ઇમામ મહદી(અ.સ.) અને આપ(અ.સ.)થી દુશ્મનીના બારામાં

Print Friendly, PDF & Email

ખુદા અને તેના રસુલ(સ.અ.વ.)એ જે દિવસથી હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહૂરના બારામાં અને તેમના થકી દુનિયાને અદ્લો ઇન્સાફથી ભરવા અને ઝુલ્મો જૌરનો અંત અને ઝાલિમ અને જાબિર, સિતમગારની નાબુદીની ખુશ-ખબરી આપી છે, તે દિવસથી જ લોકોએ આપ(અ.સ.)થી દુશ્મની શરૂ કરી દીધી છે. ઇમામ મહદી(અ.સ.)થી દુશ્મની આજે પણ કોઇ ન કોઇ સ્વરૂપમાં શરૂ છે. જેમ જેમ ઝુહૂરનો સમય નઝદીક આવતો જાય છે દુશ્મની વધતી જઇ રહી છે, અને દુશ્મનીના નવા નવા અંદાજો પણ સામે આવે છે. આ સમયમાં આપણી જવાબદારી છે કે આ દુશ્મનીને ખુબ સારી રીતે સમજીએ અને તેના પ્રકાર અને રીતને સારી રીતે સમજીએ. આ હુમલાઓથી પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે દરેક રીતે તૈયાર રહેવુ જોઇએ. આ દુશ્મની અને વિરૂધ્ધતાના અમુક કારણો નીચે જણાવીએ છીએ.

  1. જેહાલત

ઇન્સાનની ફિતરતમાં એક જીવનનું તત્વ એવુ પણ તડપતુ હોય છે કે તે જેને નથી જાણતો અથવા નથી ઓળખતો, તેનો વિરોધ કરે છે અને પોતાની વૈચારિક શક્તિ સાથે તેનાથી ટકરાવાની કોશિશ કરે છે. જ્યારે મક્કાવાળાઓએ પયગમ્બર(સ.અ.વ.)ની મુખાલેફત શરૂ કરી અને દુશ્મની પર કમર કસી લીધી તો આપ(સ.અ.વ.)એ આ રીતે દોઆ ફરમાવી:

અલ્લાહુમ્મ એહ્દે કવ્મી ફ ઇન્નહુમ લા યઅ્લમુન

“ખુદાયા! મારી કૌમની હિદાયત કર, બેશક! આ લોકો મને ઓળખતા નથી.

આ લોકો એટલા માટે મારો વિરોધ કરે છે અને દુશ્મની પર તૈયાર છે કે તેઓ રસુલ અને રિસાલતને જાણતા નથી, અગર તેઓને ખબર હોત કે હું શું છું? મારો પયગામ શું છે? તો મારો વિરોધ ન કરતે, અથવા જ્યારે શામની બઝારમાં એ શામી બુઢ્ઢાએ અસીરાને કરબલાની સામે ખુશી વ્યક્ત કરી તો તેની ખુશીનો સબબ એ હતો કે તેને ખબર નહોતી કે આ લોકો કોણ છે? જ્યારે ઇમામ ઝયનુલ આબેદિન(અ.સ.)એ પોતાની ઓળખાણ કરાવી અને જ્યારે તે હકીકતથી વાકિફ થઇ ગયો તો તરત જ તૌબા કરી લીધી અને તેની દુશ્મની દોસ્તીમાં બદલાઇ ગઇ.

હાલમાં અત્યારે અમુક લોકો માત્ર એટલા માટે હઝરત ઇમામ ઝમાના(અ.સ.)નો વિરોધ કરી રહ્યા છે કે તેઓ આપની અઝમતોથી માહિતગાર નથી.

  1. અંગત સ્વાર્થ:

ઘણીવાર વ્યક્તિગત ફાયદો, દુનિયાની મોહબ્બત, શોહરત પરસ્તી, હોદ્દાની મોહબ્બત ઇન્સાનને હકના રસ્તાથી ગુમરાહ કરી દે છે. હક વાત કબુલ કરવાથી રોકી દે છે. તલ્હા અને ઝુબૈરને દુનિયાની મોહબ્બત અને હોદ્દાને હાસિલ કરવાની તડપે હઝરત અલી(અ.સ.)ની વિરૂધ્ધ ઉભા કરી દીધા હતા. બેશક! તેઓએ સતત હઝરત રસુલે ખુદા(અ.સ.વ.) ની ઝબાનથી હઝરત અલી(અ.સ.)ના ફઝાએલની હદીસો સાંભળી હતી. તેઓ જાણતા હતા કે, હક ફકત અને ફકત હઝરત અલી(અ.સ.)ની પાસે છે, પરંતુ દુનિયાની મોહબ્બત અને હોદ્દાની લાલચે તેઓને સંપૂર્ણ રીતે પોતાની પકડમાં લઇ લીધા હતા. તેઓ જાણતા હતા છતા હક કબુલ કર્યો નહી, પરંતુ હકનો વિરોધ કરી રહ્યા હતા. દુશ્મની અને કત્લ કરવા માટે તૈયાર હતા. આ પ્રકારના લોકો માટે ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું:

ઇન્નન્ નાસ અબીદુદ્ દુન્યા વદ્ દીનો લએકુન્ અલા અલ્સેનતેહિમ્ યહૂતૂનહૂ મા દર્રત્ મઆયેશોહુમ્ ફ એઝા મુહ્હેસુ બિલ્ બલાએ કલ્લદ્ દય્યાનૂન્

ચોક્કસ! લોકો દુનિયાના ગુલામ છે, દીન તેઓ માટે જીભનો સ્વાદ છે, જ્યારે તેઓની રોજી રોટી દીનથી જોડાએલી છે, દીનની વાતો કરતા રહે છે. પરંતુ જ્યારે બલાઓમાં ગિરફતાર થાય છે, તે સમયે દીનદાર લોકો બહુજ ઓછા હોય છે.

(તોહફુલ ઉકુલ, પાના:245)

એટલે કે દીન અને દીનદારી ફક્ત એ સમય સુધી છે, જ્યાં સુધી વ્યક્તિગત ફાયદો અને દુનિયાથી જોડાએલા છે. અગર દુનિયા ખતરામાં પડે તો દીનથી દૂરી ઇખ્તીયાર કરી લે છે.

હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.) ફરમાવે છે:

અમારા ચાહવાવાળા ત્રણ પ્રકારના હોય છે:

1) ફિર્કતુન્ અહબ્બુના ઇન્તેઝાર કાએમેના લે યોસીબુ મિન્ દુન્યાના ફ કાલુ વ હફેહઝુ કલામના વ કસ્સરૂ અન્ ફેઅ્લેના ફસયહ્શોરોહોમુલ્લાહો એલન્નારે

2) વ ફિર્કતુન્ અહબ્બુના વ સમેઉ કલામના વ લમ્ યોકસ્સેરૂ અન્ ફેઅ્લેના લે યસ્તઅ્કેલુન્નાસ બેના ફયમ્લઉલ્લાહો બોતુનહુમ નારન્ યોસલ્લેતો અલયહેમુલ જુઅ વલ્અત્શ

3) વ ફિરકતુન્ અહબ્બુના વ હફેઝુ કવ્લના વ અતાઉ અમ્રના વ લમ્ યોખાલેફુ ફેઅ્લના ફ ઉલાએક મિન્ના વ નહ્નો મિન્હુમ્

(તોહફુલ ઉકુલ, પાના:622)

1 એક સમુહ એ છે કે, અમારા પ્રત્યે મોહબ્બત રાખે છે અને અમારા કાએમ(અ.સ.)નો ઇન્તેઝાર કરે છે, જેથી તેમને દુન્યવી ફાયદા હાસિલ થાય, અમારી વાતો કરે છે, અમારી હદીસો યાદ કરે છે, પરંતુ અમલ કરવામાં બેદરકારી રાખે છે, ખુદા તે લોકોને જહન્નમમાં મોકલશે.

2 એક સમુહ એવો છે, જે અમને મોહબ્બત કરે છે અને અમારી વાતોને સાંભળે છે અને અમારી વાતો પર અમલ પણ કરે છે, પરંતુ લોકો પાસેથી માલો દૌલત હાસિલ કરવા માટે. ખુદા તેઓના પેટોને આગથી ભરી દેશે અને તેઓ પર ભુખ અને પ્યાસને મુસલ્લત કરી દેશે.

3 એક સમુહ એવો છે કે જે અમને મોહબ્બત કરે છે, અમારા કૌલની હિફાઝત કરે છે અને અમારા હુકમોની ઇતાઅત કરે છે. અને અમારા કાર્યોની મુખાલેફત નથી કરતા, તેઓ અમારાથી છે અને અને અમે તેઓથી છીએ.

દુનિયાની મોહબ્બત એ કારણ બને છે કે લોકો ઇમામે વક્તના માટે એવી રીતે કામ નથી કરતા જેવી રીતે કરવુ જોઇએ અને જે લોકો કરે છે, તેઓની મજાક ઉડાવે છે, અગર ઇમામે વક્ત પ્રત્યે ખરેખર મોહબ્બત અને ઉલ્ફત છે, તો ખુશ થવુ જોઇએ, ભલે ને આપણો દુશ્મન હોય, પરંતુ આપણા ઇમામનું નામ બોલી રહ્યો છે ને. નફસે અમ્મારા, અંગત દુશ્મનીને ઇમામે વક્ત સુધી પહોંચાડી દે છે. જે શખ્સ પોતાના અંગત ફાયદા માટે લોકોના હક્કો પાયમાલ કરી રહ્યો હોય, પોતાના મોઅમિન ભાઇની સાથે સારો વતર્વિ નથી કરતો, તે ઝુલ્મની વિરૂધ્ધ કેવી રીતે ઉભો રહી શકે? મુસલમાનોની દરમિયાન એકતા અને ઇત્તેહાદના બદલે ખુદ મોઅમેનીનની વચ્ચે જે મતભેદો, ગુમરાહીઓ, બદબખ્તી, રાજકારણ એવા ઘણા બધા પરિબળો જોવા મળે છે, જે તમામ અંગત ફાયદાની બુનિયાદ પર સ્થાપિત છે. કેન્દ્રબિંદુ પર જમા થવા માટે સુમેળ, સુસંગતતા અને સરખાપણું મઅસુમીન (અ.મુ.સ.)ની તરફથી અમલની દાવત આપી રહી છે અને આપણા માટે મરજઇય્યતનો એક પ્રકાશિત મિનારો સ્થાપિત કરી દીધો છે, એમ છતા જ્યારે આપણે કૌમની વ્યક્તિઓની દરમિયાન નફસે અમ્મારાનું વધતુ જોર સામે આવે છે, તો અઇમ્મા(અ.મુ.સ.)ની ઉપરોક્ત હદીસો દિલને નુરાની કરે છે કે અંગત ર્સ્વા કેવી રીતે કામ કરે છે.

  1. આત્મસન્માન અને હુંપદ:

હઝરત ઇમામ મહદી(અ.સ.)ના અકીદાના સૌથી મોટા દુશ્મન દુનિયાના મોટા ઝાલિમ સિતમગારો છે. ઇમામ(અ.સ.)ની વિલાદતથી લઇને આજ સુધી આ જ લોકો સૌથી વધારે વિરોધ કરી રહ્યા છે. જેઓ ઝાલિમ અને જાબિર છે. અગાઉના ઝાલિમો અને જાબીરો બની અબ્બાસે પોતાની પુરી તાકત કામે લગાવી દીધી કે ઇમામે ઝમાના(અ.સ.) હયાત ન રહે અને તેમના કત્લ માટે જેટલી કોશિશો કરી શકતા હતા તેટલી કરી નાખી. આજના ઝાલીમો પણ જુદી જુદી રીતે મહદવીય્યતના અકીદાની મુખાલેફત કરી રહ્યા છે. એ મુસલમાનો કે જેઓ મહદવીય્યતમાં માને છે, ખાસ કરીને શીઆને એહલેબૈત(અ.મુ.સ.), તેઓ હંમેશા એ ઝાલીમોના મુકાબલામાં રહે છે. આ લોકો ક્યારેક વિલાદતનો ઇન્કાર કરે છે, તો ક્યારેક લાંબી ઉમ્રનો મજાક ઉડાવે છે. ક્યારેક ગયબતમાં ઇમામ(અ.સ.)ના વુજૂદના ફાયદાઓ પર સવાલ ઉઠાવે છે, તો ક્યારેક અકીદએ મહદવીય્યતને જ મૂળથી ગૈર ઇસ્લામી ગણાવી દે છે. તેઓ શક્ય એટલી રીતે કોશિશો કરે છે કે  આ અકીદાને કમઝોર કરી નાખે, ચાહવાવાળાઓને તેમના ઇમામથી ગાફિલ કરી દે. આ લોકો ક્યારેક દોસ્ત બનીને અકીદએ મહદવીય્યતમાં ફેરફાર કરે છે, ઇન્તેઝાર જેવા ચરિત્ર બનાવનાર અકીદાની અલગ રીતે તફસીર કરે છે.

  1. હકાએકની તેહરીફ:

દુશ્મનીનો એક તરીકો આ પણ છે, જે ખુબ જ વધારે ખતરનાક છે, તેને ગ્રહણ કરવા માટે ઉંડી બસીરતની જરૂરત છે, તે એ કે મુળભૂત અકીદાને એમને એમ જ રહેવા દેવાય અને તેનો પ્રચાર કરવામાં આવે, પરંતુ તેની સમજણ અને અર્થઘટનને પુરી રીતે બદલી નાંખવામાં આવે. જેમ કે આ એક હકીકત છે કે ઇમામે ઝમાના(અ.સ.) જ્યારે તશ્રીફ લાવશે તો આખી દુનિયાને અદ્લો ઇન્સાફથી ભરી દેશે અને દરેક જગ્યાએ ગદીરી ઇસ્લામ હશે. દુશ્મન એવી રીતે બયાન કરે છે કે હાલમાં આપણી કોઇ જવાબદારી નથી, બધુ કામ ઇમામ(અ.સ.) કરશે. આ પણ દુશ્મનીની એક રીત છે, જ્યારે કે ઇન્તેઝાર પગલે પગલે ચરિત્ર ઘડતર છે. ઝુહૂરના માટે જમીન તૈયાર કરવી, લોકોને તૈયાર કરવા, તેઓને તકવા, પરહેઝગારી, બહાદુરી અને શુજાઅતનો પાઠ શિખવાડવો. દરેક સમયે નુસ્રત અને ખિદમત માટે તૈયાર રહેવુ આપણી શરઇ જવાબદારી છે. મહદવીય્યતનો એ તસવ્વુર રજુ કરવો જે લોકોને ગેર-જવાબદાર બનાવે. જવાબદારીનો એહસાસ છિનવી લે, આ મહદી દોસ્તી નથી પરંતુ મહદી દુશ્મની છે. રિવાયતોમાં કાયદેસર રીતે જગ્યાએ જગ્યાએ એ વાત મળે છે કે જે અમારા કાએમ(અ.સ.)નો ઇન્તેઝાર કરે છે, તેણે મુત્તકી, પરહેઝગાર અને વરઅ વાળા થવુ જોઇએ.

લોકોને ના-ઉમ્મીદ કરી દેવા, ઝુલ્મની વિરૂધ્ધ લાગણી વગરનું બનાવવું,અજ્ઞાનતાની ટેવ પાડવી, મરજઇય્યતને કમઝોર કરી દેવી, આ બધુ તહરીફ છે.

કારણકે મહદવીય્યતનો અકીદો ઉમ્મીદ છે. તપાસ અને સંશોધન છે. ઝુલ્મનો વિરોધ છે. વ્યક્તિગત અને સામાજીક ચારિત્ર્ય ઘડતર છે. ગયબતના ઝમાનામાં તેમના જનરલ નાએબો એટલે કે અઝીમ મરાજેઅ પર ભરોસો કરવો છે. વિશ્ર્વાસ કરવો છે. તેમની ઇઝ્ઝત અને એહતેરામ કરવો છે.

મહદવીય્યતના અકીદાથી દુર કરવાની અમુક રીતો:

1 મોટા પાયા ઉપર એવી કિતાબો, લેખો અને ચચર્ઓિ પ્રકાશિત કરવી, જેમાં વિવિધ રીતે મહદવીય્યતના અકીદા પર વાંધો લેવામાં આવે.

2 સોશ્યલ મિડિયા, રેડીયો, ટેલીવિઝન પર એવી ચચર્ઓિ કરવી, પ્રોગ્રામ કરવા, જેમાં એવા લોકોને આમંત્રિત કરવા જે અક્લી / તાર્કિક જવાબો આપવા અસમર્થ હોય.

  1. નિરર્થક પ્રવૃત્તિઓ: અગાઉ ખેલકુદ અને અન્ય બાબતો માટે ખાસ જગ્યાઓ નિશ્ર્ચિત હતી, લોકો ત્યાં જઇને પોતાના શોખ પુરા કરતા હતા. હવે, કોમ્પ્યુટર અને મોબાઇલ એ તમામ સાધનો ઘરે તો ઠીક પરંતુ દરેકના ખિચ્ચામાં ઉપલબ્ધ કરી દીધા છે. તેમાં સમય બરબાદ થવાની સાથો સાથ દિમાગોમાં જે શંકા-કુશંકા પૈદા થાય છે, તે ખુબ જ વધારે ખતરનાક છે. આ એ ખામોશ બિમારીઓ છે, જેનો અંદાઝો લગાવવો ખુબ જ મુશ્કેલ છે. દુશ્મન આ હથિયાર વડે કાયદેસર લાભ ઉઠાવી રહ્યો છે. એક સવાલ એક શંકા નાખીને બધાને એવી રીતે ગુંચવણમાં મુકી દે છે કે બધા પોતાનું કામ પોતાની જવાબદારીઓ ભૂલી જાય છે. આ દુશ્મનીનું કારણ એ છે કે, તેણે ઇન્સાનને અને ખાસ કરીને જવાનોને હકીકતથી દૂર કરી દીધા છે. બધાને કાલ્પનિક દુનિયાના પાગલ બનાવી દીધા છે. આ બિમારી કારણકે પશ્ર્ચિમથી આવી છે, તેથી પશ્ર્ચિમી તબાહીઓ પણ પોતાની સાથે લાવી છે. બેશરમી, બેગયરતી, લાપરવાહી, ભ્રામિક અને ખોટા ખ્યાલોમાં રહેવું. હવે જો કે તેઓની શખ્સીયત, તેનો પ્રભાવ. ઇલ્મ, અદબ, અખ્લાક, તહેઝીબ અને જવાંમર્દી નથી, પરંતુ કોઇ દુનિયાદારની આંધળી પૈરવી છે. ફાટેલી જુની જીન્સ છે. આ આંતક ફેલાવવું છે. આ બેસબ્રી, આ ગુસ્સો અને ક્રોધ, આ બુરી ઝબાન, આ બધુ પશ્ર્ચિમી સંસ્કૃતિની દેન છે. જે અત્યારે દરેક ઘરમાં પોતાનો અડ્ડો જમાવીને બેઠી છે.

4 ઇન્ટરનેટ:

સૌથી વધારે તબાહી અને બરબાદીનું કારણ ઇન્ટરનેટ છે. એમાં કોઇ શક નથી કે ઇન્ટરનેટના ફાયદા બેશુમાર છે. મોટા મોટા કામ સહેલાઇથી થઇ જાય છે. ઇન્ટરનેટે સંશોધન અને રિસર્ચ સહેલુ બનાવી દીધુ છે. કોન્ટેકટ ખુબ જ સહેલા અને ઝડપી બનાવી દીધા છે. બીજી સોશ્યલ મીડીયાની સરખામણીમાં ઇન્ટરનેટનું ક્ષેત્ર વધારે વિશાળ છે અને શક્યતાઓ પણ વધારે છે. તેની મહત્વતાને નજર સમક્ષ રાખીને દુશ્મને તેના પર ખાસી નજર રાખી. શંકા-કુશંકાઓ પેદા કરવામાં અને દિમાગોને ખરાબ કરવામાં અકાએદને કમઝોર અને નબળા કરવામાં તેનો ખાસ રોલ છે. આ એ ચીજ છે, જેનાથી જેનાથી દરેક નાનો મોટો માત્ર જોડાએલો જ નથી પરંતુ પાગલ છે. વાઇ-ફાઇ એ તો ખુબ જ વધારે કયામત કરી નાંખી છે.

આથી આ સમયે આ કારણો અને સાધનો પર ખાસ નજર રાખવી, નવી નસ્લને તેની તબાહીઓમાંથી સુરક્ષિત રાખવી એ આ સમયની સૌથી મોટી જરૂરત છે. આપણે જવાનોને ઇન્ટરનેટથી તો દુર નથી રાખી શકતા, પરંતુ તેનો સહીહ અને સમજપૂર્વક ઉપયોગ બતાવીને તેના અકાએદને તબાહી અને બરબાદીથી સુરક્ષિત રાખી શકીએ છીએ. દુશ્મનના આ હથિયારનો ઉપયોગ નકારાત્મક ચીજોમાં કરવાને બદલે હકારાત્મક ચીજોમાં ઉપયોગ કરી શકીએ છીએ.

  1. જેહાલતનો ઇલાજ:

અજ્ઞાનતાનો સામનો એવી રીતે કરીએ કે શરઇ હદોમાં રહીને વધારેમાં વધારે દરેક શક્ય સ્વરૂપ વડે લોકોને મહદવીય્યતના વાસ્તવિક અને હકીકી ચહેરાથી સુમાહિતગાર કરાવીએ. હઝરત હુજ્જત ઇબ્નીલ હસન અસ્કરી(અ.સ.)ની એ તસ્વીર ઝમાનાની સામે રજુ કરીએ, જે તેમના બાપ-દાદાઓએ બયાન કરી છે. જ્યારે લોકો તેમની વાસ્તવિક તસ્વીર જોશે તો આપમેળે તેમની તેમનાથી દુશ્મની છોડી દેશે અને તેમની મોહબ્બતનો દમ ભરવા લાગશે. અજ્ઞાનતા એ દુશ્મનીનો સબબ છે, મઅરેફત મોહબ્બતનો સબબ છે. તેના માટે દરેક લેવલે કામ કરવાની જરૂરત છે. આ એક વ્યકિતનું કામ નથી, પરંતુ બધાનું કામ છે. “તફક્કોહ ફીદ્દીન (દીનનું ઉંડુ ઇલ્મ હાસિલ કરો)માં ખુબ જ મહત્વનું કામ ઇમામ(અ.સ.)ની મઅરેફત છે. હઝરત ઇમામ અલી રઝા(અ.સ.)એ અબા સલ્તને ફરમાવે છે:

રહેમલ્લાહો અબ્દન્ અહ્યા અમ્રના ફકુલ્તો લહુ વ કય્ફ યોહ્યી અમ્રકુમ્ કાલ યતઅલ્લમો ઓલુમના વ યોઅલ્લેમોહન્ નાસ ફ ઇન્નન્ નાસ લવ અલેમુ મહાસેન કલામેના લત્તબઉના

(વસાએલુશ્શીઆ, ભાગ:14, પાના:587)

ખુદા એ બંદા ઉપર રહેમ કરે જે અમારા અમ્રને જીવંત કરે છે. મેં કહ્યું: આપનો અમ્ર કેવી રીતે જીવંત કરવામાં આવે? ફરમાવ્યુ: અમારા ઉલુમને શીખે અને લોકોને તેની તઅલીમ આપે. જ્યારે લોકો અમારા કલામની ખુબસુરતીથી સુમાહિતગાર થશે, તો અમારી પૈરવી કરશે.

  1. અંગત સ્વાર્થનો ઇલાજ:

આ બારામાં ફક્ત એટલુ કામ કરે કે ફાયદાઓને ફકત દુન્યવી બાબતો પુરતા મર્યિદિત ન રાખે, પરંતુ આખેરતના ફાયદાઓને નજર સમક્ષ રાખી  તેને આ અમુક દિવસની દુન્યવી જીંદગી પર અગ્રતા આપે. દુનિયામાં થોડીક એવી કુરબાની આખેરતમાં મોટા મોટા સવાબ અને દરજ્જાઓનો સબબ બનશે.

બલ્ તુઅ્સરૂનલ્ હયાતદ્ દુન્યા વલ્ આખેરતો ખયંવ્ વ અબ્કા

(સુરએ અઅ્લા, આયત:16,17)

બલ્કે તમે લોકો દૂન્યાની જીંદગીને અગ્રતા આપો છો, જ્યારે કે આખેરત બેહતર અને વધારે બાકી રહેવાવાળી છે.

  1. અભિમાન અને હું પદનો ઇલાજ:

તેનો ઇલાજ એ છે કે એ તમામ લોકોને એ યકીન અપાવી દે કે તમે લાખો અડચણો પૈદા કરશો, કોઇ પણ સ્વરૂપમાં અને દુનિયાની કોઇ પણ તાકાત ભલેને ગમે તેટલી મોટી કેમ ન હોય, તે હઝરત ઇમામ મહદી (અ.સ.)ના ઝુહૂરને રોકી નહી શકે. તેઓ આવશે અને જરૂર આવશે. તેથી તમારા ફાયદામાં બહેતર એ છે કે વિરોધ છોડીને ઇતાઅતનો રસ્તો અપનાવો. પોતાની સુધારણા કરો જેથી ઝુહૂરના સમયે તમારો શુમાર હઝરતના ખિદમતગુઝારોમાં, ગુલામોમાં થાય અને દુશ્મનોમાં ન થાય.

  1. હકીકતોની તહેરીફનો ઇલાજ:

તેનો ઇલાજ લોકો સુધી સાચી વાત પહોંચાડવી છે. તેમાં સમય જરૂર લાગશે. તકલીફોનો ચોક્કસ સામનો કરવો પડશે પરંતુ કામ્યાબી સો ટકા છે.

જાઅલ્ હક્કો વ ઝહકલ્ બાતિલ્ ઇન્નલ્ બાતેલ કાન ઝહુકા

હક આવી ગયો અને બાતિલ નાબુદ થઇ ગયો, અને યકીનન બાતિલ નાબુદ થવાનું જ હતું.

તેના માટે એ તમામ શંકાઓ અને કુશંકાઓ, વાંધાઓ અને એઅતેરાઝોનો કાયદેસર અભ્યાસ કરવો પડશે. જે સોશ્યલ મીડીયા, પ્રિન્ટ મીડીયા અને ઇન્ટરનેટ પર ફેલાવવામાં આવી રહ્યા છે. અગર દુશ્મનો બાતિલની કમઝોર અને નબળી બુનિયાદો છતા તેમના હેતુઓમાં સફળ થઇ રહ્યા છે. તો હકકની મજબુત તરીન બુનિયાદો પર આપણે સફળ કેમ ન થઇ શકીએ? આપણે એ ન ભુલવુ જોઇએ અને દરેક પગલે ઝબાન પર વિર્દ રહે…

દુશ્મન અગર કવી અસ્ત

નિગેહબાન કવીતર અસ્ત

અગર દુશ્મન ખુબ જ તાકાતવાળો છે. તો અમારો નિગેહબાન તેનાથી પણ વધારે તાકાતવાળો છે.

તેના માટે કિતાબો, લેખો, આર્ટીકલ, ગૃપ ડિસ્કશન, કોન્ફરન્સ, સેમીનાર, ઇલ્મી ચચર્ઓિ ગોઠવે. વિશ્ર્વાસપાત્ર સંદર્ભો વડે વાતને સ્પષ્ટ કરે અને એ યકીન રાખો કે એહલેબૈત(અ.મુ.સ.)ની હક્કાનીય્યતમાં એ અસરો છે કે બાતિલ ક્યારેય પણ કામિયાબ નથી થઇ શકતો અને ઇન્સાફપસંદ પ્રભાવિત થયા વગર નથી રહી શકતો.

ઇમામે ઝમાના(અ.સ.)ની રાહમાં ખુલુસતાથી ઉપાડવામાં આવેલ દરેક પગલુ ખુદાવંદ તઆલાની મદદથી વંચિત નહી રહે. દરેક પગલે ખુદાની મદદ અને એહલેબૈત(અ.મુ.સ.)ની દુઆઓ સાથે સાથે રહેશે.

હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ની હદીસ થકી વાતચિતનો સારો અંત લાવીએ છીએ. હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.) ફરમાવે છે:

શીઅતોના મન્ લા યઅ્દુ સવ્તોહૂ સમ્ઓહૂ વલા શહ્નાઓહૂ બદનહૂ વલા યમ્તદેહો બેના મોઅ્લેનન્ વલા યોજાલેસો લના ગાએબન્ વલા યોખાસેમો લના કાલેયન્ ઇન્ લકેય મોઅમેનન્ અક્રમહુ વ ઇન્ લકેય જાહેલન્ હજરહૂ

(શર્હે ઉસુલે કાફી, ભાગ:9, પાના:123-124)

અમારા શીઆઓમાંથી કેટલાક એ છે કે જેની અવાજ કાનને ઓળંગતી નથી, અગર કોઇને નફરત કરે છે, તો બીજા લોકોને ઇજા પહોંચાડતા નથી, તેઓ ખુલ્લમ ખુલ્લા ગૈર લોકોને મજમામાં અમારી વાતો નથી કરતા. એ લોકો સાથે તેઓની ઉઠક-બેઠક નથી જે અમારા માટે ઐબ શોધનારા હોય છે, તેમની સાથે મુનાઝેરા અને ચચર્િ નથી કરતા જે અમારા દુશ્મનો છે. જ્યારે મોઅમિન સાથે મુલાકાત કરે છે, તો ઇઝ્ઝત અને એહતેરામ કરે છે અને જ્યારે જાહિલનો સામનો થાય છે તો તેનાથી દુરી ઇખ્તેયાર કરે છે.

હદીસની સચ્ચાઇ અવાજ આપી રહી છે:

શોર દરયાસે યે કહતા હૈ, સમન્દરકા સુકૂત

જીસમેં જીતના ઝર્ફ હે ઉત્નાહી વોહ ખામોશ હૈ

ખુદા આપણો શુમાર તેઓની સાથે કરે…

આમીન…

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *