી અને વિજ્ઞાનનુ સંશોધન હકીકતમાં ઇન્સાની ઉમ્રને લાંબી કરવાનો એક ઝરીઓ બની જાય છે.
આ જ એ પરિણામ છે કે જેને હાસિલ કરવાની આપણે કોશિશ કરીશુ, જુદા જુદા અભિપ્રાયો, પરિબળો અને ખયાલોની સમજુતી થકી, જે અભિપ્રાયો સંશોધકો પાસેથી મળ્યા છે.
સૌથી પેહલા આપણે એ હકીકત રજુ કરીશુ કે પ્રયોગાત્મક સાબિતીઓ સંપૂર્ણ રીતે ૨૦૦ વરસથી સામે આવી છે. આ અગાઉ વિજ્ઞાનના કલામનુ કોઇ મજબુત સમર્થન નથી અને હકીકી વિજ્ઞાન આ કેહશે કે તે સાબિત થયા વગરનુ છે, જો કે ગલત નથી એટલા માટે આપણે ખરાબ રીતે આપણા સંશોધનમાં અસ્થિર છીએ. આપણે એ નથી પુછતા કે મોટા ભાગના લોકો જે પોતાની જીંદગીના ૧૦૦ વરસ અથવા તેનાથી વધારે પસાર કરે છે શું તેઓ કુદરતી રીતે અંત પામેલ છે કે ચાર તત્વોના અસંતુલીત થવાના કારણે ખત્મ થવાવાળી મંઝિલ પર આવી જાય છે.
બલ્કે આપણે આ મુદ્દાની તરફ ઇશારો કરીશુ કે જે અન્કા પક્ષી છે અને બહુ ઓછા જોવા મળે છે. પરંતુ એમ છતા તે આ દુનિયાનો હિસ્સો છે.
આપણે કારણને સાબિત કરવાની કોશિશ કરીશુ (Cause & Effect)

ક્યારેય ખત્મ ન થવાવાળી ઝિંદગી:

વાંચકોને જાણીને આશ્ર્ચર્ય થશે કે એક એવુ પણ વિજ્ઞાનીક મંતવ્ય છે, જેમાં ક્યારેય ન ખત્મ થવાવાળી જીંદગીનો તસવ્વુર જોવા મળે છે અને અમુક એવા જાનદાર છે જેઓમાં બેહદ લાંબી ઉમ્ર જોવા મળે છે અથવા લગભગ ક્યારેય ન ખત્મ થવાવાળી ઉમ્ર:
૧. પાંડો પોપ્યુલસ ટ્રીમનલોઇડસ (Pando Populus Tremanloids) એક પ્રકારનું વૃક્ષ છે, તે Quaking Aspen અથવા Clonal Colony છે. જેની ઉમ્ર અંદાજીત ૮૦,૦૦૦ વર્ષ છે. (Bryce Canyon National Purk Service)
૨. જુરૂપા ઓક (Jurupa Oak) Colony જેની ઉમ્ર ઓછામાં ઓછી ૧૩,૦૦૦ વર્ષ અથવા બીજા મંતવ્ય મૂજબ ૫,૦૦૦ થી ૩૦,૦૦૦  વર્ષ છે.
૩. Mediaterranean સમુદ્રમાં દરીયાઇ ઘાસ (Sea Grass) Posidonia Oceanica એક ખૂબ જ મોટી Colony છે. જેને ૧૨,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ વર્ષ દરમિયાન અંદાજીત કરવામાં આવે છે. તેને પાણીની સપાટી ઉપર ૧૦,૦૦૦ થી ૮૦,૦૦૦ વર્ષની દરમિયાન સમજવામાં આવ્યુ છે.
(Peartman, Jonathan Oldest Living Thing On Earth Discoverd, The Daily Telegraph (London)
૪. તસ્માનીઆમાં King’s Lomatia : આ જમીન પર એક એવી ઈહજ્ઞક્ષફહ ઈજ્ઞહજ્ઞક્ષુ છે જેની ઉમ્ર ઓછામાં ઓછી ૪૩,૬૦૦ વર્ષ અંદાજીત કરવામાં આવી છે.
(Discovery Channel 21st October 1996)
૫. Eucalptus Recurva Clones ઓસ્ટ્રેલીયામાં ૧૩,૦૦૦ વર્ષની ઉમ્ર હોવાનો દાવો છે.
(Oldest Living Organism: Ancient Bacteria Extreme Science Retrieved Jan-31-2013)
આ અમૂક એવા સજીવોના ઉદાહરણ છે જે લાંબી ઉમ્ર પસાર કરી ચુક્યા છે અને તેમના બાકી રહેવાની મજબુત શક્યતાઓ મળી આવે છે. અમે એવા બે અન્ય સજીવોનું દ્રષ્ટાંત શામિલ કરીશુ જે સ્થિર છે અને તેને ગતિમાન કરી શકાય તેમ છે.
૬. લાખો વર્ષ પછી પણ (Metabolicm) ને ગતિમાન કરવાનો દાવો જીવ નાખવાવાળા બેક્ટેરીયલ સ્પોર્સના થકી કરવામાં આવ્યો છે. જાજ્ઞયિત ના એવા દાવા છે કે જેમાં ૪૦૦ લાખ વર્ષ પછી પણ જીવ નાંખી શકાય છે.
(Cane RJ Baruckimk 19th May 1995 Revival and Identification of Bacterial Spore Sin 25-40 Million Year Old Domicanber Science 268 (52B)
૭. New Mexico માં નમકીનની ખાણથી જાજ્ઞયિત ૨૪ લાખ વર્ષ પછી ફરીવાર જીવતા થઇ રહ્યા છે.
(Oxford Journals 2001-    02-15 The Permcan bacteriam That isn’t)
આ ઉદાહરણોનો હેતુ એ વાતને સ્પષ્ટ કરવાનો છે કે જીવાણુંઓ ઘણાં લાંબા સમય સુધી જીવતા રહી શકે છે અને ઉપરોક્ત ઉદાહરણો પોતાની ચરમ સીમા પર નથી પરંતુ તે દર્શાવે છે કે અમૂક પ્રજાતિઓ એવી પણ છે જે ઘણાં લાંબા સમય સુધી જીવતી રહી શકે છે.
આગળ જે પુરાવાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે તે આ હકીકતના સમર્થનના માટે છે કે ભલે પછી આ પ્રજાતિના જીવાણુંઓ ઓછા જીવતા રહેતા હોય, પરંતુ આ સાબિત થયેલ ઉદાહરણો વધારે સમય સુધી જીવતા રહ્યા છે, જો કે દ્રષ્ટાંતો ઘણા બધા છે પરંતુ ફરીવાર અમે અહીં ટુંકાણથી કામ લઇએ છીએ.

લાંબી ઉમ્રવાળુ એક માત્ર વૃક્ષ:

૧. એક Great Basin Bristelecone Pine (Pine Longaeva) વૃક્ષ જે (Colorado) દ્વારા ૫૦૬૩ વર્ષનુ મળી આવ્યુ છે.
(Rocky Mountain Tree, Oldist Ring Research)
સામાન્ય રીતે સનોબરના વૃક્ષની જીંદગી ૨૦ થી  ૧૦૦ વર્ષની દરમિયાન હોય છે. પરંતુ સનોબરના એવા ઘણા બધા વૃક્ષો છે જે હજારો વર્ષોથી છે.
૨. Langernyw Yew એ યુરોપનું સૌથી જુનું અને દુનિયાનું બીજુ અથવા ત્રીજુ સૌથી જુનું વૃક્ષ છે. તેની ઉમ્ર ૪૦૦૦ થી ૫૦૦૦ વર્ષ દરમ્યાન માનવામાં આવે છે. આ જુના ઝમાનાનું વૃક્ષ (Taxus Baccata) New South Wales માં (Taxus Baccata) ના ગામના કબ્રસ્તાન (Church Yard) માં છે. વૃક્ષની સામાન્ય જીંદગી ૧૦૦ વર્ષ પરંતુ ઘણા બધા પૂરાવાની સાથે તેની જીંદગી હજારો વરસની પણ હોય છે.
નોંધ: વૃક્ષોની ઉમ્રનો અંદાજો સહેલાઇ પુર્વક લગાવી શકાય છે, એટલા માટે એ સ્પષ્ટ છે. જાનવરો વિશે આ મુશ્કેલ છે.

લાંબી ઉમ્રવાળા વ્યક્તિગત જાનવર:

૧. (Tyortopas Doharni) કયારેય ન મરવાવાળી જેલીફીશ (માછલી) સૌથી વધારે જીવતી રહેનાર જાનવર જે હંમેશા માટે રહી શકે છે. તેને છોડીને બીજા પ્રકારની જેલી ફીશની સામાન્ય ઉમ્ર ૩૦ વર્ષ છે.
૨. એન્ટાર્કટીકા સમુદ્રની નજદીક Sponges ની અમૂક પ્રજાતિઓ મળી આવે છે જે લગભગ ૧૦,૦૦૦ વર્ષ જૂની સમજવામાં આવે છે. સામાન્ય રીતે તેની ઉમ્ર ૨૦ વર્ષની હોય છે.
૩. Black Coral Genns Leiopatnes ના નમૂના આ ગ્રહ પર સૌથી વધારે જીવંત રહેવાવાળા જીવાણું સમજવામાં આવે છે. લગભગ ૪૨૬૫ વર્ષ જુના. સામાન્ય રીતે તેની ઉમ્ર ૧૦૦ વર્ષની હોય છે.
૪. Adwaita એક ખુબજ મોટો કાચબો છે. જે માર્ચ ૨૦૦૬ માં ૨૫૦ વર્ષની ઉમ્ર પસાર કરીને ગુજરી ગયો. (હિન્દુસ્તાન, અલીપૂર ઝૂ, કલકત્તા) જ્યારે કે તેની ઉમ્ર ૮૦ વર્ષની હોય છે. તે સાબિત કરે છે કે સામાન્ય ઉમ્ર એ વાતની હદને બાંધી નથી દેતી કે કોઇ તેનાથી હટીને લાંબી ઉમ્ર સુધી જીવતા રહે. એટલા માટે પ્રથમ મુદ્દો જેના પર ચર્ચા કરી શકાય છે તે એ છે કે લાંબી ઉમ્ર ઓછી જોવા મળે છે, પરંતુ અશક્ય નથી.
અમે ખુશીપૂર્વક અમૂક લોકોના નામ અને ઉદાહરણો જમા કર્યા છે જે ન દેવ માલામાં છે અને ન ઇસ્લામી માન્યતામાં. દેવરહા (Devraha) બાબા જેની ઉમ્ર અંદાઝે ૭૦૦ વર્ષથી વધારે હતી. (૧૪૭૭-૧૯૮૯) પરંતુ આ બધુ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી પૂરવાર નથી. એટલા માટે અમે તેઓની લાંબી યાદી રજૂ કરવાથી દૂરી રાખી છે. બીજી વાત જે અમે સાબિત કરવા ચાહીશુ તે એ છે કે દુનિયામાં ઘણી બધી એવી ચીજો મૌજૂદ છે જેને તર્કશાસ્ત્ર કે વિજ્ઞાનિક રીતે સમજાવી નથી શકાતુ પરંતુ એમ છતા તેનું વુજૂદ સાબિત છે. એટલા માટે વિજ્ઞાન એ વાતને નથી કહી શકતુ કે લાંબી ઉમ્ર અશક્ય છે. અમૂક ચીજો એવી છે જે કુદરતી દ્રષ્ટિકોણથી નજદીક સમજવામાં આવે છે.
૧. Ronnie અને Donnie Galyon (જન્મ: ૨૮ ઓકટોબર ૧૯૫૧) એ બે અમેરીકન જોડીયા છે. જે કમર પાસેથી એક બિજાથી જોડાયેલા છે અને હજુ પણ જીવતા છે. તેઓ એક જ ઘલિફક્ષ નો ઉપયોગ કરે છે અને સૌથી વધારે જીવતા રહેવાવાળા જોડીયા લોકોમાં તેમના નામે રેકોર્ડ છે.
૨. Lina Medina (Peru ના Ticrapo જિલ્લામાંથી) ને ઓપરેશનથી એક બાળક થયુ, તે સમયે તેની ઉમ્ર સાડા પાંચ વર્ષની હતી. બાળકનું વજન ૨.૬૪ કિ.ગ્રા. અને લંબાઇ ૪૭.૫ હતી. તે બાળકનું નામ Gerardo રાખવામાં આવ્યુ. Medina ના માં-બાપ કે જેમણે વિચાર્યુ હતુ કે તેમની દિકરીના પેટમાં ગાંઠ છે. પોતાની દિકરીને માર્ચના અંતમાં હોસ્પીટલમાં લઇ ગયા. જ્યાં તે સાત મહીનાની પ્રેગ્નેન્ટ જણાઇ અને વૈજ્ઞાનિક રીતે આ વાતને નોંધવામાં આવી.
૩. એક ૨૫ વર્ષનો West Verginia નો રહેવાવાળો શખ્સ જે સંપૂર્ણ રીતે બે પેટ રાખે છે, તેને UPI પ્રેસે ૫ ઓગષ્ટ ૧૯૮૧ માં પ્રકાશિત કર્યુ હતુ.
આ ઉદાહરણો વિજ્ઞાનને મર્યાદિત કરે છે અને નવા અભિપ્રાયોના માટે માર્ગ તૈયાર કરે છે. એટલા માટે લાંબી ઉમ્ર સામાન્ય હાલતોની વિરૂધ્ધ તો હોઇ શકે પરંતુ એમ છતા શક્ય છે. આ ચર્ચાનું હવે પછી નું કદમ એ છે કે વૈજ્ઞાનિકો પોતે લાંબી ઉમ્રની શક્યતામાં યકીન રાખે છે. તેને સાબિત કરવાનો સૌથી બહેતરીન તરીકો એ છે કે એ વૈજ્ઞાનિક કોશિષોને રજૂ કરવામાં આવે જેમાં લાંબી ઉમ્રને નજર સમક્ષ રાખવામાં આવી છે.

લાંબી ઉમ્ર અને જીંદગીનો અંદાજ:

ઇન્સાની આબાદીમાં લાંબી ઉમ્રને વધારવા માટે તેઓને બેહતર જીંદગી સુલભ કરવામાં આવે, જેમકે ખોરાક અને તંદુરસ્તીની હિફાઝત ઇન્ડસ્ટ્રીયલના પ્રથમ સમયમાં નવજવાનો અને આધેડ ઉમ્રમાં મૌત સામાન્ય હતી તેમજ ૭૦ વર્ષની ઉમ્ર જવલ્લેજ હતી અને આ Genestism ના લીધે ન હતુ પરંતુ માહોલના લીધે હતુ, જેમકે બિમારી, અકસ્માત અને ખોરાકની ઉણપ વિગેરે. ૨૦ મી સદીથી પહેલા ઘણી બધી બિમારીઓ અસાધ્ય હતી. બચ્ચાઓના જન્મના લીધે માતાઓના મૃત્યુ એક સામાન્ય બાબત હતી અને ઘણાં બધા બચ્ચાઓ પણ મૃત્યુ પામતા હતા. આ ઉપરાંત ઘણા બધા બુઝુર્ગો એવા હતા જે બિમારીનો યોગ્ય ઇલાજ ન થવાના લીધે મરી જતા હતા. ઉદાહરણ તરીકે બ્રિટનમાં ૧૮૭૧ ની એક વસ્તી ગણતરી (પોતાના પ્રકારમાં પ્રથમ)માં એક મર્દની સરેરાશ ઉમ્ર ૪૪ વર્ષ જોવા મળી છે. પરંતુ અગર બચ્ચાઓના મૃત્યુમાં ઘટાડો થાય છે તો બાલિગ અવસ્થામાં જીંદગી પસાર કરવાવાળા પુરૂષોની સરેરાશ ઉમ્ર ૭૫ વર્ષ જોવા મળી.
બ્રિટનમાં રેહવાવાળા પુરૂષોની સરેરાશ ઉમ્ર ૭૭ વર્ષ અને ઔરતોની ઉમ્ર ૮૧ વર્ષ અપેક્ષિત છે.
નિમ્નલિખિત મુદ્દાઓ, સંશોધકો અને ડોકટરો તરફથી ઉમ્રમાં વધારો કરવા માટે રજુ કરવામાં આવ્યા છે.

રૂહાની શાંતિ:

મઝહબી લોકોની ઉમ્ર લાંબી હોય છે એવુ સમજવામાં આવે છે જેમ કે આયતુલ્લાહ બુરૂજુર્દી (આયતુલ્લાહ ખુઇના ઉસ્તાદ) મરજએ તકલીદ હતા અને ઘણી બધી તકલીફોની સામનો કરવા છતા તેમની ઉમ્ર ૮૮ વર્ષની હતી. આયતુલ્લાહ ખુઇ ૯૬ વર્ષ સુધી જીવતા રહ્યા અને એ ઉમ્રમાં પણ લોકોના પ્રશ્ર્નો હલ કરતા રહ્યા.
Dr. Williams Poke કે જે એક મશ્હુર અમેરીકન ડોકટર છે તેણે આ પ્રયોગ કર્યો કે ૭૦ વરસની ઉમ્ર પસાર કરવાવાળા ૧૦૦૦ લોકોમાં ૪૩ મઝહબી, ૪૦ ખેડુત, ૨૯ ઓલમા અને ૨૪ ડોક્ટર હોય છે. આપણે જોઇ રહ્યા છીએ કે મઝહબી લોકોની ઉમ્ર ડોકટરોની ઉમ્રથી લગભગ બે ગણી છે. જો કે તેનાથી વિરૂદ્ધ હોવુ જોઇએ. બીજા મઝહબો અને કાનૂનો પણ સાવચેતીનો મશ્વરો આપે છે જેનાથી ઉમ્ર લાંબી થઇ શકે.

વારસાગત:

જીન્સ (Genes) એક વ્યક્તિની જીંદગીમાં એક મહાન ભૂમિકા ભજવે છે. ઉંદર પણ Genetics ના આધારે બનાવવામાં આવ્યો છે જે સામાન્ય ઉંદરના મુકાબલામાં બે ગણી જીંદગી જીવે છે. આ સાબિત કરે છે કે Genes એક મહત્વનો ભાગ ભજવે છે.

ખોરાક:

એ બાબત જોવામાં આવી છે કે રાણી માખી અન્ય મધમાખીઓની સરખામણીમાં ૪૦૦ ગણી વધારે જીવતી રહે છે. બિલ ફોર નામના ફ્રાન્સના એક મશ્હુર નિષ્ણાંતે શોધ્યુ છે કે રાણી માખી પોતાની પુરી જીંદગીમાં જેલી ખાય છે અને અન્ય માખીઓ ફક્ત ત્રણ દિવસ ખાય છે.

ઓછો ખોરાક:

એ જોવામાં આવ્યુ છે કે જે લોકોની જીંદગી વધારે હોય છે તેઓનો ખોરાક ઓછો હોય છે. ઇસ્લામ પણ ઓછુ ખાવા પર ભાર મુકે છે.

માહોલ:

ગંદકી અને અસ્વચ્છતા વિગેરેથી આઝાદી.

તાજી હવા:

તાજી હવામાં શ્ર્વાસ લેવા (ખાસ કરીને સવારના સમયે) અને હરીયાળીવાળા માહોલમાં રહેવુ અને એવા રૂમમાં ન રહેવુ જ્યા હવાનો આવવા જવાનો રસ્તો ન હોય.

ઠંડી આબોહવા:

ઠંડુ વાતાવરણ એ લાંબી ઉમ્રના માટે મહત્વનો ભાગ ભજવે છે અને ગણતરી તથા આંકડા એ જાહેર કરે છે કે ઠંડા પ્રદેશમાં રેહવાવાળા લોકોની જીંદગી ગરમ પ્રદેશમાં રેહવાવાળાથી વધારે લાંબી હોય છે.

મહેનત અને સંઘર્ષ:

એ સ્પષ્ટ છે કે મહેનત અને મશક્કત કરવાવાળાની ઉમ્ર કાઇ કામ ન કરવાવાળાની ઉમ્ર કરતા વધારે લાંબી હોય છે. વર્તમાન અભ્યાસમાં એ જોવા મળ્યુ છે કે નવરાશના સમયમાં સામાન્ય કસરત ઇન્સાનની જીંદગીમાં લગભગ સાડા ચાર વર્ષનો વધારો કરી દે છે.
ઉપરોક્ત લિખિત મુદ્દાઓ સામાન્ય રીતે લોકો જાણે છે. અગર એક શખ્સ તંદુરસ્તીની ઢબ પર પોતાની જીંદગી વિતાવે છે અને તેના હાથમાં તીબ્બી સુવિધાઓ છે તો ઉમ્ર લાંબી થશે પરંતુ આપણી આંખ ખોલવાવાળા વૈજ્ઞાનીકો એ જે જોયુ છે તે ઇ.સ. ૨૦૦૨ ના અંકમાં પ્રકાશિત થયો હતો જ્યાં વૈજ્ઞાનીક ઓપન અને વુપલએ આ શોધ કરી કે નિષ્ણાંતો જે ભાર મુકે છે કે અપેક્ષિત જીંદગી એક હદ સુધી પહોંચી ગઇ છે…….. વારંવાર ખોટી સાબિત થઇ ચુકી છે તે એ છે કે ઇન્સાન પ્રગતિની સાથે પોતાની ઉમ્રમાં અનંત તરક્કી કરી શકે છે, કરશે.
(૨) ઉમ્રનો દરજ્જો બિમારીની દ્રષ્ટિએ હોય છે. જુદા જુદા પ્રખ્યાત વૈજ્ઞાનીકો આ ચીજ અનુભવે છે કે હકીકતમાં સામાન્ય ઉમ્ર શારિરીક કાર્યની વિરૂદ્ધ બિમારી છે. C.Z.R. મુડી (AARP ના માટે તાલિમી કાર્યોના Director) લખે છે કે સામાન્ય પણે શુ છે અને બિમારી શુ છે. આ એક ઐતિહાસીક પૂર્વોત્તર સંબંધ પર આધારિત છે. ડેવિડ જેમ્સ (આસીસ્ટન્ટ ડાયરેકટર ઓફ ધ ઇન્સ્ટીટયુટ ઓફ Healthy Aging ભારપૂર્વક ચર્ચા કરે છે કે હકીકતમાં ઉમ્રને બિમારીની દ્રષ્ટિએ જોવી જોઇએ. ઉમ્રની આલમગીરીયતના કારણે તેઓ તેને બિમારીની ખાસ ક્રમ કહે છે. રોબર્ટ એમ્પરીમિલયન એ ઉમ્રની સ્પષ્ટતા માટે ઇ.સ. ૧૯૫૪ માં Aging Syndrome અને કોમ્પલીકેટેડ બિમારીની શર્તો બતાવી છે.
(૩) Anti Aging Medicines:
ઇન્સાની ઉમ્રને લાંબી કરવા માટે સૌથી વધારે સ્વીકાર્ય રીત અક્ષશિં અલશક્ષલ ખયમશભશક્ષયત અને નુસ્ખા છે. આપ શહેરોમાં એવી એડવર્ટાઇઝનો સામનો કર્યા વિના નથી રહી શક્તા જેમાં ચામડી અથવા વાળમાં ફેરફાર કરી ઉમ્રને ઓછી દેખાડવામાં આવે છે.
(૪) નવી ટેકનોલોજી:
નવી મેડીસીન ઉમ્રને લાંબી કરી શકે છે. જો કે ઘણા બધા અમલના ફેરફાર ઉમ્રના માટે જવાબદાર સમજવામાં આવે છે. K. Eric Drexler (ન્યુ ટેકનોલોજીના સ્થાપકોમાંથી એક છે) એ કોષોના રીપેરીંગના મશીનના બારામાં બતાવ્યુ છે જેમાં કોષોની અંદર કામ કરવાવાળા ગૈર હકીકી અનાખ્ત કોમ્પ્યુટરનો ઉપયોગ શામિલ છે. પોતાની ૧૯૮૬ ની કિતાબ Engines of Creation માં તેઓએ આ લખ્યુ છે.
Raymand Karzuweil:
એક ભવિષ્યવેત્તા (Futurist) એ પોતાની કિતાબ The Singularity is Near માં બયાન કર્યુ છે કે તે યકીન રાખે છે કે પ્રગતિશીલ મેડીકલ Neuro Botox 2030 સુધી સંપૂર્ણ રીતે ઉમ્રની અસરોને ગ્રહણ કરી શકે છે.
(૫) Cloning:
અમૂક જીંદગીને વધારવા મશ્વરો આપે છે કે Therapeutic Cloning અને Stem Cell નું સંશોધન એક દિવસ કોષો અને શરીરના હિસ્સાઓને પૈદા કરવાનો રસ્તો પ્રાપ્ત કરી શકે છે ત્યાં સુધી કે પુરૂ શરીર (સામાન્ય રીતે જન્મજાત Cloning) એક શક્ય મરીઝ ના માટે Genetics રીતે ઓળખવામાં આવશે. હાલમાં અમેરીકન સર્જરી વિભાગે ઉંદરોના થકી ઇન્સાનના શરીરના વધવાની શક્યતા પર રીસર્ચ  શરૂ કર્યુ છે.
(૬) સન્સ:
બુઢાપો ન હોવા બરાબર હોવાવાળી હિકમતે અમલી: મોટી-લાંબી જીંદગીની દરખાસ્ત વર્તમાન અને ભવિષ્યના જીવ રાસાયણિક અને Genetics Technique ને જમા કરશે. સન્સ સ્ટર્મ સેલ અને ટીશ્યુ એન્જીનીયરીંગ (Engineering)ના થકી ઉમ્રની અસરોને ઓછા કરવાની દરખાસ્ત મુકે છે.
એ નોંધવુ જરૂરી છે કે સન્સ કોન્ફરેન્સ સ્વતંત્ર મૌજૂદ છે અને વધતી ઉમ્રને રોકવા માટે અને ઉમ્રમાં વધારો રાખવાવાળી ફીલ્ડ છે તેને Biogernatology કહેવાય છે. વૈજ્ઞાનિક શાખાઓમાં એવા ઘણા બધા કારનામાઓ છે. ખુલાસા તરીકે એ કહેવુ જોઇએ કે દુનિયામાં હજારો વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને સંશોધકો છે જે ઉમ્રને રોકવા માટે અને ઉમ્રને વધારવા માટે કામ કરી રહ્યા છે. તેઓને ઉમ્ર વધારવામાં સફળતા પણ મળી છે. જો કે હજી તે મામૂલી છે પરંતુ ભાવિમાં મહાન દેખાઇ આવે છે. આની સાથે એક મૂળભૂત ખ્યાલ રાખે છે, ઉમ્રમાં વધારો થવો એ બહુજ વધારે શક્યતા ધરાવે છે.
ઉમ્રને લંબાવવા પર એક અંતિમ સંશોધન છે જેને અમે અલગ રાખ્યુ છે. કારણકે ટેકનોલોજીમાં પ્રગતિની સાથે ઉમ્રમાં વધારો શક્ય છે. આ અમે લખી ચુક્યા છીએ, બલ્કે અગર શરીરને સમજવામાં આવે તો તેને જેવી રીતે બનાવવામાં આવ્યુ છે, તેમાં અમર્યાદિત ઉમ્ર છે, જોકે ઓછા ઇલ્મના કારણે એ રીતોની જાણ નથી, જેના થકી તેને અમલમાં લાવવામાં આવે.
New Creations Theory:
બાયોલોજીમાં નવી ખિલ્કત (New Creation એ અમલની પ્રગતિ અને વિકાસ છે.) જોજીનીયમ, બાયોલોજી અને પારતિકી કુદરતી લચકથી મેળવે છે અથવા એ બનાવોને બનાવે છે. જે ખલલ અને નુકસાનનું કારણ દરેક પ્રજાતિથી ઇન્સાનની નવી ખિલ્કતની કુદરત રાખે છે. સહેલા શબ્દોમાં કોષો શરીરને બનાવે છે. ઇન્સાન સેલ્યુલર ક્ષમતા રાખે છે, જે સેલ ખરાબ થઇ ગયા છે તેને બનાવી શકે અથવા બદલી શકે છે. અથવા તે સેલની ઉમ્રને વધારી શકે જે ઇન્સાનના શરીરમાં નવા પૈદા થાય છે. આદમી બુઢો થાય છે અને મરી જાય છે, કારણકે તેની સેલ ફરીવાર બનાવવાની ક્ષમતા ધીમી અને સુસ્ત પડી જાય છે અને નુકસાનો વધી જાય છે. એ પણ બતાવવામાં આવ્યુ છે કે ઇન્સાનના શરીરના અમુક હિસ્સાઓને બીજીવાર બનાવવાની ક્ષમતા નથી ધરાવતો જેમકે હાડકાઓ. પરંતુ અભ્યાસમાં મળી આવે છે કે અમુક ઇન્સાન એવા પણ છે જે આ ક્ષમતા ધરાવે છે. મે-૧૯૩૨ માં L. H. Maccam એ The Canadian Medical Association Journal માં એક રીપોર્ટ પ્રકાશિત કર્યો કે જે નવી ખિલ્કતને સ્પષ્ટ કરી છે.
કપાયેલી આંગળી ફરીથી વધી ગઇ, બુઝુર્ગ લોકોના એ અંગુઠાઓ પણ પાછા વધી શકે છે જે રસીના લીધે ખત્મ થઇ જાય છે અથવા બળી જાય છે. સ્પષ્ટ બાયોલોજીકલ કારણ વિજ્ઞાનને નથી ખબર જે ઉમ્રથી સંબંધ ધરાવે છે. જો કે ઘણી બધી થીયરીઓ છે અને આખી દુનિયાની પ્રયોગશાળા તેમજ રીસર્ચ સેન્ટરોએ શરીરના સેલથી શરીરના હિસ્સા બનાવવા શરૂ કરી દીધા છે. વૈજ્ઞાનીકો એ વાત પર એક મત છે કે ઇન્સાન તેની ક્ષમતા રાખે છે કે પોતાના શરીરને નુકશાનથી ફરીવાર બરાબર કરી શકે. પરંતુ તેને એ નથી ખબર કે કઇ ચીજ તેની શક્તિને સુસ્ત કરે છે. પરંતુ અગર આ ક્ષમતા હંમેશા રહે જેમકે બીજા સજીવોમાં રહે છે તો ઇન્સાન ઘણા બધા લાંબા સમય સુધી જીવતો રહે. ફક્ત એક્સીડેન્ટ અથવા બહારની બિમારી તેની જીંદગીને કાપી શકે છે. અમારો હેતુ હતો કે અમે લાંબી ઉમ્રને વૈજ્ઞાનીક સંશોધન અને પરિણામોથી સાબિત કરીએ. અલ્લાહના ફઝ્લો કરમથી અમે તેમાં સફળ થયા છીએ. જો કે લાંબી જીંદગી સામાન્ય નથી પરંતુ વિજ્ઞાનના મતાનુસાર શક્ય છે. આ રીતે એ પરિણામ પ્રાપ્ત કરીએ છીએ. વૈજ્ઞાનીક શક્યતાઓના વર્તુળમાં ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) ની લાંબી ઉમ્ર હકીકત છે.

ખુલાસો:

લાંબી ઉમ્રના બારામાં બે માન્યતાઓ પર ઇન્સાનની અક્લ પોતાની વિકાસની મંઝિલો પાર કરે છે. એક એઅતેકાદી જેનો સંબંધ મઝહબથી છે તેમજ જેની બુનિયાદ સંશોધન પર આધારિત છે. બીજી માન્યતા ભૌતિક અને ઇલ્મી અથવા વૈજ્ઞાનિક તરક્કીઓના રીપોર્ટ પર શોધખોળ અને જાંચ પડતાળ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક અને ઇલ્મી રીસર્ચના થકી વિદ્ધાનોની એક ફિતરી આશાનુ પૈદા થવુ છે. ઉમ્રને લંબાવી શકાય છે અને તેના પર બયાનો આવતા રહે છે. એઅતેકાદી રીતે સંશોધન થયેલી વાત છે કે હજારો ઉદાહરણો લાંબી ઉમ્રના બારામાં મૌજુદ છે અને પછી જે ખાલિકે આપણને ઓછી ઉમ્ર આપી છે તે આપણને લાંબી ઉમ્ર આપવા માટે કુદરત રાખે છે. યાદ રહે કે તે કાદિરે મુત્લક છે.

યથાર્થતા:

અગર અલ્લાહ હઝરત ઇસા(અ.સ.)ને લાંબી ઉમ્ર આપી શકે છે તો ખત્મુલ મુર્સલીનના વસી જે ફખ્રે ઇસા ઇબ્ને મરયમ છે, તેને એક લાંબી ઉમ્ર શા માટે નથી દઇ શકતો અને તે ખુદા તો એ છે જે દરેક ચીજ પર કાદિર છે અને હવે એ અલગ વાત છે કે દુશ્મનીના કારણે ખાલિકના માટે સામાન્ય પણેની પરિભાષાની તાવીલાત સામે આવે છે. જેણે રકીમની ગુફામાં અસ્હાબે કહફને આજ સુધી જીવતા રાખ્યા છે. સાચુ તો એ છે કે ગુમરાહી અને ભટકવાના હજારો રસ્તા છે. હિદાયતનો રસ્તો માત્ર એક જ રસ્તો છે જેને સેરાતે મુસ્તકીમ કેહવાય છે અને તે તેઓનો રસ્તો છે જે અન્અમ્ત અને ગૈરે મગઝુબના મિસ્દાક છે. ઉપરોક્ત લખાણમાં વિદ્ધાનોની કોશિશ લાંબી ઉમ્રના બાબતે છે તે ફિતરતનો તકાઝો છે.
અલ્લાહના ખલીફા, મૌલા હુજ્જત ઇબ્નીલ હસન અસ્કરી(અ.સ.) અલ્લાહના ખલિફાનો ઝુહુર નજદીક આવી રહ્યો છે.
લોકો તેને દુર સમજી રહ્યા છે, કુર્આન તેને નજદીક કહી રહ્યુ છે.
અજ્જીલ અલા ઝહુરેક
—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *