અંધકારના દરિયાના ઘોડાઓ

Print Friendly, PDF & Email

ઇફ્તેખાર એટલે અંબીયા અને મુરસલીનનો સિલસિલો આસ્માની હતો. અમ્રે ખુદાવંદીના ઇરાદા હેઠળ હતો. ઇલાહી પયગંબરોની સંખ્યા એક લાખ ચોવીશ હજાર છે, તે સામાન્ય લોકો થી ખાસ લોકો એટલે કે ઓલમા સુધી દરેકની જીભ પર છે. આ અલ્લાહની મશિય્યત હતી કે આ સંખ્યાનો કોઇ પણ ઇન્કાર કરનાર ન થયો અને બારગાહે ખુદાવંદીમાં ન્યાય અને ફૈસલાના દિવસે કોઇ પણ વ્યક્તિ આંગળી ઉપાડીને એમ કહી ન શકે કે “ખુદા તરફથી અમને આ રસ્તા પર લઇ જવાવાળું કોઇ ન હતું કે જેના પર ચાલીને આ મંઝિલની તરફ સાબિત કદમ રહી શકીએ, જે ઇન્સાનને ખલ્ક કરવાનો તારોમકસદ હતો.
વાંચકો સારી રીતે જાણે છે કે, અંબીયા(અ.મુ.સ.) બે પ્રકારના છે. એક અંબીયાનો પ્રકાર તબ્લીગી સિલસિલો છે અને બીજો તશરીઇ. તબ્લીગી નબી એક વસ્તી ગામ અથવા એક ખાનદાન સુધી પોતાની નબુવ્વતના હોદ્દાના કાર્યો અંજામ આપતા હતા અને અગાઉના સાહેબે શરીઅત નબીના રસ્તા પર ચાલવાની હિદાયત પર નિયુક્ત હતા. તશરીઇ અંબીયા અને મુર્સલીનનો એ સિલસિલો કે જે શરીઅતના આદાબના તમામ પાસાઓની કિતાબ ખોલીને અમલ, તકરીર અને લખાણ વડે દુનિયાના ખૂણેખૂણામાં ફેલાવો કરે છે.
આટલી બાબતોને નજર હેઠળ રાખતા આ રીતે નબુવ્વતનો મકસદ પ્રતિબિંબિત થઇ રહ્યો છે.
“ઇસ્લામી ઇતિહાસમાં અંધકારના દરિયામાં દોડતા ઘોડાઓ.જંગલ અને દરીયા ઉપરાંત આફ્રિકાના જંગલોમાં અને યુરોપના ચર્ચોમાં પણ અઝાનોની અવાજ ગુંજી રહી છે. ઘોડાઓ પણ આબાદીઓમાં ખાના-ખરાબી અને એહલે ઇસ્લામના લશ્કરના સરદારોની જમીનોને રોંદતા અને દરીયાઓના પાણીમાં ઉછાળ લાવતું દેખાય તો છે, પણ દરેક વિચાર અને સમજણના માલિકની સામે ઇલાહી રિસાલત સવાલ કરી રહી છે કે, તૌહીદ પરસ્તોની આ શ‚આતથી નબુવ્વત અથવા રિસાલતની હિદાયતોમાં અલ્લાહના તરફથી એહકામો ક્યારેય નથી રહ્યા, જેના પર કમાલ અને સંપૂર્ણતાની મહોર લાગેલી હોય, ત્યાં સુધી કે મુરસલે અઅ્ઝમની પહેલા સીરતે નબવી હંમેશા હયાત કથનો અને આમાલોમાં લગાવનું કારણ રહ્યું અને અગર બારીકાઇથી જોવામાં આવે તો દુનિયાના તકાઝાઓ સ્પષ્ટ છે, કે ઇન્સાફ પસંદ હુઝૂરે સરવરે કાએનાત મોહમ્મદે મુસ્તફા(સ.અ.વ.) અગાઉના તમામ અંબીયા અને મુર્સલીનની હિદાયતનો ઉચ્ચ મેઅયાર હતા.
અગર ઇન્સાન મકસદને હાસિલ કરવા માટે ઝુલ્મનો સહારો લઇ રહ્યો છે, તો ઇલાહી પયગંબર તેની સામે મક્કમતાપુર્વક મુકાબલામાં આવી ગયા અને ઝુલ્મને પોતાના સબ્ર, સ્વતંત્રતા, સાબિત કદમી, ઇસાર અને કુરબાની તેમજ ઝુલ્મના ધંધાથી અકડાયેલી ગરદનોને તોડવામાં પોતાની જીંદગીની કોઇ પણ પળ વેડફવા નથી દીધી.
એક બાજુ જ્યારે અંબીયા(અ.મુ.સ.)નો ઇતિહાસ છે, જેને વાંચ્યા પછી સતત દિલમાં દર્દ ઉભરાય આવે છે અને ખ્યાલ આવે છે કે અલ્લાહ તઆલાના આ બંદાઓએ જેમના ખભાઓ પર હિદાયત, હકની દાવત, અને હયાતે ખિલ્કતના તરીકાઓ એટલે કે જીંદગીની સંપૂર્ણ વ્યવસ્થાની તબ્લીગની મહત્વની જવાબદારી રાખી હતી, કેવી રીતે પોતાની જવાબદારીના કાર્યો અંજામ આપ્યા હશે જ્યારે કે તેઓની સામે હુકૂમત, ફરેબી, સિયાસત, ધોકો, જેહાલતની શંકાની બુનિયાદ પર, તમામ વિરોધાભાસી પરિબળોના મોટા મોટા સમૂહો મુકાબલામાં આવી જતા હતા.હઝરતે અય્યુબ(અ.સ.), હઝરતે યાકુબ(અ.સ.), હઝરતે નૂહ(અ.સ.), હઝરતે ઇબ્રાહીમ(અ.સ.), હઝરતે ઇસા(અ.સ.), જનાબે મરયમ(સ.અ.) તેમજ હઝરતે ઇસા(અ.સ.)ના બનાવો જ્યારે સામે આવી જાય છે, તો વિચાર આવે છે કે અગર આ બુઝુર્ગવારોની ખિલ્કતમાં ખાલિકે અકબરે સહન કરવાની શક્તિના નૂરાની જવહરને ન રાખી હોત તો ઇન્સાનીયતના ઉપરોક્ત રહેબરોના હોંસલા પડી ભાંગતે. સ્વતંત્રતાની કમર તુટી જાત અને સબ્રનો પ્યાલો છલકાઇ જાતે. અંબીયા(અ.મુ.સ.)ની સામે જે વિરોધી તાકતો નવા-નવા ‚પમાં, નવા-નવા કાવતરાઓ, ખુબજ ઝહેરીલા હથીયારો સાથે રંગ બદલીને સામે આવ્યા, જેના દરેક ખુણા રાજકારણથી ખદબદતા હતા અને મકસદને હાસિલ કરવા જે દાવપેચ ઇસ્તેમાલ થયા છે, તેના અંધારામાં ઇન્સાનીયતનો દમ ઘુંટાઇ જાત અને તેને સૂરજના ઉગવાની સવાર ક્યારેય પણ નસીબ ન થાતે.
હઝરત યાકુબ(અ.સ.)નું ગિર્યા, હઝરત અય્યુબ(અ.સ.)નું સબ્ર, હઝરત મુસા(અ.સ.) માટે ફિરઔનનું પૂ‚ લશ્કર, હઝરત યહ્યા(અ.સ.)નું કત્લ, હઝરતે મરયમ(સ.અ.) અને જનાબે હાજરા(સ.અ.)ની તડપ, હઝરત ઇસા(અ.સ.) માટે સુળી, હઝરત ઇબ્રાહીમ(અ.સ.)ના માટે મીન્જીનીક (ગોફણ). બધા ચિલ્લાઇને બોલી રહ્યા છે અને આખી દુનિયા તે અવાજ પર કાનો ધરવા છતાકરેએજ છે જે નફરતની આંચને હવા આપે અને કહે એજ છે જે રાજનીતિ અને હુકૂમતની રવિશનું ચલણ હોય છે.
આજે પુરી દુનિયામાં દરેક ઘરે અને દરેક વ્યક્તિમાં ઇલ્મ અને સાયન્સની પ્રગતિની ચર્ચા થઇ રહી છે, આખી દુનિયા પ્રકાશિત તો થઇ પરંતુ અંધકારનો સામાન સાથે લઇને આ રોશની આવી છે. તેની સાબિતી એ છે કે દરેક ખુણે-ખાંચરે બોમ્બ બ્લાસ્ટ થવાની આશંકા, દરેક પળે એક ખતરાની તરફ નિશાન દોરે છે. ક્યારે અને ક્યાં ઇન્સાનના શરીરના અવયવો ઉડતા નજરે આવશે તેના વિશે કાંઇ કહી શકાય એમ નથી. કેટલીએ માતાનાં ભરેલા ખોળા ખાલી થઇ ગયા. કેટલાય નવયુવાનો કાળનો કોળીયો બની ગયા. કેટલાય ઘર બરબાદ થઇ ગયા. કેટલાય મહેનતુ લોકો અંધકારના દરીયામાં ડુબીને ગુમ થઇ ગયા. નામ ઇસ્લામનું અને ઘોડેસવારો જેહાલતના અને ઘોડાઓ અરબના. અંધકારોના સમન્દરો, ધોકા અને ફરેબની અમૂક કામયાબીનો સિલસિલો પોતાની સાથે લાવ્યો, સ્પેનમાં મસ્જીદો બનાવવામાં આવી, હબશ અને મિસ્રની તરફ જીત મેળવ્યા પછી ઇસ્લામની નામ અને સંસ્કૃતિની ચર્ચા થવા લાગી, તુર્કીસ્તાનમાં તુર્કીઓના હિસ્સામાં ખિલાફતનો અકીદો પોતાના સાધન અને સરંજામની સાથે સામે આવ્યો, છેવટે આ બધુ જ ઇસ્લામની તબ્લીગોનો સામાન બન્યો, જેના પર આજે મોટા ભાગના મુસલમાનો ફખ્રની સાથે કહે છે:
દીં અઝાને કભી યુરપકે કલીસાઓમેં
કભી અફ્રીકાકે તપતે હુવે સેહરાઓમેં
દશ્ત તો દશ્ત હૈ દરીયા ભી ન છોડે હમને
બહરે ઝુલ્માતમેં દૌડા દિયે ઘોડે હમને
અગર ઇતિહાસનો જીણવટભર્યો અભ્યાસ કરીએ  અને એ સમયમાં ચાલ્યા જઇએ તો હાકિમો, માલદારો અને જમીનદારો અને નેતાઓની સાથે પોષણ પામતી એક જ સરખી વ્યવસ્થા સામે આવે છે, જેનો સંબંધ ઇસ્લામી સંસ્કૃતિની પુખ્તતાથી હટીને અમુક નિશાનીઓ અને રિવાયતો સિવાય કશુજ નથી. જ્યારે સત્તા, રાજકારણ, મસ્લેહતના ઘોડાઓ પર વિજયી સવારો, અંધકારના દરિયામાં ચિરાગ પ્રગટાવીને ઇસ્લામની કાનૂન-વ્યવસ્થા પર ઇલ્મી આગેકુચ કરે છે, જેથી જનતાના ગળા પર તેનુંજ ઝહેર ધીમે-ધીમે ટપકતું રહે અને દરેક જુઠ સત્યનો અને દરેક ઝુલ્મ રહેમનો પોષાક પહેરી લે.
હાલના ઝમાનામાં એક મુરીશ (લાંબી દાઢીવાળો) મુબલ્લીગ ચીખો પાડીને, એકદમ જોશીલા અંદાજમાં પોતાની તકરીરોમાં કહી રહ્યો હતો, શીઆઓનો અકીદો છે કે તેઓનો કિબ્લો કરબલા છે, કાબા અને મક્કા શરીફ નથી. કુર્આન તેઓની કિતાબ નથી. જ્યારે કે દરેક મસ્જીદની અંદર ‘રઝીતો બિલ્લાહે રબ્બન’ની દુઆ પઢવામાં આવે છે. ભાગ્યેજ કોઇ એવી મસ્જીદ હશે જ્યાં નમાઝે જમાઅત શીઆ પઢતા હોય અથવા ફુરાદા નમાઝ પઢતા હોય અને આ દુઆ પઢવાથી ગાફીલ હોય. ઓછામાં-ઓછુ પોતાની દાઢીની લાજ રાખવા માટે તો ‘ફત્તકુલ્લાહ’ પર અમલ કર્યો હોત. જુઠ એક ગુનાહ જ નથી, પરંતુ ગુનાહોની માઁ છે. તે ઇન્સાફને કત્લ કરે છે, તે નિફાકને ખુબજ ખુબસુરતીની સાથે શણગારે છે, શરીઅતની સંસ્કૃતિને ખત્મ કરી નાંખે છે, તે બરાઅતની બુનિયાદ નાંખનાર છે, તે દુશ્મનીની જ્વાળા લઇને આવે છે અને સચ્ચાઇને સળગાવી દે છે. મારી સામે માત્ર ઉપરોક્ત ઉલ્લેખિત મુરિશ ??? (દાઢીવાળો) જ નથી, પરંતુ લેખકની જીંદગીના કાફલામાં એક જઝબાતી સમુહ છે, જેની જીંદગીની રીતભાતમાં એવી વિચારધારા જોવા મળે છે.
ઇસ્લામી સંસ્કૃતિના વિષયમાં બહરે ઝુલ્માતમાં ઘોડા દોડાવવાનો તસવ્વુર ડોકટર ઇકબાલ જેવા ફિલોસોફરો, દુરંદેશ, પ્રકાશિત દિમાગ, ઇન્સાફ પસંદ સ્વભાવ અને ઇલ્મ અને અમલ તરફ બોલાવનાર, આ વાત પર કેવી રીતે ફખ્ર કરે છે કે ઝુલ્મના દરીયામાં  દોડતા ઘોડા ઇસ્લામની તબ્લીગના એઅલાન કરનાર હતા. ઇસ્લામ નામ જ સલામતિ, અમ્નો-અમાન, રહેમતોનો વરસાદ અને અદ્લ સાથે જીંદગી પસાર કરવાના અર્થ અને મતલબની સાથે સંબંધિત છે. આફ્રિકાના ગરમ રણોમાં અને સ્પેનના ગિરજાઘરોમાં જે મર્યાદિત સમય પુરતી અઝાનો ગુંજી તેનું નામ ઇસ્લામ નથી. ઇસ્લામ એ દર્દનું નામ છે, જે આલે મોહમ્મદ(અ.મુ.સ.)એ પોતાની કુરબાનીઓ આપીને પત્થર દિલ ઇન્સાનોમાં પણ પૈદા કરી દીધુ હતુ.
હાં, અગર ઝુલ્માતના દોડતા ઘોડાઓએ ઇસ્લામની હકીકતની પ્રકાશિત ફાનસોને લાખ સાજીશ, મસ્લેહત, રાજકારણની તલ્વારો, નેઝાઓથી તોડવા ચાહ્યુ, પરંતુ તે કંદીલો જેને ઇલાહી સંપર્કની સાથે ઝમીન પર ઉતારવામાં આવી હતી, તેને કોણ તોડી શકેે. તેથી તે ફાનસો આજે પણ પ્રકાશિત અને મુનવ્વર છે. જરાક નજર ઉઠાવીને જુઓ, કરબલા, નજફ, સામર્રા, ખુરાસાન, બધા પર રોવાવાળી આંખોના આંસુઓની એવી પહેરગીરી છે કે તેની સ્થાપિત મજબુત દિવારોમાં જાણે કે સીસુ પીવડાવી દીધુ હોય. ઝમાનો પસાર થતો જાય છે અને તેની અંદર મજબુતાઇ પૈદા થતી જાય છે. આજે ઘોડા બધા ખત્મ થઇ ગયા અથવા તેની નસ્લો રેસમાં દોડી રહી છે, મેદાનોમાં બંધુકો છે, બોમ્બ છે, બુલડોઝર છે, ટેન્ક છે, ઝેરીલા હથીયારો છે. તે તમામમાંથી એક આફ્રિકામાં નાઇજીરીયા નામનો દેશ છે, ઝકઝકીના ખુનમાં લપેટાયેલી દાસ્તાન સામે છે. ઝકઝકીએ પોતાના ફરઝંદોને દફન કરતા ‘તકબ્બલ મિન્ના’ની સાથે એ પણ કહ્યુ કે આ ઉમ્મે રબાબના છ મહીનાના અલી અસ્ગરની નઝર છે. સમય પસાર થઇ ગયો. આફ્રિકાના ગરમ રણોની અવાજ ખત્મ થઇ ગઇ. નાઇજરીયાના દિલોને બાળી નાખનારા મસાએબ જે મોહિબ્બાને આલે રસૂલ અને તેઓની પૈરવી કરવાવાળા છે, હંમેશા બાકી રહેશે. સ્પેન પર હુમ્લો કરવાવાળાઓની નસ્લો રસ્તાઓ રોકવા પર નિયુક્ત છે પરંતુ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની તબ્લીગાતની અસર ઝડપથી દિમાગોમાં વસી રહી છે. આજે દુનિયા બરબાદીના ઢગલા પર જ‚ર ઉભી છે, પરંતુ કોઇ મુન્તકીમે ખુને હુસૈન એક ખુબસુરત એહસાસની શણગારોની સાથે જ્યારે દુઆ માટે હાથ ઉઠાવે છે, તો લવ્હ અને કલમની ઉભરાતી તહેરીર તેના હોઠોનો બોસો આપે છે.
આઇ. એસ. આઇ. એસ. આજે છે, કાલે ઝીલ્લતની સાથે પોતાના ઘટાટોપ મન્સુબાઓની સાથે યાદ કરવામાં આવશે. સચ્ચાઇ, સાબિત કદમી, પ્રફુલ્લીત ઇસ્લામી તહેઝીબના જવાહીર, કરબલાની કુરબાનગાહથી ફરઝંદે ઝહરાની ફોજના માટે છત્રછાયા બનીને આવી જશે.
આફતાબે ઇમામતના નૂરના કિરણો સંપૂર્ણ કાએનાતમાં પ્રકાશિત થઇને ઉભરી આવશે.
આપ હઝરતે હુજ્જત(અ.સ.)ના ઝુહૂર, મુન્તઝેરોની બેચૈની, ઝુલ્મની વધતી જતી ચળવળો, આ બધુ આપણા ઇમામે હાઝિર(અ.સ.)ની નજરમાં છે. અલ્લાહ તઆલા આપના ઝુહૂરમાં જલ્દી ફરમાવે…(આમીન)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *