મકસદે ઈમામ હુસૈન(અ.સ.) ઈમામ હુસૈન(અ.સ.)ની ઝબાનથી

Print Friendly, PDF & Email

પવિત્ર દીન ઇસ્લામનો એક મૂળભૂત હેતુ લોકોને દરેક પ્રકારની બુરાઈઓથી દુર કરવા અને તમામ પ્રકારની નેકીઓથી સુશોભિત કરવા છે. આ બાબતો ચાહે અકાએદથી સંબંધિત હોય કે અખ્લાક અને આમાલથી હોય. વ્યક્તિગત જીંદગી પર હોય કે સામાજિક જીંદગીથી. ભૌતિક દુનિયાથી સંબંધિત બાબતો હોય કે પછી આખેરત અને હાનીયતના બારામાં હોય. કારણકે ઇન્સાનને અલ્લાહે પોતાની તમામ મખ્લુક પર ફઝીલત અતા કરી છે. આથી તેને સંપૂર્ણતાનો સૌથી ઉચ્ચ મરતબો અતા કર્યો છે. એટલા માટે પોતાા સૌથી પ્યારા બંદાને એટલે કે હઝરત મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.)ને માનવજાતની હિદાયત માટે મોકલ્યા અને તેમની ઉચ્ચતા અને બુલન્દીની મેઅરાજને અર્શે ઇલાહી પર ભવ્યતા અતા કરી. એટલા માટે કે ખલ્લાકે કાએનાતે અમ્બીયા અને મુર્સલીન(અ.મુ.સ.)ના થકી પોતાની હુજ્જત એવી રીતે કાએમ કરી દીધી કે આ ઉલ્લેખથી પોતાની આ સૌથી શ્રેષ્ઠ મખ્લુકને બેનિયાઝ રાખ્યા નહિ. એટલુ જ નહિ પરંતુ ઈમામ હુસૈન(અ.સ.)ની શહાદત બાદ આ તઝક્કુરાત ઉપર અક્મલ્તો અને અત્મમ્તોની મહોર લગાવી દીધી.

હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની બેમિસાલ બલ્કે બેમિસાલ કરતા પણ ઉચ્ચ શહાદત એ હિદાયતનો ઉંચામાં ઉંચો મિનારો છે. જે દરેક સમયગાળામાં, દરેક જગ્યાએ અને દરેક વ્યક્તિને નેકીઓ અને ભલાઈઓ તરફ દાવત આપી રહ્યો છે. એટલા જ માટે આપણે ઈમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતમાં પડીએ છીએ અસ્સલામો અલય્ક યા ખેયરતલ્લાહે વબ્ન ખેયરતેહ… આ વાક્ય ઇન્સાનીયતની આંખોની સામે પ્રકાશિત હકીકતોના કેટલાય ઝખાઓ ખોલે છે. શહાદતના આ વાકેઆમાં ફક્ત સોઝ અને બુકા, આહો ગીયર્િ જ નથી પરંતુ દર્સ છે, ઇબ્રત છે, એક સતત પૈગામ છે. આ જંગ હી.સ. 61માં કરબલામાં ખત્મ નથી થઇ પરંતુ આજે પણ શ છે અને આ દુનિયાની એક માત્ર જંગ છે જેમાં ક્યારેય હાર નથી થઇ. હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની ફૌજ હંમેશા વિજયી રહી છે. એનું કારણ એ છે કે અ જંગનું હકીકી તત્વ ખુદા ખાતર ઇખ્લાસ છે અને ખુદા ક્યારેય પરાજિત નથી થતો. તો તેની માટે જંગ કરવાવાળા જેઓનો બસ એક માત્ર હેતુ હોય કે કલેમતુલ્લાહની જીત અને સર બુલંદી, તો તેઓ કેવી રીતે પરાજીત થઇ શકે?

કરબલાના વાકેઆનો મુખ્ય હેતુ અમ્ર બીલ મઅફ અને નહ્ય અનિલ મુન્કર છે. જ્યારથી અમ્ર બીલ મઅફ અને નહ્ય અનિલ મુન્કર કિતાબોની હદ સુધી મર્યિદિત થઇ ગયું છે લોકો તેનો ઉલ્લેખ બસ એવી રીતે કરે છે જેવી રીતે કોઈ કિસ્સો સંભળાવી રહ્યા હોય. હાલમાં જે દરેક જગ્યાએ વેર-વીખેરપણું છે, અફરા-તફરી છે, ગ્રુીઝમ છે, ફિરકાબંધી છે. તેનું એક કારણ આ મહાન વાજીબાત પ્રત્યે બેદરકારી છે. અમુક લોકોએ પોતાની સગવડતા માટે અને પોતાના ખ્યાલમાં પોતાને જવાબદારીથી મુક્ત કરી દેવા માટે આ મહત્વની જવાબદારીને ફક્ત ઓલમાઓના માથા પર નાખી દીધી છે. બીજી બાજુ મદ્રેસાઓી જે હાલત છે તે પોતે ખાસ ધ્યાન આપવાનો સબબ છે.

એહલેબૈત(અ.મુ.સ.) માત્ર દીન લઈને જ નથી આવ્યા પરંતુ તેઓ દીનના મોહાફીઝ પણ છે. તેઓએ દીનની હિફાઝતના રસ્તાઓ પણ બયાન કરેલા છે, એ રસ્તાઓમાં એક રસ્તો અમ્ર બીલ મઅફ અને નહ્ય અનિલ મુન્કર છે. આ સંદર્ભે અઈમ્મા (અ.મુ.સ.)ની અસંખ્ય હદીસો છે. અમુક રીવાયતોમાં અમ્ર બીલ મઅફ અને નહ્ય અનિલ મુન્કરને સૌથી મહત્વની જવાબદારી ગણવામાં આવી છે. ઇસ્લામની તફસીર, તમામ તાલીમાતની જીંદગી અને બાકી રહેવું બસ આ જવાબદારીની બુનિયાદ પર છે. મોર્હર્મુલ હરામની મુનાસેબતથી સૈયદુશ્શોહદા હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ની એ સ્પષ્ટ અને મજબુત હિદાયતો વર્ણન કરવાની ખુશ-નસીબી હાસિલ કરી રહ્યા છીએ.

જે તેઓએ અમ્ર બિલ મઅફ અને નહ્ય અનિલ મુન્કરના બારામાં બયાન ફરમાવી છે:

આ વાતો જનાબે ઇબ્ને શોઅબુલ હરર્નિી કિતાબ ‘તોહ્ફુલ ઉકુલ’થી વર્ણવી રહયા છીએ. એ વાતનો ખાસ ખ્યાલ રહે કે અઈમ્મએ માસૂમીન (અ.મુ.સ.)ના તમામ બયાનો અને રીવાયતો ખુદાવંદે આલમના ઇલ્મની તરજુમાન હોય છે. આપ (અ.મુ.સ.)ની દરેક વાત અને દરેક અમલનો સ્ત્રોત ઇલાહી ઇલ્મ અને અલ્લાહની મરઝી છે. તેઓનું ઇલ્મ તેમના દિમાગ અને વિચારોની શોધ નથી પરંતુ હકીકત અને વાસ્તવિકતાની તરજુમાની છે. આ સિવાય તેમની વાતચીતમાં જરાપણ અતિશયોક્તિ નથી. અગર કોઈ વાતની એહમિયત બયાન કરવામાં આવી છે અને જેટલી એહમિયતની સાથે બયાન કરવામાં આવ્યું છે તે એક ભરપુર હકીકત છે. અને જે વાતોથી ડરાવ્યા છે અથવા તેના પરિણામો બયાન કરવામાં આવ્યા છે તો ખરેખર હકીકતમાં  એવાજ છે.

કુરઆને કરીમ એ જે અન્ય ઉમ્મતોના વાકેઆત બયાન કર્યા છે, તે ફક્ત તિલાવત અને સવાબ માટે નથી, પરંતુ સો સો દર્સ અને ઇબરત હાસિલ કરવા માટે છે. ખુદાવંદે આલમે વાકેઆતના સ્વપમાં પોતાના કાનુનો બયાન કયર્િ છે. અગર આપણે લોકો પણ એ રસ્તા પર ચાલશું તો આપણું પણ એવુ જ થશે. આ અલ્લાાહનો કાનુન છે. હવે તમે અમ્ર બિલ મઅફ અને નહ્ય અનિલ મુન્કરના બારામાં હઝરત ઈમામ હુસૈન (અ.સ.)નું બયાન ધ્યાનથી વાંચો.

“અય લોકો! ખુદાવંદે આલમે પોતાના અવલીયા અને દોસ્તો જે બાબતોની નસીહત ફરમાવી છે તેનાથી ઇબરત હાસિલ કરો આ લોકો પોતાના દીની ઓલમાઓની વગર કારણે ખોટી પ્રશંસા કરતા હતા. ખુદાવંદે આલમે આ બારામાં કુરઆને કરીમમાં ઈર્શાદ ફરમાવ્યું છે:

“તેઓના ઓલમા અને પૈરવકાર લોકોને શા માટે ગુનાહો અને હરામ માલ ખાવાથી રોકતા ી. આ લોકો કેટલું બુરુ કામ અંજામ આપતા હતા.

(સુરે માએદાહ, આયત: 63)

“તેઓ પોતાના લોકોને બુરી વાતોને બજાવી લાવવાથી પણ રોકતા હતા નહીં. આ લોકો કેટલું બુરું કામ કરતા હતા.

(સુરે માએદાહ, આયત: 79)

આ બે આયતોની દરમિયાનવાળી આયતોમાં યહુદીઓના ઓલમાઓનો ઉલ્લેખ થયો છે. કેવી રીતે આ લોકો દીની તહેરીફમાં ખામોશ તમાશો જોનારની જેમ રહેતા હતા. દીન બરબાદ થતો રહ્યો અને આ લોકો જોતા રહ્યા. કુરઆને કરીમએ આ ઓલમાની ખામોશીી પણ મઝમ્મત કરી છે, જે આ પ્રકારના ઓલમાનો એહતેરામ કરે છે.

“ચોક્કસ! ખુદાવંદે આલમે એટલા માટે એમની મઝમ્મત કરી છે કે આ લોકો ઝાલીમોને પોતાની આંખની સામે બુરાઈઓને અંજામ આપતા જોતા હતા, છતા તેઓથી મળવાવાળી ચીજો અને તેઓના ખૌફથી તેઓને રોકતા ન હતા, ખુદાવંદે આલમનો હુકમ હતો કે તમે લોકોથી હરગીઝ ડરો નહી, બસ ફક્ત મારાથી ડરો.

(સુરે માએદાહ, આયત: 44)

ખુદાવંદે આલમે કુરઆને કરીમમાં આ સિફ્તો બયાન ફરમાવી છે:

“મોઅમીન મર્દ અને મોઅમેના ઔરતો એક બીજાના વલી અને દોસ્ત છે. તેઓ એક બીજાને નેકીઓનો હુકમ નેકીઓનો હુકમ આપે છે અને બુરાઈઓથી રોકે છે.

(સુરે તૌબા, આયત: 71)

ખુદાવંદે આલમે અમ્ર બિલ મઅફ અને નહ્ય અનિલ મુન્કરથી શઆત કરીે આ જવાબદારીનું મહત્વ સ્પષ્ટ કર્યું છે. કારણકે ખુદાવંદે આલમ એ જાણે છે કે અગર આ જવાબદારી અદા થઇ  ગઈ અને તેના પર કાયદેસર અમલ થઇ ગયો તો બાકીના તમામ ફરાએઝ આપમેળે અદા થઇ જશે, ચાહે તે સહેલા હોય કે અઘરા.

એનું એક કારણ એ છે કે અમ્ર બિલ મઅફ અને નહ્ય અનિલ મુન્કર લોકોને ઇસ્લામ તરફ એવી રીતે દાવત આપે છે કે ઝુલ્મને રદ્દ કરે અને ઝાલીમોની મઝમ્મત કરે છે. બૈતુલમાલને સહીહ રીતે વહેંચણી કરી સહીહ જગ્યાએથી ટેક્સ વસુલ કરે છે અને યોગ્ય જગ્યાએ ખર્ચ કરે છે. અય લોકો! તમે લોકો ઈલ્મના માટે મશહુર છો અને નેકીઓ થકી તમારો ઝીક્ર કરવામાં આવે છે. નેકી કરવાવાળાઓમાં તમા નામ છે અને ખુદાના નામ માટે લોકોના દિલો પર તમારી એક ખાસ ઇઝ્ઝત છે. શરીફ તમારાથી ડરે છે, કમઝોર તમારો એહતેરામ કરે છે અને એ લોકો પર તમને અગ્રતા આપે છે જેઓ પર તમને ફઝીલત હાસિલ નથી અને ન તો એ લોકો પર તમારો કોઈ હક છે. જે ચીજો લોકો હાસિલ નથી કરી શકતા તમે તેની ભલામણ કરો છો, રસ્તાઓમાં બાદશાહોની જેમ ચાલો છો અને અભિમાનને વ્યક્ત કરો છો.

શું આ સબબ એટલા માટે નથી કે લોકોને  તમારાથી ઉમ્મીદ છે કે તમે ખુદાના હકને સ્થાપિત કરશો. જો કે તમે ખુદાના ઘણા બધા હક્કોને અદા કરવામાં બેદરકારી દાખવો છો. અને પોતાના ઈમામોના હકને હળવા અને હલ્કા ગણો છો. તમે લોકોએ કમઝોરોના હકને વેડફી નાખ્યો, અને પોતાના કાલ્પનિક હકોને હાસિલ કરી લીધા. આ રાહમાં ન તો તમે કંઇ માલ ખર્ચ કર્યો અને ન તો જેના માટે તમને પૈદા કરવામાં આવ્યા હતા તેના માટે તેના માટે કોઈ કામ બજાવી લાવ્યા અને ન તમે ખુદાની માટે કોઈ કબીલાથી કોઈ દુશ્મની કરી હોય, જયારે કે ખુદાની જન્નતની તમન્ના રાખો છો, તેના રસુલની સાથે રહેવાનું પસંદ કરો છો. ખુદાના અઝાબથી રક્ષણ અને અમાન ચાહો છો, અને ખુદાથી આવી આવી તમન્નાઓ રાખવાવાળાઓ મને ખૌફ છે કે ક્યાંક તમારી ઉપર અઝાબ નાઝીલ ન થઇ જાય.

ખુદાની તરફથી તમને જે ઇઝ્ઝત અને બુઝુર્ગી દેવામાં આવી છે, તમે એ લોકોનો એહ્તેરામ નથી કરતા, જે ખુદાની મઅરેફત રાખે છે, જયારે કે લોકોની દરમિયાન તમે ખુદાના જ લીધે ઇઝ્ઝતવાળા અને માનનીય છો, તમે જોઈ રહ્યા છો કે ખુદાના અહદ અને કરારને તોડી નાખવામાં આવી રહ્યા છે, પરંતુ તમારી ઉપર તેની કોઈ અસર નથી થતી અને અગર તમારા બાપ દાદાઓના અહદ અને કરાર તૂટી જાય તો ખુબજ શોર મચાવો છો. રસુલે ખુદા (સ.અ.વ.)ના અહદ અને કરારની તમારી પાસે કોઈ એહમિય્યત નથી. તમારા શહેરોમાં આંધળા, બહેરા અને અપંગ લોકોનું કોઈ પૂછવાવાળું નથી, તેઓ પર તમે કોઈ દયા નથી કરતા, ન પોતાના ઘરોમાં કોઈ કામ કરો છો અને ન તો કોઈ કામમાં મદદ કરો છો. ઝાલીમોના દરબારમાં ચાપલુસી અને કાવતરા વડે પોતાને સુરક્ષિત કરી લ્યો છો, જયારે કે ખુદાવંદે આલમે તમામ બાબતોથી તમને રોક્યા છે અને તેનાથી દુર રહેવાનું કહ્યું છે, પરંતુ તમે એ તમામ ચીજોને ભુલાવી દીધી છે.

સામાન્ય લોકોની સરખામણીમાં તમારી જવાબદારીઓ અને તકલીફો વધારે છે, અગર તમને એહસાસ થાય કે તમને ઓલમાની મન્ઝેલત અને મરતબો હાસિલ છે.

આનું કારણ એ છે કે તમામ બાબતોને શરુ રાખવી અને એહકામને અમલી સ્વપ આપવું એ ઓલીમોના હાથો પર છે જે ખુદાની મઅરેફત અને ખૌફ રાખે છે. જે ખુદાના હલાલ અને હરામ પર તેના અમાનાતદાર છે. તમારી પાસે આ મન્ઝેલત અને મરતબો એટલા માટે છીનવી લેવામાં આવ્યો કે તમે હક ઉપર હોવા છતાં એક નથી, છુટા-છવાયા છો અને વેર-વિખેર છો. સ્પષ્ટ સુન્નતો હોવા છતાં આપસમાં મતભેદ રાખો છો.

અગર તમે ખુદાની રાહમાં સબ્ર કરતે અને તકલીફો સહન કરતે તો ખુદાના કાર્યો તમારી થકી શ રહેતે અને તમારી તરફ પલ્ટીને આવત, પરંતુ તમે પોતાના મકામ અને મનઝેલતથી ઝાલીમોની મદદ કરી અને અલ્લાહની બાબતો એ લોકોના હવાલે કરી દીધી જે શંકાશીલ બાબતો પર અમલ કરે છે અને ખ્વાહિશાતના રસ્તા ઉપર ચાલે છે. તમે એટલા માટે તેમને સત્તાવાન કરી દીધા છે, કે તમે મૌતથી ભાગો છો અને દુન્યવી ઝીંદગીમાં ખુશ છો. એ જીંદગી જે એક દીવસ તમને છોડીને ચાલી જશે. તમે કમઝોરો અને ઝઇફોને તેમના હવાલે કરી દીધા. અમુક ગુલામ બનીને રહી ગયા અને અમુક પોતાની રોજીંદી જરતો પૂરી કરવામાં અશક્ત છે. આ લોકો મુલ્કમાં જે તેની ઈચ્છા થાય તે પ્રમાણે કરે છે. પોતાની ખ્વાહિશાતની પૈરવી કરે છે. અપમાનને અનુભવી રહ્યા છે, તેઓ બુરાઈઓની પૈરવી કરી રહ્યા છે અને ખુદાની સામે બહાદુર છે. દરેક શહેરમાં મીમ્બર પર તેમનો એક ખતીબ છે જે ચીખો પાડી રહ્યો છે, જમીન પર તેઓનો કબ્જો છે અને તેઓના હાથ ખુલ્લા હોય છે, જ્યારે કે તેઓના ગુલામ બનીને રહી ગયા, તેઓની તરફથી કોઈ બચાવ કરવાવાળું નથી, તેઓમાં ઝાલીમો અને જાબીરો છે જે કમઝોરોના હકમાં સખ્તાઈથી વર્તે છે, આ એવા ફરમાન કરનારા છે જેને શઆત અને અંતની કોઈ ખબર નથી.

આ વાત કેટલી બધી આશ્ર્ચર્યજનક છે અને હું આશ્ર્ચર્ય કેમ ન કરું? જમીન એ લોકોથી અને મઝલુમોથી ભરેલી પડી છે. મોઅમેનીન પર જેઓને હાકીમ બનાવવામાં આવ્યા છે તેઓના દિલમાં રહેમ નથી.

ખુદાવંદે આલમ આપના પ્રશ્નો અને મતભેદોમાં ફેસલો કરવાવાળો છે.

ખુદાયા! તું જાણે છે કે અમારામાંથી કોઈને ન તો હુકુમતની ઈચ્છા છે અને ન તો દુનિયાની કોઈ તલબ અને આરઝૂ છે.

પરંતુ અમે એ ઈચ્છીએ છીએ કે તારા દીનની નિશાનીઓ સ્પષ્ટ અને બુલંદ હોય. તારા શહેરોમાં સુધારણા જાહેર થાય. તારા મઝલુમ બંદાઓ શાંતિ અને સુરક્ષામાં રહે. તારા વાજીબાત, સુન્નતો અને એહકામો ઉપર અમલ થાય.

અગર આ માર્ગમાં તમે લોકોએ અમારી મદદ ન કરી અને અમારી સાથે ઇન્સાફ ન કર્યો તો ઝાલીમ તમારી ઉપર વધારે શક્તિશાળી થઈ જશે અને તમારા નબીના નુરને બુજાવી નાખવાની પૂરી કોશિશ કરશે.

ખુદા અમારા માટે પુરતો છે, તેના પર અમારો ભરોસો છે, તેના તરફ અમારુ ધ્યાન છે અને તેની બારગાહમાં જવાનું છે….

હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ના આ બયાનને ખુબજ ધ્યાનથી વાંચો અને આજની પરિસ્થિતિ પર નજર નાખો, તો આપણને એ અંદાજો આવશે, આ તમામ પ્રશ્ર્નો, આ તમામ મુસીબતો અમ્ર બિલ મઅફ અને નહ્ય અનિલ મુન્કરથી પોતાના દામનને છોડાવવાના લીધે છે.

સારાંશ:

એ સમય યાદ કરીએ જયારે મોઆવિયા આ દુનિયાથી ચાલ્યો ગયો અને યઝીદ સત્તાની ખુરશી પર આવ્યો તો હકપરસ્તોનું અરબ અને તેની આસ-પાસમાં એક એવો માહોલ પૈદા થઈ ચુક્યો હતો કે હક પરસ્તોના માટે ગાલીબના કૌલ મુજબ:

તાબએ સુખન વ તાકતે ગુગા નહીં હમકો

બાતિલ પ્રચારનો એક શોર હતો અને ઇસ્લામી તઅલીમાતને દબાવવા માટે તમામ તાકતો કામે લાગી ગઈ હતી. પરંતુ આ અલ્લાહ તઆલાની એ વ્યવસ્થા હતી જે કયામત સુધી બાકી રહેશે. એટલે હજી હઝરત ઈમામ હુસૈન(અ.સ.) મૌજુદ છે, અલ્લાહના પ્રતિનિધિ હજી તમામ સાઝીશોને નાબુદ કરવા અને બરબાદ કરવા માટે એ તાકાત રાખતા હતા જેને પહેલા કોઈ વિચારી પણ શકતા ન હતા. હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની શહાદત અમ્ર બિલ મઅફ અને નહ્ય અનિલ મુન્કર ઇલાહી રીસાલતની તઅલીમાત પ્રમાણે એવી રીતે સ્થાપિત થઇ કે તેને દુનિયામાં કોઈ તાકાત મિટાવી શકશે હી. આખેરુલ અમ્ર મહદી આખેરુઝ્ઝમાન (અ.સ.)ને આપના સલામ જે તમામ દુનિયા પર કુરઆનના એહકામ અને સુન્નતે નબીની તલ્કીન  કરનારા છે.

હાલનો સમય બોલી રહ્યો છે, દુનિયા તમામ તાગુતી બુરા લોકોના રાજકારણથી ઉભરાઈ રહી છે, નેક કામનો હુકમ આપવાવાળા અને બુરા કામથી રોક્વાવાળાને ભુલાવી દેવાવાળાનો સમૂહ દરેક બાજુ છે. પરંતુ એક હુસૈન (અ.સ.) જીવતા છે, જેના દમથી દુનિયા કાયમ છે, તે હુજ્જતે ખુદા છે, તે મઅસુમ છે અને ગયરુલ મગ્ઝુબ છે. તેમના માર્ગ પર તેમની હિદાયતોના મુજબ એલાન જાહેર છે કે ચાલતા રહો, તેમની હિદાયતનો ચિરાગ પગલે-પગલે પ્રકાશિત છે. આપણી જવાબદારી છે કે જાગૃત રહીએ અને નફ્સાની ખ્વાહીશાતથી બચીએ, તેમના તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ, જેથી આખેરત ખૈરની સાથે થાય…

યા હુસૈન(અ.સ.)… યા મહદી(અ.ત.ફ.શ.)….

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *